________________
૪૫૪
બહુમુખી પ્રતિભાઓ
—પ્રા. ડો. કે. સી. બારોટ
કોઈપણ પ્રજા તેના ગૌરવની સભાનતા વગર પ્રગતિ કરી શકતી નથી. કાળ બળે પછી એવું પણ બને કે ‘અસ્મિતા’ની વિસ્મૃતિ થઈ જાય, પરંતુ એની પુનર્જાગૃતિ ભાવિ પ્રજાને વધુ સમૃદ્ધ બનાવવા અચૂક સમર્થ નીવડે છે. રત્નોની ખાણ સમી આ ભૂમિનાં કેટલાંક માનવરત્નો પૈકી વિસ્તૃત થતી જતી વિવિધ ક્ષેત્રની કેટલીક પ્રતિભાઓના પરિચયોથી ભાવિપેઢીને પરિચિત કરાવવાનો આ લેખમાળાનો આશય છે. ઇતિહાસ, સાહિત્ય, સ્વાતંત્ર્ય સંગ્રામ કે સમાજસુધારણાના આ ક્ષેત્રની વિભૂતિઓએ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સારું એવું પ્રદાન નોંધાવ્યું છે.
વિદ્યાવ્યાસંગી અધ્યાપક ડૉ. કે. સી. બારોટ આ લેખમાળાના લેખક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં ખેરાલુ તાલુકાના તારંગાના પ્રાકૃતિક પ્રાંગણ ભાટવાસમાં તા. ૧૮-૫-૧૯૫૨માં થયો. પિતાશ્રી ચતુરભાઈની કર્મભૂમિ કલોલમાં રહીને એમ. ફિલ સુધીનો અભ્યાસ કર્યો. તે પછી અમદાવાદમાં સ્થાયી થઈને જાણીતા ઇતિહાસવિદ ડૉ. મકરંદ મહેતાનાં માર્ગદર્શન નીચે U.G.C.ની નેશનલ રિસર્ચ-ટિચર ફેલોશીપ સાથે પી.એચ.ડી. થયા. ઇ.સ. ૧૯૭૯ થી અધ્યાપનકાર્ય શરૂ કર્યું. અત્રે એલ.ડી. આર્ટ્સ કોલેજ અમદાવાદ ખાતે સ્નાતક, અનુસ્નાતક અધ્યાપક તથા પી.એચ.ડી.ના ગાઈડ છે. આ ઉપરાંત આઈ.જી.એન.ઓ.યુ. અને આંબેડકર ઑપન યુનિવર્સિટી ખાતે આસિ. કો-ઓર્ડિનેટર અને ઇતિહાસ, ટુરીઝમ એન્વાયરમેંટલ એફ.એચ.એસ. વિષયોના નિષ્ણાત તરીકે સેવારત ડૉ. બારોટના ઇતિહાસ સંશોધનનાં પુસ્તકોમાં “બ્રહ્મભટ્ટ સંહિતા’” તથા ‘કલોલ; ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં' નોંધપાત્ર છે. ઇતિહાસ વિષયના સંદર્ભ પુસ્તકોમાં ‘સામ્રાજ્યવાદ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ’, ‘દ્વિતીય વિશ્વયુદ્ધ અને જગત’, ‘પ્રાચીન ભારતનો ઇતિહાસ', ‘સમકાલીન ભારતનો ઇતિહાસ (પ્રેસ)' વગેરેનો સમાવેશ થાય છે. એમનાં અન્ય કુલ બાવન પુસ્તકોનું પરામર્શન કાર્ય તથા પંદર પુસ્તકોનું અનુવાદકાર્ય (સહિત ૬૦ જેટલાં પુસ્તકોનું પ્રકાશન) આવકારદાયી બન્યું છે.
પથપ્રદર્શક
તેમણે ‘ભારતનો ઇતિહાસ' અને ‘જગતનો ઇતિહાસ' (IAS/GAS અને NET/GSLET માટે) ગ્રંથપ્રકાશન દ્વારા સંશોધન-સાધનાની પ્રતીતિ કરાવી છે. ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત SPIP.A સહિતનાં અમદાવાદ ગાંધીનગર ખાતેનાં મોટ ભાગનાં I.A.S./GAS ના વિદ્યાર્થી મિત્રોના સફળ માર્ગદર્શન તરીકે તેમની નામના મેળવી છે.
સાથે સાથે સાહિત્ય જગતમાં એક જ્ઞાનોપાસક તરીકે પણ આગવું સ્થાન ઊભું કર્યું છે. પથિક, સામીપ્ય, દૃષ્ટિ અને કુમાર વગેરે સામયિકોમાં તથા જ્ઞાતિપત્રો ભટ્ટભાસ્કર તથા શુભદામાં તેમના શોધ લેખો પ્રકાશિત થતા રહ્યા છે. સંશોધક તરીકે તેમની જિજ્ઞાસા અને સાધના આજસુધી હેમખેમ જળવાઈ રહ્યાં છે. એ જ એમનું મોટું જમાપાસું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. —સંપાદક
.
પદ્મશ્રી પં. ડૉ. કે. કા. શાસ્ત્રી (ઇ. સ. ૧૯૦૫)
પોતાની મૌલિક છટાવાળી ધીમી છતાં મક્કમ ગતિએ જીવનયાત્રાના શતકીય પડાવ પણ વટાવીને અગ્રેસર થઈ રહેલા
Jain Education International
આજન્મ શિક્ષક અને વિદ્વત્તાના વિદ્યમાન સ્વરૂપસમા શ્રી કેવળરામ શાસ્ત્રીનો જન્મ ગુજરાત-સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ મુકામે બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં પૂ. શ્રી કાશીરામ શાસ્ત્રીને ત્યાં તા. ૨૮ જુલાઈ, ૧૯૦૫ના રોજ થયો હતો. કદ-કાઠીથી પ્રથમ દૃષ્ટિએ સાવ વામનસ્વરૂપ જણાતા આ
For Private & Personal Use Only
www.jainelibrary.org