________________
૩૯૫
પ્રતિભાઓ અને રચના' કોલમ અને દૈનિકની “કલાદર્શન' કોલમમાં ગુજરાતના કલાકારો, કલા અને સાંસ્કૃતિક પ્રદર્શનો, કલા પ્રકાશનો વિષે નિયમિત લેખન કરી વિવિધ કલાપ્રવૃત્તિઓનું પરિશીલન કરાવી રહ્યાં છે. છેલ્લાં ચૌદ વર્ષથી નિયમિત રીતે પ્રકટ થતી આ કોલમને સૌરાષ્ટ્ર-ગુજરાતથી લઇને છેક મુંબઇ, મધ્યપ્રદેશ સુધી વ્યાપક પ્રસિધ્ધિ-લોકપ્રિયતા પ્રાપ્ત થઇ છે. તેમનું લેખન સંદર્ભશીલ અને નીર-ક્ષીર વિવેકયુકત હોઇ કલાકારથી લઇને સામાન્ય જનસમાજ સુધી સ્પર્શી શકયું છે.
* એવોર્ડઝ - સન્માન:
કલાક્ષેત્રે આ રીતે વિવિધ ક્ષેત્રના પ્રદાન બદલ આગળ ઉલ્લેખિત એવોર્ડઝ ઉપરાંત રાજકોટ જિલ્લા લોકમેળા સમિતિના ઉપક્રમે ૧૯૯૬માં તેમને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી સુરેશભાઇ મહેતાના હસ્તે ‘શ્રેષ્ઠ કલાકાર એવોર્ડથી સન્માનીત કરાયા છે. એ જ રીતે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉને ઇ. ૨૦૦૨માં તેમને ‘વોકેશનલ એવોર્ડ' અર્પણ કરી સન્માન્યા છે.
કલાશિક્ષણ, કલાલેખન અને સર્જક તરીકેની ચાર દાયકાથી પણ વધુ કારકિર્દી ધરાવતા આ કલાકારે વર્તમાનપત્રમાં આજ છપાતાં અને
કુમાર'માં પ્રકટ થયેલાં આ ચિત્ર ‘વાટ મારગમાં'ની સંયોજનાને
કલાગુરૂ રવિશંકર રાવલે પ્રશંસી હતી.
કાલ ભૂલાઇ જવાતાં વાર્તાનાં ચિત્રોને એક સર્જનની કક્ષાએ પહોંચાડી જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે જ તેઓને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અનન્ય સ્થાન અપાવે છે.
ભણાવતી વખતે માત્ર વિદ્યાર્થી તેમનાં કેન્દ્રમાં હોય, ચિત્રાંકન વખતે પ્રસંગચિત્ર અને પાત્ર તેમનાં ચિંતનમાં હોય અને લખતાં હોય ત્યારે જેતે કલાકારની કલાસાધનાનું પરિશીલન જેમનાં ધ્યાનમાં હોય તેવા આ કલાકારની સર્વાગી સાધનાએ જ તેમને એક ‘કલા પ્રસારક-સંવાહક' તરીકે સ્થાપિત કર્યા છે.
* પરિચય : પ્રા. શ્રી ભૂપતભાઇ કે. લાડવા (સન્માનિત કલાકાર, કલામર્મજ્ઞ અને પૂર્વ પ્રાધ્યાપક)
0004
ફૂલછાબ પ્લેટિનમ જયંતી વિશેષાંકનું આવરણ ચિત્ર ‘સૌરાષ્ટ્ર પંચરત્નાનિ’
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org