Book Title: Pathdarshak Pratibhao
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 711
________________ પ્રતિભાઓ ઓફ સાયન અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવામંડળ સાથે જોડાયેલા હતા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કૂલ અને કોલેજો બાંધવામાં મદદ કરીને ફાળો આપેલ. તેઓ સક્રિય રીતે વલ્લભશિક્ષણ સંગીત આશ્રમ, એસ. એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પાલિતાણા સાથે સંકળાયેલા હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડીટોરિયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન ભોજનશાળા, ધર્મશાળા આદિ મકાન બાંધવા અંગે શંખેશ્વર મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંકિત થયેલ છે. તેઓ ભારત જૈન મહામંડળ, મહાવીર જૈન વિદ્યાલય, ઓલ ઇન્ડિયા જે. જૈન. કોન્ફરન્સ, શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ, આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. સને ૧૯૭૭માં તેઓએ ૫90 યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેન દ્વારા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રા પ્રવાસનું આયોજન કરેલ હતું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે સન ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને “જસ્ટિસ ઓફ પીસ' અને પછી સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (S.E.M.) તરીકે નિમણૂક કરી હતી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેમની સેવાની કદરરૂપે સને ૧૯૮૫માં “ઉદ્યોગ રત્ન' તેમ જ સને ૧૯૮૬માં “શિરોમણિ એવોર્ડ' ભારતના મા. રાષ્ટ્રપતિ ગ્યાની ઝેલસિંહના હાથે અર્પણ કરવામાં આવેલ. સને ૧૯૮૯માં નહેરુ સેન્ટિરી એક્સલ એવોર્ડ અને સને ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલ. તેમના વિશાળ હૃદય અને ઉત્તમગુણોના કારણે જ્ઞાતિ તથા સમાજમાં એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા હતા. યોગ્ય વ્યક્તિઓને મદદ કરવાને કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સમ્માનનીય બન્યા હતા. લાંબી બિમારી બાદ ૧૨જૂન ૧૯૯૬ના ઝળહળતો તારો ખરી પડતાં જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી હતી. તેમણે ૬૫ વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર “માનવસેવા પુરસ્કાર” પણ આપવામાં આવ્યો હતો. ગુજરાતનું તેઓ ગૌરવ હતા. ડૉમુગટલાલ બાવીસી ' ડૉ. મુગટલાલ પોપટલાલ બાવીસીનો જન્મ લીંબડી (સુરેન્દ્રનગર)માં તા. ૨૪મી એપ્રિલ, ૧૯૩૫ના રોજ થયો હતો. મેટ્રિક સુધી લીંબડીમાં અભ્યાસ કર્યા પછી કોલેજનું શિક્ષણ એમણે અમદાવાદમાં લીધું હતું. એમ.એ. થયા પછી એમણે પીલવઈ (જિ. મહેસાણા)માં એક વર્ષ, કપડવંજમાં આઠ વર્ષ અને સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં ૨૫ વર્ષ સુધી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. ૧૯૯૫ના જૂનમાં તેઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. ડૉ. બાવીસીએ ગુજરાત ઇતિહાસ પરિષદ અને સૌરાષ્ટ્રકચ્છ ઇતિહાસપરિષદનાં ઘણાં અધિવેશનમાં ભાગ લઈને એના રસપ્રદ અહેવાલો લખ્યા છે. એમણે ઘણા પરિસંવાદો (સેમિનાર) તથા કાર્યશાળાઓ (વર્કશોપ)માં ભાગ લીધો છે. કેટલાક ઇતિહાસનાં રિફ્રેશર કોર્ષમાં Resource Person તરીકે કામ કર્યું છે. તેઓ ઇન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસના આજીવન સભ્ય છે. સૌરાષ્ટ્ર અને સુરતના ઇતિહાસ વિષે એમણે ઘણા લેખો લખ્યા છે. સુરતનો ઇતિહાસ પ્રગટ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ રચેલી સંપાદન સમિતિના તેઓ સભ્ય છે. એમણે શિક્ષણને લગતા કેટલાક ચિંતનપ્રધાન મૌલિક વિચારવાળા લેખો લખ્યા છે, જે એમના પુસ્તક “શિક્ષણ અને ઇતિહાસમાં ગ્રંથસ્થ થયા છે. ગુજરાતી વિશ્વકોષ'માં એમણે ઇતિહાસને લગતાં ઘણાં અધિકરણો લખ્યાં છે. ડૉ. બાવીસી ગુજરાતની કેટલીક પ્રસિદ્ધ શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ અને નર્મદ સાહિત્યસભા સુરતની કાર્યવાહક સમિતિના સભ્ય છે. તેઓ દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ, સુરતના પ્રમુખ અને રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતના ઉપપ્રમુખ છે. ભૂતકાળમાં તેઓ ગુજરાત રાજય દફતરભંડાર સમિતિ (ગુજરાત સ્ટેટ આર્કાઇવલ કાઉન્સિલ)ના ઈ.સ. ૧૯૯૭ થી ૨૦૦૦ સુધીનાં ત્રણ વર્ષ માટે સભ્ય હતા. ભૂતકાળમાં એમણે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત સેન્ટ્રલનાં પ્રમુખ તરીકે કામગીરી કરી છે. * આમ, ઇતિહાસ અને શિક્ષણનાં ક્ષેત્રમાં ડૉ. બાવીસીએ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834