Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 755
________________ ૯૩૯ પ્રતિભાઓ જ અમેરિકાનો અભ્યાસપ્રવાસ કર્યો. ત્યાંના અભ્યાસપ્રવાસ દરમ્યાન તેમણે અમેરિકન પત્રકારોની ભારત અંગેની ખોટી સમજ દૂર કરવા માટે આંકડાઓ સાથે વિગતો ચર્ચા વાસ્તવિકતાનો ચિતાર આપ્યો. “કાર્ય એ મારો ધ્યાનમંત્ર છે. પરિણામની હું ચિંતા કરતો નથી.” ગાંધીજીના આ વાક્યને એક કાગળમાં લખીને તેઓ સતત પોતાની પાસે રાખતા. “કપિલભાઈ પીઢ, રચનાત્મક વિચારોવાળા, સંનિષ્ઠ અને અજાતશત્રુ કહી શકાય એવા સજ્જન હતા' એવું એમના સમકાલીન પત્રકારોનું માનવું છે. ગાંધીવાદી વિચારસરણી ધરાવતા કપિલરાય સનસનાટી ભર્યા સમાચારને સ્થાન આપવામાં માનતા નહીં. તે રીતે છાપાનો ફેલાવો વધે તે તેમને યોગ્ય લાગતું ન હતું. તેમનો શિક્ષક સ્વભાવ અખબારને સાચા અર્થમાં લોકશિક્ષણનું સાધન બનાવી ભારતની પાંગરતી લોકશાહીના ઘડતરમાં સર્જનાત્મક ફાળો આપવા સંકલ્પબદ્ધ હતો. એ દિવસોમાં એમના તમામ આગ્રહો સાથે સંદેશ'નો ફેલાવો ૧ લાખ નકલ સુધી પહોંચાડવાની તેમની હોશ સંતોષાઈ હતી. | ‘હકીકતો માટેનો એમનો આગ્રહ, ચોકસાઈ માટેની તેમની ચીવટ અને ઝીણવટ, લખાણમાં અભ્યાસશીલતા, સમતોલદષ્ટિ અને સદા ગુણદર્શી અને રચનાત્મક વલણને કારણે તેમના તંત્રીલેખોનું પોત ગુજરાતી પત્રકારત્વમાં સદા વિશિષ્ટ રહેશે.' એવું બળવંતભાઈ શાહનું માનવું છે. તેમના વિશિષ્ટ કાર્યોમાં તેમણે તૈયાર કરેલી અમદાવાદ શહેરની ડિરેક્ટરી તેમણે બે વાર તૈયાર કરી હતી. ઉપરાંત અમદાવાદ સર્વસંગ્રહ, રાષ્ટ્રપિતાના ચરણોમાં', દક્ષિણ ભારતની વિકાસયાત્રા' અને અમેરિકાના એ સમયના ઉપપ્રમુખ હ્યુબર્ટ હમ્ફીની જીવનકથાનો અનુવાદ જેવાં પુસ્તકો, એમના સર્જન હતાં. આમ, ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે કેટલીક મહત્ત્વની રચનાત્મક કામગીરી કર્યા બાદ જ્યારે કેન્સરની જીવલેણ બિમારીનો ભોગ બન્યા ત્યારે શ્રી કપિલભાઈએ તેમના અંતિમપત્રમાં લખ્યું હતું કે, ‘૩૫ વર્ષમાં મેં જે કંઈ નિષ્ઠાપૂર્વક કર્યું છે તેથી ગુજરાતી પત્રકારત્વની સેવા જ થઈ છે, એ સંતોષ લેવામાં હું અભિમાન કરતો હોઉં એવું મને નથી લાગતું નમ્રતાપૂર્વકના તેમના આ નિવેદનમાં જ તેમના પત્રકારત્વમાં કેવી સુવાસ હશે તેનો આભાસ થાય છે. સ્ત્રોત : શ્રી બળવંતભાઈ શાહ સાથેની વાતના આધારે તથા “કુમાર” અંક નં-પપ૬ એપ્રિલ-૧૯૭૦) વાસુદેવ મહેતા વીતેલી પેઢીના પ્રેરણાદાયી પત્રકારોમાં જેમનું નામ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવા પત્રકાર એટલે વાસુદેવભાઈ મહેતા. તેમના વ્યક્તિત્વની જેમ તેમનું પત્રકારત્વ પણ સ્વતંત્ર રહ્યું. તેમની સમગ્ર જિંદગી વ્યવસાયી પત્રકાર તરીકે જ પસાર થઈ. તેમ છતાં વ્યાવસાયિકતાથી અલગ અને આગવી ખુમારી કેવી હોય તેનું પત્રકારો સામે જો કોઈ ઉદાહરણ મૂકવું હોય તો તે વાસુદેવભાઈ હતા. “પત્રકારે ગરમ રોટલી ખાવાની આશા રાખવી નહીં અને ગરમ રોટલીની ખેવના હોય એણે પત્રકારત્વમાં ઝુકાવવું નહીં' એ તેમનું ધ્રુવવાક્ય. આ વાક્ય પત્રકારો અને પત્રકારત્વ જગતમાં જાણીતું છે. સ્થાપિત છે. નાનાં મોટાં અનેક અખબારોમાં તેમણે કામ કર્યું પણ તેમની શક્તિનો સાચો પરિચય સૌને તેમની “જનસત્તા' ની કામગીરીમાંથી જ થયો. ધ ઇન્ડિયન એકસપ્રેસ' જૂથના માલિક રામનાથ ગોએન્કાજીએ ૧૯૭૭ પછી તેમને “જનસત્તા' દૈનિકની નેતાગીરી સોંપી. તેઓ તંત્રી બન્યા. સારું અખબાર ચલાવવા અને અખબાર સારી રીતે ચલાવવા એક સરસ મઝાની “ટીમ’ જોઈએ. એ માટે તેમણે તરત મથામણ ચાલુ કરી દીધી. વિષ્ણુ પંડ્યા, શિવ પંડ્યા, શેખાદમ આબુવાલા, નિરંજન ભગત વગેરેની સાથોસાથ ગુજરાતના અને ગુજરાત બહારના જાણીતા પત્રકારોનું મંડળ તેમનાં માર્ગદર્શન તળે એકત્ર થયું. તેમના સમકાલીન વિષ્ણુ પંડ્યા નોંધે છે કે, “મોડી રાત સુધી મથાળાં અને સામગ્રીની મથામણ ચાલે. (જનસત્તા કાર્યાલયની કામગીરી સંદર્ભે) તંત્રીલેખમાં જરીકેય આઘુંપાછું ના ચાલે. રવિપૂર્તિને મનોરંજન કરતાં માહિતીપ્રધાન વૈચારિકતાનો અસબાબ પૂરો પડાયો. તંત્રી તરીકેની તેમની આ મહેનત થકવી નાંખે તેવી હતી. રાત્રે અમે પાછા ફરીએ ત્યારે લાલ દરવાજા સુધી ચાલતા જઈએ. એકવાર તેમણે સાંપ્રત રાજકારણ અને પત્રકારત્વ વિશેની વાતચીતમાં કહ્યું હતું, “આપણે મરેલા ઘોડા પર તો અસવાર નથી ને?' વાસુદેવભાઈની એ સમયની એ વાત અને એ સંજોગોને વર્તમાન અને સંજોગો સાથે સાંકળી જોઈએ તો? તેઓ આશાવાદી પૂરા. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ સ્થિર પણ રહી શકે તેની પ્રતિક્રિયા આપે અને લેખન પર તેની અસર સુદ્ધાં પડવા ન દે. અલ્પવિરામ'ની તેમની ટચુકડી નોંધ તેઓ જે અખબારમાં હોય ત્યાં સદૈવ લોકપ્રિય રહી. તત્કાલીન સમાજના અનેકવિધ પ્રવાહો અંગે તેમણે લેખનકાર્ય પૂરતી સજ્જતા અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834