Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ ૨ પ્રબુદ્ધજીવન હતો, અને પ્રામાણિક ભાગીદારો મળ્યા હતા એટલે યુવાન વયથી જ જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાવાનું તેમને ગમતું. પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કર્યા પછી પણ તેમની જાહેર પ્રવૃત્તિઓ ચાલુ જ રહી હતી. એ માટેની એમનામાં સૂઝ અને આવડત પણ હતી. ચીમનભાઈ ધ્રાંગધ્રાના વતની અને મારા સસરા શ્રી દીપચંદભાઈ ત્રિભોવનદાસ શાહનું વતન પણ ધ્રાંગધ્રા. એ રીતે સામાજિક દષ્ટિએ પણ અમારો પરિચય જૂનો હતો. મારા સસરા શ્રી દીપચંદભાઇ જૈન યુવક સંઘમાં મંત્રી તરીકે સાત વર્ષ કાર્ય કર્યા પછી નિવૃત્ત થયા ત્યારે એમણે નવા મંત્રી તરીકે યુવાન ચીમનભાઇની પસંદગી કરવા માટે પરમાનંદભાઈ કાપડિયાને ભલામણ કરેલી. એ સ્વીકારાતાં ચીમનભાઇ યુવક સંઘમાં સભ્ય બન્યા અને મંત્રી તરીકે જોડાયા, શ્રી ચીમનભાઇએ ત્યાર પછી થોડાક સમયે પોતાના મિત્ર શ્રી કાન્તિભાઈ વોરા સાથે મળીને જૈન સોશ્યલ ગ્રુપ નામની સંસ્થા સ્થાપી. ત્યારે પરમાનંદભાઇએ મારા સસરાને ફરિયાદ કરેલી ચીમનભાઇએ બીજી સંસ્થા સ્થાપી છે તો લાગે છે કે હવે તેઓ યુવક સંઘ માટે સમય નહિ આપી શકે અને દિલ દઇને કામ નહિ કરે. કે મારા સસરાએ એ વાત ચીમનભાઇને કરી. તેમણે ખુલાસો કર્યો કે બીજી સંસ્થાનું ધ્યેય અને પ્રવૃત્તિક્ષેત્ર જુદું છે. યુવક સંઘના ભોગે પોતે એ સંસ્થાને નહિ વિકસાવે એવું તેમણે વચન આપ્યું. ચીમનભાઇએ એ વચનનું છેવટ સુધી પાલન કર્યું હતું. વસ્તુતઃ તેમની સમજશક્તિ, સૂઝ એટલાં હતાં કે તેઓ એક સાથે બેથી પણ વધુ સંસ્થા સંભાળી શકે એમ હતા. ચીમનભાઇએ પોતાની યુવાનીના દિવસોમાં બાળકોની સંસ્થા ‘બાલકન જી બારી’ અને ‘શિશુકેન્દ્ર’માં હોદ્દેદાર તરીકે સરસ સંગીન કાર્ય કર્યું હતું. એથી એમનામાં કુદરતી રીતે બાળકો માટે વાત્સલ્યભાવ રહેતો. તેઓ બાળકો સાથે એકરૂપ થઇ શકતા અને તેમને રમાડતા, ગવડાવતા, ખવડાવતા .ત્યારે એમનો કંઠ પણ સૂરીલો હતો. એમને વાંસળી વગાડતાં પણ આવડતું. શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી ‘ધીરજબહેન દીપચંદ રમકડાં ઘર' નામની પ્રવૃત્તિ ચાલુ થઇ ત્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે ચીમનભાઇએ બાળકોને સરસ બાળગીતો ગવડાવેલાં એ અવસ૨નું અમારું સ્મરણ તાજું છે. સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન એ ચીમનભાઇની આગવી ખાસિયત હતી. મહિનાઓ અગાઉથી તેઓ તૈયારી કરતા. નાની નાની વિગતોની વિચારણા કરતા. નિમંત્રણ કાર્ડ, મંચવ્યવસ્થા, માઇક, સંગીત વગેરે ગોઠવવાં તથા નવા નવા કલાકારોને પ્રોત્સાહન આપવું-એ બધામાં એમની આગવી દષ્ટ રહેતી. ભોજન સાથેના કાર્યક્રમો એમને વધુ ગમતા કે જેથી મહિલાવર્ગ પણ ઘરની ચિંતામાંથી મુક્ત થઇ હળવા મને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે. એમનાં પત્ની મંજુબહેન ઘણાખરા કાર્યક્રમોમાં સાથે હોય જ. કવિઓ, લેખકો, પત્રકારો, સંગીતકારો, નાટકકારો, સામાજિક કાર્યકર્તાઓ એ બધા સાથે ચીમનભાઇ સંપર્ક રાખતા અને કાર્યક્રમોમાં નિમંત્રણ આપતા. પ્રત્યેક કાર્યક્રમનો ફોટા સાથે અહેવાલ અખબારોમાં આવે એ માટે તેઓ ઉત્સુક રહેતા કે જેથી બીજા અનેકને એ કાર્યક્રમની જાણ થાય અને પ્રેરણા મળે. એ રીતે મુંબઇના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ચીમનભાઈનું યોગદાન મોટું રહ્યું છે. ચીમનભાઇ એટલે પ્રભાવનાના માણસ. મિત્રો, સગાં સંબંધીઓને, નોકરચાકરોને એમના તરફથી કંઈક ભેટ અવશ્ય મળી જ હોય. કોઇપણ નવો પરિચય થાય કે એમને પહેલો વિચાર એ આવે કે આ નવા પરિચિતને રસ પડે એવી કઇ વસ્તુ ભેટ આપું ? એમના પાકીટમાં પાંચ પંદર વસ્તુઓ પડેલી જ હોય. એ વિષયમાં એમની દૃષ્ટિ પણ ઘણી પહોંચે. Gift Novelty બનાવવાળા પણ એમની સલાહ લે અને એમની પાસેથી નવી નવી કલ્પનાઓ ગ્રહણ કરે. ભેટ આપવા લાયક કોઈ નવી સરસ વસ્તુ બજારમાં આવી હોય તો ચીમનભાઇને એક બે નંગ નહિ, પચીસ-પચાસ નંગ લેવાના તા. ૧૬-૭-૯૮ હોય. તેઓ આપી આપીને રાજી થાય. બદલામાં કશી અપેક્ષા રાકે નહિ. આભારના ફોન કે પત્રની પણ અપેક્ષા તેઓ રાખે નહિ. ચીમનભાઇને મોટા મોટા ગ્રંથો કરતાં જમાનાને અનુરૂપ નાની નાની પુસ્તિકાઓ વધુ ગમતી. શહેરી વ્યસ્ત જીવનમાં માણસ નાની પુસ્તિકા તરત વાંચે. કોઇની પણ નાની સારી, સુપથ્ય વાચનસામગ્રીવાળી પુસ્તિકા જોવામાં આવી હોય તો તેઓ તેની પચાસ-સો નકલ લઇ મિત્રોને ભેટ મોકલાવતા. વચ્ચે તો એમણે ‘ગમતાનો કરીએ ગુલાલ' એ કવિ મકરંદ દવેની પોતાને બહુ ગમી ગયેલી પંક્તિને શીર્ષક તરીકે પ્રયોજી પુસ્તિકા રૂપે સારા કેટલાક લેખોનું સંકલન કરી પ્રતિવર્ષ પ્રકાશિત કરવાનું ચાલુ કર્યું હતું. એમની એ માણસો તે મંગાવતા. આવું બધું ખર્ચ તેઓ પ્રેમથી સહર્ષ ઉઠાવતા. પુસ્તિકાઓ એટલી બધી લોકપ્રિય બની ગઇ હતી કે ક્યાં ક્યાંથી ચીમનભાઈ પાસે કલમ હતી. પોતાના વિચારોને તેઓ વિશદ અને સચોટ રીતે રજૂ કરી શકતા. વ્યવસાય અને અન્ય જાહેર પ્રવૃત્તિઓને કારણે સળંગ, ક્રમાનુસાર લખવાનો અવકાશ એમને મળ્યો નહિ, અન્યથા તેઓ એક સારા ગ્રંથકર્તા બની શક્યા હોત. શોખની પ્રવૃત્તિ હતી. પોતાના વિચારો, સૂચનો તેઓ નમ્રતાપૂર્વક છાપાઓમાં ટૂંકા ચર્ચાપત્રો લખવાં એમની એક મહત્ત્વની ચર્ચાપત્રમાં વ્યક્ત કરતા. ચાર દાયકા દરમિયાન એમણે સેંકડો ચર્ચાપત્ર લખ્યાં હશે. વચ્ચે તો એવો વખત હતો કે જ્યારે અઠવાડિયામાં એમનાં બેત્રણ ચર્ચાપત્રો છપાયાં જ હોય. આપણા લોકજીવનમાં પોતાના ચર્ચાપત્રો દ્વારા તેઓ સતત ફાળો આપતા રહ્યા હતા. જીવનના અંતિમ દિવસ સુધી એમણે ટૂંકા ચર્ચાપત્રો લખેલાં કે જેમાંનાં કેટલાંક તો એમના અવસાન પછી પ્રગટ થયેલાં. ચીમનભાઇ પ્રકૃતિએ અત્યંત નિખાલસ હતા. મનમાં જે હોય તે સરળતાથી કહે. કહેવામાં ઉગ્રતા ન હોય. કોઇ ઉગ્ર થઇને વાત કરે તોપણ ઠંડે કલેજે જવાબ આપે અથવા હળવી રીતે લે અને હસી કાઢે. તેઓ જવલ્લે જ ગુસ્સે થયા હશે ! જૈન યુવક સંઘમાં ૨૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે જ્યારે એમનું અભિવાદન થયું ત્યારે એમના મોટાભાઈ વાડીભાઇએ જાહેરમાં કહ્યું હતું કે ‘મેં મારા ચીમનભાઇને ક્યારેય ગુસ્સે થયેલા જોયા નથી.' કોઇપણ પ્રસંગે પોતાને ન ગમે એવું કંઇક થયું હોય, પોતે નારાજ થયા હોય તો પણ તેની પ્રતિક્રિયારૂપે તેઓ ક્યારેય ગરમ થતા નહિ, સંબંધો બાંધવાની અને તે મીઠાશપૂર્વક નભાવવાની કલા ચીમનભાઇને હસ્તગત હતી, બહારગામના કે વિદેશના મિત્રો સાથે પણ તેઓ નિયમિત પત્રવ્યવહાર રાખતા. પાકિસ્તાનના શ્રી ઇબ્રાહીમ શાહબાજ સાથેનો એમનો પત્રસંપર્ક ઘણાં વર્ષોથી રહ્યા કર્યો છે અને મને પણ શ્રી શાહબાઝનો પત્રપરિચય કરાવેલો છે. ચીમનભાઇ સદાય હસતા માણસ. તેઓ દરેક વાતનો સરસ પ્રતિભાવ આપે. મળે એટલે કોઈ મૌલિક વાત કરે. એમનામાં રમૂજવૃત્તિ પણ સહજ અને સૂક્ષ્મ, મજાક સમજી શકે અને મજાકમાં પ્રત્યુત્તર પણ વાળી શકે. શબ્દશ્લેષ કરતાં પણ આવડે. ઘણાંની સાથે સંપર્કમાં રહેવાને કારણે તથા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કવિ-લેખકોને સતત સાંભળતા રહેવાને કારણે, તેમની સાથેની વાતચીતમાંથી આપણને નવું નવું જાણવાનું મળે અને તાજગી અનુભવાય. ચીમનભાઈની ડાયરીમાં અનેક મિત્રોની જન્મતારીખ ક્રમાનુસાર નોંધેલી રહેતી. એ દિવસે તેઓ અચૂક અભિનંદનનું કાર્ડ મોકલે, ફોન કરે કે પત્ર લખે અને કંઇક ભેટ મોકલાવે, મિત્રો સાતે સુગંધમય સંબંધો રાખવાની એમની પાસે સુંદર કળા હતી. કોઇ મિત્રે ઘણા વખતથી સંપર્ક ન કર્યો હોય તો માઠું લગાડતા નહિ. સામેથી પોતે યાદ કરીને સંપર્ક કરતા. એમની વાણીમાં અહંકાર નહોતો. પોતે નવું જે કંઈ જોયું જાણ્યું હોય એ વિશે બીજાઓની સાથે વિચારોની આપલે કરતા અને પોતાનો મત ખોટો હોય તો તે સુધારી લેતા.

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148