Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 817
________________ પ્રતિભાઓ ૮૦૧ ‘મહાભારત' જેવાં મોટાં મોટાં ગ્રંથો પાછળ એમને ખૂબ મોટી રકમનું રોકાણ પણ થતું. એ દિવસોમાં ૨૨ લાખનું રોકાણ કરીને તેમણે કામની શરૂઆત કરેલી. તેમણે “સમગ્ર હરીન્દ્ર દવે', ગુજરાતના સારસ્વતો', ‘દ્વાદશ જ્યોતિર્લીગ' જેવાં જાણીતા સંધર્મગ્રંથો પણ આપ્યા છે. પ્રકાશન વ્યવસાયમાં પડ્યા પછી અન્ય પ્રકાશકો સાથે ઘરોબો રાખીને અલગ પ્રકારનું પ્રકાશનકાર્ય કરનાર પ્રવીણ પ્રકાશન ગુજરાતનાં મોખરાના પ્રકાશકોમાં સ્થાન પામ્યું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતની ઉત્તમપ્રકાશન સંસ્થાઓ જેણે સર્વોત્તમ ગ્રંથરત્નોને પ્રકાશિત કરીને સાહિત્ય દ્વારા સમાજનું સંસ્કાર ઘડતર કર્યું હોય તેની સૂચિ તૈયાર કરવામાં આવે તો રાજકોટની પ્રવીણ પ્રકાશન સંસ્થાને પ્રથમ હરોળમાં મૂકી શકાય તેવું તેનું મહામૂલું પ્રદાન છે. (પુરવણી પરિચયો ભાગવતકથાકાર રસિકભાઈ એસ. વ્યાસ પથિક ભાવનગર જિલ્લાના મોરચંદ ગામના વતની એવા રસિકભાઈ શિવશંકર વ્યાસ ‘પથિક'નો જન્મ તા. ૨૦ જુલાઈ, ૧૯૪૨ના રોજ થયો હતો. હાલ ત્રેસઠ વર્ષની ઉંમરે પણ તેઓ સતત પ્રવૃત્તિશીલ રહે છે. ૩૯ વર્ષની શિક્ષક તરીકેની ઉજ્જવળ કારકિર્દી પછી નિવૃત્ત થયેલા રસિકભાઈ સાહિત્યમાં રસ ધરાવે છે. વિવિધ સામયિકોમાં તેમનાં રચેલાં કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ વગેરે પ્રકાશિત થતાં રહે છે. હાલ નિવૃત્ત જીવનમાં ધાર્મિક ગ્રંથોમાં વિશેષ રુચિ છે. પથિક પરિવાર સાહિત્યમંડળનો અનુભવ છે. તેઓ એક અચ્છા ભાગવતકથાકાર પણ છે અને સારી લોકચાહના ધરાવે છે. ભાગવતકથાકાર પ્રમુખ તરીકે સેવા આપે છે. ગુરુકૃપા સેવા ટ્રસ્ટ, શ્રીનાથજીનગર, ભાવનગરના સંયોજક છે. તેઓ એક અચ્છા કવિ અને લેખક છે. ગુજરાતનાં વિવિધ સામયિકોમાં એમનું વૈવિધ્યસભર સાહિત્ય અવારનવાર પ્રકાશિત થતું રહે છે. તેઓ સાચા સાહિત્યપ્રેમી છે. લોકોને ઘેલું લગાડનાર એવા ભાગવતકથાકાર છે, તેમ જ બ્રહ્મસમાજના સક્રિય કાર્યકર છે. બ્રહ્મસમાજ એમના માટે સમ્માનની લાગણી ધરાવે છે. હાલ ચોસઠ વર્ષની ઉંમરે એક યુવાનને છાજે એવું પ્રવૃત્તિમય જીવન ગાળી રહ્યા છે. - નમ્ર અને સેવાભાવી ડો. મોહનભાઈ પ્ર. ભટ્ટ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પોગામના વતની ડૉ. મોહનભાઈ પ્ર. ભટ્ટનો જન્મ તા. ૧૯-૪-૧૯૪૦ના રોજ પાલિતાણામાં પ્રશ્નોરા નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનો વૈદકશાસ્ત્રનો વારસો મોહનભાઈએ સાચવ્યો છે. ગુજરાત રાજયનો “આયુર્વેદપ્રવીણ'નો ડિપ્લોમા ૧૯૬૩માં પ્રાપ્ત કરી વૈદ્ય તરીકે નોકરી સ્વીકારી, સાથે સાથે જામનગર મુકામે ૧૯૬૬માં આયુર્વેદની ઉચ્ચ પદવી એચ.પી.એ. મેળવી, પિથલપુર, કુંભણ, ગાંભાઈ, ગોરલ, ગૌરજ, આંકલાલ વગેરે ગામોમાં વૈદ્ય તરીકે સેવા બજાવી. ૧૯૯૮માં નિવૃત્ત થયા. હાલ તેઓ પાલિતાણા મુકામે તળેટી નાડ પર સ્થિત શત્રુંજય હૉસ્પિટલમાં આયુર્વેદ વિભાગ સંભાળી રહ્યા છે અને આયુર્વેદિક કન્સલટન્ટ તરીકે પણ સેવા બજાવે છે. વાચનવીર ધરતીપુત્ર ઉકાભાઈ વઘાસિયા જૂનાગઢ જિલ્લાના ઉના પાસે આવેલા આંબાવડ ગામના છપ્પન વર્ષના, માંડ બે ચોપડી ભણેલા ખેતીવાડીમાં રચ્યાપ- . રહેતા ઉકાભાઈ હરિભાઈ વઘાસિયા સાચે જ એક વાચનવીર કણબી છે. નાનપણમાં પિતા નિશાળમાં ભણતા ત્યારની એક ગુજરાતી ચોપડી “એડોલ્ફ હિટલર’ ઉકાભાઈના હાથમાં આવી. વાંચી, રસ પડ્યો અને પછી તો વાચનનો ચટકો ચડ્યો. રાત્રે બા પાસેથી રામાયણ-મહાભારતની વાતો સાંભ”વાથી ઊંચી રુચિ કેળવાઈ. એમના ઘરના કબાટોમાં પાંચ હજારથી વધારે પુસ્તકો એમણે વસાવ્યાં છે. મોરારિબાપુના ગુરુકુળમાં દર વર્ષે યોજાતા અસ્મિતાપર્વમાં તેઓ અચૂક હાજરી આપે છે અને કવિઓની કવિતાઓ અને સાહિત્યિક વ્યાખ્યાનો રસથી સાંભળે હર્ષદભાઈ એસ. વ્યાસ સાડત્રીસ વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી ૩૧ જુલાઈ, ૧૯૯૯ના રોજ ભડી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયેલા હર્ષદભાઈ વ્યાસ નવોદિત સાહિત્યમંડળના Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834