________________
પથપ્રદર્શક મુંબઈની કેટલીક રોટરી ક્લબસુમાં દુનિયાના “રમવાનાં પત્તાં” (Playing Cards) પર તેમનાં વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં.
ભારતનાં વર્તમાનપત્રો-સામયિકોમાં તેમની મુલાકાતો પ્રગટ થઈ છે, જેવાં કે જન્મભૂમિ-પ્રવાસી, ગુજરાત સમાચાર, ઇન્ડિયન એકસપ્રેસ, ગુજરાત દીપોત્સવી અંક, કુમાર, ચિત્રલેખા
વગેરે.
૨00૪ની સાલમાં તેમના ગંજીફાનાં સંગ્રહમાંથી પત્તાં પસંદ કરીને એક પ્રતિષ્ઠિત પ્રકાશકે છ પાનાંનું કેલેન્ડર તૈયાર કર્યું હતું.
૧૯૯૦-૨૦૦૪ સતત ૧૫ વર્ષથી “લીમકા બુક ઓફ રેકોઝ'માં પત્તાંના સૌથી મોટા સંગ્રાહક (As a largest collector of Playing cards) તરીકે તેમને સ્થાન મળ્યું
૬૮૦
- (૧) નવગ્રહ ૧૦૮ પાનાંના ગંજીફા સાવંતવાડી, ઓરિસ્સા અને બેંગલોરમાં બનાવરાવ્યા.
માયસોર પદ્ધતિના નવગ્રહ ગંજીફા બનાવરાવ્યા.
(૨) અમેરિકાથી વિગત મંગાવીને ૯૬ પાનાંના અષ્ટ દિકપાલ ગંજીફા ઓરિસ્સા અને માયસોરમાં બનાવરાવ્યા.
(૩) અરુંધતી અને સપ્તઋષિના ૯૬ પાનાંના ગંજીફા ઓરિસ્સામાં બનાવરાવ્યા. | (૪) ૧૨૫ વર્ષ પહેલાંના ૧૨૦ પાનાંના ‘રામાયણ ગંજીફા', જે હાલ લંડનના ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં છે તેની હૂબહૂ નકલ ઓરિસ્સામાં કરાવી.
(૫) માયસોરના રાજા કૃષ્ણરાજ ઓડિયારે સર્જેલા (૧૮મી સદીના પ્રારંભમાં) માયસોર પદ્ધતિના ત્રણથી ચાર જાતના ગંજીફા-કૃષ્ણરાજ ચાડ, નવીનરામ ચાડ, અષ્ટ દિપાલ, દશાવતાર ગંજીફા અને નવગ્રહ ગંજીફા તૈયાર કરાવ્યા જે આજે જુદાં જુદાં સંગ્રહાલયોમાં છે.
આ ઉપરાંત કિશોરભાઈ પાસે તેમના અંગત સંગ્રહમાં વિરલ પ્રકારના હસ્તચિત્રિત ગંજીફાઓ છે.
કર્નલ દશાવતાર ગંજીફા (૧૨૦ પાનાં) ચિત્રશાલા પ્રેસ ગંજીફા (૧૨૦ પાનાં, પ્રિન્ટેડ) સાવંતવાડી દશાવતાર ગંજીફા, સાવંતવાડી રમવાનાં પત્તાં–પ૨. | તેજલ્દી બુદ્ધિપ્રતિભા અને તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા કિશોરભાઈને વિદેશના મિત્રો દ્વારા અવારનવાર સુંદર પત્તાં સંદર્ભગ્રંથો, માહિતીલક્ષી પુસ્તકો અને સૂચિપત્રકો મળતાં રહે છે, જેના દ્વારા તેઓ ખંતથી ગંજીફા અંગે વધુને વધુ અભ્યાસ કરતા રહ્યા છે.
૧૯૮૫માં હોલેન્ડના એક પત્તાંના સંગ્રાહકે ડચ ભાષામાં પત્તાં વિષેનું પુસ્તક પ્રસિદ્ધ કરેલું. તેમાં ભારતનાં પત્તાં વિશેનું પ્રકરણ તૈયાર કરવામાં કિશોરભાઈએ તેને મદદ કરેલી. એ પ્રકરણ સાથે પત્તાની તસ્વીરો પણ મૂકેલી.
ગંજીફાના સંશોધક, સંગ્રાહક અને અભ્યાસી તરીકે કિશોરભાઈને પ્રસિદ્ધિ મળતી ગઈ. તેમને લેખો લખવા માટે, વ્યાખ્યાનો અને સેમિનાર માટે આમંત્રણો મળવાં લાગ્યાં.
બેંગલોર, સાવંતવાડી અને કલકત્તામાં ગંજીફા વિશે યોજાયેલા જુદાં જુદાં વર્કશોપમાં તેમણે ભાગ લીધેલો. મુંબઈ અને પુનામાં પત્તાની રંગીન સ્લાઇડ્રેસ સાથે વ્યાખ્યાનો આપેલાં.
૧૯૯૬ની સાલમાં પત્તાંના સૌથી મોટા સંગ્રાહક અને ભારતીય ગંજીફાની કલાને પુનર્જિવિત કરવાના પ્રશંસનીય કાર્ય બદલ તેમને People of the Year' એવોર્ડ મળ્યો હતો.
કિશોરભાઈએ તાડનાં પાન (Palm leaf) અને સુખડ (Sandal wood) પર બનાવરાવેલાં હસ્તચિત્રિત ઐતિહાસિક રમવાનાં પત્તાંનો ઉલ્લેખ ૧૯૮૩માં Believe it or not'ની કાર્ટૂન સ્ટ્રીપમાં થયેલો છે.
૧૯૮૮-૮૯માં (ARTA MUNDI (મ્યુઝિયમ)બેલ્જિયમના એક બુલેટિનમાં ભારતના ગંજીફા ઉપરનો તેમનો લેખ પ્રકાશિત થયેલો.
૧૯૯૮માં બેલ્જિયમના આ જ મ્યુઝિયમની ગેલેરીને વિસ્તૃત કરવામાં આવી ત્યારે કિશોરભાઈએ ગંજીફા બનાવવાની પદ્ધતિ, તેનાં સાધનો, માધ્યમોની વિગતો તેના નમૂનાઓ સાથે મોકલેલી, જેની ખૂબ પ્રશંસા થયેલી.
૧૯૯૩માં ટી.વી.ના “સુરભિ-અમૂલ' કાર્યક્રમમાં અને ૧૯૯૭માં સ્ટારપ્લસ ‘અમૂલ ઇન્ડિયા શો'માં તેમનો પરિચયમુલાકાત, પત્તાં અને ગંજીફાના નિદર્શન સાથે પ્રસિદ્ધ થયાં હતાં.
ગંજીફાના સંગ્રહની સાથે જુદી જુદી જાતના પંખાઓ એકઠા કરવામાં પણ તેમને ઊંડો રસ છે. તેમણે હસ્તચિત્રિત પંખાઓ પણ તૈયાર કરાવ્યા છે. . "
પંખાની તસ્વીરો સાથે, પંખાના સંગ્રાહક તરીકેની તેમની મુલાકાત Jet Wings જુલાઈ-૨૦૦૪ અને U.S.A.ના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org