Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 769
________________ પ્રતિભાઓ મૌલિક સર્જન ટૂંકીવાર્તા ‘મા’ ૧૯૫૬માં ‘સ્ત્રી જીવન'માં છપાઈ હતી. એક ટકો પ્રેરણા અને ૯૯ ટકા પરિશ્રમમાં માનનારા યશવન્ત મહેતાના માર્ગદર્શનમાં પત્રકારત્વનું શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓની અનેક પેઢી પસાર થઈ ગઈ છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેમણે પત્રકારત્વના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું છે. અને વિદ્યાર્થીઓને કામ શોધવામાં મદદ પણ કરી છે. ખભે નેપકીન નાંખેલા આ પરોપકારી દાદાને નવી ઉભરતી પત્રકારોની પેઢી અત્યંત આદર સાથે સ્મરે છે. અત્યાર સુધીમાં તેમને બે રાષ્ટ્રીય, પાંચ રાજ્ય સરકારના, એક પરિષદનું એક સંસ્કાર પરિવારનું અને અનેક ગણનાપાત્ર સન્માન મળી ચૂક્યાં છે. જયવદન પટેલ પત્રકાર જયવદન પટેલને ગુજરાતના ખૂણે ખૂણે યુવાન હૈયાં સારામાં સારી રીતે જાણે છે. જેમ જેમ તેમનો વાચક વર્ગ ઉંમર અને પરિપકવ થતો જાય એમ સતત મુગ્ધ વાચકો તેમને મળતા જાય છે. પ્રસિદ્ધ પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર તરીકે જાણીતા થયેલ જયવદનભાઈનાં ૨૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સેવકરામ નામથી પત્રકારત્વ સાહિત્ય જગતમાં તેમણે પોતાની પ્રતિબદ્ધતા સિદ્ધ કરી હતી. ૧૯૫૨માં ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા ત્યારથી માંડીને એક–બે વાર સંદેશ--ગુજરાતમાં આવન-જાવન કર્યા બાદ જીવ્યા ત્યાં લગી સતત ‘ઝાકળ−ઝંઝા’ નામની કૉલમથી લેખનકાર્ય ચાલુ રાખ્યું. શાયર શેખાદમ આબુવાલાએ તેમના માટે એકવાર લખ્યું હતું કે, ‘જયવદન શરમાળ છોકરી જેવો છે. આંસુની શાહીમાં કલમ બોળીને એ લખે છે.’ ૧ લી માર્ચ ૧૯૨૫ના રોજ સલારપુર (સાબરકાંઠા)માં જન્મેલા લાગલગાટ–૪૫ થી વધુ વર્ષ સુધી પત્રકારત્વમાં કાર્યરત રહેનાર જયવદનભાઈએ ૨૦ થી વધુ પુસ્તકો આપણને આપ્યાં છે. ‘સ્રી' અને ‘શ્રી' સાપ્તાહિકના સંપાદક તરીકે બંને મહિલા સામયિકોને કોઈ પુરુષ પત્રકારે ઓપ આપ્યો હોય અને વિકસાવ્યાં હોય એવી આ વિરલ ઘટના છે. તેમના પુત્ર પારિજાત પટેલ પણ હવે આજ પ્રકારે લેખન કાર્ય કરી રહ્યાં છે. sì. મીનાક્ષી ઠાકર ૧૯૮૨ થી ‘યોજના'ના તંત્રી તરીકે એકધારી કામગીરી કરી રહેલાં મિનાક્ષી બહેને ગુજરાતી પત્રકારત્વ, ઉદ્ઘોષણા, Jain Education International ૦૫૩ નિબંધ લેખન, પ્રવાસવર્ણન, કાવ્યલેખન એમ વિવિધ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. તેમનો જન્મ ૧૫-૧૧-૧૯૪૯માં પાલનપુરબનાસકાંઠામાં એમ.એ., પી.એચ.ડી. અને એલ.એલ.બી. સુધીનું શિક્ષણ અને અનેક પુસ્તકોએ તેમને આગવાં સાક્ષરની કક્ષામાં મૂક્યાં છે. તેમના જાણીતા પ્રકાશનોમાં, ગ્રેટ ઇન્સ્ટિટ્યુટ્સ, સુરભિ, ગુજરાતનાં તીર્થસ્થાનો, આપણા કેળવણીકારો, ઉદ્ઘોષણા–એક કળા-મેઘધનુષ, બાળખજાનો, વિજ્ઞાનની પાંખે, ભારતની ગરિમા છે. નૃવંશશાસ્ત્ર અને પ્રત્યાયનને સાંકળીને તેમણે કરેલું કામ પણ નોંધનીય છે. અમદાવાદ તેમનું કાર્યક્ષેત્ર બન્યું તે અગાઉ કવિયત્રી, એથલેટ અને પ્રામાણિક વિદ્યાર્થિની તરીકે તેઓ ભાવનગરશામળદાસ કૉલેજમાં પણ એટલાં જ જાણીતાં. અમદાવાદ આવી આકાશવાણી પર નોકરી. બહેરાં-મૂંગા, અંધ વિદ્યાર્થીઓ માટે કેસેટ બનાવી, પત્રકારત્વમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવી ગુજરાત સમાચાર સુવર્ણચંદ્રક મેળવવો, એવાં બહુવિધ કામ (તેમને અંતરથી સંતોષ આપનારાં) થતાં રહ્યાં. તેમના અવાજનો જાદુ સરહદેથી સૈનિકોને રેડિયો સ્ટેશન સુધી ખેંચી લાવ્યો-તે સૌથી મહત્ત્વની રસપ્રદ ઘટના. રાધેશ્યામ શર્મા રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાના અનેક એવોર્ડ્ઝ ઉપરાંત અનેક ક્રિટીક્સ એવોર્ડ ‘સંધાન’, શ્રી ધનજી કાનજી ગાંધી એવોર્ડ, પ્રા. અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, શ્રી અશોક હર્ષ, એવોર્ડ અને કવિલોક એવોર્ડ જેમને મળી ચૂક્યા છે અને સૌથી મોટો વાચકો, સાહિત્યકાર મિત્રોના સહૃદયી બની રહેવાનો આજન્મ એવોર્ડ જેમને મળ્યો છે તેવા શ્રી રાધેશ્યામ શર્મા ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં પોતાનું અચળ સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. તેમનો જન્મ ૫-૧-૧૯૩૬ના રોજ વાલોલ મુકામે થયો. રૂપાલના વતની રાધેશ્યામ શર્માએ બી.એ. (ઓનર્સ) સુધીનો અભ્યાસ કર્યા બાદ થોડો સમય નોકરી કરી પણ પછી તે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકારી વિપુલ લેખન આરંભ્યું. ‘ફેરો’ નવલકથાથી ખ્યાતિપ્રાપ્ત કરનાર લેખકના અત્યાર સુધીમાં ૩૦ થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સાહિત્યના વિપુલ પ્રકારો જેવાં કે, કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, સંપાદન, નિબંધ, અનુવાદ, ઝેનકથાલેખન, જેવાં વિભાગોમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834