Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
પ્રતિભાઓ
કલાકારની પ્રેરણા છે.....કહો કે પહેલાં એમણે ગુજરાતને પોતાની અંદર ઉતાર્યું છે અને પછી કાગળ પર ઉતાર્યું.”
પત્રકાર તરીકે તેમની કારકિર્દી સમભાવ' ‘અભિયાન’ ‘જનસત્તા’ આદિના તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયા પાસે ઘડાઈ. ભૂપતભાઈએ તેમના અંગે લખ્યું છે કે, પંદરવીસ માણસની ટીમ જે કરે તે કામ એકલે હાથે લેખકે પાર પાડી ‘સુવર્ણમુગટ સમો ગ્રંથ' ગુજરાતને જ નહિ, ભારતને પણ આપ્યો છે.
આચાર્ય રજનીશને માનનારા રજની વ્યાસની વિચારધારા પર રજનીશની, વિજ્ઞાનની, જ્યોતિષની અને અન્ય વિષયોની બહુવિધ અસર છે. હાલ તેઓ અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘દિવ્ય ભાસ્કર' સાથે કાર્યરત છે.
જમનાદાસ કોટેચા
વ્યવસાયે કરિયાણાના વેપારી એવા શ્રી જમનાદાસ કોટેચા રેશનાલિસ્ટ છે. સત્ય સાંઈબાબાના ચમત્કારો (!) ને પડકારનારા શ્રી જમનાદાસભાઈ જોરાવરનગર-સુરેન્દ્રનગરથી સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને વિદેશમાં પણ તેમની પ્રવૃત્તિ અને પુસ્તકોથી જાણીતા છે.
દોરા-ધાગા, તાવિજ–મંત્ર-તંત્ર, ભૂવા, ફકીરો સામે જમનાદાસભાઈએ ‘માનસ પ્રદૂષણ નિવારણ' કેન્દ્ર મારફતે જે જાગૃતિ યાત્રા આદરી છે તેમાં તેમને તેમના મિત્રો રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ, પ્રો. રમણ પાઠક વગેરેનો સાથ મળ્યો છે. અભણ અને અબૂધ જ નહીં બલકે સાક્ષરોમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે તેમણે સમકાલીન’ અને અનેક ગુજરાતી દૈનિકોમાં કૉલમ મારફતે અને સત્તર પુસ્તકો મારફતે ઘણી નોંધપાત્ર જનસેવા કરી છે. એમની આ ક્ષેત્રની કામગીરી માટે કીર્તી સુવર્ણચંદ્રક પણ અપાયો છે.
કટારલેખક/પત્રકાર/પ્રાધ્યાપક
શ્રી ધનરાજ પંડિત
પત્રકાર, લેખક, સંપાદક, સંસ્કૃતના અધ્યાપક એવા શ્રી ધનરાજભાઈ પંડિતને પત્રકાર તરીકે માનવા જ પડે એ હદે તેમણે દિન-પ્રતિદિન પુરુષાર્થ કર્યો છે અને તેમનો પોતાનો આગવો મહિમા મંચ ઊભો કર્યો છે.
તેમની લેખનયાત્રાનો આરંભ ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' ની ગુજરાતી આવૃત્તિથી થયો. ત્યારથી માંડીને આજે ગુજરાત સમાચારની દૈનિક કૉલમ સુધીની તેમની આ યાત્રામાં તેમણે
Jain Education Intemational
૫૫
મહાપુરુષો, પર્વો, પ્રસંગો, તીર્થો, મેળાઓ, સર્જકો, કલાકારો, વૈજ્ઞાનિકો–સૌને સ્થાન આપ્યું છે.
કોઈ એમને પ્રાતઃ સ્મરણીય કહે છે તો કોઈ એમને પ્રસંગોને સમયસર સાચવનાર તરીકે પણ જાણે છે. ટાઈમ્સ (ગુજરાતી)ના તંત્રી તેમને પોતાના નામની આગળ પ્રો. લખવાનું સૂચન કરતા જ્યારે ઝવેરીલાલ મહેતા એવી પણ મજાક કરી લેતા કે, ‘આજે પંડિતે કોના નામનો દીવો પ્રગટાવ્યો છે?’ કવિ માધવ રામાનુજનું કહેવું છે કે, ધનરાજભાઈનું મેટર પાંચથી છ વૉલ્યુમ થાય એટલું તો છે જ.' ધનરાજભાઈએ નાતજાત, કોમ ભોમ વર્ણ જોયા વિના ‘દિન મહિમા' દરરોજ લખીને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના પ્રેમનું ધન મેળવીને ધનરાજ નામ સાર્થક કર્યું છે એવો રાધેશ્યામ શર્માએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.
શ્રી ગુણવંત છો. શાહ
‘નેટવર્ક'ના લેખક તરીકે ઘરેઘરના વાચકોના નેટવર્કમાં પોતાનું સ્થાન નક્કર કરી લેનાર ગુણવંત છો. શાહ ઉર્ફે આશ્લેષ શાહ નામના હંગામી નામથી લખતા કાયમી લેખકને ગુજરાતની જનતા ન ઓળખે તો જ નવાઈ.
૧૯૩૨ની તેરમી સપ્ટેમ્બરે ભાવનગરમાં જન્મ. એ જમાનામાં સારામાં સારી ગણાતી સરકારી શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ લીધું. એ દિવસોની જાણીતી સ્કૂલો એ.યુ., આલ્ફ્રેડ અને ત્યાંથી રસ્તો સીધો શામળદાસ કૉલેજમાં પહોંચ્યો. એકડો ઘૂંટતો એ છોકરો–(આપણા ગુણવંતભાઈ) ચોથા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં તો લેખો અને વાર્તાઓ લખતો થઈ ગયો હતો. બાળકોના મેગેઝિનોમાં લેખો, વાર્તાઓ છપાવા લાગી હતી. કિશોરવયના લેખક ગુણવંતશાહનું બીજું ઘર બાર્ટન લાયબ્રેરી બની ચૂક્યું હતું. શબ્દોનો ખેલંદો સ્ટેસ્ટિક્સ વિષય લઈને ભણવાનું વિચારે છે પણ કુદરતને મંજૂર નથી અને આપણા ગુણવંતભાઈ ‘ગુજરાતી મોરી મોરી રે.......' ગુજરાતી વિષય સાથે બી.એ. થયા.
એ દિવસોમાં નોકરી મળવી આસાન હશે. તેમને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી મળી. એ જ સમયગાળા દરમ્યાન ગુજરાતસમાચારે ‘સૌરાષ્ટ્રસમાચાર’ નામે છાપું ચાલુ કર્યું. ગુણવંતભાઈ બેંકની નોકરી છોડીને છાપાંની નોકરીમાં જોડાયા. તેમના પિતાજીના મતમુજબ ‘ખોટી લાઇને’ ચડી ગયા હતા. કોઈ કારણોસર ‘ગુજરાત સમાચારે' ‘સૌરાષ્ટ્ર સમાચાર' બંધ કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834