Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 815
________________ પ્રતિભાઓ તેઓને પણ આ પરિચય પુસ્તિકા દ્વારા તે વિષયોનું જ્ઞાન ઘરખૂણે સંચિત મધની જેમ સરળતાથી મળી રહે છે.” | ગુજરાતની આ ઉપરાંત જાણીતી અનેક પ્રકાશન સંસ્થાઓ છે. તેમના વિશે લખી શકાયું નથી. તે લેખકની મર્યાદા છે. ગુજરાતની પ્રકાશન પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક વિકાસમાં તેમનું ખસૂસ વિશાળ–બહુમૂલ્ય પ્રદાન છે જ. ફરી ક્યારેક તક મળે તે સૌ અંગે લખી ગુજરાતી જન સુધી પ્રકાશન પ્રવૃત્તિની વાત પહોંચાડવી છે. ગૂજરાત વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ | ગુજરાત રાજ્યના ગુજરાતી-બિનગુજરાતી સૌનાં શિક્ષણ અને વાચન-વિકાસમાં ગુજરાત વિદ્યાપીઠનું પાયાનું યોગદાન છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ સુધી ગુજરાત વિદ્યાપીઠ શિક્ષણસહાયક પુસ્તકો તથા ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને થયેલાં કાર્યો તથા શોધ-સંશોધનોને પ્રકાશિત કરે છે. ગૂજરાત વિદ્યાપીઠનું સૌપ્રથમ પુસ્તક “ચાલણગાડી' નામે ૧૯૨૨માં પ્રકાશિત થયું. ૧૯૪૮થી તેની રિપ્રિન્ટ થવા માંડી હતી. | ગુજરાતની જનતા પાસે પોતાનો અધિકૃત જોડણીકોશ હતો જ નહીં. ગાંધીજી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત પ્રયાસથી આજે ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ' ગુજરાતી ભાષાનો સર્વસ્વીકૃત-અધીકૃત જોડણીકોશ છે. આ કોશ ૧૯૨૯માં સૌ પ્રથમવાર પ્રકાશિત થયો. ૧૯૩૧માં ૨૧00 નકલ સાથે પ્રથમ આવૃત્તિ થઈ. ૧૯૩૭માં ૫૦,000 નકલ, ૧૯૪૯માં ૧૦,000 નકલ, ૧૯૬૭માં ૨૫,000 નકલ થઈ. ત્યારપછી ચાર વખત ૨૫,૦૦૦ નકલની રિપ્રિન્ટ થઈ. હાલમાં તેમાં નવા શબ્દો ઉમેરવાનું કામ ચાલુ છે અને ૧૨૫ પાનાંની પુરવણી થોડા સમયમાં જ પ્રકાશિત થનાર છે. તદૂઉપરાંત ગુજરાતી-હિન્દીકોશ, હિન્દી-ગુજરાતીકોશ, સંસ્કૃત ગુજરાતી કોશ, હિન્દુસ્તાની શબ્દકોશ બહાર પાડવામાં આવ્યા. સાથોસાથ અનેક ખિસ્સાકોશ તો ખરા જ. જુદી જુદી ૩૬ પ્રકાશન શ્રેણીઓ અંતર્ગત ૬૧૫ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. વિદ્યાપીઠના ઉદ્દેશોને અનુરૂપ પુસ્તકો, શોધ-સંશોધન માં પુસ્તકો-સામાજિક વિજ્ઞાનનાં પુસ્તકો પણ કયૂટર વિજ્ઞાન પણ વિદ્યાપીઠ પ્રકાશિત કર્યા છે. રાષ્ટ્રભાષા પ્રચાર-પ્રસાર ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાંનું છ૯૯ એક મહત્ત્વનું ધ્યેય છે. હિન્દીભવન, હિન્દી પ્રચાર સમિતિનાં તમામ ૩૦ પાઠ્યપુસ્તકોનું પ્રકાશન ગૂજરાત વિદ્યાપીઠ કરે છે. વર્ષે અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓ હિન્દીની વિવિધ પરીક્ષાઓમાં બેસે છે. નહીં નફો, નહીં નુકશાનના ધોરણે ચાલતી આ પ્રકાશન પ્રવૃત્તિથી ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ હિન્દીની વિવિધ પરીક્ષાઓ આપે છે. ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના નામથી શરૂ થયેલી ગૂજરાત વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ વિદ્યાપીઠ પ્રકાશન મંદિર'ના નામે અવિરત ચાલુ છે. ૧૯૬૩થી ચાલુ થયેલું ‘વિદ્યાપીઠ' સામાયિક તેના ૪૦ વર્ષ પૂરાં કરી ચૂક્યું છે. વિદ્યાપીઠનું પ્રકાશન એ સ્વયં કોઈપણ સર્જક, લેખક, સંપાદક અને વાચકો માટે પ્રતિબદ્ધતા, વિશ્વસનીયતા અને અધિકૃતતાની મહોર છે. આ આલેખમાં લોકમિલાપ, રંગદ્વાર, સાધના, અરિહંત, કુસુમ જેવા હજુ અનેક પ્રકાશકોને સમાવી શક્યા નથી. હાલમાં ગુજરાતી પ્રકાશક મંડળ સક્રિય થયું છે અને પરસ્પરના હિતને જાળવીને ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિને આગળ વધારવાના વિવિધ ઉપાયો અંગે તેઓ વિચારી રહ્યા છે. નવયુગ બુક ડીપો, બાલા હનુમાન, અમદાવાદના શ્રી વિપ્લવભાઈ પુજારા’ ગુજરાતી પ્રકાશક મંડળની પ્રવૃત્તિને સંભાળી રહ્યા છે. શંભુભાઈ અને ગોવિંદભાઈ [શબ્દયાત્રાની શાશ્વત સુગંધ] કચ્છવાગડના ગામ ફતેહગઢના મૂળ રહેવાસી બે ભાઈઓ શંભુભાઈ અને ગોવિંદભાઈ વ્યવસાયની શોધમાં અમદાવાદ આવ્યા હતા. વ્યવસાય માટે આવશ્યક મૂડીના અભાવે તેમણે સાહિત્યના વેચાણનો વગરમૂડીનો વ્યવસાય પ્રારંભ્યો. એ વખતે, ૧૯૨૭માં મોરબી પાસે ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની શતાબ્દી પ્રસંગે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ‘ઝંડાધારી’ નામનું ખાસ પુસ્તક લખ્યું અને સૌરાષ્ટ્ર કાર્યાલયે તે પ્રગટ કર્યું. ગોવિંદભાઈ એ પુસ્તકની તથા અન્ય પુસ્તકોની કેટલીય નકલો લઈને વેચવા માટે ટંકારા ગયા. આ પ્રસંગે પરસ્પર વિપરીત પ્રકારની બે ઘટનાઓ બની. ટંકારામાં પુસ્તકોનું ખૂબ જ સારું વેચાણ થયું, પરંતુ ટ્રેનમાં પાછા વળતાં કોઈ ખિસ્સાકાતરુ પોતાનો સુંવાળો હાથ ફેરવી ગયો અને ગોવિંદભાઈનો વકરો અને નફો બધુંય સેરવી ગયો! આવો પ્રસંગ બને ત્યારે માણસ એના મૂળભૂત ચારિત્ર્ય મુજબ વર્તતો હોય છે. ગોવિંદભાઈ ભીરુ હોત તો એમણે કમાણી Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834