Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 809
________________ ૦૯૩ પ્રતિભાઓ મુંબઈમાં અને બસ અહીં તો ઓફીસની અંદર રહેલ નાનું સેવાબીજ ફૂલીફાલીને વટવૃક્ષ બની ગયું છે એના આંતરિક તેમજ બાહ્ય આનંદની સંતોષકારક ભીની લાગણીથી અત્યારે એટલા જ સક્રિય રીતે સમય પસાર કરી રહ્યા છે.. મહિલા મંડળ અંધેરીની સ્થાપના ૧૯૩૨માં થઈ હતી. ખુબ જ નાના પાયા પર પણ કર્તવ્યનિષ્ઠ વ્હેનોના ઉત્સાહ સાથે...એ મંડળમાં મધુબેન અંધેરીમાં જ સ્થાયી હતાં એટલે મેમ્બર થયાં અને તુરત જ એકવર્ષ બાદ સેક્રેટરીનો હોદ્દો સંભાળી લીધો. જે ૩૦ વર્ષ સુધી સંપૂર્ણ પૂરેપૂરી કાર્યવાહી સાથે નિભાવ્યો અને ત્યારથી આજ સુધી પ્રેસીડેન્ટ છે. એમનાં આવકાર્ય કાર્યો : સંસ્થાની પોતાની જગ્યા બનાવી લગભગ ૮૦૦ ચો.ફૂટનો ફ્લેટ છે. દરેક જાતની આધુનિક સગવડતા સાથે. અને એક કલાક પણ ખાલી નથી પડતો એટલા ક્લાસીસ ચાલે છે. અત્યારે જેમાં ખૂબ જ બહેનોને મદદરૂપ થવાના ધ્યેય સાથે જ રાહત દરે જ થોડું rent લેવાય છે. અનેક બહેનો પગભર થઈ ગઈ છે અને થઈ રહી છે. ઇલ પર ઠંડાપાણીની પરબ ચાલે છે. ૨૪ કલાક-તેમજ છાશ કેન્દ્ર પણ અવિરત ચાલે છે. મુસાફરોને ખૂબ જ ઠંડક રહે છે. ત્યાંના ચોકનું નામ “મહિલા મંડળ અંધેરી ચોક” રાખવાનું કામ પણ એમણે જ કર્યું છે. લલ્લુભાઈ પાર્કમાં ૧૨ બેન્ચીઝ મૂકાવ્યા છે અને નાનાં મોટાં ડોનેશન દર વર્ષે લઈ આવે છે. ફી સિલાઈક્લાસ ચાલે-ફી હોમિયોપથિક દવાખાનું-ફી એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ તો છે જ. સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે મંડળમાં જેનો બધો જ યશ મધુબેનને જાય છે. ઘરમાં પણ પતિની સેવા એટલી જ કરી. દિકરાવહુને તેમજ પૌત્રપૌત્રીને પણ પોતાના પાલવમાં પ્રેમથી સ્થાન આપી પાઠક કુટુંબમાં પણ ગૌરવભર્યું સ્થાન પામ્યા છે અને અંધેરીની જરૂરી–ગરીબ વ્હેનોના તો “મા” બની રહ્યાં છે અને છેલ્લે અન્નદાનના મોટા પ્રોજેક્ટ હાથ ધર્યા છે. અને કહે છે આ મારા કમિટિ મેમ્બર્સ વ્હેનોના અથાગઅખંડ સાથ સહકાર વગર હું કંઈ જ ના કરી શકી હોત. ખૂબ સુંદર કાર્ય કરતા રહો અને દિર્ધાયુ હો. સર્વશ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિનું વિશ્વને એક મૌલિક પ્રદાન છે મંદિરો : આ મંદિરો જીવનની શુષ્કતાને ખંખેરીને : જીવનને રસસભર કરે છે, સૂકી-વૈરાન જિંદગીમાં સજીવ સૌંદર્ય બક્ષતી એ અમૂલ્ય જડીબુટ્ટી છે. તેથી જ કોઈપણ યુગના માણસ છે ! માટે મંદિરો અનિવાર્ય રહેશે. પ. મ. દેવાસાગજી મ. E - , dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834