________________
૧૦૬
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને માગતા હોય તે, અત્યારે સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની, તેનો ઉપયોગ રાષ્ટ્રપરત્વે કરવાની ખાસ જરૂર છે.
આ દેશમાં જે એકવાર ભારે વગસગ ધરાવતે તે બદ્ધ હયાત નથી, છતાં જૈનસંધ તો છે જ. એટલે આ સંસ્થાનો ઉપય દેશપરત્વે પહેલાં જ થવો ઘટે; અને માત્ર તબલાં કે ખડતલ, ઝાંઝ કે ડાંડીઆરા વગાડવા-વગડાવવામાં, તેમ જ નિર્જીવ જમણવાર. મીઠાઈઓ ખાવા-ખવરાવવામાં, અને બહુ તો ભપકાબંધ વરઘોડ ચડાવવામાં જ એ સંધસંસ્થા પિતાની ઇતિશ્રી ન સમજે. જો કે શાસનદેવી હોય અને તેના સુધી સાચી પ્રાર્થના પહોંચતી હોય, અને પ્રાર્થના પહોંચ્યા પછી તે કાંઈ કરી શકતી હોય, તો આપણે બધા તેને પ્રાર્થીશું કે આજે જ તેને પોતાનું શાસનદેવતા નામ સફળ કરવાનો વખત આવ્યો છે. જે આજે તે ઉદાસીન રહે તો ફરી તેને પિતાને અધિકાર ઓજસ્વી બનાવવાની તક આવશે કે નહિ એ કહેવું કઠણ છે. ખરી વાત તો એ છે કે આપણે બધા જ શાસનદેવતા છીએ, અને આપણામાં જ બધું સારું કે નરસું કરવાની શક્તિ છે. પ્રાર્થના કરનાર પણ આપણે છીએ, એટલે આપણું પ્રાર્થના આપણે જ પૂરી કરવાની છે. જે એ કામ આપણે ન કરીએ તો શાસનદેવતાને ઠપકે આપો એનો અર્થ આપણી જાતને મૂર્ણ બનાવ્યા બરાબર છે. પુરુષાર્થ ન હોય તો કશું જ સિદ્ધ થતું નથી, અને હોય તો કશું જ અસાધ્ય નથી, તેથી આપણે આપણે પુરુષાર્થ સંધસંસ્થાને દેશપયોગી કરવામાં પ્રેરીએ એટલે આપણું કામ કેટલેક અંશે પૂરું થયું.
તા. ૨૭-૮-૩૦
સુખલાલ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org