Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 795
________________ પ્રતિભાઓ સારવાર કેમ્પ'માં દર કેમ્પ દીઠ પાંચ થી છ હજાર દર્દીઓ વિનામૂલ્યે નિષ્ણાત તબીબો દ્વારા નિદાન, લેબોરેટરી પરીક્ષણ, દવાઓ તથા ભરપેટ ભોજન મેળવે છે. સંસ્થાની આ મુખ્ય પ્રવૃત્તિ ઉપરાંત સમૂહ પ્રાર્થના, પ્રતિદિન ૫૦૦ જેટલાં ભૂખ્યાંજનોને રામરોટી, આર્થિક રીતે નબળાં કુટુંબોને સહાય, વિદ્યાર્થીઓને સહાય, આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન જેવી અનેક પ્રવૃત્તિઓમાં અને સંસ્થા દ્વારા પ્રકાશિત ‘માનવ’ માસિકના સંપાદનમાં તેઓ કામગીરી બજાવે છે. પોરબંદરના ‘આર્યકન્યા ગુરુકુળ’નાં ભૂતપૂર્વ વિદ્યાર્થીની લતાબહેનનાં લેખનકાર્ય અને સમગ્ર પ્રવૃત્તિઓને અનુલક્ષીને એમને ‘જયહિંદ' ગ્રુપ તરફથી ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ ૨૦૦૨નો ‘સખી એવોર્ડ' અર્પણ થયેલો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર જેવાં શહેરોની અનેક સંસ્થાઓમાં એમણે અનેક વક્તવ્યો આપેલાં છે. સ્વામીની પ્રેમાનંદા સરસ્વતી પહાડનું પુષ્પ, તેજસ્વી સંન્યાસીની સ્વામીની પ્રેમાનંદાજીનો જન્મ જુનાગઢમાં થયો હતો. માતા લાભુબેન, મહાન વેદાંતી પિતા તુલસીભાઈના સુસંસ્કૃત કુટુંબમાં ઉછેર થયો. બાળપણમાં જ વૈજ્ઞાનિક બનવાનું સ્વપ્ન સેવનાર વૈદિક ઇતિહાસના મુખ્ય વિષય સાથે જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એ. ની ડીગ્રી મેળવી. સાથે સાથે બાળપણમાં જ પૂ. મનહ૨લાલજી મહારાજ સ્થાપિત ગીતા વિદ્યાલયના જુનાગઢ કેન્દ્રમાં નિયમિત વિદ્યાર્થીની તરીકે જતાં અને યુવાવસ્થામાં આ જ કેન્દ્રનું તેઓએ સંચાલન પણ કર્યું. સ્વામીની પ્રેમાનંદાજી મંત્રેલ જળ કે પ્રસાદ આપીને કે ચમત્કારની વાતો કરી ભક્તોને આકર્ષનારાં કે અંધશ્રદ્ધાને ફેલાવનારાં નથી. સાંદિપની ગુરુકુળ, મુંબઈમાં ૧૯૮૬માં અભ્યાસ કર્યો અને હિમાલયમાં રહી વૈદિક જ્ઞાન મેળવી અત્યારે ૧૬ વર્ષથી ચિન્મય મિશનનું સેન્ટર સતત પ્રવૃત્તિઓ સાથે ચલાવી રહ્યાં છે. ભારતની પરમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાને દેશનાં ભૂલકાંઓ અને યુવાનો પાસે લઈ જવાના અડગ ધ્યેયને સમર્પિત સ્વામીનીજી વેદ, વેદાંત ગીતાઉપનિષદના પ્રાચીન શાસ્ત્રોને આધુનિક સરળ ભાષામાં સમજાવવાની ગજબ શક્તિ ધરાવે છે. હિન્દુ સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોનું ઊંડું જ્ઞાન ધરાવતાં આ સૌમ્ય પ્રકૃતિનાં સંન્યાસીની સ્ત્રીઓ માટે વિશેષ પ્રેરણામૂર્તિ છે. ૧૯૯૨માં બ્રહ્માલીન પૂ. ચિન્મયાનંદજી પાસે દીક્ષા ગ્રહણ કર્યા પછી તો એમનાં ધર્મકાર્યો તેમ જ સમાજલક્ષી-શિક્ષણલક્ષી કાર્યોનું વટવૃક્ષ બનાવી Jain Education International ७७८ ઉપનિષદને જીવી રહ્યાં છે. માને છે કે વેદ જ્ઞાનનો ભંડાર છે. જીવનની તમામ શાખાઓનું જ્ઞાન તેમાં ભરપૂર છે. ઉપનિષદમાં અદ્વૈતતત્ત્વનું જ્ઞાન છે. એકેશ્વરની વાત છે. ભગવત્ તત્ત્વ એક જ છે. જેની અંદર ચૈતન્ય પ્રગટ થયું છે એને આપણે ઈશ્વર કહીએ છીએ. આધુનિક વિજ્ઞાન કરતાં પણ વેદ વધુ પ્રગતિશીલ છે. વિજ્ઞાનનું વિજ્ઞાન વેદ છે. હજારોવર્ષ પૂર્વે ઋષિમુનિઓએ કહેલી વાતને વિજ્ઞાનીઓ સમર્થન આપે છે. એક બુંદમાંથી સર્જાયું છે આપણું તન.....પણ ચમત્કારને બદલે કર્મમાં જ પૂર્ણ વિશ્વાસ છે મને.....અને આપણા જ મસ્તકમાં કૌરવ અને પાંડવની ચાલતી બે પ્રકારની વિચારધારા છે. અંધશ્રદ્ધાને ઠોકર મારે ભલે.....પણ સાથે સાથે કોઈપણ વાતને વૈજ્ઞાનિક પૃથ્થક્કરણ કરી જોવાનો હાર્દિક પ્રયાસ કરે તો, ઘણી સમસ્યાઓથી ઉગરી જાય. ઉત્કૃષ્ટ વિચારો સેવે, હિન્દુધર્મનો અભ્યાસ કરે તો જ નવનિર્માણ થઈ શકે. બાળકોને પાયાનું શિક્ષણ પોતાની જ માતૃભાષામાં મળવું જોઈએ. યુવતીઓનો આદર્શ મદાલસા-ગાર્ગી–કાત્યાયિની હોવો જોઈએ. આપણી પ્રાચીન સભ્યતા જીવનમૂલ્યો પર રચિત શિક્ષણ યોગ્ય વયે ઉપલબ્ધ થવું જોઈએ. આ વિચારો ફક્ત વિચારો ન રાખતાં ગુરુદેવની મહાસમાધિ બાદ પૂ. સ્વામી તેજોમયાનંદજીનાં લિખિત પુસ્તકો તેમજ ચિન્મય મિશનના બાળકોલક્ષી નવ લાખ પુસ્તકોનું અનેકવિધ રીતે વિતરણ કર્યું છે. કચ્છના ધરતીકંપ સમયે દિવસ રાત જોયા વગર ૬ મહિના ત્યાં જ રહીને કરોડોનું ફંડ એકઠું કરી શક્યાં છે અને ૫૦૦ આવાસ બનાવી રહ્યાં છે. બધું જ ચિન્મયમિશનના નામ પર જ પૂરેપૂરા નિઃસ્વાર્થ નિખાલસતા સાથેના સમર્પિત ભાવ સાથે આટલી નાની વયમાં આટલું મહાન કાર્ય કરી શકવાની સમર્થતા કેળવી સમાજ માટે કાર્ય કર્યું છે. અત્યારે વેદઉપનિષદના વર્ગો તો ચલાવે જ છે. એટલી જ ધગશથી પ્રવચનો પણ આપે જ છે. મહિનાનાં ૨૫ પ્રવચન હોય છે. કળા અને સેવાની સૌજન્યમૂર્તિ મુફ્તાબેન વિજય ભટ્ટ (દત્ત) સૌરાષ્ટ્રનું કલા, રાજકારણ અને કવિતાનું નગર અમરેલી. શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતું અમરેલી નગર છે. આ નગરમાં અનેક પાણીદાર રત્નો પાક્યાં છે. પ્રજ્ઞાચક્ષુ કવિ “હઁસ” મગનલાલ કોરડિયા અને સ્વાતંત્ર્ય સંગ્રામના એ દિવસોમાં ડૉ. હરિપ્રસાદ ભટ્ટ, ડૉ. મહેશ ભટ્ટ, ડૉ. જીવરાજ મહેતા શ્રી પુરુષોત્તમ જોશી-બાલુભાઈ શ્રી લાબુભાઈ ત્રિવેદીઇસ્માઈલભાઈ, રતુભાઈ અદાણી વગેરે અનેક વીર માતની For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834