________________
८
પ્રબુદ્ધજીવન
કેવળજ્ઞાન એટલે ‘સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વ દ્રવ્યોને તેના સર્વ ભાવ સહિત જાણે' એ જે કેવળજ્ઞાની વ્યાખ્યા કરવામાં આવી છે તે પર પદાર્થને જોવા-જાણવાના અર્થમાં તે અપેક્ષાએ થઇ છે. પરંતુ આત્માનું સ્વરૂપ તે જ્ઞાન-દર્શન અર્થાત્ જોવું-જાણવું નથી પણ આત્માનું સ્વરૂપ તો વેદન તત્ત્વ છે. જડ અને ચેતનનો ભેદ સમજવા માટે આત્માનું લક્ષણ જ્ઞાન-દર્શન લેખવામાં આવે છે. પરંતુ આત્માના સ્વરૂપની પરિપૂર્ણતા અને આત્માના સ્વરૂપની પરિપૂર્ણ વ્યાખ્યા, વેદકતા-અનુભૂતિ-અનુભવને સાથે લઇએ ત્યારે થાય. માટે આત્માના પૂર્ણ સ્વરૂપને-મૂળ સ્વરૂપને સમજવા જ્ઞાયકભાવ ઉપરાંત સાથે સાથે વેદકતા લેવી જ જોઇએ, કારણકે કેવળજ્ઞાનમાં સ્વક્ષેત્રે વેદકતા પ્રધાન છે અને પરક્ષેત્રે પ્રકાશકતા છે. કેવળજ્ઞાન હોય પરંતુ આનંદવેદન નહિ હોય તો તેવાં કેવળજ્ઞાનની કિંમત શી ? એટલે જ તો અવધૂત યોગી આનંદઘનજી મહારાજાએ ગાયું છે કે...
તા. ૧૬-૬-૯૮
તો ઉત્તરમાં કહેવું જ પડશે કે ત્રણેય આચાર્ય ભગવંતોમાંથી ગમે તે એક મત સાચો હોય તોય તે મતાનુસારના ઉપયોગમાં, આનંદવેદનમાં તો કોઇ ફરક પડે જ નહિ. માટે પ્રધાનપણે આનંદવેદનને લક્ષમાં રાખી કેવળદર્શન અને કેવળજ્ઞાનનો અર્થ કરવો જોઇએ, જેથી મતભેદને અવકાશ રહે નહિ. જો આપણે આનંદવેદનને પ્રધાનપણે લઇશું તો કેવળદર્શન અને કેવળજ્ઞાનનો ઉપયોગ ગમે તે પ્રકારે કે ગમે તે રીતે હશે તોય આનંદવેદન તો સરખું જ રહેશે, જીવને અંતે મતલબ તો આનંદવેદન સાથે જ છે. એટલે ત્રણે ય મતમતાંતરનો કોઇ અર્થ સરતો નથી.
આને વધુ સ્પષ્ટ કરવા આપણા રોજબરોજના જીવનનું દૃષ્ટાંત જ ઉદાહરણ તરીકે લઇએ. આપણા રૂપિયા પચીસ હજાર કોઇ પાસે લેણા નીકળે છે. પૈસાની ઉઘરાણી કરતાં નાણાં ઉછીના લેનાર કહે છે કે...હું ઉધાર લઇને, બાયડીના ઘરેણાં વેચીને કે પછી જોગ ન બેસે અને ક્યાંય હાથ લાગી જાય તો ધાડ પાડીને કે ભીખ માગીને યા ચોરી કરીને પણ નાણાં ચૂકવીશ. તમારા નાણાં તો યેન કેન પ્રકારેણ દૂધે ધોઇને ચૂકવીશ તો ખરો જ ! એની નાણાં લાવવાની પ્રક્રિયાથી લેણદારને શું મતલબ ? લેણદારને તો એટલી જ મતલબ છે કે દેણદાર એના નાણાં ચૂકવે. નાણાં મળતાં દેણદારને, લેણદાર પૂછવાનો પણ નથી કે નાણાંનો જોગ શી રીતે થયો ?
જ્ઞાનાનંદ હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ સુગ્યાની; અતીન્દ્રિય ગુણમણિ આગરુ, એમ પરમાતમ સાધ સુગ્યાની. સુમતિનાથજી સ્તવન કવિ બનારસીદાસે પણ જીવલક્ષણ સમજાવતાં કહ્યું છે કે... સમતા-રમતા ઉરધતા, ગ્યાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવવિલાસ. આત્માનું લક્ષણ વેદકતા છે અને આત્માનું સ્વરૂપ જ્ઞાનાનંદ સ્વરૂપાનંદ-આત્માનંદ વેદન છે. આ વેદન તત્ત્વ ત્રણ પ્રકારે છે. સુખવેદન, દુઃખવેદન અને આનંદવેદન. સુખ-દુઃખનું વેદન કર્મજનિત હોય છે અને ક્રમથી હોય છે. જીવના ભોગ માટે તે કર્તાભાવથી હોય છે. જ્યારે પૂર્ણાનંદવેદન-કેવળજ્ઞાનાનંદવેદન-સ્વરૂપાનંદ વેદન-આત્માનંદવેદન કર્મરતિ, કર્મનિરપેક્ષ, અક્રિય અક્રમિક, અકર્તા ભાવે સહજ જ હોય છે. વળી સુખ-દુઃખ પરાધીન હોય છે જ્યારે આત્માનંદવેદન સ્વાધીન હોય છે. એટલું જ નહિ પણ એક રસરૂપ અર્થાત્ સમ્+વેદન=સંવેદન સંપૂર્ણ- પરિપૂર્ણ વેદનરૂપ હોય છે એટલે કે વેદનની તીવ્રતામાં અનંત રસરૂપ હોય છે. જ્ઞાનંત રિાવાત્મક । વેદન એક પણ તે અનંત રસરૂપ હોય, ચરમ સીમારૂપ હોય, રસ પરાકાષ્ટાનો-ટોચનો હોય. ઉદાહરણ તરીકે એક કરોડ કહો તો તે રકમ એક પરંતુ સંખ્યા ગણવાની હોય તો તે એક કરોડ ગણવી પડે.
તે
એક સમયે જ ઉપયોગ કહેવાના મતવાળા આચાર્ય એમ નહિ કહી શકશે કે એક સમયે ઉપયોગના મતે આનંદવેદન બેવડાય જાય છે. અને સમયાંતરે ઉપયોગના મતે આનંદ અડધો થઇ જાય છે. ગમે તે મત હોય, આનંદ તો આનંદ જ રહે છે, એવો ને એવો એક જ સરખો રહે છે અને એટલો ને એટલો જ રહે છે. આનંદવેદનનો જ્ઞેય કે વિષયથી સંબંધ નથી. હજુ જ્ઞાનને જ્ઞેયથી વિષય-વિષયી ભાવથી સંબંધ છે પણ આનંદવેદનને એવો કોઇ સંબંધ નથી. ઉદાહરણ તરીકે આપણે અસદ્ કલ્પના કરીએ, કે જે દ્વારા વિશેષ સ્પષ્ટીકરણ થાય. વિશ્વમાં શેય પદાર્થો પાંચ અસ્તિકાય રૂપ છે. એમાં જેમ લોકાકાશ શેય છે તેમ અલોકાકાશ પણ શેય છે. આકાશમાં કેટલાંય જ્યોતિષના ગ્રહ, નક્ષત્ર, તારા, આકાશગંગા રહેલ છે. અસદ્ કલ્પના કરીએ કે લોકાકાશ એકથી વધુ હોય, શું લોકાકાશના વધવાથી જ્ઞાનાનંદ-આત્માનંદ વધી જશે ? અલોકાકાશ પણ કેવળી ભગવંતના કેવળજ્ઞાનનો વિષય જ્ઞેય છે. એવાં એ અલોકાકાશ કે, જેમાં અનાદિકાળથી કોઇ દ્રવ્યે, કોઇ અસ્તિકાયે અવગાહના લીધી નથી તો તેથી જ્ઞાનાનંદમાં શું કોઇ ફરક પડ્યો ? નહિ ! અસ ્ કલ્પનાએ લોકાકાશ એકથી વધુ હોય કે પછી અલોકાકાશમાં કોઈ દ્રવ્ય હોવાના કારણે કૈ ન હોવાના કારણે આનંદમાં કોઇ જ ફર્ક
ત્રણ આચાર્યના જે મત છે, તેમાં તેઓએ શેય અને દશ્ય સામે રાખી કેવળજ્ઞાન અને કેવળદર્શનની વ્યાખ્યા કરી. પરંતુ જીવનું સ્વરૂપ જે વેદનતત્ત્વ છે તેને કેવળજ્ઞાન અને કેવળદર્શન સાથે જોડીને જ્ઞાન-દર્શનનો અર્થ પૂરો ન કર્યો. સ્વરૂપવેદન જ પ્રધાન છે. કારણ કે જીવને પોતાના બધાંય ક્ષાયિકભાવના ગુણો આનંદવેદનરૂપ છે.
પડતો નથી. એ તો લોકસ્થિતિ જે પ્રમાણે હોય તે જ પ્રમાણે હોય,
માટે જ કેવળજ્ઞાન અને કેવળદર્શનને જીવના ભાવ સાથે જોડવાં. વાસ્તવિક તો શેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે. જોઇએ અને નહિ કે માત્ર જ્ઞેય સાથે. આત્મા આનંદમાં મસ્ત રહે છે-આનંદવેદનમાં તરબોળ થઇ જાય છે-આનંદમાં તરબતર તરોતાજા રહે છે. ભાવનો કોઇ અભાવ થતો નથી કે અભાવનો કાંઇ ભાવ થતો નથી.
હવે આચાર્ય મહર્ષિના મત શું છે તે જોઇએ અને તે પર વિચાર કરીએ...(૧) આચાર્ય ભગવંતશ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણનો મત આગમના પાઠ અનુસાર એ છે કે..‘કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ સમયાંતરે છે.’
(૨) આચાર્ય ભગવંત વાદી મલ્લુદેવ સૂરિજીનો મત કર્મગ્રંથ અનુસાર એ છે કે...‘કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ એક જ સમયે યુગપદ્–સમકાલીન છે.’
(૩) આચાર્ય ભગવંત સિદ્ધસેન દિવાકર સૂરિજીના મત પ્રમાણે કેવળજ્ઞાન એ વિશેષ છે અને કેવળદર્શન એ સામાન્ય છે.' વિશેષમાં સામાન્ય અંતર્ગત થઇ જાય-સમાય જાય છે. એટલે કે અંતે અભિન્ન-અભેદ થઇ જાય.
લોકસ્થિતિ જે પ્રમાણે હોય છે તે જ પ્રમાણે હોય છે. આ તો વિષયને ખુલાસાવાર સમજવા અને સમજાવવા પૂરતી જ અસકલ્પના કરી છે કે જેથી જ્ઞાનાનંદ શું છે એ સ્પષ્ટ થાય. વળી એ પણ ભૂલવા જેવું નથી કે કેવળજ્ઞાની ભગવંતને સાકરની મીઠાશ, ફટકડીની તુરાશ કે કાકડીની કડવાશ જાણવા માટે છદ્મસ્થની જેમ સાકર, ફટકડી કે કાકડી ચાખવાની, જીભે મૂકવાની આવશ્યકતા રહેતી નથી. કેવળજ્ઞાની ભગવંત અક્રિય, અક્રમિક, વીતરાગ, નિરાવરણ હોવાથી સર્વ કાંઇ, સર્વ અસ્તિકાય પ્રદેશ તેના સર્વ ગુણધર્મ-ગુણપર્યાય-ભાવ સહિત સમય માત્રમાં જણાય છે. કેવળદર્શનમાં અસ્તિકાય અર્થાત્ પ્રદેશપિંડ દેખાય છે અને કેવળજ્ઞામમાં પ્રદેશપિંડના આધારે રહેલ તેનો ૫૨મભાવ કે ગુણધર્મ યા ગુણપર્યાય જણાય છે.
કેવળદર્શન અને કેવળજ્ઞાનનો વિચાર કરીએ તો ત્રણે ય પ્રજ્ઞાવંત આચાર્ય ભગવંતોના ભિન્નભિન્ન મત ભલે રહ્યા, પણ તે ત્રણેય મત અનુસાર, જે પ્રમાણેનો ઉપયોગ હોય તે પ્રકારના ઉપયોગમાં આનંદવેદનમાં તફાવત શું પડે ?
(ક્રમશ:)
(સંકલન : સૂર્યવદન ઠાકોરલાલ ઝવેરી)