Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
ત્રોટક છંદ
તદા ચિંતે ઈન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો, જિનજન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપયો; સુઘોષ આદે ઘંટનાદે ઘોષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મમહોત્સવે આવજો સુરગિરિવરે. ૧.
(અહીં ઘંટ વગાડવો)
ઢાળ
એમ સાંભળીજી સુરવર કોડી આવી મળે, જન્મ મહોત્સવજી કરવા મેરુ ઉપર ચલે, સોહમપતિજી બહુ પરિવારે આવીયા, માય-જિનનેજી વાંદી પ્રભુને વધાવીયા. ૧.
(અહીં પ્રભુને ચોખાથી વધાવવા)
તે વખતે ઇંદ્ર મનમાં વિચારે છે કે-ક્યા કારણે મારું સિંહાસન કંપ્યું ? અવધિજ્ઞાનથી જિનેશ્વરદેવનો જન્મ જાણી ઘણો હર્ષ પામે છે. હરિણગમેષી દેવ પાસે સુઘોષા આદિ ઘંટાના નાદથી દેવોમાં ઉદ્ઘોષણા કરાવે છે, કે- “સર્વ દેવ-દેવીઓ પ્રભુનો જન્મ-મહોત્સવ ક૨વા મેરુપર્વત પર આવજો.'’ ૧,
એ પ્રમાણે સાંભળી ક્રોડો દેવતાઓ એકઠા થાય છે અને જન્મમહોત્સવ કરવા મેરુપર્વત પર જાય છે. સૌધર્મેન્દ્ર ઘણા પરિવાર સાથે પૃથ્વીતળ પર આવી માતા અને જિનેશ્વરને વંદન કરી પ્રભુને વધાવે છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org