Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 761
________________ પ્રતિભાઓ સરનામું: ૬૧-એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ : ૩૮૦૦૦૭ હિંમત ઝવેરી સમાજવાદમાં સમજવાદની અનિવાર્યતા સમજતા જાગૃત પત્રકાર અને હિંમતવાન હિંમતભાઈ ઝવેરીનો જન્મ ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૫માં મુંબઈમાં થયો હતો. અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા-એ દિવસો આઝાદી આંદોલનનો સમયગાળો. ૪૨'ના આંદોલનમાં જેલવાસ કર્યો. આજ અરસામાં કવિશ્રી કરસનદાસ માણેકના સંપર્કમાં આવ્યા અને સદાકાળ માટે તેમના બની રહ્યા. ૧૯૭૫માં ઇન્દિરાગાંધીએ લાદેલી કટોકટી વેળાએ જ્યોર્જ ફર્નાન્ડીઝ (ભૂ.પૂ. સંરક્ષણ પ્રધાન) ને આશરો આપ્યો. ભૂગર્ભ પત્રિકાઓ લખી અને સારામાં સારી રીતે ચલાવી. તેમનાં પત્ની મંજુ ઝવેરી પણ એટલાં જ હિંમતવાન, પંદર વર્ષના પરિચય પછી તેઓએ લગ્ન કર્યાં. રામમનોહર લોહિયાના સંપર્કમાં આવ્યા બાદ તેમના અનુયાયી બની રહ્યાં. એવું જ દાદા ભગવાનની સાથેના સંબંધોનું પણ થયું. અખબારી કટારલેખન માટે પ્રથમ ‘શેખાદમ આબુવાલા પુરસ્કાર' અને ગુજરાત સરકારનો એવોર્ડ મેળવનારા સમાજવાદી લેખક, કૉલમિસ્ટ હિંમત ઝવેરી ભારતની જાણીતી સંસ્થા (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ'માં ડૉ. અક્ષયકુમાર દેસાઈના આસિસ્ટન્ટ તરીકે પણ રહેલા છે. ગોવા સત્યાગ્રહમાં પણ તેમનું આગવું પ્રદાન હતું. મધુ લિમયે, મધુ દંડવતે, મૃણાલ ગોરે, કેશવ (બંડુ) ગોરે, જ્યોર્જ ફર્નાન્ડીઝ, ઉષા મહેતા જેવી સક્રિય સમાજલક્ષી વ્યક્તિઓ સાથે પણ સતત ફરતા રહીને પોતાની સામાજિક નિસબત સૌ કોઈ સુધી પહોંચાડી છે. આજીવન સાદગીપૂર્વક રહેલા હિંમતભાઈએ પરિચયટ્રસ્ટ માટે ‘રામમનોહર લોહિયા' અને ‘સાને ગુરુજી' નામની લઘુપુસ્તિકાઓ પણ લખી છે. ડૉ. રજનીકાન્ત જોશી જો ચર્ચાપત્રને અખબારનો, પત્રકારત્વનો પ્રાણવાયુ ગણીએ, તો રજનીકાન્ત જોશીને પત્રલેખક, ચર્ચાપત્રી, પત્રકાર તરીકે પોંખવા પડે. હિન્દીમાં પી.એચ.ડી. અને હિન્દી સાહિત્યમાં પાયાના વિષયોમાં પ્રદાન કર્યા બાદ કોઈ કારણવશ વિદ્યાપીઠમાંથી હિન્દીનું શિક્ષણ આપવાના કામને તિલાંજલિ આપી ને સ્વૈચ્છિક રીતે એ કામ જીવનભર માટે ચાલુ કર્યું. બત્રીસથી વધુ પુસ્તકોના લેખક, તમામ ગુજરાતી દૈનિકમાં ૪૦૦ થી વધુ ચર્ચાપત્રો લખીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ‘અખબારી Jain Education International ૪૫ ચર્ચાપત્રો-ચર્ચાપત્રીઓ : પ્રતિબદ્ધ પ્રહરીઓ' એ તેમનો જાતે પ્રકાશક બનીને પ્રકાશિત કરેલો ગ્રંથ છે. જે તેમની ગુજરાતી પ્રજાની લોકહિત માટે અવાજ ઉઠાવવાની નિસબતને જાગૃત કરે તેવો છે. ૧૬-૧૨-૧૯૩૮ના રોજ વડનગરમાં જન્મેલા રજનીકાંતભાઈ જન્મે, કર્મે ગુજરાતી છે અને હિન્દી ભાષા અને સાહિત્યની સાથોસાથ માતૃભાષા ગુજરાતીની પણ એટલી જ સેવા કરી છે. ગુજરાતી સાહિત્યને અન્ય ભાષાઓમાં લઈ જવાનું અને વિશ્વવિખ્યાત કૃતિઓને ગુજરાતીમાં અનુદિત કરીને લાવવાનું કામ તેમણે સતત ચાલુ રાખ્યું છે. ૧૯૯૫માં તેમની કુમાઉ સંસ્કૃતિ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે વરણી થયેલી. લખનૌ મુકામે ૧૯૯૮માં ગુજરાતના ભૂતપૂર્વ ગવર્નર આર. કે. ત્રિવેદીએ તેમનું સન્માન કર્યું તેને તેઓ સૌથી વધારે હૃદયંગમ ઘટના ગણે છે. જગદીશ બિનીવાલે પત્રકાર, લેખક, ટિકિટ સંગ્રાહક, સારા કેમેરામેન, ક્રિકેટના અભ્યાસુ, એવી અનેક ઓળખ ધરાવતા શ્રી જગદીશ બિનીવાલેને ગુજરાતી પ્રજા અખબારોના માધ્યમથી ઓળખે જ છે. ૨૩-૧૧-૧૯૪૧ના રોજ તેમનો મુંબઈ મુકામે જન્મ પણ કર્મભૂમિ તો અમદાવાદ જ. બાળવાર્તા ‘ભ’ ભગલાનો ભબાલસંદેશમાં છપાયેલી તેમની પ્રથમ મૌલિક કૃતિ. પત્રકારત્વનું ખેડાણ કિશોરવયથી શરૂ કરેલું. કિશોરવયે તેમણે ‘બાલદીપક', ‘વસંતશોભા’જેવાં હસ્તલિખિત માસિકો અને સ્ટેશન રોડ સમાચાર’ નામનું સાઈક્લોસ્ટાઈલ્ડ પેપર બહાર પાડેલું. મુંબઈમાં સહાધ્યાયીઓની સાથે દૈનિકોમાં ફોટા પાડવાનું કામ શીખ્યા. ક્રિકેટની બાબતો અંગે વિશેષ જ્ઞાન હોવાને લીધે અનેક પુસ્તિકાઓ, ચરિત્રસંગ્રહ તેમણે બહાર પાડ્યા. અજિત વાડેકર, રમાકાન્ત દેસાઈ અને દિલીપ સરદેસાઈ તેમના શાળાજીવનના પાટલીમિત્રો. ‘કપિલ-ધ ગ્રેટ' અને ‘સોહામણો ઓલરાઉન્ડર કરસન ઘાવરી તેમનાં અનેક પુસ્તકોમાંના બહુ જાણીતાં પુસ્તકો છે. ગેરી સોબર્સની મુલાકાત ‘મુંબઈ સમાચાર'માં છાપી અને મામા ફિલ્મજગત સાથે સંકળાયેલા હોઈ અનેક ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યુ જુદા જુદા દૈનિકો, સામયિકોમાં છપાવા માંડ્યા. ‘ચાંદની’, ‘શ્રી’, ‘સ્ત્રી'માં તેમની કૃતિઓ, અહેવાલો, મુલાકાતો છપાતા રહ્યા છે. ધર્મસંદેશ’ અને ‘રજનીશદર્શન’નું સંપાદન પણ કર્યું. દીર્ધકાલીન પત્રકારત્વ માટે તેમને ૧૯૯૪માં ‘સંસ્કૃતિ ગૌરવ’ એવોર્ડ મળેલો છે. તેમની પ્રસિદ્ધિનું કારણ તેમની ટિકિટ-સંગ્રહ લેખનમાળા અને ક્રિકેટલેખન ગણાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834