Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 40
________________ 19 પ્રબુદ્ધજીવન બહુ કામઢાં થયાં, અતિ કાર્યદક્ષ બન્યા, કામમાં પ્રવીણ અને કુશળ છો થયાં, પરંતુ ફેશને કાર્યકુશળતા પરથી કુશળતાપૂર્વક ઊતરી જઇને પ્રમાદનો સંગ કર્યો છે. આજનું સૂત્ર છે આળસુ બનો તો જ સુખી બનશો. ઉતાવળ છોડો, હાયવોય છોડો. આરામ ફરમાવો. આરામમાં જ રામ છે લોકો જેને ‘યોગા' કહે છે એ યોગમાં ‘શવાસન' કે યોગમુદ્રા શું છે ? રિલેક્સેશન શું છે ? શબની જેમ ચત્તાપાટ સૂઇ જાઓ. કોઇનું ન સાંભળો. ઊંડા શ્વાસ લો. કામ કરવાનું છોડો. યોગમાં તો હજારો વર્ષોથી આ કહેવાએલું પણ આપણે ફેશનની વાણીથી જ સમજ્યા. પહેલાં લોકો પરોપકારવશ આળસુની ટીકા કરતા, એને વઢતા, ધૃણા કરતા, દયા ખાતા, એને બોધ પમાડવો પોતાનું કર્તવ્ય સમજતા. એને કામે લગાડવા જતાં પોતે નકામા થઇ જતા. · પહેલા ‘હું બહુ કામમાં છું, મને જરાય ફુરસદ નથી', એ વાક્યોની પ્રતિષ્ઠા હતી. હવે તો ફરવાની, હરવાની, ઓછામાં ઓછું કામ અને વધુમાં વધુ વેકેશન એની ફેશન છે. ટી.વી.એ પ્રમાદને પુષ્ટિ આપી છે. પરસેવો પાડવાનું છોડો. સુખાસને બિરાજો. ક્રિકેટ રમો નહિ, જુઓ. કાલે કોઈ એમ શોધી કાઢશે, સંશોધન કરીને કે પર્યાવરણના રક્ષણ માટે પ્રમાદ સેવો. પ્રમાદી ઓછો હિંસક છે, આળસુ ઓછો ઉપદ્રવી છે. પ્રમાદી કુદરતી રીતે જ સંતોષી હોય છે. તે અતિ મહત્ત્વાકાંક્ષી નથી. મહત્ત્વાકાંક્ષી લોકો જ પ્રદૂષણ વધારે છે. તેઓ જ સ્પર્ધા ને સરખામણીમાં રાચે છે. વિજ્ઞાનનું કામ પણ આપણને કામમાંથી મુક્તિ તરફ લઇ જવાનું છે. બધી નવી નવી શોધખોળોનો આશય તો વધુ સુખસગવડ, આરામ, વિશ્રામ, શ્રમમુક્તિ જ છે ને ! મને લાગે છે કે બધી શોધો આળસુ માનવીના મહાન દ્યુતિવંત મગજની પેદાશ છે. જ્યારે માણસને ચાલવાનો કંટાળો આવ્યો હશે ત્યારે ગાડી, ઘોડા, મોટર, વિમાન વગેરેની શોધ થઇ હશે. પહેલાં બધું કંઠસ્થ શાન હતું. જ્ઞાન જિહ્વાગ્રે હતું. પછી પોથી આવી, પુસ્તકો આવ્યાં, હવે કમ્પ્યુટર બધું યાદ રાખે છે. એની ‘મેમરી' સારી જોઇએ. આપણા મગજને રવિવાર. આંકના પાડા ગોખી ગોખીને કંટાળો આવ્યો જ હશે ને તમને! ‘બાર બારે ચુમાલસો’ યાદ ન રહ્યું હશે એવા ઠોઠ આળસુ વિદ્યાર્થીએ કેલ્ક્યુલેટરની શોધ કરી હશે. માણસને ટી.વી. સ્વિચ બંધ કરવા ઊભા થવાનો પ્રમાદ આવ્યો તેનો લાભ થયો રિમોટ કન્ટ્રોલ રૂપે. મેં ક્યાંક વાંચેલું કે પત્તાંની રમત રમતાં રમતાં સહેલાઇથી, ઓછી મહેનતે ખાઇ શકાય અને ખાસ તો બનાવી શકાય એવી વાનગીની જરૂર હતી. તેના સુફળ રૂપે સેન્ડવીચ શોધાઈ. તમને નથી લાગતું જે દિવસે કોઇ ગૃહિણીને રસોઇ કરવાનો કંટોળો આવ્યો હશે ને જે કંઈ ઘરમાં હતું તેને ભેગું કર્યું ને ‘ભેળ'ની મહાન શોધ થઇ. પ્રમાદ બધું સહેલાઇથી ભેળવી આપે છે. પાણી ઉપરની સપાટીથી નીચે આવે છે. ભાષા અઘરા શબ્દો છોડી સરળ શબ્દો અપનાવે છે. માનવીનું અંતિમ લક્ષ્ય પણ આરામ ક૨વાનું જ છે ને ! આળસુ લોકો તો પહેલાં પણ સુખી જ હતા. પણ એમની આબરૂ કે પ્રતિષ્ઠા ન હતી. તે હવે ફેશને અપાવી છે. તા. ૧૬-૩-૯૮ આમ જરાક બારીકાઇથી જોવા જાવ તો બધી જ કળાઓ શું છે! પ્રમાદ તરફ ગતિ. કામ છોડો, સંગીત સાંભળો. ચિત્રને માણો, કવિતા ગણગણો. નવલકથા લખો કે વાંચો, ભલે તમે એને સાત્ત્વિક પ્રમાદ કહો પણ છે તો કામમાંથી છૂટકારો મેળવવાની રૂપાળી રીત. દરેક સાંસ્કૃતિક પ્રવૃત્તિ નાટક, ફિલ્મ, નૃત્ય, સંગીત, પ્રવાસ, સભા બધું જ લીલયા છે, ક્રીડા છે, ખેલ છે, રમત છે. સરસ્વતીચંદ્રે કુમુદસુંદરીનો ત્યાગ કર્યો એ તો પુરુષપ્રધાન સમાજનું જ પ્રતિબિંબ વળી ! અસલ પૌરાણિક સ્ટાઇલ, અન્યથા કુમુદસુંદરી પણ સરસ્વતીચંદ્રને ના પાડી શકત. કારણ મજબૂત હતું. સરસ્વતીચંદ્રે પોતાની વિદ્વતા બતાવતા કેવા અઘરા પ્રેમપત્રો લખ્યા હતા ! બિચારી કુમુદ શું, કોઇપણ કન્યા આવી ભારેખમ ભાષાથી કંટાળીને ના જ પાડી દે. સરસ્વતીચંદ્ર કામઢો હતો. ઉતાવળો હતો. નવીનચંદ્ર જેવું નામ ધારણ કર્યા પછી પણ તે હારે છે. જીતે છે પ્રમાદધન, ગોવર્ધનરામ ત્રિપાઠીની નામાંકન કળા માટે તો માન થાય જ. કેવું લાડકું સોહાણું નામ છે ‘પ્રમાદધન’. સરસ્વતીચંદ્રને ભટકવું પડે છે, પ્રમાદધન સ્વગૃહે જ રહે છે. ગો.મા.ત્રિ. તો ખોટું ગુજરાતી ભાષાની મહાન નવલકથામાં પણ પ્રમાદની જ પ્રતિષ્ઠા ન બોલે. કુમુદ શું કહે છે, ‘પ્રમાદધન મુજ સ્વામી સાચા,' જોયું ને થઇ છે. નરસિંહ મહેતાએ પણ ગાયું કે, ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,’ ઉદારતા છે. પ્રમાદી તો માને છે કે હું જ કરું એવો આગ્રહ શા કામ પોતે જ કરવું એ અહંકાર છે. બીજાને તક આપવી એ જ માટે! ભલે ને બીજો કોઇ કામ કરીને રાજી થાય. કામને અધૂરું છોડવું એટલે અન્ય માટેનો પૂર્ણ આશાવાદ. પુરાતત્ત્વથી માંડીને દરેક ક્ષેત્રમાં અધૂરી કડી મૂકવામાં આવે છે, જેથી બીજા સંશોધન કરી શકે. મહિમા પૂર્ણનો નહિ અપૂર્ણનો છે. અધૂરું છોડો, આગળ વધો, તાંબાપિત્તળનાં વાસણો ખટાશથી માંજવામાં આવે તો ચમકે છે તેમ ફેશન બધાને ચમકાવે છે. ફેશન વરવાને નરવું બનાવે છે. ફેશનમાં નિયમ ન ચાલે, મગજ ન ચાલે. ફેશન પોતે જ ચાલે પછી જમાનો એની પાછળ પાછળ ચાલે. ગાંધી બાપુએ આજીવન કામ કરીને દેશને જગાડવા ભગીરથ પ્રયત્ન કર્યો. આપણે એમના જન્મદિને રજા પાડીને, મોડા ઊઠીને કૈવી ભવ્ય અંજલિ આપીએ છીએ ! ગાંધીજીએ કહેલું, ‘હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી ક૨વાનો અધિકાર નથી'. ગુજરાતી પ્રજાએ હવે મોડે મોડે એ વાતને કેવી મૂળમાંથી ઝીલી છે. હવે ગુજરાતીઓ ગુજરાતી ભાષા ભણતા જ કરવાની વાત. ન ૨હે બાંસ ન બજે બાંસુરી તે આ. નથી, પછી ન આવે લખવાની વાત. ન આવે સ્વેચ્છાએ જોડણી લોકો હવે મૂળ સુધી જવામાં માને છે. ફળ પ્રત્યે અનાસક્ત રહેવું એ તો ઠીક છે પણ એના મૂળ સુધી જઇને કામ પ્રત્યે જ અનાસકત થઇ જવું એ કંઈ જેવી તેવી વાત છે ! ટેકરી પર ચડીને આજુબાજુ જોઉં છું તો લહેરાતાં લીલાછમ દેખાય છે. લીલીછમ રજાઓ વચ્ચે કામના દિવસો પણ માંડ માંડ ખેતરો વચ્ચેથી પસાર થતી નાની મોટી વાંકીચૂંકી કેડીઓ માંડ માંડ જ દેખાય છે. લીલો રંગ આંખોને તાજગી બક્ષે એવો છે ! t ના માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ ફોન- ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઈપસેટિંગ: મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪,

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148