Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 102
________________ ૧૦ એટલે કે જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ સ્વજનોનું મન મનાવીને મારો વ્યાપાર શરૂ કરું. આનંદના ઘનભૂત અને ધર્મમાં શ્રેષ્ઠ શિરોમણિ એવા સર્વજ્ઞદેવ ? તમો કૃપા કરી મારા મનમંદિરમાં બિરાજો અને મારો હાથ ઝાલો...એટલે કે મને ધર્મવ્યાપારમાં સહાય કરો. મને પણ આપના જેવા બનાવો એવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના કૃપા કરીને આપ સ્વીકારો. પ્રબુદ્ઘજીવન તા. ૧૬-૯-૯૮ પ્રયોગો, પૂંજી, વ્યાજ, હાડું, માણેકચોક, સાજનીયા દ્વારા ઘડીભર વ્યવહારજીવનની અનુભૂતિ કરાવે, પણ તેનો સાચો અર્થ ધર્મવ્યાપાર દર્શન, જ્ઞાન, ચારિત્ર એ સમજાય એટલે આધ્યાત્મિક આનંદની ચરમ સીમાએ પહોંચી જવાય છે. આ ઉદાહરણ ઉપરથી હરિયાળીના સ્વરૂપ અને તેનાં લક્ષણોનો સહજ રીતે ખ્યાલ આવી શકે તેમ છે. કવિની સમર્થ કલ્પનાશક્તિ, વેપારનું રૂપક, કર્મબંધનું પરિણામ, લોકવ્યવહારમાં પ્રચલિત શબ્દ જાહેર ખબરનું એક સૂત્ર D ડૉ. ગુલાબ દેઢિયા મને જાહેર ખબરો ગમે છે. જાહેર ખબરનો તો હાલ જમાનો છે. તેઓ બોલીને બોર વેચે છે. મને જાહેર ખબરો ગમે છે તે એમના સર્જનાત્મક નિર્માણ માટે. એમને આપણું મન જીતતાં આવડે છે. પ્રથમ આંખોને આકર્ષે છે. પછી ચિત્ત પર અસર કરે છે. સારી જાહેર ખબરોમાં માત્ર માલની જાહેરાત, વસ્તુનાં વખાણ, ભાવ-તાલ ઉપયોગિતાનું લખાણ નથી હોતું. એ બધું હોય છે ત્યારે પણ અતિ કલાત્મક રીતે આવે છે. જાહેર ખબરોમાં ચાલાકી, ચબરાકી, માનવ મનનો ઊંડો અભ્યાસ, વર્તમાન પરિસ્થિતિનો તાગ, ગ્રાહકને પોતાનો કરવાની કળા એવું એવું કેટલુંય હોય છે. જાહેર ખબરો એમ જ નથી બનતી. એમની પાછળ હોય છે ભેજાંબાજ, સર્જક કલાકારો. કે હું રસ્તે જતાં આવતાં નવી જાહેરાતનાં પાટિયાં વાંચું છું. હાલ શું ફેશનમાં છે તે એ હોર્ડિંગો મને સમજાવે છે. એમણે જાહેરાત કરેલી વસ્તુ ખરીદવાથી કેટલો લાભ આપણને થશે તે પણ મિત્રભાવે આપણા ભલા માટે સમજાવે છે. હું સારી જાહેર ખબરોની મજા જોઇ વાંચીને માણું છું. પણ ગમી ગયેલી જાહેરાતની વસ્તુ ખરીદવા લલચાતો નથી એ મારી અંગત ખામી છે. જાહેર ખબરના પાટિયા પર નજર ગઇ અને ત્યાં રોકાઇ ગઇ. કહો ને, મજા આવી ગઇ. કંપનીએ માત્ર પોતાની બ્રાન્ડનું નામ એક જગાએ લખ્યું હતું. એકાદ ચિત્ર હતું. પરંતુ મૂળ વાત હતી તે તો * ટેઇલ લાઇન'નું એક વાક્ય. ત્રણ શબ્દનું એ વાક્ય જ નહોતું. એક સ્વતંત્ર સૂત્ર હતું. વાંચીને વાગોળતાં મનમાં એ મંત્ર બનીને રમતું રહ્યું. લખનારે જાદુ કર્યો હતો. લખ્યું હતું : ‘Attitude is everything' (એટિટ્યૂડ ઇઝ એવરીથિંગ). અભિગમ એ જ બધું છે. વૃત્તિ કે વલણ એ જ સર્વસ્વ છે, માણસની મનોવૃત્તિ એ જ મુખ્ય વસ્તુ છે. સામેની વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ, સમય, સ્થળ ગમે તે હોય એ તરફ મારું વલણ કેવું છે, તે ખાસ મહત્ત્વની વાત બની રહે છે: મન માને તે સાચું. મન સારું હોય, વૃત્તિ અનુકૂળ હોય તો કથરોટમાં ગંગાની પવિત્રતા માણી શકાય. અન્યથા ગંગા પણ પાણી ભરેલી નદી જ દેખાય. જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની હરિયાળીઓ છે, એ સાહિત્યરસિક અને સંશોધનપ્રિય વર્ગને માટે નવી દિશામાં પુરુષાર્થ કરવાનો અવકાશ પૂરો પાડે છે. એ ધાર્મિક સાહિત્ય છે એમ સમજી એની ઉપેક્ષા કરવા જેવું નથી. માન. જેટલું દ્વન્દ્વ છે, જેટલા વિરોધ છે, જેટલા આઘાત-પ્રત્યાઘાત છે એ બધાંનો મહદ્ અંશે આધાર તો મનના અભિગમ ૫૨ છે. આપણે વસ્તુલક્ષી કે પરલક્ષી નથી, આત્મલક્ષી છીએ. એટલે જ એક વસ્તુ કે ઘટના એક માટે એક છે તે અન્ય માટે બીજું જ કંઇ છે. ત્રીજા માટે ત્રીજું. એક વૃદ્ધ માણસ, એક અશક્ત માંદો માણસ, એક મૃત દેહ અને એક સંન્યાસી એમ ચાર દશ્યો એક રાજકુમારના મન પર એવો કબજો લઇ લે છે કે એ ગૃહત્યાગ કરે છે. મહાભિનિષ્ક્રમણ કરે છે. આ ચાર દશ્યોનો બહુ પ્રભાવ નહોતો. એ રાજકુમારના વલણનો પ્રભાવ હતો, કારણ આવું આવું કે એથી ય તીવ્ર અનેક માનવીએ જોયું છે. પરંતુ એમની મનોવૃત્તિ એવી નથી બનતી. ચિત્ત જે ચિત્ર ઝીલે તે એનું પોતાનું બની જાય છે. આપણે ત્યાં મન, ચિત્ત, વર્તન, વલણ, દષ્ટિકોણ, અભિગમ, મનોવૃત્તિ વગેરેને જે મહત્ત્વ અપાયું છે તે યોગ્ય છે. બંધન અને મોક્ષ-મુક્તિનું કારણ મન તેથી તો છે. જગતનું મહત્ત્વ છે; પદાર્થનું, પરિસ્થિતિનું, સામે જે છે તેનું મહત્ત્વ છે. એની જગાએ એ યથાયોગ્ય છે. પરંતુ મારા માટે તો એ મારી મનોવૃત્તિએ જે લીધું તે મારું છે. એક જ વસ્તુ કે દશ્યનો ફોટો પાડવાનું પચાસ ફોટોગ્રાફરોને કહેવામાં આવે ત્યારે દરેક પોતાની રીતે છબી પાડશે. પદાર્થ એક પણ ઝીલાય ઝીલનારની રીતે. જે વાક્ય મારા મનમાં વસ્યું, મને ગમ્યું, મહત્ત્વનું લાગ્યું, તે તમને સામાન્ય લાગે, નકામું લાગે. કારણ કે ‘એટિટ્યૂડ ઇઝ એવરીથિંગ' એમ માનવાનું મન થાય છે. આપણે જગત નથી બદલી શકવાના તો દૃષ્ટિકોણ બદલીએ. મન આપણું છે. એ વિદ્યાયક બને, તો એને માટે નકારાત્મક કંઇ નથી. સ્વભાવની તાસિ૨ને એટલે તો અકળ, અગમ્ય, અતલ, અતાગ કે અદ્ભુત કહેલ છે. બધું જ વ્યક્તિગત છે. સર્વમાન્ય, જોડ કશાંની હોતી જ નથી. સરખામણી થઈ નથી શકતી. આ વલણ તો લવણ જેવું છે. માફકસર હોય તો ભોજનને મીઠું બનાવે અન્યથા ખારું કરી દે. જાહેરખબરકારે ભલે પોતાના ઉત્પાદનના સંદર્ભમાં આ સૂત્ર ઘટાવવા લખ્યું હશે. પણ આ સૂત્ર તો જીવનલક્ષી છે. જીવન જેટલું વ્યાપક છે ! એ અજ્ઞાત કોપીરાઇટરને સલામ ! વધુ વ અસ્થિ સારવાર કેન્દ્ર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુથી શ્રી પરમાણંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કૉ-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામની સામે, મુંબઈ-૪૦૦ ૦૦૪, (ફોન : ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે. ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોક્ત સારવાર વિના મૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય લાભ ઉઠાવે તેવી વિનંતી છે. જયાબેન વીરા સંયોજક નિરૂબેન એસ શાહ ડૉ. ધનવંત ટી. શાહ માનદ્ મંત્રીઓ

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148