Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 758
________________ પથપ્રદર્શક ૦૪૨ પોતાનું નામ છપાયેલું જોવાની બાળવયની ઘેલછા તેમને મોહમ્મદ માંકડ સાથે સંયુક્ત લેખન તરફ લઈ ગઈ. બંને મિત્રોએ ઘણી નાની વયથી (૧૨ વર્ષની ઉંમરથી) વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. તેમની વાર્તાઓ અખંડઆનંદ, નવચેતન, ચાંદનીમાં પ્રગટ થઈ. તેમની સૌપ્રથમ ગ્રંથસ્થ રચના ૧૯૫૨ ની આસપાસ ‘સંસ્કારદાત્રી' નામે પ્રસિદ્ધ થયેલી. ચાર્લ્સ ડિકન્સ, બાલ્ઝાકનાં પુસ્તકો તેમજ સ્ટેમ્પાલનાં વિવેચનો તેઓ વાંચતા. તેની તેમના લખાણ ઉપર અસર છે. એવું તેઓ સ્વીકારે છે. ૧૯૫૦માં ફૂલછાબમાં તંત્રીપદે જોડાયા. '૫૦ થી '૬૨ સુધી તંત્રી રહ્યા. ત્યારબાદ અમદાવાદમાં હિન્દુસ્તાન ઓફિસજન કંપની શરૂ કરી. આ સાથે ૧૯૬૩ થી ૬૮ સુધી પ્રભાત, સંદેશ, ગુજરાત સમાચાર જેવા વિવિધ દૈનિકોમાં કામ કરતા રહ્યા. ૧૯૬૯ થી જનસત્તાની રાજકોટ આવૃત્તિમાં નિવાસી તંત્રી તરીકે જોડાયા. '૭૫-૭૬માં લોકમાન્ય દૈનિકના તંત્રી તરીકે પણ કામગીરી બજાવી. '૮૨ સુધી ગુજરાત સમાચારમાં કામ કર્યું. ત્યારબાદ ગુજરાત સરકારમાં માહિતી નિયામક તરીકે જોડાયા. ૧૯૮૩-૮૪ દરમ્યાન દેશના અન્ય જાણીતા દૈનિકો ‘રાંચી એકસપ્રેસ’ ‘પંજાબકેસરી’ ‘દેશબંધુ' વગેરેમાં ઘરેબાહિરે ના તેમના લેખો હિન્દી ભાષામાં અનુવાદિત થયા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ તેઓ રહી ચૂક્યા છે. સાહિત્યિક પત્રકારત્વ માટે તેમને ગુજરાત સરકાર તરફથી ૨૫,૦૦૦ રૂા.નું પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું છે. તા. ૧૨ માર્ચ, ૧૯૮૬ના રોજ “સમભાવ' દૈનિકનો પ્રારંભ કર્યો. દીકરાની સફળતાના સાથી મા ચતુરાબહેન માત્ર ત્રણ મહિના બાદ તા. ૧૫-૬-૧૯૮૬ના રોજ અવસાન પામ્યાં. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી તેમના નિબંધસંગ્રહ ‘જિંદગી ઝિંદાદિલીનું નામ છે' ને પારિતોષિક અપાયું છે. ૧૯૯૪૯૫ માં શ્રી ભૂપતભાઈને શ્રેષ્ઠનિબંધ લેખન માટે રૂ. ૨૫,૦૦૦ નો પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા અપાયો હતો. “સંદેશ” જનસત્તા, અભિયાન અને સમભાવમાં તેમનું કૉલમલેખન પહેલાંની જેમ જ નિયમિત છે. ભૂપતભાઈના લેખનનું રહસ્ય તેમના વાચન અને ચિંતનમાં છે. એમને પુસ્તકોની ખરીદીનું અને સાહિત્યના વાંચનનું વ્યસનની હદ સુધીનું વળગણ છે એમ એમના મિત્ર શ્રી દિગંત ઓઝા કહે છે. ભૂપતભાઈ કોઈપણ સ્થિતિ કે સંજોગોમાં તંગ થતા નથી અને હળવાશભર્યા રહી શકે છે એવું તેમની સાથે લાંબા સમય સુધી કામ કરનાર શ્રી રજનીભાઈ વ્યાસનું અવલોકન છે. સરળ ભાષા, સંસ્કારિતાની અસર અને લાગણીનું વિશ્વ સ્પષ્ટ નીપજે એવા વર્ણનોથી ભરપૂર ભૂપતભાઈનું લેખન અનેક નવોદિતોને એ પ્રકારનું લખાણ લખવા માટે પ્રેરિત કરે છે તો સાથોસાથ ભૂપતભાઈની ઈશ્વરશ્રદ્ધા અને જીવન વિષેની હકારાત્મકતા તેમની કોલમોને વધુ પ્રિય બનાવે છે. શ્રી ચીન મોદીના શબ્દોમાં કહીએ તો, ‘ભૂપતભાઈ વડોદરિયા એકમાત્ર એવા તંત્રી છે જેઓ પત્રકાર છે. એ કોઈની ગાદીએ આવીને તંત્રી બન્યા નથી, પણ પોતાની કલમના બળે તંત્રી બન્યા છે.' તેમના મિત્રોએ તેમને “પુસ્તક ખાઉ' માણસની ઉપમા આપી છે. તો કેટલાક મિત્રો એમ પણ કહે છે કે, “નવાં નવાં પુસ્તકો ભૂપતભાઈની રાતોને રંગીન બનાવે છે.” દિગંત ઓઝા પાણીના પ્રશ્ન પાણીદાર લડત આપનાર પત્રકાર દિગંત ઓઝાને ગુજરાતનું સાહિત્ય અને પત્રકારત્વ જગત સારામાં સારી રીતે ઓળખે છે. અંદાજે ચારેક દશક સુધી પત્રકારત્વમાં સક્રિય રહ્યા બાદ તેમણે પાણીના પ્રશ્ન જાગૃતિ લાવવા માટે સત્યજિત ટ્રસ્ટની રચના કરી છે અને “જલસેવા’ નામનું સામયિક પ્રકાશિત કરે છે. પત્રકાર અને સાહિત્યકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન તેમણે નવ નવલકથા, બે હાસ્યરસિક નવલકથા, નવ નાટકો, સાત માહિતી ગ્રંથો અને બે મુલાકાત ગ્રંથો પણ આપ્યા છે. કાશ્મીર અને પંજાબ આતંકવાદ અંગેના તેમનાં પુસ્તકો ઘણાં જાણીતાં છે. તેમણે પાકિસ્તાનના સમાજજીવનનાં નોખા નોખાં શબ્દચિત્રો પણ આલેખ્યાં છે. ‘માટીની ગંધ ભીનો સંબંધ’ મરાઠીમાં પહેલાં અને ગુજરાતીમાં પછી પ્રકાશિત થઈ હોય એવી નોખી ઘટના છે. ગુજરાતી દૈનિક લોકસત્તા–જનસત્તા (તત્કાલીન એક્સપ્રેસ જુથની માલિકીનું)ના તંત્રીપદે પણ તેઓ જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત આણંદના ગ્રામીણ દૈનિક “નયા પડકાર'ના તંત્રી પદે પણ તેઓ શરૂઆતના દિવસોથી તંત્રી તરીકે રહી ચૂક્યા છે. “સમભાવ' દૈનિકમાં પણ તેઓ સ્થાપક કાર્યકારી તંત્રી તરીકે કાર્યરત હતા. ‘ચિત્રલેખા’ અને ‘અભિયાન'ના રાજકીય સંપાદક તરીકે તેઓ દિલ્હીમાં પણ વસ્યા હતા. ગુજરાતી રેડિયો, ટેલીવિઝન અને ફિલ્મ ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર અને આગવી કામગીરી કરી છે. તેઓ ફિલ્મ નિર્માતા પણ રહી ચૂક્યા છે અને અનેક દસ્તાવેજી ચિત્રોનું દિગ્દર્શન અને નિર્માણ પણ તેમણે કર્યું છે. | Jain Education International ein Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834