Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 823
________________ પ્રતિભાઓ મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરનો મહાગ્રંથ નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે. દીદી અભ્યાસનિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, અધ્યાત્મ, જ્યોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્ત્વ અને સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્યકલાઓ છે આ અને આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે એવું ગૌરવવંતુ છે. વિવિધ ભાષાઓની એમની જબરી જાણકારી છે. અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, મણિપુરની મૈતેયી, સહિતની ભાષાઓ પર દીદીએ પ્રભુત્વ મેળવેલ છે. જેઠવાઓની રાજધાની ‘ઘૂમલી’ ઉપર વિસ્તૃત સંશોધન ચલાવીને દીદીએ લખેલો ‘ઘૂમલી' પરનો શોધનબંધ ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતા અભ્યાસીઓ દ્વારા પ્રશંસા પામ્યો છે. આમ સવિતાદીદી આપણી કલા પરંપરાનું કીર્તિમંદિર છે. આંતરિક સૌંદર્યતા સ્વામિતી : નારીરત્ન સંતોકબા નાનજી કાલીદાસ મહેતા સૌરાષ્ટ્રના જામનગર સ્ટેટમાં વતુ, વેરાડી અને ફલકુ નદીના ત્રિવેણી સંગમ સમીપે ભાણવડમાં આજથી આશરે સત્તાણું વર્ષ પહેલાં ઇ.સ. ૧૯૦૪માં ચૈત્ર વદ બીજને દિવસે સંતોકબાનો જન્મ. નાનકડી ‘સંતી' બચપણથી જ સ્વભાવે લાગણશીલ અને સ્વમાની. પ્રભુભક્તિ પણ નાનપણથી. ઘરની બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર, ત્રિકમરાયજી પર અડગશ્રદ્ધા. આ ભક્તિ અને શ્રદ્ધાનાં બીજ ધીરે ધીરે અંકુરિત બનીને તેમના જીવનપથને સતત નવપલ્લવિત કરતાં રહ્યાં. એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલ, કમલનયન, નમણું નાક, પગની પાનીએ અડતા કેશ, આવી ચંપકવર્ણી સંતી ૧૬ વર્ષની ઉંમર થતાં થતાં તો કર્મયોગી એવા નાનજી કાલીદાસ મહેતા સાથે પ્રભુતામાં પગલાં માંડી સાસરવાસે આવી. સંતીના શુકનવંતાં પગલાંથી પતિ નાનજીભાઈનાં લક્ષ્મી-ઐશ્વર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ. હવે સંતી, ‘સંતી' મટીને સંતોક થઈ. આદર્શ ગૃહસ્થ જીવનના શ્રી ગણેશ થયા. પોતાના અસ્તિત્વને પતિમય કરનાર ભારતીય નારીના પ્રતીક સમી સંતોકે આફ્રિકાના જંગલોમાં પણ પોતાના વાણીવર્તનના વૈભવ થકી મંગલમય વાતાવરણ ખડું કર્યું. જેમ જેમ નાનજીભાઈના વ્યાપારિક સંબંધોના સંપર્કમાં આવવાનું થયું તેમ તેમ સંતોકબહેને પોતાના વ્યક્તિત્વનું ઘડતર અને વિકાસ જાતે જ કર્યા. સ્ત્રી ધારે તો શું ન કરી શકે ? તેનું ઉમદા ઉદાહરણ Jain Education International ૮૦૦ એટલે સંતોકબેન. વાંચી સમજી શકાય તેટલો અંગ્રેજીનો અભ્યાસ, સંગીતની સાધના, પાકશાસ્ત્રમાં નિપૂર્ણતા એટલું જ નહીં સંતોકબહેને બેડમીંટન જેવી રમતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંના રીતિ-રિવાજોમાં ફેરફાર કરવો એટલે ઘણી હિંમતનું કામ. પોરબંદરની લોહાણા જ્ઞાતિમાં સંતોક બહેન પહેલાં નારી કે જેમણે ઘૂમટો તાણવાના રિવાજમાંથી કુટુંબની સ્ત્રીઓને મુક્તિ અપાવી, સમાજમાં પણ તેનો હકારાત્મક પડઘો પડ્યો. આમ સમાજ સુધારણામાં પણ તેઓ અગ્રેસર હતાં. તેમના આવા સુધારણાના કાર્યોમાં પતિ નાનજીભાઈનો કૃતિશીલ ફાળો રહ્યો. ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત-સંયમનાં આગ્રહી એવાં સંતોકબહેન પોતાનાં બાળકોને પણ મક્કમતાપૂર્વક શિસ્તપાલન કરાવતાં. વેદ, ઉપનિષદ કે રામાયણ-મહાભારતની વાર્તાઓ કહી તેમનામાં સતત સંસ્કારોનું સિંચન કરતાં. કોઈપણ વાતની કમી ન હોવાં છતાંય બાળકોની ખોટી જીદને ક્યારેય પણ વશ ન થતાં. માટે જ આજે તેમનાં સંતાનો નિર્વ્યસની અને સદ્માર્ગે ચાલનારાં છે. અતિ શ્રીમંત હોવા છતાંય તેમનાં કપડાંની તેમજ જણસની પસંદગી હંમેશ સૌમ્ય, સાદી, કલાત્મક રહેતી. તેમની ઊઠવા બેસવાની શૈલીમાં ખાનદાની ઠસ્સો ઉભરાતો. સંતોકબહેનું આંતરિક સૌંદર્ય જ એટલું હતું કે તેમને બાહ્ય રૂપસજ્જાની જરૂર રહેતી નહીં. તેમના પાવિત્ર્ય, સતીત્વ તેમજ તેમની ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધાએ જ તેમના મુખારવિંદપર તેજસ્વિતા પાથરી હતી. આવા આંતરિક સૌંદર્યનાં સ્વામિની એવાં સંતોકબેન કાળક્રમે કુટુંબનાં-પરિવારનાં, આર્ય કન્યા ગુરુકૂળની બાળાઓનાં સ્નેહ-વત્સલ ‘સંતોકબા' બની રહ્યાં. આજીવન તેમની સ્નેહ વર્ષામાં સૌ કોઈને ભીંજવતાં રહ્યાં. અલ્પ અભ્યાસ હોવા છતાં લેખન પ્રત્યેની પોતાની મૌલિક દૃષ્ટિ વિકસાવીને સંતોકબાએ ધર્મ, સંસ્કૃતિ, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ આપણાં વ્રતો, તહેવારો અને ભજનોને સાંકળીને લખેલા સંગ્રહ ‘ભગવતી મહેર’ એ વિદ્વાનો અને સામાન્યજનની જબરી પ્રશંસા પ્રાપ્ત કરી છે. સંતોકબાએ તેમના જીવનમાં આપણાં શાસ્ત્રોએ બતાવેલ ગૃહસ્થો માટેના નિત્ય પંચયજ્ઞ કરતાં રહીને જીવનભરની સાધના અને આરાધના કરી છે. ગૃહસ્થના પંચયજ્ઞો એટલે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. નિત્ય સંધ્યાવંદન, ભજન, કીર્તન, વેદાધ્યયન કરતાં રહીને સંતોકબાએ બ્રહ્મયજ્ઞની ઉપાસના કરી છે. વડીલો પ્રત્યે પૂજ્યભાવ રાખીને પિતૃઓની સ્મૃતિમાં દાન વગેરે આપીને પિતૃયજ્ઞની ભાવનાને પૂર્ણ કરી છે. દેવતાઓનાં પૂજન અર્ચન કરીને દેવયજ્ઞને ચરિતાર્થ કર્યો છે. કૂતરા જેવા પશુઓ માટે રોટલો આપવો, કીડી જેવા નાના જીવો માટે કિડિયારું પૂરવું, મૂંગા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834