________________
જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા
૧૦૫
પાડી દીધા. આ બધું છતાં જૈન સમાજમાં કેટલાંક એવાં સામાન્ય તો સુરક્ષિત છે, અને ચાલ્યાં આવે છે કે જેને લીધે આ જૈન સંધ એકત્ર થઈ શકે, અને એક સાંકળમાં બંધાઈ પ્રગતિ કરે જાય.
એ સામાન્ય તમાં ભગવાન મહાવીરે વારસામાં આપેલી અનેક વસ્તુઓમાંની શ્રેષ્ઠ, શાશ્વત અને સદા ઉપયોગી બે વસ્તુઓ આવે છે. એક અહિંસાને આચાર અને બીજી વસ્તુ અનેકાંતનો વિચાર.
ભગવાન મહાવીરનો સંધ એટલે પ્રચારકસંધ. પ્રચાર શેનો ? તો ઉપલી બે વસ્તુઓનો, અને એ બે વસ્તુઓની સાથે સાથે, અથવા એ બે વસ્તુઓના વાહનરૂપે નાની મોટી બીજી અનેક વસ્તુઓને. હવે નાના નાના કટકાઓમાં વહેંચાયેલો, અને વળી વધારે અને વધારે આજે વહેંચાતે જતો જૈનસંઘ, પિતાના પ્રચારધર્મના ઉદ્દેશને, અને પ્રચારની વસ્તુને સમજી લે, તેમ જ આ સમયમાં આ દેશમાં તેમજ સર્વત્ર લકાની શી અપેક્ષા છે, તેઓ શું માગે છે, એ વિચારી લે. અને લેકની એ માંગણી અહિંસા તેમજ અનેકાંતધારા કેવી રીતે પૂરી પાડી શકાય, એને અભ્યાસ કરી લે તો હજુએ એ સ ઘ એ તો ઉપર અખંડ રહી શકે, અને એનું બળ ટકી શકે. ફરજનું ભાન જ, સમય, શક્તિ અને બુદ્ધિનો દુરુપયોગ અટકાવે છે. તેથી જૈનસંઘે પહેલાં પોતાની ફરજનું ભાન જીવનમાં આવતું કરવું જોઈએ.
દેશના સદ્દભાગ્યે તેમાં જૈન જેવો પ્રચારકસંધ પડયો છે. તેનું બંધારણ વિશાળ છે. તેનું કાર્ય સાને જોઈએ અને સે માગે તેવું જ છે. એટલે અત્યારે, બીજે કોઈપણ વખતે હતી તે કરતાં, સંધસંસ્થાને વ્યવસ્થિત કરવાની વધારે જરૂર છે. જે સંઘના આગેવાનો પોતાની સંધસંસ્થાને નિપ્રાણ જોવા ન માગતા હોય અને પોતાના વારસદારોને શાપ, તેમ જ દેશવાસીઓનો તિરસ્કાર વહોરવા ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org