Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 106
________________ ૨ પ્રબુદ્ધજીવન હડતાલ પર ઊતરી જાય છે અથવા વિમાનસેવાને ઇરાદાપૂર્વક અનિયમિત કરી નાખે છે. ધૂમ કમાણી કરતી કેટલીક વિમાન કંપનીઓ એના કર્મચારીઓની અયોગ્ય હડતાલને કારણે, ગેરશિસ્તને કા૨ણે કે ઇરાદાપૂર્વકના અસહકારને કારણે અચાનક ખોટ કરતી થઇ જાય છે અને કોઇકને માટે તો તે બંધ કરી દેવાનો વખત આવ્યો છે. વિમાની કર્મચારીઓમાં પણ અસભ્ય વર્તનના આવા બનાવો ઉત્તરોત્તર વધતા જાય છે. કે પ્રવાસીઓને અસભ્ય થવા માટેનાં કારણોમાં મુખ્ય કારણ તે અસંતોષ છે. વિમાનનો પ્રવાસી ઘણી મોટી રકમ ખર્ચે છે. એટલે એ સંતોષકારક કામગીરીની અપેક્ષા રાખે છે. બેદરકારી, અનિયમિતતા, અછત વગેરેને કારણે તથા સ્વાર્થની અતૃપ્તિને કારણે થતા ઘર્ષણમાંથી ઉતારુ અને ઉતારુ વચ્ચે, ઉતારુ અને કર્મચારી વચ્ચે, કર્મચારી અને કર્મચારી વચ્ચે, કર્મચારીઓ અને સત્તાવાળાઓ વચ્ચે વિવાદ કે સંઘર્ષ થાય છે. જ્યારે-બોલાચાલી, જીભાજોડી, અપમાનજનક વચનો કે હાથોહાથની મારામારીના પ્રસંગો બને છે ત્યારે ત્યાં અસભ્યતાનું, અસંસ્કારિતાનું, અશિષ્ટતાનું પ્રદર્શન થાય છે. દુનિયાના ઘણા દેશોમાં, વિશેષતઃ આપણા દેશમાં રેલવેના બીજા-ત્રીજા વર્ગમાં પ્રવાસ કરનારાઓમાં ઝઘડા, મારામારી વારંવાર થતાં હોય છે. સ્વાર્થનું ઘર્ષણ થતાં માણસ રોષે ભરાય છે, અવિનયી બની જાય છે, અસંસ્કારી કે અસભ્ય વર્તન કરવા લાગે છે. ગીચ વસ્તી અને અછતવાળા દેશોમાં આવી ઘટના ઘણી બને છે. એની સરખામણીમાં વિમાન સેવા વધુ વ્યવસ્થિત હોવાને કારણે જગ્યા માટે પડાપડીના કે એવા બીજાં કારણો એમાં નથી હોતાં કે જેથી ઝઘડા થાય. પરંતુ અધીરા કે ઉતાવળિયા મુસાફરોને કારણે બીજાને વાગી ગયું હોય અને બોલાચાલી થઇ હોય એવા બનાવો તો વારંવા૨ બનતા રહે છે. વિમાન ઊતરીને મથકના દરવાજે આવે ત્યાં સુધીમાં ઊભા ન થવાની સૂચના આઈ હોવા છતાં કેટલા બધા ઉતારુઓ ઊભા થઈ જાય છે. વિમાનની અંદર ધાંધલધમાલ મચાવવાના ઘણાખરા બનાવો માટે એરહોસ્ટેસોની અસંતોષકારક સેવા જવાબદાર ગણાય છે. કેટલીક વિમાન કંપનીના વિમાનોમાં મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં એર હોસ્ટેસોની સેવા બહુ ધીમી હોય છે અથવા બેદરકારીભરી હોય છે. તેઓ બધાને ચા-નાસ્તો, ભોજન વગેરે આપવામાં જલ્દી પહોંચી વળતી નથી. આથી કોઇક પ્રવાસીઓ મિજાજ ગુમાવી બેસે છે. તેઓ અપમાનજનક શબ્દો ઉચ્ચારે છે અને અસભ્યતાથી વર્તે છે. ક્યારેક એરહોસ્ટેસો પણ વધારે પડતા રૂઆબથી વર્તતી હોય છે. પ્રવાસી એટલે પોતાનો નોકર એવા ભાવથી તેઓ પટો બાંધવા માટે હુકમથી કહેતી હોય છે. પરિણામે કોઇક રોષે ભરાયેલો પ્રવાસી ઇરાદાપૂર્વક પટ્ટો મોડો બાંધે અથવા ન બાંધે અને બંને વચ્ચે ચકમક ઝરતી હોય છે. જૂના વખતમાં જ્યારે પંખાવાળાં નાનાં વિમાનો હતાં ત્યારે તે બહુ હાલકડોલક થતા. એથી વિમાનમાં ઊલટી થવાના બનાવો ઘણા બનતા. કેટલાયને વિમાનમાં ડર લાગતો. એ વખતે કુંવારી, દેખાવડી, ચબરાક કન્યાઓની એરહોસ્ટેસ તરીકે પસંદ કરવામાં આવતી કે જેથી ડર લાગવાવાળાને બીજા કહી શકતા કે ‘આટલી નાની છોકરીને ડર નથી લાગતો અને તમને શાનો ડર લાગે છે ?' એરહોસ્ટેસો ડરવાળા, ગભરાતા, ઊલટી કરવાવાળા મુસાફરોનું ધ્યાન સારી રીતે રાખી શકતી, તેમને સાંત્વન આપતી. પરંતુ બહુ દેખાવડી એરહોસ્ટેસો રાખવાના બીજા ગેરલાભ થવા લાગ્યા હતા. મુસાફરોએ એરહોસ્ટેસો સાથે અડપલાં કર્યાં હોય એવા બનાવો ઘણા બનતા. આપણાં એક પ્રધાને જર્મનીમાં એક એરહોસ્ટેસ સાથે અડપલાં કર્યાના બનાવનો અહેવાલ ત્યારે છાપાઓમાં પ્રસિદ્ધ થયો હતો. તા. ૧૬-૧૦-૯૮ જેટ વિમાનો આવ્યા પછી વિમાનમાં ઊલટી થવાના બનાવો નહિવત્ બની ગયા છે. મોટા સમુદાયને કારણે મુસાફરોનો ડર નીકળી ગયો છે. સભાગૃહમાં બેઠા હોઇએ એવું લાગે. આકાશમાં ચડતાં ઊતરતાં આંચકાઓ આવતા બંધ થઇ ગયા. ક્યારે વિમાન ઉપર ચડી ગયું તે પણ ખબર ન પડે. આથી એરહોસ્ટેસોની પસંદગીમાં અપરિણીત, દેખાવડી અને આકર્ષકની અનિવાર્યતા નીકળી ગઇ. હોંશિયાર, કામગરી, વિનયી તે હોવી જોઇએ એવું ધોરણ સ્વીકારાયું. પુરુષ પ્રવાસીઓના એરહોસ્ટેસ સાથેના અસભ્ય વર્તન ઉપરાંત વિમાનના પુરુષ કર્મચારીના એરહોસ્ટેસ સાથેના અસભ્ય વર્તનની ઘટનાઓ વધુ બને છે. ક્યારેક તો કોર્ટ સુધી મામલા ગયા છે. કોઇકે આપઘાત કર્યા છે. લાંબી સફરને અંતે એક જ હોટેલમાં બાજુબાજુના રૂમમાં એક બે રાત રોકાવાનું થાય, સાથે શરાબ પણ પીવાય. એમાંથી લફરાં પણ થાય. આ બાબતમાં પુરુષ પ્રવાસીઓને કે કર્મચારીઓનો જ વાંક હોય છે અને એરહોસ્ટેસોનો નથી હોતો એવું નથી. કેટલીક કુંવારી એરહોસ્ટેસો મોજમજા માટે શિકારની શોધમાં હોય છે અને ક્યારેક તો લગ્ન કરવા માટે વારંવાર સફર કરતા કુંવારા શ્રીમંત વેપારી, રાજકુમાર કે અન્યની પાછળ પડતી હોય છે અને પોતાની મોહજાળમાં તેને ફસાવે છે. આંતરરાષ્ટ્રીય વિમાનસેવામાં તો આવાં પ્રેમપ્રકરણો ઉપરાંત કર્મચારીઓ પોતાની નાની બેગમાં સમાઇ જાય એવી ચીજવસ્તુઓની દવાઓ, સ્પેર પાર્ટ્સ, ઘરેણાં વગેરેની દાણચોરીમાં સંડોવાય છે, માંહોમાંહે તકરાર થતાં એકબીજાની ચાડી ખવાય છે અને એમાંથી ગેરવર્તણૂકના પ્રસંગો બને છે. પાંચેક દાયકા પહેલાં અગિયાર કે એકવીસ બેઠકવાળાં પંખાવાળા ડાકોટા વિમાન હતાં ત્યારે દરેક પ્રવાસીના સામાનના વજન ઉપરાંત દરેક પ્રવાસીનું પોતાનું વજન પણ કરવામાં આવતું. વિમાન માટેના નિર્ધારિત વજન કરતાં જો કુલ વજનનો સરવાળો વધી જાય, તો જે પ્રવાસીનું સૌથી વધુ વજન હોય તેને વિમાનમાં લેવાતો નહિ. બહુ જાડા, બમણા વજનવાળા પ્રવાસીઓ ચિંતિત રહેતા કે વિમાનમાં પોતાનો નંબર લાગશે કે નહિ. એ વખતે એવા જાડા પ્રવાસીઓને સમજાવવા-મનાવવા જતાં ઝઘડા થતાં, બોલાચાલી થતી, અસભ્ય વર્તન થતું. એવી જ રીતે સામાનની વજનની બાબતમાં પણ ઝઘડા થતા, લાંચ અપાતી, લાગવગ લગાડાતી. રાજકુટુંબના સભ્યો, મિલમાલિકો, ઉદ્યોગપતિઓ વિમાનમાં બેસે જૂના વખતમાં શ્રીમંતો જ મુખ્યત્વે વિમાનની સફર કરતા. ત્યારે ઘણો રુઆબ બતાવતા. ઘણાં વર્ષો પહેલાં હું ભાવનગરથી મુંબઇ વિમાનમાં આવતો હતો. ઉનાળાના દિવસો હતા. બપોરે એક વાગે ફ્લાઈટ ઊપડવાની હતી. જૂના વખતનાં ૨૧ ઉતારુનાં નાનાં વિમાન હતાં. પ્રવાસીઓ વિમાનમાં બેસી ગયા હતા, પણ વિમાન ઊપડવાને હજુ વાર હતી. મારી બેઠક બારી પાસે હતી. મારી બાજુમાં કોઇ એક શ્રીમંત વેપારી આવીને બેઠા હતા. તેમને પરસેવો થતો હતો. એમણે કહ્યું, ‘ભાઈ સાહેબ, જરા બારી ખોલી કાઢોને, બહુ ઘામ થાય છે.' મેં કહ્યું, ‘તમે વિમાનમાં પહેલી વાર બેસો છો ?' તેમણે રૂઆબથી કહ્યું, પહેલી વાર કે બીજી વાર, તેની તમારે શી પંચાત? બારી ખોલી કાઢો એટલે હવા આવે.’ મેં કહ્યું, ‘આ બારી મારાથી ખૂલે એવી નથી. એ માટે એરહોસ્ટેસને કહો.' એમણે એરહોસ્ટેસને કહ્યું. તે હસી પડી અને સમજાવ્યું. એ સમજીને એ શ્રીમંત વેપારી ભોંઠા પડી ગયા હતા.

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148