Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 733
________________ પ્રતિભાઓ ગામના વતની અને ભાવનગર શહેરમાં પરણેલા દિનુ ત્રિવેદી ફિલ્મજગત અને તખ્તાની દુનિયાના હોનહાર કલાકાર હતા. એક જમાનામાં દિનુ ત્રિવેદી એટલા વ્યસ્ત હતા કે એક જ દિવસે એક જ સમયે એકી સાથે ભજવાતાં ત્રણ ત્રણ નાટકોમાં તેમની ભૂમિકા રહેતી! એક ચાલુ નાટકમાંની ભૂમિકા કરતાં કરતાં એક્ઝિટ થાય તેટલા સમયમાં બીજા હોલમાં ચાલુ નાટકમાં જઈ તે ભૂમિકા માટેની એન્ટ્રી અને તે એન્ટ્રી માટેનો મેકઅપ રસ્તામાં જ! ‘બહુરૂપી'ના લાલુ શાહ માટે દિનુ ત્રિવેદી પ્રિયતમ કલાકાર હતા. ‘બહુરૂપી'ના નામ પર જ્યારે નાટકો ચાલતાં હતાં ત્યારે તે નામ સાથે દિનુ ત્રિવેદીનું નામ અચૂક જોડાયેલું હોય જ. ‘વિસામો' નામક નાટકમાં દિનુ ત્રિવેદી ખૂબ સફળ રહેલો. પછીથી આ નાટક પરથી જ બનેલી ‘વિસામો' ફિલ્મમાં પણ દિનુ ત્રિવેદીની ભૂમિકા સરાહનીય રહી. ‘રા નવઘણ’ ફિલ્મથી દિનુ ત્રિવેદીએ ગુજરાતી ફિલ્મોના હાસ્યકલાકાર તરીકે ગજું કાઢેલું. ‘દિનુ મામા’ના નાટ્યપાત્ર પછી દિનુ ત્રિવેદીને વાસ્તવિક જીવનમાં પણ દિનુ મામાની જ ઓળખ મળી ગયેલી. સ્વ. દિનુ ત્રિવેદીનાં પુત્રી સોનલ ત્રિવેદી પણ તખ્તાની જાણીતી અભિનેત્રી છે. સફળ ગુજરાતી નાટક બા રીટાયર થાય છે' પરથી હિન્દીમાં નિર્માણ થયેલ માં રીટાયર હોતી હૈ' માં જયાબચ્ચનની શીર્ષક ભૂમિકાવાળા નાટકના દેશ-વિદેશના શોમાં સોનલ ત્રિવેદીએ પણ અભિનય કર્યો હતો. દીના પાઠક હમણાં ‘દેવદાસ’ ફિલ્મમાં ભુવનનાં માતા તરીકે હાજરી પુરાવી ગયેલાં દીના પાઠક પણ ભાવનગરી માટીનું કલારત્ન છે. ‘દેવદાસ’ ઉપરાંત ‘પિંજર’, ‘લજ્જા’, ‘આશિક’, ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’, ‘પ્યાર કોઈ ખેલ નહીં’ અને ‘પરદેશ' જેવી તાજી ફિલ્મોમાં ભૂમિકા કરનાર દીના પાઠકની ફિલ્મ સફર સને ૧૯૪૮થી શરૂ થયેલી. પ્રથમ ફિલ્મ ‘કરિયાવર’માં દીના સંઘવીના નામથી કલાકાર તરીકેની કારકિર્દી શરૂ કરનાર આ જાજરમાન ચરિત્ર અભિનેત્રીના ખાતે લખાયેલી ૭૫થી પણ વધુ ફિલ્મોમાં તેણીએ નિભાવેલાં પાત્રો સ્મરણીય બની રહ્યાં છે. ‘સૌદાગર’, ‘મૈદાને જંગ’, ‘સનમ બેવફા’, ‘નાચે મયૂરી’, ‘વો સાત દિન’, ‘વિજેતા’, ‘ઉમરાવ જાન’, ‘ખૂબસૂરત’, ‘મીરાં', બદલતે રિશ્તે', ‘કિનારા’, ‘પહેલી’, ‘ચિત્તચોર', ‘અનાડી’, Jain Education International ૧ ‘આપકી કસમ’ અને ‘સત્યકામ' જેવી ફિલ્મોમાં દીના પાઠકની ભૂમિકાઓ ઉલ્લેખનીય રહી છે. દીના પાઠકનું વ્યાવસાયિક ફિલ્મોમાં જેટલું યોગદાન રહ્યું છે તેટલું જ યોગદાન કલા ફિલ્મોમાં પણ રહ્યું છે. ‘એક ચાદર મૈલી સી’, ‘ભૂમિકા’, ‘મોહન જોષી હાજિર હો’, ‘અર્થ’, ‘શ્રદ્ધા’, ‘મૌસમ', ‘કૌશિક' અને ‘સારા આકાશ' જેવી આર્ટ ફિલ્મોની નોંધ જેના વગર અધૂરી ગણાય તેવાં દીના પાઠકે અમિતાભ બચ્ચનની સૌ પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની'માં પણ ભૂમિકા કરી છે. ચરિત્ર અભિનેત્રી તરીકે દીના પાઠક એક માત્ર એવાં કલાકાર છે, જેમની હિન્દી ફિલ્મો પરથી વધુમાં વધુ અંગ્રેજી આવૃત્તિઓ બની હોય. ફિલ્મો ઉપરાંત દીના પાઠકે ‘તમસ’ ટી.વી. સીરિયલમાં ઉમદા અભિનયની અમીર છાપ છોડી છે. ‘આપ કી કસમ' (૧૯૭૪), ‘મૌસમ' (૧૯૭૫), ‘વિશ્વાસઘાત’ (૧૯૭૭), ‘ઘરૌંદા’ (૧૯૭૭), ‘ડ્રીમગર્લ’ (૧૯૭૭), ‘ગોલમાલ ' (૧૯૭૯), ‘જીના યહાં' (૧૯૭૯), ‘હમ કદમ' (૧૯૮૦), ‘બીવી ઓ બીવી’ (૧૯૮૧), ‘તુમ્હારે બિના' (૧૯૮૨), ‘પ્રેમરોગ’ (૧૯૮૨), ‘ભીગી પલકે’ (૧૯૮૨), ‘બિન્દિયા ચમકેગી’ (૧૯૮૪), ‘હોલી’ (૧૯૮૪), ‘કર્મદાતા’ (૧૯૮૬), ‘રાહી’ (૧૯૮૭), ‘ઇજ્જત’ (૧૯૮૭), ‘યતીમ’ (૧૯૮૮), ‘પિતા’ (૧૯૯૧), ‘આઈના’ (૧૯૯૩), ઇના મિના ડિકા' (૧૯૯૪), ‘સબ સે બડા ખિલાડી ’ (૧૯૯૫), ‘જોર’ (૧૯૯૭), ‘મેરે સપનોં કી રાની’ (૧૯૯૭) દીના પાઠકનો આછેરો ચિત્ર પરિચય છે. ‘બાઝાર’ જેવી સફળ ફિલ્મોની અભિનેત્રી સુપ્રિયા પાઠક દીના પાઠકનાં પુત્રી છે. ૪ માર્ચ ૧૯૨૨ના જન્મેલા દીના પાઠકે ૧૧ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ દેહત્યાગ કર્યો ત્યાં સુધીના ૮૦ વર્ષના જીવનમાં ફિલ્મી દુનિયામાં રહ્યાં છતાં એક આદર્શ સન્નારીને છાજે તેવા સંસ્કાર અને મરતબો કાયમ રાખ્યો. દીના પાઠકે વ્યાવસાયિક જરૂરિયાતો માટે મુંબઈ વસવાટ કર્યો પરંતુ ભાવનગરને તેમણે ક્યારેય વેગળું રાખ્યું ન હતું. આ ધરતીની પ્રણાલી અને પરંપરાનાં દૃષ્ટાંતો આપવામાં તેમણે ગૌરવ અનુભવ્યું હતું. ચંદ્રિકાબહેન યતીન વ્યાસ તા. ૨૨-૨-૧૯૩૯ના રોજ જન્મેલા ચંદ્રિક હેન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834