Book Title: Prabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 31
________________ 1+ તા. ૧૬-૩-૯૮ પ્રબુદ્ધજીવન કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય – સ્વ. પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી [ અમને જણાવતાં ખેદ થાય છે કે પંડિત શ્રી પનાલાલ ગાંધીનું તા. ૧૮-૨-૯૮ના રોજ ધ્રાંગધ્રા મુકામે ૭૭ વર્ષની વયે અવસાન થયું છે. આ લેખમાળા શરૂ કરી ત્યારે તેઓ તદ્દન સ્વસ્થ હતા, પરંતુ કેટલાક સમય પહેલાં તેઓ કેન્સરની જીવલેણ બીમારીમાં સપડાયા અને એમણે સમતાપૂર્વક દેહ છોડ્યો. સદ્ભાગ્યે આખી લેખમાળા પૂરી કરીને તેમણે આપણને આપી છે. સદ્ગતના આત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. -- તંત્રી ] (ગતાંકથી ચાલુ-૮) - સપ્તભંગિથી કેવળજ્ઞાનનું લક્ષ્ય : સપ્તભંગિ કેવળજ્ઞાનનું લક્ષ્ય કરાવે છે અને કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. છદ્મસ્થજ્ઞાનમાં જેવું અને જેટલું જાણીએ તેવું અને તેટલું જગત નથી કે તેવા અને તેટલા જગતના ભાવો નથી. વળી જેટલું જાણીએ છીએ તે બધું ક્રમિકતાએ જાણીએ છીએ. જે કાંઇ જાણીએ છીએ તેનાથી અનંતગુણાભાવો આપણે જાણતા નથી, જે જગતમાં રહેલા છે. આવું લક્ષ્ય સ્યાદ્વાદ-સપ્તભંગિ કરાવે છે. એનાથી લાભ એ થાય છે કે જે જાણીએ તેટલા જ્ઞાનમાં બંધાઇએ નહિ. જો બંધાઇ જઇએ તો રાગ અગર દ્વેષ થયા કરશે. રાગ-દ્વેષ ઘટતાં જાય, ઓછાં થતાં જાય, દૂર થતાં જાય, અહં આવે નહિં, મતિજ્ઞાન મોકળું કે અને મુક્ત થઇ કેવળજ્ઞાનમાં પરિણમે, એ સાભંગિ–સ્યાદ્વાદનો ઉદ્દેશ છે, રહસ્ય છે, મર્મ છે, લક્ષ્યાર્થ છે. સપ્તભંગિથી જ્ઞાન અને કાળનો વિચાર કરવાનો છે. જ્ઞાનમાં કાળ કેમ ઘૂસી ગયો તે વિચારવાનું છે. સ્માર્ એટલે કથંચિતં કંઇક, દેશથી, અસર્વ. સ્યાદ્વાદશૈલીથી પદાર્થનું સર્વાંગી દર્શન કરવાનું છે, જેને માટે તે પદાર્થનું સાત પ્રકારે અવલોકન કરવું પડે છે. એ સાત પ્રકા૨ને સાત ભાંગા અર્થાત્ સાભંગિ કહે છે. એ સાત ભાંગા નીચે મુજબ છે. મુખ્ય તો ત્રણ જ ભાંગા છે. સ્યાદ્ અસ્તિ, સ્યાદ્ નાસ્તિ, અને સ્યાદ્ અવક્તવ્ય, એ મુખ્ય ત્રણ ભાંગાનું વિસ્તૃતિકરણ સાત ભાંગા છે. (૧) સ્યાત્ અસ્તિ-(છે.), (૨) સ્યાત્ નાસ્તિ-(નથી.), (૩) સ્યાત્ અસ્તિ-નાસ્તિ-(છે-નથી.), (૪) સ્વાત્ અવક્તવ્ય (કહી શકાતું નથી.), (૫) સ્યાત્ અસ્તિ અવક્તવ્ય-(છે પણ કહી શકાતું નથી.), (૬) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય (નથી અને કહી શકાતું નથી.), (૭) સ્યાત્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય. (છે-નથી અને કહી શકાતું નથી.) આખું ય વિશ્વ જેમ જીવ-અજીવ, રૂપી-અરૂપીમાં સમાઇ જાય છે, તેમ શેય-જ્ઞાનમાં પણ આખું ય વિશ્વ આવી જતું હોય છે. જીવ-અજીવ, રૂપી-અરૂપી અને જ્ઞેય-જ્ઞાન એ ત્રણ ભાગમાં વિશેષતા એ છે કે શેય અને જ્ઞાનમાં જેમ જ્ઞેયનું સ્વરૂપ જાણવાનું હોય છે, તેમ જ્ઞાનનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ શું છે તે તેમાં ફલિત થાય છે. તે જીવનું સ્વરૂપ જ્ઞાન છે. પરંતુ જ્ઞાનનું સ્વરૂપ શું ? તે સ્વતંત્ર રીતે સમજીએ તો ખ્યાલ આવે. માટે સમભંગીમાં પ્રથમ ત્રણ ભાંગા ક્ષેય પ્રધાન છે તે બતાવીને બીજાં ચાર ભાંગા જ્ઞાન પ્રધાન બતાવ્યાં છે. તેનું રહસ્ય નીચે પ્રમાણે છે ! છ શેયના પ્રથમ ત્રણ ભાંગામાં સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અસ્તિરૂપ છે. અને પાંચે અસ્તિકાય અનાદિ-અનંત યુગપદ અસ્તિત્વ ધરાવે છે તેથી યુગપદ અસ્તિ-નાસ્તિ ધર્મો ઘટી શકે છે. હવે ચોથો ભાંગો જે અવક્તવ્યનો છે તેમાં વક્તવ્ય એટલે વચનયોગ. વચનયોગ બને છે ભાષાવર્ગણાના પુદગલોનો, પરંતુ જીવના ઉપયોગ વડે કરીને જ ભાષાવર્ગણાના પુદ્ગલો વચનયોગરૂપે પરિણમે છે. આમ વચનયોગના મૂળમાં જીવનો ઉપયોગ મુખ્ય છે. મન, વચન અને કાયાના યોગ બને. તે છે પુદ્ગલના, પણ હોય જીવને. એટલા માટે તત્ત્વાર્થના પાંચમા અધ્યાયમાં 'યોપયોના નીવેતુ' જણાવેલ છે. જ્ઞાનના મુખ્ય ત્રણ ભેદ છે. સાવરણ-નિરાવરણ, ક્રમિકઅક્રમિક અને પૂર્ણ-અપૂર્ણ (સર્વ-અલ્પ). એમાં નિરાવરણ, અક્રમિક, પૂર્ણ જ્ઞાન જે છે તે કેવળજ્ઞાન છે. અયોગી કેવળીભગવંતનો વચનયોગ પણ ક્રમિક છે. અને છદ્મસ્થ જ્ઞાનીનો કે સંસારીજીવનો વચનયોગ પણ ક્રમિક છે. કારણ કે વચનયોગ બને છે ભાષાવર્ગણાના પુદ્ગલથી અને પુદ્ગલદ્રવ્યનું પર્યાય સ્વરૂપ ક્રમિક જ હોય છે. સર્વજ્ઞ કે અસર્વશ છદ્મસ્થ વ્યક્તિ પુદ્ગલ સાથે ભળીને ક્રિયા કરે અગર ક્રિયા થાય તો તે ક્રમિક જ હોય. પરંતુ જ્ઞાનમાં મહત્ત્વનો મોટો ભેદ એ છે કે સર્વજ્ઞ કેવળી ભગવંતનો ઉપયોગ અક્રમિક હોય છે ને વચનયોગ ક્રમિક હોય છે. જ્યારે અસર્વજ્ઞ છદ્મસ્થનો ઉપયોગ પણ ક્રમિક હોય છે અને વચનયોગ પણ ક્રમિક હોય છે. સર્વજ્ઞ હોય કે અસર્વજ્ઞ જે કોઇને પણ વચનયોગ છે તે, ભાષાવર્ગણાના પુદ્ગલ નૈમિત્તિક હોવાથી, ક્રમિક જ હોય 1 અસર્વજ્ઞ છદ્મસ્થનું જ્ઞાન, જ્ઞાનાવરણીયકર્મ સાપેક્ષ હોય છે અને જ્ઞાનાવરણીયકર્મ પુદ્ગલનું બનેલું છે. અને પુદ્ગલદ્રવ્યના સ્વસત્તાના ભાવો બધાં પોતાના હોવા છતાં પણ ક્રમથી હોય છે. અર્થાત્ યુગપદસમકાળ નથી હોતા. જ્યારે પુદ્ગલદ્રવ્યને છોડીને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તેમજ શુદ્ધ સ્વરૂપે જીવના-કેવળી ભગવતના, સિદ્ધ ભગવંતના સર્વ ભાવો અક્રમિક-યુગપદ-સમકાળ હોય છે. આ જ મોટો ફરક રૂપી અને રૂપી દ્રવ્યનો છે. જ્ઞાનાવરણીયકર્મ પુદગલનું બનેલું હોવાથી જ્ઞાનાવરણીય કર્મસાપેક્ષ જ્ઞાનને પણ પુદ્ગલદ્રવ્યની ક્રમિક અવસ્થા લાગુ પડે છે. તેથી જ મતિજ્ઞાનાદિ બાકીના ચાર ક્રમિક કાર્ય કરી શકે છે. આત્મા એટલે શું ? ‘હું', ‘મેં' અને ‘મારું' એ આત્મા છે. નામધારીપણું એ ‘હું' નહિ. ‘હું', ‘મેં' અને ‘મારું' એ ભાવ પણ છે અને વચનયોગ પણ છે. વિહરમાન સર્વજ્ઞ તીર્થંકર ભગવંત, કેવળજ્ઞાની ભગવંતને વચનયોગ હોય છે, પરંતુ તેઓ ભાવાતીત હોવાથી તેમને ભાવરૂપ ‘હું’, ‘મેં’ અને ‘મારું’ ન હોય. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ચાર મૂંગા જ્ઞાન છે-અવાચ્ય જ્ઞાન છે. માત્ર શ્રુતજ્ઞાન એ વાચિક જ્ઞાન છે. મતિજ્ઞાન એ વિચારજ્ઞાન છે. જ્યારે શ્રુતજ્ઞાન એ બોલશાન છે. બોલમાંથી અબોલ થવું જોઇએ. પરમતત્ત્વ-પરમાત્મતત્ત્વ વચનથી અગોચર છે-અનિર્વચનીય છે. કારણ કે વચન ક્રમિક છે, જ્યારે પરમાત્મતત્ત્વ-કેવળજ્ઞાન અક્રમિક છે. મનથી પણ તે અગોચર છે. ક્રમિકતત્ત્વ-સંસારી જીવ, અક્રમિક તત્ત્વ-પરમાત્મ તત્ત્વને સમજી શકે માટે ક્રમિક તત્ત્વે પોતાની ક્રમિકતાને સમજીને પોતાના એ ક્રમિકતત્ત્વનો અક્રમિકતત્ત્વ સાથે સંબંધ સ્થાપી W તે વચન દ્વારા વચનાતીતને પકડવાનો છે અને મન દ્વારા મનાતીતને અક્રમિક તત્ત્વની નિશ્રાએ સ્વયં અક્રમિક બનવાનું છે. પકડવાનો છે. મનને અને વચનને સત્ એવાં પરમાત્મ તત્ત્વ સાથે જોડીને મનોયોગ અને વચનયોગનો સદુપયોગ કરતાં કરતાં સ્વયં મનાતીત, વચનાતીત થવાનું છે. સ્વરૂપને વિચારવું. મનથી પરમાત્મતત્ત્વનું મનન, ચિંતન કરવું અને મન અને વચનથી સત્, વચનાતીત, મનાતીત એવાં પરમાત્મ વચનથી, વિચારથી પરમાત્મતત્ત્વની વિચારણા કરી અને એમના ગુણ-ગાન ગાવાં. જેથી કરીને સત્ તત્ત્વ સાથે અભેદ થવાય-સ્વયં સત્ બનાય અને સત્ તત્વનું વેદન-અનુભવન-આસ્વાદન લેવાય. પરમાત્મતત્ત્વ એ વેદવાની ચીજ છે-અનુભવવાની-આસ્વાદન લેવાની !

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148