Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ તા. ૧૬-૨-૯૭ પ્રભુ જીવન આપણાં ગામનામો પર એક નજર D ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) આપણાં ગામનામો પાછળ કોઇ ને કોઇ રહસ્ય ને વિશિષ્ટતા રહેલી હોય છે. કેટલાંક ગામનામો પર તેને વસાવનાર વ્યક્તિનો પ્રભાવ અંકિત હોય છે, તો કોઇ પર ઇતિહાસ, વૃક્ષ, કોમ કે ધર્મ, સંપ્રદાય યા ગુણની અસર હોય છે. કેટલાંક ગામનામોની પાછળ ‘આબાદ' અર્થાત્ વસાવેલું કે વસ્તીથી ભરપૂર એવો શબ્દ રહેલો નજરે પડે છે. ક્યાંક તેનો ‘આવાદ’ શબ્દ થઇ ગયો છે. હૈજરાબાદ, ગાઝિયાબાદ, ઔરંગાબાદ, સિકંદરાબાદ, ફત્તેહાબાદ, ફરીદાબાદ, ધનાબાદ, નસીરાબાદ, શાહાબાદ, બ્રહ્માબાદ, અલ્હાબાદ, સુંદરાબાદ, મુરાદાબાદ, ફરૂખાબાદ, ફૈઝાબાદ, નિઝામાબાદ, હોસંગાબાદ, જેહાનાબાદ, ખલીલાબાદ, ઝાફરાબાદ, શિકોહાબાદ, વિકાસાબાદ, તુગલકાબાદ આદિ એનાં દષ્ટાંતો છે. અમદાવાદ અને મહેમદાવાદ જેવાં ગામનામોમાં ‘આબાદ' શબ્દ આવાદ' થઇ ગયો છે. કેટલાંક ગામનાં નામોમાં અંતે ‘ગંજ’ અર્થાત્ જથ્થાબંધ અનાજનું બજાર'નો શબ્દ આવેલો હોય છે. ચંદ્રાવતીગંજ, કેશવગંજ, સ્વરૂપગંજ, આઝિમગંજ, ફોર્બસગંજ, દલ્યોનગંજ, અનવરગંજ, કપ્તાનગંજ, કાસગંજ, કીશનગંજ, શાહીબાગંજ, વર્ધાગંજ અને શાહગંજ એનાં ઉદાહરણો છે. વળી ‘રામગંજ મંડી', ગામનામમાં તો ‘ગંજ'નો સમાનાર્થ શબ્દ ‘મંડી' પણ ઉમેરાયો ને બેવડાયો છે. આ નામોમાં એને સ્થાપનાર વ્યક્તિનાં નામો જોડાયેલાં જોવા મળે છે. કેટલાંક ગામનાં નામમાં છેવટે નગર અર્થ ધરાવતો પુર, તેમાંથી ૐ વ્યુત્પન્ન થયેલ પર, પુરી, પરા યા પોર શબ્દ આવેલો હોય છે. જમશેદપુર, વીરપુર, માધોપુર, અમરપુર, આદિપુર, ઉદયપુર, દુર્ગાપુર, આમલપુર, જબલપુર, માધવપુર, કાદરપુર, ખલીલપુર, અમરાપુર, ખાલીપુર, પાલનપુર, ગંગાપુર, ગેરતપુર, છોટાઉદેપુર, જયપુર, તારાપુર, ડુંગરપુર, જેતપુર, જેતલપુર, જેસલપુર, તાજપુર, ભાટપુર, જલાલપુર, જોધપુર, જામજોધપુર, નબીપુર, ખાંસીપહાડપુર, બારીપુર, મોહમદપુર, વેજલપુર, શુજાલપુર, સખપુર, બહાદરપુર, મેખલપુર, સારંગપુર, સાંતલપુર, સૈજપુર, સિદ્ધપુર, હરિપુર આદિ આ પ્રકારના ‘પુર’ નામના અંતવાળાં ગામ છે તો અમલપુરા, કંવલપુરા, કનકપુરા, રણછોડપુરા, કરમાલિયાપુરા, કરનપુરા, કાશીપુરા, કિસમાનપુરા, ખારીપુરા, ગંભીરપુરા, ગણપતપુરા, ગુલાબપુરા, જગતપુરા, ગૌતમપુરા, છુછાપુરા, તૈયબપુરા, દુર્ગાપુરા, ધાનપુરા, ધનપુરા, જીતપુરા, જેસાપુરા, રાવલપુરા, રૂસ્તમપુરા, લાભુપુરા, લક્ષ્મીપુરા, વગેરે ગામનામોમાં છેવટે ‘પુરા' શબ્દ આવે છે. ધારાપુરી, ઇગતપુરી, જગન્નાથપુરી, છાયાપુરી, ગોપાલપુરી, ઇછાપુરી, બિચપુરી, વગેરે ગામનામોમાં ‘પુરી’ અર્થાત્ નગરીવાળો શબ્દ સંલગ્ન છે. તો અમરેલીપરા, ભાવનગરપરા, ભાસ્ક૨૫૨ા, માલોદ૫૨ા જેવાં ગામનામોમાં ‘પરા’ શબ્દ અને સાપર, આમલ૫૨, આદિ નામોમાં ‘પર' શબ્દ અંતે આવેલો છે. વળી પોર, જલાલપોર, વેજલપોર, - ઝાઝપોર, હાંસાપોર જેવાં ગામનામો ‘પોર' શબ્દ ધરાવે છે તો કદમાં જરા એનાથી નાના એવા ગામ પોરડા, દોલત પોરડા અને રાણીપોરડા જેવાં નામ પામ્યાં છે. કેટલાંક ગામ ‘ગઢ' જેવાં હોવાથી તેમનાં નામોમાં છેલ્લે ‘ગઢ' શબ્દ આવેલો દષ્ટિગોચર થાય છે. ગોવિંદગઢ, જૂનાગઢ, ઇડરગઢ, કિશનગઢ, ઇકબાલગઢ, ચિતોડગઢ, ધનદયાળગઢ, અમીરગઢ, નવલગઢ, નવાગઢ, નહારગઢ, પાવાગઢ, બજરંગગઢ, શામગઢ, ટિટલાગઢ, પરતાપગઢ, દેવગઢ વગેરે આવાં ગામનામો છે તો એનાથી નાના કદવાળાં ગામો ગઢડા ને ગીરગઢડા જેવા નામો ધરાવે છે. વળી એનો સમાનાર્થી ‘કોટ’ શબ્દ અંતે ધરાવનાર ગામનામોમાં ધનકોટ, રાજકોટ, જેકોટ, અજમાવતકોટ, ચિત્રકોટ (ધામ) આદિને ગણાવી શકાય. ૭ કેટલાંક ગામનામોને અંતે ‘નગર’ શબ્દ તેના સ્થાપક કે અન્ય પદાર્થ કે પ્રભાવિત નામ સાથે જોડાઇને વપરાયેલો નજરે પડે છે. વાસ્તનગર, મણિનગર, અવિકાનગર, શ્રીનગર, આદર્શનગર, કૃષ્ણનગર, કીડિયાનગર, કરુણનગર, જામનગર, ગાંધીનગર, ભાવનગર, વીસનગર, વડનગર, જોરાવરનગર, દામનગર, પટેલનગર, પ્રીતમનગર, ફત્તેહનગર, પ્રતાપનગર, ભક્તિનગર, સિરિગંગાનગર, આદિ આ પ્રકારનાં ગામનામો છે. ‘નગર' પરથી નેર' કે ‘નાર' થઇને ય કેટલાંક ગામોનાં નામોના અંતે આવેલ છે. આવાં ગામનામોમાં નાર, ચાંપાનેર, વાંકાનેર, અમલનેર, ભાનેર, જોબનેર, બદનેર, જામનેર, સાંગનેર, સંગમનેર, કોડીનાર, આદિને ગણાવી શકાય. ગાંવ એટલે કે ‘ગામ’ અર્થવાળો શબ્દ અંતમાં વપરાયેલો હોય તેવાં ગામનામો ઘણાં મળી આવે છે. ખાટગાંવ, જલગાંવ, ગુરગાંવ, નૌગાંવ, માંગલિયાગાંવ, ધરનગાંવ, બનગાંવ, શાહદોરાગાંવ, ચાલીસગાંવ, નંદગાંવ, ન્યુ બોંગાઇગાંવ, રાજનાંદગાંવ, ફૂલગાંવ આદિ આ પ્રકારનાં છે તો એના સમાનાર્થી ‘ગામ' શબ્દાંતવાળા ગામનામો પણ આપણે ત્યાં છે. પુદગામ, મિયાગામ, વડગામ, વિરમગામ, બામણગામ, જંબુગામ, ગોથણગામ, તુલસીગામ, દેવગામ, દહેગામ, નવાગામ, બેલગામ, ઉમરગામ, નડગામ વગેરે આનાં ઉદાહરણો છે. એની સાથે એવા જ અર્થવાળો ગ્રામ શબ્દ અંતમાં વપરાયો હોય તેવાં ગામનામોમાં યુલગ્રામ, ગાંધીગ્રામ, સેવાગ્રામ, કોલ્વાગ્રામ, ઝારગ્રામ, ફકીરાગ્રામ, સરદારગ્રામ, આદિનો સમાવેશ થાય છે. ‘ગ્રામ' શબ્દાર્થનો ખ્યાલ આપતાં ધામ ‘શબ્દાંતવાળું' ‘ગાંધીધામ' જેવું ગામનામ પણ અહીં સ્મરણીય છે. કેટલાંક ગામનામોને અંતે ધર્મપ્રભાવે ‘ઇશ્વર' કે ‘દેવ’ શબ્દ યોજાયેલો હોય છે. કોટેશ્વર, મંગળેશ્વર, રામેશ્વર, અમલેશ્વર, નારેશ્વર, ઝાડેશ્વર, ભુવનેશ્વર, અંકલેશ્વર, ત્રિનેત્રેશ્વર (તરણેતર), પિંગલેશ્વર, બીલેશ્વર, કેદારેશ્વર, ગળતેશ્વર, ઉત્કંઠેશ્વર, રફાળેશ્વર, ગરુડેશ્વર વગેરે ‘ઇશ્વર' શબ્દાંતવાળા છે. ગુમાનદેવ, રખનદેવ, દાઢદેવી અને સારનાથ, ભીમનાથ, વૈદ્યનાથ, રામનાથ, ગોપનાથ, સોમનાથ, કોટનાથ જેવાં ગામનામો ક્રમશઃ દેવ, દેવી ને નાથ શબ્દાંતવાળાં ગામનામો છે. ગોપાલરોડ, ચારભુજારોડ, ત્ર્યંબક અને સંતરામપુર જેવાં ગામનામો ય આવો જ ધર્મભાવ સૂચવી જાય છે. સંસ્કૃત શબ્દ ‘સમ’ (સદ્મ) અર્થાત્ રહેઠાણ પરથી ‘સદ્′ શબ્દ થયો તે કેટલાંક ગામનામોને અંતે આવેલો જોવા મળે છે. કરમસદ, બોરસદ, વીરસદ, વાસદ જેવાં ગામનામો આ પ્રકારનાં છે તો એવા જ અર્થવાળો ‘વાસ' શબ્દ અંતમાં હોય તેવાં ગામનામો તરીકે કરનવાસ, કાઠવાસ, દેવાસ, ભારાવાસ, બીરાલવાસ, રૂપવાસ, હળધરવાસ, રાણાવાસ, હલધરવાસ, માંગલિયાવાસ વગેરે નોંધપાત્ર છે. ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી ‘કૂવા' ‘કૂઇ' ‘તળાવ’, ‘કુંડ', ‘પાણી', ‘વાવ'નું મહત્ત્વ ગામમાં ઘણું ગણાય. એ શબ્દાંત ધરાવતાં ગામનામો પણ મળી આવે છે. બાંદીકૂઈ, કુઝીકૂઇ, ફરતીકુઇ, કીકાકૂઈ, ભુરાકુઇ, મરઘાકૂઈ જેવાં ગામનાં નામો એક તરફ છે તો બીજી તરફ ધોળાકૂવા, કૂવાથલ, ધોળીકૂવા, બામણકૂવા, રાનકૂવા, ખાનકૂવા, જોશીકૂવા, ઢૂંઢાકૂવા જેવાં ગામનામો પણ છે. વળી તેન-તળાવ, કાળીતળાવડી, કુંવલ ટેન્ક, કાકતીયા તળાવ, તલાવડી, પાંચતળાવડી રોડ, તડાતળાવ જેવાં ગામનામોની સાથે કાલાકુંડ, કુંડ, રાનીકુંડ સરહ, પીપળાપાણી, પાતાલપાની, ગલગાવ, વાવડી, વાપી, સજનવાવરોડ, મીઠીવાલ, કુંકાવાવ, કાપડીવાવ, વાવડીખુર્દ, ખાંડીવાવ, ઝંખવાવ, રાણાવાવ, ઉજવાવ, ચોપડવાવ, શેરડીસાગર, કાશીપુરાસરાર જેવાં ગામનામો પણ પ્રાપ્ત થાય છે. ‘સર' એટલે કે સરોવર' શબ્દાંતવાળા ગામનામો પણ મળે છે. વકસ૨, ભીમાસર, મોટા કંપાસર, રાવળસર, ભુરાકિયા-ભીમાસર,

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148