Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 742
________________ ૨૬ પથપ્રદર્શક દર્શકોનાં મનમાં જન્મેલી વાત સાચી ઠરી. ટી.વી. સીરિયલ “સપનાનાં વાવેતર', જે ગુજરાતી ભાષામાં છે અને તેની હિન્દી આવૃત્તિ “એક મહલ હો સપનોં કા' સીરિયલમાં તેમનું પાત્ર સારી રીતે આવકાર પામ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે અપરા મહેતાનું નામ જાણીતું છે. ટી.વી. સીરિયલમાં પણ અતિ વ્યસ્ત છે, છતાં મુંબઈનાં ઘણાં નાટકોમાં હજુ પણ અભિનય આપે છે. તેમાંય ભાવનગર આવવાનું થાય ત્યારે તો રાજી રાજી થઈ જાય છે. અપરા મહેતાના પતિ દર્શન જરીવાલા પણ એક અચ્છા કલાકાર છે. તેમની દીકરી ખુશાલી પણ કલાનો વારસો પ્રાપ્ત કરશે એવી અપેક્ષા ભાવનગર અચૂક રાખશે જ. બરકત વિરાણી બેફામ' ભાવનગર પાસેના ઘાંઘળી ગામના વતની શ્રી બરકત વિરાણી ‘બેફામ’ (જન્મ ૧૯૨૩)એ ગુજરાતીમાં ‘બેફામ’ ઉપનામે ગઝલો લખી. ભાવનગર ક્ષેત્ર અને ગુજરાતી ગઝલોમાં જબરી બરકત હાંસલ કરી. એમના તરફથી “માનસર’ (૧૯૬૦), ‘ઘટા' (૧૯૭૦) અને “પ્યાસ' (૧૯૮૦) નામના ગઝલસંગ્રહો મળેલા છે. એમની ગઝલોની આગવી ઓળખ લેખે જીવન અને મૃત્યુ વિષયક ચિંતન વિશિષ્ટ રીતે અભિવ્યક્તિ પામે છે. દર્દસભર સ્થિતિ, વિષમતાના વિષયને આત્મજ્ઞાન કરી વ્યાવર્તક લક્ષણ સ્વરૂપે નિયોજી ગઝલના શેરને ચોટદાર, માર્મિક અને ચિરંજીવ બનાવે છે. આકાશવાણી, મુંબઈના ગુજરાતી વિભાગમાં સેવા આપનાર શયદાયુગીન મુશાયરા પદ્ધતિના વિશિષ્ટ ગઝલકાર તરીકે એમનું નામ ગામેગામ, શહેરેશહેર, ચોરચોરે ચર્ચાતું રહ્યું છે. શ્રી ‘બેફામ’ની પ્રેરણાથી શરૂ થયેલ મુશાયરા પદ્ધતિના એક સમયમાં “સૈફ', “શૂન્ય’, ‘મરીઝ’, ‘ઘાયલ’, ‘ગની', અસિમ સંદેરી', રતિલાલ ‘અનિલ’, ‘બેફામ’, ‘આઝાદ' ઇત્યાદિ તેજસ્વી તારલાઓ ગુજરાતી ગઝલગગનમાં ચમકી રહ્યા હતા. બેફામ એમની સાદગી અને સૌષ્ઠવભર્યા શેરથી વિશાળ ભાવકવર્ગને જકડી રાખી આવા બેનમૂન અશઆર કહેતા :– રડ્યા “બેફામ' સૌ મારા મરણ પર એજ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા પ્રેમમાં મેં તો ભૂલાવ્યો છે મને. ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી ન હોતી, મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી. કાંતિ ભટ્ટ કાંતિ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વની એક જીવંત પાઠશાળા છે. લખી લખીને કાયા ઘસી નાખનાર આ પત્રકારની રગેરગમાં લોહીને બદલે શાહી દોડતી હોય તેમ લાગે છે. દેશમાં કે પરદેશ વસતા ગુજરાતીઓ કાંતિ ભટ્ટના નામથી પરિચિત છે, તેમની કલમથી પરિચિત છે. એવા પ્રભાવશાળી પત્રકાર કાંતિ ભટ્ટ પણ ભાવનગરના છે. તેમણે આરંભકાળમાં રાજાબાબુના એક સાપ્તાહિકમાં પોતાની કલમ ચલાવી હતી. ત્યારબાદ મુંબઈ જઈ વસ્યા. ‘ચિત્રલેખા'માં પોતાની આગવી શૈલીની કલમથી ભારતભરમાં જાણીતા થયા. અન્ય અખબારોમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ‘ચિત્રલેખા'ના કાર્યાલયમાંથી શીલા ભટ્ટનો પરિચય થયો. શીલા ભટ્ટ ત્યારે ફોટોગ્રાફર તરીકે સેવા આપતાં હતાં. તેમને પત્રકારત્વ ક્ષેત્રે રુચિ હતી. આ રુચિ બન્નેને જીવનસાથી તરીકે જોડી ગઈ. કશુંક વિશેષ કરી બતાવવા તેમણે ‘ચિત્રલેખા’ છોડીને ‘અભિયાન'માં ઝુકાવ્યું. તેને એક લોકપ્રિય મેગેઝિન બનાવવામાં તેમનો પુરુષાર્થ નોંધપાત્ર છે. વિવિધ ક્ષેત્રના લેખો લખનાર કાંતિભટ્ટની “ચેતનાની ક્ષણો' વિશેષ લોકપ્રિય છે. ૧૫ જુલાઈ, ૧૯૩૧ તારીખે સથરા ગામમાં જન્મેલા અને મૂળ વતન ઝાંઝમેરના આ પત્રકારે પ્રથમ હરોળના પત્રકાર તરીકે નામના પ્રાપ્ત કરી છે. પાર્થિવ ગોહિલ ‘સારેગામા’ ટી.વી. સીરિયલ જોનારાં ભાવનગરવાસીઓ આનંદમાં ઝૂમી ઊઠ્યાં. આ સ્પર્ધામાં વિજય મેળવનાર પાર્થિવ ગોહિલ ભાવનગરનું ઘરેણું છે. ત્યાર પછી તો વિનર શોમાં તેમની પ્રતિભા બરાબર ઝળહળી ઊઠી. દેશ-વિદેશમાં યોજાતા સુગમસંગીતના કાર્યક્રમોમાં તેમની પસંદગી થઈ. પાર્શ્વગાયક તરીકે આમંત્રણ મળ્યું. ભારતમાં અનેક મહાનગરોમાં તેમણે કાર્યક્રમો આપ્યા અને સારી નામના પ્રાપ્ત કરી. પાર્થિવ ભરતભાઈ ગોહિલની જન્મતારીખ ૧૮-૨૧૯૭૬ અને જન્મ સ્થળ ભાવનગર છે. ઘરશાળાના આ તેજસ્વી તારક વિદ્યાર્થી કોમર્સમાં સ્નાતક થયા પછી એમ.બી.એ.નો અભ્યાસ કરતાં કરતાં મુંબઈ સ્થાયી થયા. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝે. તેમને મુંબઈ ખાતે તેમના યોગ્ય કામગીરી આપી. મુંબઈ સ્થાયી થયા પછી રામ નગીતક્ષેત્રે પાર્થિવ ગોહિલનું નામ ગુંજતું થયું. Jain Education Intemational ucation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834