________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને બીજે રસ્તે જવાનું કહે અગર ગોકશી કરવાની ના પાડે તો તે મુસલમાનની એને પંથ શી વલે કરે ? એક આર્યોસમાજને સભ્ય કયારેક સાચી દષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેને સમાજ-પંથ તેને શું કરે? આજ રીતે પંથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે અથવા એમ કહો કે આપણે પોતે જ પોતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી સત્ય અને એક્તાનો દ્રોહ કરી રહ્યા છીએ, તેથી જ તો પંથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરુઓ પંડિતો કે પુરોહિત કદી મળી શક્તા જ નથી, એકરસ થઈ શકતા જ નથી. જ્યારે બીજા સાધારણ માણસો સહેલાઈથી મળી શકે છે. તમે જોશે કે એક્તાને અને લેક કલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એક બીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે તો સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યો છે.
આપણું આજનું કર્તવ્ય પંથમાં કાંતે ધર્મ લાવવાનું છે અને નહિ તો પથેને મીટાવવાનું છે, ધર્મવિનાના પંથ કરતા અપંથ એવા મનુષ્ય કે પશુ સુદ્ધાં થવું તે લોકહિતની દષ્ટિએ વધારે સારૂ છે એની કોઈ ના પાડે ખરું ? તા. ૨૧-૮-૩૦
સુખલાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org