________________
૯૪
શહીદી એમને મંજૂર નહોતી. અંતે એમણે ઇંગ્લાંડ છોડ્યું. તે પેરિસ જઈ રહ્યા. એમના પત્રથી અંગ્રેજી હકૂમત એટલી બધી અકળાઈ - ગભરાઈ ઊઠી કે, ઇન્ડિયન સોશ્યોલોજિના ભારતમાં વેચાણ આયાત પર પ્રતિબંધ આવ્યો ! શ્યામજીની આ સફળતા મોટી હતી, તેમના જવમાન વ્યક્તિત્વને એ આપે એવી હતી.
એટલામાં બન્યું એવું કે ૧૯૯૩ની ૧લી જુલાઇએ “ઇન્ડિયા હાઉસ” સાથે સંબંધ ધરાવતા એક હિન્દી જુવાન મદનલાલ ધીંગરાએ હિન્દી કચેરીના અગ્રણી અંગ્રેજ કર્મચારી કર્નલ સર વિલિયમ કર્ઝન વાઇલીનું ખૂન કર્યું ! ધીંગરાએ ખરેખર, નૂતન ઇતિહાસનાં શ્રી ગણેશ માંડ્યાં ! બ્રિટિશ સામ્રાજ્યના સિંહની બોડમાં જ હાથ નાખી, ત્યાં જ એક સિંહને પૂરો કર્યો ! આ ખૂનના કાવતરાના યોજક તરીકે શ્યામજી પર અંગ્રેજની નજર પડી ! શ્યામજીએ ‘ટાઇમ્સ’ પર પત્ર લખી ધીંગરાની શહાદતને અંજલિ આપી, પણ પોતે એમાં સંબંધકાર નથી એવું પણ ભારપૂર્વક જણાવ્યું. ખુદ એમણે પોતે પીગરાના સ્મારકરૂપે ચાર નવી શિષ્યવૃત્તિઓ જાહેર કરી.
ધીંગરા પ્રકરણ અંગે અંગ્રેજ હકૂમતે કડક પગલાં ભર્યાં. તે વેળા શ્યામજી તો પેરિસમાં હતા, એટલે તેમને સરકાર કશું કરી શકે એમ નહતી, પરંતુ સોલોજિસ્ટ'ના બે અંગ્રેજ મુકોને રાજદ્રોહના ગુનાસર ચાર માસ અને એક વર્ષની સજા થઈ. ધીંગરાને ફાંસી થઈ, પણ સાથે સાથે ‘ઇન્ડિયા હાઉસ'ને માટે નવી જગ્યા મેળવવાનો પ્રયત્ન ન થયો તેથી એ દોષારોપણનો ટોપલો શ્યામની પર ઓઢાડવો. એના પ્રત્યાધાત પેરિસના હિંદીઓમાં પણ પડ્યા. શ્યામજીના વિચાર અને આચાર વિશે એમનામાં વિપરીત છાપ પડી.
આમ ૧૯૦૫થી ૧૯૧૦ સુધીની એમની પ્રવૃત્તિ અને કીર્તિએ લીલી - સૂકી, ઉદય - અસ્ત બંને જોયાં. ૧૯૧૦માં શ્યામજીએ હેમચન્દ્રદાસ અને ગણેશ સાવરકરનાં સેવાકાર્યની અંજલિરૂપે બે શિષ્યવૃત્તિઓ જાહેર કરી, એમ છતાં એમનાં કીર્તિનેજ ઓસરી ગયાં. ૧૯૧૦થી તો એમના પર ધૃષ્ણા-કટાક્ષ વેરાવાં માંડ્યાં. હવે એમની ઉંમર પણ વધતી હતી. એમને ૫૩ વર્ષ થયાં હતાં. એમ છતાં પેરિસથી ‘‘સોશ્યોલોજિસ્ટ’” દ્વારા એ ઉગ્ર પ્રચાર કરતા જ રહ્યા. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એમણે તરત જ પેરિસ છોડી જીનીવા વસવાનું શરૂ કર્યું. લડાઈ પૂરી થયા પછી સ્વીસ સરકારના દબાણને કારણે ‘સોશ્યોલોજિસ્ટ' બંધ કરવું પડ્યું.
વિશ્વયુદ્ધ પૂરું થયું. મિત્ર રાજ્યોના વિજ્યના સમાચારથી તેમને આઘાત વાગ્યો. જર્મનીનો પરાજય થતાં એમનું હૈયું ભાંગી ગયું. એમાં મિત્રદ્રોહ ભળ્યો. એ ઉત્તર જીવનમાં દુઃખી થઈ ગયા. છતાં ૧૯૨૦માં ‘સોશ્યોલોજિસ્ટ'નું પ્રકાશન પુનઃ શરૂ થયું. નિરાશાની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ૧૯૨૩માં એમને એ પત્ર હંમેશાં માટે બંધ કરવું પડતું. એ રાજકારણમાંથી વાનપ્રસ્થ થવાના નિમિત્તરૂપ હતું. પછી સાત વર્ષ એમણે જીનીવાના શેરબજારમાં ઉપલા કર્યાં કર્યા.
Jain Education International
પથપ્રદર્શક
કોણ જાણે કેમ એ બાળકો પ્રતિ અપાર ઉદારતા દાખવતા ! પોતાના જન્મદિને એ બાળકોને સોનાના સિક્કા આપતા ! કદાચ એમને બાળકો નહોતાં તેનું કોઈક મનોવ્યાપારી કારણ તો નહીં હોય ?
૧૯૩૦ના આરંભમાં એમની તબિયત બગડી. આંતરડાની મૂળ બિમારીએ ગંભીર સ્વરૂપ પકડ. આખરે ૧૯૩૦ના માર્ચની ૩૧મી તારીખે એમણે દેહ છોડ્યો. સેન્ટ જ્યોર્જના સ્મશાનમાં ગેમનો મૃતદેહનો અગ્નિસંસ્કાર થયો. ૧૯૩૦ના માર્ચની દાંડીકૂચ ચાલુ હતી ત્યારે બનેલો આ બનાવ તત્કાલીન ઉગ્ર આંદોલનમાં લુપ્ત થઈ ગયો. છાોંઓએ પણ એમના સ્વર્ગવાસની જોઈએ તેવી નોંધ ન લીધી ! એક માત્ર ભગતસિંહ ને તેના સાથીઓએ એમના મૃત્યુના સમાચાર સાંભળી અદાલતમાં ખુલ્લા દેખાવો કર્યા,
એમના અવસાન પછી ત્રણ વર્ષે એમનાં પત્ની ભાનુમતી પણ ગુજરી ગયાં. જ્યાં એ દંપતીનો અગ્નિસંસ્કાર થયો હતો ત્યાં એમની સ્મૃતિ સંપરતી તી મૂકવામાં આવી છે, જેના પર લખાણ છે.
: ૧૮૫૭
૧૯૩૦
શ્યામજી કૃષ્ણ વર્મા ભાનુમતી શ્યામજી વર્મા : ૧૮૬૨ - ૧૯૩૩
-
જે ભૂમિમાં શ્યામજી જન્મ્યા ને જે માટે એમણે જીવન અર્પણ કર્યું એ એમના યુગના પ્રથમ, શ્રેષ્ઠ કક્ષાના પંડિત અને રાજનીતિજ્ઞ હતા, ૧૯૦૫-૦૭ સુધી ઉદ્દામવાદના અદ્વિતીય નેતા હતા. ભારતીય વિદ્યાર્થી વૃન્દ્રના શૈક્ષણિક શ્રેષાર્થી અને દાનેશ્વરી હતા. એમના જેવા અગ્રીમ ભારત સપૂત ભલે ૧૯૩૦ના અરસામાં વીસરાયા હતા પરંતુ ઇન્દુલાલ યાજ્ઞિકે લખેલા એમના અંગ્રેજી જીવનચરિત્ર દ્વારા, ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના દ્વારા અને એમના સંખ્યાબંધ વૈવિધ્યપૂર્ણ લેખો દ્વારા એમણે સદાને માટે અમરસ્થાન પ્રાપ્ત કર્યું છે.
For Private & Personal Use Only
ઝવેરી મણિલાલ
મોહનલાલ
www.wwwwwwww
મુંબઈની કોંગ્રેસ હોસ્પિટલના સ્થાપક અને હોસ્પિટલને નિભાવવામાં તન, મન અને ધનથી અવિસ્મરણીય સેવા આપનાર આગેવાન આદર્શ કોંગ્રેસ કાર્ય કર..
પોતાના પિતા શ્રી મોહનલાલે કોંગ્રેસના ધવાયેલા કાર્યકરોની સારવાર માટે પ્રો હાઉસ” દાનમાં આપ્યું. તેમાં હોસ્પિટલની શરૂઆત ૮ દિવસમાં કરી તેના મંત્રી અને નગીનું કાર્ય કર્યુ.
www.jainelibrary.org