Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ જાગો રે જનસમાજ અરિને કરવા અવાજ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે ! એ ઇન્સાફી તખ્ત પરના કરાલકાલની જાગૃતિના ચિત્રમાં કવિતા છે; એ પછી પેલી અભિધા જાણે આ કાળના મુખની વાણી બને છે– મુક્તિયજ્ઞનું ઇજન : પ્રબુદ્ધજીવન રહેજે મક્કમ મરણ લગ મૌત બિચારું કોણ ? તું મરતે જીવવું ગમે, એવો કાયર કોણ ? આવો સબળ કાકૂવિશેષ છેક હેમચંદ્રના સમયથી લોકગીતે વહેતો આવ્યો છે, એ પાછો મેઘાણીની કવિતામાં યો અરે, તારે જીવતે જીવત તારી પિતૃભૂમિ અન્યને પગે ચંપાય!' જા પ્પિકી ભૂંહડી ચંપ્પિન્નઇ અવરેણ’ તો તો તું જેવો પુત્તર હો તેથી શો લાભ ને ન હો તો શું ફેર પડે ? પુત્તે જાએ કવણ ગુણ અવગુણ કવણુ મૂએણ જા બપ્પિકી ભૂંહડી ચંમ્પિઇ અવરેણ ? એ જ હણહણાટ | તે દઇ દઇ પડંકાર ભાગી ફોજું ભેડવી !' એમ એમણે યુવાનોને સાબદા તો કર્યા. એ કામે ય સહેલું નહોતું. ઉમાશંકરને : ‘બધે મુર્દાની ગંધ આવે છે' તો મેઘાણીનો જમાનો ય કાંઇ બહુ જુદો નહોતો : મેઘાણી તો કહે છે : અહીં કોઇ નથી બાકી પ્રભુસર્જેલ માનવી, નથી મુર્દા, નથી માટી, અહીં સર્વ કરોળિયા ! ઘીરી, ધીંગી, મૂંગી મૂંગી ધાણી ભયની ફરે; ઓરાણી સૌ જવાંમર્દી એરડીનાં બિયાં પરે ! છતાં એવું કાંઇક હતું ને હજીયે છે મેઘાણીની કવિતામાં જે અસર કરી જાય છે. શું છે ? આષાઢી મેઘ અને થોડીશી વીજળી જૈને બેઠેલ હશે બ્રહ્મા : ભૂલકણા દેવ ! તમે પંખીડું વીસરી થડી કેમ માનવીની કન્યા ! એ વીજચમકાર યુવાનોને જગાડે છે તો વર્ષાજળ ને વાદળલીલા બાળગોપાળને નચાવે છે ને માતાઓનાં ઘર પ્રસન્નતાથી ભરી પણ દે છેઃ બાળકોને ને માતાઓને પ્રકૃતિ સમાજનાં સૌંદર્યો એમણે પાયાંઃ ‘સાગરરાણો' યાદ કરો. જૂહુના દરિયાને જોઇને રચાયેલું. એની કલ્પનાલીલા જુઓ. ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, ભજનો જુઓ ! ‘તકદીરને ત્રોફનારી' જુઓ, મેઘાણીની કવિતા જીવનના આંતરબાહ્ય બેય પ્રદેશોમાં ફરી વળી છે ને બધે જ એની પેલી બોલાતી ગુજરાતી બળકટ બાનીની મુદ્રા તો એવી પાડતી જાય વણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ ! આ ઠાલાં ઉદ્બોધનો નથી. હૈયાંની વેદનાને લઈ પ્રગટેલ ઓરતા છે કે, કહેવાનું મન થાય કે પ્રેમાનંદ પછી કવિતામાં ગુજરાતી બાનીનું છે. આવું-આટલું સ્થાપન બીજા કોઈમાં મળતું નથી, અંગ્રેજી, બંગાળી અનુસર્જનો જુઓ. નમૂના લેખે સાવ સાદી કૃતિ લો : ‘ જુતા આવિષ્કાર' રવિન્દ્રનાથની વાણી તો કથા માંડે ત્યાંય સંસ્કૃતાઢ્યા રહે છે. મૂળ સાથે મેઘાણીની જોડાની શોધ' સરખાવો : હકીકતે એમના ચૌદેક કથાકાવ્યોનો અલગ વિચાર હજી બાકી છે. ‘રાતાં ફૂલડાં' જુઓ. મૂળમાં છરીથી બાળક હણાય, મા દેવળે જાય ત્યાં અન્ય બાળક જોઇને વેદના થાય-એ વિગતોને સ્થાને અહીં ડોક મરડાય, એકાદશીનો ઉપવાસ હોય, દેવળનો ઉલ્લેખ જ ન હોય, હિંડોળાતું બાળક જુએ. સાગરરાજાને એક બાગ-એમાં બે માળી : ચાંદો ને સૂરજ, ને એ ઉગાડે તારા ! ને એના ક્યારાને સીંચે નદીઓ, ને પછી સાગ૨રાણા ફૂલડાં ગૂંથે—એ વાતમાં કથા છે ને કલ્પના છે ઃ નાનાલાલીય ઉડ્યન છે. આ ધરતીના કવિએ પ્રકૃતિને ય પીધી છે એની પ્રતીતિ આવાં ઘણાં કાવ્યોમાં છે : ફૂલડાં ગૂંથી ગૂંથી લાવે, સાગર રાણો, માળા... આઘે આઘે એની અનુપમ વાડી ચાંદો સૂરજ રૂડા રાખ્યા બે માળી, વિધ વિધ વેલડી વાવે, સાગર રાણો.... ઊડે પાતાળે ગાળ્યા એણે ક્યારા, રોપ્યા રાતલડીના રંગત તારા, નવલખ નદીઓ સિંચાવે-સાગર રાણો તા. ૧૬-૨-૯ એક જ શબ્દની બે બે પુનરુક્તિથી એનું મહત્ત્વ, સાદી સરળ રસાત્મક લોકબાની, ક્યારે થતો ઉચ્ચ કલ્પનાવિહાર, રણકતા અત્યાનુપ્રાસ ને ચમક, રૂપકની ન્યાત્મકતા ને કલ્પનાની લીલા, અને ચોટદાર ટેક કે ધ્રુવપંક્તિ-આવાં ગીતોને આપોઆપ કંઠે ચડાવે છે. ‘હાથીઓનાં ટોળાં હાંકતી રાજબાલ ‘વર્ષ' જુઓ કે ચોતરફ ફરકતી પ્રકૃતિની રાતી ‘ચૂંદડી'ની શોધ જુઓ : ઉમાશંકરે ગીત ગોત્યું તો મેઘાણી કહે છે : ચૂંદડી ચૌદ લોકમાં ગોતું... આભમાં ગોતું ગેંબમાં ગોતું... સાચું છે. ‘રાતાં ફૂલ'માં ગાય છે : એક નાર માથે ચૂંદડલી ચૂંડડીએ રાતાં ફૂલ | ભમ્મર રે રંગે ડોલરિયો ! થડક્યાં થાનોલાં થંભી ગઈ રે રાતાં ફૂલડાં હાં રે બાઇની છાતીમાં છલછલ દૂધ વનરામાં ગલ રાતાં ફૂલડાં. અહીં ‘વનરામાં ગલ' એ રૂપક જ મુખથી આ કાવ્યને અલગ પાડી દે છે. છેલ્લે તો આ માતાને કૃષ્ણયશોદા સાંભરે છે ! આમ મેઘાણીની કૃતિ પુરી ભારતીય બની જાય છે. આવું ઘણુંખરે સ્થળે બન્યું છે. મેઘાણી અનુવાદક નથી, અનુસર્જક બને છે. છેલ્લે મેઘાણીની જ એષણા : આ શબ્દસર્જનો-આ કવિતા શું છે ? ‘આભને પાદર’ આવેલ સર્જનદેવનું નિમંત્રણ તો આવ્યું છે. પણ પોતે આપોહ્યા નથી. એને બોલાવવા આવનારને કહે છે : ભાઈ મારા વતી એ ચિતારાને કહેજો કે મને એક મો૨પીંછું ચીતરી આપે, હોં ! આભને પાદર રંગચિતારાને આટલું કે'જો રે જી રે ભાઇ આટલું કે'જોઃ આટલું કે મુને ચીતરી આપે મોરનું પીંછું રે નાનું એક મોરનું પીંછું ! એ પીંછું તો ગુજરાતી કવિતાનું છોગું છે ! અમારા એકતારાની એ રંગભરી સૂરાવલિ છે. એનો શબદ તો હજી રમે છે : રે ભાઈ શબદ રહી ગયો રમતો !

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148