________________
પ્રતિભાઓ
૬૨૯ ઉત્તમવિચારો સાથે આત્મવિશ્વાસ કેળવી આગળ વધેલાં : યશપતાકા ફકાવનારા આ મુશલીઓ
-પ્રા. બિપિનચંદ્ર ર. ત્રિવેદી
પ્રસ્તા લેખમાં પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીએ વિવિધક્ષેત્રના કેટલાક નોંધપાત્ર ગુજરાતીઓનો આછેરો પરિચય આપ્યો છે.....જે વાંચીને આપણને આ ગુજરાતીબંધુ/ભગિનીઓ પ્રત્યે ગૌરવની લાગણી થાય છે. તો ખુદના આત્મવિશ્વાસમાં વધારો! અલબત્ત દરેકનું અહીં ક્ષેત્ર, કક્ષા, વય ભલે સમાન ન હોય છતાં તેમનો અલપઝલપ પરિચય પ્રોત્સાહજનક બને એ જ છે સામ્યતા !!
આ સંકલિત લેખમાં–
ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ પદ્મભૂષણ અઝીમ પ્રેમજી જ દૃષ્ટિશીલ અને મૂલ્યનિષ્ઠ લોકસેવક શ્રી દિનેશભાઈ શાહ # ઉ.ગુ. ના આદિવાસી લોકસાહિત્યના ભેખધારી સંશોધક–ડૉ. ભગવાનદાસ પટેલ જ અમેરિકાના વિખ્યાત ટ્રાન્સપ્લાન્ટ સર્જન-ડૉ. ભાર્ગવ મિસ્ત્રી & મોહન ગાંધી મહાકાવ્યના રચયિતા-કવિ ડાહ્યાભાઈ પટેલ દિનેશ' ?િ અર્થશાસ્ત્રી પ્રો. આર. કે. અમીન * એશિયાના સૌ પ્રથમ અંધ મહિલા સરપંચ-સુધાબહેન પટેલ
“માધવનિદાન'ના હોશીલા અનુવાદક તથા પ્રચારક-ત્રિકમભાઈ જીકાદરા જ અમે. સૈન્યના ગૌરવશીલ ગુજરાતી-પ્રશાંત શાહ છ કથાકાર ભરતભાઈ શાસ્ત્રીજી (અમેરિકા) જ અમેરિકામાંથી ફોડ એક્ઝામિનરની ડિગ્રી મેળવનાર એક માત્ર ભારતીય-નિરવ તારકસ
જ બિલ ક્િલન્ટનની આત્મકથાના વિશ્વવિક્રમી વેચાણની અંગેની પાર્શ્વભૂમિકામાં સોની મહેતા.... અંગેની માહિતી વાચકોને ગમશે.
– સંપાદક
યશપતાકા ફરકાવનારા આ ગુજરાતીઓ!
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વપ્રસિદ્ધ ઉધોગપતિ પદ્મભૂષણ
અઝીમ પ્રેમજી ‘વિપ્રો' વાળા અઝીમ પ્રેમજી તો વિશ્વભરમાં નામાંકિત ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પ્રજાસત્તાક દિન-૨૦૦૫ ના રોજ માન. રાષ્ટ્રપતિના હસ્તે “પદ્મભૂષણ'નો ઈલ્કાબ પ્રાપ્ત કરનાર અઝીમ પ્રેમજી કચ્છના આગાખાન પંથના ખોજા
પરિવારમાંથી આવે છે. તેમના પિતાશ્રી મોહમ્મદ હાશમ પ્રેમજી રંગુન (બર્મા) માં જઈ ખૂબ કમાયા પણ દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે જાપાને ત્યાં હુમલો કર્યો ત્યારે કુટુંબ સાથે સ્થળાંતર કરવું પડ્યું. મહમ્મદઅલી ઝીણાએ તેમને પાકિસ્તાનમાં લઈ જઈને ‘બે પાંદડે' કરવાની અને છેવટે ત્યાંના નાણાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો પણ હાશમભાઈ પલળ્યા નહીં. આ સમયે વેજીટેબલ ઘી- ડાલડા' લીવર બ્રધર્સ કંપનીએ બજારમાં મૂક્યું. તે સામે મોહમ્મદ હાશમ પ્રેમજીએ મહારાષ્ટ્રના અમલનેર ગામે મગફળીમાંથી ઉમદા વનસ્પતિ ઘી બનાવવા માંડ્યું જે મુંબઈમહારાષ્ટ્રમાં ચપોચપ ઉપડવા માંડ્યું. ૧૯૪૫માં “વિપ્રો’
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org