Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 42
________________ ૨ भासमाणे न भासेज्जा, णेव बंफेज्ज मम्मणं । माइठाणं विविज्जेज्जा, अणुचिंतिय वियागरे ॥ પ્રબુદ્ધજીવન (૧-૯-૨૫) (મુનિ ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે.) ભાષાસમિતિ અંગે ‘સૂત્રકૃતાંગ'ની બીજી એક ગાથામાં કહ્યું છેઃ होलावायं सहीवायं, गोयावायं न वदे । तुमं तुमं ति अमणुन्नु, सव्वसो तं न वत्तह ॥ (૧–૯–૨૭) મુનિ કોઇને પણ નિષ્ઠુર વચનથી, હલકાં વચનથી કે ખુશામત ભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઇને પણ તે તુંકારીને, તુચ્છકારથી અમનોજ્ઞ વચનથી ન બોલાવે.) આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે. તેમાંથી ‘સૂત્રકૃતાંગ’ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં આપણે એક જ સૂત્રનો વિચાર કરીશું : ઝૂંછમાં તું ન વત્તવં । બીજાની છાની વાત, ગુપ્ત વાત કોઈને કહી દેવી, ચાડીચુગલી કરવી તે અધર્મ છે. વૈશુન્યને મોટા પાપસ્થાનક તરીકે ગણવામાં આવે છે. બીજાની છાની વાત કોઇને ન કહેવી જોઇએ એમાં વ્યવહારદૃષ્ટિએ કેટલું બધું ડહાપણ રહેલું છે ! પરંતુ આજની દુનિયા એનાથી ઊલટી દિશામાં ચાલી રહી છે. બીજાની છાની વાત શોધી કાઢો એ જાણે કે વર્તમાનકાળનાં પ્રચાર માધ્યમોનો એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. જો કે Investigative Journalism થી લાભ પણ થાય છે. ખાસ કરીને જાહેર જીવનમાં પહેલા માણસો કંઇપણ છાનુંછપનું કરતાં ડરે છે. અયોગ્ય, હીન, ગુપ્ત આચરણ પ્રગટ થવાથી સમાજને યોગ્ય ન્યાય મળી રહે છે. એ દષ્ટિએ સમાજને એટલો લાભ અવશ્ય થાય છે. કેટલાંયે માણસોનાં કરતૂકો બહાર આવતાં તેઓને યોગ્ય શિક્ષા અદાલત દ્વારા થાય છે અને ઘણીવાર જેમને અન્યાય થયો હોય અને એ વ્યક્તિ જો વિદ્યમાન હોય તો એને યોગ્ય ન્યાય કે વળતર મળી રહે છે. પ્રચારમાધ્યમોથી માણસ ડરતો રહે છે. કે દુનિયાભરમાં મોટા મોટા સત્તાધીશોનાં અશિષ્ટ યૌન સંબંધો નાણાંકીય કૌભાંડો જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે અહો, આવા સજ્જન ગણાતા પુરુષે પણ કેવું અધમ આચરણ કર્યું હતું ! · ચોરી, ખૂન, લૂંટ, લાંચરૂશ્વત, બળાત્કાર, ગર્ભપાત, વ્યભિચાર, નિંદાકુથલી, રાજ્યદ્રોહ, વ્યક્તિદ્રોહ, ભાંગફોડ, નનામા પત્રો વગેરે અનેક પ્રકારની ગુપ્ત ઘટનાઓ દુનિયામાં બનતી રહે છે. એવી કેટલીયે ઘટનાઓ પરથી ક્યારેય પડદો ઊપડતો નથી. સંસારમાં કેટલાંયે ગુપ્ત પાપો, કાયમને માટે વિલીન થઇ જાય છે. કેટલાંયે રહસ્યો ક્યારેય પ્રગટ થતાં નથી. (અલબત્ત આ સામાજિક દૃષ્ટિ છે, ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ તો દરેકે દરેક પાપનો હિસાબ ચૂકવવો જ પડે છે.) એ આચારનારાઓ અને એમની આખી પેઢી ચાલી જતાં વાત ભુલાઈ પણ જાય છે. નવા કાળસંદર્ભમાં એનું બહુ મૂલ્ય પણ રહેતું નથી. દુનિયામાં ગુનાહિત કૃત્યો અસંખ્ય પ્રકારનાં હોય છે. એવાં કૃત્યો કરનાર પહેલાં તો એમ માને છે કે પોતાની વાતની કોઈને તા. ૧૬-૪-૯૮ પણ ખબર પડવાની નથી, એટલી બધી તકેદારી તેઓ રાખે છે. પરંતુ એમ કહેવાય છે કે ચોરી કરનાર કશીક તો પોતાની નિશાની મૂકતો જાય છે કે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. અનેક વાતો પાછળથી પકડાઈ જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બનેલી અનેક ઘટનાઓ પચાસ વર્ષે પણ પ્રકાશિત થઇ છે. માણસને ગુપ્ત રાખવા જેવી બાબતો શુભ, શ્રેષ્ઠ, હિતકારી વગેરે પ્રકારની સામાન્ય રીતે નથી હોતી. હોય તો પણ એ પ્રગટ કરી દેવામાં સામાન્ય માણસોને અનૌચિત્ય નથી જણાતું. એથી ખાસ ખાસ કંઈ નુકસાન થતું નથી. ક્યારેક તો લાભ થાય છે. સારી સાચી વાતનો પ્રચાર થવો જોઇએ એવો ભાવ ઘણાંને રહે છે. કોઇક માણસે મોટું ગુપ્ત દાન આપ્યું હોય, કોઇનો જીવ બચાવ્યો હોય, કોઇને પાપથી અટકાવ્યો હોય, કોઇનાં દુરાચારી વ્યસનો છોડાવ્યાં હોય ને એના કર્તૃત્વનો યશ પોતાને ન જ જોઇતો હોય-ઇત્યાદિ પ્રકારની ગુપ્ત વાતો એક અથવા બીજા સ્રોતથી પ્રસરે જ છે. એમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ માણસે જો ખોટાં કામ કર્યાં હોય અથવા પ્રામાણિક ભૂલ થઈ ગઈ હોય તો એની એવી વાતમાં થઇ જાય છે. આવી વાતોથી સમાજનું વાતાવરણ કલુષિત થાય છે. બીજાઓને બહુ રસ પડે છે. મનુષ્યનો નિંદક સ્વભાવ ત્યારે પ્રવૃત્ત ખોટા દાખલા બેસે છે. કલહ, સંઘર્ષ થાય છે. એવી કેટલીક વાતો પ્રચ્છન્ન રહે એ વ્યક્તિ તથા સમાજના જ હિતમાં છે. જ્યારે કોઇ વ્યક્તિ ઇરાદાપૂર્વક બેશરમ બનીને વારંવાર અધમ કૃત્યો કરે છે ત્યારે તેને ઉઘાડો પાડવામાં સમાજનું હિત રહેલું હોય છે. ત્યાં વ્યક્તિએ કોઇને વિશ્વાસમાં રાખીને પોતાની ગુપ્ત વાત પશ્ચાત્તાપપૂર્વક કરેલી નથી હોતી. એણે પોતાની વાતો સંતાડેલી હોય છે. દુનિયાને શી ખબર પડવાની છે ? - એવો ધૃષ્ટતાભર્યો ભાવ એનામાં હોય છે. ખબર પડશે તો હું પણ જોઇ લઇશ'–એવો મિથ્યાભિમાનનો હુંકાર એના અવાજમાં હોય છે. એવી વ્યક્તિ પકડાય અને એને સામાજિક કે સરકારી પ્રકારની શિક્ષા થાય તો એમાં તો સામાજિક ન્યાય રહેલો છે. . સમાજમાં સૌથી વધુ ગુપ્ત વાતો રાજકારણમાં થાય છે અને એટલી બધી વાતો ઉઘાડી પણ થઇ જાય છે. અસત્ય પણ એટલું જ બોલાય છે અને ખોટા આક્ષેપો પણ એટલા જ થાય છે. રાજકારણમાં પડેલા માણસોએ તો પોતાનું મોઢું ખોલતાં પહેલાં બહુ વિચાર કરવો જોઇએ. પોતાનો બીજાની આગળ બોલાયેલો એકે એક શબ્દ મોડોવહેલો જાહેર થઇ જ જવાનો છે એવી માનસિક પૂર્વતૈયારી એણે રાખવી જ જોઇએ. રાજકારણમાં કોઇ કાયમના મિત્ર રહેતા સંબંધો ગોઠવીને સત્તા હાંસલ કરાતી હોય તે રીતે તેઓ સત્તા નથી કે નથી હોતા કાયમના શત્રુ. જે સમયે જે રીતે રીતે સ્વાર્થમૂલક મેળવવા મથતા હોય છે. એટલે આજે આપેલી ગુપ્ત રહસ્યમય બાતમીને આવતી કાલે જાહેર કરીને એનો દુરુપયોગ કરનારા રહેવાના જ. હવે તો અવાજ અને દશ્યનું પોતાને ખબર પણ ન પડે એ રીતે રેકર્ડંગ થઇ જાય છે. કોમ્પ્યૂટરની મદદથી ખોટાં બનાવટી પણ સાચાં લાગે એવાં દશ્યો બતાવી શકાય છે. ભીંતને પણ કાન હોય છે અને હવા પણ વાત લઇ જાય છે એ જૂની વ્યવહારુ શિખામણ આજે પણ એટલી જ સાચી અને ઉપયોગી છે. સંપૂર્ણ પારદર્શક જીવન જીવવાનું ઘણું દુષ્કર છે. માણસને ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ વગેરે માટેની જાતજાતની એષણાઓ હોય છે. એ બધી જ સ્પષ્ટપણે બીજાની આગળ વ્યક્ત કરાતી નથી. માણસને વિવિધ પ્રકારની ખાવાપીવાની, સૂવાબેસવાની, રહેણીકરણીની સુટેવો કે કુટેવો હોય છે. મનના ખૂણામાં કેટલીયે વાસનાઓ પડેલી હોય છે જેના ફક્ત એકમાત્ર પોતે જ સાક્ષી હોય છે. પરંતુ સંજોગવશાત્ માણસની એ વાતની જાણ ક્યારેક બીજાને જો થઇ જાય છે ત્યારે માણસ શરમાય છે કે ચિંતિત કે ભયભીત થઇ જાય છે. સંસ્કૃતમાં એક વ્યવહા૨વચન છે : ષટ્ ળે મદ્યતે વાર્તા । છ કાન જે વાત સાંભળે તે વાત ભેદાઇ જાય છે, તે ગુપ્ત રહેતી

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148