Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 776
________________ SO તેજાબી કલમનવેશ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાંત બક્ષીનો જન્મ ઉત્તર ગુજરાતના પાલનપુરમાં તા. ૨૦ ઑગષ્ટ, ૧૯૩૨માં થયો. સમૃદ્ધ જૈન પરિવારમાં સંસ્કૃતિ અને સંસ્કાર સાથે ઉછેર થયો છે. પણ વ્યક્તિત્વ એમનું અલગ પોતાનું જ રહ્યું છે. | મુંબઈ યુનિવર્સિટીમાંથી મેટ્રીક થયા પછી કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇન્ટર સાયન્સ અને (ડીસ્ટીકશન સાથે) બી.એ. પણ કર્યું. ત્યાર બાદ કલકત્તા યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી. તથા ઇતિહાસ અને રાજકારણના વિષય સાથે એમ.એ. ની ડીગ્રી પણ મેળવી. અને સાથે સાથે સતત ચોતરફના ઓક્ઝર્વેશન સાથેનો અભ્યાસ થતો રહ્યો હતો. | મુંબઈની મીઠીબાઈ કૉલેજ ઑફ આર્ટ્સમાં બી.એ.ના વિદ્યાર્થીઓના ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાનના વિષયના પ્રોફેસર રહ્યા. એમ.એ.ના વિદ્યાર્થીઓના પણ આજ વિષયોના પાંચ વર્ષ સુધી પ્રોફેસર રહ્યા. મુંબઈની એલ.એસ. રાહેજા કૉલેજ ઓફ આર્ટ્સ અને સાયન્સના પ્રિન્સિપાલ તરીકે પણ ઘણા સમય સધી સેવા આપી હતી. તેઓ મુંબઈ યુનિવર્સિટીની સેનેટના ભૂતપૂર્વ સભ્ય છે. આ સમય દરમ્યાન અનેક સંસ્થાઓ-કૉલેજો અને વિવિધ ક્ષેત્રે વિવિધ વિષયો પર લેકચર આપ્યાં છે. ગુજરાતીહિંદી-સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, ઉર્દુ અને મરાઠી ભાષાના પારંગત જ્ઞાતા છે. લેખક તરીકે શ્રી ચંદ્રકાન્ત બક્ષીની શરૂઆત ૧૯૫૧માં ૫૧માં “કુમાર”માં પ્રથમ ટૂંકી વાર્તા પ્રસિદ્ધ થઈ હતી. ત્યારપછી આજ પર્યત એમણે પાછા વળીને જોયું નથી પડ્યું. પત્રકારત્વના ક્ષેત્રે એમનું નામ અગ્રિમ હરોળમાં લેવાય છે. ગુજરાતના લગભગ તમામ જાણીતાં વર્તમાનપત્રો તથા સામયિકોમાં એમની કૉલમો નિયમિત છપાતી જ રહી છે. સ્કુલોના તેમજ કોલેજના અભ્યાસક્રમમાં એમની વાર્તાઓ સ્થાન મેળવી ચૂકી છે. તેમજ નવલકથાઓ પણ ટેક્સ બુક્સ તરીકે લેવાય છે. ગુજરાતીમાં ૧૭) પુસ્તકોના લેખક તરીકેનું યશસ્વી માન મેળવ્યું છે. જેમાં ૨૬ નવલકથાઓ–૧૪ નવલિકાસંગ્રહ-૨ નાટકો-૮ પુસ્તકો પ્રવાસવર્ણનોના ૧૭ ઇતિહાસ અને સંસ્કૃતિ અંગેના, ૫ રાજકારણનાં ૩ ગ્રંથ આત્મકથાના-૬૬ પુસ્તકો વિવિધ લેખોનાં તેમજ ૩ જીવનચરિત્રના-૭ વિવિધ વિષયોના અને ૧૫ પુસ્તકો અન્ય ભાષામાં થયેલા અનુવાદો છે. અને એક ભાષાંતરનું પણ પુસ્તક છે. પુસ્તકોના શીર્ષક પણ ખૂબ જ આકર્ષક અને વાંચવા માટે પ્રેરક છે. જેમકે “એકલતાના કિનારા” “આકાશે કહ્ય” પથપ્રદર્શક “અતીતવન” “લીલી નસોમાં પાનખર’–‘પડઘા ડૂબી ગયા'પેરેલિસિસ' વગેરે. ઐતિહાસિકમાં ગ્રીસની સંસ્કૃતિ-ચીનની...... યહૂદીની-ઇજિપ્તની રોમન વગેરે વગેરે. | ગુજરાત સાહિત્ય અકાદમી અને સરકાર તરફથી પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં પણ વિનમ્રતાથી એમ કહી એ પારિતોષિક પાછાં વાળ્યા હતાં કે યુવાન સાહિત્યકારોને અપાય તો વધુ સારું કહેવાશે. અને સહુના શિરમોર સોપાન કલકત્તામાં ૩૮ વર્ષની ઉંમર ગુજારનારને મુંબઇમાં પામેલી પ્રસિદ્ધિના પરિપાક રૂપે “શેરીફ” નું ઉચ્ચ માનભર્યું સ્થાન પામ્યા છે. અને લેખક તરીકે થનાર એ પહેલા જ શેરીફ હતા. ખૂબ માન સન્માન અને દીર્ધદૃષ્ટિ સાથે એ હોદ્દો શોભાવ્યો હતો. પ્રવચનો માટે તેમજ પોતાના અંગત પ્રવાસ માટે નેપાળપાકિસ્તાન-અમેરિકા-યુ.કે.-એસ્ટોનિયા-લાતવિયા-રશિયાફ્રાન્સ, મોરિશિયસ દક્ષિણ આફ્રિકા વગેરે દેશોનો પ્રવાસ કર્યો છે. અને પુસ્તકો લખ્યાં છે. એ પ્રવાસે એમનો આગ જેવો ભડકતો મિજાજ છે. એમના જ શબ્દો ક્યાંક વાંચેલા-અને ત્યારે ગરમીમાં આવેલા જંગલી કુત્તાની જેમ ક્યારેક વાર્તા લખવાની અદમ્ય વૃત્તિ થઈ આવે છે. બધી જ ખોટી લાલસાઓ શમી જાય છે. વાર્તા લખવી શરુ કરું છું ત્યારે એ જ અલ્હડમૂડ-એજ ખટમીઠી વાસનાનો સ્વાદ, એ જ સાથળો વચ્ચેથી નીકળતી નવી જિંદગી જેવું ભયાનક દુ:ખ, જ સાથળી એ દુઃખનો ભયાનક આનંદ, કપાળની નસોમાં ઝણઝણાટી, કાનની ટોચ પર ધડકન, એ જ આંખોમાં કલકત્તા, ટેબલલેમ્પના પ્રકાશવર્તુળમાં વલખાતો પાળેલા સાપ જેવો વર્તમાન! હું ચંદ્રકાંત બક્ષી બની જાઉં છું, ફરી એક વાર્તાની સામે આવી જાઉં ત્યારે !” છેલ્લે “દિવ્ય ભાસ્કર” દૈનિકના સલાહકાર છે. અને કટાર લેખક પણ છે. તેમજ સંસ્થાઓ, કૉલેજો તેમજ સ્કુલોમાં ઓનરરી લેકચર આપવાની ભાવના છે. રાજકારણના અને સમાજકારણના અભ્યાસી કુન્દનભાઈ વ્યાસ કુંદનભાઈ આર. વ્યાસ હાલમાં “જન્મભૂમિ-પ્રવાસી’ અખબારના તંત્રી છે. તેમનો જન્મ ૫ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ થયો હતો. તેમણે મુંબઈ યુનિ.માંથી બી.એ., એલ.એલ.બી. કર્યું છે. ૧૯૬૧ થી પત્રકાર તરીકે કામગીરી બજાવે છે. ૧૯૬૭માં Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834