________________
શાસ્ત્રમર્યાદા
૧૬૭
,,
તૈયાર કરનાર લેાકાના પાપમાં તમે ભાગીદાર છે। જ તે શું તેજ નિષ્પક્ષ જૈનશાસ્ત્ર કેવળ કુળધ' હાવાને કારણે જૈનેતે એ વાત કહેતાં અચકાશે નહિ કદી જ નહિ. એ તો ખુલ્લે ખુલ્લું કહેવાનું કે કાં તેા ભાગ્ય ચીજોના ત્યાગ કરે અને ત્યાગ ન કરેા તા જેમ તેને ઉત્પન્ન કરવા અને તેના વ્યાપાર કરવામાં પાપ લેખા છે તેમ બીજામા દ્વારા તૈયાર થયેલી અને બીજા દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના, ભાગમાં પણ તેટલુ જ પાપ લેખા. જૈનશાસ્ત્ર તમને પેાતાની મર્યાદા જણાવશે કે “ દોષ કે પાપને સંબંધ ભાગત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબંધ સાથે નથી.” જે જમાનામાં મજૂરી એ જ ટી છે. એવું સૂત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન, આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેનેા જાતે ધંધા કરવામાં દોષ માનનાર કાંતા અવિચારી છે અને કાંતા ધધેલા છે એમજ મનાશે.
ઉપસંહાર—ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાના વિષય વધારે લાંખે થયેા છે પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટુંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થાડુંક લખાણ કરવાની જરુર પડી છે. આ લેખમાં મે શાસ્ત્રોના આધારે જાણીને જ નથી ટાંકયા, કેમકે કેાઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને જાતનાં શાસ્ત્ર વાકયેા મેળવી શકાય છે. અગર તેા એકજ વાક્યમાંથી એ વિરાધી અં ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજુ કરવાના પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઇ અપસ્વલ્પ જૈનશાસ્ત્રનેા પરિચય થયે છે અને ચાલુ જમાનાના અનુભવ મળ્યા છે તે બન્નેની એકવાક્યતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મ્હારા આ વિચાર વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારામાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડે અને ગમે તે હેાવા છ્તાં મારા આદરના પાત્ર અવશ્ય થશે.
સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org