Book Title: Paryushan Parvana Vyakhyano
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Sukhlalji Sanghavi
Catalog link: https://jainqq.org/explore/004696/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્ય સંશોધક ગ્રંથમાલા પર્યુષણપર્વનાં વ્યાખ્યાનો પં સુખલાલ તથા પં. બેચરદાસ Fortivate & Personal use Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સંશોધક ગ્રંથમાલા પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો પ્રયોજક પં, સુખલાલ અને પં. બેચરદાસ વિ. સં. ૧૯૮૭ ] કિંમત ૬ આના [ પશુ ૧૯૩૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ૫. સુખલાલજી જૈન સાહિત્ય સશેાધક કાર્યાલય એલિસમ્રીજ, અમદાવાદ, મુદ્રક : મૂળચંદભાઇ ત્રિકમલાલ પટેલ સૂર્ય પ્રકારા પ્રિન્ટીંગ પ્રેસ, પાકારનાકા : અ મ ા વી દ Page #4 -------------------------------------------------------------------------- ________________ વિષ યાન ક્રમ વિષય વક્તા પર્યુષણ પર્વ અને તેને ઉપગ સુખલાલજી ધર્મ અને પંથ અહિંસા અને અમારિ તપ અને પરિષહ એ શું છે? સાધુસંસ્થા અને તીર્થસંસ્થા વિશ્વમાં દિક્ષાનું સ્થાન જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર , ધર્મ અને પંથ શ્રી મણિલાલ નભુભાઈ દેશી ૧૧૨ અમારિ–આહંસા ૧૧૬ જ્ઞાનના ભંડારે અને સંઘસંસ્થા ૧૧૯ દીક્ષા ૧૨૪ સાંવત્સરિક ક્ષમાપના ૧૩૧ ધર્મ અને રાષ્ટ્રવ શ્રી. ચંદુલાલ દવે ૧૩૬ ધર્મ અને પંથ પં. લાલન ૧૪૨ શાસ્ત્રમર્યાદા પં. સુખલાલજી ૧૪૯ ખરી આધ્યાત્મિકતા શ્રી. ગટુલાલ ધ્રુવ ૧૬૮ s Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ સ મ ૫ ણ લેકે માં બીકણપણાની જગ્યાએ નિડરપણું દાખલ થાય, છીછરાપણુની જગ્યાએ વચારકપણું આવે અને બુદ્ધિની ગુલામીનું સ્થાન સ્વતંત્ર શેકબુદ્ધિ લે એ ઉદ્દેશથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. ક્રાંતિશીલ નિર્ભયતા, ઉંડી વિચારકતા અને સ્વતંત્ર શેકબુદ્ધિ એ ત્રણે વૃત્તિઓ શ્રીમાન માનનીય જિનવિજયજીમાં જોઈ તેમ જ અનુભવી છે, તેથી આ પુસ્તક તેમને ભેટ કરવામાં આવે છે. સુખલાલ તથા બેચરદાસ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ક્યાં તો ઉપાશ્રયો અને કયાં આ પ્રેમાભાઈ હોલ જેવી જાહેર જગ્યાએ. ક્યાં પાટ ઉપર બેસી, હાથમાં પોથી લઈ વાંચનાર ધર્મગુરુઓ, તેમાંય ખાસ કરી પુરુષ સાધુ જ; અને ક્યાં ઉભા રહી હેડેથી જ બોલનાર ગૃહસ્થો, અને તેમાંય બહેને અને ભાઈઓ બંને. ક્યાં કલાકના કલાક સુધી ભોંય ઉપર બેસી જરા પણ તર્ક કે શંકા કર્યા વિના મુંગે મોડે સાંભળનાર શ્રાવકવર્ગ, અને ક્યાં આ ખુરશી પર બેસનાર, તર્કવિતર્ક કરવાની છુટ ભોગવનાર આ શ્રોતા ગણ કયાં એક જ ઢબે અને એક જ ભાષામાં વંચાતા કલ્પસૂત્રના પાઠ તેમજ તેનાં ભાષાંતર અને ક્યાં ખાસ ખાસ મુદ્દા ઉપર જરા પણ બંધન વિના થતી આ ચર્ચાએ. આ પ્રમાણે એક બાજુ જૂનું અને બીજી બાજુ નવું જ્યારે કઈ જુએ, ખાસ કરી પજુસણુના દિવસોમાં જુએ, ત્યારે તેને એવા પ્રશ્નો જરુર થવાના કે આ બધે ફેરફાર શા માટે, તેનું શું પરિણામ, તે ફેરફાર કરવામાં ન આવે તો શું બગડે છે ? આ પ્રશ્નોનો ઉત્તર આજનો જમાનો આપી રહ્યો છે. આજના કેળવાયેલા કે બીન કેળવાયલા, પણ જિજ્ઞાસુ અને સ્વતંત્રપણે વિચાર કરવા અને સાંભળવાની છુટ લેવા ઇચ્છનાર, તરુણે કે વૃદ્ધો દિવસે દિવસે ધર્મસ્થાને છોડતા જાય છે અથવા તો ત્યાં જવાનું ઓછું કરી દે છે. પરિણામે તેમની સામે કશું જ ધ્યેય રહેતું નથી. તેમની વૃત્તિ જાણવા, તેમના પ્રશ્નોનું સમભાવે અને ઉદારતાથી નિરાકરણ કરવા, તેમને તર્કવિતર્ક અને શંકા કરવાની પૂરી છુટ આપવા, તેમજ દેશકાળની પરિસ્થિતિને વિચાર કરવા જે ધર્મગુરુઓ તૈયાર હેય, તે તો આ બહાર દેખાતો ફેરફાર તેમના ધર્મસ્થાનોમાં જ થાય અને આપણો બોજો. એટલે અંશે ઓછો થાય. પણ હજી Page #9 -------------------------------------------------------------------------- ________________ ધર્મગુરુઓને એ વાત સૂઝી હાય તેમ લાગતું નથી. તેને પુરાવે આવા ફેરફારમાં વધારે અને વધારે રસ લેનાર શ્રોતાઓની સખ્યા આપી રહી છે. આ અને આના જેવા ખીજા ફેરફારાથી ધર્મ-ગુરુએ! છેવટે ચેત્યા વિના રહેશે જ નહિ. જેટલા વહેલા ચેતરો તેટલી જ તેમના પદની અને સમાજની વધારે સલામતી છે. તે જલદી ચેતી બુદ્ધિ અને ઉદારતાપૂર્વક ઘટતા ફેરફાર કરે, અથવા તેમને એમ કરવાની ફરજ પડે, એટલા માટે આ નવી પદ્ધતિ યેાજવામાં આવી છે. અને જેને ખરી રીતે નવું અને જૂનું એ કાંઈ મહત્ત્વની બાબત નથી. જે આજે ખૂનું છે છેડતાં કે બદલતાં છાતી ધ્રુજે છે, તે પણ કયારેક તા નવું જ હતું; અને જે આજે નવું છે, તેમજ જેને સાંભળતા અને જોતાં બીક લાગે છે, જેના ઉપર વિચાર કરતાં અથવા જેમાં ભાગ લેતાં, “ લેાકા શું કહેશે, આ તે નવું ધતીંગ શું, શું ખાપદાદાએ નહાતા સમજતા, અજના અધૂરા વિચારકાની આવી. ધમાલાથી શું વળવાનું?” આ અને આના જેવી ખીક કે શંકાથી લેાકા પાછા પડે છે. તે નવું પણ વખત જતાં જૂનું થવાનું, અને તે પણ વળી એક ચાલુ ચીલારૂપે મનાવાનું. આ રીતે જૂના કે કે નવાની કશી જ વ્યવસ્થા નથી. ખરી રીતે મહત્ત્વ, નથી જૂનાનું કે નથી નવાનું મહત્ત્વ તેા સત્યનું છે, સત્યની દિશામાં ચાલવાનું છે, અને સત્યની જિજ્ઞાસાનું છે. જો કહેવાતા જૂનામાં સત્ય હૈાય, તે તેનું મહત્ત્વ જરુર છે; અને જૂનું છતાં તેમાં સત્ય આછું હોય કે ન હાય, અને નવામાં જ સત્ય હોય, તારૃના કરતાં નવાનું મહત્ત્વ રહેવાનું. એ જ રીતે જો નવું છતાં, તેમાં સત્યને અંશ કે તેની પાછળ સત્યની વૃત્તિ નહિ હેાય તે, એ આપે!આપ નાશ પામવાનું. એટલે આપણી સામે મહત્ત્વ હાય તા, તે સત્યનું જ છે, ધ્રુવ તત્ત્વ છે. જૂનાપણું કે નવાપણું એ તે તેનાં બદલાતાં કપડાં છે. એ જ Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સત્ય એટલે શું, એ પ્રશ્ન થાય છે. એને ઉત્તર ભગવાન મહાવીરે પિતાના જીવનથી આપ્યું છે. એમણે પોતાના જીવનમાં સત્ય દાખલ કરી, અનેક ઘટતા બાહ્ય ફેરફાર કર્યા છે, અને પાછળના સજીવ અનુગામીઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે વર્તવાનું કહી, તેમણે આપણા માટે પરિવર્તનને ધોરી માર્ગ પણ ખુલ્લું મૂક્યું છે. અલબત આ પરિવર્તનમાં એક ધ્રુવદષ્ટિ હોવી જોઈએ, અને તે એ કે ધર્મતનો જીવંત અને વ્યવહાર ઉપયોગ કરવો. આ દષ્ટિથી જ પજુસણમાં આ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી છે. ભૂલ હશે, અપૂર્ણતા હશે તો જિજ્ઞાસા અને નમ્રતાને લીધે સુધરશે; પણ મૂંગે મોડે ચુપ બેસી રહી જિજ્ઞાસા અને બુદ્ધિને ગૂંગળાવી મારવાથી તો ધ્રુવ સત્ય જ દબાઈ જશે. એટલા માટે સદ્દવૃત્તિ અને સદ્દબુદ્ધિથી, ધ્રુવ સત્યને કાયમ રાખી, આ ઘટતો ફેરફાર શરૂ કર્યો છે. ૧૯૮૨ના પજુસણમાં માત્ર બે ચાર મિત્રો વચ્ચે, કેટલાંક ધાર્મિક તો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વર્ષ લગી એ ચર્ચા પજુસણમાં આગળ વધી. ક્રમે ક્રમે જિજ્ઞાસુવર્ગ વધતો ગયો, અને ખાસ હીલચાલ નહિ કર્યા છતાં પણ જણાયું કે, આવા પ્રકારનો જિજ્ઞાસુવર્ગ બહુ મટે છે. ધર્મતને વ્યવહારમાં ઉપયોગ થઈ શકે તેમ છે કે નહિ ? થઈ શકતો હોય તે કેવી કેવી રીતે? કયું કયું ધાર્મિક તત્ત્વ, કેવી કેવી રીતે વ્યવહારૂ બની શકે? હજારો વર્ષને ધાર્મિક વારસે માત્ર કલહનું કારણ ન રહી, સુખ અને શાંતિ કેવી રીતે આપી શકે ? આવા પ્રશ્નો વ્યાજબી છે. તેનો ખુલાસો ન કરવામાં બુદ્ધિની અને છેવટે સમાજની હત્યા છે, એમ જણાયાથી જ આ વર્ષે, આટલી જાહેર રીતે, પજુસણને આ પ્રસંગ ગોઠવવામાં આવ્યો છે. આજ તે આ રીતે માત્ર અમદાવાદમાં શરૂ થઈ છે, પણ જે એમાં સત્યદષ્ટિ અને સમયસૂચકતા હશે, તો થોડા જ દિવસોમાં એ રીત વ્યાપક થઈ જવાની, અને ગામોગામ નહિ તો, છેવટે દરેક Page #11 -------------------------------------------------------------------------- ________________ શહેરમાં, આવા પ્રસંગે માટે માગણું થવાની, અને એ રીતે વિચાર કેળવાવાના, વિકસવાના, નકામા બંધને ખરી પડવાનાં, ભય અને શંકાનાં મૂળ ઉખડી જવાનાં, અને જે દીર્ધદર્શિપણું નહિ હોય તો એની વલે જૂની રીત જેવી જ થવાની. આ નવીન પ્રસંગમાં બીનજવાબદારીનું તત્ત્વ દાખલ ન થાય તેટલા માટે એક ધોરણ નક્કી કરવામાં આવ્યું છે, અને તે એ કે દરેક વક્તા, જે બોલે તે લખી રાખે, અને લખેલું સભાને સેપે. આમ કરવાના બે હેતુઓ મુખ્ય છે. એક તો એ કે દરેક બોલનાર પહેલેથી ખુબ વિચાર કરી લે, અને તૈયારી કરી શકે. બીજે હેતુ એ છે કે, એક સ્થળે અને એક પ્રસંગે બોલાયેલું, જે લખેલું હોય તે, છપાઈને અનેક જણના હાથમાં પહોંચે, અને તે રીતે તેના ઉપર બીજાઓને વિચાર કરવાની તક મળે. તેમાં ખામી હોય તે, બીજાઓ દર્શાવે, અને કાંઈ ગુણ હોય છે, તેને અપનાવી બીજાઓ વિકાસ કરે. આ ધારણ પ્રમાણે, આ સાલનાં પજુસણમાં અપાયેલાં ઘણુંખરાં ભાષણો લગભગ લખાયેલાં હતાં. એ બધાં ભાષણોનો સંગ્રહ બહાર પાડવાની ઈચ્છા પણ પજુસણમાં જ થઈ હતી. આ ઈચ્છા શ્રોતાઓએ વધાવી, અને તેને પરિણામે આ સંગ્રહ બહાર પડે છે. કેટલાક કારણસર, ખાસ કરી કદ વધી જવાના અને પ્રસિદ્ધિમાં મેડું થવાના કારણસર, કેટલાંક ભાષણે, આ સંગ્રહમાં છાપવામાં નથી આવ્યાં. પંડિત લાલને લગભગ બધા જ વિષયો ઉપર લખી આપ્યું છે તેમ છતાં તેમનું એક જ ભાષણ અહીં લીધું છે. અધ્યાપક રસિકલાલ પરીખ અને અધ્યાપક મગનલાલ દેસાઈનાં ભાષણે હજી મેળવ્યાં જ નથી. એજ્યુકેશનલ ઇન્સપેકટર ગટલાલ ધ્રુવનું વક્તવ્ય બહુ જ મેડું મળવાથી તેને અલ્પાંશ જ અહીં આપે છે. શ્રીમતી સો. સરલાબહેન અંબાલાલ અને શ્રીમતી મતીબહેન જીવરાજનાં વક્તવ્ય પણ હજી મેળવ્યાં Page #12 -------------------------------------------------------------------------- ________________ નથી. આશ્રમવાસી સુરેદ્રજીનું વક્તવ્ય પણ હજી મેળવી શકાયું નથી. બાકીના બધા જ બોલનારાઓનાં વક્તવ્ય, આ સંગ્રહમાં આવી જાય છે. પજુસણમાં અપાયેલાં અને લખાયેલાં પ્રવચન ઉપરાંત, આ સંગ્રહમાં, એક બીજો લેખ મૂકવામાં આવ્યા છે. એ શાસ્ત્રમર્યાદા વિષેને છે. આ લેખ છે તે લાંબે પણ અહીં અપાએલાં પ્રવચનેની ઢબને અને ઉપયોગી જણ્યાથી તેને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આ રીતે અનેક વિષયો ઉપર અનેક જણના વિચારો આ પુસ્તકમાંથી જાણવાનું મળશે. ધારણા એવી હતી કે પુસ્તકનું કદ મોટું થવા છતાં સૌને તદ્દન સસ્તામાં મળે. એટલા માટે તે પજુસણની ચાલુ બેઠકેમાં જ, સૈને કહી દેવામાં આવેલું કે આ ભાષણેને સંગ્રહ છપાશે અને ચાર આનામાં મળશે. એ જાહેર કરતી વખતે, એમ તે માની જ લીધું હતું કે ઘણુ ગ્રાહકો થશે, અથવા તે ઓછી જણે પણ જથ્થાબંધ ખરીદી લેશે, અને પુસ્તકનું ખર્ચ નીકળી આવશે. જો કે તે જ વખતે | હાજરી આપનારાઓએ ઉત્સાહભેર નામ નંધાવ્યાં, પણ પાછળથી બીજા છુટા ગ્રાહકો મેળવવા, કાંઈ અમે પ્રયત્ન કર્યો નહિ. તેથી જેતી ગ્રાહક સંખ્યા હજી સુધી થઈ નથી. તેમ છતાં કેટલાક ઉત્સાહી અને જિજ્ઞાસુ મિત્રોએ જથ્થાબંધ કેટલીક ન ખરીદી લીધી છે. તેમના એ પ્રોત્સાહનથી જથ્થાબંધ ખરીદી લેનાર માટે, ચાર આના જ કીમત રાખી છે, અને પહેલેથી જેઓએ નામ લખાવ્યું તેમને પણ ચાર આનામાં જ, આ પુસ્તક મળે છે. છતાં પુસ્તક પાછળ થયેલ ખર્ચ હજી સુધી પૂર્ણ મળી આવ્યું નથી, અને પુસ્તકનું કદ પણ મોટું છે, તેથી આની કામત છ આના ઠરાવવામાં આવી છે. ચ ના ઉત્સાહી–મના જ ૧ પં. સુખલાલજીએ મહાવીર જૈન વિદ્યાલયમાં એક પ્રવચન આપેલું તેને લગતા આ લેખ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આ જ પ્રમાણે ૧૯૮૪ ના પજુસણમાં જુદા જુદા વક્તાઓ દ્વારા અપાયેલાં પ્રવચન સંગ્રહ સુદ્યોષા માસિકમાં બહાર પડેલો. તે વખતે જોઇતી શુદ્ધિ સચવાઈ શકી ન હતી. આ વખતે તે સાચવવા પ્રયત્ન કર્યો છે. તેમ છતાં ત્રુટિ રહેવાને દરેક સંભવ છે. એને સુધારી દરેક જણ વાંચે એવી આશા વધારે પડતી ન કહેવાય. આ પુસ્તકની એક સામટી અમુક અમુક નકલ ખરીદી લેનાર મિત્રો કે જિજ્ઞાસુઓનાં નામ જાણીને જ નથી આપ્યાં કારણ કે એ મિત્રો માત્ર કાર્યાથી છે—નામાથી નથી. વળી એવી નામનાનું વાતાવરણ ઉભું કરવાને કશો અર્થ પણ નથી. તેમણે ચાર ચાર આનામાં જથ્થાબંધ નકલ લીધી છે, તેને લાભ તેઓ બીજાને આપવાના છે. આ પુસ્તકનાં મુફ જેવા અને પ્રેસને લગતું બીજું કામ કરવામાં ભાઈ શંભુલાલ જોશીએ સ્વયંસેવાવૃત્તિથી જ મદદ આપી છે. બીજા પણ મિત્રોએ માગણું પ્રમાણે આ કાર્યમાં મદદ આપી છે. આનો લાભ વાચકને જ છે. તેથી બધા વાચકે તરફથી એ મિત્રોનો આભાર માનીએ તો, તેમાં બધા સંમત જ થશે. વાચકને છેવટે એટલું જ કહેવાનું છે કે, તેઓ આ પુસ્તક આખું વાંચે, તે ઉપર વિચાર કરે. જ્યાં તેમને પૂછવા જેવું દેખાય ત્યાં બીજા સમજદારને પૂછે, અગર અમને મળી પૂછે. કઠણ લાગે, લાંબુ લાગે તો તેથી ન ગભરાય. આપણું સમાજમાં વિચારક શક્તિની ઉણપ છે. તેથી સહેજ ઉંડાણું હોય, ઝીણવટ હોય ત્યારે લેકે ગભરાઈ જાય છે. વળી સમાજમાં ભારે રૂઢિચુસ્તતા છે, એટલે કાંઈ નવા જેવું દેખાય તો લોકો ગભરાય છે. પણ એ છીછરાપણું સંકુચિતપણું અને બીકણપણું દૂર કરવા ખાતર જ આ વિચારસરણું છે, એટલે જે વાચકે ધીરજથી વાંચશે તે તેમને આમાંથી ઘણું જાણવાનું મળી આવશે, અથવા તો અનુકૂળ કે પ્રતિકૂળ ઘણું નવું Page #14 -------------------------------------------------------------------------- ________________ સૂઝી આવશે. જે આટલું થયું તે પ્રયત્નની સફળતા છે, અને એ જ એની કીમતની ખરી વસુલાત છે. જે જે વાચક સમજદાર હોય, તે દરેકને આટલું નિવેદન તો વધારે પડતું નહિ જ લાગે કે, તેમણે બે કામ મુખ્ય કરવાં. પહેલું એ કે જેમ બને તેમ વધારે વાંચનારાઓના હાથમાં પુરતક પહોંચાડવું અને બીજું એ કે, જેઓ ઓછું સમજતા હોય, તેમને પિતાની સમજને લાભ આપી, આ પુસ્તક વાંચવામાં રસ લેતા કરવા. આ કથન પુરું કરીએ તે પહેલાં એટલું જણાવી દેવું યોગ્ય છે કે આ આખી વ્યાખ્યાનમાળા રાષ્ટ્રીયદૃષ્ટિથી યોજાએલી છે. અત્યારે દેશમાં નવું ભેજું પ્રગટયું છે. એમાં ભાગ ન લેવો અને દેશની આબાદીની આશા રાખવી એ વ્યર્થ છે. એમાં ભાગ ન લેનાર દેશમાં માનપૂર્વક જીવી ન શકે. એક બાજુ એવી વસ્તુસ્થિતિ છે; અને બીજી બાજુ સમાજનું મુખ્ય બળ જે ધર્મગુરુઓ-તે પિતાની બધી શક્તિઓ લગભગ વેડફી રહ્યા છે. જાણે કે કલેશ કંકાસ અને તકરાર વિવાદમાં જ તેમજ શાસ્ત્રાર્થો અને ચેલેજબાઓમાં જ ઘર્મને વિકાસ થતો હોય તેમ પ્રવૃત્તિ મેર થઈ રહી છે. એક રીતે ધમબળ અધર્મમાં ખર્ચાઈ રહ્યું છે. એવે ટાણે આ બળ ઉપયોગ રાષ્ટ્રીય શુભ પ્રવૃત્તિમાં થવા પામે તો કલેશ કંકાસ વિરમે અને સાથે સાથે દેશસેવા પણ થાય. એવો દૃષ્ટિથી ધાર્મિક તત્ત્વોને વ્યવહારૂ ઉપયોગ સૂચવવા માટે આ વ્યાખ્યાનમાળા ગોઠવાએલી છે. આટલું ધ્યાનમાં રાખી વાચકે વાંચે એવી તેમના પ્રત્યે વિનંતિ છે. ગૂજરાત પુરાતત્ત્વ મંદિર સુખલાલ સંઘવી અને ધનતેરસ ૧૯૮૬ | બેચરદાસ દોશી Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ. પવની ઉત્પત્તિ-તહેવારે અનેક કારણોથી ઉભા થાય છે. ઘણી વાર એવું પણ બને છે કે અમુક એક ખાસ કારણથી તહેવાર શરૂ થયેલ હોય છે અને પછી તેની પુષ્ટિ અને પ્રચાર વખતે બીજ કારણે પણ તેની સાથે આવી મળે છે. જુદા જુદા તહેવારના જુદાં જુદાં કારણે ગમે તે હો છતાં તે બધાની સામાન્ય બે કારણે તે હેય જ છે. એક ભક્તિ અને બીજું આનંદ. કોઈ પણ તહેવારની પાછળ અથવા તેની સાથે અંધ અગર દેખતી ભક્તિ હોય જ છે. ભક્તિ વિના તહેવાર નભી શકતો જ નથી, કારણ કે તેના નભાવ અને પ્રચારને આધાર જનસમુદાય હોય છે, એટલે જ્યાં સુધી તે તહેવાર પર તેની ભક્તિ હોય ત્યાં સુધી જ તે ચાલે. આનંદ વિના તે લેકે કઈ પણ તહેવારોમાં રસ લઈ જ ન શકે. ખાવું પીવું, હળવું મળવું, ગાવું બજાવવું, લેવું–દેવું, નાચવું કૂદવું, પહેરવું ઓઢવું, ઠાઠમાઠ અને ભપકા કરવા વગેરેની ઓછી વધતી ગોઠવણ વિનાને કોઈ પણ સાત્વિક કે તામસિક તહેવાર દુનિયાના પડ ઉપર નહિ જ મળે. - તહેવારના સ્વરૂપ અને તેની પાછળની ભાવના જોતાં આપણે ઉત્પત્તિના કારણું પરત્વે તહેવારને મુખ્યપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. ૧ લૌકિક, ૨ લોકેત્તર. અથવા આસુરી અને દૈવી, જે તહેવારે ભય, લાલચ. અને વિસ્મય જેવા શુદ્ધ ભાવમાંથી જન્મેલા હોય છે તે સાધારણ ભૂમિકાના લેકને લાયક હોવાથી લૈકિક અગર આસુરી કહી શકાય. તેમાં જીવન શુદ્ધિનો કે જીવનની મહત્તાને ભાવ નથી હોતો, પણ પામર વૃત્તિઓ અને શુદ્ર ભાવનાઓ તેની પાછળ હોય છે. જે તહેવાર છવનશુદ્ધિની ભાવનામાંથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના જન્મેલા હ્રાય અને જીવનશુદ્ધિ માટે જ પ્રચારમાં આવ્યા હાય તે તહેવારો ઉચ્ચ ભૂમિકાના લેાકાને લાયક હાવાથી લેાકેાત્તર અગર દેવી કહી શકાય. પહાડા અને જંગલામાં વસતી ભીલ, સંથાલ, કાળી જેવી જનતામાં અગર તેા શહેર અને ગામડામાં વસતી છારા, વાધરી જેવી જાતામાં અને ઘણી વાર તેા ઉચ્ચ વર્ણની મનાતી ખીજી બધી જ જાતેામાં આપણે જઈ તે તેમના તહેવાર જોઇએ તા તરત જ જણાશે કે એમના તહેવારા ભય, લાલચ અને અદ્ભુતતાની ભાવનામાંથી જન્મેલા છે, તે તહેવારા અર્થ અને કામપુરુષાર્થની જ પુષ્ટિ માટે ચાલતા હાય છે. નાગપંચમી, શીતળાસાતમ, ગણેશચતુર્શી, દુર્ગા અને કાળીપૂજા; એ મેલડી અને માતાની પૂજાની પેઠે ભયમુક્તિની ભાવનામાંથી જન્મેલા છે. મેાળાકત, મગળાગૌરી, જ્યેષ્ઠાગૌરો, લક્ષ્મીપૂજા વગેરે તહેવારા લાલચ અને કામની ભાવનામાંથી જન્મેલા છે, અને એના ઉપર જ એ ચાલે છે. સૂર્યપૂજા, સમુદ્રપૂજા અને ચંદ્રપૂજા વગેરે સાથે સબંધ ધરાવનારા તહેવારા વિસ્મયની ભાવનામાંથી જન્મેલા છે. સૂર્યનું અપાર ઝળહળતું તેજ અને સમુદ્રનાં અપાર ઉછળતાં માજા' જોઈ માણસ પહેલવહેલા તા આભા જ બની ગયે હશે અને એ વિસ્મયમાંથી એની પૂજાના ઉત્સવા શરૂ થયા હશે. આવા અર્થ અને કામના પેાષક તહેવારે સર્વત્ર પ્રચલિત હાવા છતાં વેધક દૃષ્ટિવાળા ગણ્યા ગાંઠયા ઘેાડાક માણસા દ્વારા ખીજી જાતના પણ તહેવારા પ્રચલિત થએલા આપણે જોઇ શકીએ છીએ. યાહુદી, ક્રિશ્ચીયન અને જરથેાસ્તી ધર્મની અંદર જીવનશુદ્ધિની ભાવનામાંથી ચેાજાએલા કેટલાક તહેવારો ચાલે છે. ઇસ્લામ ધર્મમાં ખાસ કરી રમઝાનને મહિને આખા જીવનશુદ્ધિની દૃષ્ટિએ જ તહેવારરૂપે શેઠવાએલા છે. એમાં મુસલમાન માત્ર ઉપવાસ કરીને જ સંતાષ પુકડે એટલું ખસ નથી ગણાતું પણ તે ઉપરાંત સંયમ કેળવવા માટે બીજા Page #18 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેનેા ઉપયેગ ર બ્રહ્મચર્ય પાળવું, સાચું દેવા, આવકના છેાડી ટકા સસ્થા ઘણાં પવિત્ર ક્રમાના કરવામાં આવ્યાં છે. એલવું, ઉંચ નીચ કે નાના મોટાના ભેદ ર ટકા સેવા કરનાર નીચલા વર્ગને અને ૧૦ તેમ જ ફકીરાના નભાવમાં ખરચવા, વગેરે જે વિધાના સ્લામ ધર્મમાં છે તે રમઝાન મહિનાની પવિત્રતા સૂચવવા માટે બસ છે. બ્રાહ્મણ ધર્માંના તહેવારા એમની વ વ્યવસ્થા પ્રમાણે બહુવર્ણી છે એટલે તેમાં બધી જ ભાવનાઓવાળા બધી જ જાતના તહેવારનું લક્ષણુ મિશ્રિત થયેલું નજરે પડે છે. બૈાહુ તહેવારા લાકકલ્યાણની અને ત્યાગની ભાવનામાંથી જન્મેલા છે ખરા ? પણ જૈન તહેવારા સાથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેનાના એક પણ નાના કે માટા તહેવાર એવા નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તેા ભય, લાલચ, અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયે હાય, અગર તેા તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હાય, નિમિત્ત તીર્થંકરાના કાઈપણ કલ્યાણનું ઢાય અગર ખીજાં કાંઇ હાય પણ એ નિમિત્તે ચાલતા પર્વ કે તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાના જ રાખવામાં આવેલા છે. એક દિવસના કે એકથી વધારે દિવસના લાંબા એ અને તહેવાર પાછળ જૈન પરપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યા છે. લાંબા તહેવારામાં ખાસ છ અઠ્ઠાઈએ આવે છે, તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઇ એ સાથી શ્રેષ્ઠ ગણાય છે. તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. સાંવત્સરિક એ જૈનેનું વધારેમાં વધારે આદરણીય પ છે. એનું કારણ એ છે કે જૈન ધર્મની મૂળ ભાવના જ એ પર્વમાં આતપ્રાત થયેલી છે. જૈન એટલે જીવનશુદ્ધિના ઉમેદવાર. સાંવત્સરિક પ દિવસે જીવનમાં એકત્ર થયેલ મેલ બહાર કાઢવાના અને ફરી તેવા મેલથી બચવાના નિર્ધાર કરવામાં આવે છે. એ પર્વતે દિવસે બધા નાનામેાટા સાથે તાદાત્મ્ય Page #19 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સાધવાનું અને જેના જેનાથી અંતર વિખૂટું પડયું હોય તેની તેની સાથે અંતર સાંધવાનું અર્થાત્ દીલ ચેખું કરવાનું ફરમાન છે. જીવનમાંથી મેલ કાઢવાની ઘડી એ જ તેની સર્વોત્તમ ધન્ય ઘડી છે અને એવી ઘડી મેળવવા જે દિવસ યોજાયો હોય તે દિવસ સૈથી વધારે શ્રદ્ધેય લેખાય તેમાં નવાઈ નથી. સાંવત્સરિક પર્વને કેંદ્રભૂત માની તેની સાથે બીજા સાત દિવસો ગોઠવવામાં આવ્યા છે. અને એ આઠે દિવસ આજે પજુસણ કહેવાય છે. શ્વેતાંબરના બન્ને ફિરકાઓમાં એ અઠવાડિયું પજુસણ તરીકે જ જાણીતું છે અને સામાન્ય રીતે બનેમાં એ અઠવાડિયું એક સાથે જ શરૂ થાય છે અને પુરું થાય છે. પણ દિગંબર સંપ્રદાયમાં આઠને બદલે દશા દિવસે માનવામાં આવે છે અને પજુસણને બદલે એને દક્ષલક્ષણ કહેવામાં આવે છે. તથા એનો સમય પણ વેતાંબર પરંપરા કરતાં જુદો છે. વેતાંબરોના પજુસણ પૂર્ણ થયાં કે બીજા દિવસથી જ દિગંબરની દશલક્ષણ શરૂ થાય છે. જૈન ધર્મના પાયામાં ત્યાગ અને તપની ભાવના મુખ્ય હોવાથી એમાં ત્યાગી સાધુઓનું પદ મુખ્ય છે. અને તેથી જ જૈન ધર્મના તમામ પર્વેમાં સાધુપદને સંબંધ મુખ્ય ભાગ ભજવે છે, સાંવત્સરિક પર્વ એટલે ત્યાગી સાધુઓને વર્ષાવાસ નક્કી કરવાનો દિવસ, અને અંતર્મુખ થઈ જીવનમાં ડોકિયું મારી તેમાંથી મેલ ફેંકી દેવાના અને તેની શુદ્ધિ સાચવવાના નિર્ધારનો દિવસ. આ દિવસનું મહત્વ જેઈ ઋતુની અનુકૂળતા પ્રમાણે તેની સાથે ગોઠવાએલા બીજા દિવસે પણ તેટલું જ મહત્ત્વ ભોગવે છે, અને આઠે દિવસ લેકે જેમ બને તેમ ધધધાપો ઓછો કરવાને, ત્યાગ તપ વધારવાને, જ્ઞાન ઉદારતા આદિ સદ્દગુણો પોષવાને અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામ કરવાને પ્રયત્ન કરે છે. દરેક જેનને વારસામાંથી જ પર્યુષણના એવા સંસ્કાર મળે છે કે તે દિવસે મા પ્રપંચથી નિવૃત્તિ મેળવી બને તેટલું વધારે સારું કામ કરવું. આ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ ષણ પર્વ અને તેના ઉપયેાગ સંસ્કારાના બળથી નાના કે મેટા ભાઈ કે બહેન દરેક પશુસણ આવતાં જ પાત પેાતાની ત્યાગ તપ આદિની શક્તિ અજમાવે છે અને ચામેર જ્યાં રૃખા ત્યાં જૈન પર પરામાં એક ધાર્મિક વાતાવરણ આષાડ મહિનાના વાળાની પેઠે ધેરાઈ આવે છે. આવા વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસેામાં નીચેની બાબતે સત્ર નજરે પડે છે. (૧) ધમાલ ઓછી કરીને અને તેટલી નિવૃત્તિ અને પુરસદ મેળવવાના પ્રયત્ન. (ર) ખાનપાન અને ખીજા કેટલાક ભાગા ઉપર આછા વધતા અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણુ અને આત્મચિંતનનું વલ. (૪) તપસ્વી અને ત્યાગીઓની તેમ જ સાધર્મિકાની યેાગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જીવાને અભયદાન આપવાના પ્રયત્ન. (૬) વેર ઝેર વિસારી સહુ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના. એક બાજુ વારસામાં મળતા ઉપરની છ બાબતાના સારા અને બીજી બાજુ દુન્યવી ખટપટની પડેલી કુટેવા એ બે વચ્ચે અથડામણુ ઉભી થાય છે અને પરિણામે આપણે પશુસણુના કલ્યાણસાધક દિવસેામાં પણ ઇચ્છીએ તેવા અને કરી શકીએ તેટલા ઉપરના સુસકારાના ઉપયાગ કરી નથી શકતા અને ધાર્મિક બાબતે સાથે આપણા હંમેશના સમુચિત અને તકરારી કુસસ્કારીને સેળભેળ કરી છે દરેક બાબતમાં ખટપટ, પક્ષાપક્ષી, તાણખેંચ, હુંસાતુસી, અને વાંધા વચકાના પ્રસંગેા ઉભા કરીએ છીએ અને એકંદરે જીસણ પછી કાંઇક ઉન્નત જીવન બનાવવાને બદલે પાછા જ્યાં હતા ત્યાં જ આવીને ઉભા રહીએ છીએ અને ઘણી વાર તા હતા તે સ્થિતિ કરતાં પણ નીચે પડી કે ઉતરી જઈએ છીએ. એટલે પશુસણુ જેવા ધાર્મિક દિવસેાના ઉપયેામ આપણા આધ્યાત્મિક જીવનના વિકાસમાં તા થતા જ નથી પુણ્ સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે તેના કશા જ ઉપયાગ કરી શકતા નથી. આપણી સર્વ સાધારણની ભૂમિકા વ્યાવહારિક છે. આપણે ગૃહસ્થ હાઈ બધું જ જીવન બહિર્મુખ ગાળીએ છીએ. એટલે આધ્યાત્મિક જીવનના તા સ્પર્શ કરવા લગભગ Page #21 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો અશક્ત નીવડીએ છીએ. પણ જે જાતના જીવનને વિકાસ આપણે ઇચ્છીએ છીએ અને આપણાથી સાધવો શક્ય છે તે જાતના એટલે સામાજિક અને રાષ્ટ્રીય જીવનને આપણે તુચ્છ અને ઓછી કીમતનું માની લીધું છે અને આપણે એમ લાયકાત વિના જ મહેડ કહ્યા કરીએ છીએ કે જીવન તો આધ્યાત્મિક જ ખરું છે. આવી લાયકાત વિનાની સમજથી આપણુમાં નથી થતું આધ્યાત્મિક જીવનને વિકાસ અને નથી સુધરતું સામાજિક કે રાષ્ટ્રીય જીવન. તેથી આપણે આપણા ધાર્મિક સુંદર વારસાનો ઉપયોગ એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણું સામાજિક અને રાષ્ટ્રીય જીવન સુધરે અને આંતરિક લાયકાત હોય તો આધ્યાત્મિક જીવન ઉપર પણ તેની સારી અસર થાય. આ જાતને પજુસણના દિવસેને ઉપયોગ કરવા માટે બે વસ્તુની મુખ્ય જરૂર છે. (૧) એક તે એ કે જેન ધર્મે પોતાનાં વિશિષ્ટ વારસા તરીકે કયાં કયાં તો આપણને આપ્યાં છે અને તેને સામાજિક તેમ જ રાષ્ટ્રીય કલ્યાણની દૃષ્ટિએ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જ્ઞાન મેળવવું અને (૨) બીજું એ કે આપણે પજુસણની નિવૃત્તિનો ઉપયોગ એવી દિશામાં કરવો કે જેથી આપણું ઉપરાંત આપણું પડેશી ભાઈઓને અને દેશવાસીઓને ફાયદો થાય અને આપણું સામાજિક જીવનની લંકામાં તથા રાજ્યમાં પ્રતિષ્ઠા બંધાય. આપણે હસતે મોડે સૌની મોખરે ઉભા રહી શકીએ અને આપણુ ઘર્મની સરસાઈ માટે અભિમાન લઈ શકીએ. આ કારણથી અમે પજુસણને ઉપયોગ કરવાની રીત બદલી છે. આપણુમાં મુખ્ય બે વર્ગો છે. એક વર્ગ એવો છે કે તેને નવું શું, જૂનું શું, મૂળ તત્ત્વ શું વગેરેને કશે જ વિચાર નથી તેને જે ચીલે મળ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. એ ચીલા બહાર નજર કરવા અને પોતાની રીત કરતાં બીજી રીત જોવામાં પણ તેને બહુ દુઃખ થાય છે. જગત તરફ આંખ ઉઘાડવામાં પણ તેને ગુન્હો થતો હોય તેમ લાગે છે. તેને પોતાના સિવાયની બીજી કોઈ પણ ઢબ, બીજી Page #22 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ કોઈ પણ ભાષા, અને બીજે કઈ પણ વિચાર અસહ્ય લાગે છે. અને બીજો વર્ગ એવો છે કે તેને જે સામે આવે તે જ સારું લાગે છે. પિતાનું નવું સર્જન કાંઈ હોતું નથી, પિતાનો વિચાર હતો નથી, તેને પિતાનાં સ્થિર થે પણ કાંઈ હોતાં નથી માત્ર જે તરફ લકે ઝુકતા હોય તે તરફ તે વર્ગ ઝુકે છે. પરિણામે સમાજના અને વર્ગોથી આપણું ધર્મના વિશિષ્ટ તને વ્યાપક અને સારો ઉપયોગ થઈ શકતો જ નથી. તેથી જરૂરનું એ છે કે કેમાં જ્ઞાન અને ઉદારતા ઉતરે એવી કેળવણું આપવી. આ કારણથી પરંપરામાં ચાલ્યું આવતું કલ્પસૂત્રનું વાચન ન રાખતાં અમે કેટલાક ખાસ વિષય ઉપર ચર્ચા કરવાનું ગ્ય ધાર્યું છે. એ વિષય એવા છે કે જે જેનધર્મના કહે કે ( સર્વ ધર્મના ) પ્રાણભૂત છે. અને એની ચર્ચા એવી દષ્ટિએ કરવા ધારી છે કે જેથી એ તોનો ઉપયોગ બધી દિશામાં બધા અધિકારીઓ કરી શકે. જેને જેમાં રસ હોય છે, તેમાં તત્વથી ફાયદો ઉઠાવી શકે. આધ્યાત્મિકપણું કાયમ રાખી સામાજિક અને રાષ્ટ્રીય કલ્યાણ સાધી શકાય. ' નવી પરંપરાથી ડરવાને કશું જ કારણ નથી. અત્યારની ચાલુ પરંપરાઓ પણ કાંઈ શાશ્વત નથી. જે રીતે અને જે જાતનું કલ્પસૂત્ર અત્યારે વંચાય છે તે પણ અમુક વખતે અને અમુક સંયોગમાં જ શરૂ થયેલું. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં તો આવી જાહેર સભામાં અને જાહેર રીતે કલ્પસૂત્ર વંચાતુ જ નહતું. એ ફક્ત સાધુસભામાં જ અને તે પણ ફક્ત અમુક કેટિના સાધુને મોઢેથી જ વંચાતું. પહેલાં તો તે રાતે જ વંચાતુ અને દિવસે વંચાય ત્યારે અમુક સંગોમાં સાધુ સાધ્વીઓ ભાગ લઈ શકતા. વળી આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજાના સમયમાં કલ્પસૂત્રને ચતુર્વિધ સંઘ સમક્ષ વાંચવાની તક ઉભી થઈ. એમ થવાનું પ્રાસંગિક કારણ એ રાજાના પુત્ર-શોકના નિવારણનું હતું પણ ખરું કારણ તો એ હતું કે તે વખતે Page #23 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જ્યાં ત્યાં ચોમાસામાં બ્રાહ્મણ સંપ્રદાયમાં મહાભારત, રામાયણ અને ભાગવત જેવાં શાસ્ત્રો વાંચવાની ભારે પ્રથા હતી. જોકે એ તરફ ખુબ ઝુકતા. બૌદ્ધ સંપ્રદાયમાં પણ જિનચરિત અને વિનયના ગ્ર વંચાતા જેમાં બુદ્ધ ભગવાનનું જીવન અને ભિખુઓનો આચાર આવતો. આ કારણથી લેકવર્ગમાં મહાન પુરુષોનાં જીવન ચરિત્ર સાંભળવાની અને ત્યાગીઓના આચાર જાણવાની ઉત્કટ રુચિ જાગી હતી. એ રુચિને તૃપ્ત કરવા ખાતર બુદ્ધિશાળી જેન આચાર્યોએ ધ્રુવસેન જેવા રાજાની તક લઈ કલ્પસૂત્રને જાહેર વાચન તરીકે પસંદ કર્યું. એમાં જે પહેલું જીવન ચરિત્ર ન હતું તે ઉમેર્યું અને માત્ર સામાચારીને ભાગ જે સાધુ સમક્ષ જ વંચાતો હતો તે ભાગને ગૌણ કરી શરૂઆતમાં ભગવાન મહાવીરનું ચરિત દાખલ કર્યું અને સર્વ સાધારણને તે વખતની રુચિ પ્રમાણે પસંદ આવે એ ઢબે અને એવી ભાષામાં તે ગોઠવ્યું. વળી જ્યારે લેકમાં વધારે વિસ્તાર પૂર્વક સાંભળવાની રુચિ જમી, કલ્પસૂત્રની લેકમાં ભારે પ્રતિષ્ઠા જામી, અને પજુસણમાં તેનું જાહેર વાચન નિયમિત થઈ ગયું ત્યારે વખતના વહેણ સાથે સંયોગે પ્રમાણે આચાર્યોએ ટીકાઓ રચી. એ પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓ પણ વંચાવા લાગી. ૧૭ મા સૈકા સુધીમાં રચાયેલી અને તે વખતના વિચારને પડઘો પાડતી ટીકાઓ પણ એક અતિ જૂના ગ્રંથ તરીકે વંચાવા અને સંભળાવા લાગી. છેવટે ગૂજરાતી અને હિંદી ભાષામાં પણ એ બધું ઉતર્યું અને આજે જ્યાં ત્યાં વેચાય છે. આ બધું જ સારું છે અને તે એટલા કારણસર કે તે લોકોની ભાવના પ્રમાણે બદલાતું રહ્યું છે. કલ્પસૂત્ર અક્ષરશ્નઃ ભગવાન મહાવીરથી જ ચાલ્યું આવે છે. અને એમના વખતની જ રીતે આજે પણ વંચાય છે એમ માની લેવાની કોઈ ભુલ ન કરે. લોકશ્રદ્ધા, લેકચિ અને ઉપયોગિતાની દૃષ્ટિએ જે ફેરફાર થાય છે તે જે બુદ્ધિપૂર્વક કરવામાં આવે તે લાભદાયક જ નીવડે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વ અને તેને ઉપયોગ કલ્પસૂત્ર અને તેના વાચનની જે રીતે અત્યારે ચાલે છે તેમાં બધા જ કે રસ લઈ શકે તેમ નથી, તેનાં કારણે આ પ્રમાણે છે:-(૧) વાચન અને શ્રવણમાં એટલે બધે વખત આપવો પડે છે કે માણસ કંટાળી જાય અને શ્રદ્ધાને લીધે બેસી રહે તે પણ વિચાર માટે તો લગભગ અશક્ત બની જાય. (૨) નક્કી થયેલ ઢબ પ્રમાણે શબ્દો અને અર્થો ઉચ્ચારાતા અને કરાતા હોવાથી તેમજ ઠરાવેલ વખતમાં ઠરાવેલ ભાગ પુરો કરવાનું હોવાથી બેલનાર કે સાંભળનાર માટે બીજી ચર્ચા અને બીજી દષ્ટિના અવકાશનો અભાવ. (૩) એ વાચન વખતે વર્તમાન સમાજની અને દેશની દશા તરફ ઉદાર દૃષ્ટિએ જોવાના વલણનો અભાવ અને તેથી સમાજ અને રાષ્ટ્રમાં ઉપયોગી થઈ શકે એવી કલ્પસૂત્રમાંથી હકીકત તારવી લેવાની ખટ. (૪) શ્રદ્ધા, ભક્તિ અને ચાલુ રૂઢિ ઉપર એટલું બધું દબાણ થાય છે કે જેને લીધે બુદ્ધિ, તક અને સ્વતંત્ર જિજ્ઞાસા તદ્દન બુઠાં જ થઈ જાય. (૫) ચાલુ પરિસ્થિતિ વિશેનું છેક જ અજ્ઞાન અથવા તેની ગેરસમજ અને તે તરફ આંખમીંચામણુ અને ભૂતકાળની એકમાત્ર મૃત હકીકતને સજીવન કરવાને એક તરફી પ્રયત્ન. - આ અને આના જેવા બીજા કારણોને લીધે આપણું પજુસણનું કલ્પસૂત્રવાચન નીસ જેવું થઈ ગયું છે, તેને ઉદ્ધાર કરવાની જરૂર છે. તે બહુ સારી રીતે થઈ શકે એવાં તો આપણી પાસે છે એ જ વસ્તુ ધ્યાનમાં રાખી આ વખતે અમે અમારી દૃષ્ટિ પ્રમાણે ફેરફાર જાહેર રીતે શરૂ કર્યો છે. તા. ૨૦-૮-૩૦ સુખલાલ Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ પહેલામાં એટલે ધર્મમાં અંતર્દર્શન હોય છે એટલે તે આત્માની અંદરથી ઉગે છે અને તેમાં જ પાકિયું કરાવે છે કે તે તરફ જ માણસને વાળે છે. જ્યારે બીજામાં એટલે પંથમાં બહિર્દર્શન, હોય છે એટલે તે બહારના વાતાવરણમાંથી જ અને દેખાદેખીમાંથી જ આવેલ હોય છે તેથી તે બહાર જ નજર કરાવે છે અને માણસને બહારની બાજુ જોવામાં જ રોકી રાખે છે. ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણે ઉપર જ રહેલું હોય છે. જ્યારે પંથ એ રૂપજીવી અને રૂપાવલંબી હેવાથી તેને બધે આધાર બહારના રૂપરંગ અને ડાકડમાળ ઉપર હોય છે તેથી તે પહેરવેશ, કપડાને રંગ, પહેરવાની રીત અને પાસે રાખવાનાં સાધનો અને ઉપકરણોની ખાસ પસંદગી અને આગ્રહ કરાવે છે. પહેલામાં એકતા અને અભેદના ભાવ ઉઠે છે અને સમાનતાની ઉર્મિઓ ઉછળે છે. જ્યારે બીજામાં ભેદ અને વિષમતાની તીરાડે પડતી અને વધતી જાય છે. એટલે પહેલામાં માણસ બીજા સાથે પિતાને ભેદ ભૂલી અભેદ તરફ જ ઝુકે છે. અને બીજાના દુઃખમાં પિતાનું સુખ વિસરી જાય છે અથવા એમ કહે કે એમાં એને પિતાનાં જુદાં સુખ દુઃખ જેવું કાંઇ તત્વ જ નથી હોતું; જ્યારે પંથમાં માણસ પોતાની અસલની અભેદ ભૂમિને ભૂલી ભેદ તરફ જ વધારે અને વધારે ઝુકતો જાય છે અને બીજાનું દુઃખ એને અસર નથી કરતું, પિતાનું સુખ એને ખાસ લલચાવે છે, અથવા એમ કહે કે એમાં માણસનાં સુખ અને દુઃખ સાથી છુટાં જ પડી જાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૧ એમાં માણસને પોતાનું અને પારકું એ બે શબ્દ ડગલે અને પગલે યાદ આવે છે. પહેલામાં સહજ નમ્રતા હોવાથી એમાં માણસ લઘુ અને હલકે દેખાય છે તેમાં મોટાઈ જેવી કાંઈ વસ્તુ જ નથી હોતી અને ગમે તેટલી ગુણસમૃદ્ધિ કે ધનસમૃદ્ધિ છતાં તે હમેશને માટે સૈા કરતાં પિતાને નામે જ દેખે છે. કારણ કે ધર્મમાં બ્રહ્મ એટલે સાચા જીવનની ઝાંખી થવાથી તેની વ્યાપકતા સામે માણસને પિતાની જાત અપ જેવી જ ભાસે છે જ્યારે પંથમાં એથી ઉલટું છે. એમાં ગુણ કે વૈભવ ન પણ હોય છતાં માણસ પોતાને બીજાથી મેટો માને છે અને તેમ મનાવવા યત્ન કરે છે એમાં નમ્રતા હોય તો તે બનાવટી હોય છે અને તેથી તે માણસને મેટાઇનો જ ખ્યાલ પૂરે પાડે છે. એની નમ્રતા એ મેટાઈને માટે જ હોય છે. સાચા જીવનની ઝાંખી ન હેવાથી અને ગુણેની અનન્તતાનું તેમજ પિતાની પામરતાનું ભાન ન હોવાથી પંચમાં પડેલે માણસ પિતામાં લઘુતા અનુભવી શકતો જ નથી માત્ર તે લઘુતા દર્શાવ્યા કરે છે. - ધર્મમાં દષ્ટિ સત્યની હેવાથી તેમાં બધી બાજુ જેવા જાણવાની ધીરજ અને બધી જ બાજુઓને સહી લેવાની ઉદારતા હોય છે. પંથમાં એમ નથી હતું. તેમાં દષ્ટિ સત્યાભાસની હોવાથી તે એક જ પિતાની બાજુને સર્વ સત્ય માની બીજી બાજુ જેવા જાણવા તરફ વલણ જ નથી આપતી અને વિરોધી બાજુઓને સહી લેવાની કે સમજી લેવાની ઉદારતા પણ નથી અર્પતી. ધર્મમાં પિતાનું દોષદર્શન મુખ્ય અને બીજાઓના ગુણનું દર્શન મુખ્ય હોય છે. જ્યારે પંચમાં તેથી ઉલટું છે. પંથવાળે માણસ બીજાના ગુણે કરતાં દોષો જ ખાસ જોયા કરે છે અને પિતાના દોષો કરતાં ગુણે જ વધારે જોવા તેમજ ગાયા કરે છે, અથવા તો એની નજરે પોતાના દે ચડતા જ નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના ધર્મગામી કે ધર્મનિષ્ઠ માણસ પ્રભુને પોતાની અંદર જ અને પેાતાની આસપાસ જ જુએ છે તેથી તેને ભૂલ અને પાપ કરતાં પ્રભુ જોઈ જશે એવા ભય લાગે છે, તેની શરમ આવે છે. જ્યારે પ્થગામી માણસને પ્રભુ કાંતા જેસેલમમાં, કાંતા મામદીનામાં, કાંતા મુદ્દગયા કે કાશીમાં અને કાંતા શત્રુંજય કે અષ્ટાપદમાં દેખાય છે અથવા તા પૈકુંઠમાં કે મુક્તિસ્થાનમાં હાવાની શ્રદ્ધા હોય છે એટલે તે ભૂલ કરતાં પ્રભુથી પેાતાને વેગળા માની જાણે કાઈ તેની ભૂલ જોતું જાણુતું જ નહેાય તેમ, નથી કાઈથી ભય ખાતા કે નથી શરમાતા અને એને ભૂલનું દુ:ખ સાલતું જ નથી અને સાલે તે યે ક્રી ભૂલ ન કરવાને માટે નહિ. ૧૨ ધર્મમાં ચારિત્ર ઉપર જ પસંદગીનું ધારણ હાવાથી તેમાં જાતિ લિંગ, ઉમર, ભેખ, ચિન્હા, ભાષા અને ખીજી તેવી બહારની વસ્તુએને સ્થાન જ નથી જ્યારે પંથમાં એ જ ખાદ્ય વસ્તુઓને સ્થાન હાય છે. કઇ જાતિના ? પુરુષ કે સ્ત્રી ? કઈ ઉમરના ? વેષા છે ? કઇ ભાષા એટલે છે? અને કઈ રીતે ઉઠે કે એસે છે ? એ જ એમાં જોવાય છે; અને એની મુખ્યતામાં ચારિત્ર ખાઈ જાય છે. ઘણી વાર તેા લેાકેામાં જેની પ્રતિષ્ઠા નહેાય એવી જાતિ એવું લિંગ એવી 'મર કે એવા વેશ ચિહ્નવાળામાં જે ખાસુ ચારિત્ર હાય તાપણુ પથમાં પડેલ માણસ તેને લક્ષમાં લેતેા જ નથી અને ઘણીવાર તેા તેવાને તરાડી પણ કાઢે છે. ધર્મમાં વિશ્વ એ એક જ ચેાા છે. તેમાં ખીજા કાઈ નાના ચેાકા ન હાવાથી આભડછેટ જેવી વસ્તુ જ નથી હેાતી અને હાય છે તે એટલું જ કે તેમાં પેાતાનું પાપ જ માત્ર આભડછેટ લાગે છે. જ્યારે ૫થમાં ચેાકાવૃત્તિ એવી હોય છે કે જ્યાં દેખા ત્યાં આભડછેટની ગમ આવે છે અને તેમ છતાં ચેકાવૃત્તિનું નાક પેાતાના પાપની દુર્ગંધ સુધી શકતું જ નથી. તેને વાતે માનેલું એ જ સુવાસવાળુ Page #28 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૩ અને પિતે ચાલતું હોય તે જ રસ્તો શ્રેષ્ઠ લાગે છે તેથી તે બીજે બધે બદબ અને બીજામાં પિતાના પંથ કરતાં ઉતરતાપણું અનુભવે છે. ટુંકમાં કહીએ તો ધર્મ માણસને રાતદિવસ પિષાતા ભેદ સંસ્કારમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પોષાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરો કરે છે. અને ક્યારેક દૈવયોગે અભેદની તક કોઈ આણે તો તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાની મોટી તકરાર પણ (જર, જેરૂ જમીનના અને નાનમ મોટપના ઝઘડાઓ) શમી જાય છે. જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરારે ઉગી નીકળે છે. એમાં ઝઘડાદિના ધર્મની રક્ષા જ નથી દેખાતી. આ રીતે જોતાં ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીને દાખલે લઈએ, પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણુ જેવો જ નહિ પણ લેકના ગળામાં ખાસ કરીને પીવાના હિંદુઓના ગળામાં પડેલ પાણુ જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણુ જેવો છે. એને મન કોઈ સ્થાન ઉંચુ કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજે સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ એ હિંદુઓના ગેળાના પાણી જેવો હોઈ તેને મન તેના પોતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાને જ સ્વાદ અને પિતાનું જ રૂપ ગમે તેવું હોવા છતાં ગમે છે અને પ્રાણુતે પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રોકે છે. પંથ એ ધર્મમાંથી જન્મેલ હોવા છતાં અને પિતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હંમેશાં ધર્મને જ ઘાત કરતા જાય છે. જેમ જીવતા લોહી અને માંસમાંથી ઉગેલો નખ જેમ જેમ વધતો જાય Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના તેમ તેમ તે લોહી અને માંસને જ હેરાનગતિ કરે છે. તેથી જ્યારે એ વધુ પડતા નખ કાપવામાં આવે ત્યારે જ હાડપિંજરની સલામતી સચવાય છે તેમ ધર્મથી વિખુટા પડેલા પંચ (એકવાર ભલે તે ધર્મમાંથી જન્મ્યા હોય છતાં) પણ જ્યારે કાપ પામે અને છેદાય ત્યારે જ માસ જાત સુખી થાય. અલબત્ત અહીં એ પ્રશ્ન જરૂર થશે કે ધર્મ અને ૫થ વચ્ચે મેળ છે કે નહિ અને હાય તા તે કેવી રીતે ? એના ઉત્તર સહેલા છે. જીવતા નખને કાઈ નથી કાપતું. ઉલટા એ કપાય તા દુઃખ થાય છે. લેાહી અને માંસની સલામતી જોખમમાં આવે છે, તે સડવા લાગે છે તેમ જે પચની અંદર ધર્મનું જીવન હેાય તે તે ૫ંચ એક નહી હજાર હા, શામાટે માણુસ જેટલા જ ન હેાય; છતાં લેકાનું કલ્યાણુ જ થવાનું. કારણ કે એમાં પ્રકૃતિભેદ અને ખાસીઅતા પ્રમાણે હજારા ભિન્નતાઓ હાવા છતાં કલેશ નહિ હાય, પ્રેમ હશે. અભિમાન નહિ હોય, નમ્રતા હશે. શત્રુભાવ નહિ હાય, મિત્રતા હશે. ઉકળવાપણું નહિ હૈાય. ખમવાપણું હશે. પથા હતા, છે અને રહેશે પણ તેમાં સુધારવા જેવું કે કરવા જેવું હાય તા તે એટલું છે કે તેમાંથી વિખુરા પડેલા ધર્મના આત્મા તેમાં કરી આપણે પુરવા, એટલે આપણે કાઇ પણ પચના હેાએ છતાં તેમાં ધર્મનાં તત્ત્વા સાચવીને જ તે પાંચને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન ખેલીએ. પથમાં ધર્મના પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હૈાય. સત્યાગ્રહી હાવાનાં લક્ષણે ટુંકમાં આ પ્રમાણે છેઃ (૧) પાતે જ માનતા અને કરતા હાઈએ તેની પૂરેપૂરી સમજ હાવી જોઈ એ અને પેાતાની સમજ ઉપર એટલે બધા વિશ્વાસ હાવા જોઇએ કે ખીજાને સચાઢતાથી સમજાવી શકાય. (૨) પેાતાની માન્યતાની યથાર્થ સમજ અને યથાર્થ વિશ્વાસની સેાટી એ છે કે ખીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સા ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખુબીઓની સાથે જ જો કાંઈ ખામીએ દેખાય તેા તેની પણ વગર સંકેાચે મુલાત કરતા જ જવું. Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૫ (૩) જેમ પોતાની દષ્ટિ સમજાવવાની ધીરજ તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈએ. બને અથવા જેટલી બાજુઓ જાણી શકાય તે બધી બાજુઓની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈએ એટલું જ નહિ પણ પોતાની બાજુ નબળી કે ભૂલ ભરેલી ભાસતાં તેને ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ. (૪) કોઈ પણું આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હેતું માટે બધી બાજુઓ જેવાની અને દરેક બાજુમાં જ ખંડ સત્ય દેખાય તો તે બધાને સમન્વય કરવાની વૃત્તિ હેવી જોઈએ પછી ભલે જીવનમાં ગમે તેટલું ઓછું સત્ય આવ્યું હેય. પંચમાં ધર્મ નથી માટે જ પથ સમાજ અને રાષ્ટ્રનો ઘાત કરે છે. જ્યાં જ્યાં સમાજ અને રાષ્ટ્રમાં એકતા આવવાના પ્રસંગે આવે છે ત્યાં ત્યાં બધે જ નિપ્રાણ પંથે આડે આવે છે. ધર્મજનિત પથ સરજાયા તો હતા માણસ જાતને અને વિશ્વમાત્રને એક કરવા માટે. ૫ દાવો પણ એ જ કાર્ય કરવાને કરે છે અને છતાં આજે જોઈએ છીએ કે આપણને પંથે જ એક થતાં, અને મળતાં અટકાવે છે. પંથ એટલે બીજું કાંઈ નહી પણ ધર્મને નામે ઉતરેલું અને પોષાયેલું આપણું માનસિક સંકુચિતપણું કે મિથ્યા અભિમાન. જ્યારે લોકકલ્યાણ ખાતર કે રાષ્ટ્રકલ્યાણ ખાતર એક નજીવી બાબત જતી કરવાની હોય છે ત્યારે પંચના ઝેરીલા અને સાંકડા સંસ્કાર આવીને એમ કહે છે કે સાવધ ન ! તારાથી એમ ન થાય. એમ કરીશ તો ધર્મ રસાતળ જશે, લો કે શું ધારશે અને શું કહેશે ! કઇ દિગંબર પિતાના પક્ષ તરફથી ચાલતા તીર્થના ઝઘડામાં ભાગ ન લે, કે ફંડમાં નાણું ભરવાની પૈસા છતાં ના પાડે, અગર લાગવગ છતાં કચેરીમાં સાક્ષી થવાની ના પાડે તો તેને પંચ તેને શું કરે ? આખું ટોળું હિંદુ મંદિર પાસે તાજી લઈ જતું હોય અને કોઈ એક સાચો મુસલમાન હિંદુઓની લાગણી ન દુખવવા ખાતર Page #31 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને બીજે રસ્તે જવાનું કહે અગર ગોકશી કરવાની ના પાડે તો તે મુસલમાનની એને પંથ શી વલે કરે ? એક આર્યોસમાજને સભ્ય કયારેક સાચી દષ્ટિથી મૂર્તિની સામે બેસે તે તેને સમાજ-પંથ તેને શું કરે? આજ રીતે પંથ સત્ય અને એકતાની આડે આવી રહ્યા છે અથવા એમ કહો કે આપણે પોતે જ પોતાના પંથમય સંસ્કારના શસ્ત્રથી સત્ય અને એક્તાનો દ્રોહ કરી રહ્યા છીએ, તેથી જ તો પંથાભિમાની મોટા મોટા મનાતા ધર્મગુરુઓ પંડિતો કે પુરોહિત કદી મળી શક્તા જ નથી, એકરસ થઈ શકતા જ નથી. જ્યારે બીજા સાધારણ માણસો સહેલાઈથી મળી શકે છે. તમે જોશે કે એક્તાને અને લેક કલ્યાણનો દાવો કરનાર પંથના ગુરુઓ જ એક બીજાથી જુદા હોય છે. જે એવા ધર્મગુરુઓ એક થાય એટલે કે પરસ્પર આદર ધરાવતા થાય, સાથે મળીને કામ કરે અને ઝઘડાને સામે આવવા જ ન દે તો સમજવું કે હવે એમના પંથમાં ધર્મ આવ્યો છે. આપણું આજનું કર્તવ્ય પંથમાં કાંતે ધર્મ લાવવાનું છે અને નહિ તો પથેને મીટાવવાનું છે, ધર્મવિનાના પંથ કરતા અપંથ એવા મનુષ્ય કે પશુ સુદ્ધાં થવું તે લોકહિતની દષ્ટિએ વધારે સારૂ છે એની કોઈ ના પાડે ખરું ? તા. ૨૧-૮-૩૦ સુખલાલ. Page #32 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ માનવ પ્રકૃતિમાં હિંસા અને અહિંસાના બને તો સમાયેલાં છે. હિંદુસ્તાનમાં તેના મૂળ વતનીઓની અને પાછળથી તેમના વિજેતા તરીકે જાણીતા આર્યોની જાહોજલાલી વખતે અનેક જાતનાં કાળિદાને તેમજ યજ્ઞયાગની ભારે પ્રથા હતી અને એમાં માત્ર પશુઓ કે પંખીઓ જ નહિ પણ મનુષ્ય સુદ્ધાંની બળિ અપાતી. ધાર્મિક ગણતા હિંસાને આ પ્રકાર એટલી હદ સુધી વ્યાપેલ હતો કે તેના અસાધાતથી બીજી બાજુએ એ હિંસાને વિરોધ શરૂ થયો હતો, અને અહિંસાની ભાવનાવાળા પંથે ભગવાન મહાવીર અને બુદ્ધ આ પાનું સ્થપાઈ ગયા હતા. એમ છતાં અહિંસા તવના અનન્ય પિષક તરીકે અને અહિંસાની આજની ચાલુ ગંગાની ગંગોત્રી તરીકે તે જે બે મહાન ઐતિહાસિક પુરુષો આપણી સામે છે તે ભગવાન મહાવીર અને બુદ્ધ જ છે. એમના સમયમાં અને એમના પછી હિંદુસ્તાનમાં અહિંસાને જે પોષણ મળ્યું છે, તેને જેટજેટલી રીતે અને જેટજેટલી દિશામાં પ્રચાર થયો છે તેમજ અહિંસા તત્ત્વપરત્વે જે શાસ્ત્રીય અને સૂક્ષ્મ વિચાર થયા છે એની જોડ હિંદુસ્તાનની બહારના કોઈપણ દેશના ઈતિહાસમાં મળી શકે તેમ નથી. દુનિયાના બીજા દેશો અને બીજી જાતિઓ ઉપર અસાધારણ પ્રભાવ પાડનાર, તેમને જિતનાર અને કાયમને માટે તેમનાં મન હરી લેનાર હિંદુસ્તાનમાં રાઈ તત્વ ઉદ્દભવ્યું હોય તો તે હજારો વર્ષથી આજ સુધી સળંગ ઓછેવત્તે અંશે ચાલ્યું આવેલું અને વિકાસ પામેલું અહિંસા તત્ત્વ જ છે. આજ પણ ગુલામીગ્રસ્ત હિંદુસ્તાનનું તેજ જે કાંઈ હોય તો તે માત્ર અહિંસા અને અહિંસા જ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ 18 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અહિંસાના પ્રચારક જૈન અને બૌદ્ધસંઘો વ્યવસ્થિત સ્થપાયા પછી તેનું પ્રચારકાર્ય ચોમેર ખૂબ જેસભેર ચાલવા લાગ્યું, એના પૂરાવાઓ આજે પણ જીવતા છે. મહાન સમ્રાટ અશોકની ધર્મલિપિઓમાં જે ફરમાને છે તે આપણને સ્પષ્ટ જણાવે છે કે અશોકે ઉત્સવો અને સમારંભમાં હિંસા ન કરવાની આજ્ઞા કરી હતી, અથવા એક રીતે લેકે પાસે એમ ન કરવાની પોતાની ઇચ્છા તેણે દર્શાવી હતી. જાતે હિંસામુક્ત થઈ ફકીરી ધારણ કરી, રાજદંડ ધારણ કરનાર અશોકની ધર્મઆજ્ઞાઓને પ્રભાવ દરેક પંથના લેકે ઉપર કેટલો પડયો હશે એની કલ્પના કરવી કઠણ નથી. રાજકીય ફરમાનો દ્વારા અહિંસાના પ્રચારને આ માર્ગ અકથી અટકો નથી. તેના પૌત્ર જાણતા જૈન સંપ્રતિરાજાએ એ માર્ગનું ભારે અનુસરણ કર્યું હતું અને પોતાના પિતામહની અહિંસાની ભાવનાને એણે પિતાની ઢબે અને પોતાની રીતે બહુ જ પોષી હતી. રાજાઓ, રાજકુટુંબ અને મોટા મોટા અધિકારીઓ અહિંસાના પ્રચાર તરફ ઝુકેલા હોય તે ઉપરથી બે વાત જાણવી સહેલ છે. એક તો એ કે અહિંસાપ્રચારક સંએ પોતાના કાર્યમાં કેટલી હદ સુધી પ્રગતિ કરી હતી કે જેની અસર મહાન સમ્રાટ સુધી થઈ હતી. અને બીજી વાત એ કે લોકોને અહિંસાતત્ત્વ કેટલું રુચ્યું હતું અથવા તેમનામાં દાખલ થયું હતું કે જેને લીધે તેઓ આવા અહિંસાની ઘોષણું કરનારા રાજાઓને માન આપતા. કલિંગરાજ આહંત સમ્રાટ ખારવેલે પણ એ માટે ખૂબ કર્યું હોય તેમ તેની કારકીર્દી ઉપરથી લાગે છે. વચ્ચે વચ્ચે બલિદાનવાળા યજ્ઞના યુગે માનવપ્રકૃતિમાંથી ઉદયમાં આવતા ગયા એમ ઈતિહાસ સ્પષ્ટ કહે છે. છતાં એકંદર રીતે જોતાં હિંદુસ્તાન અને તેની બહાર એ બન્ને અહિંસાપ્રચારક સંઘના કાર્યો જ સફળતા વધારે મેળવી છે. દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના મધ્યકાલીન જૈન અને બૌદ્ધ રાજાઓ તેમ જ રાજકુટુંબ અને અમલદારોનું પહેલું કાર્ય અહિંસાના પ્રચારનું જ રહ્યું હોય તેમ Page #34 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ 19 માનવાને ઘણું કારણે છે. પશ્ચિમ હિંદુસ્તાનના પ્રભાવશાળી રાજ્યકર્તા પરમ આહંત કુમારપાળની અહિંસા તો એટલી બધી જાણીતી છે કે ઘણાને આજે તે અતિશયતાવાળી લાગે છે. મોગલ સમ્રાટ અકબરનું મન હરણ કરનાર ત્યાગી જેન ભિક્ષુ હીરવિજયસૂરિના અને ત્યાર પછીના તેમના અનુગામી શિષ્યોના બાદશાહ પાસેથી અહિંસા પરત્વે મેળવેલાં ફરમાને હમેશને માટે ઈતિહાસમાં અમર રહે તેવાં છે. આ ઉપરાંત ઠાકરડાઓ, જમીનદારે, લાગવગવાળા અમલદારે અને ગામના આગેવાન પટેલ તરફથી પણ હિંસા ન કરવાનાં મળેલાં વચનો જે આપણે મેળવી શકીએ અને મળી આવે તે આ દેશમાં અહિંસાપ્રચારક સંધે અહિંસાનું વાતાવરણ ઉભું કરવા કેટલો પુરુષાર્થ કર્યો છે એની કાંઈક કલ્પના આવે. અહિંસાપ્રચારના એક સગેટ પૂરાવા તરીકે આપણે ત્યાં પાંજરાપોળની સંસ્થા ચાલી આવે છે. આ પરંપરા ક્યારથી અને કોની દ્વારા અસ્તિત્વમાં આવી એ ચોક્કસ કહેવું કઠણ છે. છતાં ગૂજરાતમાં એનો પ્રચાર અને એની પ્રતિષ્ઠા જોતાં એમ માનવાનું મન થઈ જાય છે કે પાંજરાપોળની સંસ્થાને વ્યાપક કરવામાં કદાચ કુમારપાલને અને તેના ધર્મગુરુ આચાર્ય હેમચંદ્રને મુખ્ય હાય હેય. આખાયે કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતનું તેમ જ રજપુતાનાના અમુક ભાગનું કાઈ એવું જાણુનું શહેર કે સારી આબાદીવાળા કસબ નહિ મળે કે જ્યાં પાંજરાપોળ ન હોય. ઘણે સ્થળે તો નાના ગામડાઓમાં પણ પ્રાથમિક નિશાળો (પ્રાઈમરી સ્કુલ) ની પેઠે પાંજરાપોળની શાખાઓ છે. આ બધી પાંજરાપળા મુખ્યપણે પશુઓને અને અંશતઃ પંખીઓને પણ બચાવવાનું અને તેની સારસંભાળ રાખવાનું કામ કરે છે. આપણી પાસે અત્યારે ચોક્કસ આંકડા નથી પણ મારી સ્થૂળ અટકળ એવી છે કે દરવર્ષે આ પાંજરાપોળ પાછળ જેને પચાસ લાખથી ઓછો ખર્ચ નથી કરતા. અને એ પાંજરાપોળોના આશ્રયમાં કાંઈ નહિ તે નાનામેટા લાખેક Page #35 -------------------------------------------------------------------------- ________________ 20 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો છવા સારસંભાળ પામતા હશે. ગુજરાત બહારના ભાગમાં જ્યાં. જ્યાં ગશાળાઓ ચાલે છે ત્યાં બધે મુખ્ય ભાગે ફક્ત ગાયની જ રક્ષા કરવામાં આવે છે. ગોશાળાઓ પણ દેશમાં પુષ્કળ છે અને તેમાં હજારો ગમે ગાયો રક્ષણ પામે છે. પાંજરાપોળની સંસ્થા હે. કે ગોશાળાની સંસ્થા છે પણ એ બધી પશુરક્ષણની પ્રવૃત્તિ, અહિંસાપ્રચારક સંઘના પુરુષાર્થને જ આભારી છે એમ કાઈ પણ વિચારકકથા વિના ભાગ્યે જ રહી શકે. આ ઉપરાંત કીડીઆરાની પ્રથા, જળચરેને આટાની ગોળીઓ ખવડાવવાની પ્રથા, શિકારે અને દેવીના ભાગે બંધ કરાવવાની પ્રથા, એ બધું અહિંસાની ભાવનાનું જ પરિણામ છે. - અત્યાર સુધી આપણે પશુ, પંખી અને બીજા જીવજંતુઓ વિષે જ વિચાર કર્યો છે. હવે આપણે મનુષ્યજાતિ તરફ પણ વળીએ. દેશમાં દાનપ્રથા એટલી ધંધબંધ ચાલતી કે તેમાં કઈ માણસ ભૂખે રહેવા ભાગ્યે જ પામતું. પ્રચંડ અને વ્યાપક લાંબા. દુષ્કાળામાં જગડુશા જેવા સખી ગૃહસ્થોએ પોતાના અન્નભંડારો અને ખજાનાઓ ખુલ્લા મૂક્યાના વિશ્વસ્ત લેખી પુરાવાઓ છે. જે દેશમાં પશુપંખી અને બીજા શુદ્ર જીવો માટે કરડે રૂપીઆ ખર્ચાતા હોય તે દેશમાં માણસજાત માટે લાગણું ઓછી હોય અગર તો તે માટે કાંઈ ન થયું હોય એમ કલ્પવું એ વિચારશક્તિની બહારની વાત છે. આપણું દેશનું આતિથ્ય જાણીતું છે, અને આતિથ્ય એ માનવજાતને લક્ષીને જ છે. દેશમાં લાખો ગમે ત્યાગી અને ફકીરે થઈ ગયા અને છે. તે એક આતિથ્ય-મનુષ્ય તરફની લેકાની વૃત્તિ–ના. પૂરાવો છે. અપંગો, અનાથી અને બીમારી માટે બને તેટલું વધારેમાં વધારે કરી ફીટવાનું બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેના શાસ્ત્રોમાં ફરમાન છે, જે તત્કાલીન લેકરુચિનો પડઘે છે. મનુષ્યજાતિની સેવાની દિવસે દિવસે વધતી જતી જરુરિયાતને લીધે, અને ડેરણી ધર્મની અગત્ય સર્વથી પ્રથમ ટેવાને લીધે, ઘણીવાર ઘણું Page #36 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ 21 ભાઈઓ આવેશ અને ઉતાવળમાં અહિંસાના પ્રેમી લેને એમ કહી દે છે કે એમની અહિંસા કીડીમાડી અને બહુ તે પશુપંખી સુધી વ્યાપેલી છે. માનવ જાતને અને દેશભાઈઓને તે બહુ ઓછી સ્પર્શે છે પણ આ વિધાન બરાબર નથી એની સાબીતી માટે નીચેની હકીકત બસ ગણાવી જોઈએ. (1) જૂના અને મધ્ય કાળને બાજુએ મૂકી માત્ર છેલ્લા સો વર્ષના નાનામોટા અને ભયંકર દુષ્કાળ તેમ જ બીજી કુદરતી આફતો લઈ તે વખતને ઈતિહાસ તપાસીએ કે તેમાં અન્નકષ્ટથી પીડાતા માનવા માટે કેટકેટલું અહિંસાપષક સંઘ તરફથી કરવામાં આવ્યું છે, કેટલા પૈસા ખરચવામાં આવ્યા છે, ટલું અન્ન વહેંચવામાં આવ્યું છે! દવાદારૂ અને કપડાં માટે પણ ટલું કરવામાં આવ્યું છે. દા. ત. છપને દુષ્કાળ કે જેની વિગતો મેળવી શક્ય છે. (2) દુષ્કાળ અને કુદરતી બીજી આફતો ન હોય તેવે વખતે પણ નાના નાના ગામડામાં સુદ્ધાં જે કંઈ ભૂખે મરતું જાણમાં આવે તે તેને માટે મહાજન કે કોઈ એકાદ ગૃહસ્થ કઈ અને કેવી રીતે મદદ પહોંચાડે છે એની વીગત જાણવી. (3) અર્ધા કરોડ જેટલે ફકીર, બાવા અને સાધુસંતોને વર્ગ મોટે ભાગે જાતમહેનત વિના જ બીજા સાધારણ મહેનતુ વર્ગ જેટલા જ સુખ અને આરામથી હંમેશા નભતો આવ્યો છે અને નભે જાય છે તે. આટલો સાચો બચાવ છતાં ઉપર દર્શાવેલ આક્ષેપની પાછળ બે સત્ય સમાયેલાં છે જે બહુ કીંમતી છે અને જેના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર ઉભી થઈ છે. (1) પહેલું તે એ કે આપણું માનવજાતિ તરફની અહિંસા કે દયા વ્યવસ્થિત કે સંગતિ નથી એટલે મોટે ભાગે જ્યાં, જેવી રીતે, અને જેટલા પ્રમાણમાં માનવભાઈઓ માટે ખર્ચ કરવાની જરૂર હોય ત્યાં, તેવી રીતે અને તેટલા પ્રમાણમાં સંગીન ખર્ચ કરાતું નથી અને ખર્ચ કરવામાં સાવધાની ચોકસાઈ રખાતાં નથી; તેમજ ઘણીવાર માનવભાઈઓ Page #37 -------------------------------------------------------------------------- ________________ --- - 22 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. પાછળ એ અને એટલે બધો ખર્ચ થાય છે કે ઉલટો એ ખર્ચ તેમની સેવાને બદલે તેમની હિંસામાં જ ઉમેરાનું કારણ થઈ જાય છે. (2) અને બીજું સત્ય એ છે કે પ્રાચીન અને મધ્યકાળમાં કદી ઉભી નહિ થયેલી એવી જીવનનિર્વાહની અને ઉદ્યોગની મુશ્કેલ પરિસ્થિતિ આજે ઉભી થઈ છે કે જેમાં સૌથી પહેલાં અને વધારેમાં વધારે મનુષ્યજાતિ તરફ જ લક્ષ અપાવું જોઈએ. ખાસ કરીને જ્યારે પરધમ અને પરદેશના ભાઈ એ આપણું દેશમાં આપણા ભાઈઓ માટે શુદ્ધ અહિંસાની નિષ્ઠાથી કે રાજકીય દષ્ટિથી, સેવા કરનારી વિવિધ સંસ્થાઓ ચલાવી રહ્યા હોય અને આપણું દેશવાસીઓ જીવનનિર્વાહ તેમ જ બીજી સગવડસર આપણું દેશ તરફથી ઉદાસીન થઈ પરદેશી લોકે તરફ ઢળી જતા હોય, ત્યારે તે દેશની અખંડતા ખાતર અને મુકાબલામાં ટકી રહેવા ખાતર માનવસેવા તરફ સૌથી પહેલું અને સૌથી વધારે વ્યવસ્થિત ધ્યાન આપવાની જરૂર ઉભી થાય એ સ્વાભાવિક છે. આ બે સત્ય ઉપર જ આજની આપણી અહિંસા અને અમારિનું વ્યાવહારિક સ્વરૂપ નક્કી કરી શકાય તેમ છે. જીવનની તૃષ્ણ હોવી એટલે કે ચલાવી શકાય તે કરતાં વધારે જરૂરિયાત ઉભી કરી તે પુરી પાડવા ખાતર બીલકુલ બદલે આપવાની વૃત્તિ રાખ્યા સિવાય અગર તો ઓછામાં ઓછા બદલે આપીને બીજાઓની સેવા લેવી તે હિંસા. આ વ્યાખ્યા સામાજિક હિંસાની છે તાવિક હિંસા તો એથી પણ વધારે સૂક્ષ્મ છે. એમાં કોઈ પણ જાતના થોડામાં ચેડા વિકારનો પણ સમાસ થઈ જાય છે. તાત્ત્વિા અહિંસામાં માત્ર સહન અને સહન જ અગર તે ત્યાગ અને ત્યાગ જ કરવાપણું છે. પરંતુ અહીં સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ અહિંસાને વિચાર કરવાનો હોવાથી અને તેવી જ અહિંસાની વધારે શક્યતા તેમજ વધારે ઉપયોગિતા હોવાથી આ સ્થળે તે જ અહિંસાને વિચાર પ્રસ્તુત છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સાપ અને ભાવનાને થતું અહિંસા અને અમારિ 23 અહિંસા કે અમારિનાં બે રૂપિ છે. (1) નિષેધાત્મક (નકાર), (2) તેમાંથી જ ફલિત થતું ભાવાત્મક (હકાર). કેઈને ઈજા ન કરવી કે કેાઈને પિતાના દુઃખના તેની અનિચ્છાએ ભાગીદાર ન કરવા એ નિષેધાત્મક અહિંસા છે. બીજાના દુ:ખમાં ભાગીદાર થવું અગર તે પિતાની સુખ સગવડનો લાભ બીજાને આપવો એ ભાવાત્મક અહિંસા છે. એ જ ભાવાત્મક અહિંસા દયા અગર તે સેવા તરીકે જાણીતી છે. સગવડ ખાતર આપણે અહીં ઉક્ત બન્ને પ્રકારની અહિંસાને અનુક્રમે અહિંસા અને દયાના નામથી ઓળખાવીશું. અહિંસા એ એવી વસ્તુ છે કે જેની દયા કરતાં વધારેમાં વધારે કીંમત હોવા છતાં તે દયાની પેઠે એકદમ સૌની નજરે નથી ચડતી. દયાને લેકગમ્ય કહીએ તો અહિંસાને સ્વગમ્ય કહી શકાય. જે માણસ અહિંસાને અનુસતે હેય તે તેની સુવાસ અનુભવે છે. તેનો ફાયદો તે અનિવાર્ય રીતે બીજાઓને મળે જ છે. છત ઘણીવાર એ ફાયદો ઉઠાવનાર સુદ્ધાને એ ફાયદાના કારણે અહિંસાતત્ત્વને ખ્યાલ સુદ્ધાં નથી હોતો, અને એ અહિંસાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડવામાં ઘણીવાર ઘણે લાંબો વખત પસાર થઈ જાય છે. જ્યારે દયાની બાબતમાં એથી ઉલટું છે. દયા એ એવી છે કે તેને પાળનાર કરતાં ઘણીવાર તેનો લાભ ઉઠાવનારને જ વધારે સુવાસ આવે છે. દયાની સુંદર અસર બીજાઓના મન ઉપર પડતાં વખત જતો જ નથી. તેથી દયા એ ઉઘાડી તરવાર જેવી સૌની નજરે આવે એવી વસ્તુ છે, તેથી તેને આચરવામાં જ ધર્મની પ્રભાવના દેખાય છે. સમાજના વ્યવસ્થિત ધારણ અને પોષણ માટે અહિંસા તેમજ દયા બનેની અનિવાર્ય જરૂર છે. જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં જેટલે અંશે બીજા ઉપર ત્રાસ વધારે ગુજરતો હોય, નબળાના હકકે વધારે કચરાતા હોય તે સમાજ કે તે રાષ્ટ્ર તેટલો જ વધારે દુઃખી અને ગુલામ. તેથી ઉલટું જે સમાજમાં અને જે રાષ્ટ્રમાં એક વર્ગને બીજા વર્ગ ઉપર, કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ ઉપર જેટલે ત્રાસ છે, Page #39 -------------------------------------------------------------------------- ________________ 24 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અથવા બીજા નબળાના હકકની જેટલી વધારે રક્ષા એટલે જ તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સુખી અને વધારે સ્વતંત્ર. એ જ રીતે જે સમાજ અને જે રાષ્ટ્રમાં સબળ વ્યક્તિઓ તરફથી નબળાઓ માટે જેટજેટલું વધારે સુખસગવડને ભેગ અપાતો હોય, જેટજેટલી તેમની વધારે સેવા કરાતી હેય, તેટલો તે સમાજ અને તે રાષ્ટ્ર વધારે સ્વસ્થ અને વધારે આબાદ. એથી ઉલટું જેટજેટલું વધારે સ્વાર્થીપણું તેટતેટલો તે સમાજ વધારે પામર અને વધારે છિન્નભિન્ન. આ રીતે આપણે સમાજ અને રાષ્ટ્રના ઈતિહાસ ઉપરથી એક નિશ્ચિત જે પરિણામ તારવી શકીએ છીએ તે એ છે કે અહિંસા અને દયા એ બન્ને જેટલાં આધ્યાત્મિક હિત કરનારાં તરવો છે તેટલાં જ તે સમાજ અને રાષ્ટ્રનાં ધારક અને પોષક તત્ત્વો છે. એ બને તોની જગતના કલ્યાણાર્થે એક સરખી જરુરિયાત હોવા છતાં અહિંસા કરતાં દયા જીવનમાં લાવવી કાંઈક સહેલ છે. અંતર્દર્શન વિના અહિંસા જીવનમાં ઉતારી શકાતી નથી, પણ દયા તો અંતર્દશન વિનાના આપણું જેવા સાધારણું લેકના જીવનમાં પણ ઉતરી શકે છે. અહિંસા એ નકારાત્મક હોવાથી બીજા કેઈને ત્રાસ આપવાના કાર્યથી મુક્ત થવામાં જ આવી જાય છે, અને એમાં બહુ જ બારિકીથી વિચાર ન પણ કર્યો હોય છતાં એનું અનુસરણ વિધિપૂર્વક શકય છે, જ્યારે દવાની બાબતમાં એમ નથી. એ ભાવાત્મક હોવાથી અને એના આચરણનો આધાર સંયોગ તેમજ પરિસ્થિતિ ઉપર રહેલું હોવાથી, એને પાળવામાં વિચાર કરવો પડે છે, બહુ જ સાવધાન રહેવું પડે છે, અને બહુ જ દેશકાળની સ્થિતિનું ભાન રાખવું પડે છે. અહિસા અને દયા બન્નેની પાછળ સિદ્ધાંત તો આત્મૌપજ્યને છે, એટલે તત્ત્વની દૃષ્ટિએ કાઈ પણ ક્ષુદ્રમાં સુદ્ર કે મોટામાં મોટા જીવના પ્રત્યે આચરવામાં આવતી અહિંસા કે દયાનું પરિણામ Page #40 -------------------------------------------------------------------------- ________________ જપ અહિંસા અને અમારિ સમાન જ છે, તેમ છતાં આપણે સામાજિક અને સ્થળ ભૂમિકાના લે છીએ, આપણે આપણું કર્તવ્ય અને આચરણનો પડઘો સાંભળવા હંમેશાં આપણું પોતાના કાન ઉઘાડા રાખીએ છીએ અને જે કર્યું તેની લોકો ઉપર શી છાપ પડી અથવા લેકે ઈચ્છે તેમ આપણે આચર્યું કે નહિ એમ જાણવા હમેશાં તેજાર હાઈએ છીએ, એટલે કે આપણે વ્યાવહારિક ધર્મનું અનુસરણ પહેલાં કરીએ છીએ. વળી આપણે આપણું સમાજ અને કુલધર્મની બીજાઓ પાસે વધારે ઊંમત અંકાવવા ઈચ્છીએ છીએ. આ કારણથી બીજી કોઈપણ જીવ જાતિ કરતાં મનુષ્યજાતિ તરફ અહિંસા ને દયાનો હાથ લંબાવવાની આપણને જાણે અજાણે કે ઈચ્છાએ અનિચ્છાએ પહેલી ફરજ પડે છે. તમારી સામે ત્રણ માણસે છે એવી કલ્પના કરે. એક જણ ગળીના શીકારી પંજામાંથી સેંકડો માખોને બચાવે છે અગર તો કાબરની કઠોર ચાંચમાંથી હજારે કીડા મટેડાને બચાવે છે. બીજે બગલાની ચાંચમાંથી માછલીઓને અગર તે શીકારીની જાળમાંથી હિરણોને છોડાવે છે. ત્રીજે કઈ લુંટારા કે ખૂનીના પંજામાં સપડાયેલ એક માનવભાઈને બચાવે છે. આ ત્રણે દો તમારી સામે હોય તેમાં છેલા કરતાં પાછલ્લાઓમાં જ ઉત્તરોત્તર વધારે અને વધારે જીવોનો બચાવ થાય છે એ દેખીતું છે. છતાં તમારા ઉપર એ ત્રણમાંથી કોની વધારે સારી અસર થશે? એટલે કે તમે એ ત્રણે દયાળુ વ્યક્તિઓમાં કેને શ્રેષ્ઠ કહેશો ? અથવા તો કેની દયાની વધારે કીમત આંકશો ? હું ધારું છું દરેક જણ વગર સાચે મનુષ્યને અચાવનાર વ્યક્તિને જ વિશેષ દયાળુ કહેવા. આ દલીલ ઉપરાંત બીજી પણ કેટલીક એવી દલીલ છે કે જે મનુષ્ય જાતિ તરફ સૌથી પહેલું લક્ષ ખેંચવાની તરફેણ કરે છે. (1) મનુષ્ય પોતે સ્વસ્થ અને સાધનસંપન્ન હોય તે તે પિતાની જાતિ ઉપરાંત બીજી જીવ જાતિઓની પણ ખૂબ સેવા કરી શકે છે. જ્યારે મનુષ્ય સિવાયનું કાઈ પ્રાણ તેમ કરવા અસમર્થ છે. (2) મનુષ્ય એ બીજા કેઈ પણ જીવધારી Page #41 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને કરતાં વધારે વિચાર અને વર્તનવાળા હોવાથી, તેમજ એની શક્તિઓને ઉપયોગ કરવાની સ્વતંત્રતા એનામાં સ કરતાં વધારે હોવાથી તે જેમ વધારેમાં વધારે બીજાઓને હેરાન કર્તા થઈ શકે છે તેમ બીજા કોઈ પણ છવધારી કરતાં બીજાઓને માટે તે વધારે કલ્યાણકારક પણ નીવડે છે. એટલે વિકાસશીલ હોવાથી જ મનુષ્ય એ, સૈથી પહેલાં દયા અને સેવા મેળવવાનો અધિકારી છે. મનુષ્ય જેટલું પોતાના જીવનને વ્યાપક અને સરસ ઉપયોગ બીજું કોઈ પણ પ્રાણી કરી શકતું નથી. (3) મનુષ્યની સંખ્યા બીજા કોઈ પણ જીવધારીઓ, કરતાં ઓછી જ હોય છે, કારણકે હંમેશાં વિકાસશીલ વર્ગ માને છે હોય છે. આટલો નાનકડો વર્ગ જે સુખી અને સમાધાનવાળો છે હોય તો ગમે તેટલી રાહત અને મદદ આપ્યા છતાં પણ બીજા જીવધારીઓ કદી સ્વસ્થ અને સુખી રહી ન શકે. એટલે કે મનુષ્ય જાતિની સુખશાંતિ ઉપર જ બીજા જીવોની સુખશાંતિને આધાર છે. આ કારણોથી આપણે આપણી દયાને ઝરે દરેક જંતુ ઉપર ભલે ચાલુ રાખીએ તેમ છતાં વધારેમાં વધારે અને સૌથી પહેલાં માનવભાઈઓ તરફ જ એ વહેતે રાખવો જોઈએ અને માનવભાઈઓમાં પણ જે આપણી પડોશમાં હોય, જે આપણું જાતભાઈએ કે દેશવાસીઓ હોય તેના તરફ આપણે દયાસ્ત્રોત પહેલ વહેવડાવે જોઈએ. જે આ વિચારસરણું સ્વીકારવામાં અડચણ ન હોય તો કહેવું જોઈએ કે આપણી અહિંસા ને દયા એ બનેને ઉપયોગ અત્યારે આપણું દેશવાસીઓ માટે જ થવો ઘટે. આનું એક ખાસ કારણ એ છે કે આપણે રાજકીય પરતંત્રતામાં છીએ, અને પરતંત્ર પ્રજામાં સ્વતંત્ર ધર્મ કદી પિોષાઈ શકતો જ નથી. જ્યારે મન, વચન અને શરીર એ ત્રણે ગુલામીમાં રંગાયાં હોય, નિર્ભયપણે મન વિચાર કરવા ના પાડતું હોય, કરેલ નિર્ભય વિચાર ઉચ્ચારવામાં અર્થાત બીજાઓને કહેવામાં વચન ઉપર અંકુશ મૂકાતો હોય, અને પવિત્રમાં પવિત્ર તેમજ એકાંત હિતકારક કેફી પીણનો ત્યાગ કરાવવા જેવી વાચિક Page #42 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ અને શારીરિક પ્રવૃત્તિ ઉપર રાજદંડ પિતાનું બિહામણું મોટું ફાડી ઉભો હોય, સ્વતંત્ર આત્માનાં બધાં જ વહેણો રાજભયથી અને શંકાના વાતાવરણથી થંભી ગયા હોય ત્યાં શુદ્ધ ધર્મ જેવી વસ્તુનો. સંભવ જ રહેતો નથી. તેથી શુદ્ધ ધર્મની દૃષ્ટિએ પણ રાજકીય ગુલામી દૂર કરવા ખાતર સૌથી પહેલાં આપણું દેશવાસી ભાઈઓને જોઈતી મદદ આપવા તરફ જ સર્વ પ્રથમ લક્ષ અપાવું જોઈએ અને આપણે બધાની મદદ આપવાની સર્વશક્તિ, દેશની ગુલામી દૂર કરવામાં વપરાવી જોઈએ. એ જ અત્યારની આપણી અમારિ (અહિંસા) છે. જે આપણે રાજકીય ગુલામીમાં ન હોઈએ તો આપણું દેશમાં દિન ઉગે લાખ દૂધાળ અને ખેતી ઉપયોગી પ્રાણીઓને નાશ થાય છે તે થાય જ નહિ. આપણે આપણી ઈચ્છા પ્રમાણે દેશની વ્યવસ્થા કરી શકીએ અને કઈ પણ વર્ગને ગુલામીમાં રાખ્યા સિવાય જેટલી વ્યવહારમાં શક્ય હોય તેટલી સૈને સ્વતંત્રતા આપી શકીએ. હવે છેલ્લે જોવાનું એ રહે છે કે ત્યારે કઈ રીતે અને ક્યા કયા ક્ષેત્રમાં આપણું દયા દેશવાસીઓમાં વહેંચાવી જોઈએ. આ. બાબતને નિર્ણય કરવાનો આધાર આજની આપણી દેશદશા ઉપર રહેલો છે. કયું કયું અંગ નબળું છે અને કયું કર્યું અંગ પિષણ માગે છે તેમ જ કયા અંગમાં વધારે પડતો ભરાવો થવાથી સડાણ ઉભું થયું છે એ તપાસીને જ આપણું સખાવતને અને બુદ્ધિ તેમજ શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. (1) ખેડૂતો, મજૂર, આશ્રિત કરે અને દલિતવર્ગ એ બધા પોતાના પરસેવાના ટીપાના પ્રમાણમાં કશું જ નથી પામતા. ઉલટું તેમના લોહીનું છેલ્લું ટીપું તેમના ઉપર કાબુ ધરાવનાર જ ચૂસી લે એવી દશા વર્તે છે. (2) ઉદ્યોગ ધંધા અને કળાહુન્નર ભાંગી પડવાથી તેમજ નિરાધાર થઈ જવાથી તેના ઉપર નભતા કારીગરવર્ગ અને બીજા વર્ગોની પોતાના જ દેશમાં જુવાની છતાં ઘડપણ જેવી પાંગળા સ્થિતિ થઈ ગઈ છે. (3) ભણેલ, ગણેલ અને વકીલાત Page #43 -------------------------------------------------------------------------- ________________ 28 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને નોકરીઆત જેવાં કામ કરનાર બુદ્ધિજીવી લોકોની એકતરફી બેઠમલિયા તાલીમથી તેમનામાં આવેલી અસાધારણ માનસિક નબળાઈ અને અસંતોષની વૃત્તિ (4) ફકીર, બાવા તથા પંડિત પુરોહિત અને રાજા મહારાજાઓના જઠરમાં જોઈએ તે કરતાં વધારેમાં વધારે પડતા હવિને લીધે તેમની આળસી, કેરી અને બીજાને ભોગે જીવવાની વૃત્તિ. આ રીતે આર્થિક વહેંચણીની વિષમતાને લીધે રાષ્ટ્રના અંગોમાં નબળાઈ અને સડે આવી ગયેલ છે. એ નબળાઈ અને સડો દૂર કરવામાં જ એટલે જે અંગમાં લેહીની જરૂર હોય ત્યાં તે પૂરવામાં અને જ્યાં વધારે જામી સ્થિર થઈ ગયું હોય ત્યાંથી તેને ગતિમાન કરી બીજી જગાએ વહેવડાવવામાં જ આજની આપણું દયા કે અમારિની સાર્થકતા છે. પજુસણ જેવા ધર્મદિવસમાં તેમજ બીજા સારે નરસે પ્રસંગે આપણે દાનપ્રવાહ કસાઈખાને જતાં ઢોરાઓના બચાવવામાં અને એ ઢેરાંઓના નભાવમાં વહે છે. એ જ રીતે ગરીબગરબાને પોષવામાં તેમજ અનાથ અને અપગેને નભાવવામાં અને સાધાર્મિક ભાઇઓનો ભક્તિ-પ્રતિપત્તિ કરવામાં તેમ જ એવી બીજી બાબતમાં આપણે છૂટું છવાયું અને વ્યવસ્થિત રીતે પુષ્કળ ધન ખરચીએ છીએ. આ દાનપ્રવાહ અને સખાવતની પાછળ રહેલ ઉદારતા અને બીજાનું ભલું કરવાની સદ્દવૃત્તિ, એ બે તત્ત્વ બહુ કીંમતી છે. તેથી એ બે તો કાયમ રાખીને બકે વધારે વિકસાવીને આપણે દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે દાન અને સખાવતનું સ્વરૂપ બદલવું જોઈએ. આ ફેરફારની શરત એટલી જ હોવી જોઈએ કે તે ફેરફાર દ્વારા જૂની રીત કરતાં વધારે પ્રમાણમાં અને વધારે વ્યાપક રીતે રાષ્ટ્રનું પિષણ થવું જોઈએ. આ દૃષ્ટિથી વિચારતાં આપણી સામે અત્યારે પહેલો સ્વદેશી ધર્મ આવે છે. જે પ્રથમ બતાવેલ ચાર મુદ્દા પૈકી બીજા મુદ્દા સાથે ખાસ સંબંધ ધરાવે છે. આપણા દેશમાં બધું પાકવા છતાં પાકે માલ પરદેશથી જ આવે છે. અહીંના પડી ભાંગેલા ઉદ્યોગ, ધંધા અને કળાહુન્નરને Page #44 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ 29 આપણુ વિના બીજા કોઈ દેશને માણસ સછવન નહિ કરે. આપણું દેવાની વસ્તુઓ બીજા દેશના લોકો નહિ વાપરે. યુરોપ અને અમેરિકાના લેકે એટલું જીવનતત્ત્વ સમજી ગયા છે કે તેઓ પિતાના દેશવાસીઓને નુકસાન થાય એવું કશું જ નહિ કરે. એટલે તમારે પાકો માલ તેઓ નહિ જ લે; ત્યારે આપણો માલ આપણે ન ખરીદીએ તો આપણું દેશમાં માલ પેદા જ કેવી રીતે થઈ શકે ? અને થતું હોય તો એ નભી કેવી રીતે શકે? એક બાજુ સ્વદેશી ખરીદવાની આપણી ઉદાસીનતા, અને બીજી બાજુ રાજ્યકર્તાઓ તેમજ બીજા પરદેશી વ્યાપારીઓ તરફથી આપણે ધંધે કચરાઈ જાય તેવી થતી બધી જ હીલચાલે. આ બે કારણથી આપણે ધંધે. જગે જ કેવી રીતે ? અને જે દેશમાં ઉદ્યોગ કે ધંધે ન જાગે તો આપણે દાન અને સખાવતથી હંમેશાં આપણું દેશના કરોડો માણસોને કેવી રીતે અને કેટલા વખત સુધી નભાવી શકવાના દાન અને સખાવત એ તો માત્ર મલમપટા જેવું છે; મલમપટાની જરૂર હોય છે, પણ જ્યારે શરીરમાંથી લોહી જ ચૂસાતું અને નીચોવાતું હોય ત્યારે પહેલાં તો એ લોહી ભરેલું કાયમ રહે એવી વ્યવસ્થા કરવી જ આવશ્યક છે. હિંદ માતૃભૂમિના શરીરની એકેએક નસમાંથી આજે લોહી વહી જાય છે અને શરીર ખાલી પડી નિસ્તેજ થઈ ગયું છે. એ વહી જતું લેહી અટકાવી તાજું લેહી ભરવું આપણું હાથમાં છે. એક માણસ લાખો રૂપીઆની મોટામાં મોટી સખાવત કરે અને બીજી બાજુ તે જ માણસ ફર્નિચરમાં, લુગડાલત્તામાં, વાસણ કુસણમાં અને બીજી એવી નાની મોટી હજારે ચીજોમાં લાખો રૂપીઆ હમેશને માટે પરદેશમાં મોકલ્યા કરે તો એની એ સખાવત આજે બહુ કીમતી નથી, અથવા એમ કહે કે એને સખાવત અને પરદેશીત્યાગ એ બેમાંથી માતૃભૂમિની સેવા માટે એકની જ પસંદગી કરવાની હોય તો આજે પરદેશીત્યાગ અને સ્વદેશીને સ્વીકાર એની જ પસંદગી લાભદાયક લેખાશે, કારણ કે તે માણસ મેટામાં Page #45 -------------------------------------------------------------------------- ________________ 30 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને મોટું દાન આપે તો પણ તે અમુક વખતે જ અને અમુક કામ પુરતું જ આપી શકે. બધા ક્ષેત્રમાં એની વહેંચણી થઈ ન શકે. જ્યારે એ માણસ સ્વદેશી ખરીદ અને પરદેશીના ત્યાગ મારફત બધાં જ ક્ષેત્રોમાં અને હમેશને માટે દેશને મદદ કરી શકે. પરદેશીના ત્યાગમાં અને સ્વદેશીના સ્વીકારમાં જેમ શોખ ઉપર અંકુશ મૂકાય છે તેમ નકામા ખર્ચ ઉપર પણ અંકુશ મૂકાય છે. શરૂઆતમાં અમુક ચીજો વિના ચલાવવું પડશે, રફ ચીજો પણ લેવી પડશે, કીંમત પણ વધારે બેસશે; ઘણીવાર ચીજ મેળવવામાં મુશ્કેલી પણ પડશે; પરંતુ આ બધું છતાં દેશવાસી કરોડો ભાઈઓના પેટમાં હંમેશાં અન્ન પહોંચાડવા ખાતર આપણે સ્વદેશી ખરી જ છુટકે છે, અને પરદેશી વસ્તુઓને બહિષ્કાર કરવામાં જ આપણું દેશવાસીઓની અમારિ આવી જાય છે. પરદેશી માલના વેપારમાંથી આપણા દેશના લેકે નફો મેળવે છે, અને એ નફામાંથી કેટલીક જણ સારા કામમાં સખાવત કરે છે એ વાત સાચી, પણ એવા વ્યાપારમાં દેશના એક ટકા જેટલા માણસો પણ ભાગ્યે જ કમાનાર હોય છે. એથી ઉલટું સ્વદેશી વ્યાપાર ખીલે તો ઘરોઘર ધંધો ચાલે, પ્રમાણ ઓછું છતાં બધા જ વ્યાપારીએ ઘેર બેઠાં કમાય, કરડે ગમે ધંધાર્થીઓ ધંધે લાગી જાય અને ઉદ્યોગી વર્ગ તેમજ તે ઉપર નભતા વ્યાપારી વર્ગની નસમાં તાજું લોહી ભરાઈ જાય. તેથી આજને અમારિ ધર્મ આપણને સ્વદેશી ધર્મ શીખવાડે છે. જયારે દેશની અંદર ધંધાની ખેટ ન હતી, સામાન્ય રીતે કોઈને અન્ન વસ્ત્ર મેળવવાની ફરિયાદ ન હતી, ત્યારે આપણી અમારિઓ કતલખાનાં અને કસાઈખાનામાં કામ કર્યું તે વ્યાજબી જ થયું છે. તે વખતે ગરીબ ગરબાને પ્રાસંગિક મદદ અપાતી તે પણ વ્યાજબી જ હતું. પરંતુ આજે તો આખા કારીગરવશે અને તે ઉપર નભતા બીજો મધ્યમ વર્ગ જ ગરીબ અને કંગાલથઈ ગયો છે, એને જુવાનીમાં ધોળાં આવ્યાં છે, તે વખતે આપણે અમારિની સખાવતો ગમે તેટલી, Page #46 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ 31 તે પણ કેટલી કરીશું, અને કેટલા માણસોને કેટલા વખત સુધી તભાવી શકીશું? એટલે જ એ સખાવતેને પ્રવાહ ઉદ્યોગધંધા સ્થાપવામાં, તેમ જ ચાલુ હોય તેને નભાવવામાં વહેવરાવવો જોઈએ. વળી કાંઈ અમારિ એવી વસ્તુ નથી કે તેને મેટામોટા ધનવાને જ કરી શકે. આજે તો અમારિનું સ્વરૂપ એવું છે કે દરેક માણસ એ ધર્મ બજાવી શકે. જેણે હંમેશ વાપરની ચીજે દેશની જ ખરીદી, અને દરવર્ષે દેશમાં દશ રૂપીઆ રાખ્યા. તેણે નફાના દશબાર આના જ નહિ પણ એ ચીજના ઉત્પાદક કારીગરવર્ગને મહેનત પૂરી પાડી મહેનતાણુમાં બે રૂપીઆ તે આપ્યા જ. આ રીતે એક એક માણસની નાની નાની અમારિ લઈએ તો લાખે માણસની અમારિનું કેવ; મેટું પ્રમાણ થાય ? અને એ પ્રમાણે એક માણસની એકાદ વખતની લાખે ની સખાવત કરતાં કેટલું વધી જાય એ વિચારવાની જરુર છે; તેમ છતાં કાંઈ આપણે મોટી સખાવતે જતી કરવાના નથી. અપંગ, તદ્દન અનાથ અને બીજા એવા કેટલાક લોકો માટે હંમેશાં એવી સખાવતોની જરૂર રહેશે. પણ આજે જ્યારે આખો દેશ અપંગ અને અનાથ નહિ છતાં ઉદ્યોગધંધાને અભાવે અપંગ અને અનાથ જેવો થઈ ગયો હોય, અને ઉદ્યોગધંધો મળતાં જ પાછે પગભર થઈ શકે એવો સંભવ હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ, એ જ પ્રશ્ન છે અને એનો ઉત્તર સ્વદેશી ખરીદમાં અમારિ ધર્મ આવી જવાની સમજમાં સમાયેલો છે. હવે આપણે ખેડૂતવર્ગ વિગેરેના પહેલા મુદ્દાને લઈ તે ઉપર અમારિ ધર્મને વિચાર કરીએ. ચાર માણસ કલ્પનામાં રાખે. એક કદી અમારિ ધર્મ માટે કઈ મેટી રકમ અલાયદી કહાડી જાહેર કે ખાનગી સખાવત નથી કરતે; પણ પિતાની જમીન ખેડતા ખેડૂતોને જ પોતાના હાથપગ સમજી એને એની મહેતનને પુરે બદલો આપે છે. પિતાને માલિક માની અને ખેડૂતને માત્ર કામગરો માની પોતાની કીંમત, સત્તા અને જરૂરિયાત ખેડૂત કરતાં Page #47 -------------------------------------------------------------------------- ________________ 32 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને વધારે આંકી, તેને ચૂસતો નથી. બીજો માણસ પણ તેવો જ સમભાવી છે, જે પોતાના તાબેના મજૂરોને પોતાનાં ફેફસાં જેવાં ગણું તેના કરતાં પિતાને ચડિયાતા કે જુદો નથી ગણતો, તેમને તેમની મજૂરી આપતાં જરાપણ અન્યાય કે શોષણ નથી કરતો. ત્રીજે માણસ પોતાના આશ્રિત કરેને જ પોતાનું જીવન લેખી તેમનાથી અતડે કે જુદો નથી પડતો. પિતાને માટે એક, અને આશ્રિતાને માટે બીજું એ ભેદ નથી રાખતે. એક ચણુની સરખી બે ફાડ કરીને જ આશ્રિત સાથે વહેંચણનું તત્ત્વ રાખે છે. ચેથે માણસ ગમે તેટલો ઉંચ વર્ણને મનાતે હોય છતાં એનો બધો જ વ્યવહાર દલિતવર્ગ સાથે સમાન છે, એ દલિતવર્ગને દબાવી કામ નથી કાઢી લેત, પણ તેને તેના કામના બદલામાં પુરતું આપે છે. આ ચારે માણસે કાઈ નાની મોટી રકમ જાહેર કે ખાનગી અલાયદી કાઢી સખાવત નથી કરતા. તેથી ઉલટું બીજા ચાર માણસે આવી સખાવત કરનારા છે, દુનિયામાં દાની તરીકે જાણીતા છે. પણ એમને પોતાના ખેડૂતો, મજૂર, આશ્રિત અને દલિત સાથે એવો વ્યવહાર છે કે જેમાં તેઓ તેમની સાથેની લેવડદેવડમાં બને તેટલું સામાનું ચૂસે છે. આ બન્ને ચિત્ર તમારી સામે હેય તો તમે સખાવત નહિ કરનાર પેલા ચાર માણસને ખરો અમારિ ધર્મ પાળનાર કહેશે કે પાછલા ચાર જણને? દુનિયાના શબ્દો ઉપર ન્યાયનું ધોરણ ઘણીવાર નથી હોતું. દુનિયા સ્થળદર્શી હોય છે. તાત્કાલિક મોટા કૃત્યથી તે અંજાઈ જાય છે, અને ઝટપટ અભિપ્રાય ઉચ્ચારી દે છે. એક સાથે જાહેરમાં અમુક સખાવત કરનાર માણસના દાનની રકમથી અંજાઈ માણસો કહી દે કે એ તે ભારે ધાર્મિક છે. પણ ધાર્મિકતાનું ખરું અને છેલ્લું ધોરણું તો એના જીવનવ્યવહારમાં હોય છે. એટલે જેવું જોઈએ કે એવી મોટી સખાવત કરનાર પૈસા કઈ રીતે એકઠા કરે છે, અને એનો પિતાના સાથીઓ તેમજ પોતાના તાબેદાર સાથે આર્થિક વહેંચણીમાં Page #48 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ 33 ર વ્યવહાર રાખે છે? એ વ્યવહારમાં જે એ માણસ મારવાડી વ્યાજ પતિ હોય અને આખાં કેળાં હડપતો હોય તો એની સખાવતે Iભારિ ધર્મ નહિ કહેવાય. તેથી આજ અમારિ ધર્મ આપણને વનવ્યવહારમાં આપણું સંબંધમાં આવનાર સાથે આર્થિક વહેંચણી કિરવામાં સમાનતા અને આત્મીયતાનો પાઠ શીખવે છે. એ વિનાને મારિ ધર્મ કલ્યાણ સાધી નહિ શકે. જૈન ધર્મ તો એ જ માનતાની દીક્ષા આપે છે. આ રીતે પહેલા અને બીજા મુદ્દા પરત્વે અમારિ ધર્મને વિચાર કર્યા પછી ત્રીજા મુદ્દા પર જુદો વિચાર કરવાનું ભાગ્યે જ છે. સ્વદેશીને ઉત્તેજન આપવાથી દેશને ઉદ્યોગ સ્થિર થયો અને વ્યાપારી તેમજ બીજા માલિક દ્વારા આર્થિક વહેંચણીમાં માનતાનું તત્ત્વ દાખલ થયું એટલે પ્રજાનો મેટો ભાગ શક્ત થયો, મિ એમ થાય એટલે બુદ્ધિજીવી વર્ગની માનસિક નબળાઈ અને તિષ નહિ રહેવાના. આજે એ વર્ગ સરકાર દરબારની પરીચાકરીની હુંફ માટે તલસે છે, એ વિના એને બીજે ત્રાણોપાય ખાતો નથી. પણ દેશની સામાન્ય આબાદી વધતાં અને ધધોધાપો ચર થતાં જ સ્વતંત્રતાની ભાવના જાગવાથી એ વર્ગને પોતાની બુદ્ધિ કામી પોષવામાં ખર્ચાય એ ભારે વસમું લાગશે, અને એ આપ શિ જ દેશદ્રોહી કામમાં સાથ આપો છોડી દઈ દેશકાર્યમાં જ Fથ આપશે. એટલે એક બાજુ અમારિ ધર્મ અત્યારના ગરીબોને ત બનાવશે અને બીજીબાજુ એ બુદ્ધિજીવી મધ્યમવર્ગને દેશઘાતક જિતંત્રમાંથી ભાગ લેતાં રોકી સ્વતંત્ર બનાવશે. છેલ્લો અને એ મુદ્દો ખાસ વિચારણીય છે. એના પરત્વે સારિ ધર્મનો વિચાર લાગુ પાડતાં જ જ્વાળામુખી ફાટવાને કે હતીકંપ થવાનો ભય છે. જે રાજાએ પિતાને વારસામાં મળેલ મને પોતાની અંગત આવકનું સાધન માનતા હશે, અને જેમના નમાં મોજશોખ સિવાય બીજું તત્વ જ નહિ હોય; પ્રજામાત્રનું Page #49 -------------------------------------------------------------------------- ________________ 34 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પુરું પેટ ભરાયા સિવાય પિતાને ખાવાને હક્ક નથી, પિતાની પ્રજાને એક પણ માણસ દુઃખી કે નિરાધાર હોય ત્યાંસુધી સુખ કે ચેનમાં રહેવાને તેને ધર્મ નથી, એવું જે રાજાઓને ભાન ન હોય તેઓને એવું ભાન કરાવવા માટે અમારિ ધર્મની કડવી ગોળી આપતાં જ તેઓની આંખ લાલચોળ થવાની અને તેઓનાં હથિયારો આપણી વિરુદ્ધ ખણખણવાના. અમારિ ધર્મ એ કાંઈ દાન કે સખાવતનું નામ નથી, પણ એ તે મરતા અને કચરાતાને બચાવનાર ધર્મનું નામ છે. જેમ ઘણી વાર કેાઈને કાંઈ આપીને બચાવી શકાય છે, તેમ ઘણી વાર કોઈને કાંઈ અપાતું હોય તે બંધ કરીને પણ તેને અને બીજા ઘણાને બચાવી શકાય છે. રાજા બળજબરીથી પોતાની પ્રજાને પીડતો હોય, પ્રજાના સુખ દુઃખથી છુટા પડી ગયો હોય, ત્યારે તેજસ્વી અને બુદ્ધિમાન માણસનું કામ તે રાજાની સત્તા બુઠી કરી નાખવાનું હોય છે. તેની સત્તા બુઠી કરવી એટલે તેને કરવેરો ન ભરવો, તેના ખજાનામાં ભરણું ન ભરવું એ છે. એમ કરીને એ રાજાની સુધબુધ ઠેકાણે આણું એટલે તેનું પિતાનું અને તેની બધી પ્રજાનું કલ્યાણ થવાનું એક જગેએ બધું ધન એકઠું થઈ એક માણસના તરંગ પ્રમાણે ખર્ચાતું. અટકે અને બધાના જ લાભમાં સરખી રીતે ખર્ચાય એવી સ્થિતિ લાવવામાં દેખીતી રીતે કાંઈ આપવાપણું ન હોવા છતાં, ખરી રીર એમાં પણ તેજસ્વી અમારિ ધર્મ આવી જાય છે. એટલે અમારી ધર્મનું તાત્વિક સ્વરૂપ એવું છે કે તેમાંથી જેમ ગરીબ અને અશક્તો સખાવતોઠારા પિષણ મળે. જેમ મજૂર અને આશ્રિતોને સમાન હેંચણીદારા પિષણ મળે, તેમજ રાજા પાસે અર્થચૂસકનીતિ બંધ કરાવવાદ્વારા તેની બધી જ પ્રજાનું પિષણ પણ થાય અને સારી સાથે એ રાજાને પોતાની ફરજનું ભાન થઈ તેનું જીવન એશઆરામમ એળે જતું અટકે. જેમ અન્યાયી રાજા પ્રત્યે તેમજ પંડિત પુરોહિત અને બાવ ફકીર અને ધર્મગુરુઓ પ્રત્યે પણ આપણે અમારિ ધર્મ એ જ વસે Page #50 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ 35 કરી લીધી અને ગીતા ર aa છે અને શીખવે છે. તે કહે છે કે જે પંડિત પુરોહિત અને બાવા ફકીરોને વર્ગ પ્રજા સામાન્ય ઉપર નભતા હોય તેની ફરજ પ્રજાની સેવામાં પિતાનું લેહી નીચોવી નાખવાની છે. એ વર્ગ એક ટંક ભૂખે ન રહી શકે અને તેના પિોષક અનુગામી વર્ગમાં કરોડો માણસોને એકવાર પુરું ખાવાનું ન મળે એ સ્થિતિ અસહ્ય હોવી જોઈએ. પંડિત અને ગુરુ વર્ગને જોઈએ તે કરતાં દશગણું કપડાં મળી શકે અને તેના પગમાં પડતા અને તેના પગની ધૂળ ચાટતા કરડે માણસનાં ગુહ્યઅંગ ઢાંકવા પણ પુરતાં કપડાં ન હોય, તેઓ શિયાળામાં કપડાં વિના ઠરી અને મરી પણ જાય. પંડિત પુરોહિતો અને ત્યાગવગને માટે મહેલો હોય અને તેમનું પિષણ કરનાર, તેમને પિતાને ખભે બેસાડનાર કરે! માણસોને રહેવા, સામાન્ય આરોગ્યકારી ઝુંપડાં પણ ન હેય એ સ્થિતિ અસહ્ય છે. પહેલો વર્ગ તાગડધિન્ના કરે અને બીજે અનુગામી વર્ગ એના આશીર્વાદ મંત્ર મેળવવામાં જ સુખ માને એ સ્થિતિ હંમેશાં નભી ન શકે, એટલે જે આપણે ખરે અમારિ ધર્મ સમજીએ અને તેને ઉપયોગ જુદે જુદે પ્રસંગે કેમ કરી શકાય એ જાણી લઈએ તે જેમ અન્યાયી રાજા પ્રત્યે, તેમ સેવાશૂન્ય પંડિત પુરોહિતો અને બાવા ફકીરે પ્રત્યે પણ આપણી ફરજ તેમનું પિષણ અટકાવવાની ઉભી થાય છે. એમ કરી તેઓને સેવાનું અને પિતાની જવાબદારીનું ભાન કરાવવું એ જ આ કડવી ગાળીને ઉદ્દેશ હેવો જોઈએ. જ્યારે તેઓ પોતાને મળતા પોષણના બદલામાં પ્રાણુ પાથરવાની જવાબદારી સમજી લે, તેમની બધી જ શક્તિઓ દેશ માટે ખરચાય; દેશનું ઉત્થાન–સામાન્ય જનતાની જાગૃતિ-તેમને શાપરૂપ ન લાગે, તેઓ પોતે જ આપણું આગેવાન થઈ દેશને સાથ આપે, ત્યારે તેઓ આપણું માનપાન, દાન અને ભેટના અધિકારી થાય. એમ ન થાય ત્યાં સુધી એવા એદી વર્ગને પિષવામાં તેમની અને આપણી બન્નેની હિંસા છે. એ હિંસાથી બચવું તે આજનો અમારિ ધર્મ તીખવે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ - - પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ધર્મ માત્રની બે બાજુ છે. એક સહકારની અને બીજી અસહકારની. અમારિ ધર્મની પણ બે જ બાજુ છે. જ્યાં જ્યાં પરિણામ સારું આવતું હોય ત્યાં ત્યાં બધી જાતની મદદ આપવી એ અમારિ ધર્મની સહકારી બાજુ છે, અને જ્યાં મદદ આપવાથી ઉલટું મદદ લેનારને નુકસાન થતું હોય અને મદદને દુરુપયેગ થતો હોય ત્યાં મદદ ન આપવામાં જ અમારિ ધર્મની બીજી બાજુ આવે છે. મેં જે સેવા નહિ કરનાર, બદલે નહિ આપનાર અને સમાજ તેમજ રાષ્ટ્રની પ્રગતિમાં આડે આવનાર વર્ગને મદદ ન આપવાની વાત કહી છે તે અમારિ ધર્મની બીજી બાજુ છે. એને ઉદ્દેશ એવા વર્ગમાં ચૈતન્ય આણવાનો છે, એ વસ્તુ ભૂલાવી ન જોઈએ; કારણ કે એ વર્ગ પણ રાષ્ટ્રનું અંગ છે. તેને જતું કરી શકાય નહિ. તેને ઉપયોગી બનાવવાની જ વાત છે. હેમચંદ્ર અને હીરવિજય કેમ થવાય. આજના જેને સામે અમારિ ધર્મના ખરા ઉદ્યોતકાર તરીકે બે મહાન આચાર્યો છે. એક હેમચંદ્ર અને બીજા હીરવિજય. આ બે આચાર્યોના આદર્શ એટલા બધા આકર્ષક છે કે તેનું અનુકરણ કરવા ઘણુ ગુરુઓ અને ગૃહસ્થ મથે છે. એ દિશામાં તેઓ ઘણા પ્રયત્ન કરે છે, જગ જગોએ ફેડે થાય છે, પશુઓ અને પંખીઓ છેડાવાય છે, હિંસા અટકાવવાનાં ફરમાન કઢાવાય છે. લોકોમાં પણ હિંસાની ઘણુના સંસ્કાર પુષ્કળ છે. આ બધું છતાં આજને હેમચંદ્ર અને આજને હીરવિજય થવા માટે જે દિશા લેવાવી જોઈએ તે દિશાને વિચાર સુદ્ધાં કાઈ જેન ગૃહસ્થ કે ત્યાગીએ કર્યો હોય તેમ દેખાતું નથી. તેથી જ લાખ રૂપીઆના ફડે ખર્ચાવા છતાં અને બીજા અનેક પ્રયત્નો જારી છતાં, હિંસાના મૂળ ઉપર કુઠાર પડો નથી. જેમ વાલજી ગોવિંદજી દેસાઈએ અત્યારે ચોમેર ચાલતી કતલને ઉડે અભ્યાસ કર્યો, તેનાં કારણે શોધ્યાં અને તેના નિવારણના ઉપાયો સૂચવ્યા તેમ કાઈ જૈન અમારિ ધર્મના ઉપાસકે કર્યું Page #52 -------------------------------------------------------------------------- ________________ - ૩૭ અહિંસા અને અમારિ છે ખરું ? અથવા એવો અભ્યાસ કરી ખરી બીના કેઈ મેળવે છે ખરો? સેંકડે સાધુઓ છે, બધા વિદ્વાન લેખાય છે અને અહિંસાની એટલી બધી સૂક્ષ્મ વ્યાખ્યા કરે છે કે તે બુદ્ધિમાં પણ ભાગ્યે જ ઉતરે. છતાં એમાં કોઈ દેશમાં ચાલતી પશુપંખીઓની કતલ વિષે બધી જાતની સકારણ માહિતી શાસ્ત્રીય વિવેચન સાથે કેમ પૂરી નથી પાડત? જે અત્યારે કાઈ પણ હેમચંદ્ર કે કુમારપાળ, હીરવિજય કે અકબરનો આદર્શ સેવવા માગે તો તે જુદી જ રીતે સેવી શકાશે. અત્યારે આ યુગમાં જુ મારનારના દંડની રકમમાંથી મંદિર બંધાવનાર કદી અમારિ ધર્મ બજાવનાર તરીકે પ્રતિષ્ઠા નહિ પામે. આ યુગમાં માત્ર પશુપંખીઓની અમુક વખત સુધી કતલ બંધ કરાવનાર પણ જૂના વખત જેટલી પ્રતિષ્ઠા નહિ પામે. આજના અમારિ ધર્મની જવાબદારી ખૂબ જ વધી ગઈ છે; એટલે એ ઢબે જ કામ થવું જોઈએ. એક બાજુ સાધુવર્ગ સંગઠનપૂર્વક ગામોગામ નીકળી જાય અને એક પણ ગામ એમના પગ તળે છુંદાયા વિના ન રહે. દરેક માણસને પશુપાલનનું મહત્ત્વ સમજાવે અને પશુરક્ષામાં મનુષ્યબળ તેમજ મનુષ્યજીવન કેવું સમાયેલું છે તે આંકડા, વિગતો અને શાસ્ત્રીય વિવેચન સાથે રજુ કરે. કતલ થયેલા પશુ અને પંખીઓના ચામડાં તેમજ રૂવાં વાપરવાથી કતલ કેવી વધે છે, તે ઉદ્યોગને કેવું ઉત્તેજન મળે છે, સાચા કામમાં ચરબી વાપરવાથી અને ખેતરમાં લોહીની ભૂકીનું ખાતર આપવાથી તેમજ શીંગડાં, હાડકાં, ખરી, વાળ વગેરેની ચીજો વાપરવાથી તેની કીંમત વધવાને લીધે, તે ઉદ્યોગ ખીલવાને લીધે, દિવસે દિવસે કતલ કેવી રીતે વધતી જાય છે એ બધું લેિકે સમક્ષ આબેહૂબ રજુ કરે અને કતલને ધંધો મૂળમાંથી જ ત્રિાંગી પડે તે માટે કતલ થયેલ પશુપંખીના એકે એક અવયવની પરીદ અને વાપર તરફ લોકોની અરુચિ પેદા કરે. મરેલા ઢોરનાં કામડા સિવાય કતલ કરેલ ઢેરનું કાંઈ જ કામ ન આવે એવી વૃત્તિ મિઠામાં પેદા કરે. બીજી બાજુ ઉંચ કેળવણી માટે તલસતો અને Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જુદી જુદી કા દિશાઓને અભાવે વલખાં મારતા તરુણ વિદ્યાર્થી વ ગારક્ષા અને પાંજરાપેાળના અભ્યાસ પાછળ શકાઈ જાય અને એ સંસ્થાઓની ઉપયેાગિતા તેમજ વ્યાપકતા ખીલવવા ખાતર તેની તેની પાછળ બુદ્ધિ ખર્ચે, એ કામમાં પણ અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને અવકાશ છે. જેને અભ્યાસ જ કરવા હાય અને એડમલિયા થયા સિવાય સાચું કામ કરવું હાય, તેમજ દેશેાયેગી નવું સર્જન કરવું હાય, તેને માટે ગારક્ષા અને પાંજરાપાળને લગતી સેકડા બાબતા અભ્યાસ માટે પડી છે. એમાંથી દુગ્ધાલયનું કામ, લેકાને નિર્દોષ ચામડાં પુરા પાડવાનું કામ, નિર્દોષ ખાતર વિગેરેથી ખેતીવાડીને મદદ કરવાનું કામ અને એ સંસ્થાઓની પશુપાલન તેમ જ પવનની શક્તિ વધારવાનું કામ એ બધું કરી ાકાય તેમ છે; અને જીવન નિર્વાહ માટે સમાજને કે બીજાને ખેાજ થયા સિવાય તેમજ ગુલામી કર્યાં સિવાય એક નવી દિશા ઉધાડી શકાય તેમ છે. ઝવેરાતના, અનાજના, કાપડના, સટ્ટાના કે દલાલીના કાઈ પણ્ ધંધા કરતાં, આજકાલની શાસ્ત્રીય દૃષ્ટિએ ગારક્ષા અને પાંજરાપેાળની સસ્તાષ વૃત્તિથી સેવા કરવાના ધંધા, જરાય ઉતરતા નથી. આ દિશામાં સેકા ગ્રેજ્યુએટ કે પડિતાને અવકાશ છે. શિક્ષણકાર્ય, સાહિત્યનિર્માણ કાર્ય, અને ખીજાં તેવાં ઉચ્ચ ગણાતાં બૌદ્ધિક કાર્યાં કરતાં આ કામ ઉલટું ચડે તેવું છે; કારણકે એમાં બુદ્ધિ ઉપરાંત પ્રત્યક્ષ કાર્ય કરવાનું છે. યુરેાપ અને અમેરિકામાં આ વિષયના ખાસ અભ્યાસિયાના મેાટા વ છે. તે લેાકાતે અનેક રીતે નાન આપે છે, અને પશુપાલનના નવા નવા માર્ગ શોધી તેની આબાદી અને સર્જનની શક્તિ વધાર્યે જ જાય છે. આપણે જે કુંડા કરી પશુપખીઓને બચાવીએ છીએ તે મા બંધ કરવાની જરુર તેા નથી જ, પણ હંમેશને માટે સ્થાયી કતલ બંધ કરવાના કે તેને તદ્દન ઘટાડી દેવરાવવાના ઉપાય, આજે આજકાલની Page #54 -------------------------------------------------------------------------- ________________ અહિંસા અને અમારિ ૩૯૯ રિસ્થિતિ પ્રમાણે જ અજમાવી શકાય. એમ કરવામાં આવે તા પશુ રાજાની મદદ ન છતાં અને કાઈની પાસેથી ફરમાને ન ળવ્યા છતાં આજના વિદ્વાન સાધુએ હેમચંદ્ર અને હીરવિજયના માને આ યુગમાં નજીક આણી શકે. મહાન પયગમર ૨૫૦૦ વર્ષોં પછી માત્ર હિંદુસ્તાનમાં જ નહિ પણ પૃથ્વીના પાંચે ખંડમાં જ્યાં જ્યાં માનવ બચ્ચા વસે છે, ત્યાં ત્યાં બધે જ પોતાની જીંદગીમાં એક જ સાથે અહિંસાના સંદેશા પહોંચાડનાર અને પેાતાની અહિંસા વૃત્તિથી સૌને ચકિત કરનાર આજે મહાન પયગંબર કાણુ છે? એ પ્રશ્નના ઉત્તર પાંચ વર્ષનું બાળક પણ જાણતું ન હેાય એમ તમે કહેશે। ખરા ? આનું કારણ શું ? એ મહાન મનાતા પયગંબરની પાસે નથી મયૂરપિચ્છ કે નથી આધેા, નથી એની પાસે કમંડળ કે નથી ભામંડળ, નથી એની પાસે ભગવાં કે નથી એની પાસે ક્રૂસ, તેમ છતાં તે અહિંસાના મંત્રદૃષ્ટા ક્રમ કહેવાય છે? એનાં કારણેા તરફ અમારિ ધમના પ્રેમીઓએ નજર ઘડાવવી જોઈએ. કારણ એ છે કે એ પેાતે અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યાઓ કરી શાંત નથી બેસતા; પણ એને પ્રયત્ન અહિંસાને જીવનમાં મૂર્તિમાન કરી તેની વ્યાખ્યા સિદ્ધ કરવાના છે. એ વિશ્વયા કે કાયની સંપૂર્ણ ધ્યામાં માનવા છતાં તેને પાળવાના કૃત્રિમ દાવા નથી કરતા. એણે તે અહિંસાપાલનની મર્યાદા આંકી છે. એણે વ્યાપક શરૂઆત માનવજાતથી કરી છે, અને તેમાં પણુ પોતાના દેશવાસીઓથી પહેલી કરી છે. કારણકે એ જાણે છે કે ‘ દૂર તે તા દૂર જ છે. અને નજીકનાના ખ્યાલ ન કરાય તેા અને દૂર જ પડી જવાના. ' એણે કાઈ રાજા મહારાજા કે સત્તાધીશા પાસેથી દયાનાં ફરમાન મેળવવાના યત્ન નથી કર્યાં; પણ એનું વાક્ય જ યાનું ફરમાન અની ગયું છે. કારણ એ છે કે તે માનવ જાતને અકારી થઈ પડેલ અને માનવજાતને ભાગ લેતી એવી લડાઈનાં જ મૂળ ઉખેડવા માગે છે. અને અહિંસા અને સત્યની રક્ષા અને પ્રચાર માટે નથી ક્રા Page #55 -------------------------------------------------------------------------- ________________ ४० પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન જવાની જરૂર પડી, નથી પક્ષાપક્ષી કરી મારામારી કરાવવાની જરુર પડી. એને એની રક્ષા પોતાના હાથમાં જ દેખાય છે. એ પયગંબર કોઈ અમુક વ્યક્તિ કે અમુક સત્તાધારીની શેમાં નથી તણુએને તો મહાપ્રતાપી ગણાતા રાજ્યકર્તાઓની સામે પણ થવું પડે છે. જેના ઉપર અન્યાય ગુજરતો હોય અને જેનો કઈ બેલી ન હોય એની વહારે વગર હથિયારે માત્ર મૈત્રીનું શરણ લઈ દેડી જવું એ એક જ આ પયગંબરને જીવન વ્યવસાય છે. મનુષ્યદયા પછી એની દયા પશુઓમાં ઉતરે છે. અને તે પણ મર્યાદિત રીતે. કારણ કે એ જાણે છે કે “પશુઓની જેટલી અહિંસા કે દયા પાળી શકાય તેટલી લેકને ઓછી લાગે તેથી તેના તરફ તેઓ ધ્યાન ન આપે અને તેને સિદ્ધ ન કરે, અને જેની વાત અને ચર્ચા કરવામાં આવે તે પાળવી શક્ય ન હોય, વધારે તો ન પળાય પણ જે શક્ય હોય તે ઓછી પણ ન પળાય એટલે એકંદર, અહિંસા ધર્મ ચર્ચામાં જ રહી જાય.” માટે જ એણે અહિંસાપાલનની પશુજાતિમાં પણ મર્યાદા આંકી છે. એ પયગંબરની ભાવના છે અને તે શોધે છે કે એ કઈ માર્ગ છે કે જે દ્વારા અત્યારે બચાવવાનું શકય દેખાય છે તે કરતાં વધારે બીજા છોને અને પશુઓને બચાવી શકાય. એવી શોધ અને તાલાવેલી તેમજ પગવાળીને ને બેસવાની જુવાની એ જ એ વૃદ્ધ પયગંબરની સફળતાનું કારણ છે. એના જીવનમાંથી આપણે શું શીખીએ ? વધારે નહિ તો આટલું તો શીખીએ જ. (૧) સ્વદેશીધર્મ અને ખાસ કરી ખાદી સિવાય બીજાં કપડાં માત્રને ત્યાગ. (૨) જીવિત ચામડાની વસ્તુના વાપરને ત્યાગ. (૩) કોઈ પણ જાતના કેફી પીણુને ત્યાગ. આપણે જેને માટે તે બીડી, હેકા, સીગારેટ વગેરેને ત્યાગ. (૪) સૌથી મહત્ત્વનું અને છેલ્લે આપણું કર્તવ્ય એ છે કે આપણે શાસનરક્ષા માટે ફેડે જમે ન કરીએ. એ ફોને કેટે ન ખચએ. છાપાંઓ ને પુસ્તકેદ્વારા મનુષ્યત્વને લજાવે એવો વિષપ્રચાર ન કરીએ. પક્ષાપક્ષી અને દળબંદીમાં ન રાચીએ. તા. ૨૨-૮-૩૦ સુખલાલ WWW.jainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ એ શું છે? તથા એને ઉપયોગ અહિંસાના પથ જેટલા જૂના, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણું દેશમાં તપને કેટલો મહિમા મહત, તપ કેટલું આચરવામાં આવતું, અને તપપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જૈન આગમ અને બદ્ધ પિટકામાંથી જ નહિ પણ વૈદિક મંત્રો, બ્રાહ્મણો અને ઉષનિષદે સુદ્ધાંમાંથી મળે છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું, તેને ભય લાગતું કે તપસ્વી મારું પદ લઈ લેશે. એટલે તે મેનકા કે તિલોત્તમા જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા મોકલતો. માત્ર મેક્ષ કે સ્વર્ગના રાજ્ય માટે જ નહિ પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરાતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ દે તો પાને પાને તાપસના મઠ, તપસ્વી ઋષિએ તેમજ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમો છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચો એટલે જણાશે કે ચારે આશ્રમો માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે; અને ત્રીજો તથા ચેો આશ્રમ તે ઉત્તર વધારે અને વધારે તપનાં વિધાનથી જ વ્યાપેલો છે. આ મિરાંત એકાદશી વ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું Aત વગેરે અનેક વ્રતાના મહિમાના ખાસ જુદા ગ્રંથો લખાયા છે. બીઓનાં કેટલાંક તપે જુદાં છે. કેટલાંક સ્ત્રીપુરુષ બન્નેનાં સાધારણ *, * * Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યા છે, જ્યારે કેટલાંક તપે તો માત્ર કન્યાઓનાં છે. આ તે બ્રા સંપ્રદાયની વાત થઈ પણુ દ્ધ અને જૈન સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ એની એ વાત છે. મજિઝમનિકાય જેવા જૂના બૈદ્ધગ્રંથમાં અને ભગત જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં, અનેક પ્રકારના તાપસના, તે મઠના અને તેમના તપની વિવિધ પ્રણાલિઓનાં આકર્ષક વર્ણને જે એટલું જાણવા માટે બસ છે કે, આપણે દેશમાં અઢી હતી વર્ષ પહેલાં પણ તપ અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હો અને લેકે ઉપર તે સંસ્થાઓને ભારે પ્રભાવ હતો. બ્રાહ્મણ, લિ અને શ્રમણ એ ત્રણે નામનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ ઝુકને અને તે માટે બધું ત્યાગનાર તે બ્રાહ્મણ માત્ર ભિક્ષા ઉપર નભનું અને કશે જ સંચય ન કરનાર તે ભિક્ષ. કલ્યાણ માટે બધે જ છે ઈચ્છાપૂર્વક સહનાર તે શ્રમશું. ભગવાન બુદ્ધ ભિક્ષા માટે ? બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમો સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમમાં નહિ. મુખ્યપણે તેમ સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમમાં છે. પરંતુ ભગવાન મહાવીરની સખતાઈ તે બાહ્ય અને આત બન્ને પ્રકારના નિયમમાં છે. શ્રૌદ્ધ ગ્રંથમાં જે કાયલેશ એ દેહદમનને પરિહાસ કરવામાં આવ્યા છે તે કાયલેશ અને દેહદમને જૈન આગમે પૂરી હિમાયત કરે છે. પરંતુ આ હિમાયતા પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત તરફ જ કે અજાણ્યે ધ્યાન ન અપાયાથી જ બૈદ્ધ ગ્રંથમાં જેન તપ પરિહાસ થયેલો દેખાય છે. જે તપને બુદ્ધ પરિહાસ કર્યો છે જે તપને તેમણે નિરર્થક બતાવ્યું છે તે તપને તે મહાવીરે ૫ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થક બતાવી છે. તામસી તાપસ અને પૂરણ જેવા તાપસનાં આ ઉગ્ર અને અતિ લાંબા વખતનાં તપને ભગવાને મિથ્યા તપ ક Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તપ અને પરિષહ એ શું છે? . આનું શું કારણ? જે ઉગ્ર તપ જે ઉગ્ર કાયક્લોશ અને જે ગ્ર દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયકલેશ અને તે જ દમન જે બીજો આચરે તે એનો વિરોધ ભગવાન શા માટે કરે ? શું એમને બીજાની અદેખાઈ હતી? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એકે ભગવાન મહાવીરમાં હોય એમ કલ્પવું એ એમને ન સમજવા બરાબર છે. ભગવાનને વિરોધ એ તાપસના દેહદમન પરત્વે ન હતો. કારણ કે એવાં દેહદમનો તો. તે તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણગાર જેવા તેમના અનેક શિષ્યએ એવાં જ દેહદમને સેવેલાં છે; જેના પૂરાવાઓ જેન આગમાં મોજુદ છે. ત્યારે જૂની ચાલી, આવતી તાપસ સંસ્થાઓ અને તેમનાં વિવિધ તપ સામે ભગવાનને વિરોધ કઈ બાબતમાં હતો? એમને એમાં શું ઉણપ લાગેલી એ સવાલ છે. એનો ઉત્તર ભગવાનના પિતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી, ત૫ તે એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. એમની રાધ જે હોય તે તે એટલી જ કે એમણે તપને, કઠોરમાં કઠોર પાપને, દેહદમનને અને કાયકલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ. ઉમેરી એટલે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભદ્રની ભાષામાં કહીએ તો ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડોકિયું કરી શકાય, વધારે ઉંડા ઉતરાય અને જીવનને અંતર્મળ ફેકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેચાઈ જાય છે. એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમને આવી જાય છે. અને આત્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમે. આવી જાય છે. ભગવાન દીર્ધ તપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યા તપને કારણે નહિ પણ એ તપને અંતર્જીવનમાં પૂર્ણ ઉપયોગ કરી કારણે જ; એ વાત ભૂલાવી ન જોઈએ. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ રૂપે આપણને વારસે મળે છે તેમાં તપ પણ એક વસ્તુ ભગવાન પછીના આજ સુધીના ૨૫૦૦ વર્ષમાં જૈનસંધે જેટલો તપ અને તેના પ્રકારેને જીવતો વિકાસ કર્યો છે તેટલે બીજા કે સંપ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાં કેવળ તપ અને તેનાં વિધાનને લગતું સાહિત્ય જુદું તારવવા આવે તે એક ખાસ અભ્યાસગ્ય ભાગ જ થાય. જૈન માત્ર ગ્રંથમાં જ નથી રહ્યું, એ તો ચતુર્વિધસંધમાં જીવતા ચ વહેતા વિવિધ તપના પ્રકારનો એક પડ માત્ર છે. આજે ૫ તપ આચરવામાં જૈને એક્કા ગણાય છે. બીજી કોઈ પણ બાબત જૈનો કદાચ બીજા કરતાં પાછળ રહે પણ જે ત૫ની પરીક્ષા, ખા કરી ઉપવાસ આયંબિલની પરીક્ષા લેવામાં આવે તો આખા દેશ અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જન પુરુ નહિ તો છેવટે સ્ત્રીઓ નીકળવાની જ એવી મારી ખાત્રી છે. આ જેમ જ્યાં દેખે ત્યાં લાઠી ખાવાની હરિફાઈ બાળકે સુદ્ધાંમાં નજ પડે છે, તેમ ઉપવાસ કરવાની હરિફાઈ જૈન બાળકોમાં રૂઢ થઈ ગ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકને એની મા પચે નબળે એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવા નાઉમેદ થતા રજપૂત બાળકને તેની ક્ષત્રિયાણી મા નમાલે કહેતી તપને લગતા ઉત્સ, ઊજમણુએ અને તેવા જ બીજા ઉત્તેજ પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખારા કરી જે બહેને, તપ કરી તેનું નાનું મોટું ઊજમણું ન કર્યું હોય તેને એક રીતે પોતાની ઉણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબર આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. Page #60 -------------------------------------------------------------------------- ________________ ડાય તે પણ શબ્દ જ ના પતન ય અને પરિષહ એ શું છે? તપને તો જેન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરિષહોની [બતમાં તેમ નથી. અરેન માટે પરિષહ શબદ જરા નવા જેવો છે, Kતુ એને અર્થ ન નથી. ઘર છોડી ભિક્ષુ બનેલાને પિતાના યિની સિદ્ધિ માટે જે જે સહવું પડે તે પરિષહ. જૈન આગમોમાં hવા પરિષદે ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને શિીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તો ગૃહસ્થ * ત્યાગી બધાને જ ઉદ્દેશીને. જ્યારે બાવીશ પરિષહ ગણાવવામાં વ્યા છે તે ત્યાગી જીવનને ઉદ્દેશીને જ. તપ અને પરિષહ કે મે જુદા દેખાય છે, એના ભેદે પણ જુદા છે, છતાં એ ભૂલાવું તે જોઈએ કે એ બન્ને વસ્તુ એક જ બીમાંથી ઉગેલા એક બીજાથી કટા ન પાડી શકાય એવા બે ફણગા છે. - વ્રતનિયમ અને ચારિત્ર એ બન્ને એક જ વસ્તુ નથી. એ જ રીતે સાન એ પણ એ બન્નેથી જુદી વસ્તુ છે. સાસુ નણંદ અને ધણુ સાથે ઉમેશા ઝઘડનાર વહુ, તેમજ જુઠું બોલનાર અને દેવાળું કાઢનાર પ્રામાણિક વ્યાપારી પણ ઘણીવાર કઠણ વતનિયમ આચરે છે. નેકનીતિથી સાદુ અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કાર્ડ કઈ એવા મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમેનું બંધન નથી હોતું. વતનિયમ ખાચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કોઈ કાઈ ઘણીવાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ મુ હોય; આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને યેગા એક વ્યક્તિના જીવનમાં શક્ય છે, અને જો એ યોગ હોય તો જીવનને વધારે અને વધારે વિકાસ સંભવે છે, એટલું જ નહિ પણ એવા વિગવાળા આત્માને જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તો એમ કહે કે એ જ માણસ બીજાઓને દોરી શકે છે; જેમ મહાત્મા છે. આજ કારણથી ભગવાને તપ અને પરિષહેમાં એ ત્રણે તો સમાવ્યાં છે. તેમણે જોયું કે “મનુષ્યને જીવનપંચ લાગે છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર તેટલું જ WWW.jainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સુક્ષ્મ છે, અને તે વ્યયે પહોંચતાં વચ્ચે મોટી મુસીબતો ઉભી થા છે, એ માર્ગમાં અંદરના અને બહારના બન્ને દુશ્મને હુમલો કે છે, એનો પૂર્ણ વિજય એકલા વ્રતનિયમથી, એકલા ચારિત્રથી, એકલા જ્ઞાનથી શક્ય નથી.” આ તત્ત્વ ભગવાને પોતાના જીવન અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરિષહોની એવી ગોઠવણી ક કે તેમાં વતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને સમાવેશ થ જાય. એ સમાવેશ એમણે પોતાના જીવનમાં શક્ય કરી બતાવ્યો. મૂળમાં તો તપ અને પરિષહ એ ત્યાગી તેમજ ભિક્ષુ જીવનમાં જ ઉત્પન્ન થયેલા છે, જે કે એને પ્રચાર અને પ્રભાવ છે એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચે છે. આર્યાવર્તના ત્યારે -જીવનને ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતો. આધ્યાત્મિક શાંતિ એટ લેશોની અને વિકારની શાંતિ. આર્ય ઋષિઓને મન લેશેને વિજ એ જ મહાન વિજય હતો તેથી જ તો મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજા બતાવતાં કહે છે કે “તપ કલેશને નબળા પાડવા અને સમાધિ સંસ્કારે પુષ્ટ કરવા માટે છે. આ તપને પતજલિ ક્રિયાયોગ કહે છે કારણકે એ તપમાં વ્રતનિયમને જ ગણે છે; તેથી પતંજલિ ક્રિયાગથી જુદો જ્ઞાનયોગ સ્વીકારવો પડયો છે. પરંતુ જેન તપમાં તે ક્રિયાગ અને જ્ઞાનગ બને આવી જાય છે. અને એ પર સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ જે ક્રિયાયોગ જ છે તે અત્યંત તપ એટલે જ્ઞાનયોગની પુષ્ટિ માટે જ છે; અને એ જ્ઞાનયોગની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ આ તો તપ અને પરિષહોના મૂળ ઉદ્દેશની વાત થઈ પણ આપ જોવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરિષહ સહના સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે ક્લેશ કંકાસ અને ઝઘડ વિખવાદની શાંતિ કેટલી સાધી છે? તમે સમાજનો છેલ્લાં ફક પચીશ જ વર્ષને ઇતિહાસ લેશો તે તમને જણાશે કે એક બાળ તપ કરવાની વિવિધ સગવડે સમાજમાં ઉભી થાય છે અને વધતી Page #62 -------------------------------------------------------------------------- ________________ ४७ તપ અને પરિષદ્ધ એ શું છે? જાય છે; અને ખીજી બાજુ ક્લેશ, કંકાશ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી ≠ આપણે ત્યાં તપ અને ઉદ્યાપને વધ્યાં એટલે જ ક્લેશ કંકાસ વચ્ચેા; પણુ એનું કારણ એ છે કે આપણે તપના ઉપયાગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાય ન કરી. તેથી તપની હુજારા પૂજા સતત ભણાવવા છતાં, તપનાં દ્યાપના ભપકાબંધ ચાલુ હાવા છતાં, તેના વરઘેાડાના મામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઉભા છીએ; નથી એકે પગલું ખીજા કોઇ સમાજ કે પડેાશીથી આગળ વધ્યા, ઉલટુ ઘણી માબતમાં તે આપણે ચાવી વિનાના તપમાં શક્તિ નકામી ખર્ચી ખીજા કરતાં પાછા પડયા છીએ અને પાછા પડતા જઇએ છીએ. જે વસ્તુ ચેાથા મેાક્ષ પુરુષાર્થની સાધક હાય તે વ્યવહારમાં અનુપયેાગી હોય તેમ ખનતું જ નથી. . જે નિયમેા આધ્યાત્મિક જીવનના પેાષક હાય છે, તે જ નિયમા વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરિષહા જો ક્લેશની શાંતિ માટે હાય તા તેની એ પણ શરત હાવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પાણુ થાય. કાઈ પણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શેાધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિષહેાની જરુરિયાત ન હાય. સિકંદર, સીઝર, નેપાલિયનના વિજય લ્યા, અથવા વૈજ્ઞાનિકાની શેાધ લ્યા, અથવા િિટશ સામ્રાજ્યને પાયા નાખનાર અંગ્રેજોને હ્યા, તે તમને દેખાશે કે એની પાછળે એમની ઢબે તપ હતું અને પરિષહેા પશુ હતા. આપણે બધા તપ આચરીએ ૐ પરિષહે। સહીએ તેા તેના કાંઈક તેા ઉદ્દેશ હાવા જ એઇએ. કાંતા તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાંતા આધિભાતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તા આપણને મળેલ તપ અને પરિષહાના વિકસિત વારસે વધ્યા છતાં કેટલી વધારે કીંમતના છે એના વિચાર તમે જ કરા! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષષ્ઠા મારફત આપણા સમાજે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની શાંતિ કેટલી વધારે સાધી છે; અથવા એ વારસા દ્વારા એણે આધિદૈતિક મહત્ત કેટલી વધારે પ્રાપ્ત કરી છે? જે આપણને એવું અભિમાન હોય છે જેને જેવું તપ કેાઈ કરતા નથી, કરી શકતા નથી અને જેન ભિક્ષુ જેટલા ઉગ્ર પરિષહ બીજા કેાઈ સહી શકતા નથી તે આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કોઈ આવી આપણને પૂછે “કે ભલા! તમે તપ અને પરિષહોની બાબતમાં બીજા કરતાં પોતાને વધારે ચડિયાતા માની છે તો પછી તમારે સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો હોવો જોઈએ. તેથી તમે બતાવો કે તમારા સમાજે તપ અને પરિષહ દ્વારા કર્યું પરિણામ મેળવી બીજા સમાજ કરતા ચડિયાતાપણું મેળવ્યું છે ? શું તમે કલેશશાંતિમાં બીજા કરતાં ચડો છે ? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડે છે ? કે શું શોધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડે છે? કે શું તમે પરાક્રમી શીખ સૈતિક જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડો છો ? આ પ્રશ્નને ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ ( અને અત્યારનું સામાજિક પરિણામ એવો ઉત્તર આપવા ના પાડે છે) તે પછી આપણે એકવાર ગમે તેવા કીંમતી નીવડેલા અને વસ્તુતઃ કીંમતી નીવડી શકે તેવા તપ અને પરિષહોના વારસાનું મિથ્યાભિમાન કરવું છોડી દેવું જોઈએ. તપ અને પરિષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટે ભાગે આપણું કરતાં વધારે ગૂંચમાં છે, મોટા કલેશમાં છે, ભારે અથડામણના જોખમમાં છે. સાથે સાથે સમાજને મોટે ભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલ છે. કયાં ! એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામો અને કયાં ! એ કીંમતી વારસાને વ્યર્થ અને નાશકારક રીતે વ્યય ! જે જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણે સમાજને જીવિત શાંતિ WWW.jainelibrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ એ શું છે ? ૪૯ અપ હેત, અથવા હજી પણ અર્પતા હતા, તે વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણું હોવા છતાં આપણે ઉંચું માંગું કરી એમ કહી રક્ત કે અમે આટલું તે કર્યું છે, પણ એક બાજુ આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજુ આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈએ તો આપણે પિતાને મોઢે જ કબૂલ કરીએ છીએ એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરિષહોમાંથી પરિણામ મેળવવાની કૂંચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસો જે હજારો વર્ષો થયાં મળ્યો છે અને જે કીંમતી લેખાય છે તે ફેંકી દે? અગર તો તે મારફત શું કરવું ? તેનાથી પરિણામ સાધવાની શી કુંચી છે? આ પ્રશ્નોના જવાબમાં જ પ્રસ્તુત ચર્ચા પુરી થઈ જાય છે. સમયે સમયે નવાં નવાં બળે પ્રગટે છે, અને ક્ષેત્રે ખુલ્લાં થાય છે. એક જ વસ્તુનો ભિન્નભિન્ન સમયમાં અને ભિન્નભિન્ન ક્ષેત્રમાં જુદા પિગ થઈ શકે છે, આજે ભારતવર્ષને સાચા તપ અને પરિષહની જરૂર ઉભી થઈ છે. આપણો સમાજ તપ અને પરિષહાથી ટેવાયેલ છે. જે એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઉઘડતી હોય તે પછી એનાથી વ્યાવહારિક આંખ તો ઉઘાડવી જ જોઈએ ! અને કપ કે પરિષહો દ્વારા કોઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય મારે જે દૃષ્ટિ હોય તો તેનાથી આધ્યાત્મિક પરિણામ એ આવે જ છે ભગવાનનું તપ દ્વિમુખી છે. જે એને આચરનારમાં જીવનની કળા Rય તે તે મેટામાં મોટું વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત રાધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબીતી માટે પિીજી બસ છે, એમના તપે અને પરિષહાએ રાજકીય અને સામાજિક તમાં કેવાં કેવાં પરિણામ આણ્યાં છે, કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિઓ માવી છે અને લેકમાનસમાં કેટલે પલટ કર્યો છે ! તેમ છતાં તેમણે પોતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના ઉલટુ એમણે એ તપ અને પરિષહાની મદદથી જ પેાતાનું આધ્યાત્મિક જીવન પશુ ઉન્નત બનાવ્યું છે. એક જણુ તપ અને પરિષહાથી આધ્યાત્મિક તેમજ આધિભાતિક અને પ્રકારનાં પરિણામા સાથે, અને ખીજાએ એ વડે એમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ-પરિષહતી કે એના આચરનારની ? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની. આપણે આપ્રણા એ વારસાના ઉપયાગ રાષ્ટ્રના અભ્યુદ્ય અર્થ કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યુદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હાય તા વચ્ચે કાણું આડું આવે છે ? પણ ન નાચનારીને આંગણું વાંકું—એ ન્યાયે આપણાં આળસી અંગા આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાÖમાં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તેા ભાગભૂમિકા છે અને અમે તેા આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભાગભૂમિકામાં પડીએ તા એ શી રીતે સધાય ખરેખર આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હાય, જેને કરી છુટવું હાય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશા જ વિરાધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે; તેમ ઇચ્છા અને આવડત હાય તા રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે. અને જો ઇચ્છા અને આવડત ન હેાય તા . આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઉલટું જ આવેઃ જેવું આજે દેખાય છે. ખાવીશ પરિષઢામાં ભૂખ તૃષા, ટાઢ તડા, જીવ જંતુ, માન અપમાન વગેરેનાં સંકટા મુખ્ય છે. એ સંકટાથી પેાતાને વધારેમા વધારે ટેવાયેલ માનનાર એક મોટા શ્રમણવર્ગ દેશને સદ્ભાગ્યે મેાજીદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિસ અને સત્યપ્રિય યાદ્દાઓમાં એ જ ગુણ્ણાની વધારે અપેક્ષા રહે છે. આ ગુણી જૈન વર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને Page #66 -------------------------------------------------------------------------- ________________ - તપ અને પરિષદ્ધ એ શું છે ? ૫૧ અન્યાયના વિજય માટે સૈનિકાની જરુર હાય ત્યારે તે ધર્માંયુદ્ધમાં એ પરિષહસહિષ્ણુએ જ માખરે હાવા જોઈએ. એમ તે કાઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઇતી કે નથી ગમતી ! અગર તા એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કાઇ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહુન કર્યો વિના મળી શકે. જો આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે—ખાસ કરી તપ અને પરિષહ સહેવાની શક્તિ ધરાવનાર– દેશકામાં વધારે ભાગ આપીએ. લડાઇ મારવાની નિહ પણ જાતે ખમવાની છે. જેલા હાય કે ખીજું સ્થળ હાય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજના ખરા સેવક. બહેન હૈ। કે ભાઇ હા, જે ખમી ન જાણે તે આજ કાળા આપી ન શકે. જૈન ત્યાગી વર્ગ અને ગૃહસ્થ વર્ગ ખીજાને મારવામાં નહિ પણ જાતે સહન કરવામાં પેાતાને ચડિયાતા માને છે, અને ખીજા પાસે મનાવે છે. એટલે તેની આજના યુદ્ધપરત્વે તેમાં ઝુકાવવાની એવડી ફરજ ઉભી થાય છે. કાઈ સાચેા આચાર્ય કે સામાન્ય મુનિ, કલાલને અને પીનારને સમજાવતાં શાંતિ અને પ્રેમથી સમજાવતાં જેલમાં જશે. તા ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તભૂમિ બનશે. લૂખુ પાખું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તા એ એને અધરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નહેરુ જેવાને પાડવા પડે છે તે ટેવ જૈન ગુરુને તા સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે તેશ્વરથી નીકળ્યા ત્યારે જ કપડાંના પરિષષ્ઠ તેણે સ્વીકાર્યો છે. હવે જો ખાદી પહેરવી પડે તે એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે તા ત્યારે થયું કહેવાય કે જો એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લગેટભર રહી ટાઢ, તડકા અને જીવજંતુને ઉપદ્રવ સહન કરે. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નમ્ર રહીને પણ Page #67 -------------------------------------------------------------------------- ________________ પર પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન પિતાના ગુરુઓનાં અંગ ઢાંકશે! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બન્ને પ્રકારને અભ્યદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જેન ભાઈ અને બહેનોને અને ગુરુ વર્ગને જેટલે અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી. માત્ર રાજ્ય મેળવવામાં નહિ પણ તેને ચલાવવા સુદ્ધાંમાં પરિષહો સહન કરવા પડે છે. સાચું હોય કે ખોટું એ તેઓ જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે “હિંદુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ન જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ !” એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટો આપણું દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપના ભારે અભ્યાસી છે એમને હિંદુસ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઉભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડયા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સુવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદુકની સંગીને નહિ ખુંચે. જે પગપાળા ચાલવાના અને લૂખુંચૂકું ખાવાના તેમ જ એકવાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસના દિવસો સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સોલજોને કે કે વાઈસરોય સાહેબ સુધીના અમલદારને આપણે આપણું માટે શા સારુ આપણું દેશમાં મુશીબત સહન કરવા દેવી જોઈએ? ભલે તેઓ ઇંગ્લેંડમાં જઈ શાંતિ ભેગવે. ખાસ કરી આપણે બધા જ Page #68 -------------------------------------------------------------------------- ________________ તપ અને પરિષહ એ શું છે? ૫૩ સમાજમાં સ્ત્રી અને પુરુષમાં તપ કરવાનું અને ખમીખાવાનું અસાધારણ બળ પડયું હોય ત્યારે આપણે આપણું માટે પરદેશના લોકેાને શા માટે હેરાન કરવા જોઈએ ? એટલે આજે સ્વરાજ્ય મેળવવામાં કહે કે તેને સાચવવામાં કહે, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તો એટલી જ છે કે તેને ઉપયોગ કેઈ નિશ્ચિત ઉદેશમાં વ્યવસ્થિત રીતે થતો નથી. ફક્ત આપણું દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આફતો સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેને ધારે તો એટલા જ બળના વ્યવસ્થિત અને વિચારપૂર્વક ઉપયોગથી પુરુષોની જરાપણું મદદ સિવાય સ્વરાજ મેળવી શકે. કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા ઉપર જ, અને સહનશીલતા ઉપર જ અવલંબેલી છે,–જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણે હજાર વર્ષના વારસાને સુંદરતમ ઉપગ કરવાની તક પ્રાપ્ત થઈ છે, એને ઉપયોગ કરો અને એ દિશામાં વિચાર કરવો એમાં જ આપણું આ પર્યુષણની આંશિક સફળતા છે. કોઈ એમ ન ધારે કે અત્યારે આ જે મેજું ચાલી રહ્યું છે, તેનો લાભ લઈ બોલનારાઓ તપ અને પરિષહ જેવી આધ્યાત્મિક કીંમતી વસ્તુઓને વેડફી નાખવા માગે છે. ખાત્રીથી માનજે કે અહીં એ વાત જ નથી. અહીં તે ઉદ્દેશ એટલી છે કે જે બળ આપણુમાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેનો અત્યારે આધ્યાત્મિક, કે આધિભૌતિક ક્ષેત્રમાં કશો જ ઉપયોગ નથી થતા તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કીંમત સિદ્ધ કરવી. જે એમ થાય તે દુનિયાની દષ્ટિમાં જૈન તપ અને પરિષહનું કેટલું મહત્વ વધે? ફક્ત મહાત્માજીએ પિતાના આચરણદ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારી મૂકયું છે? આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો કીંમત છે કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બને આત્યંતર તપ છે. તો પછી આપણે સમાજમાં ઉપવાસ અને બીજાં તેવાં અનેક તપે ચાલે છે તે બધાંની સાથે ચારિત્ર અને જ્ઞાનનો સુયોગ કરી, એનો લેકગમ્ય ઉપયોગ કરીએ તો શું એ તપની કીંમત ઘટવાની કે વધવાની? એટલે તપનું ખરું ઊજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પોતાના સાત, ચૌદ કે એકવીશ ઉપવાસનું એક પાઈના ખર્ચનું ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસોએ મોટામેટા દૂતને આકર્ષ્યા. કારણ શું છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લોકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દૃષ્ટિ હતી. આજે આપણે આશા રાખીએ કે આપણું તપસ્વિવર્ગમાં અને પરિષહ ખમનાર, માથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉધાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગવર્ગમાં એ શક્તિ તેમ જ ભાવના ઉતરે ! તા. ૨૩-૯-૩૦ સુખલાલ Page #70 -------------------------------------------------------------------------- ________________ માં કુદરતી સકળ નમણી હો સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈપણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન છતાં જ્યાં કેાઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઈમારતની, સ્થાપત્યની મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણું હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઉભાં થઈ જાય છે. ગામ અને શહેરે ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે બીજા જળાશયો અને નાના મોટા પહાડે એ જ મોટે ભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ, કેટલાંક સુંદર તીર્થો ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશયો પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્થાન કે પશ્ચિમ હિંદુસ્થાન, દક્ષિણ હિંદુસ્થાન કે ઉત્તર હિંદુસ્થાન જ્યાં જાઓ ત્યાં જેનેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડોની ઉપર જ આવેલાં છે. માત્ર વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંબર સંપ્રદાય સુદ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડની જ છે. જ્યાં શ્વેતાંબરેને જરાપણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાંક ખાસ દિગંબરનાં તથા દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાનો પસંદ કરતા. વળી ભક્તવર્ગ હો Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાના વિકાસ ઉપરથી જાણી શકાય છે, ગમે તેટલું ભેગમય અને ધમાલી જીવન ગાળ્યા પછી પણ છેવટે અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક માણસ આરામ અને આનંદ માટે કયાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દેડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ. તીર્થોનું બધું તેજ અને મહત્ત્વ એ આજે મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે. કોઈ જમાનામાં અને તે પણ ક્યાંક ક્યાંઈક તીર્થસ્થાનમાં વિદ્યાની પ્રતિષ્ઠા, પ્રચાર અને વિદ્વાનોની કાયમી ગોછી ભલે રહી હોય, પણ આજે તે કાશી જેવા એકાદ સ્થળને બાદ કરીએ તો તીર્થસ્થાનમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદ હાય, વિચારકેની ગણી હોય, અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકે આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જેન વિદ્યામઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય, અને પિતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણુયતામાં કાં તો તપ અને કાં તો વિદ્યા અને કાં તે બન્ને ચેતના પૂરે છે જ્યારે, આજના આપણું તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધા જ જાણે છો મૂર્તિની માન્યતા અને પૂજા આ દેશમાં બહુ જ જૂનાં છે. દેવોની અને પ્રાણુઓની પૂજા પછી, મનુષ્યપૂજાએ કયારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું આજે કઠણ છે. છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વીજીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાનપુરુષના WWW.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ સાધુસસ્થા અને તી સંસ્થા ૫૭ સંધાના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂર્તિપ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબીત કરવાને પૂરતાં સાધના છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષાત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તેા કેટલા પ્રમાણમાં અને કેવી તે આપણે નથી જાણતા. • પણ્ જૈન અને બાહસંધની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રયાર પછી રામ અને કૃષ્ણની પૂજન વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિષે કશી જ શંકા નથી. જેમજેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષા તરીકે પૂજાવા લાગ્યા તેમતેમ પક્ષીએ દેવદાનવા અને ક્રામળ તેમજ ભય કર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતી ગઈ, તેમ છતાં હજી પણ એનાં અવશેષા તા છે જ. તીર્થાંના વિકાસમાં મૂર્તિપ્રચારના વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિનિર્માણકળા અને સ્થાપત્યકળા સંકળાયલાં છે. આપણા દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ છે, અને જે માહકતા છે તે તીર્થ સ્થાને અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભાગસ્થાનામાં સ્થાપત્ય આવ્યું છે ખરું; તેનું મૂળ ધર્મસ્થાના અને તીય સ્થાનામાં જ છે. જેનેાનાં તીર્થો એ કાંઈ એ પાંચ કે દશ નથી પણ સેકંડાની સંખ્યામાં અને તે પણ દેશના કાઈ એક જ ભાગમાં નહિ પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારે તરફ મળી આવે છે. એ જ એક વખતના જૈનસમાજના વિસ્તારના પૂરાવે છે. જૈનતોોની ખાસ એક સંસ્થા જ છે, જો કે આજે દિગંબર અને શ્વેતાંબર એ એ ભાગમાં તે વ્હેંચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણુસે કાયમને માટે રાકાયલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી ખાતામાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરે અને સાચેા ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હાય તા એમ કહી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યા શકાય કે એ સંસ્થાની પાછળ પાંચ હજારથી ઓછા કાયમી માણ નહિ હોય, અને જુદીજુદી અનેક બાબતમાં પચાસ લાખથી એ ખર્ચ થતો નહિ હોય એ સંસ્થાની પાછળ કેટલીક જગે જમીનદારી છે, બીજી પણ સ્થાવર જંગમ મિલ્કત છે અને રે નાણું, સોનું, ચાંદી તેમ જ ઝવેરાત પણ છે. ઘરમંદિરે ૨ તન ખાનગી માલિકીનાં મંદિરને બાજુએ મૂકીએ તે પણ જે ઉપર નાના મેટા સંઘની માલીકી હોય, દેખરેખ હોય એ સંઘમાલિકીના મંદિરોના નાના મોટા ભંડારો હોય છે. એ ભંડાર નાણુનું ખાણું ભંડેળ હોય છે, જે દેવદ્રવ્ય કહેવાય છે. ફ વેતાંબર સંઘની માલિકીનું દેવદ્રવ્ય અત્યારે ઓછામાં ઓછું એક ક જેટલું તો આખા હિંદુસ્તાનમાં ધારવામાં આવે છે. એમાં શું નથી કે આ દેવદ્રવ્ય એકઠું કરવામાં તેની સારસંભાળ રાખવામાં અને તે ભરપાઈ ન જાય તે માટે ચાંપતા ઈલાજે લેવામાં જેને ખૂબ ચાતુરી અને ઈમાનદારી વાપરી છે. હિંદુસ્તાનમાંના બી. કોઈપણ સંપ્રદાયના દેવદ્રવ્યમાં જેનસંપ્રદાયના દેવદ્રવ્ય જેટલી ચેખ તમે ભાગ્યે જ જેશે. એ જ રીતે દેવદ્રવ્ય એના ઉદ્દેશ સિવાય બી ક્યાંઈ ખર્ચાય નહિ, વેડફાય નહિ, અને અંગત કેાઈ એને પચા ન જાય એ માટે પણ જૈનસંઘે એક નૈતિક અને વ્યાવહારિક સું વાતાવરણ ઉભું કર્યું છે. જેને બચ્ચો દેવદ્રવ્યની એક પણ કે પિતાનાથી બને ત્યાંસુધી, પોતાના અંગત ભોગમાં વાપરવા કદી રહે કે તૈયાર હોતો નથી. એમ કરતાં એ, સંસ્કારથી જ બહુ ડરે. અને કાંઈક સામાજિક બંધારણ પણ એવું છે કે કેાઈએ દેવદ્રવ્ય પચા એમ જાણ થતાં જ એની પાછળ સંઘ અથવા સાધુઓ પડે ! અને એ વ્યક્તિને જવાબ દેવે ભારે થઈ પડે છે. દેવદ્રવ્ય હડપ જવાના કિસ્સા મળી આવે ખરા પણ તે ન છૂટકે જ. અથવા જ્યાં હાથમાં કાંઈપણ બાજ ન રહી હોય ત્યારે જ. તીર્થસંસ્થા સાથે મૂર્તિને, મંદિરને, ભંડારને અને ! નીકળવાને, એમ ચાર ભારે મનોરંજક અને મહત્ત્વના ઈતિહાસ Page #74 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા મકડાં, ધાતુ અને પત્થરે મૂર્તિ અને મંદિરમાં, કેવી કેવી રીતે, યા કયા જમાનામાં, કેવો કેવો ભાગ ભજવ્ય, એક પછી બીજી વિસ્થા કેવી કેવી રીતે આવતી ગઈ, ભંડારોમાં અવ્યવસ્થા અને ગરબડ. આવી રીતે આવ્યા, અને તેની જગાએ પાછી વ્યવસ્થા અને નિયંત્રણ વી રીતે શરુ થયાં, નજીકનાં અને દૂરનાં તીર્થોમાં હજારે અને ખિ માણસેના યાત્રાએ કેવી રીતે જતા અને એની સાથે એ શું શું કામ કરતા એ બધો ઈતિહાસ ભારે જાણવા જેવો હોવા છતાં આપણે આજની મર્યાદાની બહાર છે. - ત્યાગ, શાંતિ અને વિવેક કેળવવાની પ્રેરણામાંથી જ આપણે કીર્થો ઉભાં કર્યો છે. અને ત્યાં જવાનું તથા તેના પાછળ શક્તિ, સંપત્તિ અને સમય ખર્ચવાનો આપણો ઉદ્દેશ પણ એ જ છે. તેમ છતાં આજે આપણે તીર્થસંસ્થાદ્વારા એ ઉદેશ કેટલો સિદ્ધ કરીએ છીએ, એ તમે જ વિચારે. વેતાંબર, દિગંબર બન્ને ફીરકાઓને આજે પોતાનું પરાક્રમ બતાવવાનું અને કુસ્તી ખેલવાનું એક માત્ર ધામ તીર્થો જ રહ્યાં છે. એમનો મઝિયારે બીજી કઈ બાબતમાં હવે રહ્યો નથી અને જે કાંઈ રહ્યો હોય અથવા મઝિયાર ન હોવા છતાં, મઝિયારા૫ણુને ફાંસે ઉભો કરતા હોય તો તે માત્ર તીર્થોમાં જ છે. પ્રસિદ્ધ એવું એકે તીર્થ નથી કે જયાં બને પક્ષને ઝઘડો ન હોય, અને જેને માટે કેટે ન જતા હોય. મારે જરા પણ તરફદારી કર્યા સિવાય અને કોઈ પક્ષપાતનો આરોપ મૂકે તો તેનું જોખમ ખેડીને પણ સ્પષ્ટ અને છતાં નમ્રપણે કહેવું જોઈએ કે જયાં જ્યાં માત્ર દિગંબરનું આધિપત્ય પહેલાં હતું અથવા હજી છે ત્યાં એક સ્થળે વેતાંબર મઝિયાર કરવા ગયા નથી, જ્યારે દુઃખની વાત એ છે કે દિગંબરે એટલી તટસ્થતા સાચવી શકતા નથી. માત્ર તાંબરનું આધિપત્ય પહેલાં હતું અને હજી પણ છે, એવાં તીર્થો સુહામાં તેઓ જાણે ધર્મની ભારે પ્રભાવના કરતા હોય તેમ 4ખલગીરી કરવા જાય છે અને પરિણામે ઝઘડા થાય છે. ક્યારેક Page #75 -------------------------------------------------------------------------- ________________ આ પર્યુષણ પર્વનાં વ્યાપ એક તે કયારેક બીજો પક્ષ જિતે છે. જિતને આધાર પૈસા લડનારાઓની કુશળતા ઉપર જ છે, સત્ય ઉપર નથી. વળી એ મુદ્દા પર એક પક્ષ આજે તો બીજો પક્ષ કાલે જિત મેળ અને પોતાની જિતમાં થાય તે કરતાં સામાની હારમાં તેમને ! ખુશાલી ઉપજે છે. બન્ને સંપ્રદાયના અનુયાયીઓના મનમાં સંસ્કાર પડ્યા છે અને પોષાય છે કે જ્યારે કોઈપણ એક તી તકરારને ફેંસલે પિતાની વિરુદ્ધ થયો છે એમ સાંભળતા વે પિતાની અંગત મિલ્કત જવાના દુઃખ કરતાં પણ વધારે દુઃખ આઘાત લેક અનુભવે છે. અને એ દુઃખ અને આઘાતમાંથી ! ફરી લડવા કે લલચાય છે, નાણું ભરે છે અને બુદ્ધિ ખર્ચે આ રીતે એકબીજાની વારાફરતી હારજિતનાં ચક્રો સતત ચાલ્યા, છે અને એમાં બુદ્ધિ, ધન અને સમય ત્રણે નિરર્થક દળાઈ જાય એ દળણ–આટાનો ફાયદો બેમાંથી એકેને ભાગે નથી આવતું. પૂરે ફાયદો એ ચક્કી ચલાવનાર આજનું રાજતંત્ર ઉઠાવે છે. શકે અને હુણોના પછી મુસલમાને આવ્યા, તેમણે જેમાં અને મંદિર ઉપર હથોડા ચલાવ્યા, એમાંથી બચવા આપણે ફરમ પણ મેળવ્યાં અને કયાંક ક્યાંક પરાક્રમ પણ કર્યા. આજ આ માનીએ છીએ કે આપણું તીર્થો અને મંદિરે સુરક્ષિત છે. સાચે ઉપરથી જોનારને એમ લાગે પણ ખરું કારણ કે અત્યારે હું આપણું મંદિરે કે મૂર્તિઓ સામે આંગળી ઉઠાવતાં પણ વિર કરે છે. તેમ છતાં જરાક ઉંડા ઉતરીને જોઈએ તો આપણે લાગશે કે આપણું તીર્થો આજે જેવા ભયમાં છે તેવા ભયમાં પહે કદી નહોતાં. કોઈ ગિઝની, કાઈ અલાઉદ્દીન કે કાંઈ ઔરંગ આવતો તો તે કાંઈ ચારે ખૂણે ફરી નહેતો વળતો અને જ પહોંચતો ત્યાં પણ કાંઈ ત્રણ સાઠ દિવસ કુહાડાએ નહે ચલાવતે. વળી જે કુહાડા અને હથોડાઓ ચાલતા તેનું દેખ પરિણામ એવું આવતું કે આપણે પાછા એ મૂર્તિ અને મંદિરો Page #76 -------------------------------------------------------------------------- ________________ ધુસંસ્થા અને તી સસ્થા ૬૧ દી સમરાવી લેતા અને ફરી એવા આધાતાથી બચવા ફળ અને વાપરતા; જ્યારે આ રાજતંત્ર આવ્યા પછી અને આપણી મૈં સ્વતંત્રતા સચવાવાનાં વચનેાની વારવાર રાજ્યકર્તાઓ ચી ધાષણા થયા પછી, આપણે એમ માનતા થઈ ગયા છીએ વેતા કાઈ મૂર્તિ કે મંદિર તરફ હાથ ઉગામતું નથી. એકહું એ શાંતિ રાજ્યકર્તાઓએ આપણને અર્પી એ બદલ થાડા આભાર માનીએ, પણ બીજી રીતે એમણે રાજ્યતંત્રની વણુ જ એવી કરી છે કે તમે પેાતાની મેળાએ જ પેાતાનાં મૂર્તિ | મદિરા પર થાડાએ ટીકા, કુહાડા મારા અને માથાં પણ. . બહારના કાઇ તીર્થજક ન આવે એવી વ્યવસ્થા તા કાર તમારી ધાર્મિક સ્વતંત્રતા સાચવવા ખાતર કરે જ છે. પ પેાતે જ પેાતાના તીભજક થાએ અને ધરમરથી પણ. માદ થાઓ ત્યારે તમારી વચ્ચે પડી તમારી થતી બરબાદી કાવવામાં સરકાર, ધામિ`ક સ્વતન્ત્રતામાં ડખલગીરી અને છે, એણે તંત્ર ઉભું કર્યું છે કે તમે પાતે જ રાત અને દિવસ એક નાં મૂતિ અને મંદિશ તાક્યા કરી અને કહ્યા કરે કે આ મતંત્રમાં અમારી ધાર્મિક સ્વતંત્રતા સલામત છે. સીધી રીતે અમલદાર કે કાયદા તમને નથી કહેતા કે તમે તમારાં જ ઉપર હશેાડા મારે., પણ એ ધાર્મિક સ્વતંત્રતાનાં રાજકીય નાની મેાહની જ એવી છે કે તમે હંમેશાં એકખીજાનાં મૂર્તિ મશિ તાક્યા કરે અને અંદાઅંદર લયા કરા. ક્યારેક થી હરખાઈ અને ક્યારેક હારથી નાખુશ થઈ હુંમેશાં તમે નિ તૈયાર રહા એ આજની રાજનીતિ છે. આ રાજનીતિને ન વાથી જ આપણે પ્રીવીકૈસીલ સુધી દોડીએ છીએ અને જાણે યેલા ગણાતા સાંપ્રદાયિક વકીલાને એ સિવાય બીજું કામ જ ય અથવા એ સિવાય એક કાર્યમાં તેમને આસ્તિકતાની છાપ મળવાની હાય, તેમ તે આ દેશમાં અને વિલાયતમાં તીર્થાંની. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને લડાઈમાં પિતાની બધી જ શક્તિ ખચ રહ્યા છે. આપણું દેશી સૌથી મેટ સત્યને ઉપાસક પેદા થયો છે એમ તે વકીલો એ આગેવાન પૈસાદાર માને છે. છતાં તકરારનો ચુકાદે એમને મ એમને હાથે કરતાં બીજા કોઈને હાથે વધારે સારો થવાનો સંભ દેખાય છે. આપણી અપાર મૂર્ખતાએ હજી આજના રાજતંત્ર સ્વરૂપ આપણી સામે આવવા નથી દીધું. પણ છેલ્લાં ત્રીશ વર્ષ તીર્થોની હારજિતને ઈતિહાસ જે આપણે વાંચીએ અને અત્યા કયાં કયાં અને કેવી કેવી રીતે આવા ઝઘડાઓ ચાલે છે, તે કે ચલાવે છે, કેમ પોષાય છે, અને એના મૂળ વાંધાઓ શા છે જે જાણીએ તો આપણને આપણું મૂર્ખતાના ભાન ઉપરાંત મૂર્ખતાનું પિષણ કરનાર, અને છતાં ધાર્મિક સ્વતંત્રતાનો * આપનાર રાજતંત્રની નીતિનું ભાન પણ થાય. પરંતુ આપણામાં કોઈ આ દષ્ટિએ આ વસ્તુ વિચારતા જ નથી. ખરી વાત તે છે કે ઝનુની મુસલમાનોના રાજ્યકાળ દરમ્યાન તેમને હાથે થયે નુકસાન કરતાં, આ રાજ્યકાળ દરમ્યાન આપણે, આપણે હાથે તીર્થરક્ષા નિમિત્તે તીર્થનો અને તેના ઉદેશનો વધારે દવંસ કર્યો છે અને હજુ આ રાજતંત્રને ધાર્મિક સલામતીવાળું માની વધારે આ વધારે એ નાશ કર્યો જ જઈએ છીએ. આ બધા ઉપરથી જે ફલિ થાય છે તે એ છે કે અત્યારે જ આપણું તીર્થો વધારે જોખમમાં છે આ તે બરબાદીની વાત થઈ, પણ આ તીર્થસંસ્થા મારફ આપણે કેટલું વધારે ઉપયોગી કામ કરી શકીએ તેમ છે એ પણ જાણવું જોઈએ. ભક્તિ અને આર્થિક ઉદારતા ઉપર જ તીર્થસસ નભે છે. સમાજને વિદ્યા, હુન્નર, ઉદ્યોગ અને બીજાં તે જ્ઞાનોની જરુર અનિવાર્ય છે. કોઈ પણ જમાનામાં જૈન તી નાલંદાના કે વિક્રમશીલાના વિદ્યાલયની સુગંધ નથી અનુભવી. અત્યા તે બીજે કોઈ પણ સ્થળે નભી શકે તે કરતાં વધારે સહેલાઈ કેટલાંક તીર્થસ્થાનેમાં વિદ્યાલય સારી રીતે નભી શકે. કેટલી આબુ જેવાં પ્રકૃતિ રમણીય જૈન તીર્થ છે કે જ્યાં અંગ્રેજો એ Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા બીજા લોકે વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણનો ફાયદો મહઠાવી રહ્યા છે, ત્યારે જેનોને એ વાત સૂઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે. જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે. બીજાનાં વિદ્યાધામે જોઈ રાજી થાય છે અને પિતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જેને કાશીમાં યાત્રાર્થે જાય છે પણ કોઈને ત્યાંની વિદ્યાગાછીની ખબર નથી, વિધાનની જાણ નથી, એ જાણવાની તેમને ઈચ્છા જ થતી નથી. યાંનાં વિદ્યાધામ કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી કારણકે એમણે પિતાનાં કાઈ પણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને કલ્પના એક જ છે અને તે એક તીર્થસ્થાનોમાં મંદિરો અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય, બીજું હોવાની શું જરૂર છે ? પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભકિત અને ઉદારતા જેવાં બળો દ્વારા સધાવી જ જોઈએ. અને જો વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસ વિદ્યાલયો ચાલતાં હોય, તેમાં બન્ને સંપ્રદાયના હજારે બાળકે ભણતા હોય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાને બ્રહ્મ આદર્શ તેમની સામે હેય તો સમાજને આ તકરાર પાછળ બળ ખર્ચવાની બહુ જ થોડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હતો ત્યાં સુધી માણસ પિતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજનો દેશધર્મ આપણને બે વાત શિખવે છે એક તો આ રાજતંત્રના માયાવી રૂપના ભોગ બની પોતાને જ હાથે પિતાનાં મૂર્તિ અને અને મંદિરને નાશ ન કરે; અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તે તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખો. આપણે તીર્થની લડાઈમાં જિતનાર પક્ષ માની લઈએ છીએ કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજીવાર બીજો પક્ષ તેમ માને છે, પણ બન્ને પક્ષ એ ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથ પગ Page #79 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જેવાં અંગેને જ સાચવવા પ્રાણ પાથરે છે, અને તેમાંથી ઊડી તાજ આત્માને બચાવવા કેાઈ જરા પણ જહેમત નથી ઉઠાવતું. એટલું જ નહિ પણ તેમને આ હાથપગને બચાવવાનો પ્રયત્ન જ ઉલટે શરીરમાંથી આત્માને ઉડાડી રહ્યો છે. જૈન તીર્થને આત્મા અહિંસા અને શાંતિ છે. લડાઈ મારફત આપણે એક પક્ષે જિત મેળવી એટલે તેણે હાથ બચાવ્યો, બીજાએ જિત મેળવી એટલે તેણે પગ બચાવ્યો; પણ બંનેએ હાથપગ બચાવવા જતાં તીર્થમાંથી આત્મા ઉડાડી દીધે, કારણ કે હમણાં હમણુની તાજી તીર્થની લડાઈએ તમને કહે છે કે તે નિમિત્તે મનુષ્યહત્યા સુદ્ધાં કરી ચૂક્યા છે, અથવા તે હત્યા થવામાં નિમિત્ત થયા છે. જે આ આત્મા જ ન હોય અને છિન્નભિન્ન અંગવાળું માત્ર કલેવર જ હોય તો હવે એ માટે શું કરવું અને શું ન કરવું એ કહેવાની જુદી જરૂર રહેતી નથી. જાણુને જ સાધુસંસ્થાની ચર્ચા પાછળથી કરું છું. આજની સાધુસંસ્થા એ ભગવાન મહાવીરને આભારી છે. પણ એ સંસ્થા તો એથીયે જૂની છે. ભગવતી જેવા આગમોમાં અને બીજા જૂના ગ્રંથોમાં પાર્થાપત્ય એટલે પાર્શ્વનાથના શિષ્યોની વાતો આવે છે. તેમાંના કેટલાક ભગવાન મહાવીર પાસે જતાં ખચકાય છે, કેટલાક તેમને ધર્મવિરોધી સમજી પજવે છે, કેટલાક ભગવાનને હરાવવા કે તેમની પરીક્ષા કરવા ખાતર તરેહ તરેહના પ્રશ્નો કરે છે. પણ છેવટે એ પાર્થાપત્યની પરંપરા ભગવાન મહાવીરની શિષ્યપરંપરામાં કાંતો સમાઈ જાય છે અને કાંતિ તેમાંના કેટલાક સડેલો ભાગ આપોઆપ ખરી જાય છે. અને એકંદર પાછો ભગવાનના સાધુસંધ નવે રૂપે જ ઉભો થાય છે, અને તે એક સંસ્થાના રૂપમાં ગોઠવાઈ જાય છે. તેના રહેણું કહેણીના, અરસપરસના વહેવારના અને કર્તવ્યના નિયમો ઘડાય છે. એ નિયમના પાલન માટે અને એમાં કોઈ ભંગ કરે તો એને શાસન Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬પ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં નિયમો ઘડાય છે. નાના મોટા અધિકારીઓ નિમાય છે. એ બધાનાં કામેની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગુચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણું વગેરેની મર્યાદાઓ અરસપરસના વ્યવહારે, કામના વિભાગો, એક બીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એક બીજા ગુરુની પાસે જવા આવવાના, શિખવાના, આહાર વગેરેના નિયમનું જે વર્ણન છેદસૂત્રોમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોના ડહાપણ વિષે અને દીર્ધદર્શિતા વિષે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ પણ આજ કાઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણનો અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. ' આ દેશના ચારે ખુણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમ્યાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરો થયો કે કેટલે ઘટાડે થે તેની ચક્કસ વિગત આપણી પાસે નથી. છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી તો એ સંસ્થામાં ઘટાડે નહેતો જ થયે-કદાચ વધારે થયે હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંએ ભિક્ષુણુઓ જૈન સાધુસંધમાં હતી, અને બીજા પરિવ્રાજક પંથમાં પણ સ્ત્રીઓ હતી, છતાં એટલું તે ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો અને એની વ્યવસ્થા વધારે મજબુત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઈચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંઘમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને તેમના પરિવર્તનમાં જૈન સાધુ એમ વિચાર કરતાં લાગે છે. સાધુસંસ્થા મૂળમાં હતી તેા એક, પણ પછી અનેક કારણે વહેંચાતી ગઇ. શરૂઆતમાં દિગંબર અને શ્વેતાંબર એવા એ મુખ્ય ભેદ પડયા. અને દરેક ભેદની અંદર બીજા અનેક નાના મોટા કાંટ પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતા ગયા, ચેામેર દેશમાં તેના વિસ્તાર થતા ગયા, અને નવનવી જાતા તથા લેાા તેમાં દાખલ થતા ગયા, તેમ તેમ સાધુસંસ્થા પણ વિસ્તરતી ગઇ અને ચેામેર ફાલતી ગઈ. એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હમેશાં એહેાવત્તો શિથિલાચારીને વ પણ થતા આવ્યા છે. પાસથ્થા, કુસીલ, જહા ં વગેરેનાં જે અતિજ્જૂનાં વર્ણન છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હાવાના પૂરાવા છે. કયારેક એકરૂપમાં તે ક્યારેક બીજારૂપમાં, પણ હંમેશાં આચારવિચારમાં માળા અને ધ્યેયન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતા જ આવ્યા છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે ત્યારે વળા કાઈ તેજસ્વી આત્માએ પેાતાના જીવનદ્વારા એમાં સુધારા પણ કર્યા છે. ચૈત્યવાસિ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતી જોરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એકવારના સુધારા અને જ્ઞાન, ત્યાગ તેમજ કવ્ય દ્વારા સાધુસસ્થાને જીવિત રાખનારા, તેનાજ વશો એચાર પેઢીમાં પાછા સ્ખલના કરનારા થાય અને વળી ક્રાઈ એ સ્ખલનાએ સામે માથું ઉંચકનાર આવી ઉભા રહે. આ બગાડીસુધારાનું ધ્રુવચક્ર જેમ બીજી સસ્થાઓમાં, તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એને જુદા ઈતિહાસ તારવવા હાય ! તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે. ૬૬ એમને સ્થાન આપવું પડયું. આ સંસ્થાની કાંઇક અસર અવશ્ય છે સાધુ એટલે સાધક, સાધક એટલે અમુક ધ્યેયની સિદ્ધિ માટે સાધના કરનાર તે ધ્યેયના ઉમેદવાર, જૈન સાધુએનું ધ્યેય મુખ્યપણે Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસ સ્થા १७ તે જીવનશુદ્ધિ જ નક્કી કરવામાં આવેલું છે. જીવનને શુદ્ધ કરવું એટલે તેનાં બંધનો, તેનાં મળે, તેના વિક્ષેપ અને તેની સંકુચિતતાઓ ટાળવી. ભગવાને પોતાના જીવન મારફત સમજદારને એવો પદાર્થપાઠ શીખવ્યો છે કે જ્યાં સુધી પોતે પિતાનું જીવન અંતર્મુખ થઈ તપાસી ન લે, શોધી ન લે, પોતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પિતે પોતાના ધ્યેયપરત્વે સ્પષ્ટ ભાન ન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દોરી શકે ? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્ત્વની બાબતમાં જે કાઈની દોરવણી કરવાની હોય તે તે પહેલાં, એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં, પોતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીને સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, નેહીઓ અને બીજા લેકેથી અલગપણું, કોઈપણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકહેણીના નિયમે એ બધું યોજાયેલું હતું. જેમ કેાઈ ખરા વિદ્યાર્થીને પોતાના ઉંડા અભ્યાસની સિદ્ધિ માટે ખાસ સ્થાનની, એકાંતની, કુટુંબ અને સગા સંબંધીઓના ત્યાગની, અને બીજી કેટલીક સગવડની જરૂર રહે છે, તેમ આધ્યાત્મિક જીવનની સાધનાના વિદ્યાર્થી જેન સાધુને માટે પણ છે. પરંતુ જેમ આજે ઉંમર થયા, પહેલાં અને બાપ કે મા બનવાની જવાબદારી સમજ્યા પહેલાં, છોકરાઓ અને કન્યાઓ બાપ કે મા બની જાય છે, તેમ સાધુસંસ્થામાં પણ બનવા લાગ્યું. પોતાના જીવનની ઉંડી વિચારણા કર્યા વિના કે, પાકી સ્થિરતા આણ્યા વિના જ મોટે ભાગે સાધુ વર્ગ ઉપદેશકના કામમાં પડી ગયો. એનું પરિણુંમ સમાજની દૃષ્ટિએ ગમે તે આવ્યું હોય, પણ એકંદર રીતે એથી સાધુસંસ્થાને તે નુકસાન જ થયું છે. જે સગવડ અને જે નિવૃત્તિનાં વિધાને જીવનની સાધના માટે કરવામાં આવ્યાં હતાં એ સાધના ઉડી જતાં કે ખસી Page #83 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જતાં, અથવા તેા અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડે અને એ નિવૃત્તિનાં સાધના તા જેમને તેમ સાધુસંસ્થા માટે ઉભાં રહ્યાં, ઉલટું ઘણીવાર તેા એ સગવડા અને એ નિવૃત્તિનાં વિધાને માં વધારા પણ ચયે, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાંતેા તદ્દન બાજુએ જ રહી ગયું અથવા કાંતા તદ્દન ગાણુ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન આ સાધુસંધના ઇતિહાસમાં ગૃહસ્થા કે રાજાઓને શાલે તેવાં સાધને, સગવડે અને લપકાએ સાધુની આસપાસ વીંટળાયલા જોઇએ છીએ. મૂળમાં તા રાજાઓને ખજાનેા એટલા માટે સોંપાયલા કે તેઓ પેાતાના ક્ષત્રિયાચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સોંપયલું કે તેઓ તેને પોતાના તેજથી કાબુમાં રાખ, અને જરુર પડે ત્યારે એ ખજાના અને લશ્કરના ઉપયાગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જો રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત રહે અને બળસંપન્ન રહે, તે આફત વખતે વધારે કામ આપે એટલા માટે ટાઢ તડકાથી બચાવવા છચામરની યાજના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યાં, કાઈ પુછનાર ન રહ્યું, યારે એ રાજાએ લશ્કર, ખજાના, ત્રયામર વગેરેને પાતાનું જ જ્ઞાનવા લાગ્યા, અને પેાતાના અંગત સાધન તરીકે એના ઉપયેાગ રેવા મંડયા. એટલું જ નહિ પણ પેાતાની આડે કાઈ આવે, તે એ સાધનના ઉપયાગ તેએ પ્રજા સામે પણ કરવા લાગ્યા, અને પેાતાનું પ્રજાપાલનનું ધ્યેય બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સોંપવામાં આવેલ સગવાના ભાગમાં જ પડી ગયા. જે વસ્તુ રાજા માટે સાચી છે-મનુષ્યસ્વભાવના ઇતિહાસ પ્રમાણે એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે ચેાજાયેલી સગવડા અને ધડેલાં વિધાના જ તેમના હાથમાં રહ્યા, અને એ સગવડાના ભાગમાં અને એ વિધાનના આચરણમાં જ તેમને Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તી સંસ્થા ૬ સાધુપણું સમજાયું. બીજાએ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુએ પશુ લેાકાને એમ જ જાણેઅજાણે સમજાવતા ગયા. પરંતુ એ ઉપરથી કાઈ એમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભાગી અને તદ્દન જડ બની ગઇ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષા પણ પાક્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની અહિષ્ટિ તા હતી છતાં આંતર્દષ્ટિ પણ ચૂકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતર્દષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઇ હતી અને બહિષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ હા છત એક બાજુ સમાજ અને કુળધમ તરીકે જૈનપણાના વિસ્તાર થત ગયા અને એ સમાજમાંથી જ સાધુએ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા. અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલા, ટેકરીઓ, શહેરની બહારના ભાગામાંથી સાધુગણુ લેાકવસતિમાં આવતા ગયેા. સાધુસસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઇ અનિચ્છાએ લેકસસજનિત કેટલાક દાષા સ્વીકાર્યાં હોય, તેા તેની સાથે જ સાથે તે સંસ્થાએ લેાકામાં કેટલાક પેાતાના ખાસ ગુણા પણ દાખલ કર્યાં છે, અને તેમ કરવાના ભગીરથ પ્રયત્ન કર્યાં છે. જે કેટલાક ત્યાગીએ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાના શુભ અને શુદ્ધ નૃત્યની નોંધ તા એમની સાથે જ ગઈ, કારણ કે એમને પેાતાના જીવનની યાદી ખોજાઆને સોંપવાની કશી પડી જ ન હતી. પણ જેએએ અંતર્દષ્ટિ હાવા છતાં કે ન હેાવા છતાં, અગર ઓછીવત્તી હાવા છતાં લાકકામાં પેાતાના પ્રયત્નના ફાળા આપેલા હતા તેની તેાંધ તા આપણી સામે વજ્રલિપિમાં લખાયલી છે. એકવારના ધરાધર, માંસભાજી અને મદ્યપાઇ જનસમાજમાં, જે માંસ અને મઘ તરફની રુચિ અથવા તેના સેવનમાં અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય Page #85 -------------------------------------------------------------------------- ________________ કામ તાજી અને ફરી અપ્રતિ ૭૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન કાંઈ સાધુસંસ્થાને ભાગે ઓછું નથી. લોકમાન્ય તિલકે કહેલું ગૂજરાતની જનપ્રકૃતિની અહિંસા એ જૈન ધર્મને આભારી છે, અને આપણે જાણવું જોઈએ કે જેન ધર્મ એ સાધુસંસ્થાને આભારી છે સાધુસંસ્થાનું રાતદિવસ એક કામ તો ચાલ્યા જ કરતું કે તેઓ જ્ય જાય ત્યાં સાત વ્યસનના ત્યાગનો શબ્દથી અને જીવનથી પદાર્થ શિખવે. માંસને તિરસ્કાર, દારૂની ધૃણું અને વ્યભિચારની અપ્રતિષ્ઠા તેમજ બ્રહ્મચર્યનું બહુમાન; આટલું વાતાવરણ લોકમાનસમાં ઉતારવામાં જૈન સાધુસંસ્થાને અસાધારણ ફાળો છે એની કોઈ ના પાડી શકે નહિ. જૈન પરંપરાએ અને બૌદ્ધ પરંપરાએ પેદા કરેલ અહિંસાનું વાતાવરણ મહાત્માજીને પ્રાપ્ત થયું ન હોત તો તેમને, અહિંસાનો આ પ્રયોગ શરૂ થાત કે નહિ, અને શરૂ થાત તો કેટલી હદ સુધી સફળ નીવડત એ એક વિચારણીય પ્રશ્ન છે. સાત વ્યસન છેડવવાનું કામ અવિચ્છિન્નપણે સાધુસંસ્થા ચલાવે જતી, એની અસર ઝનુની અને હિંસાપ્રકૃતિના આગંતુક મુસલમાનો પર પણ થયેલી છે. અને તે એટલી હદ સુધી કે ઘણું અહિંસાનાં કાર્યોમાં હિંદુઓ સાથે અને જૈનો સાથે મુસલમાનો પણ ઉભા રહે છે. કેટલાંક મુસલમાની રાજો અત્યારે પણ એવાં છે કે જ્યાં દયાની–ભૂતદયાની–લાગણી બહુ જ સુંદર છે. એટલે અત્યારની વર્તમાન સાધુસંસ્થાને તેમના પૂર્વજોએ બહુ જ કીંમતી ઉપજાઉ ભૂમિ સોંપી છે, અને શક્તિ હોય જેમાંથી ભારે પરિણામ નીપજાવી શકાય એ મહત્ત્વનો અલભ્ય વારસો સોંપ્યો છે. પણ આજ સુધી જેમ મળેલ વારસા ઉપર નભાતું અને સંતોષ માની લેવાતો તેમ હવે રહ્યું નથી. દેશવ્યાપી આંદોલન અને દેશવ્યાપી ફેરફારે શરૂ થાય, બંધાર મકાનને બદલે નદીના અને સમુદ્રના તટો જ સભાનું સ્થાન લે એટલું લેકમાનસ વિશાળ બને, ત્યારે એ વારસાને વિકસાવ્યા સિવાય અથવા એને નવી રીતે ઉપયોગ કર્યા સિવાય રહી. શકાય જ નહિ. આજે સાધુસંસ્થા બાંધેલાં મકાનમાં છે. તેમની પાસે Page #86 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા ૭૧ જનાર કુળધમી જેને જ હોય છે, જેમને જન્મથી જ માંસ, દારૂ તરફ તિરસ્કાર હોય છે. જે લેકે માંસ ખાય છે અને દારૂ છોડી શક્તા નથી, તેવાઓ તે સાધુ પાસે આવતા નથી. દેશમાં પશુરક્ષાની આર્થિક દૃષ્ટિએ પણ માંસનો ત્યાગ કરાવવાની, અને કતલ થયેલ ઢોરનાં ચામડાં કે હાડકાંની ચીજોના વાપરના ત્યાગ કરાવવાની ભારે જરુર ઉભી થઈ છે. આર્થિક અને નૈતિક બને દૃષ્ટિએ દારૂના ત્યાગની જરૂર તો માંસના ત્યાગની પહેલાં પણ આવીને ઉભી થઈ છે. દેશની મહાસભા જેવી સંસ્થાઓ જેમ બીજા સંપ્રદાયના તેમ જેન સંપ્રદાયના ધર્મગુરુઓને પણ આવું ન કરે છે અને કહે છે કે “તમે તમારુ કામ સંભાળે. દારૂત્યાગ કરાવવા જેવી બાબતમાં તો અમારે વિચાર કરવાપણું હોય જ નહિ, એ તો તમારો જીવન વ્યવસાય હતો અને તમારા પૂર્વજોએ એ વિષે ઘણું કર્યું હતું. તમે સંખ્યામાં ઘણું છો. વખત, લાગવગ, અને ભાવના ઉપરાંત તમારું ત્યાગી જીવન એ કામ માટે પુરતાં સાધન છે. એટલે તમે બીજાં વધારે નહિ તો ફક્ત દારૂ નિષેધનું કામ તે સંભાળી લે. આ મહાસભાની (આજ્ઞા કહે કે, આમંત્રણ કહો) ઘોષણું છે. આ ઘોષણનો ઉત્તર જૈન સાધુસંસ્થા શે આપે છે એના ઉપર જ એના તેજને અને એના જીવનને આધાર છે. ઘણું જેન ભાઈ બહેને અને ઘણીવાર સાધુઓ એમ કહે છે કે “ આજનું રાજ્ય જૈન ધર્મની સલામતી માટે રામરાજ્ય છે. બીજા પરદેશી આવનારાઓએ અને મુસલમાનોએ જેન ધર્મને આઘાત પહોંચાડ્યો છે. પણ આ અંગ્રેજી રાજ્યથી તો જૈન ધર્મને આઘાત પહોંચ્યો નથી, ઉલટું તેને રક્ષણ મળ્યું છે.” લેકેની આ માન્યતા કેટલી ખરી છે એ જરા જોઈએ. જેન સાધુઓની ખરી મિલ્કત, ખરી સંપત્તિ, અને ખર વારસે તો એમના પૂર્વજોએ ભારે જહેમતથી તૈયાર કરેલું દારૂત્યાગનું વાતાવરણ એ જ હતા; અને એ જ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭ર પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને હોઈ શકે. અત્યારે માંસ અને અફીણ જેવી બીજી ત્યાજ્ય વસ્તુઓની બાબત ન લઈ માત્ર દારૂની જ બાબતમાં જોઈએ કે એના ત્યાગનું હજાર વર્ષના વારસા ઉપર, આ રાજ્ય પછી શી અસર થઈ છે. જે વિચાર કરતાં અને પુરાવાઓથી જૈન સાધુઓને એમ લાગે છે તેમને જનતાગત દારૂત્યાગને વારસ, આ રાજ્ય આવ્યા પછી નવું અને નાબુદ થવા લાગ્યા છે, તો પછી એમણે વિચારવું જોઈશે કે આપણે જે જેનધામની સલામતી આ રાજ્યમાં માની રહ્યા છીએ તે સલામતી કયા અર્થ માં છે ? મંદિર અને મૂર્તિઓ ઉપર કુહાડાઓ ને પડે. ભંડારે ન લૂંટાય, પણ જે હજાર વર્ષથી જનતામાં પેદા કરેલું નૈતિક ધન જ નાશ પામે, (જેને માટે જ મંદિર, મૂર્તિઓ અને ભંડારો હતા) તે આપણે શી રીતે કહી શકીએ કે આપણે ધર્મ–આપણો ધાર્મિક વારસો સલામત છે ? કોઈ દુષ્ટ પુરુષ, કોઈ બાઈનાં ઘરેણાં, કીંમતી કપડાં અને તેના કેમળ અંગોને જરા પણ નુકસાન પહોંચાડ્યા સિવાય જે તેની પવિત્રતાનો નાશ કરે છે તે માણસના હાથમાં તે બાઈ સલામત રહી ગણાય કે જોખમાઈ ગણાય ? બીજી રીતે પણ આ વસ્તુ સ્પષ્ટ સમજે. ધારો કે કોઈ પરાક્રમી અને ધૂર્ત માણસ તમને તમારું ધન લૂંટી લેતી વખતે એટલું પૂછે કે કાંતે તમે તમારા નૈતિક ગુણમાં બરબાદ થાઓ એટલે મારી ઈચ્છા પ્રમાણે વર્તી તમે તમારું નતિક જીવન ભ્રષ્ટ કરે, અને કાંતે મંદિર મૂર્તિ અને ખજાનાઓ મને સોંપી aો અને નૈતિક જીવન તમારી ઈચ્છા પ્રમાણે ગાળો. જે આ બેમાંથી એક જ માગણું પસંદ કરવા જેવી છેક જ લાચાર સ્થિતિ હોય તો તમે બધા જૈન ભાઈઓને પૂછી શકાય કે તમે મંદિર, મૂર્તિ અને ખજાનાઓ સોંપી દઈ નૈતિક જીવનની પવિત્રતા હાથમાં રાખો કે, એ જીવન એને સોંપી દઈ મંદિર મૂર્તિ અને ખજાનાઓ બચાવી રાખો? ખાસ કરીને આ પ્રશ્ન સાધુસંસ્થા સામે હોય તે તે શે ઉત્તર વાળશે? હું નથી ધારતો કે Page #88 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા ૭૩ આજની છેક નિસ્તેજ સ્થિતિમાં પણ એક પણ જેનસાધુ નૈતિક જીવનની પવિત્રતાને સર્વશ્રેષ્ઠ ન માનતા હોય. આપણું દેશના ઇતિહાસમાં એવા સેંકડો દાખલાઓ છે કે જેમાં બ્રાહ્મણે એ અને બીજાઓએ પિતાના પવિત્ર સંસ્કારે સાચવવા ખાતર બધી જ માલમિલ્કત અને ધર્મસ્થાન અને ખજાનાઓ પણ દુશ્મનોને સેપ્યા છે. એમણે દીર્ધ દૃષ્ટિથી જોયું કે જે શુદ્ધ સંસ્કારે કાયમ હશે તો બહારની વિભૂતિઓ કાલે આવીને ઉભી રહેશે, અને એ નહિ હોય તો પણ પવિત્ર જીવનની વિભૂતિથી કૃતાર્થ થઈશું. કાલિકાચાર્ય કઈ સ્કૂલ માલમિલ્કત માટે નહેતા લડયા પણ એમની લડાઈ જીવનની પવિત્રતા માટે હતી. આજે જૈન સાધુઓને ભારેમાં ભારે કીંમતી સપ્ત વ્યસનના ત્યાગને વાર જોખમમાં છે, એટલું જ નહિ પણ નાશના મુખમાં છે અને ખાસ કરીને રાજતંત્રને લીધે જ એ વારસો જોખમાયેલો છે, એવી સ્થિતિમાં કોઈ પણ જેન, ખાસ કરી સાધુગણ આ રાજ્યને ધાર્મિક સલામતીવાળું રાજ્ય કેમ જ માની શકે? જે અત્યારના ધીમાન સાધુઓને એમ લાગે કે, ધાર્મિક સ્વતંત્રતાના મહિક બંધારણ નીચે ચાલતી એક દિવસના એક લાખ પશુઓની કતલ, અને ઘેરઘેર સરળતાથી પહોંચી શકે એવી દારૂની પરબ, અને એની સાથે સાથે વધેલા વેશ્યાવાડાઓની દ્વારા સુંદર જૈન ધર્મના વારસાને ચોમેર નાશ થઈ રહ્યો છે, તો પછી આજની સાધુસંસ્થાને છે ઉપયોગ કરવો એ પ્રશ્નનો નિકાલ તેઓ કરી શકશે. જેન સાધુઓને સસ વ્યસનને ત્યાગ કરાવવા જેટલું બીજું પ્રિય કામ નથી હોતું. એમની સામે આવનાર નાનકડા શા વર્ગમાં આ પરત્વે કરવાપણું કશું જ નથી, એટલે તેમનું કર્તવ્ય ક્ષેત્ર કાંત પીઠા પાસે અને કાંતે પીનારાઓના લત્તાઓમાં ઉભું થાય છે. આજે દારૂ નિષેધની પ્રવૃત્તિમાં જે લકે કામ કરે છે તે બધા કરતાં એ બાબતમાં સિદ્ધહસ્ત થયેલા જૈન સાધુઓ વધારે સારી રીતે કરી શકે એ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ખીતું છે. અલબત્ત હવે માત્ર નરકનાં ચિત્રો બતાવીને કે બ્લેક સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય. એમ સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઉભી થઈ છે. એ બધીને અભ્યાસ કસ્વાથી જૈન સાધુઓમાં જીવતું લોહી વહેશે અને તેઓને ચહેરા તેજસ્વી બનશે. કેટલાક કહેશે કે “સાધુઓ પાસે કેઈ આવે તે તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસને તમે સાધુ પાસે પકડી લાવે તો સાધુએ ખુશીથી અને છુટથી સમજાવે પણ સાધુઓ જે પિતાના શાંત ભુવનમાં જ કામ કરતા આવ્યા છે તે પીઠે, પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર કયાં જાય, એ એમને ન શોભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાને ઈતિહાસ જાણ્યો જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જેનસાધુઓ તે રાજસભામાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે, મેટામોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે, તથા લશ્કરની છાવણીઓમાં ગયા છે, અને સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પિતાને ધર્મ વિસ્તાર્યો છે. શક્તિ ન હોવાનું, હિંમત ન હોવાનું કબુલવું એક વાત. છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઉભા થયેલાં બીજા કેટલાય સાધુમર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજુએ મૂકીએ તો પણ દારૂ નિષેધની હિલચાલ એવી છે કે જે માટે પોતાના નિતિક વારસાની દૃષ્ટિએ, સામાજિક ધર્મની દૃષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લુણુ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુસંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં ફાળો આપવો જ જોઈએ. કેાઈ કહે છે કે “આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે તો એમનો આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું Page #90 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા અને તી સંસ્થા ૭૫ છે એ સમજતા જ નથી. આધ્યાત્મિકતા એ કાંઈ એક મકાનમાં અથવા એક રૂઢિમાં અથવા એક ચેાસ બંધનમાં નથી હેાતી, નથી રહી શકતી, ઉલટું ઘણીવાર તા ગુંગળાઇ જાય છે. જો આધ્યાત્મિકતા જીવનમાં હાય અથવા સાચે જ લાવવી હાય તા તેને કાઇ પણ સાથે વિરાધ નથી, કુટુંબમાં રહીને, સમાજમાં રહીને અને રાજ્યવ્યવસ્થામાં ભાગ લઈને પણ આધ્યાત્મિકતા સાધી શકાય, પાષી શકાય, અને એ બધાથી છુટીને પણ ધણીવાર ન જ સાધી શકાય. મૂળ વાત એ છે કે આધ્યાત્મિકતા એ અંદરની વસ્તુ છે, વિચાર અને ચારિત્રમાંથી આવે છે, જેના આઘુ ક્રાઈ વસ્તુ સાથે વિરાધ નથી. અલબત્ત આધ્યાત્મિક જીવનની કળા જાણવી જોઈ એ અને એની કુંચી લાધવી જોઈએ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને નામે પુરુષા'ના અને સત્પુરુષાથૅના ધાત કરીએ છીએ. સત્પુરુષાર્થ કરી એટલે આધ્યાત્મિકતા પાસે જ છે, વગર નાતરે ઉભી જ છે. લેાકાને દારૂ પીતા ડવવામાં, દારૂ વેચનારને તેમ કરતાં છેાડવવામાં ( અને તે પણ અહિંસા ને સત્યદ્વારા) સત્પુરુષાર્થ નહિ તેા બીજું શું છે એના જવાબ કાઇ આગમધર આપશે? વળી અત્યારે છેલ્લાં ત્રીસ-ચાળીશ વર્ષના સાધુસંસ્થાના ઈાંતહાસ આપણને શું કહે છે? તેમની આધ્યાત્મિકતાના પૂરાવા તેમાંથી કેટલા મળે છે ? છેલ્લા દશ વર્ષાંતે જ ક્લ્યા. જો પક્ષાપક્ષી, કાર્ટબાજી, ગાળગણેાચ અને બીજી સંકુચિતતાઓને આધ્યાત્મિકતાનું પરિણામ માનીએ તા તા અનિચ્છાએ પણ કબુલવું પડશે કે સાધુસંસ્થામાં આધ્યાત્મિકતા છે અથવા વધતી જાય છે. એકબાજુ દેહિતના કાર્યમાં કશા જ ફાળા નિહ, અને બીજીબાજુ આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ નહિ એમ અન્ને રીતે દેવાળું કાઢીને કાઇ પણુ ત્યાગી સંસ્થા માનભેર ટકી શકે નહિ. એટલે આવી તુજાર વર્ષની મહત્ત્વની અને શક્તિસંપન્ન સાધુસંસ્થાને પેાતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર, અને લેકામાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને માનભેર રહેવા ખાતર પણ આજની ચાલુ પ્રવૃત્તિમાં પિતાને વિશેષ ઉપયોગ વિચારે જ છુટકો છે. કેટલાંક એવાં બીજાં પણ દેશની દષ્ટિએ મહત્ત્વનાં અને સાધુઓ માટે સહેલાં કામો છે કે જેને ત્યાગી ગયું અનાયાસે કરી શકે. દા. ત. (૧) વકીલ અને બીજા અમલદારો જે સરકારી તંત્રના અન્યાયનું પિષણ કરી રહ્યા હોય તેમને એ બાબતમાં સમજાવી એમાંથી ભાગ લેતા અટકાવવા. (૨) પિલિસે અને સિપાઈઓ જેઓ આ દેશનું ધન છે, આ દેશના છે અને આ દેશમાં જ રહેવાના છે તેઓ ફક્ત નવી નોકરી માટે અન્યાય ન કરે. જુઠું ન બોલે, ખુશામત ને કરે, ડરે નહિ અને દેશની સામાન્ય જનતાથી પિતાને અળગા ન માને એવી નિર્દોષ વસ્તુ પ્રેમ અને સત્યથી તેમને સમજાવવી (૩) કેળવણીને સાર્વત્રિક પ્રચાર કરવામાં જે ત્યાગી સ્વયંસેવકોની અપેક્ષા રહે છે તે પૂરી પાડવી. આ સિવાય બીજાં પણ હિતકારી કામે છે, પરંતુ જે સાધુસંસ્થા એક બાબતમાં સક્રિય થશે તો બીજાં કાર્યો અને ક્ષેત્રે એમને આપોઆપ સુઝી આવશે અને મળી આવશે. જે અત્યારની વ્યાપક હિલચાલમાં જૈન સાધુએ સ્થિરતા અને બુદ્ધિપૂર્વક પોતાનું સ્થાન વિચારી લે, પિતાને કાર્યપ્રદેશ કી લે, તે સહેજે મળેલ આ તકને લાભ ઉઠાવવા સાથે તેમના જીવનમાંથી ફુકતાએ ચાલી જાય, કલહે વિરમે અને નજીવી બાબત પાછળ ખર્ચાતી અપાર શક્તિ અને કુંકાતો લાખને ધુમાડો અટકે અને એટલું તો દેશનું કલ્યાણ થાય, જેમાં જૈન સમાજનું કલ્યાણ તે પહેલું જ રહેલું છે. ઉપરનાં કર્તવ્ય કેવળ જૈન સમાજની દૃષ્ટિથી પણ વિચારવા અને કરવા લાયક છે. એટલે થોડી શક્તિવાળા ભાગીઓ એ જ કાર્યોને નાના ક્ષેત્રમાં પણ કરી શકે. Page #92 -------------------------------------------------------------------------- ________________ સાધુ સંસ્થા અને તીર્થસંસ્થા ৩9 જો કે ખાસ પજુસણને પ્રસંગ હોઈ અને તેમાં પણ હાજર થયેલ જનતા મેટે ભાગે વેતાંબર હોઇ મેં, સાધુ શબ્દ વાપરેલો છે, કે જે જૈનસમાજ સાથે જ મુખ્ય સંબંધ ધરાવતો હોય તેમ સ્થૂળ રીતે લાગશે. પણ આ મારું કથન મર્યાદિત ક્ષેત્ર પરત્વે હોવા છતાં બધા જ સંપ્રદાયના અને બધી જ જાતના ત્યાગીઓ માટે છે. ખાસ કરીને દિગંબર સમાજ કે જે જેનસમાજને એક વગદાર ભાગ છે તે તે. મારા લક્ષ બહાર નથી જ, એ સમાજમાં આજે સાધુસંસ્થા વેતાંબર સમાજ જેવી નથી. હમણાં હમણાં જે પાંચ પચીસ દિગંબર સાધુઓ થયા છે, તેને બાદ કરીએ તો તે સમાજમાં સાધુસંસ્થાને ઘણી સદીઓ થયાં અંત જ આવેલો છે. તેમ છતાં એ સમાજમાં સાધુસંસ્થાની જગ્યા ભટ્ટારકે, એલકે અને બ્રહ્મચારી, તેમજ પંડિતોએ લીધેલી છે. એટલે એ બધાંને લક્ષીને, પણ આ કથન છે. કારણ કે વેતાંબર સમાજના યંભ મનાતા સાધુઓની પેઠે જ, દિગંબર સમાજમાં ભટ્ટારક, પંડિત વગેરેને. વર્ગ થંભરૂપ મનાય છે. અને એ પણ લગભગ સમાજ તેમજ રાષ્ટ્રની દૃષ્ટિએ પક્ષાઘાતગ્રસ્ત થઈ ગએલે છે. વેતાંબર હો કે દિગંબર, જેઓ પોતાને ધાર્મિક નહિ તે ઓછામાં ઓછું ધર્મપંથગામી ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જે વર્તમાન અદેલનમાં પોતાનું સ્થાન વિચારી, અંદરોઅંદરના. ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ અટકે, અને સ્થૂળ ચિહ્નોમાં તેમ જ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણમાંથી નહિ છૂટે તો બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ આમીષદાયદ એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભોગના ભોગવનારાઓ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છેવટે દેશની મહેનત મજૂરી અને ભક્તિ ઉપર જીવતા પચાસ લાખ જેટલા બાવા ફકીરે, અને સંતોને પણ જરા કહી દઈએ મહાસભા લાખો ગમે સ્વયંસેવકો માગે છે. સ્વયંસેવક વધારે સહનશીલ, ત્યાગી અને બીનવ્યસની તેમ જ કુટુંબકબીલાની ફિકર વીનાનો હોવો જોઈએ. આ ગુણો એ ત્યાગી વર્ગમાં વધારે હોવાની ઉમેદ રહે રહે છે. જનતા એટલે તેમનો ભક્તગણુ દુઃખી છે અને દરિદ્ર છે. તે ગુરુઓ પાસે આ ભીડના વખતમાં મદદ માગે છે. અત્યારે એ ગુરુવર્ગ જે સ્વયંસેવકની શાંત અને સુખી ગાદીઓ છેડી દે તે જ તેમની ગાદીઓની સલામતી છે. તેમનું તપ અને તેમને ત્યાગ હવે તેમના મઠોમાં કચરાઈ ગયો છે, નાશ પામે છે, હવે તો એ તપ, એ ત્યાગ જેલમાં જ અને મહાસભાના નિયંત્રિત રાજ્યમાં જ જીવી શકે તેમ છે. એ વાત આ વિશાળકાય યુગધર્મમાંથી તેમણે શીખી લેવી ઘટે. પોતાના ધર્મનું વામનરૂપ બદલી, તેમણે વ્યાપક રૂપ કરવું જ જોઈએ; નહિ તો એ વામનપણું પણ મરણને શરણ છે. તા. ૨૪-૮-૩૦ સુખલાલ Page #94 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેને ઉપયોગ દીક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલે જ અર્થ નથી. તેના અનેક પ્રકારે છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી, શસ્ત્રદીક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વળી બીજે બીજે સમયે બીજાં શાસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. ચાદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્ય દીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, જ્યાં સુધી રાજ્યસૂત્રો હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બંધાયેલ છે. વિશેષ શું, વિવાહની પણ દીક્ષા છે. વિવાહના ઉમેદવાર વધૂવરને પણ એ દીક્ષા લેવી પડે છે. આ બધી દક્ષાઓ કાંઈ કલ્પિત કે આધુનિક નથી. એનો બહુ જ જૂને ઈતિહાસ છે અને ભગવાન વિહાવીર પહેલાં હજારો વર્ષોથી એ બધી દીક્ષાએ ચાલતી આવી છે, મને હજી પણ એક અથવા બીજા રૂપે ચાલે જ છે. ધર્મદીક્ષા એ બધી દીક્ષાઓથી જુદી છે. દીક્ષા એટલે ભેખ લેવો, સંન્યાસ કે ફકીરી ધારણ કરવી. મેખ એટલે અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજના, અને પણીવાર તો દેશ સુદ્ધાંનાં બંધને પણ ઢીલાં કરવાં પડે છે, અને કોઈ BHઈ વાર છોડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે પિને આડે આવતા હોય તે બંધનોને છોડવાં એ જ ભેખનો અર્થ Page #95 -------------------------------------------------------------------------- ________________ ८० પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો છે. આજે પણ કેળવણી મેળવવા છેકરાઓને પોતાના કુટુંબકખીલાનાં બંધના છેડી માઈં'ગ, કાલેજ અને ઘણીવાર પરદેશના વિદ્યાલયાનાં બંધને સ્વીકારવાં પડે છે. ઉદ્દેશની જેટલી મર્યાદા તેટલા જ દીક્ષાના કાળ. તેથી વિદ્યાદીક્ષા ખાર કે પંદર વર્ષ લગી પણ ચાલે અને પછી વિદ્યા સિદ્ધ થયે પાછા ઘેર અવાય, જૂની ઢબે રહેવાય. ખીજી બીજી દીક્ષાના સમયે પણ મુકરર છે. એ રીતે વિવાહૂદીક્ષાને અવશેષ એટલેા રહ્યો છે કે ફક્ત લગ્નને દિવસે વધુવર અમુક વ્રત આચરે અને એટલું બંધન સ્વીકારે. આ બધી દીક્ષાને સમયની મર્યાદા એટલા માટે છે કે તે દીક્ષાઓને ઉદ્દેશ અમુક વખતમાં સાધી લેવાની ધારણા પહેલેથી જ રાખવામાં આવેલી હાય છે, પણ ધર્મદીક્ષાની ખાખતમાં વસ્તુસ્થિતિ જુદી છે. ધર્મદીક્ષાના ઉદ્દેશ જીવનની શુદ્ધિ છે. અને જીવનની શુદ્ધિ ક્યારે સિદ્ધ થાય, અને પૂર્ણ શુદ્ધિ કયારે પ્રાપ્ત થાય એ કાંઇ નક્કી નથી, તેથી ધર્મદીક્ષાપરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળ મર્યાદાની બાબતમાં એ વાત જોવાની રહે છે. એક તે ધર્મદીક્ષા ક્યારે એટલે કઈ ઉંમરે લેવી, અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કેટલે વર્ષે થાય. શરૂઆત કરવાની બાબતમાં એક મત નથી. ક્રિશ્ચીયન ધર્મમાં રોમન કેથોલિક સંપ્રદાય નાની ઉંમરના, છેક નાની ઉંમરના બાળકાના દીક્ષા આપી દેવામાં માનતા અને હજી પણ એમ ક્વચિત્ ચિત્ મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ અંધન છે કે ફકીરીના ઉમેદવાર ઉપર કાર્યના નિર્વાહની જવાબદારી ન હેાય તે તે ગમે તે ઉંમરે પણ ફ્રકીરી ધારણ કરી શકે છે. અને કાઈ વડીલેાની કે બીજા તેવાની સેવા કરવાની જવાબદારી હાય તા ગમે તેટલી મેટી ઉંમરે પણુએ જવાબદારીમાંથી છટકો ફકીરી લેવાની છુટ નથી. આદેશના જીવિત ત્રણ જૂના સંપ્રદાયામાંથી પહેલાં બ્રાહ્મણુ સંપ્રદાય લઈ આગળ ચાલીએ; એમાં આશ્રમવ્યવસ્થા હાવાથી અહીં ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સન્યાસાશ્રમ કહી શકાય તે Page #96 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૮૧ ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાંશ્રમમાં જાય. પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય. લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાના વખત આવે અને છેક છેલ્લી જીંદગીમાં જ તદ્ન (પૂર્ણ) સંન્યાસ અથવા તે પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્માં બ્રાહ્મણુસંપ્રદાયમાં, બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સન્યાસ નચો લેવાતા, કાઈ એ નથી લીધેા, અથવા તેવું વિધાન નથી એવું કાઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હાઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તા . ઉંમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનું છે. જ્યારે અનાશ્રમધર્મી અથવા તેા એકાશ્રમધર્મી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં તેથી ઉલટું છે. એમાં પૂર્ણ સંન્યાસ કહેા, અથવા બ્રહ્મચર્ય કહા, એ એક જ આશ્રમના આદર્શ છે. અને ગૃહસ્થાશ્રમ કે ત્યારપછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે; તેથી બૌદ્ધ અને જૈનસંપ્રદાયમાં મુખ્ય ભાર સંન્યાસ ઉપર આપવામાં આવે છે. અને ભ્રાહ્મણસંપ્રદાયમાં એ ભાર પહેલાં તે ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે. ભ્રહ્મચર્યાશ્રમ વિષે ચતુરાશ્રમધર્મી અને એકાશ્રમધર્મી સંપ્રદાયા વચ્ચે કશે। ભેદ જ નથી, કારણ કે એ બન્ને કાંટાઓ બ્રહ્મચર્ય ઉપર એક સરખા ભાર આપે છે. પણ બન્નેને મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચŠશ્રમમાં ગમે તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહસ્થાશ્રમના આધાત પ્રત્યાધાતામાંથી અને વિવિધ વાસનાઓના ભરતીઓટમાંથી પસાર ચઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. ખીજો કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં સ્યા એટલે નીચાવાઈ જવાના, તેથી બધી શક્તિ તાજી અને જાગતી હાય ત્યારે જ સંન્યાસ ફળદ્રૂપ નીવડે, માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધા સંન્યાસાશ્રમ સ્વીકારવામાં અથવા તે બ્રહ્મચર્ય અને સંન્યાસ બન્ને આશ્રમનું એકીકરણ કરવામાં જ જીવનને મુખ્ય માદર્શ આવી જાય છે. આ મતભેદ જમાના જૂના છે અને એની Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યા રસભરી તેમ જ તીખી ચર્ચાએ પણ શાસ્ત્રોમાં મળે છે. આ સ્થિતિ છતાં એટલું તેા જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવા પણ તે ધર્મને જીવનમાં તેા પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણુસંપ્રદાયમ એકાશ્રમધર્મના સ્વીકાર ન હેાવા છતાં પણ એ ધર્મને સ્વીકારના વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. ર આટલી તેા સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસંન્યાસ સ્વીકાર્યો પછી તે જીવનપર્યંત ધારણ કરવા જ પડે છે. જીવન પહેલાં તેને અંત આવત નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તે આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે. તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યંતના સંન્યાસ લેવા અંધાયેલ નથી. તે અમુક માસનેા, અમુક વર્ષના સંન્યાસ લે, અને તેમાં રસ પડે તા તેની મુદ્દત વધારતા જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જો રસ ન પડે તા સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પા! ધેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે ઐદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંખિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતેષ લાધે તે તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમે સામે ઉભવાની શક્તિ ન હેાય તે પાછા ઘેર પણુ ક્રે; જ્યારે જૈનસન્યાસમાં એમ નથી. એમાં તા એકવાર-પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તેા એંશી વર્ષની ઉંમરે સન્યાસ લીધે! એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવા જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તા જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. બ્રાહ્મણુસંપ્રદાયમાં બાળ અને તરુણુ ઉંમરે પરમહ ંસનું વિધાન ખાસ નહાવાથી એમાં સંન્યાસ Èાડી, પાછા ઘેર ભાગવાના દાખલાએ વિલ અને છે. અને જ્યારે એવા દાખલાઓ અને પણ Page #98 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન છે, ત્યારે એ સંન્યાસ છેાડી પાછા કરનારની પ્રતિષ્ઠા, એ સમાજમાં ખાસ નથી હાતી. જૈનસમાજમાં ખાલ્ય અને જુવાનીની અવસ્થામાં સુદ્ધાં, વળી ખાસ કરી આજ અવસ્થામાં સંન્યાસ આપવાનું કાર્ય પ્રશસ્ત મનાવાથી અને એ કામને વધારે ટેકે અપાવાથી, એકંદર રીતે સંન્યાસ છેાડી ઘેર પાછા ફરનારા પ્રમાણમાં વધારે મળ આવે છે. અને જે દીક્ષા છેાડી પાછા કરેલા હાય છે. તેઓનું પાકું સમાજમાં માનપૂર્વક રહેવું અને જીવવું લગભગ મુશ્કેલ થઇ જાય છે. ફ્રી તે વ્યક્તિ દીક્ષા લે તેાપણ એકવાર દીક્ષા છેાડ્યાનું શરમીંદુ કલંક તેના કપાળે અને ભકતેાની ખાનગી ચર્ચામાં રહી જ જાય છે. સયમ પાળવાની પેાતાની અરાક્તિને લીધે અથવા તા બીજા કાઇ પણ કારણસર જે માણસ ઘેર પાછા ફરે, અને જે વૈવાહિક જીવન ગાળવા માગે તેને તે તેમ કરવા માટે દેવની મદદ મેળવવા જેટલી મુશ્કેલી પડે છે. તે ગમે તેટલા નીરાગ અને કમાઉ પણુ હાય છતાં તેને કાઈ કન્યા ન આપે, આપતાં સંક્રાચાય. વળી એને ધંધાધાા કરવામાં પણ ખાસ કુરીતે પ્રતિષ્ઠિત અને તેમાં પણ ખાસ કરીને ધાર્મિક જૈામાં જવું અને રહેવું મુશ્કેલ જેવું થઈ જાય છે. દીક્ષા છેાડી ગૃહસ્થાશ્રમમાં પ્રામાણિકપણ આવવા ઈચ્છનાર માટે રસ્તા કાંટાવાળા હોવાથી આવા લેકામાં જેએ અસાધારણ તેજ અને પ્રતિભાવાળા નથી હાતા તેએ પેાતાની વાસના માટે અનેક આડા રસ્તા લે છે. કાઇ સાધુવેષમાં જ રહી અનેક જાતની ભ્રષ્ટતા ચલાવે છે અને માનપાન તેમજ ભાજન મેળવે જાય છે. કેાઈ વળા એ વેષ છેડી પેાતાના ઈષ્ટ પાત્રને લઈ ગમે ત્યાં ગુપચુપ છટકી જાય છે. કાઇ ખુટ્ટી રીતે વિધવાલગ્ન કરે છે અથવા તેા ખીજી જ રીતે ક્યાંઇક લગ્નગાંઠે ખાંધે છે. એક ંદર રીતે જોતાં દીક્ષા છેડનારની સમાજમાં પ્રતિષ્ઠાન હાવાથી એવી વ્યક્તિની શક્તિ સમાજના કાપણુ કામ માટે ચેાગ્ય રીતે નથી ખર્ચાતી. જો તેવી વ્યક્તિ ગ્રીજા સમાજમાં દાખલ ન થઈ હોય અને ખૂબ શક્તિસપન્ન હોય તાય તેમના તરફથી સમાજ પેાતાની બુદ્ધિપૂર્વક ફાયદે ઉડાવી શકતી ૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને નથી. બૌદ્ધસંપ્રદાયમાં એમ છે જ નહિ, એમાં મોટા મોટા રાજાઓ વૈભવશાળીઓ અને બધા ગૃહસ્થો મોટે ભાગે એકવાર ભિખુ જીવન ગાળીને પણ પાછા દુનિયાદારીમાં પડેલા હોય છે અને તેમનું માનપાન ઉલટું વધેલું હોય છે. તેથી જ તો એ સંપ્રદાયમાં ભિખપદ છોડી ઘેર આવનાર પિતાને જીવનને માટે અગર તે સમાજને માટે શાપરૂપ નથી નીવડત, ઉલટું તેની બધી જ શક્તિઓ સમાજના કામમાં આવે છે. દીક્ષાત્યાગ પછીની આ સ્થિતિ આજના વિષય પરત્વે ખાસ ધ્યાનમાં રખાવી જોઈએ. જો કે વિષય જાણુને જ “વિશ્વમાં દીક્ષાનું સ્થાન” એ રાખેલો છે, છતાં આજના પ્રસંગ પ્રમાણે તો એની ચર્ચા પરિમિત જ છે. એટલે જૈન ધર્મમાં દીક્ષાનું સ્થાન એ જ આજની ચર્ચાની મુખ્ય નેમ છે. જૈન દીક્ષાનો મુખ્ય ઉદ્દેશ અથવા તો એની અનિવાર્ય શરત એક જ છે, અને તે જીવનશુદ્ધિની. જીવન શુદ્ધ કરવું એટલે જીવન શું છે તેને સમાજ અને વિશ્વ સાથે શું સંબંધ છે તે વિચારવું અને એ વિચાર કર્યા પછી જે જે વાસનાઓ અને મળે તેમ જ સંકુચિતતાએ પિતાને જણાઈ હોય તે બધીને જીવનમાંથી કાઢી નાંખવી અથવા તો એ કાઢી નાખવાનો પ્રયત્ન સેવ. જૈન દીક્ષા લેનાર સમાજ, લેક કે દેશના કેઈપણ કામને કાં ન કરે? વ્યાવહારિક કે પારમાર્થિક મનાતા કોઈ પણ કામને કાં ન કરે ? છતાં એટલી એની શરત અનિવાર્ય રીતે રહેલી જ છે કે તેણે જીવનશુદ્ધિનું જ મુખ્ય લક્ષ રાખવું, અને જીવનશુદ્ધિને હાથમાં રાખીને જ પ્રવૃત્તિ કરવી. દીક્ષાનો વિચાર કરતી વખતે જે એના આ મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખીએ તે આગળની ચર્ચામાં બહુ જ સરળતા થશે. એક જમાને એ હતો કે જ્યારે જાતિ પરત્વે જેમાં દીક્ષાની તકરાર હતી, અને તે તકરાર કાંઈ જેવી તેવી નહિ પણ ભારેમાં ભારે હતી. એના બન્ને પક્ષકારો સામસામા મહાભારતના કૌરવ પાંડવ સૈનિકાની પેઠે વ્યુહબદ્ધ ગોઠવાયા હતા. એની પાછળ Page #100 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૮૫ સેંકડો પંડિતો અને ત્યાગી વિદ્વાનો રેકાતા, શકિત ખર્ચતા અને પિતપોતાના પક્ષની સત્યતા સ્થાપવા ખાતર રાજસભામાં જતા અને રાજ્યાશ્રય તેમજ તેવો બીજે આશ્રય બીજી કોઈ રીતે નહિ તો છેવટે મંત્ર, યંત્ર, તંત્ર, વશીકરણ, જ્યોતિષ અને વૈદકની ભ્રમણું દ્વારા પણ મેળવતા. વળી સ્ત્રી દીક્ષા ન જ લઈ શકે અને એ પુરુષની પિઠે જ સંપૂર્ણપણે લઈ શકે એટલો જ દીક્ષાપરત્વે આ ઝઘડે નહતો, પણ બીજા અનેક ઝઘડા હતા. દીક્ષિત વ્યકિત મોરપીંછ રાખે, વૃદ્ધપીંછ રાખે, બલાક પીંછ રાખે કે ઉનનું તેવું કાંઈ સાધન રાખે; વળી દીક્ષિત વ્યક્તિ કપડાં ન પહેરે અગર પહેરે, અને પહેરે તો ધળાં પહેરે કે પીળાં, વળી એ કપડાં કદી પૂર્વે જ નહિ કે ધૂવે પણ ખરા. વળી એ કપડાં કેટલાં અને કેવડાં રાખે, આ વિષે પણ મતભેદો હતા, તકરારે હતી, પક્ષાપક્ષી હતી અને વિદ્વાને પોતપોતાને પક્ષ સ્થાપવા શાસ્ત્રાર્થો કરતા અને ગ્રંથો લખતા. ત્યારે છાપાં તે ન હતાં, પણ તાડપત્ર અને કાગળ ઉપર લખાતું ખૂબ. ફકત એ તકરારોનાં શા જુદાં તારવીએ તે એક મેટે ઢગલો થાય. આજે કોલેજોમાં અને ખાનગી વિદ્યાલયોમાં એ ગ્રંથ શિખવવામાં આવે છે, પણ એ શિખનારને એમાં ભૂતકાળના તર્કો અને દલીલોનાં મુડદાં ચીરવામાં વિશેષ રસ નથી આવતો. તેઓ જે તર્ક રસિક અને ભાષાલાલિત્યના રસિક હોય તો પિતા પોતાના વડવાઓની પ્રશંસા કરી પુલાઈ જાય છે. અને જો ઇતિહાસરસિક હોય તો ભૂતકાળના પિતાના પૂર્વજોએ આવી આવી ક્ષુદ્ર બાબતોમાં ખર્ચેલ અસાધારણ બુદ્ધિ અને કીમતી જીવનનું સ્મરણ કરી માત્ર ભૂતકાળની પામરતા ઉપર હસે છે. એ પણ પોથા ઉપર ચડેલા અને સંસ્કૃત પ્રાકૃત ભાષાને વેષ પહેરેલા તેમજ શાસ્ત્રનું સુંદર નામ ધારણ કરેલા આ ક્ષુદ્ર કલહોને નિઃસાર જોનાર આજનો તરુણુ વર્ગ, અથવા તો કેટલોક બુઢા વર્ગ વળી એક દીક્ષાની બીજી મેહનીમાં પડ્યો છે. એ મેહની એટલે ઉંમરની અને સંમતિ પૂર્વક દીક્ષા લેવા ન લેવાની. અત્યારનાં છાપાંઓને અને તેના વાંચનારાઓને Page #101 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ભૂતકાળના દીક્ષાપરત્વે સ્ત્રીને અધિકાર રહેવા ન હોવાના, અમે ચિહ્ન રાખવા ન રાખવાના જૂના ઝઘડાઓ નીરસ લાગે છે ખરા પણ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી ધૂળ વૃત્તિ પાઈ ન ઝઘડે માગી જ લે છે. તેથી જ તો આ ઉંમર પરત્વેને અ સંમતિ પરત્વેનો મઝેદાર ઝઘડે ઉભો થયો છે અને તે વિસે ને જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝઘડે મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુદ્ધાં પહોંચ્યો છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બન્ને પક્ષને ચર્ચા કરવાનું સ્થાન હતું. અને હારજિતને નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતો; પણ આજને રાજદરબાર જુદો છે. એમાં તમે ચડે એટલે બન્ને પક્ષકારોની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કોથળી આડે દબાઈ જાય છે. એટલે જે નાણું વધારે ખર્ચે તે જિત ખરીદી શકે. રાજતંત્રને આ વ્યક્તિ સ્વતંત્રતાવિષયક ગુણ ભલે બુદ્ધિમાન અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક છે, પણ જૈનસમાજ જેવા બુદ્ધ અને ગુલામ સમાજ માટે તે એ ગુણ નાશકારક જ નીવડત. જાય છે. અત્યારે બે પક્ષે છે. બન્ને દીક્ષામાં તો માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમો વિષે બંનેમાં કોઈ ખાસ મતભેદ નથી. બંનેને મતભેદ દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હોય તે પણ જેનદીક્ષા, જીવનપર્યતની લઈ શકે અને એવાં બાળકે ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યોગ્ય છે. તેમજ તે કહે છે કે સોળ કે અઢાર વર્ષે પહોંચેલે તરુણ કોઈની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિપત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ દીક્ષા લઈ શકે અને તેવા તરુણ મળી આવે તો દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તે આ પક્ષ બાળ ઉમેદવારો ન હોય તો તેવા ઉમેદવારેને કૃત્રિમ રીતે ઉભા કરી તેમને શિરે ધર્મમુકુટ પહેરાવવાને Page #102 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન પ્રયત્ન પણ કરે છે. બીજો પક્ષ કહે છે કે બાળકને તે દીક્ષા ન જ આપવી જોઈએ, અને તરુણને દીક્ષા આપવી હોય તો એના વાલી વારસદારો અને ખાસ લાગતા વળગતા તેમજ સ્થાનિક સંઘની પરવાનગી સિવાય તે આપવી યોગ્ય નથી. બન્ને પક્ષકારોની પોતપોતાની દલીલ છે. અને એ મોહક પણ ઘણુવાર કેટલાકને લાગે છે. પહેલે પક્ષ, બાળ અને તરુણવયમાં દીક્ષિત થઈ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ, અને કાંઈક સારું કામ કરી નામના કાઢી ગયેલ હોય એવી કેટલીક જૂની સાધુ વ્યક્તિઓનાં અને વર્તમાન સાધુ વ્યકિતઓનાં નામે પિતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે. બીજો પક્ષ કાચી ઉંમરે અથવા અસંમતિથી અપાયેલ દીક્ષાનાં માઠા પરિણામો પિતાના પક્ષની પુષ્ટિમાં ટાંકે છે, અને તદ્દન ભ્રષ્ટ થયેલ કે શિથિલ થયેલ વ્યકિતઓનાં નામે પણ કઈકવાર સૂચવે છે. પણ એ બન્નેમાંથી એકે પક્ષ જોઈએ તેવી સાચી અને પૂરી યાદી તૈયાર કરી લેકે સામે નથી મૂકતો. બને પક્ષકારો ભલે પિતપોતાના પક્ષની પુષ્ટિ થાય એટલું જ આગળ ધરે છતાં, જે એ બને સાચા અને ધૈર્યશાળી હોય તો વસ્તુસ્થિતિ તે તેમણે જાણવી જ અને રજુ કરવી જ જોઈએ. વસ્તુસ્થિતિ આ પ્રમાણે જાણી અને રજુ કરી શકાય. એક યાદી દરેક સાધુએ રાખવી જોઈએ. જેમાં તેમની પાસે દીક્ષા લેનારની ઉંમર, નામઠામ, અને દીક્ષા લેવાની તારીખ વગેરે બધું નોંધાય, અને બીજે પાસ પોતાની પાસે દીક્ષા લેનારમાંથી કોઈ છટકી જાય કે ચાલ્યો જાય છે તે પણ પ્રામાણિકપણે કારણુપૂર્વક નોંધવામાં આવે. બધા જ સાધુઓ આવી પોતાની યાદીઓ એક આણંદજી કલ્યાણજી જેવી પેઢીએ અથવા એક પત્રમાં મોકલી આપે. આ યાદો ઉપરથી દર વર્ષે, દર પાંચ વર્ષે અને દર દશ વર્ષે એક પરિણામ તારવી શકાશે કે એકંદર દીક્ષા લેનાર કેટલા અને છેડનાર કેટલા. વળી લેનાર છેડનારનું પરિમાણ ઉંમર પરત્વે કેટકેટલું, તેમજ લેવાના અને છેડવાના, ખાસ કરીને છોડવાના કારણેની સરખામણ. આ યાદીમાંની દર સો વ્યક્તિઓમાંથી સારી Page #103 -------------------------------------------------------------------------- ________________ - - ૮૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પાંચ જ વ્યક્તિઓ લઈ ભલે બાળદીક્ષાના પક્ષપાતી પિતાના પક્ષને પુષ્ટિ કરે, અને એ યાદીમાંથી પતિત કે શિથિલ એંશી વ્યક્તિઓને લઈ ભલે બીજા પક્ષના અનુગામીએ પોતાના પક્ષની પુષ્ટિ કરે. તે છતાં બન્ને પક્ષે એકંદર રીતે દીક્ષાના અને તેનાં શુભ પરિણામની સરખી રીતે હિમાયતી હોવાથી તેઓને દીક્ષા છોડવાનાં કારણે પરત્વે ખાસું જાણવા મળશે, અને ઉંમર તેમ જ વડીલોની સંમતિ પરત્વેની તકરારનું મૂળ અસલમાં ક્યાં છે તે તેઓ પ્રામાણિકપણે જાણી શકશે ભલે બન્ને પક્ષો ચાલુ રહે છતાં તેઓ એક સરખી રીતે જે સાધુ જીવનમાં પવિત્રતા જોવા ઈંતેજાર છે તે પવિત્રતા લાવવા માટે તેઓને આ યાદીમાં નોંધાયેલાં દીક્ષા છેડવાનાં કારણે ઉપરથી ઘણું જ અગત્યનું જાણવાનું મળશે અને કરવાનું સૂઝશે. બાળ અને અસંમત દીક્ષાના પક્ષપાતીએ કાંઈ કોઈ દીક્ષા છેડી જાય અથવા વઠી જાય એમ તો ઇચ્છતા જ નથી એટલે તેઓને માટે તો આવી યાદી સાચી રીતે ન કરવી એ તેમના પક્ષની હાર જેવું, અથવા તેમના પક્ષ માટે મૂળોછેદ કરનાર છે. બીજા વિરોધી પક્ષે પણ છેવટે આ તકરારમાં ન ઊતરતાં અમુક વર્ષોની દીક્ષા લેનાર અને છોડનારની વિગતવાર તેમ જ પ્રામાણિક યાદી તૈયાર કરવી જોઈએ. એ યાદી નામની સંખ્યામાં ભલે અધુરી છે, પણ હકીકતમાં જરાય ખેતી ન હોવી જોઈએ. કદાચ આ યાદો એમના પક્ષની પુષ્ટિમાં ઉપકારક ન પણ થાય, છતાં બાળદીક્ષાના પક્ષપાતીઓ માટે તે તે યાદી ભારે જ ઉપકારક નીવડશે, અને તેઓ આખરે બાળ તેમજ અસંમત દીક્ષાના વિરોધનું મૂળ સમજી કાંઈ અને કાંઈ વિચારણા કરશે જ. વળી કદાચ તેઓ આ યાદીને નહિ અડકે તે પણ લોકમત તેમને એને વિચાર કરવાની ફરજ પાડશે. એટલે એક પક્ષ બેચાર સારી નીવડેલ વ્યક્તિઓનાં નામ આગળ મૂકીને બાળ અને અસંમત દીક્ષાનું જે સમર્થન કરે છે અને બીજો પક્ષ જે તેની ગોળગોળ અને વિગત વિનાની ખામીઓ ગાઈ તેને વિરોધ કરે છે, તેને બદલે બન્નેનું લક્ષબિંદુ મૂળ કારણે તરફ જશે, અને એકંદર રીતે કાંઈક સાચી જ સુધારણા થશે. Page #104 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન દીક્ષા દેવા ન દેવાના મતભેદ પરત્વે જરા ઉંડા ન ઉતરીએ તો ચર્ચાને અન્યાય થવા સંભવે છે. દીક્ષા દેવાની તરફેણને વર્ગ ગમે તેમ કરી, ગમે તે સ્થિતિમાં દીક્ષા આપી દેવાની હિમાયત કરતી વખતે ભગવાન મહાવીરે બાળકોને જે દીક્ષા આપી હતી, તેમજ ત્યાર પછીના વજ, હેમચંદ્ર, અને યશોવિજયજી જેવાએ બાળદીક્ષાને પરિણમે જે મહાનુભાવતા મેળવી હતી, તેના સાચા અને મનોરંજક દાખલાઓ ટાંકે છે. અને વળી બીજે સામેનો પક્ષ તેવા દાખલાઓ સ્વીકાર્યા છતાં, દીક્ષાની જરૂરિયાત અને મહત્તા માન્યા છતાં, અત્યારે દીક્ષા ન આપવાની જોસભેર હિમાયત કરે છે. તો પછી આપણને જોવાનું પ્રાપ્ત થાય છે કે આ વિવાદને મૂળ મુદ્દો તે શો છે ?જ્યારે સહેજ આજની સ્થિતિનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વિવાદને મૂળ મુદ્દો આપણી નજરે આવ્યા વિના નથી રહેતો. તે મુદ્દો એ છે કે ભગવાનના સમયના બાળદીક્ષાના દાખલાઓ આજે મૂકાય છે ખરા, પણ એ બાળદીક્ષા જે વાતાવરણમાં અમેઘ ફળ આપતી તે વાતાવરણ આજે છે કે નહિ, અને નથી તે લાવવાનો પ્રયત્ન થાય છે કે નહિ, એની વાત બાળદીક્ષાના હિમાયતીઓ કરતા જ નથી. ભગવાન બાળકને, તરુણોને. કન્યાઓને, તરુણીઓને, નવવિવાહિત દંપતીઓને દીક્ષા આપતા, નિઃસંકોચ આપતા; પણ જેમ તેઓ આવી દીક્ષા આપતા તેમ તેઓ પોતાની જવાબદારી વધારે સમજતા. એટલે તેમની પાસે અને તેમની આજુબાજુ ચોમેર માત્ર તપનું જ વાતાવરણ રહેતું. એ વાતાવરણમાં માત્ર દેહદમન નહિ પણ સૂક્ષ્મ ચિતનો ચાલતાં, અલૌકિક ધ્યાન ધરાતાં. રાતદિવસના આઠ પહોરમાંથી એક પહોર બાદ કરી, બાકીના સાતે પહોરન સાધુચર્યાને કાર્યક્રમ વિચારણું, ધ્યાન અને મોનિગ્રહિ તપમાં જ ગોઠવાયેલા રહેતા. એ વાતાવરણ એટલું બધું સાત્ત્વિકતામાં ઉંડુ, જિજ્ઞાસામાં વિશાળ, અને તપમાં ગંભીર રહેતું કે તેમાં માર (આસુરી વૃત્તિ)ને પસતાં ભારે મુશ્કેલી પડતી. ક્ષુદ્ર બાબતોની તકરારે, કશું નવું જાણવાની બેદરકારી, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અને પુરુષા ન કરવાની આત્મહત્યા, તેમજ ખીક અને પામરતાની છાયા જે આજે ત્યાગજીવનના વાતાવરણમાં છે, તે જો તે વખતે હેાત તેા તે વખતે પણ એવી દીક્ષાના વિરેધ જરુર થાત. અથવા તે વખતે પણ આજની પેઠે દીક્ષાઓ વગેાવાત અને નિષ્ફળ જાત. દોક્ષાના પક્ષપાતીઓની મુખ્ય નેમ ગમે ત્યાંથી ગમે તેને પકડી કે મેળવીને દીક્ષા આપી દેવાની હોય, તે કરતાં પહેલી અને મુખ્ય ક્રૂરજ તા એ ભગવાનના સમયનું વાતાવરણ લાવવાની છે. જે દીક્ષાના પક્ષપાતીએ એ તપેામય વાતાવરણ લાવવા લેશ પણ મયતા ન હેાય, અથવા ત્યારપછીના જમાનાનું પણ કાંઈક સાત્ત્વિક, અભ્યાસમય અને કર્તવ્યશીલ વાતાવરણુ અત્યારે ઉભું કરવા મથતા ન હેાય, અને માત્ર દીક્ષા આપવાની પાછળ જ ગાંડા થઈ જાય તેા સમજવું જોઈ એ કે તેઓ પાતે જ દીક્ષા આપ્યા છતાં દીક્ષાના પાયા હચમચાવી રહ્યા છે, અને પેાતાના પક્ષ ઉપર મૂળમાંથી જ કુઠારાઘાત કરી રહ્યા છે, જો તેએ પાતાની આજુબાજુના વાતાવરણ તરફ, અને તે જે વાતાવરણમાં રહે છે અને ઉછરે છે તે તરફ સહેજ પણ આંખ ઉઘાડીને જોશે તે તેમને જણાયા વિના નહિ રહે કે અત્યારે દીક્ષા લેનારાએ હજારેા કાં ન આવે? પણ તેમને દીક્ષા આપવામાં ભારે જોખમદારી છે. ખાસ કરીને ભાળકા, તરુણેા અને યુવક પતીઓને દીક્ષા આપવામાં તા ભારે જોખમ છે જ. એક જ વસ્તુ જે એક વાતાવરણમાં સહેલી અને છે તે જ બીજા અને વિશધી વાતાવરણમાં અસાધ્ય અને મુશ્કેલ થાય છે. + આપણે જાણીએ છીએ કે આજે કન્યાઓ અને કુમારેને સાથે શિક્ષણ આપવાને ક્રાયડેા કેટલેા મુશ્કેલ છે. આ મુશ્કેલીનું કારણ શું છે ? શિક્ષા, શિક્ષણસ્થાના અને શિક્ષણના વિષયે એ જ એ ગૂચનું કારણ છે. જો શિક્ષÈા સાચા જ ઋષિ હાય, શિક્ષણના વિષયે જીવનસ્પર્શી હાય અને તેનાં સ્થાનેા પણ માહકન હેાય તેા સહશિક્ષણુના કઠણ દેખાતા કાયડે। જૂના આશ્રમેાના જમાનાની પેઠે આજે પણ સહેલા લાગે. એ જ ન્યાયે Page #106 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન એક વાતાવરણમાં જે દીક્ષા સહેલાઈ થી સફળ થઈ શકતી તે જ દીક્ષા આજના તદ્દન વિધી વાતાવરણમાં, ભારે પ્રયત્ન છતાં સફળ બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ છે. મનુષ્યનું શરીર, તેનું મન અને એને વિચાર એ બધું વાતાવરણનું સ્થળ અને સૂક્ષ્મ રૂપ જ છે. આજના ત્યાગીઓના વાતાવરણમાં જઈ આપણે જોઈએ તો આપણને જેવા શું મળે? ફક્ત એકવાર અને તે પણ ત્રીજે પહોરે આહાર લેવાને બદલે, આજે સૂર્યના ઉદયથી અસ્ત સુધીમાં રસનેંદ્રિયને કંટાળો આવે એટલીવાર અને એવી વાનીઓ લવાતી જોવાય છે. જાણે કેમે કરી વખત જતો જ ન હોય તેમ દિવસે કલાકેના કલાક સુધી નિદ્રાદેવી સત્કારાતી જોવાય છે. અમુકે તે કર્યું અને અમુકે પિલું કર્યું. મેં આ કર્યું અને પેલું કર્યું, અમુક આવો છે અને પેલે તેવા છે, એ જ આજનો મુખ્ય સ્વાધ્યાય છે. બાર અંગનું સ્થાન અગિયારે લીધું, અને અગિયારનું સ્થાન આજના વાતાવરણમાં છાપાંઓએ-ખાસ કરી ખંડનમંડનના એકબીજાને ઉતારી પાડવાના છાપાંઓએ લીધેલું છે. પોષ્ટ, પાર્સલ અને બીજી તેવી જરુરિયાતની ચીજોના ઢગલાઓ તળે બુદ્ધિ, સમય અને ત્યાગ એવા દબાઈ ગયેલા દેખાય છે કે તે માથું જ ઉંચકી શકતા નથી. જિજ્ઞાસાનું વહેણ એકબીજાના વિરોધી વર્ગના દોષોની શોધમાં વહે છે. જગતમાં શું નવું બને છે, શું તેમાંથી આપણે મેળવવા જેવું છે, કયાં બળ આપણે ફેંકી દેવા જેવાં છે, અને ક્યાં બળે પચાવ્યા સિવાય આજે ત્યાગને જીવવું કઠણ છે, આપણે ક્યાંથી ક્યાં આવ્યા છીએ, અને જ્યાં બેસીને શું કરી રહ્યા છીએ, આજના મહાન પુરુષો અને તે કોણ છે, તેમની મહત્તા અને સંતપણુનાં શાં કારણે છે, આજે જે મહાન વિદ્વાનો અને વિચારકે ગણાય છે, અને જેને આપણે પોતે પણ તેવા માનીએ છીએ તે શા કારણે, એ બધું જોવા જાણવાની અને વિચારવાની દિશા તો આજના ત્યાગી વાતાવરણમાં લગભગ બંધ થઈ ગયા જેવી છે. આજનો કોઈ સાધુ Page #107 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને દુનિયામાં સૈથી મહાન ગણુતા, અને હજારો માઈલથી જેને જેવા જેની સાથે વાતચીત કરવા, હજારે માણસે, લાખો રૂપીઆ ખર્ચ કરી આવે છે એવા સાબરમતીના સંત પાસે જઈ શકે એવું વાતાવરણું છે ખરું ? મળવાની, ચર્ચા કરવાની અને કાંઈક મેળવવાની અથવા આપવાની વૃત્તિવાળો આજનો કેઈ સાધુ, ગાંધીજી, નહેરુ કે પટેલના તંબુમાં જવાની હિંમત કરે એવું વાતાવરણ છે ખરું ? ઉંચામાં ઉચા ગણાતા પ્રોફેસરને ત્યાં ઈચ્છા છતાં શીખવા માટે આજનો કાઈ આચાર્ય કે પંન્યાસ જઈ શકશે ખરે? જીવનની સાધનામાં પુષ્કળ ઉડાણ કેળવેલ અરવિંદ સાથે પિતાની જ ચર્ચામાં રહી છે દિવસ ગાળવા ઇચ્છનાર જૈન સાધુ પાછો આજના જૈન વાતાવરણમાં નિર્ભય રહી શકશે ખરો ? દારૂને પીઠે, વિલાસનાં ભવનમાં અને મૂર્ખામીના બજારોમાં જવાને આજનું વાતાવરણ જેટલા પ્રમાણમાં સાધુઓને રોકે છે તેટલા જ-ખરેખર તેટલા જ પ્રમાણમાં–આજનું વાતાવરણ જૈન સાધુઓને છુટથી જગતનાં ખુલ્લાં વિદ્યાલયમાં અભ્યાસ કરવા જતાં, જગતના મહાન પુરુષ સાથે મળવા હળવા અને ખાસ કરી તેમને સહવાસ કરવા જતાં અને પિતાના ઈષ્ટ વિષયમાં અસાધારણ વિદ્વત્તા ધરાવનાર પ્રોક્સરેના પાસમાં બેસી, તેમને ઘેર શિખવા જતાં રોકે છે, એ વાત જૈનેથી ભાગ્યે જ અજાણું છે. કેવળ હકીક્ત રજુ કરવા ખાતર માત્ર મધ્યસ્થ દૃષ્ટિથી (લંબાણુ અને નિદ્રાનો જે કોઈ આક્ષેપ કરે તો તેની પરવા ન કરીને પણ ) થોડાક અનુભવો ટાંકું. જેવા અનુભવ બીજાને પણ હશે જ. ‘યંગઈડિયા’ વાંચવાની તો યોગ્યતા ન હોવાથી તેની વાત જતી કરીએ, પણ ‘નવજીવન’ને . જે નવજીવનને વાંચવા હજારે માણસ તલસે અને જેને વિષય જાણવા મેટામેટા ધાર્મિક અને વિદ્વાને પણ ઉત્સુક રહે તે નવજીવનને અડતાં અને પિતાના મંડળમાં લાવતાં ઘણું આચાર્યો અને સામાન્ય સાધુઓ ડરે છે. કેાઈ ઉતાવળીઆ Page #108 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનુ સ્થાન ૯૩ સાધુએ નવજીવન હાચમાં લીધું હોય તા, એને જોઇ એની પાસેના મીજા લાલચેાળ ચઈ જાય છે. એક વિદ્વાન ગણાતા સાધુના શિષ્યે મને કહ્યું કે મને વાંચવાની તા ખૂબ જ ઇચ્છા થાય છે પણ ઇષ્ટ માસિકા અને ખીજાં પત્રા મગાવું તે મારા ગુરુ બહુ જ નારાજ થઈ જાય છે. એક પ્રસિદ્ધ આચાર્યે એકવાર મને કહ્યું કે ગાંધીજીને મળવું કેમ શક્ય બને? મે કહ્યું ચાલે! અત્યારે જ. તેમણે નમ્ર છતાં ભીરુ ધ્વનિથી કહ્યું કે અલબત્ત તેમની પાસે જવામાં તે અડચણુ નથી—મને અંગત વાંધેા જ નથી. પણુ લેાકા શું ધારે? એમીજા જાણીતા આચાર્ય ને તેવી જ ઇચ્છા થઈ ત્યારે આડકતરી રીતે ગાંધીજીને પેાતાની પાસે આવવા ગાઠવણુ કરી. બીજા કેટલાય સાધુ પ્રામાણિકપણે એમ જ માને છે કે હા એ સારા માસ છે, પણ કાંઇ સાચા ત્યાગી જૈનસાધુ જેવા કહેવાય ? સેંકડા સાધુ અને સાધ્વીએ . અમદાવાદ અને મુંખામાં રહે છે. ગાંધીજી પણ ત્યાં નજીકમાં હાય છે; છતાં જાણે ત્યાગીવેષ લેવા એ કાઈ એવા ગુન્હા છે કે પછી તેઓ ગાંધીજી કે ખીજા તેવા પુરુષની પાસે અથવા તેની સભામાં જઇને કશા જ સાત્ત્વિક ફાળા પશુ લઈ કે આપી ન શકે ? જે ત્યાગીએ ધર્મસ્થાન કહેવાતા પેાતાના ઉપાશ્રયામાં મુ માએની પેરવાઈ કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટામાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગના ઉપદેશ ઈ, પાછા પાટથી ઉતરી પોતે જ કથાકુથલીમાં પડી જાય, તે ત્યાગીએના ચરણમાં એસનાર પેલા બાળદીક્ષિતા, જાણેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે. એના કાઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શો ગમે તે હા, પણ દૃશ્ય અને જાગતા આદર્શ અત્યારે શે હાય છે એ કાઈ જીવે છે ખરું? જેને પાતે વિદ્વાન માનતા હાય એવા આચાર્ય કે સાધુ પાસે તેમનાથી જુદા ગુના આચાય કે સાધુ ઈચ્છા છતાં ભણવા જઈ શકે, એટલી ઉદારતા આજના વાતાવરણમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે ખરી ? પિતાની વાત બાજુએ મુકે તો ય પિતાના શિષ્યો સુદ્ધાંને બીજા જુદા ગચ્છ કે સંધાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મોકલે એવું આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દો, પણ એક સાધુના રાખેલ પડિત પાસે બીજા સાધુના શિષ્યો છુટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સૂરિના તાર્કિક પંડિતે સાંજને વખતે પુરાતત્ત્વ મંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણું દિવસ થયાં આવવાની ઈછા તો હતી, પણ જરા મહારાજને ભય હતો. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પંડિતે મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે “હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાજજી જાણવા ન પામે.” હું કબુલું છું કે આ મારું વર્ણન સર્વને એક સરખું લાગુ નથી પડતું. પણ આ ઉપરથી એટલું જ કહેવા માગું છું કે આજનું આપણે ત્યાગી વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઈ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તપમય વાતાવરણ નથી, અને બીજી બાજુ આજે દુનિયામાં તથા આપણું જ દેશમાં બીજી જગેએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણું દીક્ષિતો સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યા છતાં પણ. બાળ અને તરુણદોક્ષા જ નહિ પણ આધેડ અને વૃદ્ધદીક્ષા સુદ્ધાં ઈષ્ટ ફળ કેવી રીતે આપી શકે એને વિચાર કાર્ય કરે છે ખરું? હું ધારું છું કે જે આજનાં વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે તો ઝઘડો રહે નહિ. કાંત દીક્ષાપક્ષપાતીઓને પોતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાંતે દીક્ષાને આગ્રહ જ છેડો પડે. જે માતાએ સીકંદર, નેપેલિયન, પ્રતાપ કે શિવાજી જેવા પરાક્રમીઓ -જગતને આપવા હોય, તે માતાએ સંયમ કેળવે જ છુટકે છે. અથવા Page #110 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન એવી ભેટ ધરવાની મહત્ત્વાકાંક્ષા છોડે જ છૂટકે છે. આપણો ગુરુવર્ગ બાળદીક્ષા મારફત જે સમાજ, રાષ્ટ્ર કે જગતને કાંઈ અને કાંઇ આપવા જ માગતા હોય તો તેણે પોતાના જીવનમાં અસાધારણ ત્યાગ, વિશાળ જ્ઞાન અને ચિત્તની વ્યાપક ઉદારતા કેળવે જ છૂટકે છે. અને તે માટે તેમને આજનું વાતાવરણું બદલ્યા વિના ચાલી શકે તેમ જ નથી. એટલે ઝઘડે દીક્ષા આપવા ન આપવાનું નથી પણ અત્યારના ક્ષુદ્ર વાતાવરણને બદલવા ને બદલવાની છે. મોડેથી એમ તે કહેવાય જ નહિ કે અમારી પરિસ્થિતિ અને અમારું વાતાવરણ કેટલું ક્ષુલ્લક છે (જો કે સહુ મનમાં તો જાણે જ છે) એટલે બહારથી દીક્ષા આપવાની વાતો થાય છે. “વિશ્વમાં દીક્ષાનું સ્થાન શું છે? એ પ્રશ્નનો ઉત્તર વાતાવરણમાં છે. જે ત્યાગીઓને રહેવા, વિચરવા, શીખવાનું કામ કરવા અને આખી દિનચર્યા ગોઠવવાનું વાતાવરણ ઉદાત્ત હોય તો, વીશ વર્ષના, દશ વર્ષના. અને પાંચ વર્ષના સુદ્ધાંને દીક્ષામાં સ્થાન છે. અને જે વાતાવરણ એદી તથા બીકણ હોય તો, તેમાં સાઠ કે એંશી વર્ષનો બુટ્ટો દીક્ષા લઈને કાંઈ ઉકાળવાનો નથી, એ વાત ત્યાગીઓની સફળતા, નિષ્ફળતાનો ઈતિહાસ આપણને જણાવે છે. જગત આખામાં, અને ખાસ કરી આપણું દેશમાં અને સમાજમાં તો ત્યાગીઓની ભારે જરૂર છે. સેવા માટે ઝંખનાર આપગ્રસ્ત લેકે અને પ્રાણીઓનો પાર નથી. સેવકે શોધ્યા જડતા નથી. ત્યારે પછી દીક્ષાને વિરોધ કેવી રીતે હોઈ શકે ? વિરોધ તો દીક્ષા લેનારમાં જ્યારે સેવકપણું મટી સેવા લેવાપણું વધી જાય છે ત્યારે જ ઉભો થાય છે. એટલે દીક્ષાના પક્ષપાતીએ જે તેના વિરોધીઓનું મોટું પ્રામાણિકપણે અને હંમેશને માટે બંધ જ કરવા માગતા હોય, અને પિતાના પક્ષને ખરીદેલો નહિ પણ સાચો જ વિજય માગતા હોય છે, તેમની ફરજ એ છે કે તેઓ દીક્ષાને સેવાનું સાધન બનાવે. કોઈ એમ ન કહે અને Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ન સમજે કે સેવા સાથે દીક્ષાને ા સંબંધ? જો દીક્ષાના મૂળ ઉદ્દે જીવનશુદ્ધિ હાથમાં હશે, અને તે માટેના સતત પ્રયત્ન હશે તા દીક્ષા સેવા સાથે કશેા વિરેાધ જ નથી; અને જો એ મૂળ ઉદ્દેશ જીવનમ નહિ હાય, અથવા તે માટેની તાલાવેલી પણ નહિ હાય તા તેવું દીક્ષા જેમ બીજાની સેવા નહિ સાધે, તેમ દીક્ષા લેનારની પણ સેવ નહિ સાધે, એ નિઃશંક, એટલે જેમ હંમેશાં બનતું આવ્યું છે તેમ આજે પણ સેવા લેવા યેાગ્ય વર્ગ મેટા હાવાથી સાચી દીક્ષાની સૌથ વધારેમાં વધારે ઉપયેાગિતા છે. દીક્ષાના પક્ષપાતી જો આ વસ્તુ સમજવામાં એક રસ થ જાય તા, હજારા માબાપે! પેાતાના એ બાળકેામાંથી એછામાં ઓછું એકતા સાધુને ચરણે ભાવપૂર્ણાંક ધર્યા વિના નહિ રહે. આજે છાત્રાલયામ અને વિદ્યાલામાં ખળકા ઉભરાય છે. તેમને માટે પૂરતી જગ્યાએ નથી. માબાપેા પેાતાના બાળકને તેવે સ્થળે મૂકવા તલસે છે, અને પેાતાના બાળકને નીતિમાન તથા વિદ્વાન જોવા ભારે તનમનાટ ધરાવે છે, એવી સ્થિતિમાં દીક્ષા આપનાર ગુરુવર્ગ જો પેાતાની પાસે અપાર જ્ઞાનનું, ઉદાત્ત નીતિનું અને જીવતા ચારિત્રનું વાતાવરણ ઉભું કરે તે જેમ ગૃહસ્થાને વગર પૈસે અને વગર મહેનતે પાતાનાં બાળકાને તાલીમ આપવાની તક મળે, તેમ ગુરુવર્ગની પણ ચેલાએની ભૂખ ભાંગે, પરંતુ આજના દીક્ષાની તરફેણ કરનારા તેના ઝઘડા પાછળ બુદ્ધિ અને ધન ખર્ચનારા ગૃહસ્થ વર્ગ પણ એમ ચાકખુ માને છે કે, આપણા બાળકા માટે સાધુ પાસે રહેવું સલામતીવાળું કે લાભદાયક નથી. જે તેઓને ગુરુવર્ગના વાતાવરણમાં વિશાળ અને સાચાં જ્ઞાન દેખાતાં હૈાય, અકૃત્રિમ નીતિ દેખાતી હોય તેા તેએ ખીજાના નહિ તે પેાતાના અને વધારે નહિ તે એક એક બાળકને ખાસ કરી પેાતાના માનીતા ગુરુને ચરણે કાં ન ધરે? આને ઉત્તર શા છે એ વિચારવામાં આવે તા આજે દીક્ષાની ઉપયેાગિતા શી છે એનું ભાન થાય. Page #112 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૯૭ જે વસ્તુ વધારે પ્રમાણમાં અને વધારે વખત સુધી, અથવા તે વધારે ઉંડાણથી જગતને ઉપયોગી હોય તે જ ટકી અને જીવિત રહી શકે છે. એટલે આપણે દીક્ષાને ટકાવી તેમજ સજીવ રાખવી હોય તો આપણે ધર્મ એને ઉપયોગી બનાવવાનો છે. એની ઉપયોગિતાની ચાવી જનસમાજ અને લોકની સેવામાં, તેમને માટે ખપી જવામાં, અને સતત અંતર્મુખ રહેવામાં છે, જે અંતર્જીવન વિકસિત થાય અને સેવામાર્ગ વિસ્તરે તો કોઈ પણ વખતે ન હોય તે કરતાં પણ વધારે આજે દીક્ષાની ઉપયોગિતા છે. આખું વિશ્વ જ સાચી દિક્ષા ઉપર ટકી અને સુખી રહી શકે. આ ચર્ચા માત્ર દોષદર્શન માટે નથી પણ વસ્તુસ્થિતિ રજુ કરી આજનું ત્યાગી વાતાવરણ પુનવિધાન માગી રહ્યું છે એ દર્શાવવા પૂરતી છે. હવે પુનવિધાનને પ્રશ્ન આવે છે. પણ જે દીક્ષાની સામાન્ય હિમાયત કરનાર બન્ને પક્ષકારો, ખાસ કરી ગુરુએ આ વસ્તુ સમજી લે તો તેમની વિચારણામાંથી પુનર્વિધાનનું ખોખું ઉભું થશે અને કદાચ તેઓ માગશે તો પુનવિધાન પરત્વે બહારથી પણ તેઓને પ્રેરણા મળી આવશે. આપણે જાણીએ છીએ કે જે વસ્તુ મેળવવાની ઉત્કટ ઝંખના હોય છે તે વસ્તુ મળ્યા વિના કદી રહેતી નથી. તેથી પુનવિધાન કેવું હોવું જોઇએ એ ભાગ જાણુને જ છોડી દઉં છું. એ એક સ્વતંત્ર ભાષણનો વિષય છે. તા. ૨૬-૮-૩૦ સુખલાલ. Page #113 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેને ઉપયોગ જ્યાં માનવ જાત છે, ત્યાં જ્ઞાનનો આદર સહજ હોય જ છે અને જરા ઓછા હોય તો એને જમાવો પણ સહેલ છે. હિંદુસ્તાનમાં તે જ્ઞાનની પ્રતિષ્ઠા હજારો વર્ષથી ચાલી આવે છે. બ્રાહ્મણ અને શ્રમણ સંપ્રદાયની ગંગાધારાઓ માત્ર વિશાળ જ્ઞાનના પટ ઉપર જ વહેતી આવી છે, અને વહે જાય છે. ભગવાન મહાવીરનું તપ એટલે બીજું કાંઈ જ નહિ પણ જ્ઞાનની ઉંડી શોધ, જે શોધ માટે એમણે તન તોડ્યું, રાત દિવસ ન ગણ્યા, અને તેમની જે ઉંડી શેધ જાણવા, સાંભળવા હજારે માણસોની મેદની તેમની સામે ઉભરાતી, તે શોધ એ જ જ્ઞાન, અને એના ઉપર જ ભગવાનના પંથનું મંડાણ છે. ભગવાનના નિર્વાણ પછી, એમના અનુભવજ્ઞાનને આસ્વાદ લેવા એકત્ર થયેલ, અથવા એકત્ર થનાર, હજારો માણસો એ જ્ઞાન પાછળ પ્રાણ પાથરતા. એ જ્ઞાને શ્રત અને આગમ નામ ધારણ કર્યું, એમાં ઉમેરો પણ થયે, અને સ્પષ્ટતાએ પણ થતી ચાલી. જેમ જેમ એ શ્રત અને આગમના માનસરોવરને કિનારે જિજ્ઞાસુ હસે વધારે અને વધારે આવતા ગયા તેમ તેમ એ જ્ઞાનને મહિમાં વધતે. ચાલ્યો. એ મહિમાની સાથે જ એ જ્ઞાનને મૂર્ત કરનાર એનાં સ્થળ સાધનો પણ મહિમા વધતો ચાલ્યો, સીધી રીતે જ્ઞાન સાચવવામાં મદદ કરનાર, પુસ્તક પાનાં જ નહિ પણ તેના કામમાં આવનાર તાડપત્ર, લેખણ, શાહીને પણ જ્ઞાનના જેટલો જ આદર થવા લાગ્યો એટલું જ નહિ પણ એ પોથી પાનાનાં બંધને, તેને રાખવા મૂકવા અને બાંધવાનાં ઉપકરણે બહુ જ સકારાવા લાગ્યાં. જ્ઞાન આપવા Page #114 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા અને મેળવવામાં જેટલું પુણ્ય કાર્ય, તેટલું જ જ્ઞાનનાં સ્થળ ઉપકરણેને આપવા અને લેવામાં પુણ્ય કાર્ય મનાવા લાગ્યું. જ્ઞાનપ્રાપ્તિ અનેક માટે તપો યોજાયાં હતાં. એવાં તો વધારે જાહેરમાં આવે, અને ચોમેર જ્ઞાનનું આકર્ષણ વધે, એટલા માટે મોટા મોટા જ્ઞાનતપના ઉત્સવો અને ઉજમણુઓ યોજાયા. તેની અનેક જાતની પૂજાઓ રચાઈ ગવાઈ અને તેને લીધે એવું વાતાવરણ બની ગયું કે, જેનો એકેએક બચ્ચો એમ વગર ભણે સમજવા મંડી ગયો કે, “કરોડ ભવનાં પાપ, એક જ પદના કે, એક અક્ષરના જ્ઞાનથી, બળી શકે છે.” આ જ્ઞાનની ભક્તિ અને મહિનામાંથી, જે એકવારના વ્યક્તિગત, અને જાતે ઉપાડી શકાય એટલે જ, સાધુઓના ખંભે અને પીઠે ભંડારે લટકતા, તે બીજા કારણે ઉપસ્થિત થતાં, મેટા બન્યા અને ગામ તથા શહેરમાં દશ્યમાન થયા. એક બાજુ શાસ્ત્રસંગ્રહ અને લખાણનો વધતો જતો મહિમા અને બીજી બાજુ સંપ્રદાયની જ્ઞાન વિષેની હરીફાઈઓ, આ છે કારણને લીધે પહેલાંની એકવારની મોઢે ચાલી આવતી જ્ઞાનસંસ્થા આખી જ ફેરવાઈ ગઈ, અને મોટા મોટા ભંડારરૂપમાં દેખા દેવા લાગી. * દરેક ગામ અને શહેરના સંઘને એમ લાગે જ કે અમારે ત્યાં જ્ઞાનભંડાર હો જ જોઈએ. દરેક ત્યાગી સાધુ પણ જ્ઞાનભંડારની રક્ષા અને વૃદ્ધિમાં જ ધર્મની રક્ષા માનતો થઈ ગયો. પરિણામે આખા દેશમાં, એક છેડેથી બીજા છેડા સુધી જન જ્ઞાનસંસ્થા, ભંડારરૂપે વ્યવસ્થિત થઈ ગઈ. ભંડારો પુસ્તકોથી ઉભરાતા ચાલ્યા. પુસ્તકેમાં પણ વિવિધ વિષયોનું અને વિવિધ સંપ્રદાયનું જ્ઞાન સંધરાતું ગયું. સંઘના ભંડારો. સાધુના ભંડારે, અને વ્યક્તિગત માલિકીના પણ ભંડારે એમ ભગવાનના શાસનમાં ભંડાર, ભંડાર અને ભંડાર જ થઈ ગયા. એની સાથે જ મેટો લેખકવર્ગ ઉભો થયો, લેખનકળા વિકાસ પામી, અને અભ્યાસી વર્ગ પણ ભારે વધો. છાપાંની કળા Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન અહીં આવી ન હતી, ત્યારે પણ કોઈએક નવો ગ્રંથ રચાયો કે તરત જ તેની સેંકડો ન થઈ જતી અને દેશના બધે ખૂણે વિદ્વાનમાં વહેંચાઈ જતી. આ રીતે, જૈન સંપ્રદાયમાં જ્ઞાનસંસ્થાની ગંગા અવિચ્છિન્નપણે વહેતી આવી છે. વંદા, ઉધઈ અને ઉંદરે તેમજ ભેજ, શરદી અને બીજાં કુદરતી વિનો જ નહિ, પણ ધમધ યવનો સુદ્ધાંએ આ ભંડારો ઉપર પિતાને નાશકારક પજે ફેરવ્યો, હજારો ગ્રંથો તદ્દન નાશ પામ્યા, હજારે ખવાઈ ગયા, હજારે રક્ષાની અને બીજાઓની બેપરવાઈથી નષ્ટભ્રષ્ટ થઈ ગયા, છતાં જ્ઞાન તરફની જીવતી જૈનભક્તિને પરિણામે આજે પણ એ ભંડારે એટલા બધા છે, અને એમાં એટલું બધું વિવિધ તેમ જ જૂનું સાહિત્ય છે કે, તેને અભ્યાસ કરવા માટે સેંકડો વિદ્વાનો પણ ઓછા જ છે. પરદેશના અને આ દેશના, કેડીબંધ શોધક અને વિદ્વાનોએ આ ભંડારની પાછળ વર્ષો ગાળ્યાં છે, અને એમાંની વસ્તુ તથા એને પ્રાચીન રક્ષાપ્રબંધ જોઈ તેઓ ચકિત થયા છે. વર્ષો થયાં કેડીબંધ છાપખાનાંઓને જૈન ભંડારો પૂરતો ખોરાક આપી રહ્યા છે, અને હજી પણ વર્ષો સુધી તેથી વધારે ખેરાક પૂરો પાડશે. ભંડારે જેમ નામમાં તેમ સ્વરૂપમાં પણ હવે બદલાયા છે. હવે પુસ્તકાલય, લાયબ્રેરીઓ, જ્ઞાનમંદિર અને સરસ્વતીમંદિરોનાં નામ તેઓએ ધારણ કર્યા છે, અને કલમને બદલે બીબામાંથી લખાઈ નવે આકારે બહાર પડતાં જાય છે. ભંડારની જૂની સંગ્રાહક શક્તિ હજી પુસ્તકાલયમાં કાયમ છે. એટલું જ નહિ પણ તે, જમાનાના જ્ઞાનપ્રચાર સાથે વધી છે. તેથી જ આજનાં જૈન પુસ્તકાલય જૂના જૈન ગ્રંથો ઉપરાંત આધુનિક, દેશી, પરદેશી અને બધા સંપ્રદાયના સાહિત્યથી ઉભરાતા ચાલ્યા છે. બ્રાહ્મણ સંપ્રદાયના અને જૈન સંપ્રદાયના ભંડાર વચ્ચે એક ફેર છે, અને તે એ કે બ્રાહ્મણના ભંડાર વ્યક્તિની માલિકીના હોય Page #116 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘસંસ્થા ૧૦૧ છે. જ્યારે જન ભંડારો બહુધા સંધની માલિકીના જ હોય છે, અને કવચિત્ વ્યક્તિની માલિકીના હોય, ત્યાં પણ તેનો સદુપયોગ કરવા માટે તે વ્યકિત માલિક છે. અને દુરુપયોગ થતો હોય ત્યાં મોટે ભાગે સંઘની જ સત્તા આવીને ઉભી રહે છે. બ્રાહ્મણે આસો મહિનામાં જ પુસ્તકમાંથી ચોમાસાનો ભેજ ઉડાડવા, અને પુસ્તકની સારસંભાળ લેવા, ત્રણ દિવસનું એક સરસ્વતીશયન નામનું પર્વ ઉજવે છે, જ્યારે જનો કાર્તિક સુદિ પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકે અને ભંડારને પૂજે છે, અને એ નિમિત્તે ચોમાસામાંથી સંભવતો બગાડ ભંડારોમાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા જે એકવાર માત્ર મૌખિક હતી, તે અનેક ફેરફાર પામતાં પામતાં, અનેક ઘટાડા વધારા, અને અનેક વિવિધતા અનુભવતાં અનુભવતાં, આજે મૂર્તરૂપે આપણું સામે છે. પરંતુ આ બધું વારસાગત હોવા છતાં અત્યારે, જમાનાને પહોંચી વળે તેવો અભ્યાસી વર્ગ એ ભંડારોની મદદથી કેાઈ ઉભો થતો નથી. પ્રાચીન અને મધ્યકાળમાં જે ભંડારેએ, સિદ્ધસેન અને સમંતભદ્ર, હરિભદ્ર અને અકલંક, હેમચંદ્ર અને યશોવિજયને જન્માવ્યા, તે જ ભંડારો અને તેથીએ મોટા ભંડારો વધારે સગવડ સાથે આજે હોવા છતાં, અત્યારે વિશિષ્ટ અભ્યાસીને નામે મીંડુ છે. કોઈને જાણે સંગ્રહ સિવાય બીજી ખાસ પડી જ ન હોય તેમ અત્યારની આપણી સ્થિતિ છે. બે એક અપવાદને બાદ કરીએ તો આ જ્ઞાનસંસ્થાને વારસો સંભાળી રાખનાર, અને ધરાવનાર ત્યાગી વર્ગ જાણે તુષ્ટિમાં પડી ગયો છે, અને અત્યારના યુગની સામે તેમની જ્ઞાન દૃષ્ટિએ કેટલી મોટી જવાબદારી છે, એ વાત જ છેક ભૂલી ગયો છે, અથવા સમજી શકે નથી, એમ કાઈ પણ આખા સાધુવર્ગના પરિચય પછી કહ્યા વિના ભાગ્યે જ રહી શકે. આ ભંડારને ઉપયોગ અભ્યાસીઓ સર્જવામાં જ ખરો હોઈ શકે. અત્યારસુધી જે એની શૂળપૂજા થઈ, તેણે હવે અભ્યાસનું રૂપ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ધારણ કરવું જોઈએ. સાધુવર્ગ એ વસ્તુ સમજે તો ગૃહસ્થો પણ એ દિશામાં પ્રેરાય અને આપણો વારસે બધે સુવાસ ફેલાવે. અત્યારે જે કેટલાક ખંડ ભંડાર છે, એક જ ગામ કે શહેરમાં અનેક ભંડાર છે, એક જ સ્થળે એક જ વિષયનાં અનેક પુસ્તકે છતાં, પાછાં વળી તેનાં અનેક પુસ્તક લખાયે જ જવાય છે, અથવા સંઘરે જ જવાય છે, તે બધાને ઉપયોગની દૃષ્ટિએ વિચાર કરી એક કેંદ્રસ્થ ભંડાર તે તે સ્થાને બન જોઈએ. અને દરેક ગામ કે શહેરના કેન્દ્રસ્થ ભંડાર ઉપરથી, એક મહાન સરસ્વતીમંદિર ઉભું થવું જોઈએ, કે જ્યાં કેઈપણ દેશ-પરદેશનો વિદ્વાન આવી અભ્યાસ કરી શકે, અને તે તરફ આવવા લલચાય. લંડન કે બલિનની લાયબ્રેરીનું ગૌરવ એ મુખ્ય સરસ્વતીમંદિરને મળે અને તેની અંદર અનેક જાતની ઉપયેગી કાર્યશાખાઓ ચાલે, જેના દ્વારા ભણેલ. અભણ, સમગ્ર જનતામાં એ જ્ઞાનગંગાના છાંટા અને પ્રવાહ પહોચે. આટલું આપણા ત્યાગી ગુરુઓ ન કરે તો તેઓ ઈચ્છશે છતાં તેમનામાંથી આલસ્ય, કલેશ અને બીનજવાબદારી જીવન કદી જ જવાનાં નથી. તેથી સાધુતાને જીવતી કરવા આ ભંડારોના જીવંત ઉપયોગમાં જ વ્યવસ્થિત રીતે સાધુવર્ગે નિયંત્રણપૂર્વક અને ઈરછાપૂર્વક એક પણ ક્ષણને વિલંબ કર્યા સિવાય ગોઠવાઈ જવું જે ઈએ. જેમના પૂર્વજોએ ખભે જ્ઞાનની કાવડનો ભારેમાં ભારે લાકડીને કે ઉપાડી, પગપાળા ચાલી કેડ વળી જાય ત્યાંસુધી અને ધોળાં આવે ત્યાંસુધી જહેમત ઉઠાવી છે, અને એકેએક જણને તાજું જ્ઞાનામૃત પાવાની કેશીષ કરી છે તે સાધુવર્ગને મારા જેવા શુદ્ર જ્ઞાનપિપાસુ સેવકે એમને વારસાગત કાર્ય જમાનાની રીતે બનાવવા માટે એમને વિનવણું કરવી, એમાં તે વિનવણું કરનાર, અને વિનવાતા વગર, બનેનું અપમાન છે. હું મારું પિતાનું અપમાન જ ગળી જાઉં તે પણ એ જ્ઞાનગંગાવાહીઓનું અપમાન સહી શકાય નહિ. તેથી તેઓ આપોઆપ સમજી જઈ વિનવણીને નિરર્થક સાબીત કરે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા ૧૦૩ સંઘ સંસ્થા–હવે આપણે વિષયના બીજા ભાગ તરફ વળીએ. જૈન બદ્ધો અને બીજા આજીવક જેવા શ્રમણ પની પેઠે વર્ણવ્યવસ્થામાં નથી માનતા. એટલે એમને વર્ણના નામ સામે કે વિભાગ સામે વાંધો નથી, પણ એ વર્ણવિભાગને તેઓ વ્યાવહારિક કે આધ્યાત્મિક વિકાસમાં બંધનરૂપ માનવાને ના પાડે છે. બ્રાહ્મણ સંપ્રદાય વર્ણવિભાગમાં વહેંચાયેલું અને બંધાય છે. એમાં જ્યારે વર્ણવિભાગે વ્યાવહારિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં બંધન ઉભું કર્યું અને આયં માનોના માનસિક વિકાસમાં આડ ઉભી કરી ત્યારે ભગવાન મહાવીરે એ આડ ફેંકી દેવા, અને સામ્યવાદ સ્થાપવા બુદ્ધના જેટલો જ પ્રયત્ન કર્યો. જેઓ જેઓ ભગવાન મહાવીરના અનુગામી થતા ગયા તેઓ વર્ણનું બંધન ફેંકતા કે ઢીલું તો કરતા જ ગયા, છતાં પિતાના પૂર્વજોના અને પોતાના જમાનાના બ્રાહ્મણપથી પડેાસીઓના કડક વર્ણબંધનોના સંસ્કારોથી છેક જ અલિપ્ત રહી ન શકયા. એટલે વળી બ્રાહ્મણ પંથે જ્યારે જ્યારે જોર પકડયું, ત્યારે ત્યારે જેનો એ પંથના વર્ષાબંધનના સંસ્કારેથી કાંઈક રીતે અને કાંઈક લેપાયા. એકપાસ વર્ણ બંધન સામેના જૈનવિરોધે, બ્રાહ્મણપથ ઉપર સીધી અસર કરી અને તે પંથના વર્ણબંધન સંસ્કારો કાંઈક મોળા પાડયા, અને બીજે પાસ બ્રાહ્મણ પંથના વર્ણબંધન વિષેના દઢ આગ્રહે જૈનપંથ ઉપર અસર પાડી. જેને લીધે ઈરછાએ કે અનિચ્છાએ, એક અથવા બીજે રૂપે, જૈન લોકોમાં વર્ણસંસ્કારનું કાંઈક વાતાવરણ આવ્યું. આ રીતે વર્ણબંધનના વિરોધી અને અવિરેધી બંને પક્ષો એકબીજા સાથે લડતા, અફળાતા, છેવટે એકબીજાની થેડીઘણું અસર લઈ, સમાધાનીપૂર્વક આ દેશમાં વસે છે. આ તો ટુંકમાં ઐતિહાસિક અવલોકન થયું. પણ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનને છેદ ઉડાડી મૂક્યો ત્યારે, ત્યાગના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડયા. મુખ્ય બે વર્ગઃ એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ. અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલે વર્ગ પૂર્ણત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષો બને આવે, અને તે સાધુસાધ્વી કહેવાય. બીજો વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષો બને આવે અને તે શ્રાવક શ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘ વ્યવસ્થા અથવા બ્રાહ્મણ પંથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરી ચતુવિધ વર્ણવ્યવસ્થા શરૂ થઈ. સાધુસંઘની વ્યવસ્થા સાધુઓ કરે; એના નિયમો એ સંધમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મૂકાયેલા છે. સાધુસંઘ ઉપર શ્રાવકસંધનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિર્વિવાદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે. પણ કયાંય ભૂલ દેખાય, અથવા તો મતભેદ હોય, અથવા તો સારા કાર્યમાં, પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંધે પિતે જાતે જ શ્રાવકસંઘનો અંકુશ પોતાની ઈચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણુ રીતે જુદુ હોવા છતાં તે સાધુસંઘનો એકુશ સ્વીકારતો જ આવ્યો છે. આ રીતે પરસ્પરના સહકારથી એ બંને સંઘો એકંદર હિતકાર્ય જ કરતા આવ્યા છે મૂળમાં તો સંધના બે જ ભાગ, અને ધર્મની દષ્ટિએ મહાવીરને એક જ સંઘ છતાં ગામ અને શહેર તેમજ પ્રદેશના ભેદ પ્રમાણે, એ સંધ લાખો નાના નાના ભાગમાં વહેંચાઈ ગયો, અને વળી દુદેવથી પડેલા વેતાંબર, દિગંબર સ્થાનકવાસી જેવા ત્રણ ફાંટાઓને એ લાખો નાનકડા સંઘ સાથે ગુણએ તો અનેક લાખો નાનકડા ટુકડા થઈ જાય. દુધૈવ ત્યાંથી જ ન અટક્યું પણ છ વગેરેના ભેદો પાડી તેણે એ નાના ટુકડાઓને આજના હિંદુસ્તાનના ખેડૂતોની ખેડવાની જમીનના નાના નાના ટુકડાની પેઠે વધારે અને વધારે ભાગલા Page #120 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા ૧૦૫ પાડી દીધા. આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તો સુરક્ષિત છે, અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આ જૈન સંધ એકત્ર થઈ શકે, અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કરે જાય. એ સામાન્ય તમાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી બે વસ્તુઓ આવે છે. એક અહિંસાને આચાર અને બીજી વસ્તુ અનેકાંતનો વિચાર. ભગવાન મહાવીરનો સંધ એટલે પ્રચારકસંધ. પ્રચાર શેનો ? તો ઉપલી બે વસ્તુઓનો, અને એ બે વસ્તુઓની સાથે સાથે, અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાની મોટી બીજી અનેક વસ્તુઓને. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલો, અને વળી વધારે અને વધારે આજે વહેંચાતે જતો જૈનસંઘ, પિતાના પ્રચારધર્મના ઉદ્દેશને, અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમજ સર્વત્ર લકાની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે. અને લેકની એ માંગણી અહિંસા તેમજ અનેકાંતધારા કેવી રીતે પૂરી પાડી શકાય, એને અભ્યાસ કરી લે તો હજુએ એ સ ઘ એ તો ઉપર અખંડ રહી શકે, અને એનું બળ ટકી શકે. ફરજનું ભાન જ, સમય, શક્તિ અને બુદ્ધિનો દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પોતાની ફરજનું ભાન જીવનમાં આવતું કરવું જોઈએ. દેશના સદ્દભાગ્યે તેમાં જૈન જેવો પ્રચારકસંધ પડયો છે. તેનું બંધારણ વિશાળ છે. તેનું કાર્ય સાને જોઈએ અને સે માગે તેવું જ છે. એટલે અત્યારે, બીજે કોઈપણ વખતે હતી તે કરતાં, સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જે સંઘના આગેવાનો પોતાની સંધસંસ્થાને નિપ્રાણ જોવા ન માગતા હોય અને પોતાના વારસદારોને શાપ, તેમ જ દેશવાસીઓનો તિરસ્કાર વહોરવા ન Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને માગતા હોય તે, અત્યારે સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની, તેનો ઉપયોગ રાષ્ટ્રપરત્વે કરવાની ખાસ જરૂર છે. આ દેશમાં જે એકવાર ભારે વગસગ ધરાવતે તે બદ્ધ હયાત નથી, છતાં જૈનસંધ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપય દેશપરત્વે પહેલાં જ થવો ઘટે; અને માત્ર તબલાં કે ખડતલ, ઝાંઝ કે ડાંડીઆરા વગાડવા-વગડાવવામાં, તેમ જ નિર્જીવ જમણવાર. મીઠાઈઓ ખાવા-ખવરાવવામાં, અને બહુ તો ભપકાબંધ વરઘોડ ચડાવવામાં જ એ સંધસંસ્થા પિતાની ઇતિશ્રી ન સમજે. જો કે શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હોય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તો આપણે બધા તેને પ્રાર્થીશું કે આજે જ તેને પોતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જે આજે તે ઉદાસીન રહે તો ફરી તેને પિતાને અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તો એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણામાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે. પ્રાર્થના કરનાર પણ આપણે છીએ, એટલે આપણું પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જે એ કામ આપણે ન કરીએ તો શાસનદેવતાને ઠપકે આપો એનો અર્થ આપણી જાતને મૂર્ણ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તો કશું જ સિદ્ધ થતું નથી, અને હોય તો કશું જ અસાધ્ય નથી, તેથી આપણે આપણે પુરુષાર્થ સંધસંસ્થાને દેશપયોગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું. તા. ૨૭-૮-૩૦ સુખલાલ Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર આજનો છેલ્લો દિવસ એટલે શું ? લોકો એને સાંવત્સરિક દિવસ કે પર્વ કહે છે. પણ વળી સાંવત્સરિક એટલે શું ? એ પ્રશ્ન થાય છે. એનો ઉત્તર ઉપરના માળામાં આવે છે. ભગવાન મહાવીર અને જીવનશુદ્ધિ એ બે વસ્તુ નાખી નથી જ. એક જ તત્ત્વનાં બે નામો અને રૂપ છે. કલ્પના અને બુદ્ધિ જ કાંઈક વિચારી શકે તેવી સૂક્ષ્મ વસ્તુ એ જીવનશુદ્ધિ. અને હાલતી ચાલતી, તથા જીવતી જાગતી, સ્થૂળ દૃષ્ટિને પણ ગ્રાહ્ય થઈ શકે તેવી જીવનશુદ્ધિ એ ભગવાન મહાવીર. આજનો દિવસ જીવનશુદ્ધિનો એટલે જીવનશુદ્ધિને આદર્શ માનનાર હરકોઈને માટે પોતાના ભૂતજીવનમાં ડોકિયું કરવાનો, અને એ જીવનમાં ક્યાં ક્યાં કચરો એકઠો થયો છે, એની સૂક્ષ્મ તપાસ કરવાનો. આટલું જ કરવા માટે આપણે ભગવાનનું જીવન સાંભળીએ છીએ. જે એ જીવન સાંભળી પોતાના જીવનમાં એકવાર પણ ડોકિયું કરાય, અને પિતાની નબળાઈઓ નજરે પડે છે, સમજી લેવું કે તે બધાં જ તપ તપ્યો અને બધાં જ તીર્થોની યાત્રા કરી. પછી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની જુદાઈ નહિ રહે, એને માટે એને રણઝની પેઠે રખડવું નહિ પડે. આપણે સાંવત્સરિક દિવસો કેટલા પસાર કર્યા ? તેને સ્થૂળ ઉત્તર તો સૌ કોઈ પિતાની જન્મપત્રિકામાંથી મેળવી શકે પણ યથાર્થ સાંવત્સરિક દિવસ પસાર કર્યો છે કે નહિ એનો સત્ય ઉત્તર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને તો અંતરાત્મા જ આપી શકે. પચાસ વર્ષ જેટલી લાંબી ઉંમરમાં એકવાર પણ આવું સાંવત્સરિક પર્વ જીવનમાં આવી જાય તો, એ બાકીનાં ઓગણપચાસે સફળ જ છે. ભગવાન મહાવીરનું જીવન સાંભળીએ છીએ ત્યારે તેમના ઉપર પડેલા ઉપસર્ગો સાંભળી અને તેમની પાસે હાજર થતી દેવીની સંખ્યા સાંભળી કાંતે અચરજ પામી વાહ વાહ કરીએ છીએ અને કાંતે “કાંઈક હશે એમ કહી અશ્રદ્ધાથી ફેંકી દઇએ છીએ. જ્યારે એ ભયાનક પરિષહો, અને પ્રભાવશાળી દેવાની વાત સામે આવે છે ત્યારે, શ્રદ્ધાથી અચંબો પામીએ, કે અશ્રદ્ધાથી એ વાત ન માનિયે, પણ બંનેનું પરિણામ એક જ આવે છે, અને તે એ કે આપણે ક્ષુદ્ર રહ્યા. આવું તો આપણું જીવનમાં ક્યાંથી આવે ! એ તો મહાપુરુષમાં જ હોય અથવા કઈમાં ન હોય એમ ધારી આપણે શ્રદ્ધાળુ હોઈએ કે અશ્રદ્ધાળુ હોઈએ, પણ મહાવીરના જીવનમાંથી આપણું સાધારણ જીવન પરત્વે કશું જ ઘટાવી કે ફલિત કરી શક્તા નથી. એટલે આપણે તે જીવનશુદ્ધિની દષ્ટિએ ભગવાન મહાવીરના જીવનમાંથી કશો જ ફાયદો ઉઠાવી શકતા નથી, એમ સામાન્ય રીતે કહી શકાય. મહાવીરની મહત્તા દેવના આગમન, કે બીજી દિવ્ય વિભૂતિઓમાં નથી. શરીરસૌષ્ઠવ કે બીજા ચમત્કારોમાં પણ નથી. કારણ કે જે દેવ આવી જ શકતા હોય તો બીજાઓ પાસે પણ આવે અને શરીરનું સૌષ્ઠવ તથા બીજી વિભૂતિએતો મહાન ભેગી ચક્રવર્તીઓને કે જાદુગરેને પણ સાંપડે. ત્યારે પછી આપણે આવી અતિશયતાઓથી કાં લેભાવું જોઈએ ? ત્યારે પ્રશ્ન થશે કે, ભગવાનના જીવનમાં આકર્ષક અથવા ઉપગી, મેહક અસાધારણ તત્ત્વ શું છે કે જેનો સંબંધ આપણી સાથે પણ સંભવી શકે, અને જેને લીધે ભગવાનની આટલી મહત્તા છે ? એને ઉત્તર રાતદિવસ ચાલતા આપણા જીવનમાંના તોફાનોમાંથી મળી રહે છે. જે તેફાનો આપણને હેરાન કરે છે, કચરી નાખે છે Page #124 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર અને નિરાશ કરી મૂકે છે, તેજ મનનાં તફાને ભગવાનને પણ હતાં. ભયનું ભારે વાવાઝોડું, બીકનું ભારે દબાણ, લીધેલ સ્થિર રહેવાની પ્રતિજ્ઞામાંથી ચલિત થઇ, હંમેશની પડેલી ભેગની ટેવોમાં તણાઈ જવાની નબળાઈ, સંગમનું રૂપ ધારણ કરીને આવી, અને ભગવાનની કસોટી થવા લાગી. પ્રતિજ્ઞાના અડગ પગ ડગાવવા, પૂર્વ ભોગોના મરણ અને લાલચે આગનું રૂપ ધારણ કર્યું અને ખીર પાકવા લાગી. મહાવ્રતની ભીષ્મ પ્રતિજ્ઞા લેતી વખતે અંતરાત્માના દિવ્ય નાદને સાંભળવા ભગવાને જે મનમાં શ્રવણ બારીઓ ઉઘાડી મૂકી હતી, તેમાં દુન્યવી વાવાઝોડાના નાદો ખીલારૂપે દાખલ થયા. આ બધું છતાં એ ભીષ્મપ્રતિજ્ઞાવીર કેવી કેવી રીતે આગળ વધે જ ગયો, અને સંગમથી કે પગ ઉપરના ખીરપાકથી કે ખીલા ભેંકાવાથી જરા પણ પાછા ન હઠતાં, છેવટે વિજયવાન થયો, એ જ જાણવામાં મહાવીરના જીવનની મહત્તા છે. અને એવા સંગમ દેવો, એ રંધાતી ખીરે, એ કાનમાં ઠોકાતા ખીલાઓ આપણે રોજને રેજ આપણું જીવનમાં, ધર્મસ્થાનમાં કે બજારમાં અનુભવીએ છીએ. કપડાં વેગીનાં હોય કે ભોગીનાં, પણ આપણું જીવનમાં એ બધા જ ઉપસર્ગો આપણે અનુભવીએ છીએ. પછી શંકા શી કે ભલા, આવા દેવો હોઈ શકે ? કે વળી આવા ઉપસર્ગો હોઈ શકે ? તેમજ અચંબો પણ શે, કે અહો ! આ તે બધું ભગવાન જેવા મોટા પુરુષને જ હોય, એમને જ આવા ઉપસર્ગો પડે, અને એ જ તેને જિતી શકે. આપણે પોતે ભગવાન છીએ. આપણું જીવનમાં તેમને પડયા, અને તેમણે સહ્યા, તે બધા જ ઉપસર્ગો રાત દિવસ આવે જાય છે. પણ આપણે પિતાના જીવનમાં ડોકિયું નથી કરતા, અને ભગવાનના જીવન તરફ પણ નજર કરીએ છીએ તો અંદર ઊતરવા ખાતર નહિ, પણ ઉપર ઉપરથી જ. એટલે જ આપણે ભગવાનના જીવન અને આપણું જીવન વચ્ચે ભારે ફેર અનુભવીએ છીએ, અને એ ફેર બિક એવો દેવતાઈ માની લઈએ છીએ કે આપણે ભગવાન ઉપર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા અને વેગળા રહીએ છીએ આપણે પોતે જ ભગવાન છીએ, એનો અર્થ એટલે જ કે ભગવાનને માનસિક વિટંબણાઓ એમના જીવનનાં તોફાનો, અને એમનું દિલ આસુરી વૃત્તિનું યુદ્ધ, એ જ આપણું જીવનમાં છે. ફેર હોય તે એટલે જ છે કે આપણે આપણા જીવનગત એ ઉપસર્ગોને જોતા નથી, જોવા ઈચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યાં ભગવાને એ બધું કર્યું. અને જે જાણે, ઈચછે અને પ્રયત્ન કરે છે વસ્તુને મેળવે તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઈ નાતના હતા, ઉમર શી હતી, તેમનો પરિવાર કેટલો હતો, સમૃદ્ધિ શી હતી, ઘર ક્યારે છેડયું કયાં ક્યાં ફર્યા, કેણુ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને કયા યા દેવી બનાવો બન્યા, કે કેટલા રાજાઓ ચરણમાં પડયા, કેટલા ચેલા અને ચેલીઓ થયા, કેટલા ગૃહસ્થોએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામ કર્યા, જ્યાં નિર્વાણ પામ્યા, વગેરે બધું જાણવું હોય તે જાણવું ખરું પણ સમરણમાં રહે કે એ બધી બાબત તો વધારે ચમત્કાર પૂર્વક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળ અને મેળવી શકીએ. ત્યારે આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી? એ પ્રશ્ન થશે. ઉત્તર ઉપર દેવાઈ તો ગયો જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ કે મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ, એમના જીવનની ઘટનાઓ, ખાસ કરી ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણું જીવનમાં કઈ કઈ રીતે બની રહી છે તે ઉંડાણથી જોયા કરવું. ચમત્કારે, દૈવી ઘટનાઓ અને અતિશયોની વાત પાછળનું યથાર્થ રહસ્ય, આપણું જીવનને સામે રાખી, ભગવાનના જીવનમાં ડોકિયું કરવાથી તરત ધ્યાનમાં આવશે. એ ધ્યાનમાં આવતાં જ ભગવાનની Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર ૧૬ ૧. સ્વતઃસિદ્ધ મહત્તા નજરે ચડશે. પછી એ મહત્તા માટે કેઈ ઠાઠમાઠ દિવ્ય ઘટના કે ચમત્કારનું શરણુ લેવાની જરુર નહિ રહે. જેમ જેમ એ જરુર નહિ રહે તેમ તેમ આપણે ભગવાનના જીવનની એટલે સાંવત્સરિક પર્વની નજીક જઈશું. આજે તો આપણે બધાય સાંવત્સરિક પર્વમાં હોવા છતાં તેમાં નથી; કારણ કે આપણે જીવનશુદ્ધિમાં જ નથી. એટલે સાંવત્સરિક પર્વનું કલેવર તો આપણું પાસે છે જ. એમાં પ્રાણ પૂરાય અને એ પ્રાણ પૂરવાના સ્થળ ચિહ્નરૂપે આપણે રાષ્ટ્ર માટે ભોગને ત્યાગ કરીએ, અને એમ સાબીત કરી બતાવીએ કે, રાષ્ટ્રને ઉપયોગી થવાની જીવનશુદ્ધિ અમારામાં આ રીતે છે, તે આજનું આપણું આંશિક કર્તવ્ય સિદ્ધ થયું લેખાય. ને ભગવાનની જીવનશુદ્ધિને એટલે તેને પડઘો પાડતો સાંવત્સરિક પર્વનો પંથ એવો વિશાળ છે કે તેમાંથી આપણે આધ્યાત્મિક અને લૌકિક બંને કલ્યાણ સાધી શકીએ. હવે જોવાનું છે કે જીવનશુદ્ધિનો દાવો કરતા આપણે રાષ્ટ્રસેવા દ્વારા એને કેટલો વિકાસ કરી શકીએ છીએ. રસ્તો તો આજે ખુલ્લે થઈ ગયો છે. રાષ્ટ્રધર્મ એટલે પ્રવૃત્તિ અને જીવનશુદ્ધિ એટલે નિવૃત્તિ, એ બે વચ્ચેનો માની લીધેલ વિરોધનો ભ્રમ પણ હવે ભાંગી ગયો છે. એટલે ફક્ત પુરુષાર્થ કરવો છે કે નહિ, એ જ ઉત્તર આપો બાકી રહે છે. આના ઉત્તરમાં જ જૈન સમાજનું જીવન અને મરણ સમાયેલું છે. તા. ૨૮-૮-૩૦ સુખલાલ Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ પ્રિય બંધુઓ અને હેંના ! ધર્મ એ વિશાળ વસ્તુ છે. તે આત્માના સકળ સ્વરૂપને ખીલવવાન સાધના પુરાં પાડે છે. શ્રીહરિભદ્રસૂરિએ ધર્માંબિન્દુમાં કહ્યું છે કે धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्व कामदः । धर्म एवापवर्गस्य पारंपर्येण साधकः ॥ ધન એ ધનના અને ધન આપવાવાળા છે, અમુક વસ્તુઓની કામના–ઈચ્છા કરનારને તેની કામના પુરા કરનાર છે અને ધર્માં જ સ્વર્ગ આદિ આપી પરપરાએ મેાક્ષના દાતા છે. ધર્મ આ પ્રમાણે વિશાળ અને વ્યાપક હાય છે, પણ તેનું વ્યાપક સ્વરૂપ ભૂલીને મમત્વને વશ થઈ કે કાગ્રહથી નાની અને મીન મહત્ત્વની બાબતાના સંબંધમાં પથા ઉભા થયા છે. પથે! મર્યાદિત બને છે, અને એક પથવાળા બીજા પૃથા ઉપર આક્ષેપ કરે છે, અને તેમાંથી ઝડા અને વેર વિરાધ પ્રકટે છે. કોઇ ચેાથને દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ કરે અને કાઈ પાંચમને દિવસે કરે, પણ જ્યાં સુધી બંને પક્ષવળા આખા વર્ષમાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત કરે, અને ખીજાએ પ્રત્યે થયેલા વિરાધ કે અવિનયની ક્ષમા આપે અને માગે, ત્યાંસુધી બંને પક્ષા માનને પાત્ર છે. પ જ્યાં ખીન મહત્ત્વની વસ્તુને પ્રધાનપદ આપવામાં આવે છે, ત્યાં ધર્મભાવના ઊડી જાય છે. શ્વેતાંબર અને દિગંબર બન્ને જૈનધમના પંચામાં ૯૫ ટકા જેટલી સમાનતા છે. બંને ધર્માં શ્રીમહાવીર પ્રભુને, નવતત્ત્વને 3 Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૧૩ પંચમહાવ્રતને, આત્માને અમરત્વને, કર્મને, પુનર્જન્મને, મુક્તિનાં સાધન તરીકે જ્ઞાન દર્શન અને ચારિત્રને, અને એવી બીજી અનેક મહત્ત્વની વસ્તુઓને માને છે, તે પછી જે બાબતમાં મતભેદ હોય તેને જ કેમ આગળ ધરવામાં આવે છે ? મનુષ્યને પિતાની અને પિતાના પંથની વિશિષ્ટતા બતાવવાની ઈચ્છા થાય છે, અને તેથી જે તુચ્છ ભેદ હોય છે, તેને જ આગળ લાવે છે. કોઈ “વેતાંબરને દિગંબરના સંબંધમાં પૂછવામાં આવે છે તે એમજ કહે કે “તેમના ગ્રન્થો પાછળથી લખાયેલા છે, અને તેમનામાં સ્ત્રીને દીક્ષા હોય નહિ, અને દિગંબર સ્ત્રીઓ મેક્ષને પામે નહિ!” હવે દિગંબરને પૂછવામાં આવે તે તે પણ એમજ કહે કે “વેતાંબર સંપ્રદાયના ગ્રંથે પાછળથી લખાયેલા છે. વેતાંબર પંથના સાધુઓ મહાવીર પ્રભુ જે દિગંબર હતા તેમની આજ્ઞાને લેપીને શ્વેત વસ્ત્રો પહેરે છે. તેમનો ત્યાગ ધર્મ અમારા જેવો ઉત્કૃષ્ટ નહિ.” આવી રીતે મૂળ વસ્તુને ભૂલી સ્ત્રીઓને મોક્ષ હોય કે ન હોય, સ્ત્રીઓ દીક્ષા લઈ શકે કે નહિ અથવા તો સાધુઓને વસ્ત્રો પહેરવાં કે ન પહેરવાં આ બીન મહત્ત્વની બાબતો પર ભાર મૂકીને બીજા પંથની અવગણના કરવામાં આવે છે. “ સીના નવાાિ િમોક્ષમાર્ગ” એ બાબતમાં શું મતભેદ છે ? ચક્ષુદિ ના ઇષ મુનિ કષાયથી મુક્ત થવું એ જ મુક્તિ છે, એમાં શું મતભેદ છે ? દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મનાં ચાર અંગ છે, તેમાં મતભેદ છે? પંચમહાવ્રતમાં મતભેદ છે ? એકતા બતાવનારાં અનેક તો હોવા છતાં તેને જતાં કરીને ભેદદક બીન મહત્વની બાબતો પર ભાર મૂકવામાં ઝઘડાઓ થાય છે. “વેતાંબર હોય કે દિગંબર હોય, બૌદ્ધ હોય કે અન્ય કોઈ ધમી હાય, પણ જેના હૃદયમાં સમભાવ છે, તે મોક્ષ મેળવશે, એમાં દિલ નથી. જૈનધર્મને સ્યાદાદ અથવા અનેકાંતવાદ કહે છે. જે સ્વાદાનું ખરું સ્વરૂપ સમજે, તે કદાપિ દુરાગ્રહી કે પરમત અસહિષ્ણુ હેઈ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના શકે નહિ. તે તા સામા મનુષ્યને અપેક્ષાએ સમજે છે, અને તેથી તે કદાપિ બીજા જોડે લડતા નથી. ધઉંના લેટની અપેક્ષાથી રેતી ભારે લાગે, તેજ રેતો સીસાના ભૂકાની અપેક્ષાએ હલકી લાગે. રીતે રેતમાં ભારેપણું તેમજ હલકાપણું બંને ગુણ આવેલા છે, પણ તે અમુક અપેક્ષાએ છે. cr જેમ પથામાં મતભેદ પડે, તેમ ધર્મોમાં પણ મતભેદ પડે. ત્યારે મનુષ્યે શું કરવું ? ત્યાં બધા ધર્મો કરતાં પણ એક મેટું તત્ત્વ છે કે જે આત્મધર્મ છે. આત્મધર્માવલંબી સ્વાશ્રયી બને છે. તે ધર્મનાં પુસ્તકા વાંચે છે, બીજા મહાન પુરુષાનાં વચનેા શ્રવણુ કરે છે, પણ છેવટે તેા પેાતાના ઉપર જ વિશ્વાસ રાખે છે, આ ઉપર એક જાણીતું દૃષ્ટાંત છે. યુધિષ્ઠિર મહાભારતના યુદ્ધમાં અણીને પ્રસંગે પેાતાના પક્ષના જય થાય, તે હેતુથી પેાતાના અંતરાત્માને રંગીને શ્રીકૃષ્ણના સૂચનથી એક અસત્યવચન ખેલ્યા, અશ્વત્થામા નામના હાથી મરી ગયા હતા. જ્યારે અશ્વત્થામાના પિતા દ્રોણાચાયે યુધિષ્ઠિરને સત્યવાદી માનીને પૂછ્યું કે શું મા પુત્ર અશ્વત્થામા મરી ગયા ” યુધિષ્ઠિરે અંતરાત્માને ઠગીને કહ્યું કે અશ્વત્થામા મરી ગયા. પણ ધીમેથી ઉમેર્યું કે નળે વાનરો વા ( માણસ મરી ગયા હૈાય કે હાથી મરી ગયા હૈાય ! ) આ અસત્ય વચન ખેલવાથી તેમના હૃદયને ઘણા આધાત થયેા. વાત એટલેથી અટકતી નથી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, અને છેવટના સમયે યુધિષ્ઠિર પેાતાના ચાર ભાઈઓ તથા દ્રૌપદી સાથે હિમાલય તરફ જવા નીકળ્યા. રસ્તામાં જંગલમાં થઈને તેઓ ગયા. ત્યાં એક કુતરા તેમની સાથે હતેા. જંગલમાં યુધિષ્ઠિરના ચારે ભાઇએ તથા દ્રૌપદી મરણ પામ્યાં, અને એકલા યુધિષ્ઠિર જીવતા રહ્યા અને કુતરા તે તેમની સાથે હતેા. જગલને અંતે ઇંદ્ર એક વિમાન લઈને આવ્યા અને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે ચાલેલા આ વિમાનમાં બેસે, આપણે સ્વર્ગે જઈ એ. યુધિષ્ઠિરે તે કુતરાને સાથે લીધા સિવાય સ્વર્ગે જવાની ના પાડી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ધર્મો અને પંથે ૧૧૫ ઈદે ઘણું સમજાયું, પણ તેમણે ના પાડી. ત્યારે ઈ કહ્યું “હું ઈન્દ્ર તરીકે કહું છું કે જે આ તક ગુમાવશો તો ફરીથી તક નહિ મળે. માટે કુતરાને સારૂ શા માટે સ્વર્ગને જતું કરે છે ?” યુધિષ્ઠિરે કહ્યું. શ્રીકૃષ્ણ મને એકવાર મારી ઈચ્છા વિરુદ્ધ અસત્ય બેલાવ્યું હતું. હવે તમે ઈદ્ર હે કે ઇંદ્રના પિતા હે, પણ મારે આત્મા કહે છે કે આ કુતરે જંગલમાં મારી સાથે હતો, તો તેને મૂકીને હું સ્વર્ગમાં એકલો આવી શકું નહિ. હું મારા અસત્ય વચનના પરિણામથી આ પાઠ શીખ્યો છું કે જે મારું હૃદય કબૂલ ન કરે તે ગમે તેવો મહાન પુરુષ કહે તો પણ હું સ્વીકારું નહિ.” આ શબ્દો બોલતાં જ તે કુતરા ધર્મરાજા થઈ ગયો. યુધિષ્ઠિરની પરીક્ષા લેવાનો આ પ્રબંધ હતે તેમાં તે ફાવ્યા. राजदण्डभयात्पापं नाचरत्यधमो जनः । परलोकभयाद् मध्यः स्वभावाच्चैव उत्तमः ॥ કનિષ્ઠ મનુષ્ય રાજદંડના ભયથી પાપકર્મ કરતું નથી, મધ્યમ પુરુષ પરલોકના ભયથી પાપકર્મથી અટકે છે, પણ ઉત્તમ પુરુષ તે સ્વભાવથી જ સારી રીતે વર્તે છે. સાર એ છે કે પંથે કરતાં ધર્મ મહાન છે, અને ધર્મો કરતાં આત્મધર્મ મહાન છે. જ્યાં મનુષ્ય મહત્ત્વની વસ્તુને પ્રધાનપદ આપે છે, ત્યાં નાના નાના મતભેદો ચાલ્યા જાય છે. અને ધર્મ એ અશાંતિ નહિ પણ શાંતિનું સ્થાન બને છે. ૨૨-૮-૩૦ મણિલાલ નભુભાઈ દોશી. Page #131 -------------------------------------------------------------------------- ________________ અમારિ–અહિંસા અહિંસાને બેધ સર્વ ધર્મમાં અપાય છે. હિંદુધર્મ, જૈનધર્મ અને બૌધ ધર્મ તો અહિંસાને સ્વીકારે છે, એટલું જ નહિ પણ બાઇબલ પણ જણાવે છે Thou shall not kill “તારે કોઈને મારી નાખવું નહિ.” અહિંસા એ કેવળ નિષેધાત્મક નથી, પણ તેનું વિધાયક સ્વરૂપ પણ છે અને તેના વિધાયક અથવા નિશ્ચયાત્મક સ્વરૂપને વિશ્વપ્રેમ કહે છે. આપણે અહિંસાને ચાર વિભાગમાં વહેંચી નાખીશું. સામાન્ય હિંસા, સામાજિકહિંસા, ધાર્મિક હિંસા, અને આત્મિકહિંસા. સામાન્ય રીતે કેઈપણ જીવને ઘાત કરો, તેને પ્રાણથી છૂટો કરવો તે હિંસા ગણાય છે. ખોરાકનિમિત્તે, ક્રીડાનિમિત્તે, શિકારનિમિત્તે, મનુષ્યો પશુઓની હિંસા કરે છે. શરીરથી મનુષ્ય જે હિંસાદ્વારા પાપ કરે છે, તેના કરતાં વચનોથી વધારે પાપ કરે છે. જીભનાં પાપ શરીરનાં પાપ જેવાં સ્પષ્ટ દેખાય નહિ. પણ તલવારના ઘા કરતાં વચનને ઘા ઘણે વિશેષ કારી હોય છે. પરનિંદા સાંભળવામાં તથા કરવામાં આપણને રસ પડે છે. જ્યારે કોઈના સંબંધી નિંદાની વાત અથવા ઘસાતું વચન આપણે સાંભળીએ ત્યારે આપણે બેધડક કહેવું કે “કદાચ એ વાત સાચી ન પણ હોય અને હોય તો પણ તે વિષે બોલીને તેને વધારવી એ દયાભર્યું નથી–એ હિંસા છે.” કેઈએ મૂર્ખતા કરી. પણ તેની વાત કરીને બીજાને કહેવામાં આપણે પણ મૂખ ઠરીએ છીએ. એક કવિએ કહ્યું છે કે: પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. આપણે આપણું કાર્યો તથા વચને વાસ્તે જવાબદાર છીએ, તેના કરતાં પણ આપણું વિચારે વાતે વધારે જવાબદાર છીએ. કાર્યો અને વચનોની અસર પરિમિત છે, પણ આપણું વિચારે સૂમ હોવાથી ઘણે દૂર સુધી પહોંચે છે. અને વાતાવરણને કાંતે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અમારિ–અહિંસા બગાડે છે કે સુધારે છે. પ્રસન્નચંદ્ર રાજાષનું દૃષ્ટાંત જેન આલમને સુવિદિત છે. તેમણે પોતાના જ વિચારવડે દેવગતિને યોગ્ય કર્મ બાંધ્યું, નરકગતિને કર્મ બાંધ્યું અને કેવળી પણ થયા, માટે મનુષ્યના બંધ અને મોક્ષનું કારણ તેના વિચારે છે. વિચાર એ તેના વચનો તથા કાર્યોને પિતા છે. દાન, શીલ, અને તપ એ ત્રણેની મહત્તા તેની પાછળ રહેલા ભાવ-વિચાર ઉપર રહેલી છે. આપણું સમાજમાં પણ અનેક પ્રકારે હિંસા થઈ રહેલી છે. જો કે આપણે કોઈને શસ્ત્રથી મારતા નથી, પણ બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધ, એક પત્ની હોવા છતાં બીજાં લગ્ન કરવું–આ બધાં રૂઢિનાં શસ્ત્ર છે. તે સમાજના જીવનને, અને સમાજમાં રહેલી વ્યક્તિઓનાં જીવનને કચરી નાખે છે, દાબી રાખે છે, રીબાવી રીબાવીને મારે છે, ને કઈવાર તો કસાઈના છરા કરતાં પણ ભારે દુઃખ ઉત્પન્ન કરે છે. સમાજમાં રહેલા ક્રૂર રીવાજોને આપણે ફેરવાવીએ નહિ, પણ તે સંબંધી આંખ મીચામણું કરી તે રીવાજોને ચાલવા દઈએ તો આપણે પણું હિંસામાં ભાગ લીધે છે. Inaction in an act of mercy is an act in a deadly sin દયાના કામમાં છતી શક્તિએ ભાગ ન લે તે નિર્દયતાના કાર્યમાં ભાગ લીધા સમાન છે. ધાર્મિકહિંસા, યજ્ઞનિમિત્તે પશુને વધ કરવો તે ધાર્મિકહિંસાને એક પ્રકાર છે. બીજા ધર્મોની નિંદા કરવી, બીજા પર આક્ષેપ કરવા, એ પણ ધાર્મિક હિંસા. ઘણું ખરા ધાર્મિક મનુષ્યો પોતાના સત્યસિદ્ધતિ પ્રતિપાદન કરવાનું રચનાત્મક કાર્ય કરવાને બદલે બીજા પંથ કે ધર્મના દેષ નિરૂપણ કરવાનું ખંડનાત્મક કાર્ય કરે છે, અને આમ કરવા જતાં સિદ્ધાંતોની ચર્ચા દૂર રાખી જુદા વિચારને માનનારાઓ ઉપર અંગત આક્ષેપ કરે છે; આ પણ એક પ્રકારની પ્રબલ હિંસા છે. કોઈપણ ધર્મનું અધું વાક્ય કે અર્ધા શ્લોક લઈને, તેનું દૂષણ બતાવવું અને તેનું ખંડન કરવું એ મહાન દોષ છે. WWW.jainelibrary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને મનુસ્મૃતિમાં એક ગ્લૅક છે, તેની પ્રથમની લીંટી આ પ્રમાણે છે न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । માંસભક્ષણમાં, દારૂમાં, અને મૈથુનમાં દોષ નથી–આટલું જે કંઈ વાંચે તો મનુસ્મૃતિ અને તેના લખનાર તથા માનનાર ઉપર તિરસ્કાર પ્રકટે. પણ તે બ્લેકની બીજી લીંટી જણાવે છે કે प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥ લકાની ઉપર પ્રમાણે પ્રવૃત્તિ છે. પણ તે ત્રણ દોષોથી મુક્ત થવું તે મહા ફળદાયી છે. માટે અર્ધા ઉતારાઓ કરી બીજા ધર્મની નિંદા કરવી, કરાવવી તે ધાર્મિક હિંસા છે. અંત્યજો તરફનું લેકેનું વર્તન એ પણ ધર્મ સંબંધીના અધુરા જ્ઞાનને આભારી છે. સર્વ ભૂત પ્રાણમાં પ્રભુ રહેલો છે-એમ માનવું, અને તે સાથે અંત્યજમાં રહેલા પ્રભુને તિરસ્કાર કરવો એ કેમ યોગ્ય ગણાય ? છતાં ધર્મને નામે જ અંત્યજે અત્યાર સુધી કચરાયા છે. હવે ચોથી અને મહત્ત્વની હિંસા તે આત્મિક હિંસા છે. જ્યાં રાગ, દ્વેષ અને મેહ છે, ત્યાં આત્માની સ્વાભાવિક સ્થિતિનો નાશ થાય છે. કોઈ વસ્તુ અથવા મનુષ્ય ઉપર આપણને રાગ થાય, પછી તે વસ્તુની પ્રાપ્તિમાં કોઈ અંતરાય નાંખે, અથવા તે મનુષ્ય પ્રત્યેના આપણા પ્રેમમાં કોઈ ખલેલ નાખે, તે તરત જ ઠેષ પેદા થાય છે. એટલે વસ્તુતઃ રાગ જ દ્વેષનું કારણ છે. પણ આ રાગ અને દ્વેષનું ખરું કારણું અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે મનુષ્ય જે વસ્તુઓ પોતાની નથી તેના પર રાગ ધરે છે, અને તેમાંથી ઠેષ જન્મે છે. માટે જ્યાં સુધી જીવનની એકતાનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી આમિક હિંસા સર્વથા નાશ ન પામે. કેવળ અહિંસક મનુષ્ય જ જીવનપ્રેમી બને છે. તેનો પ્રેમ વિશ્વવ્યાપી બને છે, અને તેના વિચારો, વચનો, અને કાર્યો સમગ્ર જગતને આનંદદાતા નીવડે છે. ૨૩-૮-૩૦ મણિલાલ નથુભાઈ દેશી Page #134 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના ભંડારો અને સંઘસંસ્થા સાત ક્ષેત્રમાંથી ગઈ કાલે ચૈત્ય અને મૂર્તિના સંબંધમાં વ્યાખ્યાન થઈ ગયાં છે, હવે જે પાંચે ક્ષેત્ર રહ્યાં, તેમાંથી આપણે જ્ઞાનને અને સંઘને વિચાર કરીએ. કારણ કે સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે અંગ સમાઈ જાય છે. સંઘના ઉદ્ધારાર્થે મુખ્ય સાધન જ્ઞાન છે. અંધારા ઓરડામાં જતાં આપણે સ્તંભ સાથે અફળાઈએ, અથવા તો ખુરસી સાથે ઠાકર વાગે કે રસ્તામાં પડેલા ખડીઆને ઉધે વાળીએ, પણ તે ઓરડામાં દીપકનો પ્રકાશ આવતાં વસ્તુસ્થિતિ ખરી રીતે સમજાય છે. તેવી રીતે જ્ઞાનથી વસ્તુઓને ખરું સ્વરૂપ સમજાય છે, અને પછી આપણે હેય અને ઉપાદેયનો વિવેક કરી શકીએ છીએ. પ્રથમ મહાવીર સ્વામીએ ત્રિપદી કહી. તેમાંથી ગણધરોએ શા ગુંચ્યાં. જ્યારે લોકો મૂળ સૂત્રો સમજવાને અસમર્થ હોય–અથવા પૂરતા સમર્થ ન હોય ત્યારે તે સૂત્રો પર ભાષ્ય રચાયાં, ભાષ્યો પર ટીકાઓ થઈ. આમ ખરા–જાત અનુભવી જ્ઞાનીઓના અભાવે તેમણે લખેલાં પુસ્તકે અને તેની ટીકાઓ આધારભૂત બને છે. જ્યારે સાચા જ્ઞાનીઓ જીવતા હોય, વિદ્યમાન હોય, ત્યારે તેમના હદયના ઉદ્દગારો એ જ શાસ્ત્રો બને છે. પણ જ્યારે પિતાનામાંથી નવું જ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિ હેય નહિ તેવા શિષ્ય હોય છે, ત્યારે તેઓ ભાળે, ટીકાઓ, અવચૂરિઓ લખે છે, અને પછી જીવનપ્રવાહ વહેતો અટકે છે અને અમુક સ્થાયી વિચારે પુસ્તકરૂપે દઢ થાય છે. તેવા પુસ્તકાના ભંડારને જ્ઞાનના ભંડારો કહે છે. જ્ઞાનનાં પુસ્તકે આપણને તત્ત્વજ્ઞાન, મહાન પુરુષનાં ચરિત્રો અને તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતારવાને માર્ગ–આચારો પૂરા પાડે છે. દરેક જમાનાનું મુખ્ય કામ એ છે કે ભૂતકાળના મહાપુરુષોએ આપણને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન જે વારસો આપ્યો હોય તે સાચવ, અને તે વારસામાં ઉમેરે કરીને ભવિષ્યની પ્રજાને તે વારસે સપ. હવે વૃદ્ધિ કે ઉમેરે કરવાની વાત તો દૂર રહી. તેને સાચવવા જેટલી પણ શક્તિ આપણામાં નથી. સાચવવાના બે માર્ગ છે. એક તે જે જ્ઞાન પુસ્તકમાં લખેલું હોય તેને ભણવું અને સમજવું અને બીજો માર્ગ જે પુસ્તકમાં તે જ્ઞાન લખાયું હોય, તેને બરાબર સાચવવા, તેને અમુક પેટીએમાં ગોઠવવા, તેને ઉધઈ ન લાગે તેવી સંભાળ રાખવી કે જેથી તે પુસ્તકે વર્તમાન કાળના કે ભવિષ્યના જ્ઞાનીઓને ઉપયોગમાં આવે. પ્રથમ લહીઆએ પુસ્તકે લખતા, તેને બદલે હવે પુસ્તકના રૂપમાં છાપવામાં આવે છે, તેથી ઘણે લાભ છે. છાપેલાં પુસ્તકે શુદ્ધ હોય છે, અને ઘણું મનુષ્ય તેને સહેલાઈથી લાભ લઈ શકે છે. જ્ઞાનને આપણે એટલું મહત્ત્વનું માનીએ છીએ કે આપણે જ્ઞાનનું ઉદ્યાપન (ઊજમણું) કરીએ છીએ. તે પ્રસંગ જ્ઞાનની મહત્તા બતાવવાનો હોય છે, પણ તેને બદલે જ્ઞાનનાં સાધનો અને બીજા અનેક ભાભર્યા પદાર્થોની છાપ પ્રેક્ષક વર્ગ પર પડે છે. ૧૦૦૦૦ રૂ. નું એક મનુષ્ય ઉજમણું કરે, અને જ્ઞાનનાં પુસ્તકે ૨૫ રૂપીઆનાં મૂકે, આ તે શું જ્ઞાનનું ઉદ્યાપન ? જ્યારે જીવનની કિંમત ઘટે છે ત્યારે આકારની માન્યતા વધે છે, તેવી સ્થિતિ અહીં થઈ છે. આપણી પાસે સંખ્યાબંધ પુસ્તકે છે. અમારા ભંડારમાં ૨૦૦૦ વર્ષની જૂની તાડપત્ર પરની પ્રત છે. એમ કહેવાથી જ્ઞાનની મહત્તા વધતી નથી. જ્યારે કોઈ યુરોપીયન જળ, ઓક્ષીજન અને હાઈડ્રોજન નામના બે વાયુનું બનેલું છે, એમ વિજ્ઞાનથી પુરવાર કરે ત્યારે આપણે કહીશું કે અમારા શાસ્ત્રમાં જળને “વાતનિ” કહેલું છે. એટલે જલનું ઉદ્દભવસ્થાન વાયુ છે. હવાઈ વિમાનની કઈ વાત કરે તે કહે અમારા શાસ્ત્રમાં ક્યાં પવનપાવડી ન હતી? કઇ તોપની વાત કરે તે અમારે ત્યાં અન્યત્ર હતું. જ્યારે કોઈ નવી શોધ કરે, ત્યારે Page #136 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના ભંડાર અને સંઘ સંસ્થા ૧૨૧ આપણે કહી છીએ કે એ તે અમારા શાસ્ત્રમાં લખેલું છે. પણ શાસ્ત્ર વાંચીને આપણે નવું શું શોધી કાઢયું ? જ્યાં સુધી જ્ઞાનદ્વારા મનુષ્યને સાચી સમજ ન પેદા થાય ત્યાં સુધી મનુષ્ય બાહ્ય વસ્તુઓમાં સુખને શોધવા બહુ ફાંફાં મારે છે. પણ અંતે તે કંટાળે છે. કારણ કે સાચું સુખ બહારના પદાર્થોમાં નહિ પણ પોતાની અંદર રહેલું છે. પુસ્તકે એ સાધન છે, અને સાધ્ય સદ્દજ્ઞાનની પ્રાપ્તિ છે. હવે આ સદ્દજ્ઞાન મનુષ્ય પુસ્તકોઠારા મેળવી શકે, તેમજ પોતાના અનુભવોઠારા પણ પ્રાપ્ત કરી શકે. હજારે શાસ્ત્રો કરતાં પણ એક મનુષ્યનો જાત અનુભવ ચઢી જાય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ કઈ વસ્તુની પ્રાચીનતાથી કે અર્વાચીનતાથી તેનું માપ કાઢવાનું નથી. કવિ કાલિદાસે માલવિકાગ્નિમિત્રમાં લખ્યું છે કે. “પ્રાચીન એટલું બધું સારું નહિ. તેમ જ નવું એટલું બધું ખોટું નહિ. જ્ઞાનીઓ-વિચારવંત પ્રાચીન તેમ જ અર્વાચીન–એ બનેની પરીક્ષા કરીને બેમાંથી એકનો સ્વીકાર કરે છે. ત્યારે મૂઢ–મૂર્ખ મનુષ્યો બીજાની બુદ્ધિ પર વિશ્વાસ રાખી દેરાઈ જાય છે. માટે પ્રાચીન કે અર્વાચીનના ઝઘડામાં નહિ ઉતરતાં મનુષ્ય દરેક વસ્તુની તેની પોતાની મહત્તા ઉપર કિંમત આંકવી અને જે પિતાના આત્મવિકાસને મદદગાર થાય તેને સ્વીકાર કરવો. મહાન પુરુષો તો કહેતા આવ્યા છે કે અમે કહીએ છીએ માટે અમુક વસ્તુને સ્વીકારતા ને, પણ સોનાને જેમ કષ, છેદ અને તાપ લગાડે છે, તેમ તમારા હૃદય, મન અને અનુભવની કસોટી લગાડે અને વાત સ્વીકારવા ચોગ્ય લાગે તે સ્વીકારે, અને તે પ્રમાણે જીવન જીવો. તમારે અનુભવ તેની સત્યતા કે અસત્યતા પુરવાર કરી આપશે. જેમને કાંઈ પણ વસ્તુ જીવનમાં ઉતારવી નથી, અને તે વસ્તુની સત્યતાને અનુભવ કરવો નથી, તેઓ તો પ્રાચીન સૂત્રોને ટાંકયાં કરશે, પણ જેઓ સત્યજીવન જીવવા માગે છે, તેઓ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને વિચાર કરી સત્ય જ્ઞાનને વ્યવહારમાં ઉતારશે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પયુષણ પર્વનાં વ્યાખ્યાને હવે આપણે સંઘને વિચાર કરીએ. ઉમાસ્વાતિ સ્વાદ પ્રશમરતિમાં લખે છે કે પપપપ વાના છે પરહ્યું ઉપકારી છે. શ્રાવકે સાધુઓને સંયમ નિર્વાહનાં સાધનો પુરાં પાડે અને સાધુઓ શ્રાવકને જ્ઞાનપ્રાપ્તિમાં મદદ કરે, આ રીતે ચતુવિ સંઘનાં ચારે અંગે એકબીજાને સહાયક છે. પણ જ્યાં અજ્ઞાન વધે અને બીન મહત્વની બાબતોને પ્રધાનપદ આપવામાં આવે, ત્યાં પક્ષાપક્ષી થાય અને ઝઘડાઓ વધે, અને જ્યાં ધર્મને હેતુ એકતા સંપ, અને શાંતિ હોવો જોઈએ, ત્યાં જ ધર્મનિમિત્તે વેર વિરોધ થાણ એ નહિ ઈચ્છવા ગ્ય ઘટના છે. જ્યારે જ્ઞાનપ્રવાહ જીવંત હેય લેકે મુખ્ય સિદ્ધાંતને લક્ષમાં રાખી દેશ કાળ પ્રમાણે સુધારા કરતા રહેતા હોય ત્યાં પ્રગતિ સારી રીતે થાય છે, પણ જ્યાં સત્યને અમુક વ્યવસ્થિત રૂપ આપવામાં આવે છે, અને સ્થિતિચુસ્તતા જ ધર્મ મનાય છે, ત્યાં પ્રગતિ અટકી પડે છે, અને સંઘમાં કુસંપ વ્યાપે છે. જેમ અત્યારે દેશની પ્રગતિ ખાતર નાના નાના મતભેદો દૂર કરવામાં આવે છે, તેમ સંઘની પ્રગતિ ખાતર સંઘના વિવિધ અંગેએ બીન મહત્ત્વની બાબત સંબંધી કલહ કંકાસથી દૂર રહેવું જોઇએ. હાલમાં જે પક્ષાપક્ષી કે કલહ દેખાતા હોય, તો તેનું એક કારણ સ્થિતિચુસ્ત અને પ્રગતિશીલ વિચારે વચ્ચેનો વિરોધ છે. જ્યાં જ્યાં સ્થિતિચુસ્ત વિચાર અને પ્રગતિશીલ વિચારકેનું સંમેલન થાય, ત્યાં એક બીજાને સમજવાને બદલે પિતાને કકકે ખરે કરાવવાનો આગ્રહ હોય ત્યાં ઝઘડા સિવાય શું બીજું પરિણામ આવે! બીજું મોટું, કારણ ખરા નાયકે-આગેવાનોની ખામી છે. જેઓ નિઃસ્વાથી, કૃતકૃત્ય, પરોપકારી, બુદ્ધિશાળી, પ્રેમાળ, સત્યવચની, કાર્યદક્ષ અને કુનેહ બુદ્ધિવાળા હેય, અને જેમના હૃદયમાં સંધનું હિત કેમ કરવું એ જ પ્રધાન લક્ષ હોય, તેવા આગેવાને ક્યાં છે? જેઓ Calculating-ગણત્રી કરનારા હોય, પોતાને કે પિતાના ખાતા હોય એ જ્યાં સ્થિતિ અને પ્રગતિ Page #138 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના ભંડારો અને સંઘ સંસ્થા ૧૨૩ પક્ષનો વિચાર કરનારા હોય તેઓ શી રીતે આગેવાન થઈ શકે ? હિતોપદેશમાં લખ્યા પ્રમાણે તેઓ તો એમજ વિચારે કે – न गणस्याग्रतो गच्छेत् यथा लाभे समं फलं । यदि कार्यविपत्तिः स्यात् मुखरस्तत्र हन्यते ।। ટોળાના આગેવાન થઈને જવું નહિ. જે લાભ થશે તો બધાને સમાન થશે, પણ જે કાર્ય ઉધું પડશે તે જે મોખરે હશે, તેને નાશ થશે. માટે આગેવાન થવું નહિ, એવી ભાવનાવાળાઓની સંખ્યાને પાર નથી. કેઈ આ કામ કરે તો ઘણું સારું, પણ મારે શું કરવા તે કરવું જોઈએ ? આવું કહેનારા ઘણું છે. પણ ઘણુ થોડા જ મનુષ્ય એમ કહેવા બહાર પડે છે કે “જે કેાઈએ આ કામ કરવું જોઈએ, તો પછી મારે તે કેમ ન કરવું ?” આવું કહેનારા અને તે પ્રમાણે વર્તનારા જ સાચા નાયકે થઈ શકે. કારણકે તેમનામાં આત્મશ્રદ્ધા છે, અને પિતે માથે લીધેલા કાર્ય વાતે ભોગ આપવાની શક્તિ છે. જ્યારે પ્રગતિશીલ વિચારમાંથી આવા નિસ્વાર્થી આત્મભોગી સાચા નાયકે બહાર પડશે, ત્યારે સંઘને ઉદય થશે. ૨૬-૮-૩૦ મણિલાલ નથુભાઈ દેશી Page #139 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આજે દીક્ષાનો વિષય હાથ ધરવામાં આવ્યો છે. પંડિત સુખલાલે કહ્યું કે દીક્ષાનો મુખ્ય હેતુ જીવનશુદ્ધિ છે. અને આજે હું તે જીવનશુદ્ધિ ઉપર બોલવા માગું છું. સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગ ચારિત્રએ મોક્ષમાર્ગ છે. પ્રથમ મનુષ્યને અમુક બાબતનું જ્ઞાન થાય છે, પછી તેનું દર્શન થાય છે એટલે કે તેના પર પૂર્ણ શ્રદ્ધા જામે છે–તે એમજ છે, એ દઢ વિશ્વાસ થાય છે, અને પછી તે પ્રમાણે ચારિત્ર-વર્તન થાય છે. સર્પ ડસે છે, એવી આપણને દઢ શ્રદ્ધા છે, તેથી સર્પથી દૂર ભાગીએ છીએ. પણ એવી દઢ શ્રદ્ધા ધર્મના સિદ્ધાંતમાં નથી, અસત્યથી આપણું આત્માપર મલીન પડદે પડે છે, અને તેથી આત્માને સાક્ષાત્કાર થતા નથી, એવું આપણે શાસ્ત્રથી જાણીએ છીએ, પણ તેવો દઢ વિશ્વાસ નથી, તેથી આપણે ઘણીવાર અસત્ય બોલવાને દોરાઈએ છીએ. માટે જ્ઞાને ચારિત્રરૂપે પરિણમે તે વાસ્તે જ્ઞાન અને ચારિત્ર વચ્ચે શ્રદ્ધાના અંકોડાની જરૂર છે. જ્ઞાનને મોટે ભાગે મગજ સાથે સંબંધ છે. દર્શન–શ્રદ્ધાને, હૃદય સાથે સંબંધ છે, જે વસ્તુ આપણને મગજથી ખરી લાગી અને આપણું હદયે પણ સ્વીકારી તે બાબત જરુર આપણે કરવાના. જ્ઞાની આમ કરવાથી આ ફાયદો થાય છે, એમ જ્ઞાનવડે વિચાર્યા કરે, પણ જો તેના હૃદયમાં સ્ટીમ-વરાળ ન ભરાય તે જ્ઞાન એકલું શું કરે? પ્રાચીન સમયમાં ગુરુઓ શિષ્યોને એકેક સૂત્રપર વિચાર કરવાને એકાંતમાં મોકલી દેતા. તેઓ જ્યાં Page #140 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ૧૨૫ સુધી તે સૂત્ર પૂર્ણ રીતે ન સમજે ત્યાં સુધી ધ્યાન કરતા હતા. તે સૂત્રનું સત્ય જ્યારે સમજાય ત્યારે તેઓ પાછા ફરતા હતા, જેનોના પાંચ મહાવ્રતો, હિંદુઓના પાંચ યમ, અને બૌદ્ધોના પંચશીલના સંબંધમાં લખતાં શ્રી પતંજલિ ઋષિ લખે છે કે – અહિંસા સિદ્ધ થઈ ત્યારે કહેવાય કે જ્યારે તે અહિંસક પુરુષની હાજરીમાં સામા મનુષ્યને વેર વિરોધ જતો રહે. તેવીજ રીતે સત્યની સિદ્ધિ થઈ ત્યારે કહેવાય કે જ્યારે મનુષ્યને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. અર્થાત તે મનુષ્ય જે બોલે તે પ્રમાણે થાય. મદ્રાસની હાઈટના એક જજે ૪૦ વર્ષ સુધી સત્ય વિચારવાને, સત્ય બોલવાનો અને સત્ય આચરવાનો પ્રયત્ન કર્યો હતો, જેના પરિણામે તેનામાં અમુક કેસમાં સત્ય શું છે, તે પારખવાની આંતર શક્તિ ખીલી હતી, અને તેને ન્યાય અને પક્ષ સ્વીકારતા હતા. તેવી જ રીતે અસ્તેય વ્રતની સિદ્ધિ થતાં અનેક રનોની તેને પ્રાપ્તિ થાય. બ્રહ્મચર્યની સિદ્ધિ થતાં તેનામાં અપૂર્વ બળશક્તિ પ્રકટે. અને અપરિગ્રહ વ્રત સિદ્ધ થતાં તેનામાં પૂર્વજન્મસ્મૃતિ થાય. આટલી પ્રસ્તાવના પછી જીવનશુદ્ધિને વાસ્તુ શું આવશ્યક છે, તેનો વિચાર કરીએ. દશવૈકાલિક સૂત્ર લખે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, અને તેનાં સાધને અહિંસા સંયમ અને તપ છે. અહિંસા એટલે કોઈની હિંસા ન કરવી એ તેને નિષેધાત્મક અર્થ છે, પણ અહિંસાના નિશ્ચયાત્મક અર્થમાં વિશ્વ તરફને પ્રેમ આવી જાય છે. અહિંસા એટલે સર્વમાં રહેલા જીવનને જોવું, તેને માન આપવું, અને તે જીવન કયા રૂપમાં પ્રકટ થયું છે, તે રૂપ તરફ નજર ન કરતાં તે જીવનને હાવું એ જ વિશ્વપ્રેમ છે. આ વિશ્વપ્રેમ ખીલવવાને ચાર ભાવનાઓ સહાયક તરીકે સ્વીકારવામાં આવી છે. તે પ્રમદ, મૈત્રી, કારુણ્ય અને ઉપેક્ષા-માધ્યસ્થ છે. ગુણાનુરાગ કુલક જણાવે છે કે, જેના હૃદયમાં ગુણાનુરાગ–અમેદભાવ છે તે તીર્થંકર પદવી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના સુધીની એક પણ એવી ઉચ્ચ સ્થિતિ નથી કે જેને પ્રાપ્ત ન કરી શકે. અમુક મનુષ્યમાં અમુક ગુણ ખીલેલેા જોઈ ને આપણા હૃદયમાં આનંદ ઉત્પન્ન થતા હાય તા તે સૂચવે છે કે તેનામાં પ્રકટ થયેલી મહત્તા જોઈ આપણામાં અપ્રકટ રહેલી મહત્તા મ્હાર આવવા ઈચ્છે છે; માટે જ્યાં ગુણુ, જ્ઞાન, શક્તિ વગેરેમાં આપણને ઉત્કર્ષ લાગે, ત્યાં આપણા અંતરાત્મા પ્રસન્ન થવા જોઇએ. આપણી સમાન કક્ષાના જીવા પ્રત્યે આપણે મૈત્રીભાવ રાખવા જોઇએ, અને આપણાથી જ્ઞાનમાં, ગુણમાં, શક્તિમાં ઉતરતી સ્થિતિના વા પ્રત્યે આપણા હૃદયમાં કારુણ્ય અથવા દયા પ્રકટવી જોઇએ. જેએ દુરાગ્રહને લઈને સત્યના વિરોધી અન્યા હૈાય તેવા પ્રત્યે આપણે મધ્યસ્થ ભાવ રાખવા. તેમની પ્રશંસા કરવાથી અસત્યને પાષણ મળે, અને તેમની નિંદા કરવી એ આપણા ઉચ્ચ સ્વભાવને શાબે નહિ, માટે તેવી સ્થિતિના જીવેાના સંબંધમાં મધ્યસ્થભાવ રાખવા એ જ ઉચિત છે. વળી જીવનશુદ્ધિ વાસ્તે ચાર દૃષ્ટિને સમજવાની જરુર છે. તેમનાં નામ દોષદિષ્ટ, ગુણદોષદિષ્ટ, શુદિષ્ટ અને આત્મદિષ્ટ અથવા સમષ્ટિ છે. દોષષ્ટિવાળાને તેા જ્યાં ત્યાં અવગુણુ જ જણાય છે. ગુદેષ દૃષ્ટિવાળા જીવ કાર્યના ગુણ જુએ, તેની પ્રશંસા કરે, પણ છેવટે એવા એક દોષ બતાવે કે તે મનુષ્યના ગુણુ ઢંકાઇ જાય અને સાંભળનારના હૃદય ઉપર તેના દાખની છેવટની છાપ પડે. ત્રીજી દૃષ્ટિ જે ગુર્દિષ્ટ છે, તેવી દૃષ્ટિવાળા મનુષ્ય દરેક મનુષ્યમાં, અનાવમાં કે વિચારમાં સારૂં શું છે, તે તરફ્ નજર રાખે, અને સારૂં શું છે તેની પ્રશંસા કરે. દોષ સમજે પણું તેને જતા કરે, તે સબંધમાં 'માન ધારણ કરે. હવે ગુદૃષ્ટિ કરતાં પણ એક આગળનું પગથિયું આવે છે કે જ્યાં મનુષ્ય આત્મદૃષ્ટિવાળા અથવા સમદષ્ટિવાળા બને છે. આપણે સર્વ જીવાને ક્રમ ચાહી શકતા નથી ? તેનું કારણુ આત્મદૃષ્ટિ Page #142 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ૧૨૭ અથવા સમદષ્ટિને અભાવ અથવા ન્યૂનતા છે. આત્મદષ્ટિ ખીલવવામાં પ્રથમ ધર્મ વિખરૂપ થાય છે. જે મનુષ્ય અમુક ધર્મને જ માને છે, તે બીજા ધર્મવાળા તરફ સમભાવદષ્ટિથી જોઈ શકતો નથી, તેથી તે તેમને યોગ્ય રીતે ચાહી શકતો નથી. સ્વદેશપ્રેમ એ કુટુંબપ્રેમ કરતાં કે નગરપ્રેમ કરતાં કે પ્રાંત પ્રત્યેના પ્રેમ કરતાં મહાન છે, અને મનુષ્યજાતિને મોટે ભાગ હજી તે સ્થિતિએ પહોંચતો જાય છે, પણ સ્વદેશપ્રેમ જે બીજા દેશના લોકો પ્રત્યે દ્વેષ કે અભાવ ઉત્પન્ન કરવાનું કારણ બને તો તે સ્વદેશપ્રેમ પણ મર્યાદિત હાઈ આત્મદષ્ટિ ખીલવવામાં અંતરાયભૂત બને છે. તેવી જ રીતે મનુષ્યનું ભણતર અને તેણે મેળવેલી ડીગ્રીઓ જે તેને તેના માનવબંધુઓથી અલગ બનાવે તો તે ભણતર અને તે ડીગ્રીઓ પણ આત્મદષ્ટિ ખીલવવામાં અડચણ રૂપ બને છે. આત્મદષ્ટિવાળો અથવા સમભાવી અથવા જીવનપ્રેમી છવ તો દરેક જીવને ચાહે છે. તે ભેદો તરફ દૃષ્ટિ નહિ કરતાં દરેકની પાછળ રહેલા જીવનને જુએ છે અને ચાહે છે. પ્રાર્શ્વનાથ પ્રભુએ કમઠ અને ધરણેન્દ્ર બને ઉપર આ દૃષ્ટિથી સમભાવ રાખ્યો હતો. કમઠે તેમને ઉપસર્ગ કર્યા, અને ધરણે તેમને સહાય આપી, છતાં પાર્શ્વનાથ પ્રભુની દષ્ટિ બંને ઉપર સમાન હતી, કારણકે તે બંનેની પાછળ રહેલું જીવને જોઈ રહ્યા હતા. જ્યારે મનુષ્ય આવી આત્મદષ્ટિ ખીલવે છે, ત્યારે તે સર્વત્ર જીવનને જુએ છે, અને સર્વ તરફ પ્રેમભાવ રાખી શકે છે, અને કોઈ તેને શત્રુ કે વિરોધી નહિ હોવાથી અને સર્વ તેના મિત્ર હોવાથી તે સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. - જીવનશુદ્ધિ માટે બીજે મહાન ગુણ પાંચ ઇન્દ્રિયના વિષયોથી પરાખતા છે. શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે ઈકિયાના વિષયો ક્ષણિક સુખ આપવાવાળા છે, દુઃખગતિ છે, પરાશ્રયી છે, તે મળ્યા પછી પણ બીજા સુખની આંકાંક્ષા રહે છે. આપણે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને અનુભવ પણ તે જ બાબત જણાવે છે ત્યારે કરવું શું ? ભગવદ્ગીતા કહે છે કે— જે મનુષ્ય ઇંદ્રિયાના વિષયાને આહાર આપતા નથી, તેનાથી તે વિષયા દૂર ભાગે છે, પણ તેમાં રસ રહી જાય છે. ઇંદ્રિયાના વિષયેાથી દૂર ભાગવાથી વાસનાના ઉપશમ થાય છે, પણ તેના ક્ષય થતા નથી. સંસારી મનુષ્ય વિષયેામાં રચ્યાપચ્યા રહે છે અને તિ સંસારથી ભય પામી વિષયાથી દૂર ભાગે છે. બંનેમાંથી એકેને ખરી શાંતિ મળતી નથી. ધારા કે તમે ભાજન કરવા બેઠા છે, થાળી સારી રસવતીથી ભરેલી છે. આજે જમવા માટે શીખડ પુરી છે. શીખંડ તમને અતિપ્રિય છે. તમે જમવા બેઠા છે!, તમારા હાથ શીખંડ તરફ્ લખાવવાની છેલ્લી પળમાં છે. તે વખતે તમે તે શીખ ́ડના વાડકો ભાણામાંથી બ્હાર મૂકી દો. તમારી જા ઈંદ્રિયને ધણું દુ:ખ થશે. તે વખતે તે ઇંદ્રિયને જણાવા કે હું તારા સ્વામી છું અને તને આજ્ઞા કરૂં છું કે આજે તું તે ખાઈશ નહિ. આ પ્રમાણે પ્રયાગ કરવાથી વસ્તુ પ્રત્યેની ઈંદ્રિયની આસક્તિ ઓછી થતી જશે. જ્યારે તમે કાઈ કર્ણપ્રિય મધુર સંગીત સાંભળવાને એઠા ડેા, ઉત્તમ ભજન લલકારાતું હોય તે વખતે ઉભા થઈને ચાલવા માંડેા. આ રીતે તમે શ્રવત્તિ ઉપર ધીરે ધીરે જય મેળવતા જશે. આવી રીતે પાંચે ઇન્દ્રિયાના સંબંધમાં સમજપૂર્વક પ્રયાગ કરેા, અને તમે તેમના પર જય મેળવી શકશે. અને આ પ્રયાગ કરતાં કરતાં એવી સ્થિતિ આવશે કે જ્યાં વસ્તુના સભાવે તેમજ અભાવે તમે એક સરખી મનેાવૃત્તિ રાખી શકશેા. આપણને આપણા પેાતાના બળની આત્મબળની ખાત્રી નથી તેથી આપણે શત્રુને મેદું સ્થાન આપીએ છીએ અને તેના આગળ નમી જઈ એ છીએ. જે વાસના ઉપર તમે જય મેળવવા માગતા હે, તે વાસનાને ક્ષુદ્ર ગણેા. એક મહાપુરુષે સેતાનનેમેાહ રાજાને કહ્યું Page #144 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ૧૨૯ કે “જા ! મારી પાછળ ચાલ્યો જા. તું લડવા જે શત્રુ નથી.” આપણે તો કર્મની આઠ પ્રકૃતિ અને તેના ૧૫૮ ભેદ અને તેના નાના નાના અનેક ભેદની ગણત્રી કરી આપણી આત્મશક્તિનું ભાન ભૂલી ગયા છીએ. અંધકાર ગમે તેવું મોટું હોય અને ગમે તેટલા વર્ષથી ચાલ્યું આવ્યું હોય, પણ એક દીવાસળી પ્રકટતાં તે સમગ્ર અંધકાર નાશ પામે છે, તેવી રીતે સાચી સમજ પ્રકટ થતાં અનંતી કર્મવર્ગનું તરત જ નાશ પામવા માંડે છે. આત્માની શક્તિનો ખ્યાલ લાવો. अहो ! अनंत वीर्योऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥ આ અનંત શક્તિવાળો આત્મા વિશ્વને પ્રકાશ આપવા સમર્થ છે, અને પિતાની ધ્યાનશક્તિના પ્રભાવથી ત્રણે જગતને હલાવવા સમર્થ છે. આ આત્મબળનો ખ્યાલ લાવી મનુષ્ય પાંચ ઇન્દ્રિયો તથા મન ઉપર જય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે કહીએ છીએ કે સંતોષ સમાન સુખ નહિ. આ વિચારનો ઘણો દુરુપયોગ થયો છે. બાહ્ય વસ્તુઓ, અથવા સાધનના સંબંધમાં મનુષ્ય અમુક પરિગ્રહની મર્યાદા કરે, અને સંતોષ માને તો તે વાજબી ગણાય, અને તે ખાસ ઈરછવાયોગ્ય છે, પણ આત્મિક વિકાસના સંબંધમાં તો જ્યાંસુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી અસંતોષ રહેવાને-રહેવો જ જોઈએ. જેને ઉચ્ચ સાધ્ય નથી, તે ગમે તે પગથિયે સંતુષ્ટ થઈ બેસી જાય છે. પણ જેનું સાધ્ય ખરેખર ઉચ્ચ છે, તે તો પ્રગતિ કર્યા જ કરે છે, એક પછી એક વૃત્તિ અને કષાય ઉપર જય મેળવતો જાય છે, અને છેવટે આત્મસાક્ષાત્કાર કરે છે. આજના દિવસને વિષય દીક્ષાને હતા. તે સંબંધમાં હું એક જ બાબત કહેવા માગું છું. સ્વામી વિવેકાનંદે એક સ્થળે કહેલું કે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને जगदहिताय आत्मनो मोक्षाय आत्मानं जुहोमि स्वाहा । જગતના હિતને ખાતર અને આત્માના મેલને ખાતર હું મારી જાત અર્પણ કરું છું. દીક્ષામાં પણ આ બે હેતુ રહેલા છે. જેઓ દીક્ષા લે છે, તેઓને હેતુ પણ–પિતાને મેક્ષ અને જગતનું હિતજોઈએ. ઘણું અનુભવીઓનું એવું માનવું છે કે મનુષ્ય જેટલે અંશે મુક્ત થયો હોય, તેટલે અંશે બીજાની સારી સેવા કરી શકે. માટે પરેપકાર કરવા વાસ્તે પણ જીવનશુદ્ધિની આવશ્યકતા છે. વ્યક્તિ સુધરી એટલે સમષ્ટિ સુધરી, કારણ કે સમષ્ટિ એ પણ વ્યક્તિઓના સમુદાય સિવાય બીજી કોઈ અલગ વસ્તુ નથી. માટે તે જીવનને શુદ્ધ બનાવો બને તે દ્વારા બીજાની સેવા કરે. તા. ૨૭–૮–૩૦ મણિલાલ નથુભાઈ દોશી Page #146 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક ક્ષમાપના આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે. પર્યુષણમાં આપણે ત્રણ મુખ્ય કામ કરવાનાં હોય છે; સાવત્સરિક ક્ષમાપના, તપશ્ચર્યા. અને મહાપુરુષોની જીવનકથાનું શ્રવણ આપણે પ્રથમ સાંવત્સરિક ક્ષમાપનાનો વિચાર કરીએ. પ્રથમ પ્રતિક્રમણને ખ્યાલ લાવો. પ્રતિ=પાછા અને ક્રમણ=જવું તે. એટલે પોતાના દરરોજનાં કાર્યો, વચન અને વિચારે ઉપર પાછા જવું અને ક્યાં ભૂલ થઈ છે, તે જોઈ લેવું, અને તેની સાથે તેવી ભૂલ ફરીથી ન થાય તેવો દૃઢ નિશ્ચય કરવો તેનું નામ પ્રતિક્રમણ. શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે ૨૨ તીર્થકરના સાધુઓ જે પળે ભૂલ થાય તે જ પળે પ્રતિક્રમણ કરી લેતા, તે પાપનું મિથ્યા દુષ્કત કરતા અને પછી બીજાં કાર્ય કરતા. જે મનુષ્ય ઉચ્ચ જીવન ગાળવાને ઈચછે છે, તેનું કર્તવ્ય એ છે કે જે પળે ભૂલ થઈ જાય, તે જ પળે તે ભૂલને સુધારી લેવી. બ્રાહ્મણોમાં એવો રિવાજ છે કે જ્યાં જનોઈ તૂટે ત્યાંથી નવી જનોઈ પહેર્યા વિના આગળ પગલું પણ ન ભરાય. તેને ગર્ભિત અર્થ એ છે કે જનોઈ એ મન, વચન અને કાયાની શુદ્ધિસૂચક ત્રણ દોરાની વણેલી હોય છે. હવે જનોઈ તૂટી એટલે મનથી, વચનથી કે કાયાથી કેાઈ દુષ્કૃત્ય થયું, તે પછી જ્યાં સુધી તે દુષ્કૃત્યની શુદ્ધિ ન કરે અને નવી જનોઈ ન પહેરે એટલે ફરીથી મન વચન અને કાયાની શુદ્ધિ રાખવાની પ્રતિજ્ઞા ન કરે, ત્યાં સુધી તે બ્રાહ્મણ આગળ વધી શકે નહિ. - હવે મનુષ્ય એટલે બધો સાવધ કે અપ્રમત્ત ન રહે કે જેથી ભૂલ થાય કે તરત જ તેનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ થાય, માટે નિયમ રાખવામાં આવ્યું કે આખા દિવસના કાર્યોનું નિરીક્ષણ–પ્રતિક્રમણ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો દરરોજ સાંજરે કરવું. દરરજ ન બને તે પાક્ષિક કરવું. પાક્ષિક પણ ન બને તે ચાર માસે કરવું. અને તે પણ ન બને તે છેવટે એક વર્ષ તો કરવું જ કરવું. સંવત્સર એટલે વર્ષ. અને સાંવત્સરિક ક્ષમાપના એટલે આખા વર્ષમાં આપણાથી કેાઈ પ્રત્યે જાણતાં કે અજાણતાં વેર વિરોધ થયું હોય તો તેની ક્ષમા યાચવી, અને આપણે બીજાને ક્ષમા આપવી. શત્રુતા એક વર્ષથી વધારે તે ન જ રાખવી. આ સાંવત્સરિક ક્ષમાપનાના સંબંધમાં વિધિ એ છે કે જે કેઈસાથે વેરવિરોધ આખા વર્ષમાં થયો હોય તેની ક્ષમા પ્રથમ માગવી અને તેની ક્ષમા મળે પછી પ્રતિક્રમણ કરવું. બાઈબલમાં લખ્યું છે કે “ તું તારી આહુતિ દેવને ચડાવવા આવ્યું હોય, પણ જે તને યાદ આવે કે તારા કાઈ પડાથી સાથે તારે અણબનાવ થયો છે, તો તું તે આહુતિ મંદિરના ઓટલા પર મૂકીને તે તારા પડેશીને ત્યાં જ છે. તેનું મન મનાવજે, અને તેની સાથે મૈત્રી કરીને પાછો આવજે અને પછી તે આહૂતિ દેવને ચઢાવજે.” જ્યાં સુધી કોઈ આપણે વેરી હોય અથવા આપણને કોઈ પ્રત્યે વેર હોય, ત્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત થઈ શકે નહિ. આપણે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા પછી જે કઈ મળે તેને કહીએ છીએ કે “મિચ્છામિ દેકડો” મૂળ સંસ્કૃત શબ્દો એ છે કે મિસા સુકૃતમ્ મારે દોષ–મારાથી થવા પામેલું અશુભ કૃત્ય મિથ્યા થાઓ-એળે જાઓ, આવી ક્રિયાથી પાપના સંસ્કાર જતા રહે છે, અને મન ઉપરથી ભાર ઓછો થતો જાય છે. આ બધું સમજપૂર્વક કરવામાં આવે તે જ ખરે લાભ છે. ક્ષમા માગવાથી હુંપણું નાશ પામે છે, અને ક્ષમા આપવાથી ઉદારભાવ ખીલે છે. પર્યુષણના દિવસમાં બીજી અગત્યની બાબત તપશ્ચર્યા છે. તપશ્ચર્યાને ઉપયોગ ઇદ્રિયનિગ્રહ અને શરીરના આરોગ્ય વાસ્તે છે. શરીર છે ઇકિયને વશ થઈ જોઈએ તે કરતાં વધારે ખેરાક લે છે. અમેરિકાને પ્રસિદ્ધ શારીરિક વિજ્ઞાનશાસ્ત્રી લખે છે કે Page #148 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક ક્ષમાપના ૧૩૩ આપણે જે ખોરાક હાલ ખાઈએ છીએ, તેના કરતાં અર્ધા અથવા ત્રીજા ભાગના ખોરાકની આપણને જરૂર છે. મનુષ્ય ચાવી ચાવીને ધીમે ધીમે ખાય, તો જે ખોરાક ખાય, તેના મોટા ભાગનું લેહી બની જાય, મળ તરીકે ઘણે થોડો ભાગ નીકળે, એટલે ઓછા ખોરાકથી તેને ચાલી શકે, અને તે ઓછા ખેરાકમાં પણ તેને જોઈતી પુષ્ટિ મળી જાય. મનુષ્ય ઘણુવાર પેટને પૂછીને નહિ પણ છે ઇન્દ્રિયને પૂછીને ખાય છે, તેથી તેની પચાવવાની શક્તિ હોય તેના કરતાં વધારે ખાવાને દોરાય છે, અને આથી અજીર્ણ થાય છે. અજીર્ણ એ બધા રોગોનું મૂળ ગણાય છે. આ અજીર્ણમાંથી બચવા માટેનો સૌથી ઉત્તમ ઉપાય એકાશન, ઉપવાસ આદિ સાધન છે. જ્યારે મનુષ્ય શરીરરૂપી ઘંટીમાં નવો ખોરાક ઓછો નાખે છે, અથવા બીલકુલ નાખતા નથી, ત્યારે તે જઠરાગ્નિને જૂને કચરો પચાવવાને વખત મળે છે, અને આ રીતે શરીરને બગાડ નાશ પામે છે. ખરી વાત તો એ છે કે આપણું પચાવવાની શક્તિ હોય, તેના કરતાં પણ થોડું ઓછું ખાવું; પણ તે છતાં કોઈ ભૂલને લીધે અજીર્ણ થઈ જાય તો એકાશન કે ઉપવાસ કરવાથી તે અજીર્ણ નાશ પામે છે. આ રીતે શારીરિક નિરોગીતામાં તપશ્ચર્યાનો ભાગ છે, તે ઉપરાંત જ્યારે મનુષ્ય એકવાર જમે છે કે ઉપવાસ કરે છે, ત્યારે તે સારી રીતે વિચાર કરી શકે છે, ધ્યાન કરી શકે છે. ઉપવાસનો અર્થ પાસે વસવું એવો થાય છે. માટે ઉપવાસીએ તો આત્માની પાસે વસવાનો-આત્માના ગુણો વિચારવાનો અને તેને જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરવો જોઈએ. તપશ્ચર્યાના સંબંધમાં એક બાબત એ યાદ રાખવા જેવી છે કે શરીર એ સંયમનું પ્રબળ સાધન છે, એ ધર્મનું પ્રથમ સાધન છે, માટે ઉગ્ર તપશ્ચર્યા કરી તેને મારી નાખવાનું નથી, પણ તેની સાથે એવી રીતે વર્તવાનું છે કે તે આપણું સ્વામી થવાને બદલે આપણું કાબુમાં રહે અને આપણું ઈચ્છાનુસાર વર્તે. પર્યુષણમાં ત્રીજી બાબત મહાપુરુષોના જીવનની કથાનું શ્રવણું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે. કથાઓ તે દર વર્ષે સાંભળીએ છીએ. અમુક પાસે એક કરોડ રૂપીઆ છે, એવી વાત સાંભળીને બેસી રહીએ અને તેણે કરેડ રૂપીઆ કેમ મેળવ્યા, તે સાધનોનો વિચાર ન કરીએ અને તે સાધનો પ્રાપ્ત કરવા આપણે પ્રયત્ન ન કરીએ તો તે કરેડાધિપતિના ઈતિહાસના શ્રવણથી શું ? આપણે આજે મહાવીર પ્રભુના જીવનમાંથી એક જ બાબત અવલોકીશું. મહાવીર પ્રભુને સ્વાશ્રય-એકલા ઉભા રહેવાની શક્તિ અનુપમ હતી. આપણે બધાં ટોળાંની વૃત્તિવાળા છીએ. જેમ ગાડરીઓ પ્રવાહ ચાલે તેમ ચાલનાર છીએ. શ્રી મહાવીર પ્રભુને ઇન્ટે કહ્યું કે “તમને ભવિષ્યમાં ઘણું ઉપસર્ગો થવાના છે, તમારી અનુજ્ઞા હોય તો હું તમારી સાથે રહી તમને સહાય કરું.” શ્રી મહાવીર પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો કે “તીર્થકરે–સ્વભુજા બળવડે સંસારસમુદ્ર તર્યા છે, તરે છે અને તરશે.” તીર્થકર કેઈ ને મુક્તિ આપી શકે નહિ. મનુષ્યની મહત્તા એ જ છે કે તેના પિતાના સિવાય કેઈ તેનો ઉદ્ધાર કરી શકે નહિ. જે બીજાની આપેલી મુક્તિ મળતી હોય તો તે મુક્તિની કાંઈ કિંમત હોઈ શકે નહિ. શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કે તમે તમારા પોતાના પગ ઉપર ઉભા રહે. શ્રી બુદ્ધ પણ કહ્યું છે કે તમે તમારા પોતાના દીપક થાઓ. ટોળાંની વૃત્તિ એ સ્વવિકાસની વિઘાતક છે. ત્યારે મનુષ્ય સ્વાશ્રયી થઈ પોતાનો વિકાસ કેમ કરી શકતો નથી ? તેનાં ત્રણ કારણે છેઃ વાસના, શાસવાસના અને દેહવાસના. મનુષ્ય લેઓને ખુશ કરવાને લેકે જેથી ખુશ થાય તેવી રીતે વર્તે છે, પણ જેને પ્રસન્ન કરવો જોઈએ તે આત્માને પ્રસન્ન કરતો નથી. સર્વને ખુશ રાખવા જતાં તે કોઈને પણ ખુશ રાખી શકતો નથી, અને તે મનુષ્ય કદાપિ નિર્ભય બનતો નથી. પ્રચલિત રૂઢીને ગુલામ થઈ મનુષ્ય પોતાના આત્માની સ્વતંત્રતા ગુમાવી બેસે છે, પછી તેને વિકાસ શી રીતે થાય ? શાસ્ત્રમાં જે કાંઈ લખાયું હોય, પછી તે કોણે લખ્યું, કયા સંયોગોમાં લખ્યું, તેને વિચાર કર્યા વિના તે Page #150 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક ક્ષમાપના ૧૩૫ બધું માની લેવાની વૃત્તિ તે શાસ્ત્રવાસના. જ્યાં મન અને વાણું પહોંચતાં નથી તેવી આત્માની વાત શાસ્ત્રો શી રીતે કરી શકે તો પછી જે આત્મજ્ઞાની થવા ઈચછે તેને પોતાના અનુભવ ઉપર વધારે આધાર રાખવો પડે છે. શાસ્ત્રો એટલે અનુભવીઓએ લખેલાં પુસ્તક. ભૂતકાળના અનુભવીઓના વચનોથી જે આપણે વર્તમાન અનુભવ જુદો પડતો હોય તો શું આપણે શાસ્ત્રવાસનાથી બંધાઈ આપણું અનુભવને ખેટ માને ? શાસ્ત્રો અને બીજાના અનુભવો કરતાં પણ આત્મવિકાસમાં સ્વાનુભવ જ વિશેષ લાભકારી નીવડે છે. આપણી ભૂલ હશે તો તે સુધરશે, પણ જ્યાં આપણું હૃદય કે મન કબૂલ ન કરે તેવી વાત સ્વીકારવી, એથી તો અંધશ્રદ્ધા જન્મે છે, અને પ્રગતિ અટકે છે. દેહવાસના-મનુષ્ય પોતાને–આત્માને ભૂલથી–અજ્ઞાનથી દેહરૂપ માને છે. અને આ દેહબુદ્ધિથી બહિરાત્મભાવ પ્રકટે છે, અને તેથી મનુષ્ય નિરંતર મરણથી ડર્યા કરે છે. આ શરીર નાશ પામવાનું. પણ હું તે અમર છું. અને શરીર એતો મેં અમુક કામ કરવાને પહેરેલ ડગલે છે, એ વિચારને અનુભવ ન થાય, ત્યાંસુધી દેહવાસના રહેવાની, અને દેહવાસનાને લીધે મનુષ્ય સ્વાશ્રયી બનતા અટકે છે. જે લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના પર જય મેળવે છે, તેને વિકાસ ઘણું ત્વરાથી થાય છે. ત્રણ બંધનોથી મુક્ત થયેલ તે જીવ પિતાનું બધું લક્ષ પિતાના અંતર્ગત સામર્થ્યને અનુભવ કરવામાં વાપરે છે, અને છેવટે પોતે જે સ્વરૂપે છે તેને સાક્ષાત્કાર કરે છે. સ્વાશ્રયી મનુષ્ય જ ખરો પરોપકાર કરી શકે છે. જેને કાઈની આશા નથી તે જ ખરી સહાય બીજાને આપી શકે. માટે સ્વાશ્રયી બની પરોપકારી થાઓ. તા. ૨૮–૮–૩૦ મણિલાલ નભુભાઇ દોશી Page #151 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને રાષ્ટ્રત્વ અનાદિ કાળથી મનુષ્યની પ્રવૃત્તિમાત્રને હેતુ સુખપ્રાપ્તિ રહ્યો છે. અનેક વસ્તુઓની પાછળ સુખને માટે ભમ્યા છતાં સુખ મૃગજળની માફક દૂર ને દૂર જતું જાય છે અને આમ નિરંતર શાશ્વત સુખની ખેજ ચાલ્યાં કરે છે. અંતે “કેડે છોકરું ને ગામમાં શોધ્યું” એ લોકોક્તિ પ્રમાણે પરમ સુખનું ધામ અંતરમાં જ-આત્મામાં લાગ્યું. આમ આત્માની શોધ કરવી, તેના સ્વરૂપને ઓળખવું એ જ પરમ શ્રેયને માર્ગ જણાય. આ શ્રેયમાર્ગ તે ધર્મ. પરંતુ ધર્મમાં આત્માની સૂક્ષ્મતા અને પારલૌકિકતા પર એટલો બધે ભાર મૂકાયો કે આત્મા દેહધારી છે અને દેહદ્વારા જગત સાથે તેને નિકટનો સંબંધ છે અને તે સંબંધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં અવગણું ન શકાય એ વાત જ જાણે ભૂલાઈ ગઈ પરિણામે જડભરતની પેઠે કુટુંબ અને સમાજથી ડરીને દૂર ભાગવામાં જ મેક્ષ રહેલો છે એવો વૈરાગ્યને ભૂલ ભરેલ આદર્શ રજુ થયો. સમાજમાંથી નાસી છૂટવાના–બાહ્ય સન્યાસના મિથ્યા પ્રયત્નો થયા. ધર્મ, દેરાસરે, મંદિર, મસજદો અને દેવળોમાં કેદ થયો. ધાર્મિક અને વ્યવહારિક એવા જીવનના બેટા ભેદ પડ્યા. ધર્મ અને જીવનને જાણે છૂટાછેડા થયા. દૈતાદ્વૈત આદિ અનેક તત્ત્વવાદના ઝઘડા જાગ્યા અને સંપ્રદાયના ખાબોચીયામાં ધર્મ ડૂળ્યો. આ દોષના નિવારણાર્થે ભગવાન બુદ્ધ આત્માના સ્વરૂપની વાત જ છોડી દીધી છે. તેમની એક આખ્યાયિકા આ સંબંધમાં ઘણું બધપ્રદ છે. તેમના એક શિષ્ય આશંકા કરી કે “મહારાજ આ જગતની ઉત્પત્તિ કેમ અને ક્યારે થઈ તેને હેતુ શો હશે, Page #152 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને રાષ્ટ્રત્વ ૧૩૭ આત્માનું સ્વરૂપ શું, તેને અને જગતને શો સંબંધ ? ઈત્યાદિ તત્ત્વબોધ આપે કદી કર્યો નથી, ત્યાં સંયમાદિ ધર્મનું પાલન શા અર્થનું ? તેને ઉત્તર મળ્યો “ભાઈ, એક દર્દીને તીર લાગ્યું છે અને તે વૈદ્ય પાસે જઈને કહે છે કે “મારું આ તીર કાઢે, પણું જરા ઉભા રહે, પ્રથમ મને કહે કે આ તીર મારનાર કોણ અને કેવો હશે? શા હેતુથી તીર માર્યું હશે ? તે કઈ દિશામાંથી આવ્યું હશે ?' આ મૂર્ખ દર્દીના જેવી તું વાત કરે છે. આત્મા અને જગતના સ્વરૂપની વ્યર્થ જિજ્ઞાસા છોડી કર્તવ્ય પાલન કરે અને તેમ કરતા સત્યજ્ઞાનની પ્રાપ્તિ યથાકાળે સહેજે થઈ રહેશે.” આમા દેહી છે, અને ચિત્તધારા દેહી પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિમાં કર્મબંધ ન થાય અને મોક્ષ મળે તે માટે ચિત્તશુદ્ધિની આવશ્યકતા છે. આ ચિત્તશુદ્ધિ અનેક સાત્ત્વિક ગુણોના સપ્રમાણુ વિકાસ વિના શક્ય નથી, અને આ ગુણવિકાસ જીવનના અનેક વ્યાપારમાં જ થઈ શકે છે. સત્ય, અહિંસા, અભય, ક્ષમા, સહનશીલતા આદિ અનેક ગુણોને ઉત્કર્ષ અને કસોટી સમાજમાં જ શક્ય છે એ સહેજે સમજાશે. વળી જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સમાજનો કેવળ ત્યાગ શક્ય પણ નથી. એકાન્તવાસીને પણ નિર્વાહ માટે કોઈને કોઈ પર આધાર રાખવો જ પડે છે. આમ છે તે ત્યાગ શાનો થયે? સમાજનો નહિ પણ તેના પ્રત્યેના ધર્મનો જ. સમાજ તરફથી પોષણ અને રક્ષણ મેળવ્યું છે છતાં તેના પ્રત્યેનું પિતાનું ઋણ કબૂલ નથી કરવું એ તો આજના દેવાળીની જેમ લેણદારેને જાણે ઓળખતા જ નથી એના જેવું થયું. ટૂંકમાં સમાજને ત્યાગ અશક્ય છે અને તેને પ્રયત્ન ધર્મદષ્ટિએ અનિષ્ટ છે. સમાજમાં કુટુંબ, જ્ઞાતિ, રાષ્ટ્ર, સકળ મનુષ્યસમાજ ભૂતસૃષ્ટિ માત્રને સમાવેશ થાય છે. આજે આપણે માત્ર સમાજના એક મહત્ત્વના અંગ, રાષ્ટ્ર પ્રત્યેના આપણુ ધર્મની વાત વિચારવાના છીએ. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જેમ પૂર્વના કણાનુબંધ કરીને અમુક કુટુંબમાં જન્મ થાય છે અને ત્યારથી જ તેના પ્રત્યેના ધર્મ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે અમુક દેશમાં જન્મ થવો તે પણ ઋણાનુબંધનું કારણ હોઈ શકે અને તેથી જન્મથી જ જન્મભૂમિ પ્રત્યેના ધર્મ પ્રાપ્ત થાય છે. જે ભૂમિનાં અન્ન જળ વચ્ચે આ કાયા ધારણ પિષણ અને રક્ષણ પામે છે, જેની સંસ્કૃતિનું ધાવણ આપણે ધાવ્યા છીએ તેના પ્રત્યે, તેની. જનતા પ્રત્યે આપણે સેવાધર્મ છે તે સમજાવવું પડે તેમ છે ? આપણે આ રાષ્ટ્રધર્મ વિશાળ વિશ્વધર્મ ભૂતધર્મ અથવા આધ્યાત્મિકધર્મ સાથે અવિરેાધી છે, બકે સુસંગત છે. પાતિવત્યમાં પરપુરુષને દ્વેષ નથી, ઇષ્ટદેવની ભક્તિમાં અન્ય દેવને તિરસ્કાર નથી, તેમ સાચા રાષ્ટ્રધર્મમાં પર રાષ્ટ્ર પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર નથી. રહ્યો. પોતાના કુટુંબનું ન્યાયરીતે ધારણ પિષણ અને સત્ત્વસંશુદ્ધિ થઈ શકે તે માટે તેના નિયંતા બનવું એ ખરે કુટુંબ ધર્મ છે તેવી જ રીતે રાષ્ટ્રનાં ધારણ પોષણ અને સત્ત્વસંશુદ્ધિ ન્યાય્યરીતે શકય બને તે સારૂ રાષ્ટ્રને માટે સ્વરાજ્ય મેળવવું તે ખરો રાષ્ટ્રધર્મ છે. આમાં પર રાષ્ટ્રનું રાજ્ય પચાવી પાડવાની અધર્મ યુક્ત વાત નથી. અલબત્ત આપણા રાષ્ટ્રને પરરાજ્યની ધુંસરીમાંથી મુક્ત કરવાના પ્રયત્નમાં પરરાજ્યને દેખીતી હાનિ લાગવાને સંભવ છે; પરંતુ આપણું રાષ્ટ્ર મુકિતને જે માર્ગ ગ્રહણ કર્યો તે ધર્મયુક્ત હેવાથી તે હાનિ આપણને દોષકર નથી. આ માર્ગ તે કયો અને તેની વિશિષ્ટતા શું છે તે જોઈએ. રાષ્ટ્ર મુક્તિને માર્ગ અહિંસાને ગ્રહણ કર્યો છે. કોઈ પણ અંગ્રેજને વાળ સરખો વાંકે ર્યા વિના, તેને ગાળ સરખી દીધા વિના, મનથી પણ તેનું ભૂંડું ઇચ્છયા વિના માત્ર શાંત પણ જવલંત સત્યાગ્રહથી સ્વરાજ્ય મેળવવાને આપણે દારો છે. આ પ્રકારનું પ્રજા પ્રજા વચ્ચેનું યુદ્ધ જગતના ઈતિહાસમાં અવનવું છે. આ યુદ્ધને પ્રણેતા હિંદનો અકે જગતનો સર્વશ્રેષ્ઠ સન્ત પુરુષ છે. ન્યાયયુક્ત હિંસક યુદ્ધને પણ ધર્મયુદ્ધ કહેવાને પ્રચાર છે.. Page #154 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને રાષ્ટ્રત્વ ૧૩૯ તો આ તે એથીય વિશેષ ન્યાયયુક્ત અહિંસક યુદ્ધ છે અને તેથી તે સાચે જ ધર્મયુદ્ધ છે. તેમાં સાધ્ય તેમજ સાધન બને ધર્મયુક્ત છે. આવા શુદ્ધ ધર્મયુદ્ધના વિજ્યમાં જેનધર્મનો પણ વિજય રહેલો છે. કેમકે બન્નેને મુખ્ય સિદ્ધાંત અહિંસા છે. જેને પોતાના સાચા અહિંસા ધર્મને ઓળખે અને આ ધર્મયુદ્ધનું રહસ્ય સમજે તો તેઓ દેશને તારે અને પિતાના ધર્મને દિવિજય કરાવે. સાંપ્રત રાષ્ટ્રધર્મનું–બીજું વિશિષ્ટ અંગ ખાદી પ્રચાર છે. ખાદી પ્રચાર એટલે દરિદ્રનારાયણની સેવા. પૃથ્વીના પડ પર ગરીબમાં ગરીબ દેશ આપણે હિંદુસ્તાન છે. દેશની સેવા એટલે ગરીબની સેવા અને તે કેવી રીતે સૌ કોઈ કરી શકે ? જ્યાં કરે હાડપિંજરોને એક ટાણું પણ પૂરું અન્ન મળતું નથી અને બદલવાને બીજું વર મળતું નથી. ત્યાં તેને રોજનો એકપિસો પણ વધારે મળે તે તેને તે મહેર સમાન થાય. ત્યારે શું તેમને માટે અન્નક્ષેત્ર ખોલવાં કે રોજ દક્ષિણ વહેંચવી ? આ માગે તો પરાપૂર્વથી આપણે ત્યાં પ્રચલિત છે પણ આ ઉપાય તો વ્યાધિ કરતાં પણ બૂરો થઈ પડ્યો છે એ કણ નથી જાણતું ? માટે ખર ઉપાય તો ગાંધીજીને રેટિયામાં જડા. આ. સુદર્શનચક્ર જ દેશની ગરીબાઈ થોડીક પણ ફેડી શકે તેમ છે. ઘેર ઘેર રેંટિયા ચાલે અને અનેક કાંતનાર. અને વણકરેને રેજી મળે, વસ્ત્ર મળે અને પરદેશ ઘસડાઈ જતી રૂ. ૬૦ કરોડની લક્ષ્મીદેશમાં રહે. જેન ધર્મમાં દયાધર્મને પ્રાધાન્ય આપ્યું છે આ દયાધર્મનું પાલન ખાદી દ્વારા દરિદ્રોની સેવા સિવાય બીજી કઈ રીતે સરસ થવાનું હતું ? જેમ જેમ ઉંડા ઊતરીને વિચારશું તેમ તેમ સ્પષ્ટ માલુમ પડશે કે શ્રેયાર્થીને રાષ્ટ્રધર્મ પ્રત્યે આંખમીંચામણું કરે ચાલે તેમજ નથી. જે તેણે ચિત્તશુદ્ધિ કરવી હોય, ગુણત્કર્ષ દ્વારા જીવન આધ્યાત્મિક બનાવવું હોય તે સમાજના અન્યાય સામે અહિંસક યુદ્ધ લડવું જ જોઈએ. અને પરરાજયની ધુંસરી તળે રાષ્ટ્રનું Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પર્યુષણ પર્વના વ્યાખ્યાન પીસાઈ જવું એનાથી બીજે ગંભીર અન્યાય શો હોઈ શકે ? અને આ મહા અન્યાયનો પ્રતિકાર કરવામાં જીવન સર્વસ્વ હોમાય તેમાં આધ્યાત્મિક ઉન્નતિ શું જેવી તેવી છે? ધર્મ-આધ્યાત્મિક્તા એ જીવન વ્યા૫ક તત્વ હોય અને એ જ તે ગુલામી પ્રજાને. ધર્મપાલન અને આધ્યાત્મિક વિકાસ સશે શક્ય છે? આધ્યાત્મિક જીવન જીવનારને ડગલે ને પગલે ગુલામી–આંતર્ અને બાહ્ય–સામે થવું જ જોઈએ. શ્રેયાર્થીને, મુમુક્ષુને રાષ્ટ્રયુદ્ધમાં ઝંપલાવ્યે જ છૂટકે છે. દુઃખની વાત એ છે કે શ્રેયાર્થીઓ જ–સાધુ સાધ્વીઓ જ જે યુદ્ધમાં મોખરે રહેવા લાયક છે અને રહેવા જોઈએ-તે તેનાથી દોઢ ગાઉ દૂર ભાગે છે. તેમણે જાણવું જોઈએ કે પરમ શ્રેયાર્થી આ યુદ્ધને સારથી છે અને સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ યમ નિયમાદિનું જેમણે પિતાના જીવનમાં વિશેષ પાલન કર્યું છે, તેવા શ્રેયાર્થીઓ તેના સૈનિક સાથીઓ છે અને છેડે ઘણે અંશે પણ સંયમી જીવન જીવનારાઓને જ સિનિક થવાનું આલ્ફન છે. સૈનિકેમાં સંયમી જીવનની જેટલે અંશે ખામી હોય છે તેટલે અંશે લડતમાં પણ ખામી રહે છે જ. જેમને ચા બીડી વિના ચાલે નહિ, ભૂખ તરસ ટાઢ તડકે વેઠી શકે નહિ, સહેજ વાતમાં છેડાઈ પડતો હોય, જેની જીભ કાબુમાં ન રહે, કુટુંબનો ભાર માથે હોય, પરિગ્રહ ખૂબ વધારે હોય આ માણસ સનિક થાય તો પોતાને અને દેશને લજવે. આથી ઉલટું સાધુ સાધ્વીઓ જેઓ સત્યનિષ્ઠ, બ્રહ્મચારી અપરિગ્રહી, ક્ષમાશીલ, અને સહનશીલ છે અને જે શ્રેયાર્થીએ મહાત્રતોને પોતાના જીવનમાં ઉતારવા મથી રહ્યા છે તેઓ ભલે વિદ્વાન ન હોય, વક્તા ન હોય, શિક્ષિત ન હોય, ભલે સ્ત્રી હોય, વયમાં યુવાન હોય તો પણ લડતને વધારે સુંદર રીતે દોરી શકે અને યશ અપાવી શકે. આ યુદ્ધનું હથિયાર બુદ્ધિ કરતાં ચારિત્ર વિશેષ છે અસાધુતાની સામે સાધુતાએ લડવાનું છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને રાષ્ટ્રત્વ ૧૪૧ ત્યારે હવે સાધુ સાધ્વીઓ જીવનને મર્મ સમજી દેશની હાકલને માન આપે તો દેશને અજબ પલટો થઈ જાય અને સ્વરાજ્ય હસ્તામલકત થાય. પણ તેમને કેણ સમજાવે સાધુસંઘની જેમ જેમ સંઘ પણ એટલે જ પ્રબળ છે. જૈન સંધ પિતાનો રાષ્ટ્રધર્મ સમજે તો સાધુસંઘને વિનવી, પગે પડીને અને છેવટે તેમની સામે સત્યાગ્રહ કરીને પણ સમજાવી શકે. હવે જમાને ઉલટો આવ્યો છે. પ્રજા રાજને દોરે છે, મજૂરે મુડીદારને દોરે છે યુવાને વૃદ્ધોને દોરે છે તે ધર્મસંધ ધર્માચાર્યો અને સાધુઓને દેરે તેમાં કાંઈ નવાઈ નથી. અંતમાં આજના પવિત્ર પર્યુષણના મહોત્સવ નિમિત્તે એકઠા થયેલા સકળ શ્રેયાર્થીઓ રાષ્ટ્રધર્મના યથાર્થ પાલન દ્વારા પિતાને અને માતૃભૂમિનો મોક્ષ સાથે એ પ્રાર્થના. શારદા મંદિર અમદાવાદ પર્યુષણ પર્વ ૧૯૮૬ 5 ચંદુલાલ કાશીરામ દવે (બી. એ. એલ. એલ. બી. ) Page #157 -------------------------------------------------------------------------- ________________ ધ અને પંથ આત્મપ્રિય સુશીલ બહેનેા અને સુનુ બાંધવા, ધર્મ અને પચ એ બંને સાપેક્ષ ષ્ટિએ વિચારીએ તે દેવળ ભિન્ન નથી, તેમ કેવળ અભિન્ન નથી. આપણે શ્રવણુ કર્યું કે ધર્મ માંથી પંચ ઉદ્ભવે છે અને પૃથા પરસ્પર કલહ કરે છે. તેમ વક્તાની દૃષ્ટિથી તે પરસ્પર સંપ પણ કરે છે એટલું જ નહિ પણ સુસંપ પશુ કરે છે. જે પંથ કે સંપ્રદાયની દૃષ્ટિ તેના સાધ્ય એટલે ધર્મપર છે તે પંથ કે સંપ્રદાય તે જ ધમાંથી નીકળેલા માર્ગની પેઠે-તે જ વૃક્ષમાંથી નીકળેલી શાખાની પેઠે—તે જ સુવર્ણમાંથી ઉત્પન્ન થતાં નાના પ્રકારનાં આકારવાળા અલંકારાની પેઠે, તેઓને પેાતાના બંધુ ગણશે, કારણકે તેમનું ઉત્પત્તિ સ્થાન એક જ છે-ધ છે. ધ એ દ્રવ્ય છે અને ૫ચ એ તેા તેને પર્યાય છે. ધર્મ એ સુવણું છે, અને પથ એ સુવર્ણની મુદ્રિકાપ તેના આકાર છે. આ હેતુથી જે સંપ્રદાય પાતાના આત્માને એટલે પેાતાના મૂળને સંપૂર્ણપણે વળગી રહ્યો છે, તેને તેજ ધર્મમાંથી નીકળેલે ખીન્ને સંપ્રદાય વિરોધી નથી લાગતા, પરંતુ વિવિધ લાગે છે, Different નથી લાગતા પરંતુ various લાગે છે. આ દૃષ્ટિથી ધર્મપા પેાતાના બંધુ પથાને જોતાં શીખે તેા જગતની વિવિધતામાં જેમ આનંદ છે, તેમ આ પંથૈાના સમન્વયમાં પણ આનંદ લઈ શકીએ. હારમેાનિયમમાં જેમ સારી ગ મ પ ધ ની,’ એવા સાત સૂરા છે, પ્રત્યેકના સૂર વિવિધ છે તથાપિ તેમની harmony-સવાદન-આપણે ઉપજાવો શકીએ છીએ. તેમ પથેામાંથી પણ આપણે સંવાદન ઉત્પન્ન Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૪૩ કરી શકીએ. તથાપિ આપણું ઐય ક્યાં છે–આપણું મૂળ કયાં છે! એ આપણે જોવું જોઈએ, નહિ તે મૂળ ઉપર કુઠાર પડશે અને જે મૂળને નાશ થશે તો મૂળમાંથી ઉત્પન્ન થયેલા પંથનો પણ નાશ થશે. હવે પળે વિધવિધ થવામાં શો કુદરતનો હેતુ છે એ આપણે જરા વિચારદષ્ટિથી તપાસીએ. આત્મામાં અનંત ગુણો છે. અને એ સઘળા ગુણો ખીલવવાને આત્મામાંથી કુટેલા ધર્મને મુખ્ય ઉદ્દેશ છે. તથાપિ મનુષ્ય સઘળા ગુણે એકી વખતે સંપૂર્ણપણે ખીલવી શક્તિ નથી. એથી કેાઈ ધર્મપંથસંસ્થાપક, જ્ઞાનને મુખ્ય કરી આત્માના બીજા ગુણોને ગૌણ રાખી તેની ખીલવટ પિતે કરી પોતાને અનુસરનારાઓ પાસે એળે બળે કરાવતા રહે છે. તેજ પ્રકારે કોઈ દર્શનને મુખ્ય કરે છે, અને જ્ઞાન અને ક્રિયાને ગૌણ રાખે છે. તેમ જ કાઈક સંપ્રદાય ઉપદેશ છે કે ચારિત્ર વિના-જ્ઞાન દર્શન ક્રિયામાં આવ્યા વિના સર્વ બેટું છે. હવે આપણે જાણીએ છીએ કે સમ્યક્જ્ઞાનમાંથી અનંતજ્ઞાન, સમ્યક્દર્શનમાંથી અનંતદર્શન અને સમન્ચારિત્રમાંથી અનંત આનંદએ ત્રણે સમપ્રમાણમાં ખીલે નહિ ત્યાં સુધી તેને સમન્વય થવો દુર્લભ છે. માટે જ્ઞાનપ્રિયાએ દર્શનપંથ અને ચારિત્રપથની અવગણના કર્યા વિના જ્ઞાનપંથમાં રહી, વિકાસ કરવો અને દર્શનપથીઓની અને ચારિત્રમાર્ગીઓની અનુમોદના કરવી જોઈએ. આમ કરવાથી જ્યાં વિરોધ દેખાય છે ત્યાં વિવિધતા દેખાશે. હવે આપણે જોઈએ કે જેનસમાજમાં દેખાતા ત્રણ સંપ્રદાયો અને તેમાંના એક્કા સંપ્રદાયમાં રહેલા સંધાડા અને ગા અનેક છે. છતાં એક વૃક્ષમાં શાખા ત્રણ હોય અને પ્રત્યેક શાખા ઉપર ફળો જુદે જુદે અંતરે હોય, તથાપિ વૃક્ષના ફળમાં, કુલમાં, પત્રમાં, ડાળીઓમાં, ડાળામાં, થડમાં, મૂળમાં, એક જ રસ (juice) સર્વત્ર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના વ્યાપી રહેલ હાય છે. તેમ આ સર્વાં જુદા જુદા નામે જણાતાને આત્મા, ધર્મરૂપ વૃક્ષમાં સમાયા છે. ખીજાં એક દૃષ્ટાંત આપણે લઇએ. દિગબંર, શ્વેતાંબર કે સ્થાનકવાસી એ સર્વે જૈનધર્મ માનનારા લગભગ સરખી સખ્યામાં વહેંચાયા છે. પરસ્પરને નિંદતા જેમ જોવામાં આવે છે તેમ પરસ્પરમાં રહેલા ગુણાને જોઈ સ્તુતિ કરનાર પણ કાઈ કાઈ ગુણદૃષ્ટિએ જડી આવે છે. આપણે જૈનધર્મ માનનારા સવા તેર લાખ જેનેાને અમદાવાદે આમંત્રીએ. અને પછી એક સર્કલમાં ગોઠવીએ. એટલે કે દિગંબર, તેની જોડે સ્થાનકવાસી અને તેની જોડે દેરાવાસી, એ સર્વને એક સર્કલમાં ઉભા રાખી વચમાં આપણા પુણ્યાયે શ્રી મહાવીરસ્વામી પધારે તેા તેને કાણું વધ્ન નહિ કરે? વંદન કરનાર દિગંબર હા કે, શ્વેતાંબર હા, સ્થાનકવાસી હૈ। કે, તારણપથી હા, પરંતુ શ્રી મહાવીરને પોતાના ધમપિતા તરીકે સર્વ વૃંદો-પૂજશે-આજ્ઞા શિરાધાય કરશે, અને હૃદયમંદિરના સિહાસનપર બેસાડી તેમની આરાધના કરશે. સર્વ આવેળાએ એ જ પ્રભુનું પૂજન કરે છે, ત્યારે આપણી એકવાક્યતા— આપણા સમન્વય આપણી harmony આપણા સંવાદન ક્યાં છે, તે આ ઉપરથી જોઇ જકાશે. વંદન, નમનનાં વિધાન જુદાં નથી, પણ વિવિધ છે, પરંતુ એ વંદન કે નમન શ્રી મહાવીરને છે એ વાત ઉદારદીલ તા સ્વીકાર્યો. વિના નહિ રહે. શ્રીમહાવીર આ પ્રમાણે આપણા સર્વના—સવાતેરલાખના જો ધર્મપિતા છે તેા આપણે તેના ધ-આરસ પુત્રા છીએ. અને તેથી આપણે એ એક પિતાના ધર્મપુત્રા હાવાથી બધા બાંધવા છીએ. માટે આપણી દૃષ્ટિ આપણા સધળા વિધાનમાં પ્રથમ શ્રી મહાવીર તરફ હાવી જોઈએ અને પછી આપણા બાંધવા પર. Page #160 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૪૫ - કેટલીક જગેએ કહેવામાં આવે છે કે તર્કથી સમાધાન ન થાય; પરંતુ તર્ક કરનાર જે સત્યપ્રિય હોય તો તે અનેક તર્કનો પણ અનેક અપેક્ષાઓનો પણ સમન્વય કે સમાધાન કરી શકે. અપેક્ષાવાદ કે સ્યાદ્વાદનો આત્મા જ સમાધાન છે. અને અપેક્ષાઓ એક સત્યમાંથી ઉત્પન્ન થતા વિધાવધ તર્ક છે. વક્તાને તે જણાય છે કે “મુંડે મુંડે મતિર્ભિન્ના” એમ જે કહેવાય છે-many men, many thoughts-એ જે કહેવત છે, તે અણસમજુ કે અજ્ઞાન મનુષ્યને માટે ભલે હો, તથાપિ તેઓ ન જાણે તેવી રીતે પણ તેઓની એક વાક્યતા કુદરત જાળવી રાખે છે. ઘણા આચારમાં પણ વિચાર એક હોય છે. ચીનની સ્ત્રીએ પોતાના પગ બહુ ટુંકા હવામાં સુંદરતાનું દર્શન કરે છે, અને યુરોપ અમેરિકાની સ્ત્રીઓ પોતાની કમ્મર ટુંકી કરી નાખવામાં સુંદરતા દેખે છે. જાપાનમાં નાક દાબેલું હોય અને ચપટું હોય તો તે સુંદર ગણાય, અને ઈરાનમાં તાણને પણ લાંબું રાખ્યું હોય તો સુંદર ગણાય. બ્રાહ્મણે ગંગામાં સ્નાન કરી વેદના મંત્રો ભણી હિંદુ યજમાનને પવિત્ર કરે છે, એ જ પ્રકારે ક્રિશ્ચિયન બેપ્ટીસ્ટો હોજમાં યજમાનને બેપ્ટીઝમ આપી બાઈબલનાં સૂકતો ભણી પવિત્ર કરે છે. આ દૃષ્ટાંતથી જણાય છે કે આચારમાં વિવિધતા હોવા છતાં પણ સુંદરતા અને પવિત્રતા વગેરે ગુણેમાં આખી માનવજાતિની જ એક વાકયતા છે-unity છે. માટે સો શાણું એ એકમત એવું જે કહેવાય છે તે સ્યાદ્દવાદના સિદ્ધાન્તથી માનવજનતામાં આણી શકાય ખરું. જુઓ, આપણું જેનમાં ત્રણ સંપ્રદાયો છે અને ત્રણે માનીએ છીએ કે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રથી મુક્તિ છે. તથાપિ એ ત્રણે ગુણોને ખીલવવામાં તમે બારીક વિચારથી જોશે તો દરેક સંપ્રદાય એક ગુણને મુખ્ય રાખી, બીજા બેને ગૌણ કરી પિતાને ધાર્મિક Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન વિકાસ કરી રહ્યા છે. કોઈ જ્ઞાનને, તો કોઈ દર્શનને, તો કાઈ ચારિત્રને. માટે એ સંપ્રદાય જેને ભિન્ન ભિન્ન લાગતા હોય તેને તેમ લાગે, તથાપિ વક્તાને તે તે વિવિધ જણવાથી અખિલ જૈનતાના પ્રત્યેક સંપ્રદાયમાં ભળી ત્રણે ગુણેને સમાન કક્ષામાં લાવવાને પ્રોગ કરી રહ્યો છે. સ્થાનકવાસીઓ મૂતિને માનતા નથી, પરંતુ વક્તાની દૃષ્ટિએ પ્રભુ મહાવીરને માને છે, પ્રભુ મહાવીરની માનસપૂજા પણ કરે છે, તેમનું જ સ્મરણ કરે છે અને તેમના ગુણો ઉપર યથાશક્તિ ધ્યાન પણ કરે છે. આ જ પ્રકારે દિગંબર સંપ્રદાયનો તરણતારણપથ મૂર્તિને માનતો નથી તથાપિ, તાંબરના થાનકવાસી સંપ્રદાયની માફક શ્રી મહાવીરની જ માનસપૂજા–સ્મરણ–ધ્યાન કર્યા કરે છે. આપણે તાંબરે ઉપરનું તો બધું કરીએ છીએ એટલું જ નહિ પણ એ સઘળાં વિધાન ઉપરાંત મૂર્તિદ્વારાએ પણ એ પ્રભુનું પૂજન કરીએ છીએ. વક્તાને તો જણાય છે કે મૂર્તિપૂજક નામ આપણને આપણા વિરોધીએ આપેલું છે. આખા જગતના, લાલનના યથાશક્તિ કરેલા પ્રવાસ-અનુભવપરથી જણાય છે કે કોઈ મૂર્તિપૂજક નથી. બધા એક સરખી રીતે પ્રભુપૂજક છે. દાખલા તરીકે– લાલન પિતાના એક બ્રાહ્મણ મિત્ર સાથે ભુલેશ્વરના મંદિરમાં જાય છે. ત્યાં એક સંસ્કૃત કલેકથી તે એક મહાદેવની આ પ્રકારે પ્રાર્થના કરે છે– મેરૂ પર્વત જેટલી થોડી શી શાહી હેય, સમુદ્રના સરખો નાનો છે ખડી હોય, કલ્પવૃક્ષની શાખાઓની કલમો ઘડી હોય, આખી પૃથ્વીને વીંટાઈ વળે એટલે નાને શે કાગળનો ટુકડે હોય, અને એ ટુકડા પર સાક્ષાત્ સરસ્વતી પોતે નિરંતર, હે પ્રભુ! તારી સ્તુતિ લખે, તથાપિ તારા અનંત ગુણ માપી શકાય નહિ.” આ જ પ્રકારે આમાં તમે પહેલેથી છેલ્લે સુધી જોશે કે એ બ્રાહ્મણપુત્રના આત્મા, માનસ કે વચન કયાં છે! તેને આત્મા તે WWW.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પંથ ૧૪૭ પરમાત્માને જોઈ રહ્યો છે અને તેઓના જ ગુણનું વર્ણન કર્યા કરે છે. જે એ પ્રતિમાનું જ દર્શન કર્યા કરતો હોત, તો તે એમ બોલત કે, “હે પ્રતિમા, તને પાણાની ખાણમાંથી ખોદી કાઢી છે, ફલાણું કડીઆએ ઘડી છે, ફલાણું સલાટે તને ગોળમટોળ બનાવી છે!” આવું તો કયાંય પણ દેખાતું નથી. તો પછી એ મૂર્તિપૂજક કે પ્રતિમાપૂજક ક્યાં છે? એ તે પ્રભુપૂજક છે. એ જ પ્રકારે એ બ્રાહ્મણ મિત્ર લાલનની સાથે ચિંતામણજીના મંદિરમાં આવે છે અને ત્યાં લાલન સંસ્કૃતમાં એક લોક બોલે છે–તેની મતલબ આ પ્રકારે છે. “એક સુંદર વન છે અને તેમાં સર્વ ચંદનના વૃક્ષો છે. એ ચંદનના વૃક્ષોની સુગંધથી આકર્ષાઈ તેની આસપાસ સર્ષો વીંટાઈ રહે છે. પરંતુ એ ચંદનવનમાં મયૂર દાખલ થાય છે. એટલે સર્પો મયૂરના ભયથી ચંદનને છેડી નાસી જાય છે. તેમ હે પ્રભુ પ્રાર્થનાથ, ચંદન જેવા અમારા આત્માની આસપાસ કમૅરૂપી સર્પો વીંટાઈ રહ્યા છે અને અમારી આત્મસુગંધને વિષમય બનાવી રહ્યા છે. આપ અમારા હૃદયવનમાં મયૂરરૂપે પધારે એટલે કર્મોરૂપી સર્વે નાસી જઈ અમારી આત્મસુગંધને તમારા પ્રતાપથી અમૃતમય કરી અમને ને જગતને આનંદ આપે. વક્તાન બ્રાહ્મણ મિત્ર જોઈ શકે છે કે આમાં પ્રતિમા કે મૂર્તિનું દર્શન, પૂજન, કે વંદન નથી, પરંતુ શ્રી પાર્શ્વનાથનું જ દર્શન છે. એ જ પ્રકારે વક્તા મોરબીના એક મિત્ર પાસેથી દસ હજાર રૂપીઆની એક નોટ લે છે, એને બદલે એ મિત્રને એ નોટ કરતાં સુંદર રૂપેરી કાગળ આપે છે, તથાપિ પોતે સ્થાનકવાસી હોવા છતાં પણ એ દસ હજાર રૂપીઆની નોટને રૂપીઆ જ માને છે તેમ આપણે વિધિયુકત થયેલી પ્રતિમાને મૂર્તિ કે પત્થર નથી માનતા પરંતુ પ્રભુ માનીએ છીએ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો દિગંબર સાધુઓ, દિશારૂપી વસ્ત્રથી પિતાના ચારિત્રને નિર્વાહ કરે છે અને વેતાંબર સાધુઓ પણ આચારાંગસૂત્ર પ્રમાણે “અચેલકમ જણાય છે. “અચેલક' શબ્દનો અર્થ વસ્ત્રરહિત થાય છે, પરંતુ એને અર્થ “અચેલક” એટલે અલ્પવસ્ત્રવાળા કરવામાં આવે છે. આમ એક વસ્ત્રરહિત રહીને અને બીજા અલ્પવસ્ત્રમાં પણ મેહ નહિ રાખીને પિતાના ચારિત્રનો નિર્વાહ કરે એમાં વિરોધ સ્યાદવાદને કયાંથી હોઈ શકે ? | સંવત્સરી પ્રતિક્રમણ કઈ ચોથને દિવસે કરે છે, કોઈ પાંચમને દિવસે કરે છે. હવે પ્રતિક્રમણના હેતુ ઉપર જોઈએ તો પ્રમાદવસથી આમા પોતાનું સ્થાન છેડી પરસ્થાનમાં ગયો હોય–એટલે અતિચાર લાગ્યું હોય, તેને ધોઈ નાખવાનું છે. હવે પાંચમને દિવસે પરભાવમાંથી સ્વભાવમાં આવનારા અને ચોથને દિવસે પરભાવમાંથી સ્વભાવમાં આવનારામાં વિરોધ ક્યાં છેતે કંઈ સમજાતું નથી. માટે જે આશય એક જ છે–વિવિધ તિથિએ કરેલા અનુષ્ઠાનનું ફળ જે એક સરખું આવે છે તો પછી પરસ્પર સુસંપ શા માટે ન સધાવો જોઈએ? શાસ્ત્રમાં કહ્યું છે કે જે ક્રિયા સાધ્યને પહોંચાડે છે તે જ સમ્યક ક્રિયા છે. માટે ચોથ કે પાંચમ જે સાધ્યને પહોંચાડવાને બદલે સાધનમાંથી પણ ખસી જાય અને ખમાવવાને બદલે કલહ વધારે તે ધર્મને બદલે અધર્મ જગતમાં વધે માટે શ્રી મહાવીરને ધર્મન્યાયાધીશ રાખી–તેમના સ્યાદ્દવાદ કે સમાધાનવાદથી વિશ્વના તમામ ધર્મમાગે, ધર્મના નાના સંપ્રદાય, અને સંપ્રદાયના પથગછો અને સંઘાડાને જોતાં શિખીએ તો આ વિશ્વમાં સર્વ ધર્મ સુસંપતા-સંવાદન સંભાળી જગત શાંતિથી સુપ્રગતિના પંથે ચાલતું જશે. તા. ૨૧-૮-૩૦ લાલન, Page #164 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા શાસ્ત્ર એટલે શું?–જે શિક્ષણ આપે એટલે કે જે કોઈ વિષયની માહિતી અને અનુભવ આપે છે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઉંડા તથા વિશાલ તેટતેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહત્ત્વનું. આમ મહત્ત્વને આધાર ઉંડાણું અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાને આધાર તે તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હોય, ઉંડી હોય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જે દૃષ્ટિદોષ કે બીજી ભ્રાંતિ હોય તો તે શાસ્ત્ર કરતાં તે જ વિષયનું, થોડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર બીજું શાસ્ત્ર વધારે મહત્ત્વનું છે, અને તેની જ પ્રતિષ્ઠા ખરી બંધાય છે. શાસ્ત્ર શબ્દમાં રાસ અને ત્ર એવા બે શબ્દો છે. શબ્દોમાંથી અર્થ ઘટાવવાની અતિ જૂની રીતને આગ્રહ છેડો ન જ હોય તો એમ કહેવું જોઇએ કે રાષ્ટ્ર એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા પાડવાને ભાવ સૂચવે છે, અને ત્ર શબ્દ ત્રાણશક્તિનો ભાવ સૂચવે છે. શાસ્ત્રની ત્રાણશક્તિ એટલે આડે રસ્તે જતાં અટકાવી માણસને બચાવી લેવો અને તેની શક્તિને સાચે રસ્તે દોરવી. આવી ત્રાસુશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તો ઉંડાણ ઉપર અવલંબિત નથી. પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકંદર રીતે વિચારતાં ચોખું એ જ ફલિત થાય છે, કે જે કઈ પણ વિષયની સાચી માહિતી અને સાચો અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાવું જોઈએ. આવું શાસ્ત્ર તે કયું?–ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તે કેાઈને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે. કારણ કેઈ પણ એક શાસ્ત્ર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના અત્યાર સુધીની દુનિયામાં એવું નથી જન્મ્યું કે જેની માહિતી અને અનુભવ ’કાઇ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હાય કે જેની વિરુદ્ધ કાઇને કદીએ કહેવાના પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કઈ પણ છે કે નહિ? એ જ સવાલ થાય છે. આને ઉત્તર સરળ પણ છે અને કઠણ પણ છે. જે ઉત્તરની પાછળ રહેલ વિચારમાં બંધન, ભય ક્રુ લાલચ ન હાય તેા ઉત્તર સરળ છે, અને જો તે હાય તેા ઉત્તર કઠણ પણ છે. વાત એવી છે કે માણસના સ્વભાવ જિજ્ઞાસુ પણ છે અને શ્રદ્ધાળુ પણ છે. જિજ્ઞાસા એને વિશાળતામાં લઈ જાય છે અને શ્રદ્દા એને મક્કમપણું અપે છે, જિજ્ઞાસા અને શ્રદ્દાની સાથે જો ખીજી કાઈ આસુરી વૃત્તિ ભળી જાય તે! તે માણસને મર્યાદિત ક્ષેત્રમાં ખાંધી રાખી તેમાં જ સત્ય—હિ નહિ, પૂર્ણ સત્ય–જોવાની ફરજ પાડે છે. આનું પરિણામ એ આવે છે કે માણુસ કાઇ એક જ વાક્યને અગર કાઈ એક જ ગ્રંથને, અગર કોઇ એક જ પરંપરાના ગ્રંથસમૂહને છેવટનું શાસ્ત્ર માની લે છે, અને તેમાં જ પૂર્ણ સત્ય છે, એવી માન્યતા ધરાવતા થઇ જાય છે. આમ થવાથી માણસ માણસ વચ્ચે, સમૃહ સમૂહ વચ્ચે અને સંપ્રદાય સંપ્રદાય વચ્ચે શાસ્ત્રની સત્યતા અસત્યતાની બાબતમાં અગર તેા શાસ્ત્રની શ્રેષ્ઠતાના તર—તમ ભાવની અબતમાં મોટા વિખવાદ શરૂ થાય છે. દરેક જણ પોતે માનેલ શાસ્ત્ર સિવાયનાં ખીજાં શાસ્ત્રાને ખાટાં અગર અપૂર્ણ સત્ય જણાવ નારાં કહેવા મંડે છે અને તેમ કરી સામા પ્રતિસ્પનેિ પેાતાનાં શાસ્ત્ર. વિષે તેમ કહેવાતે જાણે અજાણે નાતરે છે. આ તાકાતી વાતાવરણમાં અને સાંકડી મનેાવૃત્તિમાં એ તે વિચારાયું જ રહી. જાય છે કે ત્યારે શું બધાં જ શાસ્ત્ર! ખાટાં કે બધાં જ શાસ્ત્રા સાચાં કે બધાં જ કાંઈ નહિ ? આ થઈ ઉત્તર આપવાની કઠીણામની ખાજું. પરંતુ જ્યારે આપણે ભય, લાલચ અને સંકુચિતતાના બંધનકારક વાતાવરણમાંથી Page #166 -------------------------------------------------------------------------- ________________ છટ થઈ અને તે ભાન જ અ નેક શાસ્ત્રમર્યાદા ૧૫૧ છૂટા થઈ વિચારીએ ત્યારે ઉક્ત પ્રશ્નો નિવેડો સહેલાઈથી આવી જાય છે, અને તે એ છે કે સત્ય એક અને અખંડ હોવા છતાં તેને આવિર્ભાવ (તેનું ભાન) કાળક્રમથી અને પ્રકારભેદથી થાય છે. સત્યનું ભાન જે કાળક્રમ વિના અને પ્રકારભેદ વિના થઈ શકતું હોત તો અત્યાર અગાઉ ક્યારનું યે સત્યશોધનનું કામ પતી ગયું હોત, અને એ દિશામાં કોઈને કાંઈ કહેવાપણું કે કરવાપણું ભાગ્યે જ રહ્યું હોત. જે જે મહાન પુરુષે સત્યને આવિર્ભાવ કરનારા પૃથ્વીના પટ ઉપર થઈ ગયા છે તેમને પણ તેમના પહેલાં થઈ ગએલા અમુક સત્યશોધકોની શોધનો વારસે મળેલો જ હતો. એ કઈ પણ મહાન પુરુષ તમે બતાવી શકશે કે જેને પોતાની સત્યની શોધમાં અને સત્યના આવિર્ભાવમાં પોતાના પૂર્વવર્તી અને સમસમયવતી બીજા તેવા શોધકની શોધનો થડે પણ વારસે ન જ મળ્યો હોય, અને માત્ર તેણે જ એકાએક અપૂર્વ પણે તે સત્ય પ્રકટાવ્યું હોય? આપણે સહેજ પણ વિચારીશું તો માલુમ પડશે કે કોઈ પણ સત્યશોધક અગર શાસ્ત્રપ્રણેતા પિતાને મળેલ વારસાની ભૂમિકા ઉપર ઉભા રહીને જ પોતાની દષ્ટિ પ્રમાણે અગર તો પિતાની પરિસ્થિતિને બંધ બેસે એવી રીતે સત્યને આવિર્ભાવ કરવા મથે છે, અને તેમ કરી સત્યના આવિર્ભાવને વિકસાવે છે. આ વિચારસરણી જે ફેંકી દેવા જેવી ન હોય તો એમ કહેવું જોઇએ કે કોઈ પણ એક વિષયનું શાસ્ત્ર એટલે તે વિષયમાં શોધ ચલાવેલ, શોધ ચલાવતા કે કે શોધ ચલાવનાર વ્યકિતઓની ક્રમક અને પ્રકાર ભેદવાળી પ્રતીતિએને સરવાળો. આ પ્રતીતિઓ જે સંયોગોમાં અને જે ક્રમે જન્મી હોય તે સંયોગો પ્રમાણે તે જ ક્રમે ગોઠવી લઇએ તો એ વિષયનું સળંગ શાસ્ત્ર બને અને એ બધી જ સૈકાલિક પ્રતોતિએ કે આવિર્ભાવમાંથી છૂટા છૂટા મણકા લઈ લઈએ તો તે અખંડ શાસ્ત્ર ન કહેવાય; છતાં તેને શાસ્ત્ર કહેવું હોય તો એટલા જ અર્થમાં કહેવું જોઈએ કે તે પ્રતોતિને મશકે પણ એક અખંડ શાસ્ત્રનો અંશ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે. પણ એવા કાઈ અંશને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે તા તે ખાટું જ છે. જો આ મુદ્દામાં વાંધેા લેવા જવું ન હોય—હું તેા નથી જ લેતા-તા આપણે નિખાલસ દિલથી કબુલ કરવું જોઈએ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમા, માત્ર બૌદ્ધ પિટકા, માત્ર અવેસ્તા, માત્ર ખાઈબલ, માત્ર પુરાણ, માત્ર કુંરાન કે માત્ર તે તે સ્મૃતિઓ એ પેાતપેાતાના વિષયપરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી. પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પરત્વે, ભાતિક વિષય પરત્વે, અગર તેા સામાજિક વિષય પરત્વે એક અખ ત્રૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમજ પ્રકાર ભેદવાળાં સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તે અખંડ સત્યની દેશ કાળ, અને પ્રકૃતિ ભેદ પ્રમાણે જુદીજુદી બાજુએ રજુ કરતાં મણકા શાસ્ત્ર છે. આ વાત કાઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલા છે. જો આ સમજ આપણા મનમાં ઉતરે–અને ઉતારવાની જરુર તા છે જતા આપણે પેાતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરતા ખચી જઇએ, અને તેમ કરી ખીજાને પણ અન્યાયમાં ઉતરવાની પરિસ્થિતિથી બચાવી લઇએ. પેાતાના માની લીધેલ સત્યને બરાબર વાદાર રહેવા માટે જરુરનું એ છે કે તેની કિમત હાય તેથી વધારે આંટી અંધશ્રા ન ખીલવવી અને આછી આંી નાસ્તિકતા ન દાખવવી. આમ કરવામાં આવે તા જણાયા વિના ન જ રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકેાનાં ગ્રંથના કાં તે। બધાં જ શાસ્ત્રા છે, કાં તેા બધાં જ અશાસ્ત્ર છે, અને કાં તા એ કાંઇ જ નથી. દેશ, કાળ, અને સંયેાગથી પરિમિત સત્યના આવિર્ભાવની દૃષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દૃષ્ટિએ એ બધાં જ અશાસ્ત્રા છે, શાસ્રયાગની પાર ગએલ સામર્થ્યયેાગની દૃષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિષેનું મિથ્યા અભિમાન ગાળવા માટે Page #168 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમયોદા ૧૫૩ આટલી જ સમજ બસ છે. જે એ મિથ્યા અભિમાન ગળે તે મેહનું બંધન ટળતાં જ બધા મહાન પુરુષોનાં ખંડ સત્યમાં અખંડ સત્યનું દર્શન થાય અને બધી જ વિચારસરણની નદીઓ પોતપોતાની ઢબે એક જ મહાસત્યના સમદ્રમાં મળે છે એવી પ્રતીતિ થાય. આ પ્રતીતિ કરાવવી એ જ શાસ્ત્રરચનાનો પ્રધાન ઉદ્દેશ છે. સજક અને રક્ષક—શાસ્ત્રો કેટલાકને હાથે સરજાય છે અને કેટલાકને હાથે સચવાય છે–રક્ષાય છે; અને બીજા કેટલાકને હાથે સચવાવા ઉપરાંત તેમાં ઉમેરણ થાય છે. રક્ષકે, સુધારકે, અને પુરવણીકાર કરતાં સર્જકે હમેશાં જ ઓછા હોય છે. સર્જકોમાં પણ બધા સમાન જ કોટિના હોય એમ ધારવું તે મનુષ્યપ્રકૃતિનું અજ્ઞાન છે. રક્ષકેના મુખ્ય બે ભાગ પડે છે. પહેલો ભાગ સર્જકની કૃતિને આજન્મ વફાદાર રહી તેને આશય સમજવાની, તેને સ્પષ્ટ કરવાની અને તેને પ્રચાર કરવાની કોશીષ કરે છે. તે એટલે બધા ભક્તિસંપન્ન હોય છે કે તેને મન પોતાના પૂજ્ય સ્રષ્ટાના અનુભવમાં કાંઈ જ સુધારવા જેવું કે ફારફેર કરવા જેવું નથી લાગતું. તેથી તે પિતાને પૂજ્ય સ્રષ્ટીના વાકને અક્ષરશઃ વળગી તેમાંથી જ બધું ફલિત કરવાનો પ્રયત્ન કરે છે. અને દુનિયા તરફ જોવાની બીજી આંખ બંધ કરી દે છે. જ્યારે રસકેને બીજો ભાગ ભક્તિસંપન્ન હોવા ઉપરાંત દષ્ટિસંપન્ન પણ હોય છે. તેથી તે પોતાના પૂજ્ય સ્રષ્ટાની કૃતિને અનુસરવા છતાં તેને અક્ષરશઃ વળગી રહેતો નથી. ઉલટું તેમાં તે જે જે ઉણપ જુએ છે, અગર પુરવણની આવશ્યકતા સમજે છે, તેને પોતાની શકિત પ્રમાણે દૂર કરી કે પૂર્ણ કરીને જ તે શાસ્ત્રનો પ્રચાર કરે છે. આ રીતે જ રક્ષકાના પહેલા ભાગ દ્વારા શાસ્ત્ર પ્રમાર્જન અને પુરવણી ન પામવા છતાં એકદેશીય ઉંડાણ કેળવે છે અને રક્ષકેના બીજા ભાગ દ્વારા એ શાસ્ત્ર પ્રમાર્જન તેમજ પુરવણી મેળવવાને લીધે વિશાળતા પામે છે. કઈ પણ સટ્ટાના શાસ્ત્રસાહિત્યનો ઈતિહાસ તપાસીશું તે ઉપરની વાતની ખાત્રી થયા વિના Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન નહિ રહે. અહિં દાખલા તરીકે આર્યઋષિઓના અમુક વેદભાગને. મૂળ સર્જન માની પ્રસ્તુત વસ્તુ સમજાવવી હોય તો એમ કહી શકાય કે મિત્રવેદને બ્રાહ્મણ ભાગ અને જેમિનીયની મીમાંસા. એ પ્રથમ પ્રકારના રક્ષકે છે, અને ઉપનિષદો, જૈન આગમે, બાદ્ધ પિટક, ગીતા, સ્મૃતિ, અને બીજા તેવા ગ્રંથો એ બીજા પ્રકારના. રક્ષકે છે. કારણ કે બ્રાહ્મણગ્રંથને અને પૂર્વ મીમાંસાને મંત્રવેદમાં ચાલી આવતો ભાવનાઓની વ્યવસ્થા જ કરવાની છે, તેના પ્રામાણ્યને વધારે મજબૂત કરી લોકોની તે ઉપરની શ્રદ્ધાને સાચવવાની જ છે. કોઈપણ રીતે મંત્રવેદનું પ્રામાણ્ય સચવાઈ રહે એ એક જ ચિંતા બ્રાહ્મણકારો અને મીમાંસકાની છે. તે કટ્ટર રક્ષા મંત્રવેદમાં ઉમેરવા જેવું કાંઇ જ દેખાતું નથી. ઉલટું ઉમેરવાનો વિચાર જ તેમને ગભરાવી મૂકે છે. જ્યારે ઉપનિષદકાર, આગમકાર, પિટકકાર વગેરે મંત્રવેદમાંથી મળેલા વારસાને પ્રમાર્જન કરવા જેવો, ઉમેરવા જેવો અને વિકસાવવા જેવો લેખે છે. આવી સ્થિતિમાં એક જ વારસાને મેળવનાર જુદા જુદા સમયના અને સમસમયના પ્રકૃતિભેટવાળા માણસોમાં પક્ષાપક્ષી પડી જાય છે, અને કિલ્લેબંધી ઉભી થાય છે. નવા જૂના વચ્ચે કેન્દ્ર–ઉપરની કિલ્લેબંધીમાંથી સંપ્રદાય જન્મે છે અને એક બીજા વચ્ચે વિચારનો સંઘર્ષ ખૂબ જામે છે. દેખીતી રીતે એ સંઘર્ષ અનર્થકારી લાગે છે. પણ એ સંઘર્ષને પરિણામે જ સત્યનો આવિર્ભાવ આગળ વધે છે. કોઈ પુષ્ટ વિચારક કે સમર્થ સ્રષ્ટા એ જ સંઘર્ષમાંથી જન્મ લે છે અને તે ચાલ્યા આવતાં શાસ્ત્રીય સમાં અને શાસ્ત્રીય ભાવનાઓમાં નવું પગલું ભરે છે. આ નવું પગલું પહેલાં તો લોકોને ચમકાવી સકે છે. અને બધા જ લેકે કે લોકોને મેટો ભાગ રૂઢ અને શ્રદ્ધાસ્પદ શબ્દો તેમજ ભાવનાઓના હથિયારવડે એ નવા વિચાર કે સર્જકનું માથું ફેડવા તૈયાર થાય છે. એક બાજુએ વિરોધીઓની પલટણ અને બીજી બાજુએ નવા આગન્તુક એકલે. Page #170 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમયોદા ૧૫૫ વિરેાધીઓ એને કહે છે કે તું જે કહેવા માગે છે, જે વિચાર દર્શાવે છે તે આ જૂના ઈશ્વરીય શાસ્ત્રોમાં ક્યાં છે? વળી તે બિચારા કહે છે કે “જૂનાં ઈશ્વરીય શાસ્ત્રોના શબ્દો તો ઉલટું તારા નવા વિચારની વિરુદ્ધ જ જાય છે.” આ બિચારા શ્રદ્ધાળુ છતાં એક આંખવાળા વિરોધીઓને પેલો આગંતુક કે વિચારક અષ્ટા તેમના જ સંકુચિત શબ્દોમાંથી પોતાની વિચારણું અને ભાવના કાઢી બતાવે છે. આ રીતે નવા વિચારક અને ભ્રષ્ટા દ્વારા એક વખતના જૂના શબ્દો અર્થદષ્ટિએ વિકસે છે અને નવી વિચારણું અને ભાવનાનો નો થર આવે છે અને વળી એ નવો થર વખત જતાં જૂનો થઈ જ્યારે બહુ ઉપયેગી નથી રહેતો અગર ઉલટો બાધક થાય છે ત્યારે વળી નવા જ સ્ત્રષ્ટા અને વિચારકે પ્રથમના થર ઉપર ચઢેલી એકવાર નવી અને હમણાં જૂની થઈ ગએલી વિચારણું અને ભાવનાઓ ઉપર નો થર ચઢાવે છે. આ રીતે પરાપૂર્વથી ઘણીવાર એક જ શબ્દના ખોખામાં અનેક વિચારણાઓ અને ભાવનાઓના થર આપણે શાસ્ત્રમાર્ગમાં જોઈ શકીએ છીએ. નવા થરના પ્રવાહને જૂના થરની જગ્યા લેવા માટે જે શબદ સ્વતંત્ર સરજવા પડતા હેત અને અનુયાયીઓનું ક્ષેત્ર પણ જુદું જ મળતું હોત તે તો જૂના અને નવા વચ્ચે ઠંદ ( વિરોધ ) ને કદી જ અવકાશ ન રહેત. પણ કુદરતનો આભાર માનવો જોઈએ કે તેણે શબ્દ અને અનુયાયીઓનું ક્ષેત્ર છેક જ જુદું નથી રાખ્યું તેથી જૂના લકાની મક્કમતા અને નવા આગંતુકની દઢતા વચ્ચે વિરોધ જામે છે અને કાળક્રમે એ વિધ વિકાસનું જ રૂપ પકડે છે. જૈન કે બાદ્ધ મૂળ શાસ્ત્રોને લઈ વિચારીએ અગર વેદશાસ્ત્રને એકમ માની ચાલીએ તો પણ આજ વસ્તુ આપણને દેખાશે. મંત્રવેદમાંના બ્રહ્મ, ઇ, વરુણ, ત, તપ, સત, અસત, યજ વગેરે શબ્દો તથા તેની પાછળની, ભાવના અને ઉપાસના લ્યો; અને ઉપનિષદોમાં દેખાતી એ જ શબ્દોમાં આરપાએલી ભાવના તથા ઉપાસના લ્યો. એટલું જ નહિ પણ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશમાં સ્પષ્ટપણે તરવરતી બ્રાહ્મણ, તપ, કર્મ, વર્ણ, વગેરે શબ્દો પાછળની ભાવના અને એ જ શબ્દો પાછળ રહેલી વેદકાલીન ભાવનાઓ લઈ બંનેને સરખાવો. વળી ગીતામાં સ્પષ્ટપણે દેખાતી યજ્ઞ, કર્મ, સંન્યાસ, પ્રવૃત્તિ, નિવૃત્તિ, યોગ, ભોગ વગેરે શબ્દ પાછળ રહેલી ભાવનાઓને વેદકાલીન અને ઉપનિષકાલીન એ જ શબ્દ પાછળ રહેલી ભાવના સાથે તેમજ આ યુગમાં દેખાતી એ શબ્દો ઉપર આપાએલી ભાવના સાથે સરખાવો તો છેલ્લા પાંચ હજાર વર્ષમાં આર્યલેકાના માનસમાં કેટલે ફેર પડે છે એ સ્પષ્ટ જણાશે. આ ફેર કંઈ એકાએક પડ્યો નથી. કે વગર વાંધે અને વગર વિરેાધે વિકાસક્રમમાં સ્થાન પામ્યું નથી; પણ એ ફેર પડવામાં જેમ સમય લાગે છે તેમ એ ફેરવાળા અને સ્થાન પામવામાં ઘણું અથડામણ પણ સહવી પડી છે. નવા વિચારકે અને સર્જકે પોતાની ભાવનાના હડાવડે જીના શબ્દોની એરણું ઉપર જૂના લોકોના માનસને નવો ઘાટ આપે છે. હથોડા અને એરણ વચ્ચે માનસની ધાતુ દેશકાળાનુસારી ફેરફારવાળી ભાવનાઓના અને વિચારણાઓના નવનવા ઘાટ ધારણ કરે છે. અને આ નવા જૂનાની કાળચક્કીનાં પૈડાઓ નવનવું દળે જ જાય છે, અને મનુષ્યજાતિને જીવતી રાખે છે. વર્તમાન યુગ આ જમાનામાં ઝપાટાબંધ ઘણી ભાવનાઓ અને વિચારણુઓ નવા જ રૂપમાં આપણી આગળ આવતી જાય છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં જ નહિ પણ આધ્યાત્મિક ક્ષેત્ર સુદ્ધાંમાં ત્વરાબંધ નવી ભાવનાએ પ્રકાશમાં આવતી જાય છે. એક બાજુએ ભાવનાઓને વિચારની કસોટીએ ચઢાવ્યા વિના સ્વીકારનારે મંદબુદ્ધિ વર્ગ હોય છે, જ્યારે બીજી બાજુએ એ ભાવનાઓને વગર વિચારે ફેંકી દેવા કે બેટી કહેવા જેવી જરઠ બુદ્ધિવાળે પણ વર્ગ નાનોસૂનો નથી. આ સંયોગોમાં શું થવું જોઈએ અને શું થયું છે એ સમજાવવા ખાતર ઉપરના ચાર મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૫૭ સર્જકા અને રક્ષકા મનુષ્યજાતિનાં નૈસાગક ળા છે. એની હસ્તીને કુદરત પણ મિટાવી શકે હિંદુ. નવા જૂના વચ્ચેનું એ સત્યના આવિર્ભાવનું અને તેને ટકવાનું અનિવાર્ય અંગ છે, એટલે તેથી પણ સત્યપ્રિય ગભરાય નહિ. શાસ્ત્ર એટલે શું? અને આવું શાસ્ત્ર તે કયું ? એ બે મુદ્દાઓ દૃષ્ટિના વિકાસ માટે અથવા એમ કહા કે નવાજૂનાની અથડામણીના દૂધમંથનમાંથી આપેઆપ તરી આવતા માખણને ઓળખવાની શક્તિને વિકસાવવા માટે ચર્ચ્યા છે. આ ચાર મુદ્દાએ તે અત્યારના યુગની વિચારણા અને ભાવનાએ સમજવા માટે માત્ર પ્રસ્તાવના છે. ત્યારે હવે ટુંકમાં જોઇએ અને તે પણ જૈન સમાજને લઈ વિચારીએ કે તેની સામે આજે કઇ કઈ રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક સમસ્યાઓ ખડી થઇ છે અને તેને ઉકેલ શકય છે કે નહિ અને શક્ય હાય તો તે કઈ રીતે શકય છે? ૧. માત્ર કુળ પરંપરાથી કહેવાતા જૈન માટે નહિ પણ જેનામાં જૈનપણું ગુણુથી થાડું ઘણું આવ્યું હોય તેને માટે સુદ્ધાં પ્રશ્ન એ છે કે તેવે! માણસ રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજકીય પ્રકરણમાં ભાગ લે યા નહિ અને લે તે કઈ રીતે લે. કારણ કે તેવા માણસને વળી રાષ્ટ્ર એ શું? અને રાજકીય પ્રકરણ એ શું ? રાષ્ટ્ર અને રાજપ્રકરણ તા સ્વાર્થ તેમજ સંકુચિત ભાવનાનું કુળ છે અને ખરું જૈનત્વ એ તા એની પારની વસ્તુ છે એટલે ગુણુથી જે જૈન હાય તે રાષ્ટ્રીય કાર્યા અને રાજકીય ચળવળેામાં પડે કે નહિ ? એ અત્યારના જૈન સમાજને પેચીદા સવાલ છે—ગૂઢ પ્રશ્ન છે. ૨. લગ્નપ્રથાને લગતી રૂઢીઓ, નાતજાતને લગતી પ્રથાએ અને ધંધા ઉદ્યોગની પાછળ રહેલી માન્યતાઓ અને સ્ત્રી-પુરુષ જાતિ વચ્ચેના સંબંધેાની ખાખતમાં આજકાલ જે વિચારા બળપૂર્વક ઉદ્ય પામી રહ્યા છે અને ચેામેર ધર કરી રહ્યા છે તેને જૈનશાસ્ત્રમાં ટેકા છે કે નહિ, અગર ખરા જૈનત્વ સાથે તે નવા વિચારાના મેળ છે કે નહિ, જૂના વિચારા સાથે જ ખરા જૈનત્વના સંબંધ છે ? જે નવા વિચારાને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શાસ્ત્રનો કે ન હોય અને તે વિચારો વિના જીવવું સમાજ માટે અશકય દેખાતું હોય તે હવે શું કરવું? શું એ વિચારેને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દોહવાં ? કે એ વિચારેનું નવું શાસ્ત્ર રચી જૈનશાસ્ત્રમાં વિકાસ કરવો ? કે એ વિચારને સ્વીકારવા કરતાં જેનસમાજની હસ્તી મટવાને કીંમતી ગણવું ? ૩. મોક્ષને પથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માર્ગદર્શક થવાને બદલે જે અનુગામીઓને ગુરુ એટલે બોજા રૂપ જ થતી હોય અને ગુરુસસ્થારૂપ સુભૂમચક્રવર્તીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવો પણ ડૂબવાની દશામાં આવ્યા હોય તો શું એ દેવોએ પાલખી ફેંકી ખસી જવું ? કે પાલખી સાથે ડૂબી જવું ? કે પાલખી અને પોતાને તારે એવો કોઈ માર્ગ શોધવા થોભવું ? જે એવો માર્ગ ન જ સૂઝે તો શું કરવું? અને સૂઝે તો તે માર્ગ જૂના જેનશાસ્ત્રમાં છે કે નહિ અગર તે આજ સુધીમાં કેાઈએ અવલંબેલો છે કે નહિ, એ જેવું? ૪. ધંધા પરત્વે પ્રશ્ન એ છે કે ક્યા કયા ધંધા ગુણજૈનત્વ સાથે બંધ બેસે અને કયા કયા ધંધા જૈનત્વના ઘાતક બને ? શું ખેતીવાડી, લુહારી, સુતારી, અને ચામડાને લગતાં કામ, દાણાદુણીનો વ્યાપાર, વહાણવટું, સિપાહિગીરી, સાંચાકામ વગેરે જૈનત્વના બાધક છે ? અને ઝવેરાત, કપડાં, દલાલી, સટ્ટો, મીલમાલેકી, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વના બાધક નથી અગર એાછા બાધક છે ? ઉપર આપેલા ચાર પ્રશ્નો તે અનેક એવા પ્રશ્નોમાંની વાનગી માત્ર છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જે તર્ક અને વિચારશુદ્ધ હોય તે બીજા પ્રશ્નોને પણ સહેલાઈથી લાગુ થઈ શકશે. આવા પ્રશ્નો ઉભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કાઈ ન ધારે. એાછા વધતા પ્રમાણમાં અને એક અથવા બીજી રીતે આવા પ્રશ્નો ઉભા થએલા આપણે જૈનશાસ્ત્રના ઈતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય Page #174 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧પ૯ કારણ જૈનત્વ અને તેના વિકાસક્રમના ઈતિહાસ વિષેના આપણા અજ્ઞાનમાં રહેલું છે. જીવનમાં સાચા જૈનત્વનું તેજ જરાયે ન હોય, માત્ર પરંપરાગત વેશ, ભાષા, અને ટીલાંટપકાંનું જૈનત્વ જાણે અજાણે જીવન ઉપર લદાએલું હોય અને વધારામાં વસ્તુસ્થિતિ સમજવા જેટલી બુદ્ધિશક્તિ પણ ન હોય ત્યારે ઉપર દર્શાવેલ પ્રશ્નોને ઉકેલ નથી આવતો. એ જ રીતે જીવનમાં એાછું વધતું સાચું જૈનત્વ ઉદ્દભવ્યું હોય છતાં વારસામાં મળેલ ચાલુ ક્ષેત્ર ઉપરાંત બીજા વિશાળ અને નવનવા ક્ષેત્રોમાં ઉભા થતા કોયડાઓને ઉકેલવાની તેમજ વાસ્તવિક જૈનત્વની ચાવી લાગુ પાડી ગૂંચવણનાં તાળાંઓ ઉઘાડવા જેટલી પ્રજ્ઞા ન હોય ત્યારે પણ આવા પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. તેથી જરૂરનું એ છે કે સાચું જનત્વ શું છે, એ સમજી જીવનમાં ઉતારવું અને બધા જ ક્ષેત્રમાં ઉભી થતી મુશ્કેલીઓનો નિકાલ કરવા માટે જૈનત્વને શી શી રીતે ઉપયોગ કરવો, એની પ્રજ્ઞા વધારવી. હવે આપણે જોઈએ કે સાચું જનત્વ એટલે શું ? અને તેના જ્ઞાન તથા પ્રયોગ વડે ઉપરના પ્રશ્નોને અવિરેાધી નિકાલ કેવી રીતે આવી શકે? આવું જનત્વ એટલે સમભાવ અને સત્યદષ્ટિ. જેને જેનશાસ્ત્ર અનુક્રમે અહિંસા તેમ જ અનેકાંતદષ્ટિના નામથી ઓળખાવે છે. અહિંસા અને અનેકાંતદષ્ટિ એ બંને આધ્યાત્મિક જીવનની બે પાંખે છે અથવા તે પ્રાણપ્રદ ફેફસાં છે. એક આચારને ઉજ્જવળ કરે છે જ્યારે બીજું દષ્ટિને શુદ્ધ અને વિશાળ કરે છે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો એમ કહેવું જોઈએ કે જીવનની તૃણાનો અભાવ અને એક દેશીય દૃષ્ટિનો અભાવ એ જ ખરું જૈનત્વ છે. ખરું જૈનત્વ અને જૈન સમાજ એ બે વચ્ચે જમીન અસમાન જેટલું અંતર છે. જેણે ખરું જેનત્વ પૂર્ણપણે અગર તો ઓછા વધતા પ્રમાણમાં સાધ્યું હોય તેવી વ્યકિતઓના સમાજ બંધાતા જ નથી. અને બંધાય તે પણ તેમને માર્ગ એવો નિરાળા હોય છે કે તેમાં અથડામણુઓ જ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ઉભી થતી નથી, અને થાય છે તો સત્વર તેનો નિકાલ આવી જાય છે. જૈનત્વને સાધનાર અને સાચા જ જૈનત્વની ઉમેદવારી કરનાર જે ગણ્યાગાંઠયા દરેક કાળમાં હોય છે તે જૈનો છે જ. અને એવા જેનેના શિષ્યો અગર પુત્રો જેમનામાં સાચા જૈનત્વની ઉમેદવારી ખરી રીતે હતી જ નથી પણ માત્ર સાચા જૈનત્વના સાધકે અને ઉમેદવારે ધારણ કરેલ રીતરિવાજે અગર પાળેલ સ્થળ મર્યાદાઓ જેમનામાં હોય છે તે બધા જેનસમાજનાં અંગો છે. ગુણજેનોનો વ્યવહાર આંતરિક વિકાસ પ્રમાણે ઘડાય છે અને તેમના વ્યવહાર અને આંતરિક વિકાસ વચ્ચે વિવાદ નથી હોતો. જ્યારે સામાજિક જૈનમાં એથી ઉલટું હોય છે. તેમને બાહ્ય વ્યવહાર તો ગુણજૈનના વ્યવહારવારસામાંથી જ ઉતરી આવેલો હોય છે પણ તેમનામાં આંતરિક વિકાસનો છાંય નથી હોતું. તેઓ તો જગતના બીજા મનુષ્ય જેવા જ ભોગતૃષ્ણાવાળા અને સાંકડી દષ્ટિવાળા હોય છે. એક બાજુ આંતરિક જીવનને વિકાસ જરાયે ન હોય અને બીજી બાજુ તેવા વિકાસવાળી વ્યક્તિઓમાં સંભવતા આચરણની નકલ હોય ત્યારે એ નકલ વિસંવાદનું રૂપ ધારણ કરે છે, તથા ડગલે ને પગલે મુશ્કેલીઓ ઉભી કરે છે. ગુણજૈનત્વની સાધના માટે ભગવાન મહાવીરે કે તેમના સાચા શિષ્યોએ વનવાસ સ્વીકાર્યો હોય, નગ્નત્વ ધારણ કર્યું હોય, ગુફા પસંદ કરી હોય, ઘર અને પરિવારનો ત્યાગ કર્યો હોય, માલમત્તા તરફ બેપરવાઈ દાખવી હોય, એ બધું આંતરિક વિકાસમાંથી જન્મેલું હોઈ જરાયે વિરુદ્ધ દેખાતું નથી. પણ ગળે સુધી ભગતૃષ્ણમાં ડૂબેલા અને સાચા જૈનત્વની સાધના માટે જરાયે સહનશીલતા વિનાના તેમ જ ઉદારદષ્ટિ વિનાના માણસો જ્યારે ઘરબાર છેડી જંગલમાં દોડે, ગુફાવાસ સ્વીકારે, માબાપ કે આશ્રિતોની જવાબદારી ફેંકી દે ત્યારે તે તેમનું જીવન વિસંવાદી થાય જ અને પછી બદલાતા નવા સંયોગો સાથે નવું જીવન ઘડવાની અશક્તિને કારણે તેમના જીવનમાં વિરોધ જણાય એ ખુલ્લું છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૬૧ રાષ્ટ્રીયક્ષેત્ર અને રાજપ્રકરણમાં જેને ભાગ લેવા કે ન લેવાની બાબતના પહેલા સવાલ પરત્વે જાણવું જોઈએ કે જેન– એ ત્યાગી અને ગૃહસ્થ એમ બે વર્ગમાં વહેંચાએલું છે. ગૃહસ્થ જૈનત્વ જે રાજ્યકર્તાઓમાં તેમજ રાજ્યના મંત્રી, સેનાધિપતિ વગેરે અમલદારેમાં ખુદ ભગવાન મહાવીરના સમયમાં જ જગ્યું હતું, અને ત્યાર પછીનાં ૨૩૦૦ વર્ષ સુધી રાજાઓ તથા રાજ્યના મુખ્ય અમલદારોમાં જૈનત્વ આણવાને અગર ચાલ્યા આવતા જૈનત્વને ટકાવવાનો ભગીરથ પ્રયત્ન જેનાચાર્યોએ સેવ્યો હતો તો પછી આજે રાષ્ટ્રીયતા અને જેનત્વ વચ્ચે વિરોધ શા માટે દેખાય છે? શું એ જૂના જમાનામાં રાજાઓ, રાજકર્મચારીઓ અને તેમનું રાજપ્રકરણ એ બધું કાંઈ મનુષ્યતીત કે લેકોત્તર ભૂમિનું હતું? શું એમાં ખટપટ, પ્રપંચ કે વાસનાઓને જરાયે સ્થાન જ ન હતું કે શું તે વખતના રાજપ્રકરણમાં તે વખતની ભાવના અને પરિસ્થિતિ પ્રમાણે રાષ્ટ્રીય અસ્મિતા જેવી કાંઈ વસ્તુ જ નહોતી ? શું તે વખતના રાજ્યકર્તાઓ ફક્ત વીતરાગદષ્ટિએ અને વસુધૈવ દુશ્વની ભાવનાએ જ રાજ્ય કરતા ? જે આ બધા પ્રશ્નોનો ઉત્તર એ જ હોય કે જેમ સાધારણ કુટુંબિ ગૃહસ્થ જૈનત્વ ધારણ કરવા સાથે પોતાને સાધારણ ગૃહવ્યવહાર ચલાવી શકે છે તે મોભા અને ભાવાળા ગૃહસ્થ પણ એ જ રીતે જૈનત્વ સાથે પિતાના વભાને સંભાળી શકે છે અને એ જ ન્યાયે રાજા અને રાજકર્મચારી પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહ્યું છે તો સાચું જૈનત્વ જાળવી શકે છે. તો આજની રાજકરણી સમસ્યાને ઉત્તર પણ એ જ છે. એટલે કે રાષ્ટ્રીયતા અને રાજપ્રકરણ સાથે સાચા જૈનત્વને (જે હદયમાં પ્રકટયું હોય તો ) કશો જ વિરોધ નથી. અલબત અહીં ત્યાગી વર્ગમાં ગણાતા જૈનની વાત વિચારવી બાકી રહે છે. ત્યાગી વર્ગને રાષ્ટ્રીય ક્ષેત્ર અને રાજપ્રકરણ સાથે સંબંધ ન ઘટી શકે એવી ક૯૫ના ઉત્પન્ન થવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં શુદ્ધત્વ જેવું તવ જ નથી, અને રાજપ્રકરણ ૫ણ સમભાવવાળું હોઈ જ ન Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શકે એવી માન્યતા રૂઢ થઈ છે. પરંતુ અનુભવ આપણને કહે છે કે ખરી હકીકત એમ નથી. જો પ્રવૃત્તિ કરનાર પોતે શુદ્ધ હોય તો તે દરેક જગાએ શુદ્ધિ આણી અને સાચવી શકે છે, અને જો એ પોતે જ શુદ્ધ ન હોય તે ત્યાગી વર્ગમાં રહેવા છતાં હંમેશાં મેલ અને ભ્રમણામાં સબડ્યા કરે છે. આપણે ત્યાગી મનાતા જેનેને ખટપટ, પ્રપંચ અને અશુદ્ધિમાં તણાતા ક્યાં નથી જોતા ? જે તટસ્થ એવા મોટા ત્યાગીવર્ગમાં એકાદ વ્યકિત ખરેખર જેન મળી આવવાને સંભવ હોય તો આધુનિક રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવનાર મોટા વર્ગમાં તેથી એ વધારે સારા ગુણ જેનત્વને ધારણ કરનારી અનેક વ્યક્તિઓ કયાં નથી મળી આવતી કે જે જન્મથી પણ જૈન છે. વળી ત્યાગી મનાતા જેન વર્ગ પણ રાષ્ટ્રીયતા અને રાજકીય ક્ષેત્રમાં સમયોચિત ભાગ લેવાના દાખલાઓ જેનસાધુસંધના ઈતિહાસમાં કયાં ઓછા છે? ફેર હોય તો એટલો જ છે કે તે વખતની ભાગ લેવાની પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક ભાવના અને નૈતિક ભાવના સાથે જ કામ કરતી; જ્યારે આજે સાંપ્રદાયિક ભાવના જરાયે કાર્યસાધક કે ઉપયોગી થઈ શકે તેમ નથી. એટલે જે નતિક ભાવના અને અર્પણત્તિ હૃદયમાં હોય (જેને શુદ્ધ જૈનત્વ સાથે સંપૂર્ણ મેળ છે) તો ગૃહરથ કે ત્યાગી કેઈપણ જેને, તેના જેનત્વને જરા પણ બાધ ન આવે અને ઉલટું વધારે પોષણ મળે એવી રીતે કામ કરવાને રાષ્ટ્રીય તેમજ રાજકીય ક્ષેત્રમાં પૂર્ણ અવકાશ છે. ઘર અને વ્યાપારના ક્ષેત્ર કરતાં રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર મોટું છે, એ વાત ખરી; પણ વિશ્વની સાથે પોતાને મેળ હોવાને દાવો કરનાર જૈન ધર્મ માટે તે રાષ્ટ્ર અને રાજકીય ક્ષેત્ર એ પણ એક ઘર જેવું નાનકડું જ ક્ષેત્ર છે. ઉલટું આજે તો એ ક્ષેત્રમાં એવાં કાર્યો દાખલ થયાં છે કે જેને વધારેમાં વધારે મેળ જેનત્વ (સમભાવ અને સત્યદષ્ટિ) સાથે જ છે. મુખ્ય વાત તો એ જ છે કે કોઈ કાર્ય અગર ક્ષેત્ર સાથે જૈનત્વનો તાદામ્ય સંબંધ નથી. કાર્ય અને ક્ષેત્ર ગમે તે હોય પણ જે જૈનત્વદષ્ટિ રાખી એમાં પ્રવૃત્તિ થાય તો તે બધું શુદ્ધ જ હેવાનું. Page #178 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૬૩ બીજો પ્રશ્ન લગ્નપ્રથા અને નાતજાત આદિના સંબંધ વિષે છે. આ બાબતમાં જાણવું જોઈએ કે જૈનત્વનું પ્રસ્થાન એકાંત ત્યાગવૃત્તિમાંથી થએલું છે. ભગવાન મહાવીરને જે કાંઈ પિતાની સાધનામાંથી આપવા જેવું જણાયું હતું તો તે એકાંતિક ત્યાગ જ હતો. પણ એવા ત્યાગના ઈછનાર સુદ્ધાં બધા એકાએક એવી ભૂમિકાએ પહોંચી ન શકે, એ લોકમાનસથી ભગવાન અજાણ્યા ન હતા. એટલેજ તેઓ ઉમેદવારના ઓછા કે વધતા ત્યાગમાં સંમત થઈ, ‘મા પદવષે –વિલંબ ન કર–એમ કહી સંમત થતા ગયા અને બાકીની ભોગવૃત્તિ અને સામાજિક મર્યાદાઓનું નિયમન કરનારાં શાસ્ત્રો તો તે કાળે પણ હતાં, આજે પણ છે અને આગળ પણ રચાશે. સ્મૃતિ જેવાં લૌકિક શા લોકો આજ સુધી ઘડતા આવ્યા છે અને આગળ પણ ઘડશે. દેશકાળ પ્રમાણે લેકે પોતાની ભોગમર્યાદા માટે નવા નિયમે, નવા વ્યવહારો ઘડશે, જૂનામાં ફેરફાર કરશે અને ઘણું ફેકી પણ દેશે. એ લૈકિક સ્મૃતિમાં ભગવાન પડયા જ નથી. ભગવાનને ધ્રુવ સિદ્ધાંત ત્યાગનો છે. લૌકિક નિયમેનું ચક્ર તેની આજુબાજુ ઉત્પાદ વ્યયની પેઠે ધ્રુવ સિદ્ધાંતને અડચણ ન આવે એવી રીતે ફર્યા કરે એટલું જ જોવાનું રહે છે. આજ કારણથી જ્યારે કુલધર્મ પાળનાર તરીકે જૈનસમાજ વ્યવસ્થિત થયો અને ફેલાતો ગયો ત્યારે તેણે લૈકિક નિયમોવાળાં ભોગ અને સામાજિક મર્યાદાનું પ્રતિપાદન કરતાં અનેક શાસ્ત્ર રચ્યાં. જે ન્યાયે ભગવાન પછીના હજાર વર્ષમાં સમાજને જીવતો રાખે તે જ ન્યાય સમાજને જીવતા રહેવા માટે હાથ ઉંચો કરી કહે છે કે ‘તું સાવધ થા, તારી પાસે પથરાએલી પરિસ્થિતિ છે અને પછી સમયાનુસારી સ્મૃતિઓ રચ. તું એટલું ધ્યાનમાં રાખજે કે ત્યાગ એ જ સાચું લક્ષ્ય છે; પણ સાથે એ પણ ધ્યાનમાં રાખજે કે ત્યાગ વિના ત્યાગનો ડોળ તું કરીશ તો જરૂર મરીશ, અને પિતાની ભોગ મર્યાદાને બંધબેસે તેવી રીતે સામાજિક જીવનની ઘટના કરજે. માત્ર સ્ત્રીત્વને કારણે કે પુરુષત્વને કારણે એકની ભોગવૃત્તિ વધારે છે અથવા બીજાની ઓછી છે અથવા એકને પોતાની વૃત્તિઓ તૃપ્ત કરવાનો Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ગમે તે રીતે હક્ક છે અને ખીજાને વૃત્તિના ભાગ બનવાને જન્મસિદ્ધ હક્ક છે એમ કદી ન માનતા;' સમાજધમ સમાજને એ પણ કહે છે કે સામાજિક સ્મૃતિએ એ સદાકાળ એકસરખી હાતીજ નથી. ત્યાગના અનન્ય પક્ષપાતી ગુરુઓએ પણ જૈનસમાજને બચાવવા અગર તા તે વખતની પરિસ્થિતિને વશ થઈ આશ્રય પમાડે તેવાં ભાગમર્યાદાવાળાં વિધાના કર્યાં છે. હવેની નવીન જૈનસ્મૃતિમાં ચેાસ હજાર તે શું પણ એ સ્ત્રીઓ પણ સાથે ધરાવનારાની પ્રતિષ્ઠાનું પ્રકરણ નાશ પામેલું હશે, તા જ જૈન સમાજ માનભેર ધસમાજેમાં માઢું બતાવી શકરો. હવેની નવી સ્મૃતિના પ્રકરણમાં એક સાથે પાંચ પતિ ધરાવનાર દ્રૌપદીના સતીત્વની પ્રતિષ્ઠા નહિ હોય છતાં પ્રામાણિકપણે પુનર્લગ્ન કરનાર સ્ત્રીના સતીત્વની પ્રતિષ્ઠા ને ંધ્યે જ છૂટકા છે. હવેની સ્મૃતિમાં ૪૦ થી વધારે વર્ષની ઉમરવાળા પુરુષનું કુમારી કન્યા સાથે લગ્ન એ બળાત્ક્ષર કે વ્યભિચાર જ નેાંધારશે. એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરનાર હવેની જૈનસ્મૃતિમાં સ્ત્રીધાતકી ગણાશે. કારણ કે આજે નૈતિક ભાવનાનું બળ જે ચોમેર ફેલાઈ રહ્યું છે તેની અવગણના કરીને જૈનસમાજ બધાની વચ્ચે માનપૂર્ણાંક રહી જ ન શકે. નાતજાતનાં બંધના સખત કરવાં કે ઢીલાં કરવાં એ પણુ વ્યવહારની સગવડનેા જ સવાલ હોવાથી તેના વિધાના નવેસર જ કરવાં પડશે. આ બાબતમાં જૂનાં શાસ્ત્રને આધાર શેાધવા જ હોય તે જૈનસાહિત્યમાંથી મળી શકે તેમ છે પણ એ શેાધનો મહેનત કર્યાં કરતાં ધ્રુવજૈનત્વ ’’-સમભાવ અને સત્ય–કાયમ રાખી તેના ઉપર વ્યવહારને બંધ બેસે એવી રીતે જૈનસમાજને જીવન અર્પનાર લૌકિક સ્મૃતિએ રચી લેવામાં જ વધારે ધ્યેય છે. ગુરુસંસ્થાને રાખવા કે ફેંકી દેવાના સવાલ વિષે કહેવાનું એ છે કે આજ સુધીમાં ઘણીવાર ગુરુસંસ્થા ફેંકી દેવામાં આવી છે અને છતાં તે ઉભી છે. પાર્શ્વનાથની પાછળથી વિકૃત થએલ પરંપરા મહાવીરે ફેંકી દીધી તેથી કાંઈ ગુરુસંસ્થાને અંત ન આવ્યા. ચૈત્યવાસીએ ગયા પણ સમાજે ખીજી સંસ્થા માંગી જ લીધી. Page #180 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમયોદા ૧૬૫ જતિઓના દિવસે ભરાતા ગયા ત્યાં તો સંવેગી ગુરુએ આવીને ઉભા જ રહ્યા. ગુરુઓને ફેંકી દેવા એનો અર્થ એ કદી નથી કે સાચાં જ્ઞાન કે સાચા ત્યાગને ફેંકી દેવાં. સાચું જ્ઞાન અને સાચો ત્યાગ એ એવી વસ્તુ છે કે તેને પ્રલય પણ નષ્ટ કરી શકતા નથી ત્યારે ગુરુઓને ફેંકી દેવાનો અર્થ શું ? એને અર્થ એટલો જ કે અત્યારે જે અજ્ઞાન, ગુરુઓને લીધે પોષાય છે, જે વિક્ષેપથી સમાજ શેષાય છે તે અજ્ઞાન અને વિક્ષેપથી બચવા માટે સમાજે ગુરુસંસ્થા સાથે અસહકાર કરો. આ અસહકારના અગ્નિતાપ વખતે સાચા ગુરુઓ તો કુંદન જેવા થઈ આગળ તરી આવવાના, જે મેલા હશે તે શુદ્ધ થઈ આગળ આવશે અને કાં તો બળી ભસ્મ થશે પણ હવે સમાજને જે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓની જરુર છે (સેવા લેનાર નહિ પણ સેવા દેનાર–માર્ગદર્શકની જરુર છે ) તે જાતના જ્ઞાન અને ત્યાગવાળા ગુરુઓ જન્માવવા માટે તેમના વિકૃત ગુરુત્વવાળી સંસ્થા સાથે આજે નહિ તે કાલે સમાજને અસહકાર કર્યો જ ટકે છે. અલબત જે ગુરુસંસ્થામાં કોઈ માઇને લાલ એકાદ પણ અચો ગુરુ હયાત હશે તે આવા સખત પ્રયોગ પહેલાં જ ગુરુસંસ્થાને તારાજીથી બચાવશે. જે વ્યક્તિ આંતરરાષ્ટ્રીય શાંતિપરિષદ જેવી પરિષદોમાં હાજર થઈ જગતનું સમાધાન થાય તેવી રીતે અહિંસાનું તત્ત્વ સમજાવી શકશે અગર તો પિતાના અહિંસાબળે તેવી પરિષદના હિમાયતીઓને પોતાના ઉપાશ્રયમાં આર્વી શકશે તે જ હવે પછી ખરે જેનગુરુ થઈ શકશે. હવેનું એકબજાર જગત પ્રથમની અ૯પતામાંથી મુક્ત થઈ વિશાળતામાં જાય છે તે કોઈ નાત, જાત, સંપ્રદાય, પરંપરા, વેશ કે ભાષાની ખાસ પરવા કર્યા વિના જ માત્ર શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ત્યાગની રાહ જોતું ઉભું છે. એટલે જે અત્યારની ગુરુસંસ્થા આપણી શક્તિવર્ધક થવાને બદલે શક્તિબાધક જ થતી હોય તો તેમને અને જેનસમાજના ભલા માટે પહેલામાં પહેલી તકે સમજદારે તેમની સાથે અસહકાર કરવો એ એક જ માર્ગ રહે છે. જો આવો માર્ગ લેવાની પરવાનગી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના જૈનશાસ્ત્રમાંથી જ મેળવવાની હાય તેા પણ તે સુલભ છે. ગુલામીવૃત્તિ નવું સરજતી નથી અને જૂનું ફેંકતી કે સુધારતી પણ નથી. એ વૃત્તિ સાથે ભય અને લાલચની સેના હાય છે. જેને સગુણાની પ્રતિષ્ઠા કરવી હોય તેણે ગુલામીવૃત્તિનેા બુરખા ફેંકીને, છતાં પ્રેમ તથા નમ્રતા કાયમ રાખીને જ વિચારવું ઘટે. 5 ધધાપરત્વેના છેલ્લા પ્રશ્નના સંબંધમાં જૈનશાસ્ત્રની મર્યાદા બહુ જ ટુંકી અને ટચ છતાં સાચા ખુલાસા કરે છે અને તે એ છે કે જે ચીજના ધંધા ધર્મ વિરુદ્ધ કે નીતિવિરુદ્ધ હેાય તે ચીજને ઉપભાગ પણ ધર્મ અને નીતિવિદ્ધ છે. જેમ માંસ અને મદ્ય જૈનપર પરા માટે વજ્રય લેખાયાં છે તેા તેના ધધે! પણ તેટલેા જ નિષેધપાત્ર છે. અમુક ચીજનેા ધંધા સમાજ ન કરે તેા તેણે તેના ઉપભાગ પણ હેડવા જ જોઇએ. આ જ કારણથી અન્ન, વસ્ત્ર અને વિવિધ વાહનાની મર્યાદિત ભાગતૃષ્ણા ધરાવનાર ભગવાનના મુખ્ય ઉપાસકા અન્ન, વસ્ત્ર આદિ બધું નીપજાવતા, અને તેના ધંધા પણ કરતા. જે માણસ ખીજાનો કન્યાને પરણીધર ખાંધે અને પેાતાની કન્યાને ખીન્ન સાથે પરણાવવામાં ધર્મનાશ જુએ એ કાંતા ગાંડા હાવા જોઈએ અને ડાહ્યો હાય તા જૈનસમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ભાગવતે ન જ હાવા જોઇએ. જે માણસ કાલસા, લાકડાં, ચામડાં અને યંત્રા જથાબંધ વાપરે તે માણુસ દેખીતી રીતે તેવા ધંધાને ત્યાગ કરતા હશે તેા એને અર્થ એ જ કે તે ખીજા પાસે તેવા બધાએ કરાવે છે. કરવામાં જ વધારે દોષ છે. અને કરાવવામાં તેમ જ સમ્મતિ આપવામાં જ એછે દોષ છે એવું કાંઈ ઐકાંતિક કથન જૈનશાસ્ત્રમાં નથી. ઘણીવાર કરવા કરતાં કરાવવા અને સમ્મતિમાં જ વધારે દોષ હોવાના સંભવ જૈનશાસ્ત્ર માને છે. જે મૌદ્દો માંસના ધે કરવામાં પાપ માની તેવા ધંધા જાતે ન કરતાં માંસના માત્ર ખારાકને નિષ્પાપ માને છે તે બૌદ્ધોને તે જૈનશાસ્ત્ર એમ કહેતું હોય કે “ તમે ભલેને ધંધા ન કરે પણ તમારાદ્વારા વપરાતા માંસને * Page #182 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમર્યાદા ૧૬૭ ,, તૈયાર કરનાર લેાકાના પાપમાં તમે ભાગીદાર છે। જ તે શું તેજ નિષ્પક્ષ જૈનશાસ્ત્ર કેવળ કુળધ' હાવાને કારણે જૈનેતે એ વાત કહેતાં અચકાશે નહિ કદી જ નહિ. એ તો ખુલ્લે ખુલ્લું કહેવાનું કે કાં તેા ભાગ્ય ચીજોના ત્યાગ કરે અને ત્યાગ ન કરેા તા જેમ તેને ઉત્પન્ન કરવા અને તેના વ્યાપાર કરવામાં પાપ લેખા છે તેમ બીજામા દ્વારા તૈયાર થયેલી અને બીજા દ્વારા પૂરી પડાતી તે જ ચીજોના, ભાગમાં પણ તેટલુ જ પાપ લેખા. જૈનશાસ્ત્ર તમને પેાતાની મર્યાદા જણાવશે કે “ દોષ કે પાપને સંબંધ ભાગત્તિ સાથે છે; માત્ર ચીજોના સંબંધ સાથે નથી.” જે જમાનામાં મજૂરી એ જ ટી છે. એવું સૂત્ર જગવ્યાપી થતું હશે તે જમાનામાં સમાજની અનિવાર્ય જરૂરિયાતવાળા અન્ન, વસ્ત્ર, રસ, મકાન, આદિને જાતે ઉત્પન્ન કરવામાં અને તેનેા જાતે ધંધા કરવામાં દોષ માનનાર કાંતા અવિચારી છે અને કાંતા ધધેલા છે એમજ મનાશે. ઉપસંહાર—ધારવા કરતાં શાસ્ત્રમર્યાદાના વિષય વધારે લાંખે થયેા છે પણ મને જ્યારે સ્પષ્ટ દેખાયું કે એને ટુંકાવવામાં અસ્પષ્ટતા રહેશે એટલે થાડુંક લખાણ કરવાની જરુર પડી છે. આ લેખમાં મે શાસ્ત્રોના આધારે જાણીને જ નથી ટાંકયા, કેમકે કેાઈ પણ વિષય પરત્વે અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને જાતનાં શાસ્ત્ર વાકયેા મેળવી શકાય છે. અગર તેા એકજ વાક્યમાંથી એ વિરાધી અં ઘટાવી શકાય છે. મેં સામાન્ય રીતે બુદ્ધિગમ્ય થાય એવું જ રજુ કરવાના પ્રયત્ન કર્યો છે, છતાં મને જે કાંઇ અપસ્વલ્પ જૈનશાસ્ત્રનેા પરિચય થયે છે અને ચાલુ જમાનાના અનુભવ મળ્યા છે તે બન્નેની એકવાક્યતા મનમાં રાખીને જ ઉપરની ચર્ચા કરી છે. છતાં મ્હારા આ વિચાર વિચારવાની અને તેમાંથી નકામું ફેંકી દેવાની સૌને છૂટ છે. જે મને મારા વિચારામાં ભૂલ સમજાવશે તે વયમાં અને જાતિમાં ગમે તેવડે અને ગમે તે હેાવા છ્તાં મારા આદરના પાત્ર અવશ્ય થશે. સુખલાલ Page #183 -------------------------------------------------------------------------- ________________ ખરી આધ્યાત્મિક્તા આજે અહીં ધર્મ એ વિષયને જુદી દૃષ્ટિથી વિચાર કરવાને પ્રયત્ન કર્યો છે. તે વિચાર કરતાં પહેલાં ધર્મની આવશ્યકતા વિષે થડે વિચાર કરીએ. મનુષ્યને ધર્મની અગત્ય શા માટે છે? પ્રથમ તો નૈતિક ઉન્નતિ માટે ધર્મની ખાસ અગત્ય છે. નીતિમય વર્તન માટે માત્ર નીતિનું, સદસતનું જ્ઞાન બસ નથી એ આપણે અનુભવથી જાણીએ છીએ. મનુષ્ય પ્રલોભને વશ થાય છે તે માત્ર સદાચરણના જ્ઞાનના અભાવે નથી હોતું, પરતુ જ્ઞાન છતાં, સદાચરણબળની ખામીને લીધે, અર્થાત ધર્મબળના અભાવે તે પાપમાં પડે છે. એ રીતે વિચાર કરતાં જણાશે કે નીતિની ઉન્નત ભાવના ટકાવી રાખવા માટે તેમજ વ્યવહારમાં નીતિના ઉચ્ચ આદર્શ અમલમાં મુકવા માટે ધર્મ અથવા ધાર્મિક બળની ખાસ આવશ્યકતા છે. મનુજ બધુ માટે ભ્રાતૃભાવની લાગણી ખીલવવા માટે, સેવાભાવ જાગૃત કરવા માટે અને હૃદયની વિશાળતા કેળવવા માટે ધર્મ સિવાય બીજું એક પણ સાધન નથી. હૃદયની આ ઉંડી લાગણું એ બુદ્ધિને વિષય નથી. પુસ્તકના અભ્યાસથી કે વિજ્ઞાનથી એ ઉત્પન્ન થઈ શકતી નથી. ધાર્મિકતા–આધ્યાત્મિક વૃત્તિ હોય તો જ માનવ બધુ માટે અનુકમ્પાની, સહાનુભૂતિની, સેવાની ભાવના ઉત્પન્ન થાય. છે અને ગમે તેવા વિષમ પ્રસંગે તે કાયમ રહે છે. સંકટ સમયે વૈર્યબળ માટે ધર્મની ખાસ અગત્ય જણાય છે. પ્રિય જનના મૃત્યુ પ્રસંગે, કઈ ટી આપત્તિને પ્રસંગે કે સામાન્ય આધિવ્યાધિને પ્રસંગે હૈયે રાખવાની વૃત્તિ, ધાર્મિકતા સારી રીતે Page #184 -------------------------------------------------------------------------- ________________ મતભેદ હોઈ શકે તો સ્થિતિ માની જણ ખરી આધ્યાત્મિકતા. કેળવાયા વિના શકય નથી. સમસ્ત બ્રહ્માંડનું નિયંત્રણ એક ચમ પરન્તુ અંતે કલ્યાણમય યોજનાનુસાર થાય છે એવી ઉંડી શ્રદ્ધા હોય તો જ એને કઠિન પ્રસંગે મનુષ્ય શૈર્ય ધારણ કરી શકે છે. આ જીવનને અંતે, આપણું દેહના નાશ પછી અવશેષ અંશની ઉત્તરોત્તર ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ધર્મ સિવાય બીજો એક પણ ઉપાય નથી. પરલોક અને પરકાળના સ્વરૂપ વિષે ગમે તેટલા મતભેદ હોઈ શકે પરંતુ નાશવંત દેહના અવસાન પછી ચેતનરૂપ આત્માની કઈ પ્રકારની સ્થિતિ માનવી પડે છે, અને એ સ્થિતિની ઉત્તરોત્તર ઉન્નતિ પણ થવાની આવશ્યકતા જણાય છે. તે તે ઉન્નત સ્થિતિ ધર્મ સિવાય બીજે કયે માર્ગે સંભવિત છે? ધર્મની આ રીતે આવશ્યકતા આપણે સ્વીકારીએ તે એટલું સ્પષ્ટ કબુલ કરવું પડશે કે પ્રચલિત કોઈ પણ ધર્મ કે પંથ જે ઉપર જણાવેલી જરૂરિયાત ન પૂરી પાડે તે આપણે માટે ધર્મ નથી; તે ગમે તેટલો જૂનો કે પ્રતિષ્ઠા પામેલ હોય તો પણ આપણે માટે તે વજ્ય છે. જે પંથનાં ધર્મપુસ્તકે અગર વિધાન નીતિની પરમ ઉન્નત ભાવનાને વિઘાતક હોય–તેમનું અંતર રહસ્ય ગમે એટલું ઊંડા તત્ત્વજ્ઞાન કે ગૃઢ ભાવનાઓથી ભરેલું હોય છતાં વ્યવહારમાં અને સ્થૂલ ઉપયોગમાં તે નીતિના વિચાર વાણું કે વર્તનને બાધકર્તા હોય–તો તે આપણે માટે ધર્મ નથી–તે સર્વથા અગ્રાહ્ય છે. એ જ રીતે જે ધર્મના પાલનથી, જેના બાહ્યાચાર સંપૂર્ણપણે અને શુદ્ધ નિખાલસ ભાવે નિરંતર પાળવા છતાં, સંકટ સમયે જે ચિત્તને ક્ષોભ ટાળવા માટે વૈર્યબળ ન આપી શકતો હોય, જેનાથી આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થઈ. ઉગરહિત ચિત્ત ન થતું હોય તે ધર્મ તરીકે શા ઉપયોગનો છે ? જે ધર્મપાલનથી ચિત્તની વૃત્તિ સંકુચિત થઈ જતી હોય, હદયની વિશાળતાને બદલે પોતાનું, પારકું ઉંચુ, નીચ, પૃશ્ય Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને. અસ્પૃશ્ય, શૌચ, અશાચ એવા ભેદ પાડી માનવ સમાજમાં બંધુતાને બદલે વાડા પાડી સ્વાર્થી વૃત્તિ વધારવામાં સહાયભૂત થતો હોય તે ધર્મ નથી પણ ધર્મને ઢગ માત્ર છે. આ સર્વ દૃષ્ટિથી વિચાર કરી માનવસમાજની વર્તમાન અભિલાષાઓ અને જરૂરિયાતે લક્ષમાં રાખી નવી વિશાળ દૃષ્ટિથી ધર્મ અને ધર્મસંસ્થાઓની યોજના થવાની સત્વરે જરુર છે. એ ફરજ ધર્માચાર્યની ખાસ કરીને છે. એ ફરજમાંથી તેઓ ચૂકશે અગર જીર્ણ અને નિરુપયોગી થઈ ગયેલા બાહ્યાચારને પ્રાધાન્ય આપી ધર્મના વાસ્તવિક સ્વરૂપ અથવા ખરી આધ્યાત્મિકતા પ્રત્યે દુર્લક્ષ રાખશે તો નજદીકના ભવિષ્યમાં એ ધર્મો, ધર્માચાર્યો અને ધર્મસંસ્થાઓ નષ્ટપ્રાય થશે અને ઈતિહાસના પૃષ્ઠ ઉપરથી તે વિલુપ્ત થશે. Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈનસાહિત્યનાં ઉત્તમોત્તમ પુસ્તકે. 3 55 ઘટાડેલી ફા 91ii o! જીતક૯૫ભાગ્ય ( સ. જિનવિજય ); આચાંગસૂત્ર ત્રણ છેદ સૂત્રો પ્રાચીન જૈન લેખસ ગ્રહ જેન ઐતિહાસિક ગજર કાવ્યસંચય, કુમારપાલ પ્રતિબંધ પાકૃત કથાસંગ્રહ. સંક્ષિપ્ત પ્રાકૃત વ્યાકરણ બુદ્ધ, મહાવીર (લે. લાયમાન ) પરિશિષ્ટપર્વ અને ભાગ હિંદી સુખી જીવન ઘટાડેલી કિંમત જૈનદર્શન પ. બેચરદાસ ન્યાયાવતાર ગજરાતી 5. સુખલાલજી આધ્યાત્મિક વિકાસક્રમ ચાર કેમગ્રંથિ (હિંદી) યોગદર્શન તત્ત્વાર્થ સૂત્ર વો 07/ હી ઝાાં 1 જૈનસાહિત્ય સંશોધક કાર્યાલય એલીસબ્રિજ–અમદાવાદ For Private & Personal use only www.jainelibrary