________________
૯૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને
ન સમજે કે સેવા સાથે દીક્ષાને ા સંબંધ? જો દીક્ષાના મૂળ ઉદ્દે જીવનશુદ્ધિ હાથમાં હશે, અને તે માટેના સતત પ્રયત્ન હશે તા દીક્ષા સેવા સાથે કશેા વિરેાધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ જીવનમ નહિ હાય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હાય તા તેવું દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવ નહિ સાધે, એ નિઃશંક, એટલે જેમ હંમેશાં બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા યેાગ્ય વર્ગ મેટા હાવાથી સાચી દીક્ષાની સૌથ વધારેમાં વધારે ઉપયેાગિતા છે.
દીક્ષાના પક્ષપાતી જો આ વસ્તુ સમજવામાં એક રસ થ જાય તા, હજારા માબાપે! પેાતાના એ બાળકેામાંથી એછામાં ઓછું એકતા સાધુને ચરણે ભાવપૂર્ણાંક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયામ અને વિદ્યાલામાં ખળકા ઉભરાય છે. તેમને માટે પૂરતી જગ્યાએ નથી. માબાપેા પેાતાના બાળકને તેવે સ્થળે મૂકવા તલસે છે, અને પેાતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જોવા ભારે તનમનાટ ધરાવે છે, એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જો પેાતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત્ત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઉભું કરે તે જેમ ગૃહસ્થાને વગર પૈસે અને વગર મહેનતે પાતાનાં બાળકાને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાએની ભૂખ ભાંગે, પરંતુ આજના દીક્ષાની તરફેણ કરનારા તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનારા ગૃહસ્થ વર્ગ પણ એમ ચાકખુ માને છે કે, આપણા બાળકા માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જે તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં જ્ઞાન દેખાતાં હૈાય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તેા તેએ ખીજાના નહિ તે પેાતાના અને વધારે નહિ તે એક એક બાળકને ખાસ કરી પેાતાના માનીતા ગુરુને ચરણે કાં ન ધરે? આને ઉત્તર શા છે એ વિચારવામાં આવે તા આજે દીક્ષાની ઉપયેાગિતા શી છે એનું ભાન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org