Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 780
________________ ૪ લડાઈમાં સરકારી એલિફિન્સ્ટન કોલેજ છોડી. લડતમાં સક્રિય રહી ૧૯૪૩ની ૨૬મી જાન્યુઆરીએ ધરપકડ વહોરી લીધીસ્વતંત્રતાની પ્રતિજ્ઞાનું વાંચન કરીને ટાટા ઇન્સ્ટીટ્યુટ ઑફ સોશ્યલ સાયન્સિસમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ૧૯૪૮-૪૯માં નોકરી કરી. ૧૯૪૯-૫૦ દરમ્યાન કરસનદાસ માણેક સંપાદિત ‘સારથિ' સાપ્તાહિકમાં સહતંત્રી, ૧૯૫૪માં શરૂ કરેલ કરસનદાસ માણેકનાં ‘નચિકેતા’ માસિકમાં સહતંત્રી, કરસનદાસ માણેક સંસ્થાપિત શ્રી કીર્તન કેન્દ્રમાં સ્થાપક ટ્રસ્ટી, હાલ અધ્યક્ષ. સુરેશ જોષી સંસ્થાપિત ક્ષિતિજ સંશોધન, પ્રકાશન કેન્દ્રમાં સ્થાપક ટ્રસ્ટી, ૧૯૮૬ સુધી-સમાજવાદી અંગ્રેજી સાપ્તાહિક ‘જનતા’ અને લોહિયા લાઈબ્રેરી પ્રકાશનમાં સંપાદક મંડળમાં રહી ચૂક્યા છે. હિન્દી પત્રકાર ‘ગણેશ મંત્રીએ સ્થાપેલ સમતાકેન્દ્રનાં સ્થાપક ટ્રસ્ટી, સમાજાદી આંદોલનમાં ૧૯૪૭ ઓગષ્ટથી ૧૯૭૭ સુધી સક્રિય. એ દરમ્યાન પણ બે વાર ધરપકડ ભોગવવાનું આવેલું. ૧૯૭૫ ની કટોકટી વિરુદ્ધનાં આંદોલનમાં સક્રિય. ભૂગર્ભમાં રહેવું પડેલું. વર્ષો સુધી ગુજરાતી દૈનિકો જન્મભૂમિ, લોકસત્તા, જનસત્તામાં રાજકીય સમીક્ષાની સાપ્તાહિક કટારો લખી, જે માટે શેખાદમ આબુવાલા ટ્રસ્ટના પ્રથમ વર્ષનો શ્રેષ્ઠ કટારલેખક એવોર્ડ અને ગુજરાત સરકારનો પણ શ્રેષ્ઠ ‘કટાર લેખક' એવોર્ડ મળ્યો છે. ગાંધી સ્મારક નિધિ, મુંબઈના વર્તમાન ટ્રસ્ટી છે. અને મણીભવન ગાંધી સંગ્રહાલય દ્વારા તૈયાર થઈ રહેલ અંગ્રેજી લેખસંગ્રહ Aspects of Gandhian thought' ના સંપાદક. ‘રામમનોહર લોહિયા' અને ‘સાને ગુરુજી’ વિશે પરિચય પુસ્તિકા લખી છે. કુશળ સંપાદિકા મંજુબેન ઝવેરી મંજુબેન હિમ્મત ઝવેરીનો જન્મ ૩૦ જાન્યુઆરી ૧૯૨૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૪૭ એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. કર્યુ છે. અને મુંબઈ લાઈબ્રેરી એસોસિએશનનો લાઈબ્રેરીઅનશીપનો કોર્સ કર્યો છે. મંજુબેન સ્વભાવે ક્રાંતિવીર રહ્યાં છે. ૧૯૪૨માં ‘ભારત છોડો' લડતમાં સક્રિય ભાગ લીધો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૪૩ના રોજ અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરીને આર્થર રોડ જેલમાં કેદ કર્યાં હતાં. ટ્રોમ્સ્કી અને સમાજવાદી આંદોલનમાં ૧૯૪૮ સુધી સક્રિય ભાગ લીધો હતો. Jain Education International પથપ્રદર્શક ફાર્બસ ગુજરાતી સભામાં સહાયક મંત્રી તરીકે ૧૯૬૧ થી ૧૯૬૪ સેવા આપી. ૧૯૭૦ થી અત્યાર સુધી ‘ફાર્બસ ત્રૈમાસિક',નાં સંપાદક તરીકે કામગીરી બજાવી રહ્યાં છે. તેમના સંપાદકીય લેખો વિચારપ્રધાન હોય છે અને વિદ્વાનોએ તથા વિવેચકોએ તેમના સંપાદકીય લેખો વખાણ્યા છે. તેમના સંપાદકીય લેખોના બે સંગ્રહો નીરખને' અને ‘પ્રતિસાદ’ પ્રગટ થયા છે. ફાર્બસ ત્રૈમાસિકને પોતાની સૂઝ અને સમજથી વિકસાવ્યું છે. ૭૮ વર્ષે પણ એટલાં જ સક્રિય છે. વિનીત ચન્દ્રકાન્ત શુકલ જન્મ તા. ૨૮-૧૨-૧૯૫૨ એમ.એ. (અંગ્રેજી-ગુજરાતી), જન્મભૂમિ (તંત્રી વિભાગ-૧૯૯૩ થી-) (વર્તમાન જવાબદારી ચીફ સબ એડિટર), ખાસ રસનાં વિષય : પત્રકારત્વ, કળા-સાહિત્ય લેખન : નાટક : (૧) મોનજી રૂદર (સ્વામી આનંદ કૃત, ચરિત્ર કથનનું નાટ્યરૂપ) (૨) મરીઝ (અમર શાયર મરીઝના જીવન પર આધારિત નાટક) (૩) દેશ-વિદેશના શ્રેષ્ઠ વાર્તાકારોની ૭૦ જેટલી નવલિકાનો ગુજરાતીમાં અનુવાદ (૪) સિને અભિનેત્રી રેખાના જીવન વિષેના મોહનદીપ લિખિત પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘રેખા ઓ રેખા’. (૫) વિવિધ વિષય અને વ્યક્તિ વિષેના અનેક પ્રાસંગિક લેખ. (૬) ‘કારવાં કારવાં’ વાર્તા સંગ્રહમાં મૌલિક વાર્તા ‘ચોકલેટ' સમાવિષ્ટ. (સંપાદક : સંદીપ ભાટિયા) (૭) ‘દીકરી’ એટલે ‘દીકરી' ગ્રંથમાં દીકરીઓ વિશેનો લેખ (સંપાદક : પ્રા. કાંતિ પટેલ) રંગભૂમિ : (૧) ગુજરાતી વ્યાવસાયિક રંગભૂમિ પર દસેક નાટકમાં અભિનય તથા ત્રણ નાટકમાં સહાયક દિગ્દર્શન. (૨) થોડાં રેડિયો અને ટેલિવિઝન નાટકમાં ભૂમિકા. દસ્તાવેજી ફિલ્મ : ગુજરાતના મહાકવિ નર્મદ વિષેની દસ્તાવેજી ફિલ્મમાં નર્મદની ભૂમિકા. પ્રસારણ : ઑસ્ટ્રેલિયાના એક રેડિયો સ્ટેશન માટે દર પખવાડિયે ગુજરાતીમાં સમાચારોનું સંકલન પોતીકા અવાજમાં ૨૦૦૧-૨૦૦૨ દરમિયાન. કુટુંબ : પત્ની-દક્ષા, દીકરીઓ-વૈશાખી, મૈત્રેયી. કિશોર સી. પારેખ કિશોર છોટાલાલ પારેખ (જન્મ તા. ૨૧-૬-૧૯૩૬) વર્ષોથી મુંબઈમાં વસ્યા છે અને લેખનપ્રવૃત્તિ કરતા રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834