Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 53
________________ તા. ૧૬-૪-૯૮ પ્રબુદ્ધજીવન શતાધિક વર્ષના શ્રાવકવર્યની મુલાકાત (જીવ્યું ધન્ય તેહનું) ] જયેન્દ્ર શાહ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ રચેલા ‘અધ્યાત્મસાર'ના તૃતીય પ્રબંધના ‘સમતા અધિકાર'માં કહ્યું છે : जरा मरण दावाग्नि ज्वलिते भवकानने । सुखाय समतैकैव पीयूष घनवृष्टिवत् ॥ જરા અને મરણરૂપી દાવાનળ વડે સળગેલા આ સંસારરૂપી વનને વિષે સુખને માટે અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન એક માત્ર સમતા જ છે. ’ અનુકૂળ અને પ્રતિકૂળ, ઇષ્ટ અને અનિષ્ટ પ્રત્યે પ્રિય અપ્રિયપણાની વૃત્તિનો અભાવ તેનું નામ સમતા. તમામ ધર્મક્રિયાઓનું લક્ષ્ય સમતા છે.. સમતા વિનાની સાધના નિષ્ફળ છે. સમતાના આશ્રયે તમામ ગુણો ખીલી ઊઠે છે. સમતા દ્વારા સાચાં સુખ-શાંતિનો અનુભવ થાય છે અને સાધનામાં આગળ વધતાં સમતા જ મોક્ષનું સુખ પ્રાપ્ત કરાવે છે. થોડા દિવસ પહેલાં સમતામૂર્તિ વયોવૃદ્ધ શ્રાવકવર્ય શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહનું દર્શન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. નેપિયન્સી રોડ પર તેમના પુત્ર ભરતભાઇને ઘેર તેમની મુલાકાતનો અવસર સાંપડ્યો હતો. વડીલ શ્રી ચીમનલાલભાઇ - ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રીશ્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર મુ. ડૉ. રમણલાલ શાહના પણ પિતા છે. ડૉ. રમણભાઇ દ્વારા મારી આ મુલાકાત ગોઠવાઇ હતી. ૧૩ શ્રાવક શિરોમણિ શ્રી ચીમનલાલ શાહને જોતાં આ પંક્તિમાં આલેખાયેલી પુણ્યવાન વ્યક્તિનાં પણ દર્શન થયાં એમ મને લાગ્યું. તેમને મેં પ્રથમ ઉંમર સંબંધી પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે મને કહ્યું, ‘ઉંમર તો શરીરની ગણાય. આત્માની નહિ. આત્મા તો અનંત કાળથી છે. તેની કોઇ ઉંમર છે જ નહિ. હું મારી જાતે કંઇ આટલું જીવી રહ્યો નથી. આયુષ્ય છે ત્યાં સુધી જીવવાનું છે. મરણ માટે હંમેશાં તૈયાર છું. આત્માને કર્મમુક્ત બનાવવો એ જ એક લક્ષ્ય છે. આ જન્મ પછી નવો જન્મ થશે. તેમાં પણ એજ લક્ષ્ય રાખવાની ભાવના છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો આત્માના શત્રુ છે. તેમને જીતવાના છે.’ તેમના આ સહજ ઉદ્ગારોમાં જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અનાયાસે પ્રગટ થતું હતું. તેમનું મૂળ વતન પાદરા. (જિ. વડોદરા), ગાયકવાડના એ જમાનામાં રૂ અને અનાજના વ્યાપારમાં પાદરાનું ભારતમાં મહત્ત્વનું સ્થાન હતું. તેમના પિતા અમૃતલાલ વનમાળીદાસ શાહે પાદરાને વેપારમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું હતું. શ્રી ચીમનલાલભાઇ ૩૦ વર્ષની ઉંમર સુધી પાદરામાં રહ્યા. તે વખતે પિતાજીની જાહોજલાલી જોઇ હતી. તેમની જન્મ સંવત ૧૯૫૩ (ઇ .સ. ૧૮૯૭)માં થયો. એ જ વર્ષમાં વિશ્વામિત્રી સ્ટેશનથી પાદરા સુધીની નેરોગેજ રેલવેની લાઇન નંખાઇ હતી. તે તેમને બરોબર યાદ છે. વ્યાવહારિક અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ સુધી કર્યો, પરંતુ ધાર્મિક અભ્યાસમાં ખૂબ આગળ વધ્યા. ઉજમશી માસ્તર તેમના ધાર્મિક શિક્ષક હતા. તેઓ સંગીત પણ સારું જાણતા. આ શિક્ષકે પાછળથી આચાર્ય શ્રી નીતિસૂરિજીના સમુદામાં દીક્ષા લીધી હતી અને તેઓ આ. શ્રી ઉદયસૂરિજી તરીકે જાણીતા થયા હતા . તા. ૧૮-૨-૯૮ના રોજ ૧૦૨મા વર્ષમાં પ્રવેશ કરનાર આ ધર્માનુરાગી ભક્તિપરાયણ વડીલના મુખ પર પૂર્ણ શાંતિ છવાયેલી જોઇ. સામાન્ય રીતે વૃદ્ધોના મુખ પર જોવા મળતાં ચીડ, નિરાશા, વેદના કે અસંતોષનું કોઇ ચિહ્ન તેમના ચહેરા પર ન હતું. તેઓ ઘણું ખરું સ્પષ્ટ ઉચ્ચારથી બોલી શકતા હતા, સાંભળી શકતા હતા, વાંચી શકતા હતા અને જૂની ઘણી વાતો ચોકસાઇપૂર્વક યાદ કરી શકતા હતા. તેમની સાથે લગભગ સવા કલાક મેં વીતાવ્યો, તે મારા માટે ધન્ય અવસર બની રહ્યો, કારણ કે ચોમેર કલહ અને અશાંતિના વાતાવરણમાં એક સમતાભાવી સજ્જન સદેહે મારી સમક્ષ ઉપસ્થિત હતા ! આ અનુભવ આનંદમય અને યાદગાર હતો. તેમની સાથે પ્રશ્નોત્તરના રૂપમાં જે વાતો જાણવા મળી તેના આધારે અહીં તેમનું શબ્દચિત્ર આપવાનો પ્રયાસ કર્યો છે. અલબત્ત, પ્રત્યક્ષ મુલાકાત વિના એમનો પરિચય વાચકને માટે અધૂરો જ ગણાય. સંત મનોહરદાસજીના એક પદમાં એક પંક્તિ છે : ‘દાસી આશા પિશાચી થઇ રહી કામ-ક્રોધ તે કેદી લોક, જીવ્યું ધન્ય તેહનું !' તેમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. તેમણે ઘણાં વર્ષો આશારૂપી પિશાચી જેની દાસી થઇ રહી હોય અને કામ-ક્રોધને સુધી નામું લખવાનું કામ કર્યું હતું. છેવટે કાપડની સ્વતંત્ર દુકાન જેણે કેદી બનાવ્યા હોય તેનું જીવ્યું ધન્ય છે ! પણ કરી હતી. શ્રી ચીમનલાલ શાહે સ્વરાજની લડતમાં પણ ભાગ લીધો હતો. અમૃતલાલશેઠના જિનમાં આગ લાગતાં રૂની ગાંસડીઓ બળી જવાથી ધંધામાં મોટું નુકશાન થયું. તેથી શ્રી ચીમનલાલભાઈ પાદરા છોડીને મુંબઇમાં નોકરી કરવા આવ્યા. તેમને છ પુત્રો અને બે પુત્રી છે. ડૉ. રમણલાલ શાહ તેમના ચોથા નંબરના પુત્ર થાય. મુંબઇમાં ખેતવાડીમાં સિંધી ગલીના નાકે આવેલી એક નાની રૂમમાં દસ જણાનું કુટુંબ રહેતું હતું. મુંબઇમાં મારકીટની બંધિયાર હવામાં નોકરી કરવાને લીધે તેમને લગભગ ચાલીશ વર્ષની ઉંમરે દમનો વ્યાધિ થયો. પરંતુ તે તેમણે બહુ ચીવટપૂર્વક દેશી દવાથી એવો મટાડ્યો કે તે પછી દમ કે અન્ય કોઇ રોગ આજ દિવસ સુધી તેમને થયો નથી. અત્યારે પણ તેમના શરીરમાં કોઇ વ્યાધિ નથી. ડૉક્ટરના કહેવા પ્રમાણે હાર્ટ એન્લાર્જ થવાની સામાન્ય શરૂઆત થઇ છે. તે માટે ગોળીઓ લેવાનું કહ્યું છે. પરંતુ શરીરમાં કોઈ તકલીફ કે પીડા નથી. ૯૨મા વર્ષે તેમના માથા પર કોઈ કોઈ વાળ કાળા દેખાવા લાગ્યા હતા, તે હજુ પણ છે. ૯૦ વર્ષની ઉંમરે આંખે મોતિયો આવ્યો હતો તે ઉતરાવ્યો હતો. બંને આંખે બરાબર વંચાય છે. તેમનાં ધર્મપત્ની રેવાબહેનને ૧૯૭૩માં લકવા થયો હતો. અને છેલ્લે હૃદયરોગનો હુમલો થતાં ૧૯૭૫માં ૭૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. પત્નીની માંદગીમાં શ્રી ચીમનલાલભાઇએ કાળજીપૂર્વક તેમની સેવા કરી હતી. ‘કમ ખાઓ, ગમ ખાઓ, નમ જાઓ' એ સૂત્ર તેમના જીવનમાં વણાઇ ગયેલું છે. ઘણાં વર્ષોથી ઉણોદરી તપ તેમને સહજ બની ગયું

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148