________________ અહિંસા અને અમારિ 31 તે પણ કેટલી કરીશું, અને કેટલા માણસોને કેટલા વખત સુધી તભાવી શકીશું? એટલે જ એ સખાવતેને પ્રવાહ ઉદ્યોગધંધા સ્થાપવામાં, તેમ જ ચાલુ હોય તેને નભાવવામાં વહેવરાવવો જોઈએ. વળી કાંઈ અમારિ એવી વસ્તુ નથી કે તેને મેટામોટા ધનવાને જ કરી શકે. આજે તો અમારિનું સ્વરૂપ એવું છે કે દરેક માણસ એ ધર્મ બજાવી શકે. જેણે હંમેશ વાપરની ચીજે દેશની જ ખરીદી, અને દરવર્ષે દેશમાં દશ રૂપીઆ રાખ્યા. તેણે નફાના દશબાર આના જ નહિ પણ એ ચીજના ઉત્પાદક કારીગરવર્ગને મહેનત પૂરી પાડી મહેનતાણુમાં બે રૂપીઆ તે આપ્યા જ. આ રીતે એક એક માણસની નાની નાની અમારિ લઈએ તો લાખે માણસની અમારિનું કેવ; મેટું પ્રમાણ થાય ? અને એ પ્રમાણે એક માણસની એકાદ વખતની લાખે ની સખાવત કરતાં કેટલું વધી જાય એ વિચારવાની જરુર છે; તેમ છતાં કાંઈ આપણે મોટી સખાવતે જતી કરવાના નથી. અપંગ, તદ્દન અનાથ અને બીજા એવા કેટલાક લોકો માટે હંમેશાં એવી સખાવતોની જરૂર રહેશે. પણ આજે જ્યારે આખો દેશ અપંગ અને અનાથ નહિ છતાં ઉદ્યોગધંધાને અભાવે અપંગ અને અનાથ જેવો થઈ ગયો હોય, અને ઉદ્યોગધંધો મળતાં જ પાછે પગભર થઈ શકે એવો સંભવ હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ, એ જ પ્રશ્ન છે અને એનો ઉત્તર સ્વદેશી ખરીદમાં અમારિ ધર્મ આવી જવાની સમજમાં સમાયેલો છે. હવે આપણે ખેડૂતવર્ગ વિગેરેના પહેલા મુદ્દાને લઈ તે ઉપર અમારિ ધર્મને વિચાર કરીએ. ચાર માણસ કલ્પનામાં રાખે. એક કદી અમારિ ધર્મ માટે કઈ મેટી રકમ અલાયદી કહાડી જાહેર કે ખાનગી સખાવત નથી કરતે; પણ પિતાની જમીન ખેડતા ખેડૂતોને જ પોતાના હાથપગ સમજી એને એની મહેતનને પુરે બદલો આપે છે. પિતાને માલિક માની અને ખેડૂતને માત્ર કામગરો માની પોતાની કીંમત, સત્તા અને જરૂરિયાત ખેડૂત કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org