________________
૧૫૬.
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દો પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખાવો. વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યજ્ઞ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, યોગ, ભોગ વગેરે શબ્દ પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષકાલીન એ જ શબ્દ પાછળ રહેલી ભાવના સાથે તેમજ આ યુગમાં દેખાતી એ શબ્દો ઉપર આપાએલી ભાવના સાથે સરખાવો તો છેલ્લા પાંચ હજાર વર્ષમાં આર્યલેકાના માનસમાં કેટલે ફેર પડે છે એ સ્પષ્ટ જણાશે. આ ફેર કંઈ એકાએક પડ્યો નથી. કે વગર વાંધે અને વગર વિરેાધે વિકાસક્રમમાં સ્થાન પામ્યું નથી; પણ એ ફેર પડવામાં જેમ સમય લાગે છે તેમ એ ફેરવાળા અને સ્થાન પામવામાં ઘણું અથડામણ પણ સહવી પડી છે. નવા વિચારકે અને સર્જકે પોતાની ભાવનાના હડાવડે જીના શબ્દોની એરણું ઉપર જૂના લોકોના માનસને નવો ઘાટ આપે છે. હથોડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. અને આ નવા જૂનાની કાળચક્કીનાં પૈડાઓ નવનવું દળે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે.
વર્તમાન યુગ આ જમાનામાં ઝપાટાબંધ ઘણી ભાવનાઓ અને વિચારણુઓ નવા જ રૂપમાં આપણી આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુદ્ધાંમાં ત્વરાબંધ નવી ભાવનાએ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના સ્વીકારનારે મંદબુદ્ધિ વર્ગ હોય છે, જ્યારે બીજી બાજુએ એ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે બેટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળે પણ વર્ગ નાનોસૂનો નથી. આ સંયોગોમાં શું થવું જોઈએ અને શું થયું છે એ સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org