Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 787
________________ ૦૦૧ પ્રતિભાઓ સંક્ષેપ), જૈન સાહિત્યની ગઝલો, ગઝલની સફર, શ્રાવક કવિ મનસુખલાલ, હરિયાલી સ્વરૂપ અને વિભાવના, જૈન ગીતા કાવ્યોનો પરિચય, ફાગણ કે દિન ચાર (હોળી ગીતો), પૂછતા નર પંડિતા (પ્રશ્નોત્તર), જૈન પત્ર સાહિત્ય (બે ભાગ), બીજમાં વૃક્ષ તું (સંશોધન લેખ સંચય) અને ‘લાવણી' કાવ્યપ્રકારનું સંશોધન, તથા બિંબ–પ્રતિબિંબ (કાવ્યસંગ્રહ), લલ્લુની લીલા (હળવા નિબંધો) પ્રગટ થયા છે. શાળા-કૉલેજોમાં સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. પત્ની અ.સૌ. કુસુમબેન, પુત્રો : કિરણ, અસ્તિ, કિંચિત અને પુત્રી (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. ગૌરવવંતા જયંતીલાલ ગંભીરદાસ પારેખ શ્રી જયંતીભાઈ પારેખનો જન્મ નેસડી જેવા નાના ગામમાં થયો. અને સાવરકુંડલામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પિતાશ્રી ગંભીરદાસ મુળજી પારેખ તથા માતુશ્રી લીલાવતીબેનના ઉચ્ચ સંસ્કારોનો વારસો મેળવી સાર્વજનિક જીવનની શરૂઆત કરી. સાવરકુંડલામાં શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરે ચારિત્ર ઘડતરનો પાયો રોપ્યો. ત્યારબાદ ૧૯૫૭માં મુંબઈમાં વસવાટ કર્યો અને પોતાની સેવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખી. મધ્યમવર્ગના બહોળા કુટુંબમાં ઉછેર હોવાથી ભાતૃભાવમાતા-પિતાનો આદર તથા કુટુંબના સર્વે સભ્યોને સાથે રાખવા તેવી ભાવના સાથે વ્યવસાયમાં જોડાયા. અને દિનપ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા. યુવા સંગઠનને મજબુત બનાવી લોકોપયોગી કાર્યને પોતાના જીવનમાં અગ્રસ્થાન આપ્યું અને ઘાટકોપરની અનેક સંસ્થાઓમાં પ્રવૃત્તિમય બન્યા અને ટૂંકાગાળામાં સમર્પિત જનસેવક અને નિષ્ઠાવાન સામાજિક કાર્યકરોમાં શ્રી જયંતીભાઈ પારેખે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. સૌથી નાની વયે ૧૯૬૮માં (બેબી કોરપોરેટર) મુંબઈ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ચૂંટાયા અને ૧૦ વર્ષ સુધી નગરસેવક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી અને ધારાસભ્ય તરીકે પણ સેવા આપી. ઘાટકોપરના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે સફળતા મેળવી તેનું કારણ તેઓની બધાને સાથે રાખી કાર્ય કરવાની પદ્ધતિ, કામની પૂરેપૂરી સમજ, કોઠાસૂઝ અને નીડરતા છે. ઘાટકોપર અને મુંબઈની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી, પ્રમુખ તથા મંત્રી તરીકે સક્રિય સેવા આપે છે. જીવનમાં સાદાઈથી જીવવું અને દંભથી દૂર રહેવું. સત્યના આગ્રહી અને જો કોઈ બનાવટ કરે અથવા જpઠું બોલે તો તેઓ સખત નારાજી વ્યક્ત કરી શકે તેવી તેમનામાં હિંમત છે. અને તુરત સ્વસ્થ પણ બની શકે છે. આવું વિરલ વ્યક્તિત્વ ભાગ્યે જ જોવા મળે છે. તેઓ મિત્રોના બહોળા સમુદાયને સાથે રાખવો અને નવા મિત્રો વધતા રહે તેવો અભિગમ રાખે છે અને મુશ્કેલી તથા આપત્તિમાં તેઓ કોઈપણ અપેક્ષા વિના ખડેપગે ઊભા રહે છે. તેઓ જે કાર્ય હાથમાં લે છે તેને સુંદર રીતે પરિપૂર્ણ કરીને જ ઝંપે છે. - મુંબઈ બેઠાં બેઠાં માદરે વતન સાવરકુંડલામાં તથા તાલુકાની સંસ્થાઓમાં પ્રાણ પૂરવામાં તેઓ અવિરત પ્રયત્ન કરે છે અને આ સંસ્થાની મુશ્કેલીઓ નિવારવા તથા જરૂરિયાતો પૂરી કરવા સરકારી વિભાગોમાં યોગ્ય રજૂઆત કરી કામગીરી બજાવે છે. સાવરકુંડલા મિત્રમંડળ મુંબઈ તથા મહિલાવિભાગ અને યુવકમંડળના તેઓ આધારસ્થંભ છે આમ શ્રી જયંતીભાઈએ નાવલી નદીનાં નીર તથા ખમીરને દિપાવ્યું છે. ઘાટકોપરમાં ગુરૂકુળ શાળા જ્યાં પ000 વિદ્યાર્થીઓ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ભણે છે વળી ટેકનિકલ શાળા પણ છે અને હવે કોલેજ પણ શરૂ કરી છે તેના મેનેજીંગ ટ્રસ્ટી છે. શાળાને ઉત્તરોત્તર આગળ વધારવા તેમજ એડમીશનમાં કોઈપણ ગેરરીતી વગરનું ધોરણ સાચવવા માટે તેઓને અવ્વલ નંબર પ્રાપ્ત થાય છે. આજે પણ ડોનેશન વગર જ ગુરૂકુળની શાળામાં એડમિશન મળે છે. તેમજ શાળામાં ઋષિકુળ ભારતીય સંસ્કૃતિ પ્રણાલી ધરાવતી શાળા પણ પ્રાયોગિક ધોરણે ચાલુ કરી નિરંતર તેની પ્રગતિના પાયાના પથ્થર બની રહ્યા છે. આ સફળતામાં તેમના ધર્મપત્ની જસુમતીબેનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. નીલુબેન પ્રફુલભાઈ મહેતા ગૌરવ એટલે સ્વગૌરવ-કુળ ગૌરવ-જ્ઞાતિ ગૌરવ-દેશ ગૌરવ-માતૃભૂમિ ગૌરવ-માતૃભાષા ગૌરવ. આજે જ્યારે દરેક ક્ષેત્રમાં મહિલા પહોંચી છે ત્યારે વિશ્વના અડીકોષમાં એક શોધ નિબંધમાં લખાયેલું છે કે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુજરાતી ગૃહિણીનું ઘર અને રસોડું છે. અને આ ગૌરવ ઘર ઘર સુધી પહોંચાડવા દરેક ગૃહિણીને પોતાના કામનું ગૌરવ થાય અને નિર્માલ્ય ન રહે તે માટે જેમણે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834