________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકની પ્રસ્તાવના.
પ્રસિદ્ધ વક્તા પન્યાસજી અજીતસાગરજી ગણિનું સં. ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ પાલણપુરમાં થયેલ તે વખતે તત્ર ચાતુર્માસ રહેલાં સાગરસપ્રદાયનાં મહુમ સાધ્વીજી શ્રી હરખશ્રીજીનાં મુખ્ય શિષ્યા સાધ્વીજી લાભશ્રીજીની પ્રથમથી એવી ઈચ્છા હતી કે જો વૈરાગ્યશતકાદિ પ્રકરણ અન્વયના આંકડા, સંસ્કૃત છાયા અને સરળભાષામાં લખાયેલા અર્થ સાથે એકત્ર કરી પ્રગટ કરવામાં આવે તેા તે હાલના જમાનામાં જતસમાજને વધુ ઉપયોગી થઇ પડે. તેઓશ્રીની આવી પ્રેરણાને લઇને પન્યાસજી મહારાજશ્રીએ તે કાર્ય પૂર્ણ કરી આપવા સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવી. જે માટે તેઓશ્રીના આ સ્થળે અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે. પરંતુ તેમાશ્રીનું ત્યાંનું ચાતુર્માસ પૂર્ણ થવાથી આ કામ થોડો વખત ધ શું. અત્રે એક પ્રામાંગિક બીના ( મહારાજશ્રીના વિહાર )ની નોંધ લઇએ છીએ.
મહારાજશ્રી પાલણપુરથી વિહાર કરી વગદા, મેમદપુર વિગેરે સ્થળાએ થઈ તાર ગાજીની યાત્રા કરી, ઈડર અને વડાલી વિગેરે ગામામાં આધ આપતા પ્રાંતીજ પધાર્યા. જે સમયે ત્યાંના બાવાએ * પન્યાસજી અજીતસાગરજીગંણુશસ્ત્રસંગ્રહ ” એ નામથી પુસ્તકસંગ્રહની સ્થાપના કરી. તદનન્તર ત્યાંથી વિહાર કરી વિજાપુર શાસુવિશારદ જૈનાચાર્યે યાનિઝ શ્રીમદ્ બુદ્ધિસાગર
For Private And Personal Use Only