________________
પ્રતિભાઓ
પત્ર લખતા ગાંધી'નું આદમકદ તૈલચિત્ર ત્યાં કાયમી પ્રદર્શનમાં રખાયું છે.
મોટાભાગે જલરંગી માધ્યમોમાં ચિત્રો કરતા સરલાદેવીના ચિત્રોની વિશેષતામાં સર્વ પ્રથમ આંખને ગમી જાય તેવું સુરેખ આલેખન એટલે કે રેખા-લાવન્ય. એકબીજામાં સમરસ થઇ જાય તેવા સૌમ્ય રંગો તેમને પસંદ છે. ભાવપ્રકટીકરણના પોતે આગ્રહી છે. ચિત્રોમાં અનેક વિષયો તેમણે આવરી લીધા છે, છતાં ગાંધીવન અને નારીપ્રતિભા એ તેમના પ્રિય વિષયો છે. થોડા વર્ષો પહેલાં પુનાના આગાખાન મહેલમાં રાખવા માટે મોટાકાના પાંચ તૈલચિત્રો તૈયાર કરી આપેલા તેમાં ગાંધીજ અને કસ્તુરબા, સરોજિની નાયડુ, તુલસીપૂજન કરતા કસ્તુરબા, મીરાંબાઈ અને મીરાંબેન મિસ સ્ટેઇડનો સમાવેશ થાય છે.
માત્ર કલાવ્યાસંગથી જ ચિત્રકલાને જીવનમાં અપનાવનાર આ ગાંધીયુગી ચિત્રસાધિકાની કારકિર્દીમાં તેમના નામ પ્રમાણે જ સરલ અને શાંતપણે વહેતાં ઝરણાની ગતિ નિહાળી શકાય છે. ચિત્રકલાને માત્ર ‘કલા ખાતર કલા’ નહીં પણ ‘જીવન ખાતર કલા' તરીકે અપનાવનાર શ્રીમતી સરલાદેવી મઝુમદારના ચિત્રોને આ દ્રષ્ટિએ નિહાળીશું તો જ તેના મૂલ્યની અધિકતાને પામી શકાશે.
ચિત્રપટ અને રંગમયના જ્વાનિર્દેશક
સ્વ. શ્રી હીરાભાઇ પટેલ
કલાનિર્દેશક તરીકે આમ તો તેમની નામના હતી જ. પણ રામાનંદ સાગરની 'રામાયણ' સિરીયલના કારણે જેમને વિશ્વવ્યાપક પ્રસિધ્ધિ મળી તે કલાકાર એટલે -
શ્રી હીરાભાઇ પીતાંબરદાસ પટેલ
વિ. સં. ૧૯૭૭માં રામનવમીના દિવસે રૂવાળા (જિ. મહેસાણા) ગામમાં તેમનો જન્મ સાત ચોપડીનો અભ્યાસ, વિસનગરમાં ભગના ત્યારે મકાનમાલિક જયશંકર સુંદરીના નાટકના સુંદર દ્રશ્યાત્મક પરદા ચિતરવાનું તેમને આકર્ષણ. શાળાના આચાર્યએ કલાગુરૂ રવિશંકર રાવલને વિદ્યાર્થીની જાણ કરી. પરિણામે ૧૯૩૭માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના મંડપ સુશોભન કરનાર પોતાના શિષ્યો સાથે વિભાઇએ હીરાભાઇને પણ તક આપી. ૧૯૩૯માં મુંબઇની જા. જી. કલાશાળામાં પ્રવેશ મેળવ્યો.
ભૂલેશ્વરના પ્રબંધ ચિંતામણી જૈનમંદિરના મુનિમની ભલામણથી રાત્રી નિવાસ મંદિરની પરસાળમાં કરતા અને દિયરો કલાશાળામાં ભસતા. ૧૯૪૪માં પેઇન્ટીંગમાં. ડી. માર્ટ થય.. ધાર્મિક-ઐતિહસિક ચલચિત્રો જોવાનો અને એ રીતે તેના સેટીંગ, પહેરવેષ વ.નો અભ્યાસ
Jain Education International
366
કરવાની ટેવ હતી. મુંબઇમાં સ્થાયી થવાનું નક્કી કરી કેટલાંક કલાકાર મિત્રોના સહકારમાં ઇન્ડિયા કલ્ચરલ સ્ટુડિયો સ્થાપ્યો. જેમાં સિનેમા પોસ્ટરથી લઇને વિવિધ વ્યવસાયિક કામો કર્યા. પણનેવીના બળવા પછી એ સ્ટુડિયો બંધ થઇ ગયેલો.
અંતે સંપૂર્ણપણે ચિત્રો પર તેમની દ્રષ્ટિ સ્થિર થઈ. વિષ્ણુ મુવીટોનના પીરૂભાઇ દેસાઇની રાહબરીમાં ક્લાનિર્દેશકની જવાબદારી સંભાળી. ભકત પ્રહલાદ, માનસરોવર, શૂર-એ-અરબ, દેવકન્યા જેવાં વિવિધ કથાવસ્તુવાળા ચલચિત્રોમાં સેટ સજાવટ કરી. દેવકન્યાના સન્નિવેષ નિહાળીને જ દેવકી બોઝે તેમને પોતાની ફિલ્મ 'મેઘદૂત' માટે નિમંત્ર્યા. ૧૯૪૦માં ભણતા ત્યારે અજંતાના પ્રવાસવેળા પોતે કરેલી અજંતાના ચિત્રોની અનુકૃતિઓનો ઉપયોગ ‘મેઘદૂત’ના સેટીંગમાં કર્યો. ૧૯૪૫થી ૪૭ના ગાળામાંતેમની કારકિર્દી જામતી ગઇ. ૧૯૫૧ થી ૬૨ મુંબઇના શ્રીકાંત સ્ટુડિયોમાં, ૧૯૬૨ ધી ૬૮ હાલોલના લક્ષ્મી સ્ટુડિયોમાં કલાનિર્દેશનમાં ૨૫ થી ૩૦ જેટલાં ગુજરાતી ચચિત્રોનાં સેટીંગ કર્યા.
‘જીંગારો’ જાદુગર ડાકુ - ગુફાનો સેટ
હીરાભાઇનું સ્વપ્ન સંપૂર્ણ સુવિધાવાળો સ્વતંત્રસ્ટુડિયો સ્થાપવાની હતી. છેવટે ૧૯૭૫માં ઉમરગામમાં ૪૦ એકર જેટલી જમીન ખરીદી. તેમાં ‘વૃંદાવન સ્ટુડિયો”ની સ્થાપના કરી. તેના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પોતે જવાબદારી સંભાળી. એવામાં રામાનંદ સાગર રામાયણ' સીરીયલના ક્વાનિર્દેશક તરીકે હીરાભાઇની પસંદગી કરી. ફિલ્મ વીર માંગડાવાળો' અનેસિરીયલ 'વિક્રમ-વૈતાલ'ની ક્લાસજાવટના અનુભવી હીરાભાઇએ રામાયલ'માં નિર્માણ કરેલા વિવિધ સેટ - દશરથનો મહેલ, ગામકૂટિર, અશોકવન, રાવણ દરબાર, લંકાની યુધ્ધભૂમિ, અયોધ્યાની ગલીઓ વ.ની સેટસજીવ હીરાભાઇની કિર્તી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફરી વળી.
હીરાભાઇ પટેલની ચિત્રકાર તરીકેની કારકિર્દી જોઇએ તો તેમણે ભારતીય પરંપરાગત શૈલીમાં કામ કર્યું છે. ગ્રામવન, ધાર્મિક કે ઐતિહાસિક - કોઇપણ વિષયવસ્તુ હોય, તેમની ચિત્રશૈલી વાસ્તવિક
For Private & Personal Use Only
www.jainelibrary.org