Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 775
________________ પ્રતિભાઓ ૯૫૯ તેજસ્વી શકાશે, સમાજસેવકો, નાઢયકમાઓ, સંગીતકારો – શ્રી નરેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પત્રકારો અને કટારલેખકોએ આપેલો વિશિષ્ઠ ફાળો જેમ સીમાચિન્હરૂપ બન્યો છે એજ રીતે સમાજસેવકો પણ આગવાં મૂલ્યાંકનોનું જીવનભર જતન કરીને સમાજને એક નવી જ દિશા બતાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. ઉપરાંત નાટક, સંગીત અને સાહિત્યના સંવર્ધન જેવાં કાર્યોમાં યોગદાન આપનારાઓથી પણ ગુજરાતનું નામ ઊજળું રહ્યું છે. આ લેખમાળા રજૂ કરનાર નરેન્દ્રભાઈ પટેલ શિક્ષણક્ષેત્રના આગેવાન છે. નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૪૨ના રોજ બહાદરપુર તા. સંખેડામાં થયો હતો. શાળા કોલેજનું શિક્ષણ બીલીમોરા અને નડિયાદમાં લઈને મુંબઈ આવ્યા. મુંબઈમાંથી બી.એડ. તથા વોકેશનલ ગાઈડન્સ કાઉન્સેલીંગનો અભ્યાસ કર્યો અને માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ દાયકાથી વધુ સુધી સેવા આપીને ગોરેગાંવ, મુંબઈની સંસ્કારધામ વિદ્યાલય તથા જુનિયર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. શિક્ષણ અને પત્રકારત્વને નિમિત્તે તેમણે વિવિધ પ્રકારનું લેખન કાર્ય કર્યું છે. તેમણે ગુજરાત સમાચાર'માં સાહિત્યની કોલમ ‘અક્ષરા', સંદેશમાં પ્રકાશન સમીક્ષા', યુવદર્શનમાં‘અગિયારમી દિશા’ ‘મિડ-ડે'માં ‘ટાઈમ પાસ” તથા “સમકાલીન'માં “વિજ્ઞાન વાર્તા” અને “પુસ્તક સમીક્ષા’ ની કૉલમ લખી છે. હાલમાં “મુંબઈ સમાચારમાં ‘કિવઝ ટાઈમ” અને “સંદેશ'માં ‘વ્યવહારુ વિજ્ઞાન’ ની કૉલમ લખે છે. તથા ગુજરાતી વિચાર મંચ'ના શૈક્ષણિક મુખપત્ર “અમૃત મંથન'ના સહસંપાદક છે. તથા લઘુનવલ માસિક બંધન'ના સંપાદક તરીકે કામગીરી બજાવે છે. તેમણે રોટરી ક્લબ ઓફ બોમ્બે-નોર્થ-વેસ્ટના ઉપક્રમે વૉકેશનલ ગાઈડન્સના કેમ્પ અને સેમીનાર યોજ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન કર્યું છે. રેડિયો, ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે. તેમનાં પુસ્તકો આ પ્રમાણે છે : પ્રશ્નમંજૂષા (બે ભાગ), આદાન પ્રદાન (ચંદ્રકાંત બક્ષીના લેખોનું સંપાદન), Guidance in your hand', કાન્તિ ભટ્ટના લેખોના સંપાદનમાં પ્રબુદ્ધ પંચામૃત, ખરો નર બૈરનાર, સેક્સ લાઈફની મૂંઝવણ અને ઉકેલ, આરોગ્યનું અમૃત, વિજ્ઞાનસંગ, બિઝનેસ ગઠરિયાં, કાન્તિ ભટ્ટની વાર્તાઓ, વિદેશીવાર્તા વિગેરે. તે ઉપરાંત અનિલ જોશીના લેખોના સંપાદનનાં પુસ્તકો “રંગ સંગ કિરતાર', “શબ્દ સાહિત્ય' પ્રગટ કર્યા છે. સ્વ. અવંતિ દવેનાં સર્જન અને જીવન વિશેનું પુસ્તક “આયખાની ઓળખાણ' નું સહસંપાદન કર્યું છે. જયંતી એમ. દલાલની પ્રતિનિધિ વાર્તાઓ આસ્વાદ વિવિધ લેખકો દ્વારા કરાવીને સંપાદન કર્યું છે. અત્યારે તેઓ શ્રી કીર્તન કેન્દ્ર, જૂહુ વિલેપાર્લા (વે.) નું એડમિનિસ્ટ્રેશન સંભાળે છે. સંપર્ક : ૧/૧૦૪ “રામનગર', પાટકર કોલેજની સામે, એસ.વી. રોડ, ગોરેગામ (વે.), મુંબઈ૪000૬૨. – સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834