Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 791
________________ પ્રતિભાઓ પદવી મેળવી અને ૧૯૫૩માં એમ.ડી. થયા. ૧૯૫૪-૫૫-૫૬ દરમ્યાન અમેરિકાની સીટન હોલ મેડિકલ સ્કૂલ સાથે સંકળાયેલી જરસી સીટી મેડિકલ સેન્ટરમાં વધુ અભ્યાસ કર્યા બાદ ફેલોશિપ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી મેળવી હતી. ૧૯૫૭માં અમેરિકાથી પાછા આવ્યા બાદ સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, મુંબઈમાં માનદ્ તબીબ તરીકે જોડાયા અને ૧૯૬૨માં ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજીના પ્રોફેસર તરીકે નિમણૂંક થઈ. ગ્રાંટ મેડિકલ કોલેજ મુંબઈમાં પણ કાર્ડિયોલોજીના વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. દેશ-વિદેશમાં હૃદયરોગને લગતા સેમીનારમાં ભાગ લીધો. ૧૯૫૭ થી મલાડ (મુંબઈ)માં હૃદયરોગ તજજ્ઞ તરીકે ખાનગી પ્રેક્ટીસ કરે છે. અને ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બોરીવલી જૈન ક્લીનિક, સુવર્ણ હોસ્પિટલ, જૈન ક્લીનિક મલાડ, એસ. કે. પાટીલ આરોગ્યધામ મલાડ, સંજીવની હોસ્પિટલ, વિરાર, જીવદાની હોસ્પિટલ વિરાર વિગેરે સંસ્થાઓમાં વિના મૂલ્યે સેવા આપી છે. અનુપમભાઈ એવું માને છે કે મલાડ તરફથી તેમને ઘણો પ્રેમ અને આવકાર મળ્યો છે તેના બદલારૂપે અઠવાડિયામાં એક દિવસ (બુધવારે) ગરીબ દર્દીઓ માટે એમણે ફાજલ રાખ્યો હતો અને કોઈપણ ફી લીધા વિના એમના દવાખાનામાં પોતાના જ્ઞાનનો લાભ આપતા હતા. સાથે સાથે મફત દવા પણ આપતા હતા. લગભગ સાત વર્ષ સુધી આવી સેવા આપી હતી. રોટરી ક્લબ ઓફ બોમ્બે નોર્થવેસ્ટના સ્થાપક સભાસદ તરીકે એમણે અમૂલ્ય સેવાઓ આપી છે. ૧૯૭૫માં રોટરી ક્લબના પ્રેસિડન્ટ બન્યા અને ઉત્તમ સમાજસેવા અને ઉત્તમ વ્યાવસાયિક (વોકેશનલ) સેવા માટે ક્લબને ઇલ્કાબો મળ્યા હતા. ૧૯૮૨-૮૩ના વર્ષ દરમ્યાન રોટરી ડિસ્ટ્રીક્ટ-૩૧૪ના ગવર્નર તરીકે તેમની નિમણૂંક થઈ હતી. તે વર્ષ દરમ્યાન પોતાની ખાનગી પ્રેક્ટીસ છોડીને આખું વર્ષ રોટરીને અર્પણ કર્યું અને ૭૫ રોટરી ક્લબને માર્ગદર્શન આપ્યું હતું. ૧૯૮૪માં રોટરી ક્લબના આંતરરાષ્ટ્રીય પ્રેસિડન્ટ વિલિયમ સ્કેલટને એમને પોતાના ખાસ પ્રતિનિધિ તરીકે રોટરી ડિસ્ટ્રીક્ટ-૩૧૭માં કુર્ગમાં ભરાયેલી કોન્ફરન્સમાં મોકલ્યા હતા. સેવા ક્ષેત્રે તેઓ હંમેશા તત્પર રહ્યા છે. વોકેશનલ ગાઈડન્સ સેમીનાર કેવી રીતે યોજી શકાય તે માટે એમણે દહાણુ, ખાપોલી, પૂણે વગેરેની ક્લબને માર્ગદર્શન આપ્યું છે. ધો. ૧૦ અને ધો. ૧૨ પછી ક્યો અભ્યાસક્રમ લેવો તે અંગે ફાઈન્ડ ધ Jain Education International tu ફ્યુચર ધેટ ફીટ' નામની માર્ગદર્શક ચોપડી બહાર પાડી હતી. ઇ. સ. ૨૦૦૦માં રોટરી ઇન્ટરનેશનલ એમનો સૌથી પ્રતિભાશાળી ‘સર્વિસ એબવ સેલ્ફ એવોર્ડ' અનુપમભાઈને આપ્યો હતો. રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૧૪૦ના એક આદરપાત્ર ભૂતપૂર્વ ગવર્નર તરીકે એમને ‘ભીષ્મપિતામહ’ તરીકે માન મળે છે. ૭૭ વર્ષની ઉંમરે પણ તેઓ સેવાનાં ઘણાં ક્ષેત્રોમાં સક્રિય ભાગ ભજવી રહ્યા છે. હૃદયરોગના તજજ્ઞ તરીકે એમની ખ્યાતિ ચોમેર પ્રસરેલી છે અને એમનાં માર્ગદર્શન માટે દૂરદૂરથી દર્દીઓ એમની કુશળતાનો લાભ લેવા તત્પર રહ્યા છે. તેમનાં પત્ની ડૉ. વિશાખાબેન સ્ત્રી રોગ તજજ્ઞ છે અને અમેરિકામાં ૧૯૫૪-૫૫-૫૬ દરમ્યાન સ્ત્રી રોગ વિશે તાલીમ બાદ હાલ મુંબઈમાં ખાનગી ક્લીનિક ચલાવે છે. પુત્રી સુજાતાએ મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીમાં મુંબઈની નાયર હોસ્પિટલમાં તાલીમ લીધી છે. શરૂઆતમાં પેથોલોજીસ્ટ તરીકે સક્રિય રહ્યા બાદ હવે ઘર ગૃહિણીનું પદ સાચવે છે. પુત્ર ડૉ. સોમીલ, ચર્મરોગનો તજજ્ઞ છે અને પોતાનાં ત્રણ ક્લીનીકમાં સેવા આપે છે. ડૉ. નીતિન મલકાણ થોડા સમય પહેલાં એક નાનકડી સુંદર વાર્તા વાંચી હતી. એક વખત એક સ્ત્રીએ એના ઘરના આંગણે ત્રણ વયોવૃદ્ધ વ્યક્તિઓને બેઠેલી જોઈ. સહજભાવે તેણે વૃદ્ધોને ઘરમાં પધારવા નિમંત્રણ આપ્યું અને કહ્યું, “આપ સર્વે ભૂખથી પીડાતા હશો, તો ઘરમાં આવી જમી લો.” આ ત્રણે મહાનુભાવોએ કહ્યું અમે એક સાથે એક ઘરમાં નથી જતાં. એમની ઓળખ જ્યારે સ્ત્રીએ માંગી ત્યારે તેમણે એક ઉત્તર આપ્યો કે એકનું નામ છે શોહરત, બીજા છે સંપત્તિ અને ત્રીજા છે પ્રેમ. આ વયોવૃદ્ધ મહાનુભાવોએ સ્ત્રીને કહ્યું તું તારા પતિને પૂછી જો અમારા ત્રણમાંથી કઈ વ્યક્તિએ તારા ઘરમાં પ્રવેશ કરવો? સ્ત્રીએ ઘરમાં જઈ પતિને પૂછ્યું તો એક જ ક્ષણમાં એમણે જવાબ આપ્યો. આપણાં ઘરમાં પ્રેમને નિમંત્રણ આપો. એ સ્ત્રીએ બહાર જઈ પ્રેમને ઘરમાં આવવા કહ્યું ત્યારે પ્રેમને પાછળ બીજા બે મહાનુભાવો પણ ચાલવા લાગ્યા. આશ્ચર્યચકિત સ્ત્રીએ જ્યારે આ વિશે પ્રશ્ન કર્યો ત્યારે એને કહ્યું જો સંપત્તિ કે શોહરતને નિમંત્રણ મળે તો બાકીના બે એ ઘરમાં પ્રવેશ ન કરે પરંતુ જ્યાં પ્રેમ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834