________________
ધર્મ અને પંથ
પહેલામાં એટલે ધર્મમાં અંતર્દર્શન હોય છે એટલે તે આત્માની અંદરથી ઉગે છે અને તેમાં જ પાકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે. જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન, હોય છે એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે તેથી તે બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે.
ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણે ઉપર જ રહેલું હોય છે. જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હેવાથી તેને બધે આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે તેથી તે પહેરવેશ, કપડાને રંગ, પહેરવાની રીત અને પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે.
પહેલામાં એકતા અને અભેદના ભાવ ઉઠે છે અને સમાનતાની ઉર્મિઓ ઉછળે છે. જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તીરાડે પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પિતાને ભેદ ભૂલી અભેદ તરફ જ ઝુકે છે. અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વિસરી જાય છે અથવા એમ કહે કે એમાં એને પિતાનાં જુદાં સુખ દુઃખ જેવું કાંઇ તત્વ જ નથી હોતું; જ્યારે પંથમાં માણસ પોતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે ઝુકતો જાય છે અને બીજાનું દુઃખ એને અસર નથી કરતું, પિતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ કહે કે એમાં માણસનાં સુખ અને દુઃખ સાથી છુટાં જ પડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org