Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 737
________________ ૦૨૧ પ્રતિભાઓ ફિલ્મ બનાવી. “માંડવડા રોપાવો મારા રાજ’ ફિલ્મ પણ સફળ થઈ અને ફિલ્મો પછી “મ' અક્ષરને શુકનવંતો ગણી શ્રી જશવંત ગાંગાણી પોતાની તમામ ફિલ્મોના નામ “મ' અક્ષર પરથી જ શરૂ કરે છે. જશવંત ગાંગાણીની નવી ગુજરાતી ફિલ્મ ‘મેં તો પાલવડે બાંધી પ્રીત' ૪ થી ફેબ્રુઆરીના રોજ રીલીઝ થઈ છે. જશવંત ગાંગાણીએ પોતાની આ ફિલ્મમાં ભાવનગર જિલ્લાના ટાણા વરલની રાજલક્ષમીને હિતેનકુમાર સામે હિરોઇન તરીકે લીધી છે. જશવંત ગાંગાણીની એક અન્ય હિન્દી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ પણ નિર્માણાધીન છે. કિશોર પારેખ ભાવનગરના કિશોર પારેખનું નામ એક એવી ઘટના સાથે જોડાયું કે રાતોરાત વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યું. ભારતપાકિસ્તાનના યુદ્ધવિરામ પછી રશિયાની મધ્યસ્થી દ્વારા તાશ્કેદ મંત્રણા ગોઠવાઈ હતી અને તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી તાન્કંદ ગયા હતા. મંત્રણા પૂરી થયે શાસ્ત્રીજી પોતાના નિવાસસ્થાને ગયા હતા અને મંત્રણા પછીની તનાવયુક્ત ક્ષણો સાથે પોતાના ખંડમાં મોડી રાત્રિએ આમથી તેમ ફરી રહ્યા હતા. તે વેળાએ તેમની સાથે ગયેલ ભારતીય પત્રકાર ફોટોગ્રાફર શ્રી કિશોર પારેખ નિવાસસ્થાનની બહારના ભાગે પોતાનો વિજીલન્ટ (સતર્ક) કેમેરા ઓન રાખીને મૂંઝવણની કોઈ એક પળને કેમેરામાં કંડારી લેવા તત્પર હતા. ઓરડાની બારી પાસેથી અંદરના ભાગે શાસ્ત્રીજીને પસાર થતાં નિહાળ્યા કે શ્રી પારેખે નત મસ્તકે વડાપ્રધાનશ્રીની ચિંતાગ્રસ્ત છબી કેમેરામાં ઝીલી લીધી. આ છબી લાલબહાદુર શાસ્ત્રીના જીવનની અંતિમ છબી બની રહી, કારણ કે રાત્રિ દરમિયાન ઊંઘમાં જ શાસ્ત્રીજીનું હૃદયરોગના કારણે નિધન થયું હતું. તાન્કંદ-કરારમાં ભારતે યુદ્ધની ભૂમિ પર જીતેલી બાજી ગુમાવી હતી. વધુમાં એક અત્યંત મજબૂત હૃદયના વડાપ્રધાનને ગુમાવ્યા હતા. આ સંવેદનશીલ સમયની દુર્લભ છબી ઝીલનાર શ્રી કિશોર પારેખ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા. શ્રી પારેખ ખરેખર જ સાહસિક સ્વભાવના હતા. બાંગ્લાદેશના મુક્તિસંગ્રામ સમયે શ્રી પારેખે લીધેલા અદ્ભુત ફોટોગ્રાફક્સ, પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારના ફોટા લેનાર વિરલ ફોટોગ્રાફર વિશ્વમાં નામના પામ્યા છે. ઘરશાળા સ્કૂલ ભણતા હતા ત્યારે તેમનાં સાહસો રમતિયાળ તેમ જ તોફાની સ્વભાવના પરિચાયક રહ્યાં હતાં. તે જૂના સમયની શિસ્તબદ્ધ શિક્ષણપ્રણાલીમાં હરભાઈની ઘરશાળામાં મુક્તશિસ્તના વાતાવરણમાં ઊછરેલા શ્રી કિશોર પારેખ ખરેખર શિસ્તથી મુક્ત હતા, સાહસિક હતા. શ્રીમંત કટુંબના સંતાન હતા, ફોટોગ્રાફીનો શોખ તેમનો પછીથી વ્યવસાય બન્યો હતો. ભારતના પત્રકારજગતમાં પ્રથમ હરોળના ફોટોગ્રાફર બની રહ્યા હતા. “સંદેશ'ના પ્રથમ પાને રોજ સવારે શ્રી કિશોર પારેખની કઈ તસવીર સમાચાર આપે છે તે જોવા સંદેશ'ના વાચકો તે સમયે ઉત્સુક રહેતા તે ભાવનગરના હોઈને ભાવનગરવાસી તરીકે ગૌરવ અનુભવાતું. સુધાકર શાહ મૂળ ભાવનગરના વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલા શ્રી સુધાકર ગિરધરલાલ શાહની પ્રતિભા બેંકિંગ અને ફિનાન્સ, બિઝનેસ મેનેજમેન્ટ, ઇકોનોમિક્સ તથા ઇન્ડસ્ટ્રીઝનાં ક્ષેત્રોમાં એક નિષ્ણાંત સલાહકાર તરીકે વિકસી છે. ૩૩ વર્ષીય સુધાકર શાહ યુવા સહજ સ્કૂર્તિથી બેકિંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીઝને લગતા સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સિસ ડે વ્યાખ્યાનોમાં પ્રવર્તી રહ્યા છે. માત્ર વ્યાખ્યાનો આપવાં ચર્ચાઓ કરવી એમ નહીં, આર્થિક બાબતોને લગતી કે ઇન્ડસ્ટ્રીઝને સ્પર્શતી બાબતોની યોજનાઓ ગોઠવવી, આકારબદ્ધ કરવી અને તેને કાર્યાન્વિત કરવા અંગે નક્કર માર્ગદર્શન પૂરું પાડવું તે તેમની કુશળતા છે. ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ તેમનું આગવું અભ્યાસક્ષેત્ર છે. આજના આ ઇન્ડસ્ટ્રીઝના સ્પર્ધાત્મક વિશ્વમાં માર્કેટિંગ તથા ઇન્ડસ્ટ્રિયલના અનેક ઇયૂઝના તેઓ ખાસ નિષ્ણાંત સલાહકાર છે. ઉત્પાદન ટેક્નોલોજીમાં પરિવર્તન, આર્થિક પ્રગતિનાં જુદાં જુદાં સોપાનો, ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ફર્મેશન અને સિસ્ટમ મેનેજમેન્ટ, બેંકિંગ અને ફિનાન્સ એ તેમના આજની તકે સ્પેશ્યલાઇઝેશનના વિષયો છે. શ્રી સુધાકર શાહની કારકિર્દીનો આરંભ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં અધિકારી તરીકે થયો જ્યાં તેઓ એક્ઝિક્યુટિવ સ્કીલના પહેલા પાઠો શીખ્યા. ૧૯૫૪થી ૬૨ રિઝર્વ બેન્કમાં રહી ૧૯૬૨માં ઇન્ડિયન બેક્સ એસોસિએશનમાં ચીફ એકઝીક્યુટિવ તરીકે જોડાયા જ્યાં ૧૯૭૭ સુધી કાર્યરત રહ્યા. અહીંથી જ તેમની વ્યક્તિપ્રતિભાને બેંકિંગ અને ઇન્ડસ્ટ્રીઝના વ્યાપક ક્ષેત્રે સૌને પરિચય મળ્યો. ૧૯૭૭થી આજ સુધીની કારકિર્દીમાં શ્રી સુધાકર શાહે નોમિની ડાયરેક્ટર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, કન્સલ્ટન્ટ, એડવાઇઝર, કોલમિસ્ટ, કોરસ્પોન્ડન્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834