________________
પ્રતિભાઓ
કર્યા છે. એમની સફળતાના રહસ્ય અંગે પૂછતાં તેઓ નમ્રતાથી જણાવે છે કે ભાવનગરની ભાષાનો એક વિશિષ્ટ સંસ્કારી તેમ જ તળપદો ટોન એક અવાજ ‘નેટવર્ક’ની લેખનશૈલીમાં છુપાયેલો છે', જેનાં મૂળ દાણાપીઠમાં આવેલી સરકારી પૂર્વ પ્રાથમિક શાળામાં રહેલાં છે અને તેની શાખા-પ્રશાખા એ. વી. સ્કૂલ અને આલ્ફ્રેડ હાઇસ્કૂલના વર્ગખંડોમાં વિકસી છે. (બાય ધ વે, ગુણવંત છો. શાહ એક શિક્ષણમાંથી પત્રકારત્વમાં પ્રવેશેલા અને બીજા ગુણવંત છો. શાહ તે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાંથી પત્રકારત્વમાં પ્રવેશેલા. (બન્ને કલમકસબી, શબ્દોના શાહ સોદાગરો પણ અહીં જે ગુ. છો. ની વાત છે તે સ્ટેટ બેન્કવાળા, ભાવનગર મૂળના, ‘નેટવર્ક' ફેઈમ).
દિનકર જોષી
તાજેતરમાં એકી સાથે અગિયાર પુસ્તકોનું પ્રકાશન, વિમોચન કરનાર નવલકથાકાર વાર્તાકાર દિનકર જોશીએ આ પહેલાં પણ ગુજરાતી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરેલ છે. ગાંધીજીવિષયક નવલકથા ‘પ્રકાશનો પડછાયો' અને મહંમદઅલી ઝીણા પર લખાયેલ એમની નવલકથાઓએ વાચકોને નવી દૃષ્ટિ સંપડાવી. ઝીણી ઝીણી વિગતોને, ઇતિહાસને કઈ રીતે પ્રભાવિત કર્યો છે. એ તારવી બતાવ્યું છે. ગુજરાતી સાહિત્યને એમના તરફથી નવલકથા નિમિત્તે ‘કંકુના સૂરજ આથમ્યા' (૧૯૭૯), ‘૩૬ અપ-૩૬ ડાઉન' (૧૯૮૩), ‘સરનામા વિનાનું ઘર' ('૬૮), ‘અલ્પવિરામ' ('૯૧) ઉપરાંત અનેક નવલકથાઓ મળેલી છે. ‘કૃષ્ણવંદે જગતગુરુ’-અનુવાદ, ‘મારા વિદ્યાગુરુઓ’– ચરિત્ર તેમ જ વાર્તાસંગ્રહો ‘એક વહેલી સવારનું સપનું' ('૬૦), નામ બદલવાની રમત' ('૮૬), ‘સ્પર્શ' ('૮૮), અને માધવદર્શન નિમિત્તે મહાભારતમાં એક નજર' ‘આ તારક' ('૯૨) સંપાદનો ‘વેણીભાઈની વાર્તાઓ' અને ‘દિનકર જોશી’ની શ્રેષ્ઠ વાર્તાઓ મળેલ છે.
એમની સર્વશક્તિને ગુજરાતી સાહિત્ય પરિષદે અને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરેલ છે, તો રાજ્ય સરકારે પણ શ્યામ તમે એકવાર આવોને આંગણે’, ‘કાલે સૂરજને કહેજો’, ‘કુરૂસભા'ને પુરસ્કૃત કરેલ છે. વડોદરાનો પ્રતિષ્ઠિત ‘સંસ્કાર એવોર્ડ' પણ એમને એનાયત થયેલ છે.
ભડીભંડારિયા ખાતે જન્મેલ સર્જકશ્રી બેન્કવ્યવસાય સ્વીકારી મુંબઈ ખાતેથી સ્ટાફ ટ્રેઇનિંગ કોલેજ દેનાબેંકના પ્રિન્સિપાલ તરીકે સુદીર્ધ સેવા બાદ નિવૃત્ત થયેલ છે. એમના નામ અને કામથી ભાવનગરનું નામ રોશન કરનાર આ સર્જક
Jain Education International
603
અવારનવાર લેખનના કાર્ય સંબંધે ભાવનગર ટૂંકો નિવાસ કરી જાય છે.
કિરીટ ભટ્ટ
જાણીતા પત્રકાર અને કટોકટી દરમિયાન ફર્નાન્ડીઝની સાથે ડાયનેમાઇટ કેસમાં જેમનું નામ ગાજ્યું હતું તે કિરીટ ભટ્ટ (જન્મ તા. ૦૪-૧૨-૧૯૩૩) શિશુવિહાર વિસ્તારના અને દક્ષિણામૂર્તિ, ઘરશાળા, એમ. જે. કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થી. અભ્યાસકાળ પૂરો કરીને આરંભમાં રાજકોટ ખાતે એ. જી. ઓફિસમાં જોડાયા પણ સાથે જ ‘ફૂલછાબ’, ‘જયહિંદ’ વ. દૈનિકોમાં લખવાનું આરંભીને પત્રકારત્વ ખેડવા લાગ્યા અને પછીથી તરત મુંબઈ ખાતે, ‘જન્મભૂમિ'માં જોડાઈને વ્યવસ્થિત પત્રકાર બન્યા. ત્યારબાદ ‘ઇન્ડિયન એક્સપ્રેસ'માં જોડાયા.
ઈ.સ. ૧૯૬૮માં વડોદરા આવ્યા અને ૧૯૯૩સુધી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં કામ કર્યું. ૨૫ વર્ષની કામગીરી થઈ. છેલ્લે બ્યુરો ચીફ હતા. વચમાં અમદાવાદ, ભરૂચ વ. સ્થળોએ જવાનું બનેલું.
શ્રી કિરીટ ભટ્ટનું નામ ખૂબ પ્રચારમાં આવ્યું, સાતમા દાયકાની મધ્યમાં, જ્યારે તેમણે સિટિઝન્સ ફીડમ ચળવળ અંગેની કામગીરીમાં સક્રિય રસ લીધો. ‘કટોકટી' માં અન્ડર ગ્રાઉન્ડ રહીને પ્રતિકાર કર્યો. ૨૪ વ્યક્તિનું ગ્રુપ કાર્યરત હતું, જેમાં પ્રભુદાસ પટવારી, જ્યોર્જ ફર્નાન્ડીઝ, મૃણાલ ગોરે, વિક્રમ રાવ વ. હતા. આ ગાળામાં બરોડા ડાયનેમિક કેસમાં ફર્નાન્ડીઝની સાથે કિરીટ ભટ્ટની ધરપકડ થયેલી અને ૧૩ માસ જેલમાં પૂરી રાખવામાં આવેલા, જેમાં ૬ માસ વડોદરા જેલ અને ૭ માસ તિહાર જેલમાં રાખ્યા હતા. આ સમયે ફર્નાન્ડીઝ વ.ને જે ટોર્ચરિંગ કરવામાં આવેલું તેની કથાઓ ભયવાહ બની રહી હતી. કિરીટ ભટ્ટના પત્રકારત્વની ધાર આવી રહી હતી.
હાલ તેઓ પબ્લિક ફોર સિવિલ લિબર્ટીઝ (P.U.C.L.) ગુજરાત કક્ષાએ કાર્યકારી પ્રમુખ છે. વડોદરા ખાતે સક્રિય શાંતિ અભિયાનમાં સભ્ય છે. ‘મુવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસી’ પ્રવૃત્તિમાં સક્રિય છે. લોકશાહી ભાવના અને પ્રવૃત્તિની ચળવળ, ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ એમનાં પસંદગીનાં ક્ષેત્રો છે. નેશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલના સભ્ય છે. અરુંધતી રોય રચિત ધ ઝિંદાબાદ' ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. આ સિવાય ફ્રી લાન્સ જર્નાલિસ્ટ તરીકે દિવ્યભાસ્કર' વ. દૈનિકો અને નિરીક્ષક', ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ' જેવા સામયિકોમાં લેખો લખવામાં પ્રવૃત્ત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org