Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 50
________________ ૧૦ વિકલ્પ ત્રણ પ્રકારનાં છે. (૧) વિકાર વિકલ્પ (૨) આવરણ વિકલ્પ અને (૩) વેદન વિકલ્પ. વિકલ્પ જ્ઞાનધાતુ-ચેતનધાતુ છે. તે જીવ જ કરી શકે છે. એ વિચારશક્તિ, બુદ્ધિશક્તિ, મેઘા છે. મતિજ્ઞાનનો ઉપયોગ છે. જીવના ઉપયોગમાં જે ક્રમિકતા છે તે જ વિકલ્પ છે. મતિજ્ઞાન જાણવા જાય છે તે તેની સક્રિયતા છે અને મતિજ્ઞાન ક્રમથી જાણે છે તે તેની ક્રમિકતા છે. વળી જે જાણે છે તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જાણે છે. એટલે આવરણ વિકલ્પ છે. જે જાણે છે તે રાગ-દ્વેષપૂર્વક જાણે છે અને જે જણાય છે તેની જાણથી પણ રાગ-દ્વેષ થાય માટે વિકારી વિકલ્પ છે. ઉપરાંત જાણવા જવામાં અને જાણેલાંથી જે સુખદુ:ખ વેદન થાય છે તે પણ ક્રમથી થાય છે અને તે વેદન હોવાથી વેદનવિકલ્પ છે. જ્યારે અક્રમથી બધું યુગપદ સમકાળ જણાય તે નિરાવરણ નિર્વિકલ્પકતા છે. જે જણાય તે વીતરાગતાપૂર્વક જણાય તો તે અવિકારી નિર્વિકલ્પકતા છે અને એક સરખા અનંત સુખનેઆત્માનંદ-જ્ઞાનાનંદ-સ્વરૂપાનંદને વેદે તે વેદન નિર્વિકલ્પકતા. પ્રબુદ્ધજીવન મતિ-શ્રુતજ્ઞાનાદિ ક્રમ સમુચ્ચય By & By છે. જ્યારે કેવળજ્ઞાન સમસમુચ્ચય All at a time છે. માટે વિકલ્પ અનંતાનંત ભેદ હોય છે અને નિર્વિકલ્પ એક જ ભેદ હોય છે. વિકાર વિકલ્પના નાશથી અવિકારી નિર્વિકલ્પકતા આવે છે. જે વીતરાગતા છે. એમાં મોહનીયના કોઇ ભેદ વિકલ્પરૂપે હોતા નથી. એ બારમું ગુણસ્થાનક છે. પૂર્ણતા તા. ૧૬-૪-૯૮ આવરણ વિકલ્પના નાશથી નિરાવરણ નિર્વિકલ્પકતા આવે છે. એટલે કે જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મનો નાશ થાય છે અને કેવળજ્ઞાન, કેવળદર્શન, સર્વજ્ઞતા, સર્વદર્શિતા, પૂર્ણતારૂપ નિરાવરણ નિર્વિકલ્પકતાનું પ્રગટીકરણ થાય છે. અવિનાશી કેવળજ્ઞાનનું પ્રાગટ્ય થાય છે. તે ગુણસ્થાનક તેરમું હોય છે. સુખદુ:ખ ક્રમથી કોઇના ભોગે પરાધીનપણે વેદીએ છીએ તે વેદનવિકલ્પ છે. વીતરાગતા આવેથી કેવળજ્ઞાનના પ્રગટીકરણની સાથે જ આનંદવેદનની અનુભૂતિ થાય છે, જે અવિનાશી, શાશ્વત, સ્વાધીન, આત્મિક, સ્વાભાવિક, સહજ, નિર્ભેળ-નિર્મળ અનંતરસ રૂપ સુખાનુભૂતિ-આનંદાનુભૂતિ છે. આમ ઔપચારિક રીતે મન, વચન, કાયાના યોગની સ્થગિતતાએ કરીને ધ્યાનદશાને કે સમાધિ અવસ્થાને (દીર્ઘકાલીન ધ્યાનને સમાધિ કહે છે) ભલે આપણે નિર્વિકલ્પકતા કહેતાં હોઇએ પરંતુ વાસ્તવિક નિર્વિકલ્પકતા-સાચી નિર્વિકલ્પદશા-સહજતા-સ્વાભાવિકતા તો કેવળજ્ઞાન અવસ્થા જ છે, કે જ્યાં કોઇ સંકલ્પ વિકલ્પ કે ઉપયોગ મૂકવાપણું-ક્રમિકતા કે સક્રિયતા નથી, તેમ તે અવસ્થામાંથી પાછા ફરવાપણું પણ નથી. ધ્યાન-દશામાં પાછા ફરવાપણું છે, કારણ કે ધ્યાનદશામાંથી વ્યુત્થાનદશામાં પાછા આવવાપણું હોય છે. ધ્યાનને કાળમર્યાદા છે. કેવળજ્ઞાનાવસ્થા કાલાતીત, કાયમ, સાદિ-અનંત હોય છે. પોતીકી અને પારકી I પૂ. આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિજી એક ગર્ભશ્રીમંત માનવી પોતાના દેહને દર-દાગીનાથી શણગારીને ફરવા નીકળે અને એક ગરીબ માણસ ભાડેથી આભૂષણો લાવીને એનાથી દેહ શણગારે અને પછી ફરવા નીકળે ! આ બન્ને વ્યક્તિઓની બાહ્ય-દેખીતી શોભા સમાન હોવા છતાં એમાં એક મોટો ભેદ સમાયેલો છે. એનું ખૂબ જ માર્મિક દર્શન ‘જ્ઞાનસાર' નામના ચિંતનકાવ્યમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવરે કરાવ્યું છે : પૂર્ણતઃ યા પરોવાયેઃ મા યાચિતઽનમ્ । પૂ. ઉપાધ્યાયજી મહારાજનું કહેવું એવું છે કે, જે પૂર્ણતા-શોભા બાહ્ય પદાર્થો પર આધારિત હોય, એ સાચી પૂર્ણતા જ નથી. એ તો ભાડેથી માંગીને લાવેલા આભૂષણોની શોભા જેવી ભાડૂતી પૂર્ણતા છે. . ગર્ભશ્રીમંતની અને સામાન્ય માણસની શોભાને આપણે આ દૃષ્ટિકોણથી મૂલવીએ. ગર્ભશ્રીમંતને એવો પૂરો ખ્યાલ છે કે, આ આભૂષણો પોતાની માલિકીનાં છે એથી એને પહેરનારા શ્રીમંતના મુખ-મન ઉપર આ શોભા જે આભા રેલાવતી હોય છે, એ અનોખી જ હોય છે. એની તો સામાન્ય માણસ માટે કલ્પના ય ન થાય. એની સ્થિતિ તો તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી હોય છે. કેમકે એને પૂરો ખ્યાલ છે કે, પોતે પહેરેલાં આભૂષણો ભાડૂતી છે અને સમય-મર્યાદા પૂરી થતાં જ આ આભૂષણો ઉતાર્યા વિના પોતાને ચાલવાનું નથી ! આમ, એકની શોભા એની પોતાની છે, બીજાની શોભા ઉછીની, ભાડેથી માંગી લાવેલી છે. બે શોભા વચ્ચેનો આ ભેદ જ શોભાથી પેદા થતી આભાને ય ભેદવાળી બનાવી જાય છે. એથી આભૂષણ પહેરતા શ્રીમંતના મનમાં કોઇ ડંખ નથી હોતો, જ્યારે સામાન્ય માણસનું માનસ ડંખથી મુક્ત હોઇ શકતું નથી. આ થઇ ઉપમા, આ થયું દષ્ટાંત ! આને હવે આપણે સ્વાભાવિક પૂર્ણતા અને વૈભાવિક પૂર્ણતા સાથે સરખાવીએ, જે ‘જ્ઞાનસાર'ની ગીતાના નાયકને મન ઇષ્ટ છે. આપણી આભા પોતાના ગુણોથી જે પૂર્ણતા પામે છે, એ સ્વાભાવિક હોય છે. એ ગુણોની માલિકી એની પોતાની હોય છે. એ ગુણ-સમૃદ્ધિ ભાડેથી કે ઉછીની લાવવી પડે એવી નથી હોતી. આથી આ ગુણપૂર્ણતા જ સાચી પૂર્ણતા ગણાય. એને ધારણ કરનારને પળે-પળે કોઇ ડંખ જ અનુભવવો પડતો નથી હોતો. ઉ૫૨થી એ તો પળે પળે વધુ ને વધુ પ્રસન્ન અને સમૃદ્ધ બનતો જતો હોય છે. આ પ્રભાવ એ ગુણસમૃદ્ધિને વરેલી સ્વાધીનતાનો હોય છે. એથી (ક્રમશઃ) ] સંકલન : સૂર્યવદન ઠાકોરલાલ ઝવેરી આત્મ-ગુણો દ્વારા પૂર્ણતાની થતી આભા-અનુભૂતિને શ્રીમંતના આભૂષણો સાથે સરખાવી શકાય. માનવી જે રીતે ગુણોથી ગૌરવ અનુભવે છે, એ રીતે બાગ-બંગલા, લાડી-વાડી-ગાડી અને ભૌતિક સમૃદ્ધિથી પણ એ અનુભવતો જોવા મળે છે. પણ આ ગૌરવ, આ પૂર્ણતા સાચી રીતે જોવા જઇએ તો ભાડૂતી છે. પુદ્ગલોના પૂતળાઓ પાસેથી ભીખી-ભીખીને માંગી લાવેલી આવી ઉછીની ચીજોને પોતાની માની-મનાવીને એથી અનુભવાતી પૂર્ણતા સાચી કઇ રીતે માની શકાય ? કેમકે સમય મર્યાદા પૂરી થતાં જ આ બધી ચીજો એની રહેવાની નથી. એથી જેમ પારકી ચીજોની માલિકીથી મલકાટ ન અનુભવાય, એમ આવી પરાપેક્ષ-પૂર્ણતા પણ ગૌરવ લેવા જેવી ચીજ ન ગણાય. આ દુનિયાના જીવોને બે વિભાગમાં વહેંચીએ, તો એક વિભાગમાં ગુણવાન આવે, બીજામાં ધનવાન આવે ! ગુણવાન પણ પૂર્ણતા પામવા મથે છે, ધનવાન પણ પૂર્ણતા પામવા મથે છે. આ અર્થમાં બન્નેનું ધ્યેય એકસરખું જ હોવા છતાં બન્નેના રાહ અલગ-અલગ છે. ગુણવાન પોતાની માલિકીનો ગુણખજાનો કર્મના કરજમાંથી છોડાવવાના સાચા માર્ગે કટિબદ્ધ બનીને કદમ ઉઠાવે છે, જ્યારે ધનવાન બહારથી ઉછીનું માગી લાવી લાવીને ભાડૂતી-ચીજોથી ઘરને સમૃદ્ધ બનાવવાના ખોટા માર્ગે ચડી ગયો છે, અને એ જ માર્ગે દોટ મૂકી રહ્યો છે. આ જાતના પુરુષાર્થ પછી ગુણવાનને ય પૂર્ણતા સાંપડે છે, ધનવાનને ય પૂર્ણતા સાંપડે છે. પણ જેની પાસે સાચી દિષ્ટ હોવાની, એ તો ગુણવાનની પૂર્ણતાને સાચી પૂર્ણતા માનવાનો! કેમ કે એ એની પોતાની માલિકીની છે. તેમજ ધનવાનની પૂર્ણતામાં તો એને પૂર્ણતાનો અંશે ય નહિ દેખાવાનો, કારણ કે એ ભાડૂતી છે. કરજ કરી કરીને એ મેળવેલી છે. 'મૂલડો થોડો ને ભાઈ વ્યાજડો ઘણો' જેવી એની હાલત હોવાથી ડાહ્યો માણસ તો ધનવાનની એ પૂર્ણતાને પૂર્ણતા માનવાની ભૂલ નહિ જ કરે. આમ, ગુણથી મેળવાતી પૂર્ણતા ને ધનથી મેળવાતી પૂર્ણતા : આ બે વચ્ચે રહેલી વિરાટ ભેદરેખાને દર્શાવતો ‘જ્ઞાનસાર'નો આ સંદેશ આપણને સ્પર્શી જાય તો તો આપણે ય ઘરના ઘરની ગુણસમૃદ્ધિ મેળવવા કટિબદ્ધ બની જઇએ અને ભાડૂતી ભવ્યતા ખરીદવાની આપણી ઘેલછા નામશેષ બની ગયા વિના ન રહે !

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148