________________
પ્રતિભાઓ
તરીકે જોડાયા. આ સંશોધન નિમિત્તે મધ્યકાલીન સાહિત્ય અને કવિઓ વિશે ઊંડાણથી વાંચવા–વિચારવાનું બન્યું. તથા દેશના જુદાં-જુદાં પુસ્તકાલયો, હસ્તપ્રત ભંડારો, અને વિવિધ ક્ષેત્રોના વિદ્વાનોનો નિકટથી સંપર્ક થયો. જેનાથી સંશોધક તરીકેનું તેમનું વ્યક્તિત્વ ઘડાતું ગયું. એ પછીના સમયમાં તેમની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાષા-સાહિત્ય ભવનમાં અધ્યાપક તરીકે, એડ્લોક દોરણે પસંદગી થઈ. ઇ.સ. ૧૯૮૮-૮૯ અને ૧૯૮૯-૯૦નાં બે વર્ષો દરમ્યાન અનુસ્નાતક શિક્ષક તરીકે ફરજ બજાવી, અનેક એમ. ફિલ. પી.એચ.ડી.ના સંશોધક વિદ્યાર્થીઓને માર્ગદર્શન
આપ્યું. અને ત્રણેક પુસ્તકો પ્રકાશિત કર્યા. આ સમયગાળો તેમની આજીવિકાની દૃષ્ટિએ સ્થિરતાનો હતો. પરંતુ ત્યાં તેઓની કાયમી નિમણૂંક ન થતાં ફરી પાછા આર્થિક અનિશ્ચિતતામાં ધકેલાઈ ગયા. આજ સમયગાળામાં તેમનાં લગ્ન અને બાળકોની જવાબદારી પણ આવી પડી. જીવનના આ કપરા કસોટી કાળમાં કોઈપણ પ્રકારના ખચકાટ અનુભવ્યા વિના એમનું સંશોધનકાર્ય અવિરત પણે ચાલતું રહ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાંથી છૂટા થયા બાદ નિરંજનભાઈએ સંશોધનાર્થે રાષ્ટ્રીય કક્ષાની, પી.એચ.ડી. પદવી મળ્યા પછીના વિશિષ્ટ પ્રકારનાં સંશોધન કાર્ય માટે અપાતી ડૉ. હોમી ભાભા ફેલોશીપ માટે અરજી કરી. આ ફેલોશીપ મંજૂર થતાં, સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં મોટર સાઈકલ દ્વારા સીત્તેર હજાર કિલોમીટરની મુસાફરી કરી, સાંઈઠ વર્ષની ઉંમરના જૂની પેઢીના ભજનિક લોકગાયકોની રૂબરૂ મુલાકાત લઈ, લોક કંઠે વહેતા આવતા પાંચેક હજાર ભજનોનું સાતસો કલાકનું ધ્વનિમુદ્રણ કર્યુ. વિસરાતી જતી આ બહુમૂલી સંપદાનું, તેના મૂળ ઢાળમાં જીવંત વાણીરૂપે, સમયસર થયેલું ધ્વનિમુદ્રણ નિરંજનભાઈનું સંશોધનક્ષેત્રનું ચિરંજીવ પ્રદાન છે.
નિરંજનભાઈનું આજ પ્રકારનું બીજું મહત્ત્વનું સંશોધન કાર્ય છે. ‘બીજ મારગી ગુપ્તપાટ ઉપાસનાં' ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી મળેલી સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર કરેલો અને અકાદમીએ પ્રકાશિત કરલો આ સંશોધન ગ્રંથ ગુપ્ત એવા લોક ધર્મોની અંધારી કેડીઓ અજવાળે છે. સૌરાષ્ટ્રગુજરાતમાં “ઘૂનાધરમ” કે “મહાધરમ” તરીકે પ્રવર્તમાન પંથ પરંપરામાં થતી પાટ ઉપાસના, તેનાં વિધિ-વિધાનો, ક્રિયાકાંડો, તેના મંત્રો, તેનું સાહિત્ય આજ સુધી અત્યંત ગુપ્ત હતું. આ પરંપરાના ઉપાસકો, સંવાહકો અને અનુયાયીઓમાં એટલી જડ પ્રતિબદ્ધત્તા કે મરી જાય પણ મુખ ન ખોલે. આ પરિસ્થિતિમાં,
Jain Education Intemational
૪૩
આ સાહિત્યને ધ્વનિમુદ્રિત અને લિપિબદ્ધ કરવા નિરંજનભાઈએ સાચે જ ભેખ ધારણ કર્યો. સંશોધન ખાતર આ પરંપરાના અનુયાયીના અંતરતમ સુધી પહોંચીને આજ સુધી જે અત્યંત ગુપ્ત હતું તેને આ પંથના કેટલાક અનુયાયીઓના આક્રોશનો ભોગ બનીને પણ ઉજાગર કર્યું. સંશોધનાર્થે તેમણે કરેલો આ પુરૂષાર્થ, સંશોધનની દિશામાં કામ કરનારા નવી પેઢીના સંશોધકો માટે પથ પ્રદર્શકની ગરજ સારે તેવો છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા નિર્મિત ‘ગુજરાતી સાહિત્ય કોશ'ના કાર્યમાં જોડાઈ, મધ્યકાલીન સંતોના જીવનની શક્ય તેટલી તથ્યપરક વિગતો સંશોધિત કરી, એ સંત કવિઓના જીવનનો આલેખ આપ્યો. તો ‘સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય’–નામના પુસ્તકમાં તેમણે સૌરાષ્ટ્રની સંત પરંપરાઓ, સાધનાધારા અને સિદ્ધાંતો તેમજ સૌરાષ્ટ્રના ૩૫૬ જેટલા સંત-ભક્ત કવિઓનો સંક્ષિપ્ત પરિચય આપ્યો. આ ઉપરાંત સંતની સરવાણી, ‘દુધઈ વડવાળા ધામના દેવીસંતો', ‘સંતવાણીનું સત્ત્વ અને સૌંદર્યે’ (અન્ય સાથે) પ્રેમ સખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ કાવ્યો' ‘સંધ્યા સુમિરન' આનંદનું ઝરણું' રંગ શરદની રાતડી, ‘કૃષ્ણગાન’, ‘મૂળદાસજીનાં કાવ્યો’ જેવા દૃષ્ટિપૂત સંપાદનો અને સંશોધનો ડો. નિરંજન રાજ્યગુરુ દ્વારા ગુજરાતને પ્રાપ્ત થયા છે.
નિરંજનભાઈએ ૨ઝળપાટ કરીને એકત્રિત કરેલી અત્યંત મૂલ્યવાન ઢગલાબંધ સામગ્રીના પ્રમાણમાં તેમના દ્વારા પ્રાપ્ત થયેલાં પુસ્તકોની સંખ્યા હર કોઈને અલ્પ લાગે. તેમનો પી.એચ.ડી.નો થિસિસ તેમજ ફાર્બસ ત્રૈમાસિક, શબ્દસૃષ્ટિ, પરબ, બુદ્ધિપ્રકાશ વગેરે સામયિકોમાં પ્રકાશિત થયેલા તેમના ૫૦૦ જેટલાં સંશોધન લેખો, પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થવાની રાહ જોઈને બેઠા છે.
સંત સાહિત્યના ભેખધારી સંશોધક-સંપાદક અને વાહક એવા ડૉ. નિરંજન રાજ્યગુરૂએ ઇ.સ. ૧૯૯૦માં ઘોઘાવદર મુકામે ‘આનંદ આશ્રમ'માં રહેવાનું પસંદ કરી ‘સત્ત નિર્વાણ ફાઉન્ડેશન' નામની સંસ્થા સ્થાપી. જેમાં તેમની સંશોધન યાત્રા દરમ્યાન પ્રાપ્ત થયેલાં હજારો પુસ્તકો, અલભ્ય હસ્તપ્રતો અને ધ્વનિમુદ્રિત ઑડિયો-વિડિયો કેસેટ્સની જાળવણી સાથે લોકસાહિત્ય, સંત સાહિત્ય, લોક સંગીત, ભક્તિ સંગીત, લોકકલા વગેરેના દેશ-વિદેશના અભ્યાસુઓને સંદર્ભ સામગ્રી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ ઉપરાંત આમ સમાજના શિક્ષકો એવા લોકકલાકારોના ઘડતરનું કામ પણ આ સંસ્થા કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org