Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 127
________________ તા. ૧૬-૧૧-૯૮ છે એ પ્રશ્નને છોડીને, બીજાં બધાંય પ્રશ્ન પૂછવા કહે છે પરંતુ તે પ્રશ્નનો જવાબ નથી આપતા. માટે જ મોક્ષસુખ શું છે ? મોક્ષસુખ કેવું છે ? કેવળજ્ઞાન શું છે? જ્ઞાનાનંદ, સ્વરૂપાનંદ, સચ્ચિદાનંદ, આત્માનંદ શું છે-કેવો છે? એ કેમ કરીને સમજાવવું તે એક વિકટ સમસ્યા છે. જેમકે બુદ્ધિ શું છે ? બુદ્ધિ કેવી છે ? દુ:ખ કેવું છે ? પીડા કેવી છે ? એ કેમ કરીને જોવી, માપવી અને જેવી છે એવી જે જે કક્ષાની, જેટલી જેટલી કક્ષાની તીવ્રતાની છે તે શું સમજાવી શકાય એમ છે ? આજકાલ I.Q. બુદ્ધિઆંક માપવાની કસોટી થઇ રહી છે પરંતુ તે કાંઇ બુદ્ધિને માપવાનો સાચો માપદંડ નથી. બુદ્ધિની કાંઇ લંબાઇ, પહોળાઈ, ઊંડાઇ કે કોઇ ફૂટપટ્ટીથી માપી શકાતી નથી કે તોલ કરીને બુદ્ધિનું વજન થઇ શકતું નથી. એ કાંઇ ચીજ વસ્તુ થોડી છે કે દેખાડી શકાય. એ તો અનુભૂતિની વાત છે અને તે સ્વસંવેદ્ય છે. જે સ્વસંવેદ્ય હોય તેને સમજાવી નહિ શકાય. સંતોએ, કવિઓએ આજ વાત ગાઇ બજાવીને ઠેર ઠેર કહી છે... यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभवसंवेद्य, तदूपं परमात्मनः ॥ પરમાત્મદર્શન પંચવિંશતિ મહોપાધ્યાયજી જ્યાં વાણી એટલે સર્વ પ્રકારના વચનોનું બોલવું પાછું પડે છે, અર્થાત્ જ્યાં કોઇ પણ વાણીનું પ્રયોજન નથી, જ્યાં મનની ગતિ લેશ માત્ર પણ પ્રવૃત્તિ કરી શકતી નથી, અર્થાત્ જ્યાં મન નિરર્થક છે, કેવળ શુદ્ધ નિર્મળ ચિદાનંદ સ્વરૂપી એવા આત્માના પ્રગટ અનુભવ વડે કરીને જ જે આત્માને ગમ્ય છે તે પરમાત્મ ભગવંતને નમસ્કાર હો ! अतद्व्यावृत्तितोभीतं, सिद्धान्तः कथयन्ति तम् । वस्तुतस्तु न निर्वाच्यं तस्य रूपं कथंचन ॥ પ્રબુદ્ધવન કે વિલાસાદિના સાધનમાંથી કાંઇ કરતાં કાંઇ, કશું જ નિદ્રા દરમિયાન હોતું નથી. છતાંય નિદ્રા પૂરી થયે જાગૃત થતાં કેવું સુખ, સ્ફૂર્તિ, તાઝગી અનુભવાય છે ! જાગૃતાવસ્થામાં આવી સુખ સામગ્રી માણી છે છતાં તે સઘળી સુખસામગ્રી છોડીને નિદ્રાને કેમ સ્વીકારીએ છીએ? નિદ્રાસેવન વડે જ જાગૃતાવસ્થાનો ભોગ સ્વસ્થતાપૂર્વક નિરામયપણે માણી શકાય છે અને તે સજીવ લાગે છે. માટે સાધક જ્ઞાનીએ વિચારવું જોઇએ, ચિંતન, મનન, મંથન કરવું જોઇએ કે નિદ્રા ચઢે યા જાગૃતાવસ્થા ? જ્યાં કાંઇ નથી તે નિદ્રા ચઢે કે જ્યાં કાંઇક છે એવી જાગૃતાવસ્થા ચઢે ? યાદ રાખો કે જે કાંઇક કાંઇક છે તે છદ્મસ્થાવસ્થા, કાંઇ નથી તેવી પૂર્ણાવસ્થાની શક્તિ વડે જીવંત છે. આ તો આપણા સહુના જીવન અનુભવનની વાત છે. નિદ્રાવસ્થા તો દર્શનાવરણીય કર્મના વિપાકોદયવાળી કર્મજનિત અવસ્થા છે. જો આવી કર્મજનિત અવસ્થામાં પણ જીવની સ્થિતિ આવી હોય, તો પછી સર્વથા કર્મમુક્ત એવી મુક્તાવસ્થામાં, મોક્ષસુખમાં, સ્વરૂપસુખમાં, આત્મસુખમાં, જ્ઞાનસુખમાં કાંઇ ન હોવા છતાં જે સુખ છે, એ શાશ્વત સુખ છે તે કેટલું ઊંચું, અનુપમ, અદકેરું સુખ હશે ! માનવું જ પડશે કે નિદ્રામાં કાંઇ ન હોતે છતે સુખ છે તેનાથી અનંતુ સુખ મુક્તિમાં છે. નિદ્રા તો અનંતુ સુખ મુક્તિમાં છે તેનું સ્વાનુભવ ગમ્ય જીવંત દષ્ટાંત છે. નિદ્રા નહિ આવે અને અનિદ્રાનો રોગ લાગુ પડે તો નિદ્રા આવે એવા ઉપાય કરવા પડે છે. નિદ્રા આવે તેવી દવા, ગોળી લેવી પડે છે. છતાંય જો નિદ્રા નહિ આવે તો વ્યક્તિ એટલી ત્રાસી જાય છે કે આપઘાત કરવા સુધી પહોંચી જાય છે. એ જ દર્શાવે છે કે નિદ્રામાં સુખ છે, કે જે નિદ્રામાં કોઇ પાસે કે સાથે નથી. એટલે જ આત્મસુખ કે જ્ઞાનાનંદ નેતિ નેતિ આવું નહિ, આવું નહિ કહીને જ સમજાવાય છે. શાસ્ત્રમાં પણ ‘અતવ્યાવૃત્તિ’ કહીને જ આત્મસુખ સમજાવેલ છે. અર્થાત્ વર્તમાનકાળમાં આપણે જે અનુભવીએ છીએ એ માહ્યલું કાંઇ નહિ. વેદના તો પ્રસૂતાને જ થાય. સુયાણી કે ડૉક્ટર કંઇ કેટલાયને પ્રસૂતિ કરાવી દે પણ પ્રસૂતિની વેદના તો ન જ અનુભવે. વિશેષણોની કેવળજ્ઞાની ભગવંત અને કેવળજ્ઞાનની સમજની વિચારણામાં જણાવ્યા મુજબ સંસારી જીવના પુદ્ગલસંગે જે ગુણધર્મો છે તેથી વિરુદ્ધના ગુણધર્મથી જ નિષેધાત્મક ‘અં’ ઉપસર્ગ લગાવીને જ કેવળજ્ઞાન સમજાવાય છે. જેમકે અરૂપી, અગુરુલઘુ, અક્ષયઅવિનાશી, અવ્યાબાધ. વર્તમાનમાં જે સુખો અનુભવાય છે તે પણ કાંઈ દેખાડી કે સમજાવી શકાતાં નથી. તેમ તેની આપ લે કે ક્રય-વિક્રય પણ શક્ય નથી. જે આપ લે થાય છે તે સુખની સાધન સામગ્રીની થાય છે અને નહિ કે સુખની. દુઃખ પહોંચાડવાની ચેષ્ટા થાય છે પણ દુઃખ આપી કે લઇ શકાતું નથી. એ જ પ્રમાણે કેવળજ્ઞાન એ એવું જ્ઞાન છે–એવી જ્ઞાનદશા છે? અનુભવી તો શકાય છે પણ કહી કે દેખાડી શકાતી નથી. એ અનિર્વચાય છે માટે જનેતિ નેતિની સમજણ અપાય છે. શ્રી સિદ્ધશિલાનું સ્તવન છે કે ..શ્રી ગૌતમ પૃચ્છા કરે, વિનય કરી શીશ નમાય હો પ્રભુજી, .એમાં પણ વર્ણન નેતિ નેતિથી કર્યું છે કે... જીહાં જનમ નહિ મરણ નહિ, નહિ જરા નહિ રોગ હો ગૌતમ, વૈરી નહિ મિત્ર નહિ, નહિ સંજોગ નહિ વિજોગ હો ગૌતમ. શિવપુર નગર સોહામણું. ભૂખ નહિ, તૃષા નહિ, નહિ હર્ષ નહિ શોક હો ગૌતમ; કર્મ નહિ, કાયા નહિ, નહિ વિષય રસ ભોગ હો ગૌતમ. શિવપુર નગર સોહામણું. શબ્દ રૂપ રસ ગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હો ગૌતમ, બોલે નહિ, ચાલે નહિ, મૌન જીહાં નહિ ખેદ હો ગૌતમ. શિવપુર નગર સોહામણું, અગમ અગોચર અમર તું, અન્વય ઋદ્ધિ સમૂહ હો જિનજી; વર્ણ ગંધ ૨સ ફરસ વિણ, નિજ ભોક્તા ગુણવ્યૂહ હો જિનજી (સુપાર્શ્વ સ્તવન, શ્રીમદ્ દેવચંદ્રજી) (ક્રમશઃ) મહોપાધ્યાયજી સિદ્ધાન્તો જાણે ભય પામ્યા હોય તેવી રીતે પરમાત્માનું સ્વરૂપ કથે છે, વસ્તુતઃ પરમાત્મ સ્વરૂપ વચનને કથંચિત્ અગોચર છે, સારાંશ કે, શાસ્ત્ર તો માત્ર દિશાના દેખાડનારા છે અને અનુભવ જ ખરું કામ કરી આપે છે. છતાંય મોક્ષસુખ શું છે, તેનો આછો ખ્યાલ નેતિ નેતિથી એટલે કે અતદ્યાવૃત્તિથી, આવું નહિ, આવું નહિ એમ કહીને નિષેધાત્મક ખ્યાલ આપવામાં છે. જેમકે ત્યાં શરીર નથી, ત્યાં કાંઇ કરવાપણું નથી, ત્યાં કાંઇ થવાપણું નથી, ત્યાં કાંઇ બનવાપણું નથી, ત્યાં કાંઇ બગડવાપણું નથી એટલે કે ત્યાં કોઇ ક્રિયા નથી હોતી, ત્યાં જનમ નથી, ત્યાં મરણ નથી, કોઇ કર્મ નથી કેમકે કોઇ ક્રિયા નથી, ત્યાં કોઇ આપણે માની લીધેલી સુખ કે ભોગની સામગ્રી નથી, કોઇ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી. પાસે કંઇ નથી અને સાથે પણ કોઇ કે કાંઇ નથી છતાં તૃપ્તતા, સંતૃપ્તતા, ઇચ્છા રહિતતા-નિરીહતા, પૂર્ણકામ છે, દુઃખાન્ત એટલે કે સદંતર દુઃખના અભાવવાળી જે સ્થિતિ છે તે જ સુખ ભરપૂર સ્થિતિ મોક્ષસુખ, આત્મસુખ, જ્ઞાનાનંદ, સ્વરૂપાનંદ, આત્માનંદ છે ! આપણે વસ્તુ અને વ્યક્તિ તથા સમાજ વચ્ચે રહેવાના આદિ • હોવાથી અહીં આપણને પ્રશ્ન એ થાય કે...‘કાંઇ જ નથી અને સુખ કેમ હોઈ શકે ?' હોઈ શકે ! ભાઈ હોઈ શકે ! વસ્તુ, વ્યક્તિ અને સમાજ વચ્ચે પરાધીન સુખમાં રહેલાં છીએ અને સ્વનું સ્વને આધીન, નિજમાંથી (પોતામાંથી) સ્ફૂરિત થતું, નિજસંપન્ન, નિજી સ્વાધીન સુખ માણ્યું નથી માટે જ આવો પ્રશ્ન ઉદ્ભવે છે. વસ્તુ, વ્યક્તિ અને સમાજ વચ્ચે રહેવા છતાંય આપણે નિદ્રા તો લઇએ છીએ ને? તો એ નિદ્રા દરમિયાન આપણી પાસે અને આપણી સાથે શું હોય છે ? હોય છે કાંઇ ? નહિ ! કાંઇ જ નહિ, કશું જ પાસે કે સાથે નિદ્રા દરમિયાન હોતું નથી. ન રેડિયો, ન મ્યુઝિક સિસ્ટમ, ન ટેપ રેકોર્ડર, ન ટી.વી., ન પુસ્તકો, ન નાટક, ન ચેટક, ન ભોજનથાળ, ન પતિ, ન પત્ની, ન પુત્ર, ન પુત્રી, ન પરિવાર, ન મિત્ર આદિ આપણી અનુભવેલી અને માની લીધેલી ભોગસુખાદિ સામગ્રીઓમાંથી સંકલન : સૂર્યવદન ઠાકોરલાલ ઝવેરી ૭

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148